________________
૨૪
પાપી પ્રત્યે જો સજ્જનોના અંતઃકરણમાં સહાનુભૂતિની લાગણી ધબકતી રહે જ છે તો એવી જ લાગણી વ્યસની પ્રત્યે સહુનાં હૃદયમાં ધબકતી કેમ નહીં રહેતી હોય? શું વ્યસની પાપી કરતાં વધુ ખતરનાક છે?
સ્વપ્નિલ, પાપ અને વ્યસન વચ્ચેનો એક મહત્તમ તફાવત તું આંખ સામે રાખજે. પાપ એ છે કે જે ખુદને જ બરબાદ કરે છે જ્યારે વ્યસન એ છે કે જે ખુદને તો બરબાદ કરે જ છે પરંતુ સાથોસાથ પરિવારને પણ બરબાદ કરે છે. પાપી જાતને માટે જ ખતરનાકપુરવાર થાય છે જ્યારે વ્યસની તો કોના માટે ખતરનાક પુરવાર નથી થતો એ પ્રશ્ન છે.
પાપી બીજાને માટે ગલત આલંબનરૂપ પુરવાર નથી પણ થતો પરંતુ વ્યસની તો અનેક માટે ગલત આલંબનરૂપ પુરવાર થતો રહે છે. અરે, પાપીને હજીય કોકની શરમ નડે છે અને પાપ કરતા એ અટકી જાય છે પરંતુ વ્યસની તો બેશરમ બનીને સહુની વચ્ચે વ્યસનનું સેવન કરતો રહે છે.
વ્યસનીની એક અતિ ખતરનાકતા તરફ તારું ધ્યાન દોરું? તું મને જવાબ આપ. એક એવા ડૉક્ટર છે કે જે દર્દીનું ઑપરેશન તો સરસ રીતે કરે છે પણ એમના સ્વભાવ મુજબ અડધા ઑપરેશને દર્દીને ઑપરેશન ટેબલ પર સૂતેલો રાખીને પોતે ઑપરેશન થિયેટરની બહાર નીકળી જાય છે. તારે ખુદને ઑપરેશન કરાવવાનો પ્રસંગ આવ્યો હોય તો તું એ ડૉક્ટર પાસે ઑપરેશન કરાવે ખરો?
જો ના, એ જ તારો જવાબ હોય તો હું તને એટલું જ કહું છું કે વ્યસની – પછી ચાહે એ સિગરેટનો વ્યસની હોય કે દારૂનો વ્યસની હોય, જુગારનો વ્યસની હોય કે ગુટખાનો
४७