________________
થઈ જાય, પોતે “માલિક' હોવાની એને ખુદને પ્રતીતિ થઈ જાય, મન ‘નોકર’ હોવાનો એને ખ્યાલ આવી જાય, મનને પોતે ધારે ત્યાં લઈ જઈ શકે છે અને પોતાની આજ્ઞા મુજબ એને વર્તવા ફરજ પાડી શકે છે એનો એને સ્પષ્ટ અણસાર આવી જાય પછી તાકાત નથી મનની કે આત્માને એ પોતાના હાથનું રમકડું બનાવીને ધારે એ રીતે રમાડી શકે !
દક્ષેશ,
પ્રશ્ન મનને દબાવવાનો નથી, મનને સમજવાનો છે. પ્રશ્ન મનથી થાકી જવાનો નથી, મનનું સ્થાન સમજી લેવાનો છે. પ્રશ્ન મનને તાકાતવાન માની લેવાનો નથી, મનની નપુંસકતાને સમજી લેવાનો છે.
અનંતકાળમાં અનંત આત્માઓ પોતાના અનંત ગુણોના ઉઘાડમાં જો આ સમ્યક સમજના સહારે સફળ બન્યા જ છે તો પછી મારે કે તારે હતાશ થઈને હાથ ધોઈ નાખવાની જરૂર જ
ક્યાં છે ? | ‘તું જેની આજ્ઞા માની રહ્યો છે એ તો તારો નોકર છે’ એવો ખ્યાલ આવી ગયા પછી ય તું એની આજ્ઞામાં જ રહે એ સંભવિત છે ખરું? જો ના, તો અનંતજ્ઞાનીઓનું આ વચન છે. ‘મન તારું નોકર છે, એની આજ્ઞામાં રહેવાનું તને શોભતું નથી.'