________________
હાજર જ હોય છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં તું છે ખરો ?
યાદ તો છે ને તને કે તું જંગલનાં પશુઓ વચ્ચે નથી રહેતો પણ સમાજના માણસો વચ્ચે રહે છે. અત્તરની દુકાનમાં કામ કરનાર માણસ, દુકાનમાં આવતા દરેક માણસને જો અત્તર જ દેખાડતો રહે છે, વિષ્ટા નહીં; તો તારા પરિચયમાં આવતી દરેક વ્યક્તિને તારામાં રહેલ માણસાઈનાં દર્શન જ થવા જોઈએ, પશુતાનાં નહીં - એટલું નક્કી નહીં ?
ભૂલીશ નહીં કે અસંભવને સંભવ બનાવવાની ચેષ્ટા કરવા જતાં સંભવને ‘સંભવ' બનાવવાની હાથમાં રહેલ અમૂલ્ય તક પણ વેડફાઈ જતી હોય છે. ઇચ્છું છું હું કે તારા જીવનમાં આ કરુણતા ન જ સર્જાય. મહાનતાની તારા અંતરમાં જાગી જતી આકાંક્ષાને હું હૃદયથી નમસ્કાર કરું છું પણ હમણાં માણસાઈને જીવંત રાખવાના પ્રયત્નોમાં લાગી જા. એમાં મળતી સફળતા આવતી કાલે તને મહાનતાનો પત્ર સ્વામી બનાવીને જ રહેશે.
३०