________________
અને ભવિષ્યની ચિંતા એ બંને ભેગા થઈને તારા વર્તમાનનું બલિદાન લઈને જ રહેતા હોય તો સમજણપૂર્વક તારે એ ગલત રાહેથી પાછા ફરીને તારા વર્તમાનને સાચવી લેવો જોઈએ. વર્તમાનનો સદુપયોગ કરી લેવો જોઈએ.
એક અતિ મહત્ત્વની વાત તને કરું ? આજે તને જે અતીત લાગે છે એ પણ એક વાર તો તારા હાથમાં વર્તમાન બનીને જ આવ્યો હતો અને આજે તને જે ભવિષ્ય લાગે છે એ પણ તારા હાથમાં જ્યારે પણ આવવાનું છે ત્યારે વર્તમાન બનીને જ આવવાનું છે. - જો વર્તમાનને ચૂકતા જ રહેવાની તને આદત પડી જશે તો જીવનના અંત સમય સુધી તું એ જ માનસિક તનાવ અનુભવતો રહેવાનો કે જે તું અત્યારે અનુભવી રહ્યો છે ! વાંચી લે એક વિચારકની આ પંક્તિઓ – | ‘ગઈકાલના અફસોસથી અને આવતીકાલની ચિંતાથી જો હૃદયને ભરી દેશો તો આજે તમારી પાસે આભાર માનવા માટે કાંઈ જ બચ્યું નહીં હોય !”