________________
અધ્યાત્મની યાત્રા જીવનમાં શરૂ થઈ ગઈ હોય એવું તો લાગે છે પરંતુ એ યાત્રા પર કદમ વારંવાર અટકી જતા હોય એવું હું પોતે અનુભવી રહ્યો છું અને એના કારણે મને હતાશાનું શિકાર પણ બની જાય છે. કોઈ માર્ગદર્શન?
ચિન્મય, કદમ અટકી જાય છે એટલું જ છે ને ? જરાય ચિંતા ન કરીશ. ચિંતા કરવી હોય તો એટલી જ કરજે કે કદમ તારા ક્યાંય ભટકી ન જાય.
શું કહું તને?
આજના કાળે અધ્યાત્મ [2] ની એટએટલી દુકાનો ખૂલી ગઈ છે કે અચ્છો અચ્છો સાધકમૂંઝવણમાં મુકાઈ જાય છે કે માલ કઈ દુકાનનો સાચો? માલ કઈ દુકાનેથી ખરીદવો?
માત્ર શ્વાસની આવન-જાવન જોતા રહો અને આત્મજ્ઞાનને તમે પામી જાઓ” આવા પાટિયાંવાળી દુકાનો પણ આજે ખૂલી ગઈ છે તો ‘તપ-ત્યાગ ગમે તેટલાં કરો, સ્વનો જ્યાં સુધી બોધ નથી ત્યાં સુધી તમારાં તપ-ત્યાગ કોડીની કિંમતનાં છે” આવા પાટિયાંવાળી દુકાનો પણ આજે ગલીએ ગલીએ ખૂલી ગઈ છે. માત્ર એક કલાક ધ્યાનમાં બેસો, અમે તમને મોક્ષ સુખની અનુભૂતિ કરાવી દેશું’ એવી આકર્ષક જાહેરાત કરતી દુકાનો પણ આજના અધ્યાત્મના બજારમાં ઉપલબ્ધ છે તો કશું જ ન કરો. જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાઓ. જે કાંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એમાં તમે માત્ર સાક્ષી જ બની રહો. જ્ઞાન ઉપલબ્ધ થતાં તમને વાર નહીં લાગે” આવી જાહેરાત કરતી દુકાનો પણ અહીં ઓછી નથી.
અચ્છો અચ્છો બુદ્ધિમાન સાધક પણ સાચા