________________
મન ધર્મસેવનની જેમ ના નથી પાડતું તેમ ધર્મસેવન અત્યારે જ કરી લેવાની હા પણ નથી પાડતું! હું સ્પષ્ટ નિર્ણય નથી કરતી શકતો કે કરવું શું? ધર્મ સ્થગિત જ રાખતો જાઉં કે મનને અવગણીને ય ધર્મ કરતો જાઉં?
સમકિત, મનની આ જ તો ચાલબાજી છે. ધર્મસેવનની એ ના નથી પાડતું તો અત્યારે જ ધર્મ કરી લેવા એ ઉત્સાહિત કેમ નથી બનતું? અને અત્યારે જ ધર્મ કરી લેવાની એની જો તૈયારી નથી તો ધર્મસેવનની એની ‘હા’ નો અર્થ શો છે? | મનને તું પૂછી તો લે કે “ધર્મ જો આજે નહીં તો પછી
ક્યારે ?” સશક્ત આંખે જો પ્રભુદર્શન નથી કરવા તો પછી કરવા છે ક્યારે ? આંખે મોતિયો આવે ત્યારે ? આંખમાં ઝામરનાં પાણી ભરાઈ જાય ત્યારે? આંખનું તેજ હણાઈ જાય
ત્યારે ?
શરીર તંદુરસ્ત છે ત્યારે જ જો તપશ્ચર્યા નથી કરી લેવી તો પછી કરવી છે ક્યારે ? વૃદ્ધાવસ્થા આવે ત્યારે ? શરીરે લકવો લાગી જાય ત્યારે? આંતરડામાં અલ્સર થઈ જાય ત્યારે ? ગળામાં કેન્સર થઈ જાય ત્યારે ? બાયપાસનાં ત્રણ ઑપરેશન થઈ જાય ત્યારે ?
સક્ષમ કાને જો પ્રભુવચનો સાંભળી નથી લેવા તો પછી સાંભળવા છે ક્યારે ? કાને બહેરાશ આવે ત્યારે ? કાનમાં ધાક પડી જાય ત્યારે ? કાનના પડદા ફાટી જાય ત્યારે ?
મનની સશકતાવસ્થામાં મનને જો શુભભાવનાઓમાં, સવિચારોમાં, સદ્વાંચનમાં, ગુણાનુરાગમાં નથી જોડવું તો પછી જોડવું છે ક્યારે ? મન નબળું પડી જાય ત્યારે ? મન
૬૯