________________
વાસનાનો અંધકાર ! કષાયોનો અંધકાર ! આસક્તિનો અંધકાર ! આગ્રહનો અને અપેક્ષાનો અંધકાર ! અહંનો અને અવળચંડાઈનો અંધકાર !
જ્યાં જીવનમાં ધર્મનો પ્રકાશ થઈ જાય છે, અનંત અનંતકાળનો એ અંધકાર ગાયબ થઈ જાય છે, નામશેષ થઈ જાય છે. વાસના દૂર થઈ જાય છે, આત્મા ઉપસ્થિત થઈ જાય છે. વિભાવદશા દૂર થઈ જાય છે, સ્વભાવદશા પ્રગટી જાય છે. સંસાર પરિભ્રમણ સમાપ્ત થઈ જાય છે, મુક્તિગમન નિશ્ચિત બની જાય છે.
હું તને જ પૂછું છું. સુખના આ બે વિકલ્પમાંથી કયા વિકલ્પ પર પસંદગી ઉતારવા જેવી છે? કપડું ગાયબ થઈ જાય એવા સંસારના સુખ પર કે અંધકાર ગાયબ થઈ જાય એવા ધર્મના સુખ પર?
ધર્મિનું, અનંતકાળમાં જે ભૂલ કરી છે એ જ ભૂલ આ જીવનમાં દોહરાવવા જેવી નથી. આત્માને ગુમાવી દઈને આ જગતનાં કોઈ પણ સુખો મળતાં હોય, એ સ્વીકારવા જેવા નથી અને આત્મા સલામત રહી જતો હોય તો આ દુનિયાના કોઈ પણ સુખને છોડી દેતા પળનો ય વિલંબ કરવા જેવો નથી !