________________
રણપ્રદેશના લાંબા પટ પર દોડી રહેલ ઊંટ કોની નજરમાંથી બાકાત રહી જતું હશે એ પ્રશ્ન છે અને વિરાટ પર્વત પાસે ઊભું રહી જતું ઊંટ કોની નજરનો વિષય બનતું હશે એ પ્રશ્ન છે.
અહંકારને આ વાસ્તવિકતાનો બરાબર ખ્યાલ હોય છે અને એટલે જ એ ક્યારેય પોતાના કરતા નીચલી કક્ષાએ રહેલા સાથે દોસ્તી જમાવી લેવાની તકને જતી કરતો નથી તો પોતાના કરતા આગળ રહેલા સાથે દોસ્તી કરવાની સ્વપ્નમાં ય એ ભૂલ કરતો નથી.
પણ સબૂર !
આ શૈલીમાં જીવી રહેલ અહંકાર પોતાના તરફ સહુનું ધ્યાન આકર્ષિત કરવામાં ભલે સફળ બનતો હશે પણ પોતાનું શુદ્ધીકરણ કરવામાં અને એ શુદ્ધીકરણ કરવા દ્વારા સિદ્ધિગતિને પામી જવામાં તો એ ક્યારેય સફળ બનતો નથી. દડો તારા મેદાનમાં છે. વિશિષ્ટ બન્યા રહેવા દ્વારા વિકાસની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દેતા ઓ અહંકાર ! તારી સાથે મારે કિટ્ટા છે!
૪
૨