________________
દુનિયાભરના પદાર્થોની પ્રાપ્તિના સંસારીના સુખને તું ત્રાજવાના એક પલ્લામાં મૂક અને ભક્તના પ્રભુવિરહના દુઃખને ત્રાજવાના બીજા પલ્લામાં મૂક. નમી જવાનું ગૌરવ ભક્તના દુઃખના પલ્લાને જ મળવાનું છે. અંતિમ હાસ્ય ભક્તના ચહેરા પરના દુઃખને ભાગે જ આવવાનું છે. જગતના ચોગાનમાં ભકતનું દુઃખ જ વિજેતા બનીને બહાર આવવાનું છે.
ચિંતન,
પદાર્થપ્રાપ્તિના સુખનું હાસ્ય તો આ જગતમાં દુર્જનને ય સુલભ છે જ્યારે પ્રભુવિરહનું દુ:ખ તો, આ સંસારમાં ભક્ત સિવાય બીજા કોઈને ય સુલભ નથી. મેં અને તેં, સંસાર પરિભ્રમણના અનંતકાળમાં પદાર્થપ્રાપ્તિનું સુખ તો અનંતીવાર અનુભવ્યું છે. આવ, આ જીવનમાં હું અને તું, પ્રભુવિરહના દુ:ખના માલિક બની જઈએ. યાદ છે ને તને ? બાળકની આંખમાંથી વહેતા આંસુ બાળકને મમ્મીનું મિલન કરાવીને જ રહે છે. પ્રભુમિલનનું સદ્ભાગ્ય પામવું છે ને ? પ્રભુવિરહ રડતો જ રહે !
૩૨