________________
૪૮
સુખ જો સંસારના માર્ગેય મળતું હોય અને ધર્મના માર્ગેય મળતું હોય તો પછી કષ્ટદાયક એવા ધર્મના માર્ગે સુખ મેળવવાને બદલે સુખદાયક એવા સંસારના માર્ગે જ સુખ મેળવવા પ્રયત્નશીલ શા માટે ન બનવું?
ધર્મિનુ, એક નાનકડી વાત તને કરું? ધાર કે તારી પાસે એક સફેદ કપડું છે. તું એના પર સ્યાહીના પાંચ-દસ ખડિયા ઊંધા વાળી દે તો થાય શું? એ જ ને કે કપડું આખું ય સ્યાહીવાળું થઈ જાય. તને કપડું દેખાતું જ બંધ થઈ જાય. માત્ર સ્યાહી જ સ્યાહી દેખાતી રહે !
બીજી બાજુ, ધાર કે તું એક એવા કમરામાં છે કે જે કમરામાં ગાઢ અંધકાર જ છે. આંખ તારી ખુલ્લી હોવા છતાં તને કશું જ દેખાતું નથી. એ અંધકારથી અકળાઈને તું એક મીણબત્તી ત્યાં સળગાવી દે છે ત્યારે થાય છે શું? એ જ ને કે અંધકાર ગાયબ થઈ જાય છે અને માત્ર પ્રકાશ જ પ્રકાશ દેખાય છે.
હવે તારા પ્રશ્નનો જવાબ.
સંસારના માર્ગે જે પણ સુખ મળે છે એ સુખ છે કપડાં પર ઢોળી દીધેલ સ્યાહી જેવું. એ સુખનો જેણે પણ સ્વીકાર કર્યો એણે શુદ્ધ આત્મા - કે જે કપડાં જેવો હતો - ગુમાવી દીધો. અને સ્યાહી જેવા પદાર્થો બચાવી લીધા! માલિક રવાના અને મોલ સુરક્ષિત ! આત્મા ગાયબ અને પદાર્થો ઉપસ્થિત ! સંસારના માર્ગે મળતા સુખની આ તાસીર છે.
જ્યારે ધર્મના માર્ગે જે પણ સુખ મળે છે એ સુખ છે અંધકારમાં થતા પ્રકાશ જેવું. અંધકાર ગાયબ અને પ્રકાશ ઉપસ્થિત. આત્મા પર અનંત અનંતકાળનો જામ્યો છે