________________
કોઈ પણ પાપના ત્યાગ માટે કે કોઈ પણ ધર્મના સ્વીકાર માટે મન જો મજબૂત જ હોય છે તો પછી એ અંગેની પ્રતિજ્ઞા લેવાનો આપણે ત્યાં આટલો બધો આગ્રહ રાખવામાં કેમ આવે છે?
એટલા માટે કે મન બે જગાએ કમજોર બની જાય છે, ઢીલું પડી જાય છે, ગળિયા બળદ જેવું બની જાય છે. એ બે જગામાંની પહેલી જગાનું નામ છે પ્રલોભન અને બીજી જગાનું નામ છે પીડા.
પાણીને ઢાળ આગળ નીચે ઊતરી જતું અટકાવવું જેમ અશક્યપ્રાયઃ છે તેમ પ્રલોભન આગળ મનને સત્ત્વશીલ બનાવ્યું રાખવું મુશ્કેલપ્રાય છે.
આગના સાંનિધ્યમાં મીણને ઓગળી જતું અટકાવવું જો કષ્ટજનક છે તો પીડાની ઉપસ્થિતિ વખતે મનને ગલત સાથે સમાધાન કરી લેતા અટકાવવું પણ કષ્ટજનક જ છે.
મનના આવા સ્વભાવને આંખ સામે રાખીને જ જ્ઞાનીઓએ મનને પ્રતિજ્ઞાબદ્ધ કરી દેવાની વાત કરી છે. પ્રતિજ્ઞાનો ખ્યાલ મનને પ્રલોભનમાં કે પીડામાં ગલતમાં પ્રવૃત્ત થતાં અચૂક અટકાવીને જ રહે છે.
બાકી ચેતન, એક પ્રશ્ન તને પૂછું ?
તારા હાથમાં સોય હોય અને એને સલામત રાખી દેવા તને કોઈ દોરો આપવા તૈયાર થઈ જાય તો એ દોરાનો સ્વીકાર કરી લેવામાં તું આનાકાની કરે ખરો?
તારી પાસે રૂપિયા ૧૦,૦૦૦ની નોટો છુટ્ટી હોય અને એને સુરક્ષિત રાખી દેવા તને કોઈ પાકીટની ‘ઑફર’ કરે તો
૨ ૫.