________________
આવેશમાં આવી ગયો, ચા બિલકુલ ઠંડી આવી અને તું જો ક્રોધાવિષ્ટ બની ગયો, તારી થતી નિંદાના સમાચાર તારા કાને આવ્યા અને તું જો મગજ ગુમાવી બેઠો, સ્વાર્થમંગ થતાંવેંત તું જો લોહી ગરમ કરી બેઠો, ઉઘરાણી પતાવવામાં નોકરે બેદરકારી દાખવી અને તું જ મગજનું સમતોલન ગુમાવી બેઠો.
તો,
બહિર્જગતમાં તારું જે પણ માપ હોય તે, પણ આભ્યન્તર સ્તરે તો તું ‘નાનો’ ‘નબળો’ ‘નિઃસત્ત્વ’ પુરવાર થઈ જ ગયો ! શું કહું તને ? બહિર્જગતમાં ‘ચક્રવર્તી’ પણ આભ્યન્તર સ્તરે ભિખારી' હોઈ શકે છે તો આભ્યન્તર સ્તરનો ‘ચક્રવર્તી’ બહિર્જગતનો ‘ભિખારી’ પણ હોઈ શકે છે.
મારી તો તને એક જ સલાહ છે. પ્રચંડ અનુકૂળતાઓ અને જાલિમ પ્રતિકૂળતાઓ વચ્ચે ય મનને અનુત્તેજિત અને ઉપશાંત રાખવાની કળા જો તું આત્મસાત્ કરી લેવા માગે છે તો એની શરૂઆત અહીંથી કર. નાની પ્રતિકૂળતામાં ન ચિત્તને આવેશમસ્ત બનવા દે, નાનકડી અનુકૂળતામાં ન ચિત્તને ઉત્તેજિત થવા દે. આભ્યન્તર સ્તરે તારું કદ ‘વિરાટ’ થઈને જ રહેશે.
८४