________________
'
૪૬
બીજાની વાત તો શું કરું પણ મારી જ પોતાની વાત કરું તો આપના જેવા મુનિ ભગવંતોના કષ્ટદાયક જીવનને જોતાં મને આપ સહુની દયા આવે છે. ન આપના જીવનમાં કોઈ મનોરંજન કે ન આપના જીવનમાં કોઈ સુખસાહ્યબી ! આ તે જીવન કહેવાય?
મિલન, તને અમારા જીવનનાં કષ્ટો દેખાયા, અમારા જીવનની મસ્તી? અમારા જીવનની અગવડો દેખાઈ, અમારા જીવનનો આનંદ? અમારા જીવનની તકલીફો દેખાઈ, અમારા ચિત્તની પ્રસન્નતા?
એક વાત તને પૂછું? તું અનેકવાર મને મળવા આવ્યો છે. ગામડામાં ય તું મને મળ્યો છે તો શહેરમાં ય તું મને મળ્યો છે. શિયાળાની કડકડતી ઠંડીમાંય તું મને મળ્યો છે તો ઉનાળાની જાલિમ ગરમીમાં ય તારે મને મળવાનું બન્યું છે. ગામડાના ભંગાર ઉપાશ્રયમાં ય તું મને મળ્યો છે તો શહેરના આલીશાન ઉપાશ્રયમાં ય તું મને મળવા આવ્યો છે.
જવાબ આપ. તે ક્યારેય મારા ચહેરા પર અપ્રસન્નતા જોઈ છે? ઉદ્વિગ્નતાનો ઓછાયો મારા ચહેરા પર છાયેલો તને ક્યારેય જોવા મળ્યો છે? સંયમજીવનમાં પડતી તકલીફો અંગે તેં ક્યારેય મારા મોઢામાંથી ફરિયાદનો સૂર નીકળતો સાંભળ્યો છે? મારા જીવનથી હું થાકી ગયો હોઉં, કંટાળી ગયો હોઉં કે ત્રાસી ગયો હોઉં એવો અણસાર પણ તને મારી જીવનચર્યા પરથી ક્યારેય આવ્યો છે?
એટલું જ શું કામ? તું તો શ્રીમંતાઈમાં જ આળોટી રહ્યો છે ને? ગાડી, બંગલા, ખ્યાતિ વગેરે બધું ય તને ઉપલબ્ધ જ છે ને? યુવાન પત્નીનો તું પતિ છે ને? મોજશોખનાં તમામ સાધનોતને હાથવગાં છેને? અને છતાં તે મારી પાસે ‘મહારાજ