Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
Catalog link: https://jainqq.org/explore/034388/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ Adhyatmik Kavyoma Atmachintan જ્ઞાનધારા - ૧૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન Edited by : Gunvant Barvalia September - 2017 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતના (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૬ના શોધપત્રોનો સંચય). : સંપાદન : - ગુણવંત બરવાળિયા સંપાદન: ગુણવંત બરવાળિયા પ્રકાશક: અહંમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર ઘાટકોપર . મો. : ૯૮૨૦૨૧૫૫૪૨ E-mail : gunvant.barvalia@gmail.com મૂલ્ય : રૂ. ૨૨૫/ અશોક પ્રકાશન મંદિર પહેલા માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ ૦૭૯-૨૨૧૪૦૭૭૦ • ફેંકસઃ ૨૨૧૪૦૭૭૧ E-mail : hareshshah42@yahoo.co.in apmbooks 42@yahoo.in નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦ ૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ પપ૯૩ E-mail: nsmmum@yahoo.co.in સૌજન્ય , હંસરાજ લક્ષ્મીચંદ કામાણી જૈન ભવન સંચાલિત, પૂ. પ્રાણ ગુરણી સાહિત્ય ટ્રસ્ટ - કોલકતા • શ્રી પ્રફુલભાઈ કે. છેડા - ઘાટકોપર નવભારત સાહિત્ય મંદિર | બુકશેલ્ફ જૈન દેરાસર પાસે, ૨૦૨, પેલિકન હાઉસ, ૧૬, સિટી સેન્ટર, સી.જી.રોડ, જ #ગાંધી રોડ, અમદાવાદ-૧. | આશ્રમ રોડ, અમદાવાદ-૯અમદાવાદ - ૩૮૦૦૦૯ મુદ્રણ વ્યવસ્થા : અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ - ઘાટકોપર M : 9223430415 શિકા (1) કાઠી Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપાદકનું નિવેદન અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર-ઘાટકોપરના ઉપક્રમે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૬નું બીજી અને ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૧૭ના પ્રાણધામ, વલસાડ મુકામે આયોજન થયું. માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીશી હસ્તે શ્રી યોગેશભાઈ પ્રેરિત આ જ્ઞાનસત્ર પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીની ૮૬મી જન્મજયંતી નિમિત્તે પ્રયોજવામાં આવ્યું. જ્ઞાનસત્રના ‘અધ્યાત્મ કાવ્યોમાં આત્મચિંતન' એ વિષય પર વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને સંપાદિત કરી ગ્રંથરૂપે મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ. જ્ઞાનસત્રના બીજા વિષય ‘‘જૈન કથાનકોમાં સદ્બોધનાં સ્પંદનો'' પર વિદ્વાનોના શોધપત્રો અને લેખોને અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યમાં ડૉ. પૂ. વિરલબાઈ મહાસતીજીનું અમને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા માટે યોગેશભાઈ બાવીશી, ખીમજીભાઈ છાડવા, અનિલભાઈ પારેખ (ટ્રસ્ટી પ્રાણધામ), પ્રકાશભાઈ શાહ, ડૉ. ઉત્પલાબેન મોદી, જિતેન્દ્રભાઈ કામદારના સમ્યક્ પુરુષાર્થની અનુમોદના કરીએ છીએ. પૂ. પ્રાણકુંવરબાઈસ્વામી ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). -ગુણવંત બરવાળિયા ઑગસ્ટ : ૨૦૧૭ D90901(III) Do પૂજ્યશ્રીની જન્મજયંતી અને જ્ઞાનસત્રઃ કાંચનમણિયોગ પ્રાણગુરુણીની ૮૬મી જન્મજયંતી સાથે ઊજવાય જ્ઞાનસત્ર, ગુણ ગજરાના શબ્દ લખવા માટે ટૂંકો પડે પત્ર. ગુરુણીનો યશ ગવાય છે અત્ર, તંત્ર અને સર્વત્ર, સાધના-સાધર્મિક ભક્તિથી ગાજે છે પ્રાણધામનું છત્ર. વરસાદની રસધારને કોણ રોકી શકે ? સૂર્યના તેજને કોણ આંબી શકે ? સમુદ્રના તરંગને કોણ માપી શકે ? વનની વનરાઈના આનંદને કોણ લૂંટી શકે ? પક્ષીના કલરવને કોણ અટકાવી શકે ? તેમ અણુએ અણુમાં વાત્સલ્ય, રગેરગમાં રત્નત્રય પામવાની તમન્ના, ટેકા લીધા વિના અંગેઅંગમાં અરિહંત પ્રભુના જાપ, શબ્દેશબ્દમાં સાધનાની સુરાવલી અને પગલેપગલે પાપને પૂર્ણ કરવાની ખેવના છે એવાં પૂજ્યશ્રી પ્રાણગુરુણીના જીવનને કંડારવા સામાન્ય માનવ શું લખી શકે ? છતાં “શું બાળક મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે' એ યુક્તિએ કંઈક લખવા માટે કર, કલમ અને કાગળ લખવા તૈયાર થયેલ છું. લખી રહી છું ગુરુમાતાનો લેખ, નાની ઉંમરમાં લીધો છે ભેખ, બાળજીવોની કરે છે દેખરેખ, સાધનાથી તોડે છે કર્મની રેખ. રૂપિયા બનાવવા માટે બજારમાં જવું પડે, રૂપ ચમકાવવા માટે બ્યૂટિપાર્લરમાં જવું પડે, પણ સ્વરૂપ પામવા માટે ગુરુભગવંતો પાસે જવું પડે. ગુરુ શબ્દ બહુ જ નાનકડો છે, છતાં તેની સામે કુબેરનો ભંડાર અને ચક્રવર્તીની નિધિ પણ વામણી પડે. ચંદ્રક મળવાથી સમાજસેવકને આનંદ, ફ્રન્ટ પૅજ પર નામ ચમકે એટલે પ્રધાનને આનંદ, ચૂંટણીમાં સારા વોટ મળી જાય તો વિજેતાને આનંદ, સ્કૂલમાં ફર્સ્ટ આવી જાય એટલે વિદ્યાર્થીને આનંદ એમ પૂ. પ્રાણગુરુણીની ૮૬મી જન્મજયંતી અને વિદ્વાનોનું જ્ઞાનસત્ર ઊજવાય તેથી પ્રાણધામમાં આનંદઆનંદ વર્તાઈ રહ્યો છે, જાણે કે દીવાળી ઊજવાઈ રહી છે. ભારતની ભવ્યભૂમિ રાણપુર ગામ, પિતા જયાચંદભાઈ, માતા ગંગાબેન, 00X (IV) 300000 Page #4 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ભાઈ અને ચાર બેનની લાડકી પ્રાકુંવરબેનનો જન્મ ચોવટિયા આ કુટુંબમાં વિ. સં. ૧૯૮૮, શ્રાવણ વદ પાંચમના થયો. ઉમરના પાંચમે વરસે દીક્ષાનો અભિગ્રહ કરી વિ. સં. ૨૦૦૪, મહા સુદ તેરસના દિવસે સોળમે વરસે છે સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય પ્રાણગુરુદેવ તથા શાસનદીપિકા પૂ. મોતીબાઈ શ મ.સ.નાં ચરણમાં દીક્ષા લીધી. દીક્ષા લઈ જીવનને ધન્યતમ્ બનાવવા ગુરૂઆશા છે 01 અને ગુરસેવાને અંતરપટમાં વણી લીધી. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનનો સ્વાદ માણે તે ધન્ય બની જાય. શાંત અને 8 આ સુમધુર વાણીનો પ્રવાહ સાંભળતાં સૌ કોઈને આત્મશાંતિનો અનુભવ થાય. પૂજ્યશ્રી પાટ પર બેસીને પ્રવચન આપતાં હોય ત્યારે પૂ. પ્રાણગુરુદેવની અદૃશ્ય | કૃપાદૃષ્ટિ જાણે વરસતી ન હોય ! તેવું ભાસે. પૂજ્યશ્રીનાં પ્રવચનનાં નવ પુસ્તક શ પ્રગટ થયાં છે. દરેક પુસ્તકમાં નવોનો આધ્યાત્મિક ખજાનો જોવા મળશે : . છે (૧) ધર્મ પ્રાણ પ્રવચન - કાંદાવાડી (૨) પ્રાણપરિમલ - કોટ, મુંબઈ . શ (૩) આચાર પ્રાણપ્રકાશ - મુલુંડ (૪) પ્રાણપ્રસાદી - ધનબાદ (૫) પ્રાણપ્રગતિ - મદ્રાસ (૬) પ્રાણપ્રગતિ- હિન્દીમાં - મદ્રાસ (૭) જનેતા - વિસાવદર 00. A (૮) પ્રાણપ્રબોધ - રાજકોટ (૯) પ્રાણપમરાટ - યોગીનગર, બોરીવલી. શું. પૂજ્યશ્રીનાં આ નવ પુસ્તકો વાંચતાં અનેક આત્મા તરી ગયા, કરી છે X ગયા, ઉચ્ચ સ્થાને પહોંચી ગયા. અરે, સંસારને સ્વર્ગ બનાવી અંતિમ સમયે શ્રી આ સંથારાની સીડીએ ચડી ગયા, એટલું જ નહિ, કેટલાક જીવો આપઘાત કરતા ૪ અટકી ગયા, કેટલાક જીવો તપના રાહે ચડી ગયા અને કેટલાક જીવો વ્યસનમુક્ત A બની ગયા. તપસમ્રાટ પૂ. રતિગુરુદેવની આજ્ઞાનથી પાંચ ચાતુર્માસ શ્રમણી વિદ્યાપીઠઆ ઘાટકોપર મુકામે કયાં. વિદ્યાપીઠમાં આગમ તથા દરેક પ્રકારની ભાષાનો અભ્યાસ 0 કરીને “વિદ્યાભાસ્કર'ની પદવી પ્રાપ્ત કરી છે. વિદ્યાપીઠમાં ૩૫ સાધ્વીજીઓ 8 અને ૪૦ વૈરાગી બહેનોનો અભ્યાસ પણ પૂશ્રીના નેતૃત્વમાં થયો છે. ગુરપાથી અલ્પ સમયમાં જ “પ્રખર વ્યાખ્યાતા” અને “શાસનરત્ન' તરીકે પણ 0 પ્રાણકુંવરબાઈ મ.સ. ખ્યાતિ પામ્યાં છે. તપસમ્રાટ પૂજ્યશ્રી રતિલાલજી મહારાજસાહેબે “પૂજ્યશ્રી”ની પદવી આપી છે. = = = = Ex(V) = = = પૂજ્યશ્રીએ એક લાખ કિ.મી.નો વિહાર કરીને તેમની પ્રેરણાથી ઘણાં આ સ્થળે ઉપાશ્રય, દવાખાનાં, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, પાઠશાળા, યુવકમંડળ, 0 મહિલામંડળ, પ્રાર્થનામંડળ વગેરેની સ્થાપના કરી ગોંડલ સંપ્રદાયમાં એક અનોખું # સ્થાન મેળવ્યું છે. પોતાના શિષ્યવર્ગને તપના રાહબર બનાવી રત્નત્રયની આ શ આરાધના કરાવે છે. અત્ર, તત્ર અને સર્વત્ર પૂ. પ્રાણગુણીના નામની બોલબાલા છે 0 છે. ૭૦ ચાતુર્માસ એવાં ક્યાં છે કે હજુ સુધી કોઈ ભૂલતાં નથી. ચાતુર્માસમાં આ 8 ચાર ચાંદ લાગે, વિક્રમ સર્જાય એવાં અવનવાં આયોજનો કરી સૂતેલા લોકોને 8ી જગાડ્યા છે. ગુરુની, ગચ્છની, શાસનની, સંઘની, સમાજની જાહોજલાલી વધે છે તેવાં સત્કાર્યો કર્યાં છે. તપસમ્રાટ પૂ. ગુરુદેવ સાથે પહેલું ચોમાસું રાજકોટ8 સરદારનગર, બીજે વડિયા તથા ત્રીજું રાજકોટ-રૉયલ પાર્કમાં સામૂહિક ત્રણ જ આ ચાતુર્માસ કરી ગુરુદેવની વાંચણીનો અનન્ય લાભ લીધેલ છે. A પૂ. પ્રાણગુરણીએ તેમનાં માતુશ્રી ગંગાબેન જયાચંદ ચોવટિયા અને તે છે ભાભીશ્રી તારાબેન રતિલાલ ચોવટિયાને દીક્ષાદાનની સાથે સંથારો કરાવી માવિત્રના 0 ઋણમાંથી યત્કિંચિત મુક્ત થયાં છે. પૂજ્યશ્રી તથા તેમનાં શિષ્યાઓની નાદુરસ્ત X તબિયત હોવાના કારણે વલસાડ-મગોદ “પ્રાણધામ''માં સ્થિરવાસ કરી છે R સાધનામાં અડીખમ આગળ વધી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ શ “પ્રાણધામ' એક અદ્વિતીય ધામ બની ગયું છે. જે આવે તે કાંઈક પામીને જ ફસ જ જાય છે. આજે પ્રાણધામમાં શાસનરત્ના પૂ. પ્રાણકુંવરબાઈ મ.સ., યશસ્વી * પૂ. યશોમતીબાઈ મ.સ., સેવાભાવી પૂ. પ્રજ્ઞાબાઈ મ.સ., સ્વાધ્યાપ્રેમી શ્રી પૂ. શૈલાબાઈ મ.સ., વિરલવિભૂતિ ડૉ. પૂ. વિરલબાઈ મ.સ, કોકિલકંઠી છે છે પૂ. પ્રિયલબાઈ મ.સ.. બિરાજે છે. તેઓશ્રીના સાંનિધ્યમાં આ પવિત્ર ભૂમિમાં જ્ઞાનસત્રનું આયોજન - કાંચનમણિયોગનું સર્જન કરી જ્ઞાનની ગરિમા વધારી આ # છે. પૂજ્યશ્રીના કયાકયા ગુણને કંડારવા ? બધા જ ગુણ લખવા બેસીએ તો આ આ આખી બુનાં પાનાં ઓછાં પડશે. આપશ્રી યુગોયુગ વર્ષ જીવી અનેક આત્માઓને o ભવ્ય રસ્તે ચડાવો. આપ આરોગ્યનના અમૃતને પ્રાપ્ત કરો... શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણસુંવરબાઈ મ.સ.નાં સુશિષ્યા છે વલાસા. ડૉ. વિરલબાઈ મહાસતીજી 555555x(VI) ======= A પ્રાણધામ : એ. Page #5 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન છે (અનુક્રમણિકા પૃષ્ઠ 2 ૧૩૩ ૧૪૦ ૧૪૬ 8ક્રમ વિષય લેખકનું નામ ૧૯. પૂ. પૂજયપાદ સ્વામીનાં કાવ્યોમાં આત્મચિંતન a પારૂલબેન બી. ગાંધી ૨૦. પૂ. જીવવિજયજીની રચનામાં આત્મચિંતન 1 સુબોધીબેન મસાલિયા આ ૨૧. કાયમુદ્દીન ચિસ્તીની કવિતામાં ભારતીય તત્ત્વજ્ઞાન a ડૉ. બળવંત જાની A ૨૨. પ્રિતમનાં કાવ્યોમાં આત્મચિંતન : પરથમ પહેલું મસ્તક મૂકી.. સેં. નલિની દેસાઈ X ૨૩. શ્રી ઉદયરત્નજીની કૃતિમાં અધ્યાત્મસંદેશ a ડૉ. કેતકી શાક Rા ૨૪. ચારણી સાહિત્યમાં આત્મદર્શન a Š. અંબાદાન રોહડિયા ૪ ૨૫, આત્મવિકાસના તબક્કાનો નિશ્ચા કરતું શ્રીમદ્જીનું અપૂર્વ અવસર 1 ગુણવંત બરવાળિયા મ ૨૬, પુરુષાર્થ : પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું nશૈલેશી અજમેરા 1. ૨૭, આત્મયોગી સાધક શ્રી મકરંદ દવેના શબ્દ દ્વારા આંતરચેતનાનો ઉઘાડ a ડૉ. સેજલ શાહ ૨૮. મધ્યકાલિન કવિચત્રિ ગંગાસતીબાના શકવર્તી પદમાં ચૈતન્ય ચિંતનn ડૉ, અનિલ વાળા છે૨૯પ્રેમથી પરમ સુધીની યાત્રા-મરમી માનવગુરુ ઃ મીરા a ā, દર્શના ધોળકિયા d ૩૦. પરમ સમીપે લઈ જતી નરસિંહની કવિતા a ડૅ, દર્શના ધોળકિયા છે. ૩૧. સંતદણ અખાના સર્જનમાં તત્ત્વજ્ઞાન a . પ્રીતિ શાહ 0] ૩૨. હસ્નાનથી આત્મશુદ્ધિ દ્વારા સિદ્ધાલચ સુધીની સમ્યફચાત્રા હેમાંગ સી. અજમેરા ૩૩. જ્ઞાનવિમલસૂરિની રચનામાં આત્મચિંતન a ડૉ. અભય દોશી ૧૫૯ ૧૬ ૭ ૧૪ ૧૮૪ ] ૧૮૮ ૧૯૫ ૨૦૧ ૫૪ મવિષય લેખકનું નામ પૃષ્ઠ ૧. શ્રીમદ્ દેવચંદ્રજીની રચનામાં આત્મચિંતન 1 પૂ ડૉ. સાધ્વી આરતી ૧ ૨, મુનિ રતનાકરની રચનામાં (રતનાકર પચ્ચીસી) આત્મચિંતન 1 પૂ. સાધ્વી ઊર્મિલા ૩. ઉપાધ્યાય ૫. યશોવિજયજીની રચનામાં આત્મિચિંતન 9 ડૉ. પૂ. વિરલબાઈ મ.સ. ૧૪ 1. દર્શન સાહિત્યમાં આત્મચિંતના a ગુણવંત બરવાળિયા ૫. “યોં કથિ કોર્ટે કબિર” a પદ્મ શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૨૪ ૬. કચ્છી કવિ મેકણદાદાની રચનામાં અધ્યાત્મદર્શન a ડૉ. ગુલાબ દેઢિયા ૪૨ ૭, આચાર્ય બુદ્ધિસાગરજીની ભીતરની સંવેદનાના આલેખ a ડૉ. રેણુકા પોરવાલ 18 ૮. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદ્ગર a ડૉ. દેવવલ્લભ સ્વામી - બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય (કીર્તન)માં અધ્યાત્મદર્શન છે ૯. કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ની રચનામાં આત્મચિંતન 9 ડૉ, રતનબેન છાડવા ૧૦. કવિ “આનંદ”ની કવિતામાં આત્મચિંતન a જિતેન્દ્ર મ. કામદર ૬૮ 0] ૧૧. કવિ ચિદાનંદજીના કાવ્યોમાં આધ્યત્મભાવો ઘ ડૉ. પ્રવીણ સી.શાહ ૧૨, લલ્લેશ્વરી-કામીરની આદિ સંતકવયિત્રીનું આત્મચિંતન સુરેશભાઈ ગાલા ૧૩. અવધૂત ચોગી આનંદઘનજીનાં પદોમાં આત્મા a ડૉ. રમિલેન ભેદા ૧૪. શ્રાવક કવિ ઋષભદાસજીના જીવવિચાર રાસમાં આત્મચિંતન 9 ડૉ. પાર્વતીબેન નાસી ખીચણી ૯૪ ૧૫. કવિ નાથાલાલ દવે અને કવિ સરોદની રચનામાં આત્મચિંતન ગુણવંત ઉપાધ્યાય ૧૬. રાજેન્દ્ર શાહની કવિતામાં આધ્યાત્મી a રાજેન્દ્ર પટેલ ૧૦૯ 1. ૧૭. સંતોની વાણીમાં આત્મદર્શન, a ડૉ. નિરંજન રાજયગુરૂ ૧૧૧ # ૧૮. ‘સ્વરોદય જ્ઞાન’માં આત્માનુભૂતિનો માર્ગ a મિતેશભાઈ એ. શાહ ૧૨૬ ૨૦૫ ૨૧૧ ૨૧૮ ૨૨૪ અધ્યાત્મ કાવ્યોમાં આત્મચિંતન 4 SSSSSS= (VIII) S e Page #6 -------------------------------------------------------------------------- ________________ 55995 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES SSS S « આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 અને ચારિત્રશુદ્ધિના ઉપાયોનું નિદર્શન કરી ચરણકરણાનુયોગને પ્રાધાન્ય આપ્યું છે તેમ જ ગજસુકુમારની સક્ઝાય, પ્રભંજના, ઢંઢણષિ વગેરેની સક્ઝાયો, બડી સાધુવંદનામાં કથાનુયોગનો સમાવેશ થાય છે. વર્તમાન ચોવીસી, વિહરમાન વીસી, અતીત ચોવીસી વગેરે સ્તવનોમાં જિનભક્તિથી નિજશક્તિને પ્રગટ કરવાનો માર્ગ પ્રગટ થાય છે. આ રીતે શ્રીમજીનું સાહિત્ય વિવિધતાથી ભરેલું હોવા છતાં તેમની પ્રત્યેક કૃતિનો વળાંક અધ્યાત્મિક વિકાસ અને તેના ઉપાયો તરફ જ વળે છે. આ તેમની રુચિ અને તે ક્ષેત્રમાં થઈ રહેલા પુરુષાર્થનું પ્રતીક છે. અધ્યાત્મ સાધનાના પ્રથમ અને અંતિમ ચરણરૂપ ધ્યાનસાધના તેમનો પ્રિય વિષય હતો. તેમણે માત્ર દશ વર્ષની સંયમ પર્યાયમાં એટલે કે વીસ વર્ષની ભરયુવાનીમાં શ્રી શુભચંદ્રાચાર્ય કૃત જ્ઞાનાર્ણવ ગ્રંથના ભાવાનુવાદરૂપ ધ્યાનદીપિકા ચતુષ્પદી - ચોપાઈની રચના કરીને પોતાની આધ્યાત્મિક રુચિ અને સાહિત્યિક શક્તિનો પરચિય કરાવ્યો છે. આ કૃતિમાં વૈરાગ્યભાવની પરિપકવતા માટે દયાનની પૂર્વભૂમિકારૂપે ‘બાર ભાવના'નું નિરૂપણ કર્યા પછી ચાર યાનનું વર્ણન છે. ગણિથી સ્વયં એક ઉચ્ચ કક્ષાના સાધક હતા. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિરૂપ લક્ષ્ય સતત તેમની સામે જ હતું. પરમાત્માના સિદ્ધાંતોને અનુભવની એરણ પર ચઢાવવા અને ત્યાર પછી અનુભવપૂર્વકની જિનવાણી જનકલ્યાણ માટે પ્રગટ કરવી, તેવા દૃઢ સંકલ્પ સાથે તેઓ સંયમી જીવનના પ્રારંભથી જ પુરપાર્યશીલ હતા. જનસમાજ વ્યક્તિની બાહ્ય પ્રવૃત્તિઓને જ જોઈ શકે છે, તેથી તેમના જીવનચરિત્રમાં તીર્થોદ્ધાર, દિયોદ્ધાર, વિચરણ ક્ષેત્ર કે સાહિત્યરચના વગેરે પ્રવૃત્તિઓનો ઉલ્લેખ ઉપલબ્ધ છે, પરંતુ સાહિત્યરચના તેમના અધ્યાત્મભાવોનું નિદર્શન કરે છે. સાહિત્યરચના તે વ્યક્તિના ભાવોનું પ્રતિબિંબ છે. તેઓએ પોતાના જીવનકાળમાં ક્યારેય સમજથી દૂર રહીને અરણ્યવાસ કે એકાંત સાધના કરી નથી. તેમ છતાં તેઓ શાસનસેવાની પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિવૃત્તિની અનુભૂતિ કરી આત્મભાવની મસ્તી માણતા હતા તેવું સ્પષ્ટપણે નિહાળી શકાય છે. દ્રવ્યપ્રકાશમાં તેમણે અધ્યાત્મનો મહિમા મુક્તમને ગાયો છે. અધ્યાત્મ ભાવ કો પ્રભાવ કહો કહા તાહિક જા કો મહિમા જ્ઞાન જગત મેં ગાયો હૈ, યા હિ કો સ્વભાવ લહૈ આપા પર ભેદ ગહૈ, શ્રીમદ્ દેવચંદ્રજીની રચનામાં આત્મચિંતન ડૉ. સાધ્વી આરતી અધ્યાત્મગગન શિરોમણિ, ખરતરગચ્છ દિવાકર શ્રીમદ્ દેવચંદ્રજી મ.સા. ઉચ્ચ કોટિના સાધક હતા. તેઓ અધ્યાત્મ વિકાસ માટે સતત પુરપાર્યશીલ, આત્માર્થી સંત હતા. તેમના ૬૬ વર્ષના જીવનકાળમાં ૧૦ વર્ષ ગૃહસ્થાશ્રમનાં અને સંયમ પર્યાયનાં પ્રથમ દશ વર્ષ છોડીને શેષ ૪૬ વર્ષ પયંત તેઓએ જૈન સાહિત્યની અનુપમ સેવા બજાવી છે. તેમની લેખિની અખલિતપણે જૈન ધર્મના તત્વપ્રતિપાદનમાં જ નિરંતર વહી છે. જૈન દર્શનના ગહનતમ સિદ્ધાંતોને પોતાની વિશિષ્ટ શક્તિથી ગદ્ય અને પદ્યરૂપે સરળ બનાવવાનો તેમનો પ્રયત્ન ખરેખર સરાહનીય છે. શ્રીમદ્ દેવચંદ્રજીનું સાહિત્ય દ્રવ્યાનુયોગ પ્રચુર છે. દ્રવ્યપ્રકાશ, આગમસાર, નયચક્રસાર, વિચારસાર વગેરે કૃતિઓ તેનું ઉદાહરણ છે. ધ્યાનદીપિકા ચતુષ્પદી, આગમસાર, અધ્યાત્મગીતા, ભક્તિસભર સ્તવનો વગેરે કૃતિઓમાં તેમણે ચારિત્ર Page #7 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 સમ્યક્ સુભાવ માંહિ બોધિબીજ વાયો હૈ... દ્રવ્યપ્રકાશ-૧/૧,૨ જીવ જ્યારે અંતર્મુખી બને છે ત્યારે તેનો સંવેગભાવ તીવ્ર બને છે, તેના પરિણામે તેની દેહાત્મ બુદ્ધિનો નાશ થાય, તે જડ-ચેતનનો ભેદ કરી સ્વરૂપની અનુભૂતિ કરે છે, આ જ બોધિબીજ કે સમ્યગ્દર્શન છે. અહીંથી જ તેની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે. ‘સ્વ સ્વરૂપ અવલંબ વિનુ શિવ પથ ઔર નહીં જ’ દ્રવ્યપ્રકાશ-૩/૬૦ ગણિશ્રી હંમેશાં વ્યવહાર અને નિશ્ચય, બંને નયથી પ્રરૂપણા કરે છે તેમ છતાં ક્યારેક વાસ્તવિકતાને પ્રગટ કરવા વ્યવહારપ્રધાન ક્રિયાઓનો ઉચ્છેદ કરતા તેઓ અચકાતા નથી. દ્રવ્ય પ્રકાશ ગ્રંથ દાર્શનિક વિચારધારાનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવા છતાં ગણિશ્રીએ સાદ્યંત અધ્યાત્મને જ પ્રાધાન્ય આપ્યું છે, ગણિશ્રીની બહુશ્રુતતાને પ્રગટ કરતા આગમસાર ગ્રંથમાં તેમણે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વિસ્તૃત વર્ણન છે. णिच्छयमग्गो मुक्खो, बबहारो पुण्णकारणो जुत्तो । પટમો સંવર ગુત્તો ગમય હેતુ તો વીશે । આગમસાર નિશ્ચયનયનો માર્ગ જ મોક્ષમાર્ગ છે. તે જ કર્મોને રોકવાનો માર્ગ છે, અર્થાત્ સંવરરૂપ છે. વ્યવહારનય પુણ્યનું કારણ છે. તે શુભોશ્રવરૂપ છે. આ એક જ શ્લોકમાં મોક્ષમાર્ગની સચોટતાપૂર્વક સ્પષ્ટતા કરી છે. ગ્રંથકારનું આ કથન સ્વયંની શ્રદ્ધા, આંશિક અનુભવ અને આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિનું પરિચાયક છે. ‘અધ્યાત્મગીતા’માં ગણિત્રીએ અધ્યાત્મ વિકાસક્રમ નિર્દિષ્ટ કર્યો છે. અધ્યાત્મ જ્ઞાનની સહાયતાથી જ આત્માનું સ્વરૂપ સમજાતાં જીવને પૌદ્ગલિક ભાવોની આસક્તિ છૂટતી જાય છે. *આત્મગુણ રક્ષણા તે ધર્મ સ્વગુણ વિધ્વંસના તે અધર્મ...’ અધ્યાત્મ ગીતા-૧૭ સાધકની સ્વરૂપમાં તન્મય થવાની તથા આત્મગુણોનું રક્ષણ કરવાની રુચિ જાગૃત થાય છે. રુચિ અનુસાર પુરુષાર્થના સાતત્યે સ્વરૂપ રમણતારૂપ ચારિત્રને પ્રાપ્ત કરી જીવ શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૪૯ કડીના આ કાવ્યમાં જીવની અશુદ્ધાવસ્થાનું કારણ, શુદ્ધિનો માર્ગ, આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન સમ્યગ્દર્શન, દેશિવરિત કે સર્વવિરતિ અવસ્થા, અપ્રમત્તદશા, ક્ષપશ્રેણિ, કેવળી અવસ્થા અને સિદ્ધાવસ્થા, આ રીતે અધ્યાત્મ વિકાસનાં પ્રત્યેક સોપાનોનું સ્પષ્ટ દર્શન છે. અધ્યાત્મ પ્રબોધ-દેશનાસાર ગ્રંથમાં તેઓએ અધ્યાત્મ વિકાસ માટે નવતત્ત્વની પ્રરૂપણા કરી છે. તે કૃતિ દિગંબર પરંપરામાં મૂર્ધન્ય સ્થાન ધરાવતા અધ્યાત્મપ્રધાન સમયસાર ગ્રંથનું જ સંક્ષિપ્તિકરણ હોય તેમ પ્રતીત થાય છે. ‘નયચક્રસાર’ જેવા દાર્શનિક ગ્રંથમાં પણ તેમનો આધ્યાત્મિક અભિગમ પ્રગટ થાય છે. તેમણે ગ્રંથની પીઠિકામાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ, ગ્રંચિભેદ અને ત્રણ કરણના વિષયને સમજાવ્યો છે. પ્રમાણ, નય, નિક્ષેપ કે સપ્તભંગીનું જ્ઞાન કેવળ ખંડન-મંડન માટે જ નહીં, પરંતુ સત્યજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. દાર્શનિક વિષયોનું આધ્યાત્મિક અર્થઘટન કરી તેઓ સાધકોને સહાયક બન્યા છે. તેઓ અધ્યાત્મ વિકાસને ઝંખી રહ્યા હતા. તેના માટે તેઓ સતત સ્વાધ્યાય અને ધ્યાન, આ બે સાધનોનું સેવન કરતા હતા. તેઓ ધ્યાનમાંથી જ્યારે ચલિત થાય, ત્યારે ચિત્તને સ્વાધ્યાયની ધારામાં જોડી દેતા હોય તેમ લાગે છે. અધ્યાત્મ વિકાસમાં ઉપયોગને એકણ બનાવવો અત્યંત જરૂરી છે. શ્રી વિચારસાર ગ્રંથમાં ગણિશ્રીએ ગુણસ્થાન ઉપર ૯૬ દ્વ્રારોનું વર્ણન કર્યું છે. એક જ વિષયના અનેક ભેદ-પ્રભેદ કરવા તથા તેની અનેક રીતે વિચારણા કરવી, તે ચિત્તની ચંચળતાને દૂર કરવાનો એક ઉત્તમ ઉપાય છે. ગણિશ્રીએ આ ઉપાયને અપનાવ્યો છે. જ્ઞાનમંજરી જેવા તેમના ટીકગ્રંથોમાં પણ તેમની અધ્યાત્મ રસિકતા, દાર્શનિક અને સાહિત્યિક ત્રિવિધ શક્તિનો સુભગ સમન્વય થયેલો છે. સજ્ઝાયોમાં પણ તેમનો વળાંક અધ્યાત્મ તરફ જ હોય છે. અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં પાંચે સમિતિનું સ્વરૂપ તેમણે નિશ્ચયનયથી સજાવ્યું છે. યોગ જે આશ્રવ પદ હતો તે કર્યો નિર્જરા રૂપ રે, લોહથી કાંચન મુનિ કરે, સાધન સાધ્ય ચિદ્રુપ રે... ઢાળ-રાપ. યોગની પ્રવૃત્તિ આસવનું કારણ છે, લોહસમ યોગને ઉપયોગસમ પારસમણિનો સ્પર્શ થાય તો તે યોગ કંચન બની જાય છે! તે કર્મબંધનું કારણ બનતો નથી. સંક્ષેપમાં ઉપયોગના અનુસંધાનપૂર્વક યોગની સમ્યક્ પ્રવૃત્તિ તે જ સમિતિનું રહસ્ય છે. આ રીતે અનેકવિધ કથાયુક્ત સજ્ઝાયોમાં તેમનો ઝુકાવ યેનકેન પ્રકારે આત્મશુદ્ધિ તરફ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન . અશુદ્ધ નિમિત્ત તો જડ છે રે વીર્યશક્તિ વિહીન, તું તો વીરજ જ્ઞાનથી રે સુખ અનંતે લીન.. ૨/૫ તેઓ ક્યારેક પ્રભુની વિનંતીરૂપ ભક્તિ કરે, ક્યારેક પ્રભુમિલન માટે આતુર બની જાય, પરંતુ તેની ભક્તિનો આશય માત્ર આત્મશુદ્ધિ જ હોય છે. સીમંધર જિનવર સ્વામી વિનતડી અવધારો, ધર્મ પ્રગટ્યો જે તુમચો પ્રગટો તેહ અમારો ૧/૧ હોવત જો તનુ પાંખડી આવત નાથ હજર લાલ રે, - જો હોતી ચિત્ત પાંખડી દેખણ નિત્ય પ્રભુ નૂર લાલ રે.. - ૧૯/૩ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ગણિશ્રી એક શ્રેષ્ઠ કક્ષાના પરમાત્માના ભક્ત હતા. તેમણે અંતરના અહોભાવે જ્ઞાનનું પરિણમન કરવા, અહને ઓગાળવા પરમાત્માની ભક્તિ કરી છે. વર્તમાન ચોવીસી, અતીત ચોવીસી કે વિહરમાન વીસીનાં પ્રત્યેક સ્તવનો પ્રાય: દ્રવ્યાનુયોગપ્રધાન છે. તેમાં અધ્યાત્મ સાધનામાં ઉપયોગી, ઉપાદાન અને નિમિત્ત કારણ, કાર્યકારણનો સિદ્ધાંત, સાત નય, ચાર નિક્ષેપ, સ્યાદ્વાદ, શુદ્ધાત્માના ગુણો વગેરે ગહનતમ વિષયો સરળ અને સહજ રીતે સમજાવ્યા છે. ભક્તિથી અધ્યાત્મના ભાવોને સમજાવવાની તેમની કળા અનોખી છે. સ્વાનુભૂતિ પછીનાં પ્રત્યેક સ્તવનોમાં ગણિશ્રીએ પ્રભુના શુદ્ધ ગુણોની ગુણગાથા ગાઈને પોતાના લક્ષની દૃઢતા કરી છે. પરમાત્માના શુદ્ધ ગુણો પોતાના આત્મામાં પણ સત્તારૂપે છે, તે પ્રગટ કરવા પરમાત્મા જ પુર નિમિત્ત બની શકે છે. તેથી ગમે તેમ કરીને શુદ્ધ નિમિત્તને પામીને તેની સેવા, પૂજા કે ઉપાસના કરવી તે જ ભક્તમાંથી ભગવાન બનવાનો માર્ગ છે. તેમની આ સમજણ દૃઢ છે. ભક્તિનો હેતુ એકમાત્ર સમજશક્તિનું પ્રગટીકરણ જ છે. વર્તમાન ચોવીસીનાં અનેક સ્તવનોમાં આ ભાવો પ્રગટેલા છે. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તું હી સાંચો...૫/૧૦ પ્રભુજીને અવલમ્બના નિજપ્રભુતા પ્રગટે ગુણ રાસ.... ૧/૧ દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ મન મેં ધરો રે, અવ્યાબાધ અનંત અક્ષય પદ આદરો રે... ૧૯/૬ ગણિશ્રીના ભાવાને જોતાં કહી શકાય કે તેઓની ભક્તિ પરાભક્તિ છે. પ્રભુના બાહ્ય સ્વરૂપને કે સમવસરણ આદિ બાહ્ય ઋદ્ધિને વિશેષ મહત્ત્વ ન આપતાં તેઓ હંમેશાં પ્રભુના શુદ્ધ ગુણોમાં જ તન્મય બન્યા છે. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,. સ્વગુણ પર્યાય પરિણામરામી. નિત્યતા એકતા અસ્તિતા ઇતર યુત ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી... ૫/૧ વિહરમાન વીસીના સ્તવનોમાં તેમનું શ્રદ્ધાપુષ્પ સોળે કળાએ ખીલી ઊડ્યું છે. અધ્યાત્મ વિકાસ માટે શુદ્ધ નિમિત્ત અનિવાર્ય છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે - શુદ્ધ તત્ત્વ નિજસંપદા જ્યાં લગી પૂર્ણ ન થાય, ત્યાં લર્ગે જગગુરદેવના સેવું ચરણ સદાય.. ૭/૭ અતીત ચોવીસીની રચના સમયે તેઓ સાધનાના ઉચ્ચ સ્તરને પામી ગયા હોય, અધ્યાત્મ ભાવોમાં તલ્લીન બની ગયા હોય, જિનેશ્વર પરમાત્મા સાથે તેમનું તાદાઓ વધી ગયું હોય અને તેઓ શુદ્ધાત્માના ગુણોનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરતાં ગહનતમ ઊંડાણમાં ઊતરી ગયા હોય તેવું જોઈ શકાય છે. યથા - શુદ્ધ સ્વરૂપી હો જ્ઞાનાનંદની, અવ્યાબાધ સ્વરૂપ, ભવજલ નિધિ હો તારક જિનેશ્વર, પરમ મહોદય ભૂપ...૨૧/૪ આ કડીમાં એકસાથે આત્માના અનેક ગુણોનું નિરૂપણ છે. ચોથા મહાજશ પ્રભુની સ્તુતિ કરતાં ગણિશ્રીએ નિજાનંદની મસ્તીને હોળીના રૂપક દ્વારા આલેખી છે... આત્મપ્રદેશ રંગથલ અનૂપ સમ્યગદર્શન રંગ રે, નિજ સુખ સવૈયા, તું તો નિજ ગુણ ખેલ વસંત રે.... નિજ પર પરિણતિ ચિંતા તજી નિજ મૅજ્ઞાન સખા કે સંગ રે... નિજ. ૪/૧ જિનાલંબનથી પ્રારંભ થયેલી ભક્તિ સાધકને અંતે નિજાલંબની બનાવે છે તે જ જિનભક્તિનું પરિણામ છે. ગણિશ્રીના શબ્દોમાં જોઈએ તો... જિનગણ ખેલ મેં ખેલતે હો પ્રગટ્યો નિજણ ખેલ લલના, આતમ ઘર આતમ રમે હો, સમતા સુમતિ કે ખેલ લલના ... ૮/૫ જિનભક્તિ ભક્તને નિજ પદની પ્રાપ્તિ કરાવે છે, આ જ ભક્તિમાર્ગનું અંતિમ પરિણામ છે. એકંદરે જોઈએ તો આ સ્તવનો દ્રવ્યાનુયોગ પ્રચુર હોવાથી કદાચિત્ વાચક થોડી વાર માટે ભારેખમ થઈ જાય, પરંતુ જો અંતરમાં ઊતરી તેને અનુભવની Page #9 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 એરણે ચઢાવે તો તે સો ટચના સુવર્ણની જેમ સ્વ-પરને માટે કલ્યાણકારી બની શકે તેમ જ છે. આ રીતે ગણિશ્રીના સાહિત્યનું સમગ્ર રીતે અવલોકન કરતાં પ્રતીત થાય છે કે તેમની સાહિત્યરચના માત્ર મનોરંજન માટે નથી. તેઓએ સ્વયં આત્મશુદ્ધિ માટે મનોમંથન કર્યું, તે માર્ગે પુરુષાર્થ કર્યો, આંશિક અનુભૂતિના સ્તરે પહોંચ્યા, ત્યાર પછી અનુભવવાણી પ્રગટ કરી છે. તેમની પ્રત્યેક કૃતિ ગદ્યરૂપે હોય કે પદ્યરૂપે હોય, પરંતુ તેમાં આત્મચિંતન, આત્માનુભૂતિ અને અખંડ આત્મસ્થિતિ માટેનો પરમ પુરુષાર્થ સહજરૂપે અને સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે. (ગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. એવં પૂ. મુક્ત-લીલમ ગુરુણીનાં શિષ્યા વિરલ પ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મ.સ.નાં શિષ્યરત્ના પૂ. આરતીબાઈ મહાસતીજી પ્રાણ આગમ બત્રીશીનાં સહ-સંપાદિકા તથા જૈન વિશ્વકોશનાં પરામર્શદાતા છે. પૂજ્યશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજીના સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કર્યું છે). મનિ રત્નાકરની રચના (રત્નાકર પચ્ચીશી)માં આત્મચિંતન a સાધ્વી ઊર્મિલા સર્વ સંસારીજનો માટે પાપ કરવા કે થઈ જવા એ સહજ છે, પરંતુ પાપ થયા પછી જાગૃત થઈ એ પાપોનો પશ્ચાત્તાપ થવો સહજ નથી. પાપ કર્યા પછી તેના સરવાળા અને ગુણાકાર કરનારાઓ જ વધારે હોય છે, પરંતુ બાદબાકી કે ભાગાકાર કરનાર તો મુનિ રત્નાકર જેવા વિરલ આત્માઓ હોય છે. શ્રુતસાગરના અતલ ઊંડાણમાં અવગાહન કરતા, વિશાળ પરિવારના ધારક, હતા તો એ જૈનાચાર્ય ! ત્યાગ અને તપ તો એમની જીવનનાવનાં હલેસાં જ હોય, છતાં મોહરાજાની થપાટ કોને નથી લાગતી ? મોહદશાએ ભાન ભુલાવ્યું. પૃથ્વીકાયના લેવર રત્ન, હીરા, માણેક, પન્નાની બહુમૂલ્યતા અને ચળકાટમાં ભરમાયા, લોભાયા, લલચાયા, એની પોટલી સાથે રાખી, સર્વ પરિગ્રહ વિરમણ મહાવ્રત વિસરાયું. પ્રથમ મહાવ્રતના પાલનના ઉપકરણમાં પંચમ મહાવ્રતના ખંડનનું અધિકરણ - ૭ - Page #10 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES છુપાવ્યું. રાગથી જતન કરે, આંખ અને મનને બહેલાવે ! માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા જાળવી રાખવા માયાનું સેવન ! પાપ છૂપું ન રહે, સુધન શ્રાવકની નજરે ચડયું. ધીરગંભીર શ્રાવકે આચાર્યશ્રીને અણસાર પણ ન આવે, નાનપ ન લાગે એ રીતે છ માસના પ્રયત્ન પછી ગાથાના અર્થ સમજવાના બહાના હેઠળ આચાર્યશ્રીને સન્માર્ગે લાવ્યા. આચાર્યશ્રીનો આત્મા જાગૃત થયો, વાસ્તવિક સાધુતાને આંબવા પ્રયાસ કરે છે, પણ વીતેલા જીવનના દિવસો, મહાવ્રતોનું ખંડન, અયોગ્ય આચરણ વગેરેથી લાગેલા દોષો, થયેલાં પાપો ડંખવા લાગ્યાં, કાંટાની જેમ ચૂભવાં લાગ્યાં. ખૂણેખાંચરે પડેલાં પાપોનું આંતનિરીક્ષણ કરી આત્મચિંતન કરવા લાગ્યા. આવા આંતનિરીક્ષણ અને આત્મચિંતનથી છલોછલ ભરેલા હૈયામાંથી જે ઉદ્ગારો સરી પડયા... તે જ લોકમુખે ગવાતું, પશ્ચાત્તાપની પાવન ગંગામાં આત્મજ્ઞાન કરાવતું મહામંગલકારી સ્તવન છે, “રત્નાકર પચ્ચીશી.' “મેં દાન તો દીધું નહીં ને, શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ.” સરળભાવે સૂક્ષ્માતિસૂક્ષ્મ પાપોનું પ્રગટીકરણ કરનારા શ્રી રત્નાકર આચાર્ય યોગ્ય ધર્મકાર્યો કે પુણ્યકાર્યો ન કર્યાનો વલોપાત અને અયોગ્ય પાપકાર્યો કર્યાનો ભારોભાર ખેદ આ સ્તવનમાં વ્યક્ત કર્યો છે, જાણે આત્મચિંતન દ્વારા મનોમંથન કરતા પ્રત્યેક શ્લોક કે દરેક શ્લોકના પ્રત્યેક શબ્દ દ્વારા દિલને હચમચાવી નાખતું આ સ્તવન જગતને ભેટ ધર્યું ! આજે પણ એનાં વાંચન, ગાન દ્વારા સૌને પાપનો એકરાર કરવાનો અવસર સાંપડે !!! ભૂતકાળમાં પ્રમાદને કારણે થયેલાં, વર્તમાનમાં અજીતનાથી થઈ રહેલાં, ભવિષ્યમાં કરવા માટે કલ્પનાથી ચિંતવેલાં સર્વ પાપો નજર સમક્ષ આવે, પાપો તરફ નફરત થાય... પોતાની જાત પ્રત્યે ધિક્કાર જાગે ! ગળીગળીને એ પાપો ક્ષીણ થતાં જાય... પાપ કરવાની ભાવના ઘટતી જાય... અને આત્મા વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધત્મ આંતરવેદના દ્વારા પશ્ચાત્તાપની પાવન ગંગામાં આત્મસ્નાન કરતા પરમાત્મા સમક્ષ જાણે ભવઆલોચનાપૂર્વક આત્મચિંતન કરે છે. હવે જોઈએ આચાર્યશ્રીનું આત્મચિંતન ! તેઓ પૂર્વાવસ્થામાં દાન, શીલ, તપ કે ભાવધર્મ ન કર્યો તેથી જીવન નિષ્ફળ ગયું તેમ કહે છે... હા, દાન કરવા માટે ધન જોઈએ, શિયળ પાળવા માટે સર્વ જોઈએ, તપ કરવા માટે દેહાધ્યાસ છૂટવો જોઈએ, પરંતુ ભાવધર્મ તો પોતિકી વસ્તુ છે. મેં ભાવધર્મ પણ ન આચર્યો !! SSS S « આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ‘ભાવે ભાવના ભાવીએ''- આ પંક્તિમાં ભાવ અને ભાવના બે શબ્દો છે...ન વૈકાલિક ભાવ કે ન પ્રાસંગિક ભાવના મેં ભાવી ! કોઈ દાન દે, શિયળ પાળે, તપ કરે, પણ ભાવ વિના તે માત્ર ધનવ્યય, કાયકલેશ કે ભૂખનું દુ:ખ છે... અહો ભાવધર્મના આચારણ દ્વારા મારૂદેવા માતા, ગુણસાગર, ઈલાયચીકુમાર આદિ કેવળજ્ઞાન પામ્યાં, પણ સૌથી સહેલો, સસ્તામાં સસ્તો, અંતરપર્શ, હૃદયસ્પર્શી ભાવધર્મ મેં ભાવ્યો નહિ. સંસારવૃદ્ધિનાં મુખ્ય કારણ ક્રોધ, માન, માયા, લોભ આ ચારેય કષાયોમાં ખૂબ જ રાચ્યો. ક્રોધાગ્નિથી હું બળ્યો, લોભરૂપી સર્ષે મને ડંસ દીધો, માનના અજગરે તો ભરડો લીધો, માયાની જાળમાં હું ફસાયો ! અરે ! કોધને કારણે પ્રેમભાવનો નાશ થયો, માનને કારણે મારો વિનયધર્મ ગુમાવ્યો, માયાના કારણે મિત્રતાનો નાશ થયો અને લોભ તો સર્વવિનાશક છે. અરે ! મારા આ કષાયો મારા આત્મગુણોને પ્રગટ ક્યાંથી થવા દે !? મેં મારાં સ્વભાવજન્ય સમતા, વિનય, સરળતા, સંતોષ આદિને મલિન કરી ક્રોધ, માન, માયા, લોભ આદિ વિભાવોથી ચૈતન્યવંત આત્માને કલુષિત કર્યો !!! મેં આ શું કર્યું ? શા માટે કર્યું ? પૂર્વજન્મોમાં કે આ જન્મમાં મારા આત્માનું હિત સધાય એવું તો કંઈ પણ ન કર્યું... જેથી મારા કેટલાય જન્મો નિષ્ફળ ગયા. વર્તમાન જન્મ પણ નકામો જઈ રહ્યો છે. “અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પાણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ.” મારું મન કાળમીંઢ પથ્થર જેવું છે, પરમાત્માની અમૃતસમાન વાધારા ઝરતી હોવા છતાં, એ ઉપદેશધારાથી મન જરામાત્ર દ્રવતું નથી. મારા પૂર્વજન્મના પુણ્યયોગે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રિરત્નો મળ્યાં, પરંતુ પ્રમાદવશ મેં એ જ્ઞાનાદિ ધર્માનુસાર આચરણ ન કર્યું જેથી અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો જંગીકાળ આ સંસારમાં મેં વિતાવ્યો. વળી, જે દરેક મનુષ્યને સહજ રીતે ન મળી શકે એવું સાધુત્વ ચારિત્ર મોહનીય કર્મ અને વીયાંતરાય કર્મના ક્ષયોપશમે, પૂર્વના પુણ્યના ઉદયે અને વર્તમાનના પુરુષાર્થે મળ્યું. હું સંસાર ત્યાગી અણગાર બન્યો, પણ આસક્તિ અકબંધ રહી, પરિગ્રહ પ્રત્યેની પ્રીત ન ઘટી, મારા આ વૈરાગીના વેષથી જગતને ઠયું ! લોકોને ભરમાવવા, ભમજાળમાં નાખવા જ જાણે આ વેષ ધારણ કર્યો હોય Page #11 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તેવું મને લાગ્યા કરે છે. છતાં ધર્મોપદેશ દ્વારા હું લોકરંજન કરાવું છું. મેં પ્રાપ્ત કરેલી વિદ્યાઓનો ઉપયોગ મેં અન્ય દર્શનીઓ કે જ્ઞાનીજનો સાથે વાદવિવાદ કરવા માટે જ કર્યો ! પ્રભુ ! હું બહારથી સાધુ છું, અંદરથી દાંભિક છું... “ન માયા મૂકી કે ન મમતા વિસારી, વિરાગીને બદલે બન્યો છું હું રાગી હું તો સાધુનાં કપડાંમાં સંસારી !!!!! “પ્રભુ ! ક્યારે બનીશ હું સાચો રે સંત ? ક્યારે થશે મારા ભવનો રે અંત ?” જગત સમક્ષ આત્મનિંના, દુષ્કૃતગાં, ભૂલની કબૂલાત કે અંતઃકરણપૂર્વક એકરાર તો આવા આત્મચિંતન કરનાર સાધક જ કરી શકે, અન્યથા પોતાની ભૂલને છાવરનારા જ મોટા ભાગના મળે ! “મુખને મેલું કર્યું, દોષો પટાયા ગાઈને, ને નેત્રને નિંદતિ કર્યાં, પરનારીમાં પલટાઈને.” મેં મારા વચનયોગથી અન્યતા અવર્ણવાદ - દોષોનું કથન કર્યું. પરનારી દર્શનથી આંખોને લિન-અપવિત્ર બનાવી. અન્યનું અહિત ચિંતવી મારું મન મેલુંદુષિત કર્યું. મારા આત્માનું આગળના ભવોમાં શું થશે ? પ્રાયઃ કોઈ પણ માનવ પોતાની સત્ત્વહીનતા, વિષયાસક્તિ, વિજાતીય પ્રત્યેના આકર્ષણને કારણે વિષયરાગ કે કામરણની સંવેદનાઓ જાગે તો અન્યને તો ન જ કહે, પણ સ્વયં હું વિષયાસક્ત છું એવું મનોમન પણ ન સ્વીકારે... આત્મહિતમાં લાગેલા શ્રી રત્નાકર આચાર્ય આંતરિક ગુપ્ત ભાવોને સ્મરણપટમાં લાવી, સ્તવનમાં વ્યક્ત કરી પશ્ચાત્તાપ કરે છે. આત્મચિંતનના માધ્યમે હળવા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરેરે ! મેં અણગારધર્મ સ્વીકારીને આ શું કર્યું ? પ્રભુ ! મેં પંચમહાવ્રત સ્વીકાર્યાં, જેમાં ચતુર્થ મહાવ્રતમાં નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તો અસિધારા વ્રત છે. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા મેં એ મહાવ્રતની યથાર્થ પાલના ન કરી. પ્રભો ! બહોળા શ્રુતજ્ઞાનના લહેરાતા સાગરમાં ધોવા છતાં એ વિષયાસક્તિનો ગાઢો રંગ જતો નથી. પ્રભુ ! મારી દાંભિકતા મને ક્યાં લઈ જશે ? કેવો અંજામ આવશે ? પૂર્વના પ્રબળ પુણ્યોદયે આ જન્મમાં મને અષ્ટસિદ્ધિદાતાર, મહામંત્ર નવકાર મળ્યો. વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા વિશ્વભરમાં સૌથી વધુ પ્રભાવક નવકારમંત્રને મંત્રોમાં પ્રથમ નંબરના મંત્ર તરીકે સિદ્ધ કરી બતાવ્યો છે, છતાં હું અન્ય (૨) મંત્રોમાં શ્રદ્ધા રાખું, તેની પ્રભાવકતામાં લલચાઉં છું. વીતરાગકથિત આગમવાણીને ૧૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C ફુશાસ્ત્રો દ્વારા કલુષિત કરી, ૩૪ અતિશયોયુક્ત વીતરણ પરમાત્મા મળ્યા છતાં દુદેવમાં શ્રદ્ધા કરી. જાણે બહુમૂલાં રત્નો-આગમ, મહામંત્ર અને વીતરાગ પરમાત્માને ગુમાવી મેં કુશાસ્ત્રો, અન્ય મંત્રો અને કુદેવમાં શ્રદ્ધા કરી...મને મતિભ્રમ થયો હોય તેવું લાગે છે. શાસ્ત્રમાં મદ (અભિમાન) જાગવાનાં આઠ કારણો બતાવ્યાં છે. શ્રેષ્ઠ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, સૂત્ર, ઐશ્વર્ય આદિ મળે તો જનરલી અભિમાન જાગવાની સંભાવના હોય. આચાર્યશ્રી કહે છે મને તો સુંદર શરીર કે સારું રૂપ મળ્યું નથી, મારામાં ગુણોનો સમૂહ પણ નથી. હું કંઈ વિવિધ કળાઓનો વૈભવ કે પ્રભાને જાણતો નથી. એના પર મારું પ્રભુત્વ નથી... છતાં અભિમાન કરી ચાર ગતિના ચકરાવામાં ભમવું પડે તેવાં કર્મો ઉપાર્જન કરું છું. હા, અભિમાન કરવા માટે આઠ માહેલાં કોઈ મદસ્થાનની હેસિયત મારામાં નથી. છતાં હું શાનું અભિમાન કરું છું ? એ જ ખબર પડતી નથી. લોકમાં સર્વત્ર કાળનો ધસમસતો પ્રવાહ વહે છે, તેની થપાટો સૌને લાગે છે. ક્ષણેક્ષણે, પળેપળે આયુષ્યની મૂડી ઘટતી જાય છે, આપણે મૃત્યુના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, મૃત્યુ નજીક ને નજીક આવી રહ્યું છે, ક્યારે એનો પંજો મારા પર પડશે તે ખબર નથી... છતાં સતત પાપના વિચારો મને સતાવે છે, મારી પાપબુદ્ધિ ઘટતી નથી. વિચારથી ઉચ્ચાર અને ઉચ્ચારથી આચાર પાપમય થતાં આત્મા કલુષિત થઈ રહ્યો છે, અન્ય ઉપાયો કરું છું, પણ ધર્મના શરણે નથી આવતો....!! આત્મદ્રવ્ય એ જૈન દર્શનનો પ્રાણ છે. તેના પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આદિ થવાને બદલે આત્મા, પુણ્ય-પાપ કે પરભવ નથી આદિ માન્યતામાં હું ભરમાયો ! ખરેખર ! હું ધિક્કારને પાત્ર છું. અહો ! મને વીતરાગી દેવ, નિય ગુરુ અને સો ટચના સોના જેવો ધર્મ મળ્યો, પણ તેમાં શ્રદ્ધા ન જાગી. ‘તો ભ્રષ્ટ; તો પ્રશ્ન'' જેવી કક્ષાએ પહોંચ્યો. ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! યોગ્ય શ્રાવક કે સુયોગ્ય સાધુ ન બન્યો, મારું માનવજીવન એળે ગયું ! કામધેનુ, કલ્પતરુ કે ચિંતામણિ મેળવવા ઘણો સમય ગુમાવ્યો, એ ભૌતિકતાની જાળવણી કરી, પણ મંગલકારી ધર્મ ન આચર્યો! પ્રભુ મારી મૂર્ખતા તારી કરુણાથી દૂર થાય તો સારું !!! પેલી મધુબિન્દુની કથા જાણે મારા જીવનમાં રીપિટ થઈ! જીવને ૧ર Page #12 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 જોખમમાં મૂકી મધના એક ટીપામાં લલચાતા મુસાફર જેવો મારો આત્મા સંસારના વનમાં કાળ હાથીથી બચવા ધર્મરૂપ વટવૃક્ષની ચારિત્ર ડાળી પકડી ભવકૃપમાં લટકતો, જ્યાં ચાર કષાયોરૂપી અજગરો મોં ફાડતા બેઠા છે, દિવસ અને રાત્રિરૂપી સફેદ અને કાળા ઉંદરો એ ડાળીને કાપે છે, છતાં પુણ્યોદયના મધુબિન્દુની લાલચથી સદ્ગપી વિદ્યાધરથી પણ સન્માર્ગે ન આવ્યો, ધન તથા વિજાતીય રાગથી નરકનો પણ ડર ન રહ્યો. પરોપકાર, તીર્થોદ્ધાર આદિ સત્કાર્યો વિનાનું મારું ભવભ્રમણ થયું. ગુરુવાણીથી વૈરાગ્ય ન જાગ્યો, અધ્યાત્મ પાંગર્યા વિના સંસારસાગર ક્યાંથી તરી શકું ? વિષયકષાયનાં છિદ્રોવાળા આત્મઘટમાં ગુરુવાણીનું પાણી ક્યાંથી ભરાય ? અને દુર્જનની વાણીથી શાંતિ ક્યાંથી મળે ? મેં ભૂતકાળમાં પુણ્ય કર્યું નહિ, વર્તમાનમાં કરતો નથી, તો ભવિષ્યમાં ક્યાંથી થશે ? ત્રણ કાળના ત્રિભેટે રહેલ મારી દશા “ત્રિશંકુ' જેવી રહી. જે સદેહે સ્વર્ગમાં જવાના અભરખાથી વિશ્વામિત્રના મંત્રોચ્ચારથી આકાશમાં ગયો અને દેવોએ ત્યાંથી હડસેલ્યો... તેથી અવકાશમાં લટકતો રહ્યો. તેમ મેં ત્રણે કાળ સુકૃત વિનાના જ વિતાવ્યા, વીતે છે અને વીતશે. પ્રભુ ! સર્વ એવા આપ ત્રણ કાળના, ત્રણ લોકના સર્વ ભાવોને સાંગોપાંગ જાણો છો, છતાં મારી જીવનગાથા ગાતા આત્મચિંતન કરું છું કે... તું ક્યાં ? અને હું ક્યાં ? તમે કેવા અને હું કેવો ? પ્રભુ! હું તો અધમાધમ છું અને તું આખા જગતનો ઉદ્ધારક છે... હું તારાં ચરણોમાં નતમસ્તક છું. આવું અજોડ આત્મચિંતન છે “મુનિ રત્નાકરની રચનામાં"....ઇતિ સમાપ્ત... (ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પરિવારના ધ્યાનસાધક પૂ. હસમુખમુનિનાં આજ્ઞાનુવર્તી વિદુષી પૂ. ઊર્મિલાબાઈ મહાસતીજીના ત્રણ ગ્રંથો પ્રગટ થયા છે. ગુરુપ્રાણ આગમ બત્રીશીના આગમનું સંપાદન કાર્ય કર્યું છે). ઉપાધ્યાય પૂ. યશોવિજયજીની રચનામાં આત્મચિંતન a પૂ. ડૉ. વિરલબાઈ મહાસતીજી ઉપાધ્યાય યશોવિજયજી મ.સા. અનોખા હતા સંત. માતા-પિતાના લાડલાનું બચપણનું નામ હતું જશવંતા સરસ્વતીના બળે વાદવિવાદ કરી અનેકના તોડાવ્યા તંત. આધ્યાત્મિક કાવ્યો-સઝાય રચવામાં ખુમારીભર્યો ખંત વિશ્વના વિરાટ પ્રાંગણમાં લાખો લોકો જન્મે છે અને વિદાય લે છે તેની નોંધ લેવાતી નથી. જેણે વિજ્ઞાનમાં અણુની શોધ, જ્ઞાનમાં જીવની શોધ, ધ્યાનમાં પરમાત્માની શોધ અને સ્વમાં સિદ્ધત્વની શોધ કરવા માટે કર, કલમ અને કાગળનો ઉપયોગ કર્યો છે એવા ઉપાધ્યાયજી યશોવિજયજી મ.સા. ગુજરાતના પાટણની પાસે કનોડું ગામના નારાયણ પિતા અને સોભાગદે માતાના લાડીલા પુત્રનું નામ જશવંત હતું. તે બાલ્યાવસ્થામાં જ ઘણો બુદ્ધિમાન, ચતુર અને વિનયવંત હતો. નાનો ભાઈ - ૧૪ ૧૩ - Page #13 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 પદ્મસિંહ હતો. માતા રોજ નયવિજયજી મ.સા. પાસે ભક્તામર સ્તોત્ર સાંભળવા જતાં. સાથે બાળક જશવંતને પણ લઈ જતાં. એ બાળકને સાંભળતાસાંભળતા ભક્તામર સ્તોત્ર યાદ રહી ગયું. જે દિવસે માતા અતિવૃષ્ટિના કારણે ગુરુભગવંત પાસે ન જઈ શકી તે દિવસે તેણે ભોજન ન કર્યું ત્યારે દીકરા જશવંતે પૂછ્યું, “મા’” તું કેમ ખાતી નથી ? દીકરા ! આજે ભક્તામરનો પાઠ સાંભળવાનો બાકી રહી ગયો છે. જશવંતે કહ્યું, એ પાઠ હું તને સંભળાવી દઉં. માતાએ કહ્યું, એ પાઠ તને ક્યાંથી આવડે ? જશવંતે કહ્યું, હું તારી સાથે રોજ સાંભળતો હતો તેથી મને યાદ રહી ગયો છે. તેણે માને ભક્તામરનો સ્તોત્ર સંભળાવ્યો. ‘મા’ રાજીની રેડ થઈ ગઈ, પછી ભોજન કર્યું. બીજા દિવસે તે ગુરુદેવ પાસે બાળકને લઈને ગઈ ત્યારે ગુરુદેવે કહ્યું, ગઈકાલે ભક્તામર સાંભળવા ન આવ્યાં ? શું કર્યું ? જમ્યાં કે ભૂખ્યાં રહ્યાં ? ગુરુદેવ, ભૂખી નથી રહી, પણ જમી લીધું ! કેમ ? ભક્તામર પાઠ સાંભળ્યા વગર તમે કેવી રીતે ખાધું ? ગુરુદેવ! મારા નાના જશવંતે મને ભક્તામર પાઠ સંભળાવ્યો. શું વાત કરો છો ! એને કેવી રીતે આવડી ગયો ? રોજ મારી સાથે લાવું છું. આપશ્રીની કૃપાથી સાંભળતાંસાંભળતાં ભક્તામર પાઠ યાદ રહી ગયો. ગુરુદેવે કહ્યું, વાહ ! નાનો ટબૂકડો ઘણો હોંશિયાર અને બુદ્ધિશાળી છે. ગુરુદેવે તેની માતાને સમજાવી બન્ને ભાઈઓને પ્રતિબોધ કરી દીક્ષા આપી. જશવંતનું નામ યશોવિજયજી મ.સા. રાખ્યું અને નાનાનું નામ પદ્મવિજયજી મ.સા. રાખ્યું. પૂ યશોવિજયજી મ.સા. દીક્ષા લઈને ઉજ્જ્વળ નક્ષત્રની જેમ ચમકવા લાગ્યા. જૈન સૂત્રોનો એટલો બધો જબરજસ્ત અભ્યાસ કર્યો કે ક્યારેક કોઈ સાધુમહારાજને કોઈ ગાથાનું પદ ભુલાઈ ગયું હોય તો તેઓ તરત જ યશોવિજયજી મ.સા. પાસે આવે. આ પદ આપ મને બતાવશો ? તેઓશ્રી આખી ગાથા સંભળાવી દે. તેઓને વિશિષ્ટ અભ્યાસના કારણે ધારણાશક્તિ, તર્કશક્તિ અને કાવ્યશક્તિનો વિકાસ થયો. સરસ્વતી મંત્રના જાપમાં એકલય બની જતા. સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને તેને બે વરદાન આપ્યાં. એક વિદ્વત્તાનું અને બીજું શીઘ્ર કવિત્વશક્તિનું. એ વરદાનના પ્રતાપે તેઓશ્રી પ્રચંડ પ્રભાવક થયા. એમના ગુરુદેવ શ્રી વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયની પદવી આપી. નાની ઉંમરમાં ઘણાં સૂત્રોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. અમદાવાદમાં ધનજી સુરા નામના શ્રાવકે જોયું કે આ નાના સાધુ ઉંમરમાં નાના છે, પરંતુ તે પ્રતિભામાં ૧૫ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C અજોડ છે. તેમણે નયવિજયજી મ.સા.ને કહ્યું, આ નાના સાધુને અન્ય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બનારસ-કાશી મોકલો. ત્યાં ભટ્ટાચાર્ય પાસે અન્ય દર્શનાશસ્ત્રો ભણીને કમ્પેરેટિવ સ્ટડી કરશે જેથી અન્ય દર્શનશાસ્ત્રો કરતાં જૈન શાસ્ત્રો કઈ રીતે ઉચ્ચ કોટિનાં છે તેનું લોકોની આગળ તે સચોટ વ્યાખ્યાન આપી શકશે, માટે મોકલો. તે કાળની અંદર બનારસ-યુ.પી.ની તરફ કોઈ સાધુ-મહારાજ લગભગ જતા ન હતા. ૧૫૦૦થી ૨૦૦૦ કિ.મી.નો વિહાર કરવો પડે. ગુરુદેવે કહ્યું, ભાઈ ! તમારી જેમ ઘણાબધા ભાઈઓ કહી જાય છે, પણ સારસંભાળ રાખવા માટે કોઈ આવતું નથી. ગુરુદેવ ! તમે જે કહેશો તે ભોગ આપવા હું તૈયાર છું. ગુરુભગવંતે કહ્યું, આ સામાન્ય કામ નથી. બનારસમાં ભણવું હોય તો પંડિતો નગદ સોનૈયા લેશે. મહારાજસાહેબ ! આપ એની ચિંતા નહિ કરો. જેટલા રૂપિયા અને સોનૈયા જોઈશે તે બધો લાભ હું જ લઈશ. ધનજી સુરાની વાત સાંભળીને ગુરુમહારાજની છાતી ગદ્ગદ્ ફૂલી ગઈ - વાહ ! “વાદ ! મા શ્રી શ્રાવક ૐ નો જૈન શાસન હિપ્ अपना सब कुछ तन, मन, धन न्योछावर करने के लिए तैयार है।' વાહ ! ધનજી સુરાની જોઈ લો અંતરની ભક્તિ પૂ. યશોવિજયજી મ.સા.ની જાણી તેણે તીવ્ર શક્તિ જ્ઞાન ઉપાર્જન માટે છોડી જેણે ધનની આસક્તિ પરાત્માની દીવાલે જેની લગાવાશે તકતી. ધનજી સુરા શ્રાવકે Promise આપ્યું કે જેટલો ખર્ચો થાય તેટલા બધાનો લાભ મને આપજો. આ ધનજી સુરા ન હોત તો આજે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને કોઈ યાદ ન કરત. એક સાધુમહારાજ તેની સાથે બનારસ ગયા. ત્યાં તાર્કિક શિરોમણિ પદ્દર્શનનાં રહસ્યને જાણનારા ભટ્ટાચાર્ય પાસે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ અને મીમાંસાનો તથા ભટ્ટ અને પ્રભાકરના મતનો અભ્યાસ કર્યો, એટલું જ નહિ, પણ નવીન તર્કશાસ્ત્રમાં ચિંતામણિ પ્રમુખ ગ્રંથો શીખ્યા. ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. રોજની એક સોનામહોર પંડિતજીને ભેટ આપવાની. હજારથી વધારે ગીનીનો ખર્ચો કર્યો. અ ભ્યાસ દરમિયાન કેરળ દેશથી એક વાદી આવ્યો. એ વાદીને કાશીના કોઈ પંડિત જીતી ન શક્યા. ભટ્ટાચાર્યે આ જૈન સાધુને તક આપી. પૂ. યશોવિજયજી મહારાજે જૈન સિદ્ધાંતો, અનેકાંતવાદ, સ્યાદ્વાદ, સાતનય, સપ્તભંગી આ બધાં શાસ્ત્રોના આધારે અને અન્ય દર્શની શાસ્ત્રના આધારે તેમણે કેરળના વાદીનો પરાજય કર્યો તેથી કાશીના વિદ્વાન પંડિતોએ સભા સમક્ષ તેમને ‘ન્યાયવિશારદ'નું બિરુદ 19 Page #14 -------------------------------------------------------------------------- ________________ PO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © આપ્યું. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી આગ્રામાં આવ્યા. ત્યાં બીજા ભટ્ટાચાર્ય પાસે બે વર્ષ અભ્યાસ કર્યો. તેઓશ્રીની તીવ્ર શક્તિ જોઈને આગ્રાના ભટ્ટાચાર્યે તેઓશ્રીને ‘ન્યાયાચાર્ય’નું બિરુદ આપ્યું. પછી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સંઘ સમક્ષ આઠ મહાઅવધાન કર્યાં. અનેક ગ્રંથો અને કાવ્યોની રચના કરી. અમદાવાદથી ખંભાત પધાર્યા. ત્યાં મધુર શૈલીમાં આત્માને ટચ થાય તેવી પ્રવચનની ધારા વરસાવી. મુખમાંથી આધ્યાત્મિક રસનાં ફૂલડાં ઝરવાં લાગ્યાં. તેથી અન્ય દર્શની વિદ્વાનોને તેમની ઇર્ષ્યા થવા લાગી. તેનું કારણ તેની પાસે માનવમેદની ઓછી થઈ ગઈ. ઇન્દ્રભૂતિ અને ભગવાન મહાવીરસ્વામીની જેમ થયું. ઇન્દ્રભૂતિના યજ્ઞમાં જનતા ઓછી થઈ ગઈ અને ભગવાન મહાવીરના સમવસરણમાં દેવો વગેરે આવવા લાગ્યા. તેમાં પૂ. યશોવિજયજી મ.સા.ના પ્રવચનમાં જનતાનું આવાગમન વધી ગયું, તેથી જૈનેતર પંડિતો સભામાં આવી વચ્ચેવચ્ચે એવા જિટલ પ્રશ્નો કરે તેથી બીજા લોકોને કંટાળો આવે અને રસ ઊડી જાય. ઉપાધ્યાયજી સમયજ્ઞ અને વિચક્ષણ હતા તેથી સમજી ગયા કે આ લોકો પ્રશ્નોના બહાને મારું પ્રવચન ડહોળવા આવે છે અને લોકોને આવતા બંધ કરવા માગે છે. પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ એક ઉપાય શોધી કાઢચો. બીજા દિવસે કંકુને પાણીમાં નાખી એક કટોરીમાં લઈને આવ્યા. પોતે નીચેના હોઠ પર લગાવી દીધું. સાધુએ કંકુ ન લગાવાય, પણ જૈનેતરને શિક્ષા દેવા માટે આ કાર્ય કરવું પડયું. સભામાં વાટકી આપીને કહ્યું, કે જેણે પ્રશ્ન કરવા હોય તેઓ નીચેના હોઠ પર આ કંકુ લગાડી દે. બોલતી વખતે નીચેના હોઠનું કંકુ ઉપરના હોઠને લાગવું ન જોઈએ. બે હોઠ ભેગા ન થવા જોઈએ. પ, ફ, બ, ભ, મ આ પાંચ વર્ણો એવા છે કે જે બોલવા હોય તો બે હોઠ ભેગા કર્યા વગર બોલાય જ નહિ. ઉપાધ્યાયજી મહારાજે બરાબર બે કલાક પ્રવચન આપ્યું. બધા ઈર્ષ્યાળુ લોકો જોતા હતા કે લાગ્યું.... એ લાગ્યું.... પરંતુ વાણી પર તેઓશ્રીનો કંટ્રોલ હતો. બોલતી વખતે વચ્ચમાં એકેય વાર પ, ક્રૂ, બ, ભ, મ-નો એક પણ અક્ષર ન આવ્યો. બોલો તે કેવા અભ્યાસી હશે ! કેવી પ્રખર પ્રતિભા હશે ! પેલા ઈર્ષ્યાળુ પંડિતો ઠરીને ઠીકરું થઈ ગયા. પૂછવા જાય અને વચ્ચમાં ‘બ’ કે ‘મ’ વગેરે કંઠવ્ય અક્ષર આવી જાય તો તેની હાર થાય. તેથી તેઓએ ઉપાધ્યાયજીની માફી માગી તેનાં ચરણોમાં પડી ગયા અને પૂ. ગુરુદેવને ‘તત્ત્વજ્ઞાની'નું બિરુદ આપ્યું. પૂ. યશોવિજયજી મ.સા.ના અધ્યાત્મ કાવ્યમાં આત્મચિંતન અદ્ભુત હતું. © આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન આનંદઘનજીના સંપર્કમાં આવ્યા પછી તેમની કવિતામાં સૂક્ષ્મતા આવી છે. ઉપાધ્યાયજીનાં કાવ્ય એટલે અધ્યાત્મનો પ્રકાશ, અધ્યાત્મની આભા, અધ્યાત્મની ઉષા, અધ્યાત્મનો આસોપાલવ, અધ્યાત્મની અનુભૂતિ, અધ્યાત્મની ઊર્જા અને અધ્યાત્મની આંખ છે. ઉત્તમ કવિઓ નરસિંહ મહેતા, દયાનંદ, પ્રેમાનંદ, અખો, મીરા વગેરેના સમકક્ષ કવિ ઉપાધ્યાય યશોવિજયજી મ.સા. હતા. તે શાસ્ત્રીય રાગોના ઉત્તમ જાણકાર હતા અને આપણા જેવાની ચિંતા કરી લોકઢાળમાં પણ કાવ્યની રચના કરી, જે રાગ આપણને તરત જ હૈયે અને હોઠે આવી જાય. ઉપાધ્યાયજીએ રચેલાં કાવ્ય અને તેમાંથી નીકળતા આત્માના સ્પંદનને વાંચીએ.... જિન તેરે ચરણકી શરણ ગ્રહું હૃદયકમલ મેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વશું તુમ સમ ખોળ્યો દેવ ખલક મેં, પેખ્યો નહિ કબહું; તેરે ગુણકી જવું જપમાલા, અહર્નિશ પાપ દહું ... મેરે મનકી તુમ સબ જાણો, ક્યા મુખ બહોત કહું, કહે જસવિજય કરો ત્યું સાહિબ, જયું ભવદુઃખ ન લહું......જિન..૩ જેને અધ્યાત્મજગતમાં પ્રવેશ કરવો હોય તો તેમાં એક શરત છે કે, જિનેશ્વર પરમાત્માનું શરણું સ્વીકારવાનું. યશોવિજયજી મ.સા.ને વીતરાગદેવનાં ચરણ મળી ગયાં એટલે એ નાચી ઊઠયા. હવે મારે આ દેવાધિદેવને ક્યાં બેસાડવા ? તેને કોઈ બાહ્ય મંદિર ભલે એ સુવર્ણનું હોય તોય તેમાં બેસાડાય નહિ. તો ક્યાં બેસાડાય ? અવિનાશી વીતરાગ દેવને તો હું મારા હૃદયકમળમાં બેસાડીશ. જિનેશ્વર માટે કમળ શબ્દ શા માટે વાપર્યો ? કમળ કાદવમાં ઊગે છે, છતાં તેનાથી અલિપ્ત રહે છે એમ હું સંસારરૂપી કાદવમાં રહું છું, છતાં મેં મારા હૃદયને કમળ જેવું બનાવ્યું છે. પંચમહાવ્રતધારી સાધુભગવંતોને ‘“જળકમળવત્” કહેવાય છે. કમળ જેમ કાદવથી અલિપ્ત રહે છે તેમ સાધુભગવંતો કષાયના કાદવથી અલિપ્ત રહે છે, માટે હું તારું શરણું સ્વીકારી તારાં ચરણે મારું મસ્તક નમાવું છું. સંપૂર્ણ વિશ્વમાં મેં અનેક દેવોને જોયા. કોઈ વૈભવમાં, કોઈ વિલાસમાં, કોઈ માયામાં, કોઈ બેટા-બેટીજીમાં તો કોઈ રંગરાગમાં ફસાયેલા જોયા, પણ તારા જેવો અનંતગુણી દેવ મેં ક્યાંય ન જોયો, માટે હું તારા ગુણોનો અહર્નિશ જાપ મારા પાપરૂપી કાદવને બાળવા માટે કરું છું. હે જિનેશ્વર ! મનમન અને ઘટઘટની દરેક વાતો સાથે આપે મારા મનની વાત પણ જાણી લીધી છે. અનેક મુખો વડે હું તારા ગુણ ગાઉં તોપણ ૧૮ ...જિન...૧ ...જિન...૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 અધૂરા જ રહેશે. તારા ગુણો મારા ભવભવનાં દુઃખો દૂર કરે એ જ પ્રતિદિન પ્રાર્થના કરું છું. અંતમાં મારે આત્મતત્ત્વ પામી તારા જેવું બનવું છે. બીજું સ્તવન જોઈએ... હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં ... ધ્યાન મેં ધ્યાન મેં... હમ મગન... બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરા સુત ગુણ ગાન મેં... હમ.. મીટ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાન મેં પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કોઈ માન મેં... હમ... જિણ હિ પાયા તિણ હી છીપાયા, કહત નહિ કોઉ કાન મેં તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં ... હમ.. વાચક “જશ” કહે મોહ મહા અરિ, જીત લીયો હૈ મેદાન મેં ... હમ... હે જગતાત ! જે પ્રભુમાં મગ્ન બને તે દુનિયાના ભાનને ભૂલી જાય છે. અરે ! દુનિયાનાં દુ:ખને પણ ભૂલી જાય છે. આત્મસાક્ષાત્કારના અપૂર્વ આનંદનો આસ્વાદ માણે છે, ધ્યાનના માધ્યમે તેની વૃત્તિ ઊર્ધ્વગામી બની જાય છે. તે અનુભવના અમૃતનું આચમન કરવા લાગે. અનુભવ શબ્દ બહુ ગંભીર છે. વાતો, વિચારો, શબ્દો અને શાસ્ત્રો આ બધાંથી પર એટલે અનુભવની અનુભૂતિ. આ અનુભૂતિ પ્રભુના ગુણગાનના રસમાં ઝબોળી દે. આ અનુભવ કેવો છે ? ઉપાધ્યાયજી દૃષ્ટાંતથી સમજાવે છે : સંધ્યાને સૌ કોઈ જાણે છે, દેખે છે. સંધ્યા એ દિવસ પણ નથી અને રાત પણ નથી તેમ અનુભવ એ કેવળજ્ઞાન પણ નથી અને શ્રુતજ્ઞાન પણ નથી, પરંતુ સૂર્યના ઉદય પહેલાં થતો અરુણોદય સમાન છે. અનુભવરસ તો જે પીવે તે જ માણી શકે. આ અનુભવ કોઈ સંસારના કડવા-મીઠા પ્રસંગોનો નથી, પણ આત્માના અનુભવની વાત છે, જે અનુભવ રાગદ્વેષની ગાંઠને છોડાવી વીતરાગ દશા તરફ લઈ જાય છે. “નિર્દી નાં તિર્દી નહિ જો, તti #ો જિંદા નદિ ” - જેમ શેરડીની ગાંઠ રસને ન પામવા દે, શરીરમાં લોહીમાં ગાંઠ મૃત્યુ લાવે, કફની ગાંઠ શ્વાસ અટકાવે, આમની ગાંઠ સંધિવાત લાવે એમ આત્મામાં રાગદ્વેષની ગાંઠ આત્મરસમાં રહેવા ન દે. જે મેદાનમાં આવી મોહ સાથે બાથ ભીડ તે જ આત્માના અલૌકિક આનંદને માણી શકે. (ગોંડલ સંપ્રદાયનાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારનાં શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીનાં વિદ્વાન શિષ્યરત્ના પૂ. ડૉ. વિરલબાઈ મહાસતીજી પૂજ્ય મહાસતીજીએ “નવ તત્ત્વ : એક અધ્યયન” પર શોધ પ્રબંધ લખી Ph.D. ક્યું છે). દર્શન સાહિત્યમાં આત્મચિંતન a ગુણવંત બરવાળિયા ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી માનવજીવન સભર બને છે, મધુર બને છે. સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વનાં દર્શનનો હોય તો જ તે સાર્થક ગણાય. દર્શન એટલે જોવું તે - તત્ત્વજ્ઞાનને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો ઘણા લોકો કરી શકે છે, પરંતુ પારમાર્થિક સત્યનું દર્શન બહુ જ થોડા કરી શકે છે. દર્શન એ જ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ સભ્યતા તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું જરૂરી છે. પાશ્ચાત્ય દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ ૧૯ Re Page #16 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 થયો છે. તેમાં મુખ્યતઃ ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાઓનો ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ સર્વપ્રથમ જડજગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી દષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું અને આ બંનેનો સમન્વય તત્ત્વમાં ર્યો. યુરોપને ધાર્મિક અંધવિશ્વાસથી મુક્ત કરી, દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં વિશેષ ફાળો ગ્રીક દર્શને આપેલો છે. યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર ઍરિસસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે. - પૂર્વનું તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા આપે છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમ જ બૌદ્ધિક બાબતોને વધુ મહત્ત્વ આપે છે, તેની દૃષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની શોધને બદલે જગતના વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં તેને વિશેષ રસ છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે પૂર્વમાં ધર્મનો અર્થ મોટે ભાગે આત્મપરાયણ જીવન થાય છે, માટે અહીં ધર્મને નામે બહુ ઝઘડા થયા નથી કે લોહીની નદીઓ વહી નથી. વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ આત્મા વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે. પશ્ચિમની સંસ્કૃતિએ વિચારશૈલી પર ભાર આપ્યો. તેમણે વિચારધારાને Philosophy એવું નામ આપ્યું. પશ્ચિમનું વિચારશાસ્ત્ર જ્યાં પૂરું થાય છે, ત્યાંથી પૂર્વનું દર્શન આગળ વધે છે. ભારતીય ચિંતકોને અનુભવ થયો છે કે કેટલાંક સત્યો માત્ર વિચારવાથી પામી શકાતાં નથી, પરંતુ કોઈ પણ સત્યને પામવા માટે તેના વિચારનું દેહન, ચિંતન, મનન અને મંથન કરવું પડે છે, તો જ એ વિચાર આત્મસાત્ થાય. આચરણ પછી જ સત્ય પામી શકાય છે. આધ્યાત્મિક મંથન પછીના ચિંતનમાંથી જ દર્શન પ્રગટે અને તે ચિંતન, ચિરંતન બનીને શાસ્ત્ર બની જાય છે. જે સાહિત્ય અને કળામાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને દર્શન અભિપ્રેત છે તેવું સાહિત્ય કોઈ પણ સંસ્કૃતિને જીવનનું બળ પૂરું પાડનાર, એનું પોષણ, સંવર્ધન કરનાર ઊંચું પરિબળ બની જાય છે. વેદો, કૃતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો અને રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠેર દાર્શનિક આત્મચિંતનનું નિરૂપણ થયું છે. ઉપનિષદ કહે છે કે વેદ ઋષિપ્રણીત નથી એ પરમાત્માના પોતાના ઉદ્ગાર છે. * વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર દર્શનોએ વૈદિક દર્શન, ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, ૨૧ ૦ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વેદાન્ત) આ છ દર્શનો આસ્તિક દર્શનો કે વૈદિક દર્શન કહેવાયાં. જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતાં હોઈ તેમને અવૈદિક દર્શનો કહે છે. વિવિધ વિચારધારાઓવાળાં આ દર્શનો એકબીજાનાં વિરોધી નહીં, પણ એકબીજાના પૂરક છે. ભારતીય દર્શનનું સ્વરૂપ આધ્યાત્મિક છે અને તે જીવનની વધુ નજીક છે. દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ હોવાથી, જ્ઞાન ખાતર જ્ઞાન નહિ, પણ મોક્ષ માટે જ્ઞાનપ્રાપ્તિની વાત છે. વિદ્યા એને જ કહેવાય જે મુક્તિ અપાવે. અવિદ્યા અથવા અજ્ઞાન આપણાં સર્વ દુઃખનું મૂળ અને આત્મા માટે કર્મબંધનું કારણ છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ જગત પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ બદલાઈ જાય છે. તે જ ખરો વૈષ્ણવજન કે શ્રાવક બને છે. મોક્ષપ્રાપ્તિ માટેના સાધનામાર્ગમાં ત્યાગ અને વીતરાગ તથા સંન્યાસીની ભાવના પાયારૂપે રહેલાં છે. ત્યાગ એટલે કર્મત્યાગ નહિ, વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિયતા નહિ. ત્યાગનો સાચો અર્થ કર્મફળત્યાગ. શ્રીકૃષ્ણ આ વાત ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા સમજાવી છે. ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. સત્યને જાણવા માટે જ્ઞાનનાં સાધનોની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરેલી છે. આત્મા દેહથી ભિન્ન છે. જગતનો કર્તા ઈશ્વર છે વગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દુઃખ, જ્ઞાન વગેરેને આત્માનાં લક્ષણો કહ્યાં છે. વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદમુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થોના ધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કર્યું હોઈ તેને વૈશેષિક દર્શન નામ જ્ઞાનનો અભાવ છે, તે ગયું છે. પુરુષ પ્રકૃતિથી જુદો છે એમ સમજવું તેનું નામ વિવેકજ્ઞાન અને વિવેકજ્ઞાન એ જ મોક્ષનું સાધન કહ્યાં છે. પ્રકૃતિ સ્વયં વિકાર પામી આ જગતરૂપે પરિણમે છે. આ દર્શન માનતું હોઈ પછી તેને ઈશ્વરના સ્વીકારની જરૂર રહેતી નથી. સાંખ્યદર્શન દ્વારા કપિલમુનિએ ઉપનિષદની માનસશાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. યોગદર્શનમાં પતંજલિમુનિએ યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ જીવાત્માને પરમાત્મા સાથે જોડવો એમ પણ કરે છે. જેમિનીમુનિએ રચેલ પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાનમાત્ર કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણી, યજ્ઞ અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે, જ્યારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન * ૨૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદો મધ્યવર્તી વિચારધારા ગણે છે. ગીતામાં શ્રીકૃષ્ણ આત્મા વિશે કહ્યું છે કે - नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पालकः । न चैनम् क्लेन्दन्त्यापः न शोषयति मारुतः ॥ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકે નહિ, પાણી ડુબાડી શકે નહિ અને પવન શોષી શકે નહિ. કબીરજી અને ગંગાસતી જેવાં અનેક દાર્શનિક સંત-કવિઓએ ગીતો રચ્યાં, તો વેદાન્ત, દર્શનનાં સૂત્રો પર શંકરાચાર્ય, રામાનચાર્ય, નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વત્તાપૂર્ણ ભાગો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, મુનિશ્રી સંતબાલ, આચાર્ય વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે, તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દષ્ટિથી આત્માની વાત કરી છે. | વેદાન્ત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી. હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખયાલનો અભ્યાસ કરીએ. તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુનાં જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઇશ્વર હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણપરંપરામાં બૌદ્ધ દર્શન અને જૈન દર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે. બુદ્ધ, પરિવર્તનશીલ દેટ ધર્મો સિવાય કોઈ અદૃષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે. ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવનમાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાયાં. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રોગ, દ્વેષ > ૨૩ ( GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 કે સુખ-દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે, તે ભૌતિક ક્લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ વળી જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે નકારાત્મવાદ એ બુદ્ધ દર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. જૈન દર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થળ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમાંથી ચર્મચક્ષુરૂપ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થ દર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષયઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમિક વિકાસના તબક્કાને ગુણસ્થાનક (ગુણઠાણા)ના સંદર્ભે સમજાવી છે. ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં આત્માની સમજણ આપી છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ અને આઠ કર્મની ગહન અને સૂક્ષ્મ ચર્ચા દ્વારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું માર્ગદર્શન આપેલ છે. આનંદકંદ છે આત્મા, આનંદ એમાંથી મળે, અન્ય ન વલખાં મારતો, એ મારગથી શું મળે ? આત્મા સત્, ચિત, આનંદસ્વરૂપ છે. સત્ એટલે નિત્ય, ચિત્ એટલે જ્ઞાનયુક્ત ચૈતન્ય અને આનંદ એ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા તરફ અંતરદષ્ટિ જ આનંદ આપી શકે. બહાર ગમે તેટલા ભટકીએ, પરંતુ પરંપદાર્થમાંથી આનંદ મળી શકે નહિ. આનંદ કર્મજન્ય નથી, આત્માની પોતાની અનુભૂતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે, આત્મામાં સ્વરૂપનું અજ્ઞાન છે. તેનાથી જ બધાં દુઃખો ઉત્પન્ન થાય છે. સ્વના જ્ઞાનમાં દુઃખનાશ અભિપ્રેત છે. જૈન આગમ સાહિત્યના આધારે અનેક ગ્રંથોની રચના થઈ. આચાર્ય ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરિ, સિદ્ધસેન, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી જેવા મહામનીષીઓએ પોતાના સાહિત્યમાં જૈન દર્શન પ્રમાણેના આત્મસ્વરૂપના વિચારો સ્પષ્ટ કર્યા છે. અવધૂત આનંદઘનજી, બનારસીદાસ કે શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાન જૈન કવિઓએ પોતાની દિવ્ય કાવ્યકૃતિમાં આત્માની અમરતાને ગાઇ છેજૈન દર્શન અનેકાંતવાદી છે. તેથી તે આત્માનું જુદાજુદા સ્વરૂપે દર્શન કરાવે છે. કર્મથી લેપાયેલો જીવાત્મા સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે શુદ્ધાત્મા બને છે. દ્રવ્યાત્મક દૃષ્ટિએ આત્મા નિત્ય છે એટલે મૂળ દ્રવ્ય તત્ત્વરૂપી આત્માના Page #18 -------------------------------------------------------------------------- ________________ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999 આશા છે કે સાહિત્યરસિકો, મુમક્ષઓ, સાધકો અને સંશોધકો આ કૃતિઓ અને તેના રસદર્શનનો સુપેરે આસ્વાદ કરશે. આ દર્શનો તે સનાતન સત્યોની ખોજમાં ઘૂમતી સમસ્ત માનવજાતિની બુદ્ધિપ્રતિભાનું અત્યંત કીમતી ફળ છે. ભારતીય દર્શનસાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકીશું, વિવેક સાથે પુરુષાર્થ અને નીતિમત્તા પર લક્ષ રાખીશું તો તે પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે. SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ક્યારેય નાશ થતો નથી, પરંતુ પર્યાયાત્મક દૃષ્ટિએ આત્મા અનિત્ય છે, એટલે કર્મોને કારણે તે એક જ પર્યાયમાં નિત્ય રહી શકતો નથી, ટકી શક્તો નથી. દાખલા તર્ક એક ગતિમાં તેનું આયુષ્ય પૂર્ણ થતાં કર્મ અનુસાર બીજી ગતિમાં અથવા બીજી યોનિમાં જવું જ પડે છે. આમ, અનેકાંત દૃષ્ટિકોણથી પ્રચલિત દૃષ્ટિબિંદુ અને સત્ય કે યથાર્થ દૃષ્ટિબિંદુથી આત્માની સ્થિતિની સ્પષ્ટતા કરી છે. - જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ આત્માને છ પદ દ્વારા સમજાવ્યો છે : (૧) આત્મા છે (૨) નિત્ય છે (૩) કર્મનો કર્તા છે (૪) કર્મફળનો ભોક્તા છે (૫) આત્માનો મોક્ષ છે (૬) અને મોક્ષનો ઉપાય સુધર્મ છે. ભારતનાં અન્ય દર્શનોએ કરેલી તાત્ત્વિક વિચારણા છ પદની અંદર સમાઈ જાય છે. ઉપરાંત, આત્માને અનંતજ્ઞાન, દર્શન અને વીર્યશક્તિનો સ્વામી કહ્યો છે. તેજપુંજ સત, ચિત્ અને આનંદસ્વરૂપ આત્માને અનંતસુખનો સ્વામી કહ્યો છે. આત્માનો મૂળ ગુણ - જ્ઞાન છે. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન આત્માની જે દશામાં હોય તે આત્માની પ્રાથમિક અવસ્થા છે. તેને નિગોદની સ્થિતિ પણ કહે છે. કર્મક્ષય પ્રમાણે આત્માનો, શુદ્ધતાનો ક્રમિક વિકાસ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ, આ વિકાસનો અંતિમ તબક્કો છે. ત્યાર પછી આત્મા સિદ્ધત્વ પામી દિગંતમાં બિરાજે છે. અનંત તીર્થંકરો કહેતા આવ્યા છે કે રાગદ્વેષ છોડવાથી કર્મ આવરણ તૂટતાં આત્મગુણોનું પ્રગટીકરણ થતાં, આત્મા વીતરાગી બને છે અને તે મુક્તાત્મા બને છે. જૈન દર્શને સર્વ ભવિ આત્મામાં પરમાત્મા થવાની યોગ્યતા બતાવી છે. આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન'માં આત્મલક્ષી કૃતિઓનો સંચય કરવાનો ઉપક્રમ રાખ્યો છે. ભારતીય સંતપરંપરાના કવિઓ, નરસિંહ, મીરા, અખો, પ્રીતમ, લલ્લેશ્વરી, ગંગાસતી, બ્રહ્માનંદ વગેરેએ પોતાની રચનામાં આત્મચિંતનનું નિરૂપણ કર્યું છે. વળી જૈન શ્રાવકો અને મુનિરાજો, જેવા કે શ્રાવક કવિ ઋષભદાસ, અવધૂતયોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, મુનિ રત્નાકર, ૫. દેવચંદ્રજીસ્વામી વગેરેએ આત્મલક્ષી રચના આપી છે તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કવિઓ મકરંદ દવે અને રાજેન્દ્ર શાહ જેવા સર્જકોએ પણ પોતાની કૃતિમાં આત્મચિંતન કર્યું છે. આવી આત્મલક્ષી રચનાઓનાં રસદર્શન-વિવેચનનું અવગાહન કરવાથી કર્મનિર્જરાનો માર્ગ સહજ બને છે અને આત્મોત્થાનની નવી દિશા સાંપડે છે. ૨૫ ૨૬. Page #19 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999 સરનામું મેળવે છે. મન માનવીને સદૈવ બાહ્ય પ્રતિ દોડાવે છે. સ્વપ્ન એ બહારની વસ્તુ છે અને એને સિદ્ધ કરવા માટેની દોડ એ માયા છે. માયાને કારણે બહાર દોડધામ કરતા માણસને જીવનની કોઈ ઘડીએ એવો ખયાલ નથી આવતો કે એની આખી દોટ અવળી ચાલે છે. એને જવાનું હતું ભીતરમાં અને ગયો, ચાલ્યો, દોડયો, પડવો, આથડચો, પછડાયો બહાર તરફ. પામવાની હતી ભીતરની આધ્યાત્મિકતાને અને પામ્યો બાહ્યની ભૌતિકતાને. એની બહારની દોડે એને આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ડૂબાડેલો રાખ્યો, પરંતુ આ સઘળું થયું શા માટે ? એને માટે અન્ય કોઈ દોષિત નથી, કિંતુ વ્યક્તિ પોતે જ દોષિત છે. વ્યક્તિ પોતાને કારણે જ પોતાના જીવનમાં સૌથી વધુ દુ:ખી થતી હોય છે. ભીતરના અંધાપાનું નામ છે માયા. આ માયા અતિછલનામથી છે. એનું કોઈ એક રૂપ નથી, એની કોઈ એક માગ નથી કે એની કોઈ એક ઓળખ નથી. તમારું મન જેની તૃષ્ણા સેવે, તેવો આકાર ધારણ કરે છે. તમારા ચિત્તની ઇચ્છા એ એનો ચહેરો રચે છે અને તમારી કલ્પના પ્રમાણે રૂપ લે છે. આવી અનેક વેષધારી, બહુરૂપી માયામાં જીવતા માનવીને પળની પણ નિરાંત નથી અને છતાં અધ્યાત્મની દૃષ્ટિએ એ કશું પ્રાપ્ત કરતો નથી, કારણકે માયા એ તો વ્યક્તિએ પોતાના મનમાં સર્જેલું સ્વપ્ન છે. માયા એ એની મીઠી ધારણા છે અને માયા એ નવનવ રૂપધારિણી કલ્પના છે. આ માયા કોઈ નિશ્ચિત રૂપ, સ્પષ્ટ આકાર કે કોઈ પદાર્થ નથી. એ માણસને બહાર દોડાવે રાખે છે. આથી જ કબીરસાહેબ એમની આગવી છટાથી કહે છે, ‘આ મોહિની માયાએ તો ભલભલા બુદ્ધિમાનોને મોહમાં નાખ્યા છે. કોઈ એ માયાથી થોડાઘણા લપેટાય, તોપણ એમાંથી બચી શકતા નથી. એનાથી ઊગરી શકતા નથી. એ તો પ્રલોભનના ધનુષ પર લોભનું બાણ ચડાવીને માણસને ભટકાવે છે. માયા કલ્યાણમાર્ગનો સૌથી મોટો અવરોધ છે.' સંત કબીરે માયાનું રૂપ આલેખતાં એમની માર્મિક વાણીમાં કહ્યું. માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર ! આશા તૃષ્ણા ન મુઇ, યોં કથિ કહૈ કબીર ” ‘માયાનું રૂપ કેવું છે ? શરીર વારંવાર મૃત્યુ પામતું રહ્યું, તોપણ માયા કે મન મળ્યાં નહીં અને આશા-તૃષ્ણા પણ સમાપ્ત થઈ નહીં.' જ્યાં સુધી વ્યક્તિ માયા, મન, મોહ અને તૃષ્ણાથી ઘેરાયેલી છે, ત્યાં યોં કવિ કહૈ કબીર” a પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સહુ દસ દિશાઓને સારી પેઠે જાણે છે. ચારેબાજુની આઠ દિશાઓ અને પછી ઉપર અને નીચે - એમ કુલ મળીને દસ દિશાઓ થાય. માનવી મહદ્અંશે એનું જીવન આ દસે દિશાઓ તરફની અહીં-તહીં દોડધામમાં વ્યતીત કરે છે, પરંતુ એ અગિયારમી દિશાથી અજ્ઞાત છે. આ અગિયારમી દિશા એ પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બાજ નથી. એ માનવીની ઉપર કે માનવીની નીચે આવેલી નથી. આ અગિયારમી દિશા એના ભીતરમાં છે. જીવન આખું સમાપ્ત થઈ જાય અને છતાં એ આ દસ દિશાઓમાં અહીંતહીં ભ્રમણ કરતો ઘૂમતો રહે છે. બહાર ભ્રમણ કરવાથી બાહ્ય ચીજ-વસ્તુ કે ભૌતિક પદાર્થની પ્રાપ્તિ થાય છે, ભીતરની અગિયારમી દિશામાં જવાથી એ સ્વયંનું ૨૭ - ૨૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સુધી એની દોડ ચોપાસની દસ દિશાઓ ભણી હોય છે. એની આગિયારમી દિશા, જે ભીતરમાં આવેલી છે, તે ખૂલતી નથી. માનવીને દસે દિશામાં દોડાવનારી માયાને સંત કબીરે અંધારી રાત કહી છે, તો વળી ક્યાંક શાકિની અને ડાકિની તરીકે વર્ણવી છે. એને મનુષ્યરૂપી પતંગિયાનો નાશ કરનારી દીપકની ઝાળ કહી છે, તો સમગ્ર સંસારને પેદા કરનારી ઠગીની કહી છે. આવી માયાનું ક્ષણિક સુખ ચાર દિવસનું હોવા છતાં માણસ એને પામવા, પકડવા માટે એની પાછળ દોડે છે. માણસને સપનાની જેમ રાજ્ય, ધન વગેરે મળ્યું છે, પણ એ જતાં શી વાર લાગવાની ? સંત કબીરને મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. જો માનવી મોહ કરે જ નહીં, તો એને કોઈ પણ ચીજવસ્તુઓની માયા જાગશે નહીં. આથી જ્યારે એ મોહ કરે, ત્યારે માયા જાગે છે અને પછી એ અજાગૃત હોવાને કારણે એને ધન, સંપત્તિ, કીર્તિ અને જમીન-મકાન સહનો મોહ જાગે છે અને એને કારણે અનર્થ આચરે છે. વળી બને છે એવું કે આ મોહિની માયાને પ્રાપ્ત કરવાના લોભમાં માણસ દોડે છે ખરો, પરંતુ એની ઇચ્છા પ્રમાણે કશું પામતો નથી. એણે ધાર્યા હોય છે તે ભોગ પ્રાપ્ત થતા નથી અને એ બિચારો અધૂરપ અને અતૃપ્તિમાં જ સળગતો રહી જીવન પૂર્ણ કરે છે. સંત કબીર સતત એ ભેદ બતાવે છે કે, માયા તરફ મુખ રાખનાર અને માયાથી વિમુખ રહેનાર બંનેની પ્રકૃતિ અને પરિણામ જુદાં છે. એમના મતે માયા અને છાયા સમાન હોવા છતાં બહુ વિરલ માણસો જ એને સમજતા હોય છે. એ કહે છે કે માયા તો એવી છે કે જે એના તરફ પીઠ રાખે છે, એની પાછળ પાછળ આવે છે, અર્થાત્ માયા પ્રત્યે બેપરવા હોય, તેને બધું પ્રાપ્ત થાય છે અને જે માયાના પડછાયાની પાછળ અહર્નિશ ચાલતા હોય છે, તેની આગળ ને આગળ ભાગતી માયા માનવીને દોડાવતી હોય છે. અંધારી રાત જેવી માયાને કારણે મોહ અને લોભમાં નિદ્રાધીન થયેલા લોકોની કામ અને ક્રોધ જેવા ડાકુઓ દ્વારા લુંટ ચલાવે છે. સંત કબીર એથીય આગળ વધીને કહે છે કે, આ માયા એ તો સૂકાં હાડકાંના ઢગલા જેવી છે અને લોભી મનુષ્ય એ શિયાળ કે કૂતરા જેવો છે. જેમ સૂકાં હાડકાંને પ્રાણીઓ સામસામે > ૨૯ ૦ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 ખેંચે છે, એ જ રીતે માયાગ્રસ્ત માનવી પોતાની તરફ વસ્તુઓને ખેંચતાં ખેંચતાં મરણને શરણ થાય છે. માનવદેહ મૃત્યુ પામે છે, કિંતુ એનું મન, આશા, તૃષ્ણા કે માયા એ સાથે મૃત્યુ પામતાં નથી, આથી કટના ઉત્પત્તિસ્થાન જેવી માયા એક અર્થમાં ત્રણ શાખાઓવાળું વૃક્ષ છે અને એ શાખાઓનું નામ છે શોક, દુઃખ અને સંતાપ. આ શાખાઓ વિકસતા માનવીને સ્વપ્નમાં પણ શીતળતા સાંપડતી નથી અને અંતે એને એના ફળરૂપે નિરાશા અને દુઃખ મળે છે. - સંત કબીરે દર્શાવ્યું કે મનુષ્યને આકર્ષક લાગતા ભોગો એ હકીકતમાં પતનકારી છે અને કડવો લાગતો ત્યાગ એ વાસ્તવમાં કલ્યાણકારી છે. એક સુંદર દૃષ્ટાંત દ્વારા તેઓ કહે છે કે સહુને મીઠાઇ ખાવાનું મન થાય છે, પરંતુ એ મીઠાઈ શરીરમાં રોગ પેદા કરનારા ઝેર સમાન હોય છે. જ્યારે લોકો લીમડો વાટીને પીતા નથી કે જેનાથી બધા રોગ દૂર થઈ જાય છે. આ રીતે માયાના ક્ષણભંગુર સુખમાં જગત નિમગ્ન રહે છે. જ્યાં મોહ જાય છે, ત્યાં માયા સદા હાજરાહજૂર થઈ જાય છે. માયાના આ સ્વરૂપને સવાંગી રીતે દર્શાવતાં સંત કબીર કહે છે, ‘મન તે માયા ઊપજે, માયા તિરગુણ રૂપ, પૌંચ તત્ત્વ કે મેલ મેં, બાંધે સકલ સરૂપ.' આનો અર્થ એ કે મનના મોહમાંથી જ માયા જાગે છે. એ મનથી ઉત્પન્ન થાય છે અને એમાં સત્, રજ અને તમ્ - એ ત્રણેય ભેગાં થયેલાં હોય છે. પૃથ્વી, જળ વગેરે જળતત્ત્વોના મેળમાં જ મનોમય માયાએ સંપૂર્ણ શરીરોનું નિર્માણ કરી રાખ્યું છે. માયામાંથી મુક્તિ મેળવવાના ઉપાયરૂપે સંત કબીર સારણને બતાવે છે. જ્યાં સંતો વારંવાર ભ્રમણ કરતા આવતા હોય, ત્યાં માયા આવી શકતી નથી. આ રીતે માયાનું સ્વરૂપ દર્શાવીને દસ દિશામાં ઘૂમતા માણસને અગિયારમી દિશા વિશે જિકર કરી. આ અગિયારમી દિશાનાં દ્વાર ખૂલે કઈ રીતે ? બાહ્ય જગતની દશે દિશાઓની દોડમાં એ પદાર્થને શોધે છે, જ્યારે અગિયારમી દિશાની શોધમાં એ પરમાત્માને શોધે છે. બાહ્ય માયા ત્યજીને એ મોહની ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈને ભીતર ભણી જાય છે, ત્યારે એની સુષુપ્તિ ચાલી જાય છે અને સહજતાથી આત્મબોધ જાગે છે. - ૩૦ - Page #21 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આને સચોટ દૃષ્ટાંતથી દર્શાવતાં સંત કબીર કહે છે કે, જેમ જળની વચ્ચે કમળ હોય છે અને કમળની વચ્ચે કળીઓ હોય છે અને કળીઓની વચ્ચે ભમરો નિવાસ કરે છે, એ જ રીતે આપણા દેહમાં હૃદય છે, એ હૃદયમાં વૃત્તિઓનો વાસ છે અને વૃત્તિઓમાં આત્મા નિવાસ કરે છે. આ આત્મા આમ તો બાદશાહ જેવો છે. સ્વામી જેવો અતિસમર્થ છે. માત્ર અફ્સોસ એ વાતનો છે કે એ પોતાના મનનો ગુલામ થઈને અન્યત્ર ભટકે છે. સંત કબીરની વિચારધારાનો સાર એટલો જ છે કે બહાર સુખબોધ છે અને ભીતર આત્મબોધ છે. સંત કબીર આત્મબોધને શ્રેષ્ઠ માને છે. સર્વ સાધનાનો હેતુ એટલો જ છે કે માનવીની ભીતરમાં રહેલા એ આત્મબોધને જાગ્રત કરવો. આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધ એ ત્રણ ઘટક છે. આત્મખોજ સાથે એક શોધ જોડાયેલી છે. બહારની દુનિયામાંથી નીકળીને સાધક ભીતરની દુનિયામાં એની ખોજ શરૂ કરે છે. એને જે શોધે છે, તે એને પામે છે. બીજું આત્મજ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન. આમાં સાધકને જ્ઞાનપ્રાપ્તિ થાય છે, જ્યારે સંત કબીર જેને બોધ કહે છે એ તો પરમજાગૃતિ છે. આવો આત્મબોધ હોય નહીં, તો ભીતર કદી જાગે નહીં. ભીતરના સ્વરૂપની ઓળખ આપતાં સંત કબીર કહે છે કે, ભીતર બે પ્રકારનું હોય છે. એક ભીતર સ્વપ્નમાં ડૂબેલું હોય છે અને બીજું ભીતર સત્યમાં વસેલું હોય છે. એક ભીતરમાં તમે સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નદર્શનમાં સમગ્ર જિંદગી પસાર કરી શકો છો, તો એ જ ભીતરમાં તમે જાગૃતિ આણીને આત્મબોધ પ્રાપ્ત કરો છો. ભીતરમાં બંને પ્રકારની ક્ષમતા છે. એક તમને જીવનભર બાહરી માયામાં ડૂબેલા રાખે અને બીજી તમારા જીવનમાં જાગૃતિ પ્રગટ કરે. બાહ્ય દોટ આત્મરોગી બનાવે છે, અંતરની યાત્રા આત્મબોધિ સર્જે છે. સ્વામી રામતીર્થે હ્યું છે, ‘જ્યારે તમે બહારની વસ્તુઓને પકડવા કે પોતાની કરવા ઇચ્છો છો, ત્યારે તે ઠગારી બની તમારા હાથમાંથી ચાલી જાય છે, પણ જો એ અંગે ઉપેક્ષા રાખશો અને પ્રકાશસ્વરૂપ પોતાના આત્મા તરફ મુખ કરશો, તો એ જ ક્ષણથી પરમકલ્યાણકારક અવસ્થા તમારી શોધ કરશે.' આ રીતે જો આત્મબોધના અભાવે સાધક તો ઠીક, કિંતુ યતિ, સતી અને સંન્યાસી પણ ખોટા માર્ગે દોડે છે. ખરી જરૂર ભીતરની જાગૃતિની છે, કારણકે પરમાત્મા ભીતરમાં વસે છે. જો એને બહાર શોધવા જશો, તો પરમાત્મા તો ૩૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C પ્રાપ્ત થશે નહીં, બલકે તમે સ્વયં ખોવાઈ જશો. આ ભીતરની શોધ છે. ‘માંહ્યલા’ના જાગરણની આ વાત છે. સંત કબીર સાત ગાંઠની વાત કરે છે. પાંચો ઇન્દ્રિય છઠાં મન, સત સંગત સૂર્યંત, કહૈ કબીર જમ ક્યા કરે, સાતો ગાંઠિ નિચિંત. આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને આમ આ છને જેણે સાતમા સત્યચેતન સ્વરૂપમાં જોડી દીધાં છે, એવા સ્વરૂપરત વિવેકીને મન-વાસનારૂપી યમરાજ શું કરશે ? અર્થાત્ તેઓ મનોજયી હોય છે અને તેથી એ યથાર્થ આત્મબોધ પામી શકે છે. સાધકને સ્વ-રૂપની ઓળખ નહીં હોય, તો અજ્ઞાનને કારણે પરોક્ષ અને પ્રત્યક્ષ બાબતોમાં એ એની શોધ કરતો રહેશે. આ પરોક્ષ બાબતો એટલે સંત કબીરના મતે કલ્પિત ઈશ્વરાદિ બાબતો. એમણે બતાવ્યું કે માણસે કેવીકેવી કલ્પનાઓથી ઈશ્વરને મઢી દીધો છે. ઈશ્વર વિશેની પૌરાણિક કથાઓમાં આલેખાયેલાં એમનાં આચરણને જોઈએ તો આપણને આઘાત લાગે! તો શું એને ઈશ્વર માની શકીએ ? આથી જ સ્વ-રૂપના જ્ઞાનના અભાવે આપણે પરોક્ષ બાબતોમાં પરમાત્માની નિષ્ફળ શોધ કરીએ છીએ, જ્યારે કેટલાક જડમાં એની શોધ કરે છે, અર્થાત્ મૂર્તિપૂજા કરે છે. સંત કબીર આ બંને બાબતોનો છેદ ઉડાડે છે અને કહે છે કે, સાધકને યથાર્થ સ્વ-રૂપજ્ઞાન નહીં હોવાને કારણે એ મથુરા, કાશી, કાબામાં ભટકે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી છે, એમાંથી જ સુગંધ આવતી હોય છે, પરંતુ એ આ સુગંધની શોધ માટે વનવનમાં ઉદાસ બનીને ફરે છે. પૂર્ણકામ, પૂર્ણતૃપ્ત અને પૂર્ણસંતુષ્ટ સ્વરૂપ આત્મા હુંજ છું એવી સમજના અભાવે માણસ સંસારસુખ પામવા માટે આમતેમ ભટકે છે. સંત કબીર એ વાત પર મહત્ત્વ આપે છે કે, માત્ર ત્યાગ કરવો તે પૂરતું નથી, પરંતુ આત્મબોધ જરૂરી છે. આત્મબોધ એટલે દેહમાં વસતા પરમધન એવા ચેતનઆત્માની જાણ. સંત કબીર ઉલ્લાસભેર કહે છે કે, તમારાં સુખની સર્વ સામગ્રી તમારી પાસે છે. જો તમારી જાતને તમે વશ કરી કશો તો તમારા શરીરની ભીતરમાં જ પુષ્પો અને વૃક્ષોથી મઘમઘતો અને ફૂલેલો-ફાલેલો બાગ બગીચો છે અને એ બાગબગીચામાં એનો સર્જનહાર વસે છે. એમાં જ સાત સમુદ્ર અને અસંખ્ય તારાઓ છે. એમાં જ હીરા અને મોતી છે એને એમાં જ ૩ર Page #22 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 એનો પારખું વસે છે. આ આત્મદેવને માનવી ભૂલી જાય છે. જે પોતાની ભીતરમાં છે એને ભૂલીને બહાર પ્રાપ્તિ માટે ઉધમાત કરે છે. જ્યારે ભીતરમાં રહેલા આત્મબોધના ગુરુસિંહાસને વિવેક બેઠો છે, આથી શરીર નષ્ટ થાય છે, પણ આત્મદેવ નષ્ટ થતો નથી. એ હકીકતમાં તો હાજરાહજૂર છે. આત્મદેવની ઓળખ આપતી વખતે સંત કબીર બાહ્યાચારો પર પ્રહાર કરે છે. એ કહે છે કે, આમ ભક્તિનાં ગીતો ગાવાથી, ધર્મકથાઓનું શ્રવણ કરવાથી, શાસ્ત્રગ્રંથો વાંચવાથી અથવા તો સંધ્યા કે તર્પણ જેવી ક્રિયાઓ કરવાથી તમને કશું મળશે નહીં. ગમે તેટલું તીર્થાટન કરો, તોપણ કશું વળવાનું નથી. આ સગળાં ક્રિયાકાંડો, બાહ્યાચારો કે બાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી કશું નહીં વળે, લાંબીલાંબી જટા વધારવી, આખા શરીરે રાખ ચોળવી, માથે મુંડન કરાવવું, માટી-પથ્થરના પિંડને પૂજવો કે માત્ર ફળાહાર કરવો – એ બધી તો બાહ્ય બાબતો છે. ભીતર સાથે એને કોઈ લેવાદેવા નથી. આમ કરવા જનાર આત્મદેવને ઓળખી શકતો નથી અને આત્મલીનતા પામી શકતો નથી. ‘કબીર’ શબ્દનો અર્થ છે ‘મહાન’, પરંતુ સંત કબીરના (ઈ.સ. ૧૪૪૦થી ૧૫૧૮) ગહન તત્ત્વજ્ઞાનના બોધને પૂર્ણરૂપે સમજવાનું અને પામવાનું આટલા સૈકા પછી પણ હજી બાકી છે. સંત કબીરને સદ્ગુરુનાં મહિમા કે અંધશ્રદ્ધાના વિરોધને માટે વિશેષે યાદ કરાય છે, પરંતુ ભારતીય પરંપરાના એક મહાન તત્ત્વજ્ઞાની તરીકે પામવાનો કવચિત્ જ પ્રયાસ થયો છે. આનું કારણ એ છે કે સંત કબીરના ‘બીજક'માં આ ગહન અનુભવ અત્યંત લાઘવથી આલેખાયો છે, આથી સાધક સંત કબીરના ગહન અનુભવ પાસે જાય, ત્યારે સૌપ્રથમ તો એણે એનાં શબ્દ, અર્થ અને ઉપમાને પામવાના હોય છે અને પછી એની ભીતરમાં રહેલા તત્ત્વજ્ઞાનને અનુભવવાનું હોય છે. નાળિયેરની ઉપરનું કઠણ કોચલું તોડીએ પછી જેમ નાળિયેરનું સ્વાદિષ્ટ મીઠું-મધુરું જળ પ્રાપ્ત થાય, એ જ રીતે સંત કબીરની ‘બિરહુલી’માં પ્રગટતું તત્ત્વજ્ઞાન પામવાને માટે જિજ્ઞાસુએ, સાધકે પ્રબળ જ્ઞાનપુરુષાર્થ કરવો પડે છે. આખુંય આકાશ આંખામાં ભરી લઈને વિરાટનો ભેદ ઉકેલતા હોય તેમ સંત કબીર વિરચિત ‘બીજક’માં અંધશ્રદ્ધામાં ઘેરાયેલા સમાજને ચાબખા મારવાથી માંડીને ધ્યાન, યોગ અને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાનાં દર્શન થાય છે. ભારતીય પરંપરામાં સંત કબીર એક એવા સંત છે કે જે રમતાંરમતાં, ક્યારેક હસતાંહસતાં 33 SO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000 કે પછી કોઈ ઘરગથ્થુ દૃષ્ટાંત આપીને નગહન સત્યનું પ્રાગટચ કરતા હોય છે. વળી સરળ અને સુગમ શબ્દો પ્રયોજીને એ અગમને પકડે છે. સંત કબીરના ‘બીજક’નું નવમું પ્રકરણ છે ‘બિરહુલી’ અને આ બિરહુલી એટલે શું ? ‘બિરહુલી’ એટલે વિરહિણી, પણ એ વિરહી કેવો ? સામાન્ય રીતે તો ‘બિરહુલા’નો અર્થ ‘સાપ’ અને બિરહુલીનો અર્થ ‘સાપણ' થાય છે, પણ અહીં તો ‘બિરહુલી’ શબ્દ એ વિરહરૂપી સાપ દ્વારા દંશ પામવાને કારણે પીડિત એવા વિરહી ભક્તને માટે છે. આ વિરહી ભક્ત સ્વયં પરમાત્માની ખોજમાં નીકળ્યો છે. એના વિયોગથી અતિપીડિત છે. એની પીડાના દર્દને એ વારંવાર વર્ણવે છે ! ક્યારેક એ વિરહની વેદનામાં પરમાત્માને આજીજી કરે છે, તો ક્યારેક પરમાત્માની પ્રાપ્તિ કાજે પુષ્કળ આક્રંદ કરે છે. આત્માએ કોઈ વિરહિણી પ્રિયતમાની માફ્ક પ્રિયતમ પરમાત્માને મેળવવા માટે ઠેરઠેર ભટકવાનું નથી, એને બહારના જગતમાં દોડવાનું નથી, કારણકે ભીતરમાં રહેલા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બાહ્ય દોડ વ્યર્થ છે. ભીતરમાં વસતો પરમાત્મા ક્યાંથી તમને બહાર મળવાનો છે ? પરમાત્માના વિયોગની વાતો કરનારા એક ભ્રમરચિત વિશ્વમાં વસે છે. એને પોકારીપોકારીને બોલાવનારા હવાઈ કલ્પનામાં રાચે છે. એને માટે જાણે તરફડતા હોય એમ જીવનારા વિલાપ અને પ્રલાપભર્યું મિથ્યા જીવન જીવે છે. કારણ શું ? કારણ એટલું જ કે વ્યક્તિ સ્વ-રૂપને સમજવાને બદલે બાહ્ય જગતમાં ભટકે છે, પરપદાર્થોમાં રુચિ ધરાવે છે અને તેને પરિણામે એ નિજ સ્વરૂપથી દૂર ને દૂર જતો જાય છે. હકીકતમાં આત્મામાં જ પરમાત્મા છુપાયેલો હોવાથી પહેલી વાત તો એ છે કે બહાર કશી શોધ કરવાની જરૂર નથી. જેની શોધ કરવાની ન હોય, તેનો વિરહ ક્યાંથી સંભવે ? જે તમારી નિકટમાં, ભીતરમાં વસે છે, એને કઈ રીતે બહાર હોવાનું માનીને કે દૂર ગયેલો ગણીને એનો વિયોગ કે વિરહ અનુભવી શકાય ? સંત કબીર એમની ‘બિરહુલી'માં વેદનાથી તરફ્તતા અને પરમાત્માની પ્રાપ્તિ માટે વિરહની અવસ્થા દાખવતા ભક્તની ભક્તિની વ્યર્થતા બતાવે છે. જ્યાં સુધી બાહ્ય જગત અને બાહ્ય પદાર્થોમાં વ્યક્તિનું ચિત્ત લીન છે, ત્યાં સુધી એને પોતાની આંતરિક શક્તિ કે આંતરિક તત્ત્વનો કોઈ અહેસાસ થતો નથી. માનવીએ સ્પષ્ટરૂપે સમજવું જોઈએ કે બાહ્ય જગત એને કશું આપી શકે એમ નથી. સ્વપ્ન પાસેથી ૩૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000 શું મળે ? એ બહાર ગમે તેટલું ભટકશે, તોપણ એને પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. એ બદલે એણે નિજસ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ સ્વરૂપ છે કેવું ? આ સ્વરૂપ સ્વયં પૂર્ણકામ છે, એમાં જ પરમાત્મા વસેલો છે. આવા સ્વરૂપનો ખયાલ આપતાં સંત કબીરે કહે છે, *આદિ અંત નહિ હોતે બિરહુલી । નહિ જર પલ્લવ ડાર બિરહુલી ||૧|| નિશિ-બાસર નહિ હોતે બિરહુલી । પૌન પાનિ નહિ મૂલ બિરહુલી ॥૨॥ સંત કબીર જીવને ઉદ્દેશીને કહે છે કે તારો કોઈ આદિ કે અંત નથી. તારી ક્યારેય શરૂઆત થઈ નથી અને તારો ક્યારેય અંત આવવાનો નથી. તું શાશ્વત છે અને શાશ્વત રહીશ. તું અનાદિ અને અનંત છે. તારું કોઈ બીજું મૂળ નથી અને તું પણ કોઈ બીજાનું મૂળ નથી. નથી કોઈ તારી શાખા કે નથી કૂંપળો. આ રીતે સંત કબીરના કહેવા પ્રમાણે તારામાં જ સઘળું સમાયેલું છે. તું જ અનાદિ અને અનંત છે, અજર અને અમર છે, નિત્ય અને શુદ્ધ-બુદ્ધ છે. રાત (નિશિ), દિવસ (બાસર), પવન (પૌન), પાણી (પાનિ) તથા બીજ (મૂલ) કોઈ જ તારા સ્વરૂપમાં નથી. દેહ અને ઇન્દ્રિય નાશવંત અને ચંચળ છે. એને કારણે જ વ્યક્તિને રાત અને દિવસનો બંધ થાય છે, પરંતુ શુદ્ધ ચેતન સાથે આ મન કે ઇન્દ્રિયને કોઈ સબંધ નથી. કારણ શું? શું સાધકને રાત-દિવસ હોતાં નથી ? શું સાધકને પવન, પાણીનો ખયાલ આવતો નથી ? શું સાધક સંસારની વસ્તુઓને જોતો નથી ? સંત કબીરના કહેવા પ્રમાણે નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધકને આવો કોઈ બાહ્યાનુભવ હોતો નથી. એ તો શુદ્ધ ચેતનમાં રાત-દિવસ વસતો હોય છે. સંત કબીર પહેલી પંક્તિમાં અજર, અમર અને અખંડ એવા આત્માની વાત કરે છે અને પછી એ કહે છે કે જ્યારે આત્મા ભીતરમાં જ હોય, ત્યારે વ્યક્તિ કઈ રીતે એનાથી વિખૂટો પડી શકે? આત્મા એની અંદર જ વસતો હોય, તો પછી બીજી ભૌતિક ચીજવસ્તુઓ શોધવાની એને જરૂર શી ? હકીકતમાં જીવે વિરહ કરવાની કોઈ જરૂર નથી, કારણકે એનો આત્મા એનાથી વિખૂટો પડચો નથી અને એ અખંડ ચેતન સ્વરૂપ આત્મજ્યોતિ સંદૈવ પ્રજ્વલિત હોય છે. આત્મા શાશ્વતરૂપે તમારી ભીતરમાં જ બેઠો છે અને સંત કબીરના કહેવા પ્રમાણે તો સઘળી યોગપ્રક્રિયાઓ આ સ્વરૂપને પામવા માટેની પ્રક્રિયા છે. જ્ઞાનીઓ પણ આત્માને પરમાત્માથી ભિન્ન જોતા નથી અને જેમણે એને 34 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C ભિન્ન જોવાની કોશિશ કરી, એમણે પણ અંતે તો આત્મામાં જ પરમાત્માને દર્શાવ્યા છે. જેમને નિજ સ્વરૂપની સાચી ઓળખ નથી, એ પોતાના નિજ ભાવમાં રહી શકતા નથી. બહાર પોતાના સ્વરૂપની ઓળખ માટે જ જનાર વ્યક્તિ અહીં-તહીં ભટકે છે અને કશું પામતો નથી. સંત કબીરની પ્રત્યેક પંક્તિમાં એક વિચાર આલેખાય છે. સામાન્ય રીતે કોઈ પદમાં ભક્તકવિ એક જ ભાવ આલેખતો હોય છે, કાં તો એ પ્રભુમિલનનો આનંદ પ્રગટ કરતો હોય છે અથવા તો પ્રભુવિરહનો તરફડાટ દર્શાવતો હોય છે, પરંતુ જ્ઞાનના પરમઆરાધક કબીર પાસે પ્રત્યેક પંક્તિ એ એના આગવા મર્મ, અર્થ અને અનુભવ સાથે પ્રગટ થાય છે. આથી પછીની પંક્તિ ‘માસ આસારે શીતલ બિરહુલી, બોઈનિ સાતોં બીજ બિરહુલી'માં કહે છે કે ગરમી પછી અષાઢ મહિનામાં વર્ષાનો પ્રારંભ થાય છે અને જમીન પોચી અને શીતળ થતાં ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. એવી જ રીતે અન્ય યોનિઓમાં જન્મ્યા પછી જીવ જ્યારે મનુષ્યશરીરમાં આવે છે ત્યારે કર્મોનાં બી વાવે છે. અહીં સંત કબીર માનવીના જીવનમાં થતી કર્મોની વાવણી અંગે વાત કરે છે. એ દર્શાવે છે કે પાંચેય વિષયમાં અહંકાર કે આસક્તિ રાખવાથી કર્મબીજ જન્મે છે અને આને પરિણામે શબ્દ, સ્પર્શ રૂપ, રસ, ગંધ, મન અને અહંકાર એ સાતેય બાબતો કર્મબીજ બની જાય છે. જ્યાં સુધી આ જડ અને ભૌતિક વિશ્વમાં માનવી જીવતો હોય છે ત્યાં સુધી એને પાંચેય વિષયોમાં સુખ લાગે છે. એની આવી સુખની માન્યતા અને એમાં વળી અહંકારનું ઉમેરણ એને માટે સંપૂર્ણ કર્મબંધન બને છે અને આને કારણે વ્યક્તિ પાંચેય વિષયો ઉપરાંત મન અને અહંકાર જેવાં કર્મબીજ જીવની ધરતી પર નાખે છે. આ રીતે સંત કબીર એમની આ ‘બિરહુલી’માં એમની આગવી કલ્પના અને વિશિષ્ટ આલેખન રીતિથી સ્વ-રૂપની ઓળખ આપે છે. માનવી કર્મમાં ફ્લાય છે. એ નવાંનવાં બંધનોમાં વૃદ્ધિ કરીને કર્મોનો વિસ્તાર થતાં એનું સંસારવૃક્ષ ચોતરફ એટલું બધું ફેલાઈ જાય છે કે એનાથી એના ત્રણેય લોક છવાઈ જાય છે. આ ત્રણ લોક એટલે શું? આ ત્રણ લોક એટલે મન, વાણી અને ઇન્દ્રિય. સંત કબીરના મતે જીવના આ ત્રણ લોક છે અને કર્મીજીવોના આ ત્રણેય લોક આ કર્મબંધનોથી છવાઈ જાય છે. સંસારમાં ડૂબેલો જીવ પોતાના રાગ-દ્વેષ દ્વારા 39 Page #24 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 વધુ ને વધુ કર્મો પેદા કરે છે માનવીની આવી પરિસ્થિતિ દર્શાવતાં સંત કબીર અમની પ્રથમ ‘બિરહુલી'માં માર્મિક રીતે કહે છે નિત ગોૐ નિત સીંચેં બિરહુલી, નિત નવ પલ્લવ ડાર બિરહુલી. એટલે કે જેમ ખેતરમાં બીજ નાખીને છોડ થઈ ગયા બાદ ખેડૂત પાકને ખોદે (ગોંડે) છે, એને પાણી પાય છે, એની સંભાળ લે છે, એ જ રીતે સંસારમાં ખૂંપેલો માનવી રાગદ્વેષ દ્વારા એનાં કર્મના પાકને ખોદતો રહે છે, પાણી પાતો રહે છે અને પરિણામે એના સંસારવૃક્ષમાં નિત્ય નવીનવી ડાળીઓ ફૂટતી હોય છે. કર્મની લીલા દર્શાવી માનવી કઈ રીતે પોતાનાં કર્મો બાંધીને સમગ્ર જીવનને બદબાદ કરે છે તે દર્શાવે છે. સંત કબીર એક વૃક્ષની ઉપમા દ્વારા આ દર્શાવે છે. એમના કહેવા પ્રમાણે આ કર્મના વૃક્ષમાં એક પ્રસિદ્ધ ફૂલ ખીલે છે, જેને એષણા કે વાસના કહેવામાં આવે છે. જ્યાં સુધી વ્યક્તિ આ જગતમાં છે, ત્યાં સુધી એના મનમાં એષણા કે વાસના સતત કાર્યરત હોય છે. વળી બીજાં પ્રાણીઓ કરતાં માનવીની વાસના વિશેષ પ્રબળ હોય છે અને માનવી જુદાજુદા પ્રકારની એષણાથી ઘેરાઈ જાય છે. એની પાછળ આંધળી દોટ મૂકે છે. એની એષણા એનાં મન, વાણી અને ઇન્દ્રિયો સઘળાંની આસપાસ વીંટળાઈ વળીને એને બાંધી દે છે. કોઈ વ્યક્તિ નિઃસંતાન હોય, તો એને પુત્રની એષણા હોય છે, એને જીવનમાં ગમે તેટલી સુખ, સમૃદ્ધિ કે સત્તા મળી હોય, તોપણ સંતાન વિના સઘળું સુખ ધૂળ બરાબર લાગતું હોય છે, કારણકે એષણા એના મનમાં નિઃસંતાન હોવાનો એવો વસવસો જગાવે છે કે જીવનની બીજી કોઈ બાબત વિશે એ લેશમાત્ર વિચાર કરતો નથી. એવી જ રીતે કેટલીક વ્યક્તિઓમાં વિત્તેષણા હોય છે. એ રાત-દિવસ ધનને માટે દોડતી હોય છે. ધન એ એના ખિસ્સા પર રહેવાને બદલે એના હૃદય પર વસતું હોય છે. એ અહર્નિશ ધનપ્રાપ્તિના વિચારો કરતો હોય છે અને ધન એ જ એના જીવનનાં સર્વ કાર્યોનું કેન્દ્ર બની રહે છે. આવી વ્યક્તિ લક્ષ્મીપતિ નહીં, બલકે લક્ષ્મીદાસ બની જાય છે અને લક્ષ્મી જ્યાં દોડાવે ત્યાં બીજું બધું ભૂલીને દોડતો રહે છે. વ્યક્તિમાં ત્રીજી ઇચ્છા એ લોંકણા છે. એને આ લોકમાં પ્રસિદ્ધિ પામવાની તીવ્ર ઇચ્છા હોય છે અને આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ કોઈ પણ અવળો ૩૭ PS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©© માર્ગ અપનાવતા અચકાતો નથી. માણસ આ એષણાનો ગુલામ બની જાય છે અને તેથી એના મનમાં એની અતૃપ્તિ છવાઈ જાય છે. આને સંત કબીર એક માર્મિક પંક્તિથી દર્શાવતાં કહે છે, ફૂલ એક ભલ ફૂલલ બિરહુલી, ફૂલિ રહલ સંસાર બિરહુલી. સંત કબીર કહે છે કે કર્મના વૃક્ષ પર એક ફૂલ ખીલે છે. એ એષણાનું ફૂલ સંસારી વ્યક્તિમાં સંદૈવ વસતું હોય છે. આ રીતે મનુષ્ય એને બંધનરૂપ બનતાં સાત કર્મબીજ એ ધરતીમાં વાવતો જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન તથા અહંકાર એ સાત બીજ છે. એ પોતાના જીવનરૂપી ખેતરમાં એને નાખીને જેમ બીજને પાણી પાવામાં આવે છે અને એની આસપાસની જમીનને ખોદે છે, એ રીતે પોતાના રાગદ્વેષ વગેરેથી સંસારી જીવ એ કર્મબીજના પાકને ગોડે છે, પાણી પાય છે અને ધીરેધીરે આ બીજમાંથી મન, વચન અને ઇન્દ્રિય પર છવાઈ જતું સંસારવૃક્ષ ઊગે છે અને તે વૃક્ષ પર એષણા નામનું ફૂલ ખીલે છે. વ્યક્તિના મનરૂપી ઉપવનમાં ત્રણેય પ્રકારની એષણાનાં ફૂલ ખીલતાં હોય છે. આ રાગદ્વેષને દૂર કઈ રીતે કરવા ? મન, અહંકાર જેવાં સાત બીજથી થતાં કર્મબંધનોનું નિવારણ કરવું કઈ રીતે ? એષણાઓનો કઈ રીતે અંત આણવો ? તો એના ઉત્તરમાં સંત કબીર કહે છે કે એષણાઓની લીલા અનેરી છે. વ્યક્તિ જ્યારે સાધનાની શરૂઆત કરે, ત્યારે તો એનામાં એષણાઓ અને વાસનાઓ જાગતી હોય છે. આ એષણા અને વાસના ત્યજવાનો વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે અને તે માટે એણે સંતસમાગમ સેવવો જોઈએ. સંત કબીર કહે છે કે સંતજન સદા એષણાનાં ફૂલને તોડતા રહે છે, અર્થાત્ એ કે સંત સંદૈવ જાગતી ઇચ્છાઓ, એષણાઓ અને વાસનાઓનો ત્યાગ કરતા રહે છે. જો તમે વૃક્ષ પર ઊગેલા ફૂલને તોડી નાખો, તો પછી એમાંથી ફળ આવવાની સંભાવના ક્યાંથી રહે ? સંત એ તો માનવીની એષણાના પુષ્પ તોડનારો માળી છે. એ આવી એષણાઓ દૂર કરીને સ્વયંને અને સાધકોને ભવબંધનોથી મુક્ત કરતો હોય છે. એષણા અને વાસનાના ફૂલને સતત તોડતા રહેવું, એનું નામ જ સંતત્વ. સાધક જ્યારે સાધનાની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે એના મનમાં એષણાનું કોઈ ફૂલ ખીલતું નથી અને જો કોઈ ફૂલ ખીલે તો સંત Ve Page #25 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન એ ફૂલને તોડી નાખે છે. કબીર કહે છે કે આને કારણે તો સંત સમગ્ર વિશ્વમાં વંદનીય અને શ્રેષ્ઠ ગણાય છે. એણે પુત્રૈષણા, વિતૈષણા અને લોકેષણાનો સદંતર ત્યાગ કરી દીધો હોય છે, પરંતુ આ તો બાહ્ય બાબત ગણાય. એના ભીતરની અંદર શાંતિનો મહાન સાગર સર્જાય છે. એ નિર્ભયતાને પ્રાપ્ત કરે છે અને એ રીતે એ સંતને સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ ઇચ્છાત્યાગી સંત જેવો બીજો કોઈ નથી. સંત કબીરે વારંવાર ઇચ્છાઓના ત્યાગની વાત કરી છે. ઇચ્છા એ જ કર્મબંધનનું કારણ છે અને સાધક જેમજેમ એનો ત્યાગ કરે, તેમતેમ એ આ કર્મબંધનમાંથી મુક્ત બને છે. સંત કબીર તો ઇચ્છાત્યાગીની પરાકાષ્ઠાને દર્શાવે છે. એ કહે છે કે પરમાત્મા પામવાની ઇચ્છા પણ અવરોધક છે, કારણ એટલું કે ઇચ્છા એ બાહ્ય વસ્તુ છે, જ્યારે પરમાત્મા એ ભીતરી છે. એથી સંત કબીર એવો ઉદ્ઘોષ કરે છે કે તમારા આત્માથી અલગ કોઈ પણ વસ્તુ મેળવવાની ઇચ્છા થાય તો એક અર્થમાં સંસારની જ એષણા છે. જે કંઈ આપણા આત્માથી ભિન્ન છે, તે અસલી નથી, પણ નકલી છે. તે કોઈ બિંબ કે માયા છે અને તેથી જ પરમાત્મા બહાર હોય અને તમે એનો વિરહ અનુભવો તે યોગ્ય નથી. પરમાત્માપ્રાપ્તિ માટે વ્યક્તિએ નિષ્કામ બનવું જોઈએ. એ પૂર્ણકામ, તૃપ્તકામ અને આપ્તકામ થવો જોઈએ. આમ થાય તો નિજ સ્વરૂપનો બોધ થાય એટલે કે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જ્યારે વ્યક્તિ કોઈ કામના રાખે, ત્યારે એ બહાર દોડે છે, જ્યારે વ્યક્તિના આત્મામાં સઘળી કામનાઓ અને એષણાઓ અસ્ત પામે છે, ત્યારે એ પરમાત્મા બની જાય છે. આવું નિજ સ્વરૂપનું જ્ઞાન કે સ્વરૂપજ્ઞાન જરૂરી છે, કારણકે બહારથી કંઈ પણ મેળવવાની ઇચ્છા એ એષણા સ્વરૂપમાં છે. અનાદિકાળથી સાધક બહારથી પ્રાપ્ત કરવાની ઇચ્છાને કારણે આત્મબોધ અને આત્મશાંતિથી વંચિત રહે છે. બહાર ભ્રમ છે, બહાર માયા, છે, બહાર રહેલી ઇચ્છાઓ, એષણાઓ અને વાસનાઓ ભટકાવનારી છે, જ્યારે મેળવવાનું છે તે તારું પોતાનું સ્વરૂપ છે, શાશ્વત શાંતિ અને અનંત સુખ મેળવવા માટે તારા સ્વરૂપમાં સ્થિર થા અને એથી જ સંત કબીર કહે છે કે જો મારા સ્વરૂપજ્ઞાન વિશેના વિચાર ગ્રહણ કરશો તો તમને સત્યનો બોધ મળશે. ૩૯ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C સદ્ગુરુની વાણી એ કરેણની ડાળનું કડવું ફળ છે, પરંતુ તે ચાખવાથી જ તને સત્ય અને શાંતિ મળશે. આ સત્ય કડવું શા માટે છે? એ કડવું એ માટે લાગે છે કે અવિવેકી મનને એ પ્રતિકૂળ લાગે છે, વિવેકીને અનુકૂળ. સંત કબીર પાસે સાંપ્રદાયિકતા જ નષ્ટ થઈ જાય છે એવું નથી, બલકે ધર્મોધર્મો વચ્ચેના ભેદ પણ ઓગળી જાય છે. એમણે સાંપ્રદાયિકતાની સંકીર્ણતાનો તો ત્યાગ કર્યો જ હતો, પણ એથીય વિશેષ જુાદજુદા ધર્મના ભેદની દીવાલો તોડી નાખી હતી. બાલ્યાવસ્થાથી જ એ રામભક્તિમાં લીન હતા. એ વાત સાચી છે કે સંત કબીરના રામ એ વાલ્મીકિ કે તુલસીદાસના રામ નથી. નાની વયથી જ રામભક્તિના નશામાં ડૂબેલા હતા. ક્યારેક તો કાંતણ-વણાટ કામ કરતા કબીર રામમાં એટલા લીન બની જતા કે કામ કરવાનું ભૂલી જતા હતા. એમણે પદોમાં હિંદુ દેવતાઓનાં નામ લીધાં હોવાથી મુસલમાન લોકો એના પર ગુસ્સે ભરાયેલા હતા, તો બીજી બાજુ હિંદુઓ પણ મૂર્તિપૂજા, અસ્પૃશ્યતા જેવી બાબતો અંગે આકરા સવાલો પૂછતા કબીર પર કોપાયમાન હતા. વળી મુસ્લિમ કુળમાં જન્મેલા કબીરસાહેબ મોટે ભાગે હિંદુ વૈષ્ણવ ભક્તની જેમ રહેતા હતા. આ રીતે સંત કબીરે ધર્મમાં પેસી ગયેલાં અનિષ્ટો દર્શાવવાની સાથોસાથ ધર્મો-ધર્મો વચ્ચેની દીવાલ ભાંગી નાખી અને આ એમનું સૌથી વિરલ કાર્ય કહેવાય. (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ ગ્રંથોનું સર્જન અને સંપાદન કર્યું છે. શિક્ષણ, પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું નોંધનીય પ્રદાન છે). Page #26 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 સંતકવિ મેકણદાદાની રચનામાં અધ્યાત્મદર્શન 255950 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS મેકણદાદાએ ઇંગ ગામમાં સમાધિ લીધી હતી. આ વિગતો ઉપયોગી છે, પણ મહત્ત્વની તો એમની વાણી છે. એમની સહજ, સરળ કવિતા તત્ત્વજ્ઞાનની અઘરી વાતોને લોકબોલીમાં સમજાવી દે છે. એમની ખૂબ પ્રચલિત સાખીથી શરૂઆત કરીએ. સાખી કચ્છી ભાષામાં છે. પછી એનો અર્થ જાણીશું. મું ભાયો તડ હિકડો, પાગ તડ લખ હજાર; જુકો જ્યાં લંગયો, સે ઊતરી જ્યો પાર.' મેં માન્યું હતું કે પાર ઊતરવા માટે એક જ કિનારો છે, પણ ક્વિારા તો અનેક - લાખ - હજાર છે. જે કોઈ જ્યાંથી, જે માર્ગે તરી ગયો તે ઊતરીને પાર પામી ગયો છે. સાધનાની વિશાળતાની અહીં વાત છે. સાધનાને કોઈ વાડા, બંધન કે કાયદા ન હોય, એ તો આકાશ જેવી હોય છે, અંદરથી પ્રગટે અને પાર પહોંચાડી દે. - કવિ, સાધક, સંત કે જાણતલને હંમેશાં એવું થયા કરે કે, મને સમજનાર સમજુ મળી જાય તો મજા પડી જાય. કવિ લખે છે : | ‘ગૂઢારથ ક્યું ગાલિયું, વધીને વડ થયું,. ચંગે માડુઍ ન પૂછિયું, મનજ્યુ મનમેં રઈયું.” ગૂઢાર્થની વાતો વધીને વડ થઈ ગઈ. ચંગા-ડાહ્યા-સમજુ માણસોએ મને પૂછી નહીં એ વાતો મનની મનમાં જ રહી ગઈ. કોઈ પણ સાધક, કલાકાર, જ્ઞાની કે ડાહ્યા માણસના અંતરતમને ખૂલવા માટે મર્મજ્ઞ શ્રોતાવર્ગ, ભાવકવર્ગ જોઈએ; તો રસ જામે. સંત કવિ માટે સર્જન કેવું સહજ છે, અંતર કેવું ઊઘડી રહ્યું છે કે : “મુજે મનજયું ગાલિયું, જેડિયું સમંધર લેરિયું, હિકડીયું પૂછ્યું તડ મથે, બચું ઊપડીયું.” મારા મનની વાતો ઉદધિતરંગ જેવી છે. એક કાંઠે પહોંચી નથી કે બીજી ઊપડે છે. સાખી કેવી ચિત્રાત્મક છે! સાગરતરંગ અને સર્જનમનની લીલા અદ્ભુત છે. અનુભવજન્ય સર્જન અનોખું જ હોય છે. જે ભીતરથી આવે, સરળ હોય, ગામડાના જીવનની સુગંધ હોય. અઘરી વાતને સરળ છતાં અસરકારક બનાવતાં મેકણદાદા લખે છે : ‘અજ અનુણી ગુજરઈ સિભુ થીંધો ળ્યો; રાય ઝલીંધી કિતરો ? જેમેં માપ પેઓ.” ૪૨ - a ડૉ. ગુલાબ દેઢિયા સંત, સાધ, સતિયું ને શૂરા; તપસી, પીર, ફકીર જ પૂરા.” દુલેરાય કારાણીસાહેબે કહ્યું છે : કચ્છમાં સંત, સાધુ, સતી, શૂરવીર, તપસ્વી, પીર અને ફકીરોએ ધરણીને ધન્ય બનાવી છે. કચ્છના સંત કવિઓનો વિચાર કરતાં પહેલું નામ મેકણદાદાનું યાદ આવે. એમનો જન્મ કચ્છના નાની ખોંભડી ગામે ઈ.સ. ૧૬૬૭માં વિજયાદશમીના દિને થયો હતો. માતાનું નામ પબાબા અને પિતાનું નામ હરધોરજી ભઠ્ઠી હતું. તેઓ જ્ઞાતિએ ક્ષત્રિય રાજપૂત હતાં. મેકણદાદાએ કાપડી સંપ્રદાયમાં મહંત ગંગારામ પાસે માતાના મઢ (આશાપુરા)માં બાર વર્ષની વયે દીક્ષા લીધી હતી. સાઠ વર્ષની વયે ઈ.સ. ૧૭૨૭માં Page #27 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આજનો દિવસ તો વીતી ગયો, કાલે બીજી સુબહ થશે, ખળામાં રાખેલ અનાજનો ઢગલો (રાય-રાશિ) કેટલી વાર ટકશે ! જેમાં અનાજ કાઢવાનું કામ માપિયાથી શરૂ થઈ ગયું છે. સમયનું સોનું સાચવી લેવાની, પ્રમાદમાં સમય ન વેડફી દેવાની ઉત્તમ સલાહ કેવા ચિત્રાત્મક ગ્રામ્ય પરિવેશ દ્વારા કહેવાઈ છે ! બધા જ્ઞાની સંતો જીવનની નિસ્સારતા ઓળખી ગયા હોય છે. આ દેહ નશ્વર છે. આપણે સૌ મૃત્યુની સન્મુખ કતારમાં ઉભા છીએ. ચેતવા જેવું છે. અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ કે ઢોંગી લોકોને સંત મેકણે આ સલાહ આપતાં સાખી લખી : ‘જાં વિનાં જીરાણમેં ત કોરો ઘડો મસાણ, જડેં તડેં જીતવા! ઈ પલ થીંધી પાણ. જ્યારે મસાણમાં જઈને હું નજર કરું છું તો કોરો ઘડો ત્યાં પડ્યો છે, કાઈકે વિદાય લીધી છે. હે જીવ! કયારેક આપણી પણ એ જ ગત થવાની છે. તત્ત્વજ્ઞાનની, સિદ્ધાંતની વાતો ગૂઢ હોય, અઘરી પણ હોય, શાસ્ત્રને સમજવા બહુ ઊંડે ઊતરવું પડે, પણ સંતની વાત તો તંત વગરની સરળ હોય, અભણને પણ સમજાય. મેકણદાદા શું પૂછે છે ? ભલો કરીંધે ભલો થીએ, ભૂકો કરીંધે ભૂછો; પંઘ ઈ તાં પધરો, મેં કે કુલા પૂછો ?' ભલું કરશે તો સારું થશે, બૂરું કરીશ તો બૂરું થશે. એ પંથ પાધરો છે, મને શું પૂછ્યા કરો છો ? સત્ અને અસત્ની વાત બધા જ ધર્મોએ, જ્ઞાનીઓએ આ રીતે જ કરી છે. જ્ઞાની કવિ અખો કે કબીરદાસ જેવા મરમીઓની યાદ આ સાખીઓ સાંભળતાં જ આવી જાય છે. પ્રિયજન કોને ન ગમે ! પ્રિયજનનો મેળાપ કેવો હોય છે એ સત્સંગ, એ મેળાપ, એ મહેફિલ માટે કવિ મોંઘા મોલની વાત કરે છે : | ‘વિઠે જિની વટે, સો ઘટે શરીરજો; મોંઘા દઈને મટ, પરિયન રખજે પાસમેં.” જેમની સંગાથે, પાસે બેસતાં દેહનાં દુઃખ ઓછાં થઈ જાય, મટી જાય એવા પ્રિયજનોને તો મોંઘા દામ દઈને પણ પાસે રાખવા જોઈએ. પ્રિયજનથી મોંઘેરું કંઈ નથી. અંતરસુખ દેનાર એ જ છે. અંદર વળવાની વાત, જાતને ઓળખવાની વાત, આત્મનિરીક્ષણની વાત કોણે નથી કરી ? મરમી સંત મેકણદાદા કહે છે, ૪૩ ૦ 99094આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999 “ખોજ કર ખંત સેં, નાંય કિડાં પરો; નકામી ધોડું કઢીએં, આય તો મિંજારો.' ખંતથી, દિલથી, લગાવથી, એકાગ્ર થઈને ખોજ કર, શોધ કર, તો એ પરમતત્ત્વ ક્યાંય દૂર નથી. અતિનિકટ છે. નિરર્થક જ્યાં-ત્યાં દોડાદોડી કરે છે. એ તો અંતરમાં જ બિરાજમાન છે. વાદ-વિવાદ, પંથ, જાત, ભેદભાવ, ક્રિયાકાંડ, વાડાબંદી, અહંકાર એ બધાંથી દૂર રહીને સંત મેકણે પોતાના સમયમાં હિંદુ અને મુસ્લિમ ભાવકોને એક ર્યા. જેને સમાજ છેલ્લી પંગતમાં બેસાડતો એવા ગરીબ, અજ્ઞાનીજનોને પોતાના કર્યા, અરે ત્યાં સુધી લાલિયા ગધેડા અને મોતી કૂતરાને પોતાના સાથી બનાવી રણના તાપમાં લોકોને પાણી પાયાં. મેઘકરણ-મેકરણ-મેકરણ અને મેકણ એવી એમના નામની વ્યુત્પત્તિ માની શકાય. કચ્છ ભલે એમની માતૃભૂમિ રહી, કચ્છ અને કચ્છી ભાષાને ન્યાલ કર્યો, પણ મેકણદાદાએ દ્વારકા, ગિરનારમાં વસવાટ પણ કર્યો હતો. બીલખા, જંગી, લોડાઈ અને ઇંગમાં બારબાર વર્ષ રહી એમણે સત્સંગની સર્વ જીવસેવાની ધૂણી ધખાવી હતી. નિઃસ્પૃહી એવા કે કચ્છના રાજા રા'દેશળજીએ સામે ચાલીને કોરી (કચ્છનું નાણું) આપવાની વાત કરી તો આ ઓલિયા ફકીરે કહી દીધું. ‘કોરિયું કોરિયું કુરો કર્યો, કોરિએમેં આય કુડ, મરી વેંધા મેકો ચું, મોંમેં પોંધી ધૂળ.” નાણુંનાણું શું કરો છો, ધનની લાલચ ખોટી છે. મોત આવશે ત્યારે કોઈ સાથ નહીં આપે. ધનથી બધું ખરીદી શકશો, મોતને નહીં રોકી શકો. ત્યારે મોંઢામાં ધૂળ પડશે, બધું ધૂળમાં મળી જશે. ઢોંગી, ધુતારા, કથાકાર, ફસાધુઓની બોલબાલા દરેક જમાનામાં રહી છે. સંત-કવિ તો એવા બનાવટી ભજનિકોની પોલ ખુલ્લી કરતા કહી દે છે બેધડક : ‘તંભૂરે તે તંધ ચડાઇએ, વડીયું ડિએ તા ધાંઉં, રામ તડેં રાજી થીએ, જર્ડે છડાજે આઉં.' તંબૂરાના તારને વળ ચડાવે, મોટા આલાપ દઈ ભજન લલકારે એમને પ્રભુ નથી મળવાના. જ્યારે અહં છોડશે, અહંકાર ગળી જશે ત્યારે જ પ્રભુ મળશે. સામાન્યજનને સમજાય, ગળે ઊતરે એવી લોકભોગ્ય ભાષા એ સૌ સંત કવિઓની Page #28 -------------------------------------------------------------------------- ________________ RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 વિશેષતા રહી છે. એક ઘરગથ્થુ ચિત્રને કવિ કઈ ઊંચાઈ સુધી લઈ જાય છે તે જોઈએ. અહીં મર્મ છે, કવિતા છે અને અંતરની વાત પણ છે. ‘જબ લગ ટીબી ઊણે, તબ લગ સીઝી નાહિ; સીઝી કો તબ જાનીયે, જબ નાચત કૂદત નાહિ.' ખીચડી રાંધવા મૂકી હોય, જ્યાં લગી ખીચડી કાચી છે ત્યાં લગી હાંડલીમાં એ ખીચડી ઊંચી-નીચી થાય. જ્યારે બરાબર રંધાઈ જાય ત્યારે ખીચડી શાંત થઈ જાય. જીવતરની પૂર્ણતાની વાત પણ આવી જ હશેને ! અધૂરા ઘડાની કહેવત કંઈ અમથી થોડી આવી છે ! આજના મનોવૈજ્ઞાનિકો જે કહે છે. આપણો સૌનો અનુભવ છે તે વાત સૈકાઓ પહેલાં મેકણદાદાએ કઈ રીતે કહી ! ‘કડેંક મન માકડી, કડેંક મનડો સીં, હૈડો હિકડી ધાણ, રે ન સજો ડી.' મન ક્યારેક કીડી-મંકોડી જેવું નાજુક, તુચ્છ વિચારે છે, તો ક્યારેક બહાદુર સિંહ પણ એ જ મન બની જાય છે. મનની ભાવદશા દિવસમાં દસ વાર બદલાતી રહે છે. દિનભર એક મનોદશા રહેતી નથી. મનને સમજવું, વશ કરવું, અંદર વાળવું અઘરું છે, તે મનોવિજ્ઞાનની વાત આ કચ્છી સાખીમાં કહેવાઈ છે. જીવનના ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા જીવનને ઉદાત્ત બનાવવા કવિ કેવી રીતે અસરકારક વાત કહે છે ! ‘પોંખા! કર પોખ, વત્તર વેંધી વરી, થીંધી શોધાશોધ, મેકણ મેં હથ હણને હારી.” હે ખેડૂત ! તું વાવણી કરી લે, બીજ વાવી દે; આ ખેતરની - મનની ઉષ્મા, ભીનાશ ચાલી જશે, પણ તારી શોધખોળ કામ નહીં આવે. તું હાથ ઘસતો રહી જશે. અક્ષર કોને કહીએ ? જે ક્ષર ન થાય, નાશ ન પામે તેને. અમુક વાતો અકાટચ, અવિનાશી હોય છે. કાળ જેને કંઈ નથી કરી શકતો. કવિ મિત્રભાવે જે શિખામણ આપે છે તે ગાંઠે બાંધવા જેવી છે. જિયો ત ઝેર મ થિયો, સકકર થીજા સેણ; મરી વેંધા માડુઆ, રોંધા ભલેંજા વેણ.” ૪૫ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S હે ભલા માણસ ! તમે સાકર જેવા મીઠા, સદ્ગુણી થજો, રાગ-દ્વેષથી ભરેલા ઝેરી ન થતા. મરણ તો આવશે, પણ ભલા માણસોની વાતો ભુલાશો નહીં, જીર્ણ નહીં થાય, સદાકાળ રહેશે. સર્વત્ર પ્રભુદર્શન કરનાર, સમભાવી સરળ આત્મા મેક્સદાદાએ પ્રકૃતિને કઈ દૃષ્ટિએ નિહાળી છે ! ‘પિપ્પરમેં પણ પાણ, નાંય બાવરમેં વ્યો; નિમમેં ઉ નારાણ પોય, કંઢેમેં કયો ?” પીપળાના ઝાડમાં પરમાત્માનો વાસ છે. બાવળમાં પણ એ જ છે. લીમડામાં નારાયણ છે તો કંટાના વૃક્ષ ખીજડામાં કોણ છે ? ઉપમાઓની ઉજાણી જોઈએ : દેહ ગોલો, દયા ગોફણ, ચેતન હણહાર; તિની સંઘે ખેતર કે, કુરો કરધો કાળ ?” દેહરૂપી ગોળો હોય, દયારૂપી ગોફણ હોય, ઘા કરનાર ચૈતન્ય હોય તો એ ક્ષેત્રને કાળ શું કરશે ? દેહમાં દયાભાવચૈિતન્યની જાગૃતિ સામે કાળ પણ લાચાર છે. મેકણદાદાએ અનેક સાખીઓ અને ભજનની રચના કરી છે અથવા સહજ રીતે એમના દ્વારા થઈ છે. પાઠાંતર મળે છે, એમના નામે જોડી કાઢેલી રચનાઓ પણ મળે છે, પરંતુ એમની વાણી હજી કચ્છની ધરતીમાં કચ્છીઓનાં હૈયાંમાં ગુંજ્યા કરે છે. (મુંબઈસ્થિત જૈન દર્શનના અભ્યાસુ ગુલાબભાઈએ સ્વામી આનંદનાં જીવન અને સાહિત્ય પર શોધ-નિબંધ લખી Ph.D. પ્રાપ્ત કરી છે. સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે અને અધ્યાપક છે). Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આચાર્ય બુદ્ધિસાગરજીની ભીતરની સંવેદનાના આલેખ D ડૉ. રેણુકા પોરવાલ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખક, કવિ, અનુવાદક, ટીકાકાર, સંપાદક અને નિબંધકાર હતા. દરેક ક્ષેત્રમાં અધ્યયન દ્વારા સંપૂર્ણ સિદ્ધિઓ મેળવી અને એ સર્વમાં ઉત્તમોત્તમ સર્જન કર્યું. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આત્માનંદની ખુમારીનો સ્વાદ અનુભવ્યો હતો. સાથેસાથે એ જ્ઞાન જનસાધારણમાં પણ પ્રચલિત બને તે માટે અધ્યાત્મના અતિગહન વિષયોને એવા જ મિજાજ સાથે લેખિનીમાં ઉતાર્યા. એમાં તેમણે હૃદયની ભીતર અનુભવેલ સ્પંદનોની છબિનું પ્રતિબિંબ પૃષ્ઠો પર ઉતાર્યું, કાર્ય ઘણું કઠિન હતું, પણ તેઓ સફળ રહ્યા. આ ઉપરાંત તેમણે વિવિધ કાવ્યોની રચના તેનાં સ્વરૂપ, રીત-રસમ, નિયમ અને વિભાવનાને અનુસાર કરી. તે સમયનો જનસમાજ રૂઢિચુસ્ત, અંધશ્રદ્ધા તથા અકર્મણ્યતાની જંજીરોથી જકડાયેલ હતો. આવી બદીઓમાંથી ર૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C સમાજને બહાર લાવવા અને ભારતના સદીઓ જૂના આધ્યાત્મિક વારસાને નવચેતન બક્ષવા એમણે વધુમાં વધુ લેખનકાર્ય કર્યું જે જીવનના અંતિમ સમય પર્યંત ચાલુ રહ્યું. પરોઢિયે સૂર્યનું અજવાળું પ્રસરે કે બાર પેન્સિલો છોલાઈ ગઈ હોય જે સાંજ સુધીમાં વપરાઈ જાય અને બીજે દિવસે ફરી બાર પેન્સિલો તૈયાર થઈ જાય. બહેચરમાંથી આચાર્ય બુદ્ધિસાગર વિજાપુરમાં પટેલ પરિવારમાં જન્મ. નામ બહેચરદાસ. કિશોર વયે જૈન સાધુમહારાજના અણિશુદ્ધ ચારિત્રથી આકર્ષાઈ જૈન ધર્મ પાળવા લાગ્યા. ત્યાર બાદ મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળામાં પ્રથમ ગૃહસ્થ તરીકે પ્રવેશ મેળવી આગમશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યાં ભોળા ગ્રામજનોને સંવાદોના માધ્યમથી છેતરીને વટલાવવાની ઘણી પ્રવૃત્તિ ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ચાલતી હતી. બહેરચરદાસે લોકોને એમાંથી ઉગાર્યા અને પોતાના ધર્મની મહત્તા સમજાવી. તેમણે પચ્ચીસ વર્ષની વયે દીક્ષા લીધી. તેઓ જૈન સાધુના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેમણે રોજેરોજના આધ્યાત્મિક વિચારો અને બનતા બનાવોની નોંધ રોજિનશીમાં કરી છે. સુરત શહેરમાં પ્રથમ પુસ્તકનો અનાયાસ આરંભ થઈ ગયો. એ ગ્રંથ તેમણે શ્રી મોહનલાલજી મ.સા.ની પ્રેરણાથી ખ્રિસ્તી પાદરીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા તૈયાર કર્યો હતો. તે સમયે એક સાધુએ ૧૦૮ શિષ્યો બનાવવાનું નક્કી કર્યું, એ વાત જાણી એમણે ૧૦૮ ગ્રંથશિષ્યો બનાવવાની પ્રતિજ્ઞા કરી, જે લોકોને સદાકાળ ઉપદેશ આપતા રહે. વળી સાથે ભારતીય સમાજ, સ્ત્રીઓ અને હરિજનોને શિક્ષિત કરવા માટે શાળાઓની સ્થાપના કરાવવા પ્રેરણા કરી ત્યારથી ગુજરાતવડોદરા રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ જ રહ્યું. આચાર્ય બુદ્ધિસાગરજીએ યોગ અને ધ્યાનસાધનાના બળે અધ્યાત્મનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હતાં. આવા અલગારી સાધુઓના હૃદયમાં કરુણાનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય છે. આચાર્યશ્રીએ એમની દયાનો વ્યાપ વધારી પોતે જે સિદ્ધિઓને મેળવી હતી એનાં દ્વાર લોકોને માટે ખોલી આપ્યાં. ધ્યાનમાં જે પ્રત્યક્ષ અનુભવો થયા હતા એ જ્ઞાન કેવી રીતે મેળવવું તથા એનાથી શો ફાયદો થાય એ બતાવ્યું. તેઓ ત્રણે કાળમાં થનારા બનાવો જોઈ શકતા હતા, પરંતુ તેનો ઉપયોગ કોઈ વાર અગમચેતીરૂપે લોકોના જીવ બચાવવા જ કરતા. re Page #30 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 પૂર્વાચાર્યોની સિદ્ધિઓનો ગુણાનુરાગ મહાન આચાર્યો શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી આનંદઘનજી વગેરે ગુરુજનોએ વર્ણિત કરેલ આત્મજ્ઞાનના અગણિત શ્લોકોને સ્વરચિત ગ્રંથોમાં તથા એની પ્રસ્તાવનામાં વિસ્તારપૂર્વક સમજાવ્યા, ઉદાહરણાર્થ - મોક્ષોસ્તુમાસ્તુયદિવા પરમાનંદસ્તુવેધ્યતે સ ખલુ અસ્મિન્નિખિલસુખાનિ પ્રતિ ભાસંતે ન કિશ્ચિદિવા - શ્રી હેમચંદ્રાચાર્ય, યોગશાસ્ત્ર ભાવાર્થ : ગમે ત્યારે મોક્ષ મળે કે ન મળે, પણ ધ્યાન દ્વારા મોક્ષનો પરમઆનંદ પ્રાપ્ત થાય છે જેની આગળ દુનિયાનાં સર્વ સુખો તુચ્છ ભાસે છે. ઉપરાંત સ્વરચિત ગ્રંથોને સાંપ્રત સમયના સમર્થ સાધુઓ અને શ્રાવકોને અર્પણ કર્યા. આવાં જ્ઞાનભય પુસ્તકો વાચકો એકવાર હાથમાં લે પછી દેવે દર્શાવેલ રાહ પકડીને પ્રગતિ કરે. તેમાં આંતરિક શત્રુઓ - કષાય, નિંદા, ઇર્ષ્યા વગેરેને દૂર કરવાનો બોધ હોય અને જેવો મનુષ્ય એ ગ્રહણ કરી તેમાંથી ઉપર ઊઠે કે તરત જ એને આત્મિક શક્તિ જાગૃત કરવાના સચોટ ઉપાયો દર્શાવે. આમ ગુરુદેવે એક જ સ્થળે સિદ્ધિ પ્રાપ્તિનાં સરળ સૂચનો આપેલાં હોવાથી સાધક સ્વતઃ જ્ઞાનામૃતનું મંથન કરી પ્રસાદી મેળવે. ગ્રંથના પ્રારંભમાં અધ્યાત્મજ્ઞાનનાં બીજ રોપાઈ જાય. પછી વાચક એમાંથી બોધનું ભાથું લઈ આગળ વધતો જાય. ધીરેધીરે તેની આંતરિક શક્તિ વિકસવા લાગે અને એને ગ્રંથને અંતે આત્મિક આનંદ આસ્વાદ મળે જ. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના ગુણવૈભવની છબિ આત્મિક ઉપલબ્ધિનું બયાન કરતાં તેમનાં કાવ્યોની સંખ્યા સેંકડોની હોવા છતાં દરેક કૃતિને તેમણે શીર્ષકથી આચ્છાદિત કરી તથા અંતે રચનાની તારીખ અને સ્થળનું બયાન કર્યું છે. તેમના મતે આત્મામાં જ સર્વ તીર્થો સમાયાં છે, પરંતુ જે જ્ઞાનસમાધિ લગાવે તે જ જ્ઞાનાનંદનો અનુભવ કરે અને તે જ સ્થળ તીર્થ છે. આત્માનુભવની કથની માટે તેઓ રૂપક અલંકાર પ્રયોજે છે. 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 આચાર્ય બુદ્ધિસાગરજીની ધ્યાનસમાધિની આત્મવંચનાનું કાવ્ય : હમને ધ્યાન પતંગ ઉડાયા (રાગ : આશાવરી) હમને ધ્યાન પતંગ ઉડાયા ઉલટી અખિયાંસે દેખત હમ સુરતાતાન લગાયા.... અનુભવ જ્ઞાનની દોરી લંબી, ઉસકા પાર ન પાયા.. હમને જગતને નીરખતી બાહ્ય દૃષ્ટિને તેમણે ભીતરની તરફ વાળી તો જ્ઞાનાનંદનો ઝળહળતો પ્રકાશ પ્રત્યક્ષ થયો. આત્માના અકાશમાં તેમણે ધ્યાનનો પતંગ લહેરાવ્યો અને સુરતા સાધી. તેઓ નામરૂપના મોહથી પાર થઈ સમાધિ અવસ્થામાં પહોંચી ગયા. તેમને આંતરદૃષ્ટિ એટલી તો ભાવી ગઈ કે તેમણે અહીં અનુભવાથી સુરતાનું વર્ણન ઘણા પદોમાં કર્યું છે. ‘ઊલટી અખિયાં સુહાઈ, રાગ ન ફેષ, ન હર્ષ ન ચિંતા, અનંત જ્યોતિ જગાઈ ‘ભયે હમ આતમ મસ્ત દીવાના કી દુનિયા કી હમકો નહિ પરવાહ..” ‘બુદ્ધિસાગર નામ તો દેહને ઓળખવા માટે બહાર બાવન, આત્મા અનામી શબ્દોથી ન્યારું મુંઝ રાજ.' ધ્યાનાવસ્થામાં તેમને જે અમૃતાનંદ આસ્વાદવા મળ્યો તેનો ચિતાર આપણે સમજીએ - આત્મામાં ધર્મધ્યાન ધરવાથી તેમને વીતરાગી અવસ્થા અનુભવવા મળી. ધ્યાનની સ્થિતિને આચાર્ય બુદ્ધિસાગરજી હમને ધ્યાન પતંગ ઉડાયા' કહે છે. અન્ય એક ભજનમાં તેઓ સુરતાની વાત કરે છે કે - ‘નાભિકમલમાં સુરતા સાધી ગગન ગુફામાં વાસ કર્યો, ભૂલાણી સહુ દુનિયાદારી ચેતન નિજ ઘરમાંહી ઠર્યો.' અહીં આપણને આશાવરી રાગમાં ગવાયેલ આનંદઘનજીનું પદ યાદ આવે ‘... આતમઅનુભવરસ કે રસિયા ઊતરે ન કબહુ ખુમારી...' આચાર્યશ્રીએ પણ આ જ વાત સમજાવી છે કે, અનુભવરસનો સ્વાદ ચાખ્યા પછી દુન્યવી સુખો તુચ્છ ભાસે છે. ઉપરાંત તે સમયે ચેતન જાતે પોતાના સ્વામીના ઘરમાં આવી ઠરીઠામ થઈ ગયો છે એમ અનુભવે છે. સાધકો વર્ણિત કરતા આત્માનો અનુભવરસ અગોચર હોય છે જેનો સ્વાદ પોતાને ચાખવો પડે. પs. Page #31 -------------------------------------------------------------------------- ________________ E9%આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 20069 કર્યું છે, જેમ કે - ‘દેહ તંબૂરો સાત ધાતુનો, રચના તેની બેશ બની, ઈડા પિંગળા અને સુષષ્ણા નાડીની શોભા અજબ ઘણી.. 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 જેમ કે - મીઠાઈનો સ્વાદ જાણવો હોય તો એ ખાઈએ તો જ માણી શકાય તે જ પ્રમાણે ધ્યાનની પ્રક્રિયા થકી સાધનાનાં એક-એક સોપાન ખુદ ચઢે તો જ અનુભવરસનું અમૃત ઝરે છે જેનું વર્ણન યોગીઓ કરે છે. યોગીઓને અઠ્ઠાવીસ લબ્ધિઓ ઉપલબ્ધ થાય છે. તેમની આત્મશક્તિથી થતાં કાર્યોનો મહિમા સમજાવતાં ગુરદેવ લખે છે - ‘યોગીઓના શરીરવાયુથી સર્પાદિ વિષ નાશે રે ઉચ્ચ ભાવનો અદ્ભુત મહિમા સમજુને સમજાશે રે.’ આચાર્ય કવિએ ધ્યાનમાં સુરતા સાધી હતી જેથી અનુભવરસના અમૃતની છોળો ઉરમાં ઉઢળી અને અનંતસુખની પ્રાપ્તિ થઈ. તેમને ઉભવેલ આવી વિરલ અનુભૂતિ અસીમ હતી. ગુરુદેવ એને ધ્યાન પતંગની લાંબી દોરી કહે છે જેનો છેડો જણાતો નથી, અર્થાત્ અનંતસુખની પ્રાપ્તિ ધ્યાનના બળે થઈ - આતમગગનમેં ઊંચા ઊડતા આનંદ લહેરે સુહાયા શ્રુતજ્ઞાનકા દીપક સાથે, બુદ્ધિપ્રકાશ બઢાયા; બુદ્ધિસાગર કેવલજ્ઞાનકી, જ્યોતિમેં જ્યોતિ સમાયા... ... હમને ધ્યાન પતંગ ઉડાયા તેઓ આત્મસાધનામાં લીન રહેતા ત્યારે હૃદયમાં આનંદની હેલી હિલોળા લેતી, તેને તેઓ આત્માના આકાશમાં ઉડ્ડયન કરતી લહેરો કહે છે. આ આત્માનંદની લહેરો પર ધ્યાનપતંગ ઊંચે ઊડે છે અને આત્મસાધનાની ઉચ્ચ ભૂમિકાએ બિરાજમાન થાય છે. હવે આ સાધનાના શિખર પર આરૂઢ થવા, આત્માની ઉડાણ ભરવા મોટનો માર્ગ ગુરુદેવે ઉપરોક્ત કાવ્યની બે અંતિમ પંક્તિઓમાં ખુલ્લો મૂક્યો છે - શ્રુતજ્ઞાનના દીપકથી બુદ્ધિરૂપી દીપકનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે અર્થાત આગમશાસના અધ્યયનથી સમ્યક દૃષ્ટિ વિકસિત થાય છે. આ સમ્યક દૃષ્ટિ સર્વોચ્ચ જ્ઞાનપ્રાપ્તિમાં સહાય કરે છે. અંતે એ સર્વોચ્ચ જ્ઞાનની જ્યોતિમાં આત્મજ્યોતિ સમાઈ જાય છે - આત્મા પરમ આત્મા થઈ જાય છે. ગુરુદેવે અનુભવેલ અલખની અનેરી ખુમારી તેમની રચનાઓને ધન્યતા બક્ષે છે. જગતની બાહ્ય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ આત્મામાં રમમાણ થઈ આત્મભાવની પરાકાષ્ઠાએ પહોંચવું કંઈ સહેલું નથી. તેમણે માણેલી અદ્ભુત દશાનું વર્ણન ઘણું જ આફ્લાદક અને ઉત્કૃષ્ટ છે. તેમણે એ દશાનું આલેખન ઘણી કૃતિઓમાં દેહ તંબૂરો અલખ ધૂનમાં પરા પશ્યતિથી વાગે, જાગૃત તુર્યાવસ્થામાંહિ ચેતન યથાક્રમે જાગે...” શુભધ્યાનમાં ધર્મ અને શુક્લ ધ્યાનની ઉચ્ચ સ્થિતિમાં પરા અને પર્યંતિ દૃષ્ટિનો સમાવેશ છે. અહીં આયાર્યશ્રી દેહને તંબૂરાની ઉપમા આપીને નાડીને એના તાર સાથે સરખાવે છે. કાવ્યના અંતે તેઓ કહે છે કે – ‘અલખ ધૂનમાં અનંતસુખ છે વૈરાગ્યે.' અધ્યાત્મનાં બીજોની રોપણી યોગનિષ્ઠ આચાર્યશ્રીએ અધ્યાત્મ જ્ઞાનનાં અજવાળાને સામાન્યજન સુધી પહોંચાડવા સરળ શબ્દોનો સહારો લીધો. ગુરુદેવના સાહિત્ય થકી લોકોનું જીવનઘડતર થયું. તેમણે નોંધ્યું છે - ભવિષ્યવાણી : કવ્વાલી અમારાં બીજ વાવેલાં ફળીફૂલી થશે સુંદર વૃક્ષો, ફળો બહુ લાગશે સુંદર ઘણા જન ચાખશે ભાવે. ફળોનો સ્વાદ લેઈને, પુનઃ જન વાવશે બીજો, પરંપર બહુ થાશે, થશે ઉપકારની શ્રેણિ.... મહા સુદિ-૧૦, સુરત બંદર. ૧૯૬૮. વિદ્વત્તજનો, લોકો માટે ઘણાં સારાં કાર્યો નિઃસ્વાર્થભાવે કરશે અને એ પ્રમાણે પરંપરાથી સમાજ પર ઉપકારો થયા જ કરશે એવી ભવિષ્યવાણી તેમણે ઉચ્ચારી હતી. તેઓ માનવીને ખાસ ઉપદેશ આપે છે કે, ‘એકવાર આત્મિક શક્તિ જાગૃત થઈ જાય પછી તું શુભ કાર્યો કરવાનો પ્રારંભ કરી દે, કારણકે હવે તારી પાસે શ્રદ્ધા છે માટે તારી જીત નિશ્ચિતરૂપે થશે. આત્મિક ધર્મકાર્યની ઉન્નતિની દિશા અરે ચૌદિશિ ઉપસર્ગ નિહાળીને જરા ના વ્હીશ. ધરીને આત્માની શ્રદ્ધા મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી વિપત્તિ હિમ પીગળશે. પર Page #32 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, 90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 પ્રતિક્ષણ કાર્યમાં આગળ ભરી પગલું અડગ રહેજે, અરે ચેતન બની જા શૂર, વિજય મેદાનમાં મળશે. ઓમ શાંતિ શાંતઃ શાંતિઃ વલસાડ. પોષ વદી-૧૦, ૧૯૬૮, (રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કરેલ છે. “જૈનજગતપત્રિકાના મહિલા વિભાગનું સંપાદનકાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધનકાર્યમાં રસ ધરાવે છે. એ વિષય પર તેમનો અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે.) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદ્ગર બ્રહ્માનંદસ્વામીના કાવ્ય(કીર્તન)માં અધ્યાત્મદર્શન 1 ડૉ. દેવવલ્લભ સ્વામી સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી; સલુણી છબી સહજાનંદ સુખકારી રે.. ટેક વેદાંતી અરૂપી કે' છે, ન્યાય અનુમાન લે છે; તે વહાલો સંતોમાં રે'છે રે... સલુણી ૦૧ નિગમ કહે અનુખાને, મુનિવરને નાવે ધ્યાને; વહાલો તે આ ભીને વાને રે... સલુણી ૦૨ સર્વકર્તા સવધારો, સર્વ માંહિ સર્વથી ન્યારો; પ્રગટ રૂપ તે આ પ્યારો રે... સલુણી ૦૩ જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી; તે આ બ્રહ્માનંદનો સ્વામી રે...સલુણી ૦૪ ૫૩ - Page #33 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 પ્રસ્તુત પદ્યના રચયિતા સદ્ગર બ્રહ્માનંદસ્વામીનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત સદ્દગુરુ બ્રહ્માનંદસ્વામીનો જન્મ રાજસ્થાનમાં શિરોહી પાસે આવેલા ખાણ ગામે વિ.સં. ૧૮૨૮ની સાલમાં ચારણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુદાનજી અને માતાનું નામ લાલુબા હતું. સ્વામીનું બાળપણનું નામ લાડુદાન હતું. બાળપણથી જ લાડુદાન પ્રખર પ્રતિભાવંત અને કવિત્વશક્તિ ધરાવતા હતા. તેમણે શિરોહી, ઉદેપુર, કચ્છ ભુજ વગેરે જગ્યાએ રાજ્યાશ્રય મેળવીને પ્રાથમિક અને ખાસ કરીને પીંગળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. છેલ્લે ગઢપુરમાં બિરાજતા સહજાનંદસ્વામીનો મેળાપ થયો. ત્યારે રાજકવિના રાજ ઠાઠમાઠ છોડીને ભગવી કંથા ધારણ કરી સહજાનંદસ્વામી પાસેથી ભાગવતી દીક્ષા લીધી અને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. સ્વામી શતાવધાની અને શીઘ્ર કવિ હતા. તેમણે આશરે ૩૦૦૦ જેટલાં ગુજરાતી પદોની રચના કરીને ગુજરાતી ભાષાની અજોડ સવા કરી છે. તેમનાં કાવ્યોમાં ગોપીભાવ, સમર્પણની ભાવના, ત્યાગ, વૈરાગ્ય, નવધાભક્તિ અને અધ્યાત્મની ઊંચાઈનાં દર્શન થાય છે. સ્વામીનાં મોટા ભાગનાં કાવ્યો “બ્રહ્માનંદ કાવ્ય ભાગ-૧ અને ૨', “છંદરત્નાવલી’ વગેરેમાં સંકલિત કરવામાં આવ્યાં છે. સ્વામીનાં પદો ‘આશ્રમભજનાવલી'માં પણ સ્થાન પામ્યાં છે. સ્વામીએ ગીતસંગીતના માધ્યમથી અદના આદમીથી લઈને રાજા-મહારાજાઓને સત્સંગના રંગે રંગ્યા હતા. આજે પણ તેમનાં કાવ્યોમાં બ્રહ્મબોલના પડછંદા સંભળાય છે. - સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મૂર્ધન્ય કવિ જ નહીં, પરંતુ સાથો સદ્ગર અનંતર્દષ્ટિવાળા સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ, જૂનાગઢ, મૂળી વગેરે મુખ્ય શિખરબદ્ધ મહામંદિરના નિર્માણકાર્યમાં સ્વામીનો સિંહફાળો હતો. સ્વામી માત્ર પોથી પંડિત નહીં, પણ એક મર્મજ્ઞ અને કર્મઠ સંત હતા. ૬૦ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવીને વિ.સં. ૧૮૮૮ના જેઠ સુદી ૧૦ના રોજ સ્વામીએ પોતાના પંચમહાભૂતના દેહનો ત્યાગ કર્યો. કાવ્યપદની સમજૂતી પ્રસ્તુત કીર્તનપદમાં સર બ્રહ્માનંદસ્વામીએ પરમાત્માના સ્વરૂપ અંગેના હિન્દુ ધર્મના વિવિધ સાંપ્રદાયિક મતમતાંતરોની આછેરી ઝલક સાથે પરમાત્માના વિશિષ્ટ સ્વરૂપનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે અને પરમાત્માના સગુણ, સાકાર, પ્રગટભાવનું પ્રતિપાદન કર્યું છે. S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, વિશ્વના કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમ કે હિન્દુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ વગેરે, જ્યારે કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, જેમ કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારા ધર્મ-સંપ્રદાયોમાં પણ ઈશ્વરનું સ્વરૂપ, તેનો જીવ, જગત સાથેના સંબંધ અંગે પરસ્પરવિરોધી કહી શકાય તેવા મતમતાંતરો છે. ખ્રિસ્તી ધર્મ ઈશ્વરને સગુણ, સાકાર અને સૃષ્ટિકર્તા માને છે. જ્યારે ઈસ્લામ ધર્મ ઈશ્વર (ખુદા)ને નિર્ગુણ, નિરાકાર અને સૃષ્ટિકર્તા માને છે. હિન્દુ ધર્મમાં પણ જગદ્ગુરુ શંકરાચાર્યની વેદાંતની પરંપરા ઈશ્વર (પરબ્રહ્મ)ને નિર્ણ, નિરાકાર માને છે. જ્યારે રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, શ્રીકંઠ, વલ્લભાચાર્ય વગેરે વૈષ્ણવ વેદાંતીઓ ઈશ્વરને સગુણ, સાકાર, સૃષ્ટિકર્તા અને કર્મફલપ્રદાતા માને છે.. - જૈન, બૌદ્ધ વગેરે દર્શનો સગુણ, સાકારવાદીઓના જેવા સૃષ્ટિકર્તા, કર્મલપ્રદાતા ઈશ્વરમાં માનતા નથી. છતાં આત્મા, મોક્ષ વગેરેમાં માને છે અને પરમસત્તાનો સ્વીકાર કરે છે. ઈશ્વરનાં સ્વરૂપ, સ્વભાવ, કાર્ય અંગે વિવિધ મતમતાંતરો છે. દરેકની માન્યતા પાછળ કોઈ ને કોઈ બુદ્ધિગમ્ય કારણો છે. પરસપર વિરોધાભાસી લાગતા ઈશ્વરવિષયક મતમતાંતરોનું ઝીણવટભર્યું અવલોકન-વકીલાત નહીં, પણ ન્યાયિક અન્વેષણ કરવામાં આવે તો દરેક મતમાં કાંઈક ને કાંઈક તથ્ય છુપાયેલું છે. માનવપ્રકૃતિની ખાસિયતો અને સમાજના હિત માટે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક ધર્મ-સંપ્રદાયના પ્રવર્તકો, મહાપુરુષોએ વ્યક્તિ અને સમાજનાં ઉત્થાન અને ઉદ્ધાર માટે ઈશ્વરતત્ત્વનો આધાર લીધો છે. અત્રે આપણે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના પ્રસ્તુત કીર્તિનપદના આધારે માત્ર હિન્દુ ધર્મ દર્શનના વિવિધ મતમતાંતરોમાં વર્ણિત ઈશ્વરના સ્વરૂપ સંબંધ અંગે ચર્ચા કરીશું. સદગુરુ બ્રહ્માનંદસ્વામીએ પ્રસ્તુત પદમાં પોતાને એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અભિપ્રેત ઈશ્વરના સ્વરૂપ અને તેના જીવ જગત સાથેના સંબંધો અંગે ટૂંકમાં ઘણું કહી દીધું છે. પરમતત્ત્વ - પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં સ્વામી કહે છે કે ૫૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS પરમાત્મા સહજ આનંદના સ્વામી છે. અસ્તિત્વની ત્રણ અવસ્થા છે : સત, ચિત્ત અને આનંદ. હિન્દુ ધર્મગ્રંથોમાં સત્ શબ્દથી જડ તત્ત્વનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જગતમાં વિદ્યમાન દૃશ્ય સ્થળ પદાર્થોની સત્તાને સત્ તત્વ કહે છે. ચિત્ એટલે ચૈતન્ય-જીવસત્તા અને આનંદ એટલે સત્ અને ચિત્ત બન્નેથી પર એવું દિવ્ય તત્ત્વ. પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દરેક દેહધારીઓનું શરીર સત્ એટલે કે જડ તત્ત્વનું બનેલું છે અને શરીરની અંદર રહેલો જીવ એ ચિત્ - ચૈતન્ય તત્ત્વ છે. પરમાત્મા જડ અને ચેતન બન્નેથી પર છે. તેનું સ્વરૂપ આનંદમય છે. શરીરમાં જેમ જીવ રહ્યો છે, તેમ જીવમાં અંતર્યામીરૂપે પરમાત્મા રહ્યા છે. આ પરમાત્મા જીવના કર્મના સાક્ષી અને કર્મફલપ્રદાતા છે. તેની પ્રાપ્તિને મોક્ષ, મુક્તિ કે પરંગતિ કહે છે. જયારે જીવ આ મારત્માનો આશ્રય કરવાથી જીવને પરમાનંદની પ્રાપ્તિ થાય છે અને તેનો જન્મ-મરણથી છુટકારો થાય છે. પરમાત્મા સત્, ચિત્ત અને આનંદનો મૂલાધાર હોવાથી તેને સચ્ચિદાનંદ કહે છે. પરમાત્માના આ સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરતાં સર બ્રહ્માનંદસ્વામી કહે છે કે, પરમાત્મા સહજ આનંદ સ્વરૂપ છે. પરમાત્મા સાકાર છે કે નિરાકાર એની ભાંજગડમાં પડ્યા વિના સ્વામીએ અહીં મૂળભૂત વાત કહી છે. પરમાત્મા સગુણ હોય કે નિર્ગુણ, સાકાર હોય કે નિરાકાર, પરંતુ તેનું સ્વરૂપ સ્વભાવ સહજ આનંદમય છે. પરમાત્મા માત્ર આનંદરૂપ જ નહીં, તે સર્વસુખના રાશિ છે. દરેક જીવપ્રાણી માત્ર સુખ ઝંખે છે. સુખ બે પ્રકારના છે : ઇન્દ્રિયજન્ય અને ઇન્દ્રિયાતીત. આત્મા પરમાત્મા સંબંધી સુખ ઇન્દ્રિયાતીત છે. તેમાં ક્યાંય ત્યાગ ભાગ નથી. ઇન્દ્રિયજન્ય સુખ શરૂઆતમાં રમણીય, આકર્ષક લાગે છે, પરંતુ અંતે દુઃખસ્વરૂપ છે. તેનાથી જીવને પરમતૃપ્તિ થતી નથી. જ્યારે અધ્યાત્મસંબંધી સુખ, શાશ્વત છે. તેનો ક્યારેય અંત આવતો નથી. પરમાત્મા આવા સુખના દાતા છે. તેથી સ્વામી પરમાત્માને સુખકારી કહે છે. આમ, સ્વામીના મતે પરમાત્મા સહજ આનંદરૂપ અને સુખકારી છે. પરમાત્માનો આશ્રય કરનારને મૃત્યુ પછી પરલોકનાં દિવ્ય સુખો તો મળે છે, પરંતુ આલોકમાં જીવતેજીવ વિવિધ સુખોની પ્રાપ્તિ થાય છે. સ્વામીના મતે પરમાત્મા આલોક અને પરલોક બન્નેમાં જીવ માટે સુખપ્રદાતા છે. આ વાતનો પણ નિર્દેશ કરવા સ્વામીએ દિવ્ય સુખકારી કહેવાના બદલે માત્ર સુખકારી કહ્યા છે. 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 પરમાત્માના સ્વરૂપ અંગે ભારતીય ધર્મ-સંપ્રદાયો અને દર્શનશાસ્ત્રોમાં અનેક મતમતાંતરો છે, પરંતુ એ વાદ-વિવાદમાં પડ્યા વિના સ્વામી દર્શનશાસ્ત્રની મુખ્ય શાખાઓની સારભૂત માન્યતાઓનો નિર્દેશ કરતાં કહે છે કે પરમાત્માને વેદાંતીઓ અરૂપી માને છે. વેદાંતદર્શનની અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે અનેક શાખા-પ્રશાખાઓ છે. સ્વામીએ અહીં જે ‘વેદાંતી’ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે મુખ્યત્વે શાંકરવેદાંતનો નિર્દેશ કરે છે. શાંકરવેદાંતમાં ઈશ્વરને અશરીરી, નિર્ગુણ, નિરાકાર માનવામાં આવે છે. વેદના અંત ભાગ - ઉપનિષદને વેદાંત કહે છે. વેદાંતને દર્શનનું સ્વરૂપ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે આપ્યું. એ વેદાંત સૂત્રો પર જુદાજુદા આચાર્યોએ ભાષ્યગ્રંથો રચીને વિવિધ ધર્મ-સંપ્રદાયો પ્રવર્તાવ્યા છે. સર બ્રહ્માનંદસ્વામીના સમયમાં વેદાંતી શબ્દ શાંકરમત માટે સમાજમાં રૂઢ થઈ ગયેલો. તેથી સ્વામીએ વેદાંતીઓ ઈશ્વરને અરૂપી કહે છે તેવો અત્રે ઉલ્લેખ કર્યો છે. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે વેદાંતીઓ ઈશ્વરને અરૂપી માનતા નથી. માટે સ્વામીએ તત્કાલીન સમાજમાં પ્રચલિત માન્યતાને ધ્યાનમાં રાખીને વેદાંતીનો મત પ્રગટ કર્યો છે. વેદાંત દર્શનની ઈશ્વર અરૂપી હોવાની માન્યતા સાચી છે કે ખોટી એ અંગે સ્વામીએ કોઈ ટીકટિપ્પણી કરી નથી. ભારતીય દર્શનશાસ્ત્રોમાં ‘ન્યાયદર્શનના રચયિતા મહર્ષિ ગૌતમને માનવામાં આવે છે. તેની પર વાચસ્પતિએ મિશ્ર, પ્રશસ્તપાદ, જયંત ભટ્ટ વગેરે આચાર્યોએ ભાષ્યગ્રંથો રચીને ન્યાયદર્શનનો પ્રસાર, પ્રચાર કર્યો છે. ન્યાયદર્શનમાં ઈશ્વરની માન્યતાનો નિર્દેશ કરતાં સ્વામી કહે છે કે, ન્યાયદર્શન ઈશ્વરને અનુમાન પ્રમાણનો વિષય માને છે. ન્યાયદર્શનની પ્રચલિત માન્યતા પ્રમાણે કર્યા વિના કોઈ કાર્ય થતું નથી. સૃષ્ટિ એ એક કાર્ય છે. તેથી તેનો કોઈ કર્તા હોવો જોઈએ. તેથી ઈશ્વર સૃષ્ટિકતાં છે. ઉદયનાચાર્ય નામના ન્યાયાચાર્યે ‘ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વર અંગે વિશદ્ ચર્ચા કરી છે. જીવ, જગત અને જગદીશ્વરનાં સ્વરૂપ, સંબંધ અને કાર્ય અંગે દર્શનશાસ્ત્રોમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રકારનાં પ્રમાણોનો આશ્રય લેવામાં આવે છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ અને તેનું સૃષ્ટિકર્તૃત્વ સિદ્ધ કરવા ન્યાયદર્શનમાં મુખ્યત્વે અનુમાન પ્રમાણનો આધાર લે છે. સ્વામી કહે છે કે, વેદાંતીઓ જે ઈશ્વરને અરૂપી માને છે અને તૈયાયિકો અનુમાન પ્રમાણ દ્વારા જે ઈશ્વરનું પ્રતિપાદન કરે છે એ ઈશ્વર પ૮ પ૭ - Page #35 -------------------------------------------------------------------------- ________________ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સંતોમાં રહે છે. સ્વામીના મતે ઈશ્વર પ્રગટ છે અને તે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે. જ્યાં સુધી ઈશ્વરને પ્રગટરૂપે માનવામાં ન આવે ત્યાં સુધી સાધકની અધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિ થતી નથી. અપ્રગટ રોટી કે અનુમાનથી સિદ્ધ કરાતી રોટી ભૂખ મટાડી શકતી નથી. ઈશ્વરનું આવું સગુણ પ્રગટરૂપ જ સાધકના જીવનમાં પરિવર્તનનો પ્રાણ ફૂંકે છે અને સબળ અવલંબન પૂરું પાડે છે. ઈશ્વરના સ્વરૂપ અંગે બીજી એક મહત્ત્વની વાત કરતાં સ્વામી કહે છે કે, નિગમ અર્થાત્ વેદાંત વગેરે દર્શનશાસ્ત્રોમાં ઈશ્વરને પ્રગટ કે પ્રત્યક્ષ માનવામાં આવતા નથી. જે ઈશ્વરને યોગીઓ ધ્યાન દ્વારા પામી શકતા નથી એ ઈશ્વર સ્વામીના મતે પ્રગટ-પ્રત્યક્ષરૂપે સંતોમાં બિરાજે છે. - સર બ્રહ્માનંદસ્વામી, સહજાનંદસ્વામી - સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પ્રમાણ ઈશ્વર માને છે. કોઈ સાતમા આસમાનમાં બિરાજતા કે ધ્યાન-ધારણા દ્વારા પણ પકડમાં ન આવે તેવા ઈશ્વરના બદલે પ્રગટ પ્રમાણ એવા સહજાનંદસ્વામીને બ્રહ્માનંદસ્વામી ઈશ્વર માને છે. આ સહજાનંદસ્વામી “સંતોમાં રે' છે એ શબ્દ દ્વારા સ્વામીએ બે વાતનો નિર્દેશ કર્યો છે. આ વાક્યનો સીધો અર્થ થાય છે કે બ્રહ્માનંદસ્વામી જેને પોતાના વહાલામાં વહાલા માને છે એવા સહજાનંદસ્વામી (વ્યક્તિરૂપ ઈશ્વર) સંતો સાથે રહે છે અને બીજો અર્થ એવો પણ થઈ શકે કે ઈશ્વર સંતોમાં રહે છે, અર્થાત્ ઈશ્વર સંતોની અંદર રહે છે, અર્થાત્ સંતો એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. - બ્રહ્માનંદસ્વામી કહે છે કે, પ્રગટરૂપે સહજાનંદસ્વામીપ ઈશ્વર સર્વના કર્તા છે, સર્વના આધારૂપ છે અને સર્વની અંદર-બહાર રહ્યા છે. તે જીવપ્રાણી માત્રના અંતર્યામી છે, અર્થાત જડમાં તે અધિષ્ઠાન ચૈતન્ય અને ચેતનમાં અંતર્યામી સાક્ષીરૂપે રહ્યા છે. આ ઈશ્વર સર્વ નામના નામી છે. ઈશ્વરનાં પર અને અપર સ્વરૂપ વચ્ચે ભેદ નથી. સર બ્રહ્માનંદસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય અભિમત ઈશ્વરના સ્વરૂપને આ પદમાં સાંગોપાંગ સૂત્રાત્મક રૂપમાં અદભૂત રીતે વર્ણવ્યું છે. સ્વામીના મતે ઈશ્વર પ્રગટ, અર્થાત્ સગુણ, સાકાર છે. તે માત્ર અનુમાનનો નહીં, પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે. ઈશ્વરનું પરમસ્વરૂપ ભલે અનુમાનગણ્ય હોય, પરંતુ અવતારસ્વરૂપ દરેક જીવપ્રાણી માત્ર માટે સુગમ અને ઇન્દ્રિયગમ્ય છે. ઈશ્વરનાં પર, અવતાર અને અંતર્યામી એમ ત્રણ સ્વરૂપનું સ્વામીએ વર્ણન કર્યું છે. ૦ પ૯ ૦ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પરસ્વરૂપે ઈશ્વર પરાત્પર છે. જેને વેદાંતીઓ અરૂપી કહે છે અને ન્યાયદર્શન અનુમાનગમ્ય માને છે. આવું ઈશ્વરતવ સ્વામીના મતે પ્રગટ પ્રમાણ સહજાનંદસ્વામી છે. ‘સહજાનંદસ્વામી' શબ્દ દ્વારા પણ સ્વામીએ બે વાતનો નિર્દેશ કર્યો છે. સહજાનંદસ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક એવા સ્વામી સહજાનંદજી મહારાજ અને બીજા સહજાનંદસ્વામી એટલે જેમનું સ્વરૂપ સહજ આનંદરૂપ છે એવા સહજ આનંદના સ્વામી-સહજાનંદસ્વામી. સ્વામીના મતે ઈશ્વરનાં પરાત્પર સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ વચ્ચે કોઈ ભેદભાવ કે ભાગત્યાગ નથી. પરમાત્મા પરાત્પર પણ છે અને પ્રગટ પ્રમાણ પણ છે. તે સર્વમાં અંતર્યામીરૂપે રહેતા હોવા છતાં સર્વથી પર - ન્યારા પણ છે, અર્થાત્ ઈશ્વર સર્વ ચિત્ અચિત્ તત્ત્વમાં અંતર્યામીરૂપે રહેવા છતાં તે ચિત્ (જીવ), અચિત્ (જડ) તત્ત્વગત દોષોથી લિપ્ત થતા નથી. ઈશ્વર સર્વના આશ્રયરૂપ હોવા છતાં જડચેતનગત સર્વ ગુણદોષથી અલિપ્ત રહે છે. તેને જીવ, જગતગત દોષો સ્પર્શતા નથી. સ્વામીએ આ પદમાં એક બહુ મહત્ત્વની વાત એ કરી છે કે, ઈશ્વરને ભલે ગમે તે સ્વરૂપે માનીએ કે ગમે તે નામથી પોકારીએ, પરંતુ તે સર્વનામરૂપથી પર, સર્વ નામના નામી છે. જો આ વાત બરાબર સમજાઈ જાય તો અનેક પ્રકારનાં સાંપ્રદાયિક વૈમનસ્યોનો અંત આવી જાય. (ડૉ. દેવવલ્લભ સ્વામી (ગુરુકુળ, ખાંભા), જિ. અમરેલીના સંચાલક અને આચાર્ય ((M.A., B.Ed. Ph.D., વેદાંત, દર્શન, સાહિત્યાચાર્ય), 'સ્વામિનારાયણ દર્શન'ના તંત્રી, ચાળીશ જેટલાં ધર્મ અને શિક્ષણ વિષયક પુસ્તકોનું લેખન-પ્રકાશન કર્યું છે). Page #36 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ગુમાવી દેતાં નાગરને મોટા ભાઈ અને ભાભીએ ઉછેરીને મોટો કર્યો. નાગરને ધર્મના સંસ્કાર ગળથુથીમાં જ મળ્યા હતા, નિમિત્ત મળતા દીક્ષાના ભાવ જાગ્યા. સંવત ૧૯૫૭, ફાગણ સુદ -૩ના દિવસે ૨૪ વર્ષની વયે અંજાર ગામે દેવચંદ્રજીસ્વામી પાસે દીક્ષા લીધી. ગુરુ એ નવદીક્ષિત મુનિનું શુભ નામ ‘નાનચંદ્રજીનિ' પાડયું. ત્યાર પછી નાનચંદ્રજીમુનિએ 'જ્ઞાનચંદ્ર મહામુનિ' બનવાની દિશામાં પુરુષાર્થ આદરી દીધો. એમના ક્રાંતિકારી વિચારોથી લોકો આકર્ષાયા. જૈન સંપ્રદાયમાં ધર્મક્રાંતિનાં બીજ રોપાયાં. તેઓ ગાંધીયુગના અહિંસક, ક્રાંતિકારી યુગદૃષ્ટા હતા. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે ક્ષેત્રોના વિકાસ માટે પ્રખર પ્રચારક બન્યા. એમનો સંગીતમય બુલંદ અવાજ એવો પ્રભાવશાળી હતો કે શ્રોતાઓ મંગમુગ્ધ બની તેમના વિચારોના સમર્થક બનવા લાગ્યા. સામાજિક ક્ષેત્રોમાં જે કુરિવાજો, કુરૂઢિઓ ઘર કરી ગઈ હતી તેના માટે પ્રબળ પુરુષાર્થ દ્વારા પ્રચાર ર્યો. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પણ જે અવિવેકમય ક્રિયાકાંડો થતા હતા, તેમાં સુધારા કરી સત્ય માર્ગની દિશાનો નિર્દેશ કર્યો. આ સિવાય માનવતાનાં, સેવાનાં કાર્યોમાં મોટો ફાળો આપ્યો. નારીશિક્ષણના હિમાયતી બન્યા. ૮૭ વર્ષની વયે ૨૭-૧૨-૧૯૬૪ના રોજ જન્મવતન સાયલા ગામે નશ્વર દેહ છોડી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કર્યું. આમ તેમની દીર્ઘ દીક્ષા પર્યાયમાં ઉત્કર્ષ અને આદર્શ કાર્યોના પ્રેરણાદાતા બન્યા હતા. પૂ. કવિવર્ય નાનચંદ્રજીસ્વામીનું સાહિત્યસર્જન ‘કવિ જન્મે છે, થતાં નથી'. એ કવિ વ્યાખ્યા જોઈએ કે વેદોની ચાઓમાં ‘વિર્ષની મૂ: સ્વયંમૂઃ' એ આર્ષદૃષ્ટારૂપ કવિનું સ્વરૂપ જોઈએ. એ બંને વાતો ૫. નાનચંદ્રજીસ્વામીના સાહિત્યસર્જનમાં મળે છે. એમનાં મુખ્ય પુસ્તકો પ્રાર્થના, મંદિર, પ્રાર્થના, પદ, ભજન પદ પુસ્તિકા, સુબોધ સંગીતમાળા વગેરે છે. લગભગ ૪૦૦ પદપુષ્પોની રચના કરેલ છે, જેમાં પ્રાર્થના, સ્તુતિ, ગઝલ, ભજન વગેરેને શાસ્ત્રીય સંગીત તેમ જ પ્રચલિત રાગો અને ભજનોના ઢાળમાં પોતાના હૃદયભાવોની અભિવ્યક્તિ કરેલ છે. એમની ‘પ્રાર્થના પદ'ની ગઝલોમાં આજે પણ ભવ્ય આત્માઓને માનવજીવન સફળ કરવા માટે નમૂનારૂપ જીવનશૈલી અને દૃષ્ટિનો પરિચય મળે છે. વિશેષમાં તો એમની રચનાઓનું આસ્વાદન કરવાથી જીવનનું સત્ય પામી કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ની રચનામાં આત્મચિંતન a ડૉ. રતનબેન ખીમજી છાડવા પુજ્ય કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જીવન : ‘‘મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી જરૂર પુર્યકા જમાવ હોતા હૈ જભી...” મિલતી હૈ આ સુપ્રખ્યાત ગઝલના રચનાકાર છે કવિવર્ય નાનચંદ્રજી (મહારાજ)સ્વામી. સૌરાષ્ટ્ર ની ધીંગી ધરાના સાયલા ગામના પનોતા પુત્ર ક્રાંતિવીર શ્રી નાનચંદ્રજીસ્વામીનો પરિચય અર્વાચીન સમયમાં સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓના ઉપલક્ષ્યમાં અનન્ય પ્રેરક છે. પ્રતિષ્ઠિત સ્થાનકવાસી પરિવારના પિતા પાનાચંદભાઈના કુળમાં સંવત ૧૯૩૩, માગસર સુદ-૧, ગુરુવારે રળિયાત માતાની કૂખે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ 'નાગર' પાડવામાં આવ્યું. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા Page #37 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન શકાય છે. તેમણે ‘પ્રાર્થના પદ'માં વૈવિધ્યપૂર્ણ પ્રાર્થનાઓનો સમાવેશ કર્યો છે. કેટલીક પ્રાર્થનાઓ ‘ગઝલના રાગમાં સર્જી છે. આ ગઝલોમાં પ્રભુભક્તિ, જીવાત્માના ઉદ્ધારની સહૃદયી પ્રાર્થના, માનવજીવનની સાર્થકતા, અહિંસા, પ્રેમ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, નીતિમતા, માનવતા, વ્યસનમુક્ત વગેરે વિચારો કેન્દ્રસ્થાને રહ્યા છે. તેમણે આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો, ધરતી પર જ સ્વર્ગ રચવાનો સંદેશો આ રચનાઓ દ્વારા આપ્યો છે તેમ જ સામાન્ય માણસ સમજી શકે એવી શૈલીમાં આત્મલક્ષી માનવતાની એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને શાશ્વત આધ્યાત્મિકતાનું સ્વરૂપ સમજાવ્યું છે. પ્રભુનાં દર્શન, કૃપા અને ભક્તિથી જીવન સફળ થાય એવી સાધારણ વિચારસરણી ભક્તિમાર્ગની છે. તેનો રણકારનાદ એમની રચનામાં વહે છે, જેમ કે, *તમારી જ્યાં દયા દૃષ્ટિ, અહાહા ! ત્યાં અમી વૃષ્ટિ, બને સ્નેહી સકળ સૃષ્ટિ, સદા હ્રદયે વસો વાલા.’ પ્રભુના વિરહની વ્યથા કેવી હોય! એ શબ્દસ્થ બની કાવ્યમાં પ્રગટે છે, જેમ કે, ‘તું હી તું હી નાદ ઘાયલના, ઘવાયા હોય તે જાણે.' સંત કવિવર્ય માનવધર્મ પર પણ એટલું જ જોર આપે છે, કારણકે સ્વધર્મ--આત્મધર્મનો પાયો માનવધર્મ છે. માટે કહે છે કે, *ગરીબોની ખબર લેતા, દિલાસો એહને દેવા, બજાવી ટંકની સેવા, જીવન એનું સફળ જાણો.’ વળી સમજણ વિનાના ધાર્મિક ક્રિયાકાંડો સામે પણ લાલ બત્તી ધરીને કહે છે કે, સમજણ વિના તો બાંધે સામાયિક, પડિક્કમણું બોલે પોકારી, પોષો સજે પણ રોષો તજે નહીં, વાતો છોડે ના વિકારી. આમ અમુક પ્રસંગે સામાજિક સુધારણાની ઝંખના થઈ, અમુક પ્રસંગે આધ્યાત્મિક ભાવોનું સ્ફુરણ થયું, તો ક્યારેક અંતર્યામી પરમાત્માની આરાધના કરવાની વૃત્તિ જાગી. આ બધી જ રસવૃત્તિનો પરિપાક એ જ એમનું સાહિત્યસર્જન. જેમાં ભળી છે સંગીતની સાધના અને ભક્તિની નિર્મળતા. ત્યારે જ આવું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જાય. આ ઉપરાંત માનવતાનું મીઠું જગત, 93 PS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©© પ્રેરણાપીયૂષ, ચિત્તવિનોદ, સંસ્કૃત કાવ્યાનંદ જેવા આઠ ગ્રંથોનું સાત્ત્વિક સાહિત્ય પણ રચ્યું છે. પુષ્પ પરાગના રસનો ભોગી ભમરો બગીચામાં ઘૂમીઘૂમીને પુષ્પમાંથી સત્ત્વરૂપી પરાગરસનું આસ્વાદન માણે છે તેમ અહીં એમની એક ગઝલ - ‘તમારું છે તમારામાં”નો રસાસ્વાદ માણીએ. કવિવર્ય નાનચંદ્રજીસ્વામીની ‘તમારું છે તમારામાં’ કૃતિમાં આત્મચિંતન ઃ તમે છો શોધમાં જેની અનુભવીને ખબર એની નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની ? ....... નથી સુખ પુત્રપ્યારમાં, નથી દિલજાન દારામાં અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં .....૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં .....૩ નથી વૈભવ વિલાસોમાં, નથી ઉત્તમ આવાસોમાં ક્ષણિકનાં હર્ષ હાસ્યોમાં, તમારું છે તમારામાં ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે ફસાઓ કાં વિષય ફાંસે, તમારું છે તમારામાં ....૫ નથી વિદ્યા જમાવામાં, નથી ગુણિયલ ગણાવામાં નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં નથી મહેલો મજાનામાં, નથી ધનના ખજાનામાં સુણ્યું છે ‘સંતના શિષ્યો' તમારું છે તમારામાં .....૭ આ આધ્યાત્મિક ગઝલમાં કવિવર્ષ નાનચંદ્રજીસ્વામીએ શાશ્વત સુખની ચાવી બતાવી છે. સહજ સુખ કે સ્વયંભૂ આનંદ એ જીવમાત્રનો - ચેતનનો ગુણ છે, પરંતુ જીવ પર મોહનું, અવિદ્યા કે અજ્ઞાનનું આવરણ હોવાથી દરેક યોનિમાં એ સહજ સુખ વિકૃતરૂપે અનુભવાય છે, પ્રતિભાસિત થાય છે. વસ્તુતઃ જે શાશ્વત સુખને જીવમાત્ર ઝંખી રહેલ છે તે સુખ તેના અંતરમાં જ છે. એ આ કાવ્યનો મુખ્ય ધ્વનિ છે. આચારાંગ સૂત્રમાં દર્શાવ્યું છે કે, ‘મળ્યે પાળા પિયાડયા, મુઠસાવા ટુવાડજ ।’, અર્થાત્ સર્વ જીવોને આયુ પ્રિય છે, ૬૪ .9 Page #38 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સર્વને સુખ અનકૂળ લાગે છે, જ્યારે દુ:ખ પ્રતિકૂળ લાગે છે. દર્શવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે, ‘સર્વે નવા વિ તિ, વિવું ન માનવું' | બધા જીવો જીવવા માગે છે, મરવાનું કોઈને ગમતું નથી. આમ હોવા છતાં સાચું સુખ મળતું નથી અને દુ:ખ ટળતું નથી. તો પછી સાચું સુખ ક્યાં છે ? ત્યારે જ્ઞાની પુરુષો અનુભવથી કહે છે કે, શાશ્વત સુખ તો અંતરમાં, પોતાનામાં જ છે. આ જ વાતનો પડઘો ઉપરની ગઝલમાં દર્શાવ્યો છે. પ્રથમ પંક્તિમાં શાશ્વત સુખનું રહસ્ય બતાવતાં પૂ. ગુરુદેવ કહે છે કે, ચૈતન્ય તત્ત્વ તો ઘટઘટમાં બિરાજમાન છે, પરંતુ તેનું પરિપૂર્ણ સ્વરૂપ માનવદેહ મંદિરમાં જ શક્ય છે. ભવાન્તરમાં દરેક જીવાત્માએ ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના અસંખ્ય કે અનંતા દેહ ધારણ કર્યા છે, પરંતુ જીવાત્માએ પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કર્યો નથી. અનુભવ કરવાની શક્યતા મોટે ભાગે માનવદેહમાં જ રહેલી છે. ‘અનુભવીને ખબર એની' આ પદનું રહસ્ય સમજાવતાં પૂ. ગુરુદેવ કહે છે કે, અંતરમાં શાશ્વત સ્વરૂપે રહેલો જે અનુભવ શબ્દ, રૂપ, રસ આદિ જડ વિષયો અને ચેતનતત્ત્વનો પ્રત્યક્ષ ભેદ પાડનાર વિવેકની કળાને પ્રગટ કરે છે અને જે અનુભવથી જન્માંતરોમાં જે કાંઈ ગતિ, વિધિ કરી હોય એ બધું પ્રગટ થાય છે, માટે તું તારા પોતાનામાં રહેલ અનુભવને પ્રાપ્ત કર, એ અનુભવ જ સાચું સુખ આપશે. અનુભવનું સ્વરૂપ બતાવતાં કવિ શ્રી બનારસીદાસજીએ પણ કહ્યું છે કે, વસ્તુનું ચિંતન કરતાં મન, બુદ્ધિ જ્યાં વિરામ પામે અને એ રસની અનુભૂતિ થતાં અતુલ સુખ ઊપજે એનું નામ અનુભવ. આ અનુભવ શાશ્વતરૂપે આત્માની સાથે જ સંકળાયેલ છે, માટે સ્વસંવેદ્ય કહેવાય છે, માટે જ કવિવર્ય નાનચંદ્રસ્વામી કહે છે કે, અનુભવને પામ્યા વગર તમને એનો આનંદ ક્યાંથી મળે ? અર્થાત્ એનો આનંદ પ્રાપ્ત કરી શકાતો નથી. - ત્યાર પછીનાં પદોમાં કહ્યું છે કે, સામાન્ય રીતે જગતના જીવો-માનવો કુટુંબ-કબીલો, પુત્ર, પરિવાર, પત્ની, વૈભવ વગેરેમાં સુખ માને છે, અર્થાત્ સાંસારિક અનુકૂળતાને સુખ અને સાંસારિક પ્રતિકૂળતાને દુ:ખ માને છે. જ્યારે જ્ઞાની પુરુષો તો સંસારને જ દુઃખ માને છે, કારણકે આ સંસારના સંબંધો માહજન્ય છે, જેનાથી રાગ અને દ્વેષની પરિણતિ થાય છે. બંને કર્મનાં બીજ છે, જે જન્મ-મરણનું મૂળ છે. જેનાથી જીવાત્મા એક યોનિમાંથી બીજી યોનિમાં સરકે ૬૫ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S છે. તેને જ ભવચક્ર કહ્યું છે, પરંતુ બહિર્મુખી જીવોને જગતનાં ઇન્દ્રિય અને વિષયજન્ય સુખો સારાં લાગે છે, જેથી અતીન્દ્રિય સુખનો, આત્માના સહજ સુખનો અનુભવ થતો નથી. જ્યાં સુધી અંત:કરણ આત્મિક સુખને વેદતું નથી જાણતું ત્યાં સુધી વિષયોના ભોગમાં અભિલાષા જાગે છે, એટલે કવિવર્ય સાધકને વારંવાર કહે છે કે, સંસારનું સુખ તો ભ્રમણા ઉપજાવે તેવું છે. આ સંસારનાં ભૌતિક સુખો તો ક્ષણિક છે. જ્યારે સાચું શાશ્વત સુખ તો તારા પોતાના અંતઃકરણમાં જ રહેલું છે, બીજે ક્યાંય નથી. પરમઆનંદ એ જ આત્માનો સહજ સ્વભાવ છે, સહજ ધર્મ છે. વીતરાગ પ્રભુએ ધર્મનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, ‘વષ્ણુ મહાવો ધH’ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આત્માના સહજ ગુણધર્મ છે. જ્ઞાનચેતના (જાણવું તે), દર્શનચેતના (જોવું તે) અને ચારિત્ર એટલે ક્રિયાશક્તિ (માણવું તે). આ ગુણોને પ્રગટ કરવા માટે બીજે ક્યાંય જવાની કે આશ્રમ બાંધીને સાધના કરવાની કોઈ જરૂર નથી. માનવજીવનના કોઈ પણ પર્યાયમાં કે અવસ્થામાં જીવ જાણવાનું અને અનુભવવાનું કાર્ય કરતો જ હોય છે, પરંતુ જ્યાં સુધી માનવનો અંતરાત્મા (ચૈતન્ય પુરુષ) જાગૃત થતો નથી ત્યાં સુધી એ જે કાંઈ જુએ છે, જાણે છે કે અનુભવે છે તે બધું સમ્યફ પ્રકારનું હોતું નથી, અર્થાત્ સંસારદશાનું હોય છે. તે સ્વલક્ષી એટલે આત્મલક્ષી હોતું નથી, પણ પરલક્ષી-દેતલક્ષી હોય છે. તેથી યથાર્થ જાણી શકતો નથી, જોઈ શકતો નથી અને માણી શકતો નથી. જ્યારે જીવનમાં એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, શરીર વગેરે આધારમાં આત્માનું, ફક્ત આત્માનું જ અવતરણ થાય ત્યારે જાણવું, જોવું અને આચરવું સમ્યક પ્રકારનું બને છે. આત્મા પોતે તો રૂ૫, રંગ વગરનો ચૈતન્યધન છે. તેની અભિવ્યક્તિ શરીર, મન, બુદ્ધિ અને પ્રાણ દ્વારા થાય છે. શરીર સાધન છે. એના આશ્રયે જ મન, બુદ્ધિ વગેરે રહેલાં છે. આ સાધનો દ્વારા જ આત્મગુણની અભિવ્યક્તિ કરી શકાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંકાર એ જ અંતઃકરણ. બીજા શબ્દોમાં એને જ આધાર કહેવામાં આવે છે. જો અંત:કરણ અર્થાત્ આધાર સંપૂર્ણપણે શુદ્ધ હોય તો જ આત્માના સહજ ગુણ સ+ચિ+ આનંદ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાધકના જીવનમાં પ્રગટ થાય છે. આમ શાશ્વત સુખ મેળવવા માટે માનવે અંતર્મુખી બનવું પડે છે. આ જ વાત જાણીતાં સૂફીસંત કવયિત્રીએ પણ કરી છે, જેમ કે, “ફરો ભમતા તમે શું ભાઈ, સાહેબ - ૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન બેઠો પોતાની માંહી.....' એટલે કે તમે અહીંતહીં શા માટે ભટકો છો ? પરમતત્ત્વ તો તમારી અંદર જ બિરાજે છે. અતઃ કવિવર્ષ નાનચંદ્રજીસ્વામીએ આ ગઝલમાં આત્મચિંતનનું સ્વરૂપ અને શાશ્વત સુખનું ગૂઢ રહસ્ય એક જ પદમાં ‘તમારું છે તમારામાં' દ્વારા દર્શાવ્યું છે. ગ્રંથસૂચિ : : પૂ. ગુરુદેવ કવિવર્ય પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દી નિસંપ. સંપાદક - યુનિ ધુલાબજી (ષિમુનિ) (લેખિકા ‘જૈન પ્રકાશ’નાં તંત્રી છે. શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D.. કરેલ છે અને જૈન શિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે). 5 ૬૭ ૧૦ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © કવિ આનંદ (મુનિચંદ્રજી મહારાજ)ની કવિતામાં આત્મચિંતન 2 જિતેન્દ્ર મગનલાલ કામદાર ૨૦મી સદીમાં દીક્ષિત થયેલા કેટલાક જૈન સંત કવિઓ માંહેના એક એવા કવિ ‘આનંદ’તિથલ મુકામે બિરાજમાન પૂ. બંધુત્રિપુટી મુનિવરોના જ્યેષ્ઠ બંધુ મુનિચંદ્રજી મહારાજ નિજાનંદી અને અંતર્મુખી સ્વભાવના સાધક હતા. ૨૩ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિમાં જન્મેલા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપરંપરાના અનુયાયી હતા. સંસારી નામ લાલજીભાઈ, શાળાકીય અભ્યાસ ૧૦ ધોરણ સુધી કરી કાકા મુનિશ્રી અમરેન્દ્રવિજયજીના પ્રભાવ હેઠળ આવી ૧૯૫૪માં મહાન જૈનાચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત થયા. વિવિધ શાસ્ત્રોના અભ્યાસ અને સાધનામાં તેમણે ૧૪ વર્ષ જેટલો સમય ગાળ્યો. કુદરતપ્રેમી, સંવેદનશીલ, સરળ અને સૌમ્ય પ્રકૃતિના વિ આનંદ ઓટલો, આંગણું, અગાસી અને આકાશના પણ એટલા જ પ્રેમી હતા. se Page #40 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સામાન્યજનને સમજાય તેવી સરળ ભાષામાં તેમણે કાવ્યો રચ્યાં છે. તેમનાં કાવ્યોને શ્રી ઉમાશંકર જોશી, શ્રી હરીન્દ્રભાઈ દવે, શ્રી ભગવતીકુમાર શર્મા જેવા નામાંકિત લેખકો-કવિઓએ બિરદાવ્યાં હતાં અને શ્રી મકરંદ દવે સાથે તો પોતે કવિતાની જ્ઞાનગોષ્ઠિ પણ કરતા હતા. જાણીતા સંગીતકાર આણંદજીભાઈએ તેમની રચનાઓને સ્વરબદ્ધ કરી જાહેરમાં તેનું ગાન પણ કર્યું હતું. એમના - કવિ આનંદના કાવ્યસંગ્રહો “ખીલતા પારિજાત', “હવાને હવાલે', '"કેમ રહેવાય કહો છાના' નામે પ્રગટ થયા છે. છેલ્લે ૧૦મી પુણ્યતિથિએ તેમની ૧૦૮ રચનાઓનું સંકલન “હું અવકાશી પંખી' પ્રગટ થયું હતું. તેમાંની એક રચના “ગીત પ્રેમનું ગાય તો' તેના પર હું મારો શોધપત્ર રજૂ કરું છું. પ્રેમ સ્વસ્થતાની, સમગ્ર જીવન સાથે એક હોવાની અનુભૂતિ છે. પ્રેમ હોય ત્યાં બધો ભય, તિરસ્કાર, ઇર્ષ્યા, અસૂયા, લોભ અદૃશ્ય થઈ જાય છે, કેમ કે પ્રેમની ઉપસ્થિતિમાં આવાં વિનાશક પરિબળોને કોઈ જ સ્થાન નથી. દરેક બંધ દરવાજાની ચાવી છે પ્રેમ. જો આપણે આપણા માનવબંધુઓને ચાહતા હોઈએ તો આપણે આપણા પ્રભુને ચાહતા હોવાનો દાવો કરી શકીએ નહીં. કોને ચાહવા, કોને નહીં તેવો ભેદભાવ પ્રેમમાં હોઈ શકે જ નહીં. દિવ્ય પ્રેમ સૌને સમાન ભાવે આલિંગે છે. પ્રેમ જખમમાં રેડેલી શામક દવા જેવો છે જે ઘાવને રૂઝાવે છે. અન્યો સાથે પ્રગટ કરેલો પ્રેમ શતગણો થઈને પાછો ફરે છે. ' ગીત પ્રેમનું ગાય તો હું” ને “તું”ના પિંજરા તોડી અગર ઉપાય તો લાભ-હાનિની બધી સરહદને ઓળંગાય તો... (૧) હું અને તું, મારું અને તારું, લાભ અને હાનિ, માણસ હંમેશાં આવાં દ્વિદ્રોમાં જ અટવાયા કરતો હોય છે. સ્વાર્થના, કંઈક મેળવવાના અને મળેલું છૂટી ન જાય તે માટે તેને ટકાવી રાખવાના ઉધામા કરવામાં જ માણસ પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ વેડફી દેતો હોય છે. મારા-તારાના મમત્વ અને અહંકારના આટાપાટા છૂટી જાય તો બધું સમથળ થઈ જાય છે. કવિશ્રી આ પંક્તિમાં મારા-તારાની, ઇચ્છાઓ અને અપેક્ષાઓની, કંઈક મેળવવા અને ગુમાવવાની બધી સરહદો ઓળંગીને પ્રેમભર્યા મુક્ત આકાશમાં ગુંજતા રહીને ઉયન કરતા રહેવાનો સંદેશ આપે છે. 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S થાય ઉત્સવરૂપ જીવનની પછી પ્રત્યેક પળ મોતના ભયનોય પદફાશ જ થૈ જાય તો... (૨) દરેક જીવો પર કાયમી એક લટકતી તલવાર મોતનો ભય છે. ક્યારે, કઈ ઘડીએ કોના પર પડશે તેનો કોઈ ભરોસો નથી. આ ભયથી માણસ સતત ફફડતો રહે છે. જે જીવ જન્મ્યો ત્યારથી તેનું મૃત્યુ નિશ્ચિત થયેલું જ છે, પરંતુ તેનાં સમય, સ્થળ અને નિમિત્તથી માણસ અજાણ છે. કુદરતના આ સનાતન નિર્ણયનો સ્વીકાર કરી કવિશ્રી મનુષ્યને જીવનની પ્રત્યેક પળને ઉત્સવરૂપ સમજી માણવાનો સંદેશ આપે છે. મોતનો ભય ટાળીને પોતાના જીવનવ્યવહારો નિભાવતા રહી સુખશાંતિ અને સંતોષપૂર્વક જીવન વિતાવતા રહેવાનો ભાવ પ્રગટ કરે છે. હોય છો ને દુર તોયે વસવસો ના કૈ રહે સ્વપ્નમાં આવી રહસ્યો જો એ ખોલી જાય તો.. (૩) પોતાના પ્રિય પ્રીતિપાત્ર સ્વજનો નજીક હોય કે દૂર હોય, હૃદયમાં તો સદાય તેમના પ્રત્યે પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ વહેતો હોય છે. તેઓ તરફથી ક્યારેક જરાસરખો અણગમો કે અભાવ આવે તોપણ તે ક્ષણિક જ છે તેમ સમજી તેનો કોઈ વસવસો આપણા મનમાં ન હોવો ઘટે. આપણા શ્રદ્ધેય ઉપકારી ગુરુજનો, ગુણીજનો કે પરમતત્ત્વ પ્રત્યે આપણા હૃદયમાં સદાય પ્રેમની સરવાણી વહેતી જ હોય છે. તેથી આપણા સઘળા જીવનવ્યવહારો સરળતાપૂર્વક ચાલે છે અને તેમના પ્રેમપુજના પ્રતાપે સતત પ્રેરણા-માર્ગદર્શન મળતાં રહે છે. અનાયાસે સ્વપ્નમાં પણ ક્યારેક કોઈ સંકેતો દ્વારા કંઈક રહસ્યો ખૂલી જતાં હોય છે. હચમચી ઊઠે બધી એ માન્યતાઓ આંધળી, સત્યનો જો શંખ કોઈ કૃષ્ણથી ફૂંકાય તો.. (૪) મહાભારતના કેન્દ્રસમા શ્રીકૃષ્ણ કૌરવો-પાંડવો વચ્ચે ટળે અને સમજાવટથી સમાધાન થઈ જાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ કૌરવોની કુટિલતા અને શકુનિની શઠતાને કારણે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે શ્રીકૃષ્ણ શંખ ફંક્યો અને “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ' એવો રણટંકાર કરી અસત્ય, અનીતિ અને સત્તામાં અંધ બનેલા કૌરવોની સાન ઠેકાણે લાવવા યુદ્ધનો લલકાર કર્યો. સમાજમાં સૌની સાથે ન્યાય-નીતિથી રહેનારા, શાંતિપૂર્વક જીવનારા, સૌની સાથે હળીમળીને પ્રેમની પાવન ગંગા વહાવનારા સજજનોને પણ ક્યારેક અશુભ Page #41 -------------------------------------------------------------------------- ________________ 5 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તત્ત્વો કે નઠારા લોકો દ્વારા કનડગત થતી હોય છે. જ્યારે તેમની સહનશક્તિની મર્યાદા આવી જાય ત્યારે તેમનામાં એક એવી શક્તિનો સંચાર થાય છે અને કૃષ્ણની જેમ હિંમતપૂર્વક સામનો કરવા લલકાર કરે ત્યારે પેલાં અશુભ તત્ત્વો પણ ફફડી જાય છે, હચમચી ઊઠે છે. હરદમ પ્રેમ-શાંતિથી રહેનારાઓમાં પણ એવી ગજબની શક્તિ ઉત્પન્ન થાય છે કે ગમે તેવા ઉપસર્ગો કે અશુભ તત્ત્વોને જેર કરી શકે. જે રિસાયા છે તે આવી ભેટશે ઘરઆંગણે તું હૃદયનું રક્ત સીંચી ગીત પ્રેમનું ગાય તો... (૫) શાંતિ-પ્રેમની ગંગા વહેવડાવનારા યાત્રિકોથી ક્યારેક જાણ્યે-અજાણ્યે તેના સ્વજનો નારાજ થયા હોય, રિસાયા હોય, દુભાયા હોય એવું બને ત્યારે પણ તેનામાં એવો વિશ્વાસ હોય છે કે હું મારા પ્રેમભર્યા વ્યવહાર અને મીઠી વાણીથી રિસાયેલાને મનાવીશ અને મારા હૃદયના અમીસિંચનથી તેમને એવા અભિભૂત કરી દઈશ કે તેઓ સામેથી મારા ઘરઆંગણે આવીને મને ભેટી પડશે. એ સ્વયં ‘આનંદ'નું મોતી પકવશે ગર્ભમાં વેદના-રાણીને રીઝવતાં તું શીખી જાય તો... (૬) વેદના વેદના સહેવાનો પણ એક આનંદ હોય છે, જેમાં તેનો અંત સુખદ્ હોય ત્યારે તો ખાસ. જીવનમાં દુ:ખ, શોક, વિષાદની ઘડીઓ તો આવતી જ હોય છે. એવી પળોને પણ તું પ્રેમથી, સહજપણે સ્વીકારી લે, તેને રીઝવતા શીખી લે તો જીવનમાં સદાય પ્રેમનું ગીતગુંજન થતું રહેશે, જેમ કોઈ નારી પોતાના ગર્ભમાં ઊછરતા બાળની નવનવ માસ સુધી વેદના સહેતી હોય છે. પ્રસૂતિ વેળાએ તેની અસહ્ય પીડા ભોગવે છે. શા માટે ? નવજાત શિશુને જન્મ આપી તે માતૃત્વ ધારણ કરે અને બાળકના ચહેરાને જોઈ અત્યાર સુધી સહન કરેલી પીડાને તે ભૂલી જાય છે. વર્ષોથી બંધ પડેલાં કોનોના દરવાજાના જામ થઈ ગયેલા મિજાગરામાં ૩-૪ ટીપાં તેલનું ઊંજણ કરવામાં આવે તો દરવાજા ધીરેધીરે ઊઘડવા માડે છે અને પછી તો માત્ર આંગળીઓના ધક્કામાત્રથી દરવાજા સરળતાપૂર્વક ઉઘાડ-બંધ થઈ જતા હોય છે. તે જ રીતે એવા જડ, જરઠ બની ગયેલા પાષાણ હૈયાવાળા માણસોને પણ જો કોઈ અત્યંત પ્રેમથી બોલાવે, તેના પ્રત્યે લાગણી-સહાનુભૂતિ વ્યક્ત કરે, તેનામાં પ્રેમના વારિનું સિંચન કરે તો તેના ૩૧ - આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C હૃદયદ્વાર પણ ઊઘડી જતાં હોય છે. સારાંશ : માણસે આખરે જીવનમાં મેળવવાનું શું છે ? સાથે શું લઈ જવાનું છે ? ધન-દોલત-સંપત્તિ બધું અહીંનું અહીં જ રહી જવાનું છે, માટે અહંકાર, અકડાઈ છોડીને, મૃત્યુના ભયથી ઉપર ઊઠીને, અશુભ પરિબળોનો મક્કમતાપૂર્વક સામનો કરતાકરતા, કો, વેદના હસતેમુખડે સહેતાસહેતા, સૌ મિત્રો, સ્વજનો સાથે પ્રેમ, મસ્તી, આનંદ લૂંટતા-લૂંટાવતા, જ્યોતથી જ્યોત જગાવીને પ્રેમની ગંગા વહેવડાવતા-વહેવડાવતા સંસારમાંથી પસાર થઈ જવાનું છે. કવિશ્રી પોતાની આ રચના દ્વારા ગીત પ્રેમનું ગાતાગાતા આપણને જીવનયાત્રામાં આગળ ને આગળ ધપતા રહેવાનો દિવ્યપંથ ચીંધે છે. અસ્તુ (મુંબઈસ્થિત જિતેન્દ્રભાઈ જૈન દર્શનના અભ્યાસુ યોગાચાર્ય છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર-તિથલ સાથે સંકળાયેલા છે). ર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કવિ ચિદાનંદજીનાં કાવ્યોમાં અધ્યાત્મ ભાવો D ડૉ. પ્રવીણ સી. શાહ શ્રી ચિદાનંદ કૃત બહોતેરી એટલે ૭૨ પદના કર્તા મહાપુરુષ ચિદાનંદ ઘણે ભાગે જાણીતા કવિ છે. કોઈ પણ એક પદ લક્ષપૂર્વક વાંચી તેનો રસ ગ્રહણ કરી તેમાં સમાવેલો અપૂર્વ ભાવ જો આત્મામાં ઉતારવામાં આવે અને તેને અનુકૂળ વર્તન કરવાની ઇચ્છા ધરાવવામાં આવે તો અવશ્ય તે જીવ માર્ગસન્મુખ થઈ જાય એમ બહુ ખાતરી સાથે કહી શકાય છે. શ્રી કપૂરચંદજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ આ વીશમી સદીમાં વિદ્યમાન હતા એમ તેમની અનેક કૃતિઓથી જણાય છે. આનંદઘન મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી પૂરે છે. તેમણે બનાવેલી કૃતિઓમાં ચિદાનંદ બહોતેરી, સ્વરોદયજ્ઞાન, ૩૩ SS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન પુદ્દગલ ગીતા, છૂટક સરૈયા, હિતશિક્ષાના દુહા તેમ જ પ્રશ્નોતરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્યરચના સરળ અને અર્થગંભીર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્થગૌરવ અપૂર્વ હોવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મમાર્ગનો ઉપદેશ સમાયેલો છે. તેઓશ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું તેમ જ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી એમ સંભળાય છે. તેઓ તીર્થપ્રદેશમાં વિશેષે વાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુંજય અને ગિરનારમાં તો અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે પણ ઓળખાય છે. શ્રી સમેતશિખરજી પર તેમનો દેહાંત થયો છે એવી દંતકથા સંભળાય છે. સંવત ૧૯૦૪માં તેઓ સાહેબ ભાવનગરમાં બિરાજતા હતા એમ તેઓ સાહેબે રચેલા શ્રી ગોડી પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સંવત પરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીનો સંઘ કાઢ્યો હતો. તેમાં તેઓ સાહેબ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને ક્યાં સિધાવ્યા તેનો પત્તો મળી શક્યો નહીં એમ સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિઃસ્પૃહી મુનિરાજ વડે જ આ ભૂમિ રત્નગર્ભા કહેવાય છે. તેમણે રચેલાં ૭૨ કાવ્યોમાંથી કેટલાંક કાવ્યો તેમના આત્મચિંતન વિષે સંક્ષિપ્તમાં અત્રે રજૂ કરીશું. અનુભવ આનંદ પ્યારો, અબ મોહે અનુભવ આનંદ પ્યારો; એહ વિચાર ધાર તું જડથી, કનક ઉપલ જિમ ન્યારો. અબ....૧ બંધહેતુ રાગાદિક પરિણતિ, લખ પરપખ સહુ ન્યારો; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાયરથી તારો. અબ....૨ અર્થ : આત્મા કહે છે કે હવે મને અનુભવ આનંદ જ પ્યારો લાગે છે. જ્ઞાની 2 કહે છે કે, હે આત્મા ! તું આ પ્રમાણેનો વિચાર કરીને હવે જગ-પુદ્ગલોથી જેમ બને તેમ શીઘ્ર કનક ને ઉપલ-પથ્થર ને સોનું જેમ જુદું થઈ જાય ને શુદ્ધ સુવર્ણ પ્રગટે તેમ ન્યારો થઈ જઈ તારા આત્મિકગુણરૂપ સુવર્ણને પ્રગટ કર (પ્રાપ્ત કર) ૧. ૭૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 હે આત્મા ! રાગાદિક પરિણતિ કર્મબંધના હેતુભૂત છે એમ સમજીને તું પરપક્ષ જે પૌલિક ભાવ તેથી તને ન્યારો માન. ચિદાનંદજી મહારાજ કહે છે કે, હે પ્રભુ ! હવે તો કૃપા કરીને આ ભવસમુદ્રથી મને તારો-પાર ઉતારો-આટલી મારી પ્રાર્થના સ્વીકારો. ૨. સાર : આ નાનાસરખા પદમાં ભાવ બહ ભર્યો છે. ચેતન સાંસારિક આનંદને તજી દઈને અનુભવજ્ઞાનથી પ્રગટતા આત્મિક આનંદને પ્યારો માને એ જ એની મોક્ષમાર્ગ સન્મુખતા સૂચવે છે. પછી કહે છે, જ્યારે તું અનુભવ આનંદને પ્યારો ગણે ત્યારે પછી તારે પુગલભાવથી ન્યારા થવું જ જોઈએ. સ્વપરનો ભેદ સમજીને રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને પરરૂપે માની તેનો ત્યાગ કરવો જ જોઈએ. તો જ અનુભવ જ્ઞાન-તેથી થતો આનંદ ટકી શકે છે. હવે કાંઈક હક ધરાવતા થયા હોય એમ ચિદાનંદજી કહે છે કે, હવે તો હે પરમાત્મા ! મને તારો - હવે હું તરવા યોગ્ય થયો છું. મંદ વિષયશશિ દીપતો, રવિતેજ ઘનેરો; આતમ સહજસ્વભાવથી, વિભાવ અંધેરો....... ૧ જાગ જીયા અબ પરિહરો, ભગવાસ વસેરો; ભવવાની આશા ગ્રહી, ભયો જગતકો ચેરો..... ૨ આશા તજી નિરાશતા, પદ શાશતા હેરો; ચિદાનંદ નિજરૂપકો, સુખ જાણ ભલેરો........ ૩ વ્યાખ્યા- આત્માનુભવરૂપ સૂર્યનો પ્રકાશ થતાં વિષયકપાયાદિક પ્રમાદરૂપી ચંદ્ર ઝાંખો પડતો જાય છે. આત્માના સહજ સ્વાભાવિક ગુણ પ્રકાશ પામે છે. વિભાવમાયા-મમતાદિક અંધકારનું જોર ચાલી શકતું નથી. ૧. અહો પ્રમાદી આત્મા ! ચાર ગતિરૂપ કારાગૃહમાં વસવાનું હવે ઓછું થાય-બંધ થાય તેમ પ્રયત્ન કર. સંસારવાસમાં વસતો આશાના પાસમાં સપડાઈને તું સહુની તાબેદારી ઉઠાવે છે. ખરી સ્વતંત્રતા ખોઈને નકામી પારકી ગુલામી તારે કરવી પડે છે. ૨. પર આશા-પરતંત્રતા-પરવશતા તજતાં પ્રથમ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો પડે છે, પછી પરઆશાના પાસમાંથી છુટાય છે અને નિરાશ ભાવ અથવા નિસ્પૃહ દશા આવે છે. એ જ તારું મૂળ શુદ્ધ-શાશ્વત સ્વરૂપ છે. મન અને ઇન્દ્રિયોની પરવશતાથી એ તારા અસલ પદ-સ્થાનથી તું શ્રુત-પતીત થયો છે તેને સંભાળ. અહો જ્ઞાનચારિત્ર-સ્વરૂપી આત્મા ! તું પોતાનું શુદ્ધ સ્વરૂપ પુરુષાર્થયોને પ્રાપ્ત કરવામાં જ ખરું સુખ સમાયેલું છે એમ ખાતરીથી માની લે. ૩. ૭૫ ( 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S સારબોધ : આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક રૂપ છે. તે જ્યારે પૂર્ણ રૂપમાં પ્રકાશમાન થાય છે, ત્યારે તેનો પ્રભાવ અનંત-અપાર હોય છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર્યમાં જેમજ પ્રેમ વધતો જાય છે, તેમતેમ માયા-મમતા (વિષયકષાયાદિ)નું જોર ઘટતું જાય છે. સંપૂર્ણ સાવધાનીથી સ્વભાવમાં જ રમણતા કરનાર મહાનુભાવી આત્મા જોતજોતામાં સફળ બંધનોને કાપી પોતે સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વસુખમય અને અનંત શક્તિસંપન્ન બની શકે છે. અનેકવિધ પ્રમાદ આચરણ વડે જ જીવની અધોગતિ થઈ છે ને થાય છે, પરંતુ તેવાં પ્રમાદાચરણ કે સ્વછંદતા તજી, સર્વજ્ઞ ને સર્વદર્શી મહાત્માએ બતાવેલા શુદ્ધ, સનાતન માર્ગે સભાવથી ઉલ્લાસ સહિત ચાલવાથી આત્માની હરેક રીતે ઉન્નતિ થઈ શકે છે. અક્ષય સુખરૂપ મોક્ષપ્રાપ્તિનો પણ એ જ પવિત્ર માર્ગ સમજી આદરવા યોગ્ય છે. ભૂલ્યો ભમત કહા બે અજાના આલપંપાલ સકળ તક મૂરખ, કર અનુભવરસ પાન, ભૂલ્યો..... ૧ આય તાંત ગહેગો ઇક દિન, હરિ મૃગ જેમ અચાન; હોયગો તનધનથી તું ન્યારો, જેમ પાકો તરૂપાન, ભૂલ્યો... ૨ માત તાત તરુણી સુખસેંતી, ગરજ ન સરત નિદાન; ચિદાનંદ એ વચન હમેરા, ધર રાખો પ્યારે કાન. ભૂલ્યો ...... ૩ વ્યાખ્યા : આત્મા (આત્માના સ્વરૂપને)ને જાણ્યા-સમજ્યા વગર તું ભૂલ્યો ભમે છે અને બીજું ગમે એટલું ભણ્યો હો છતાં તું ખરી વાત (આત્માના રહસ્ય)થી અજાણ હોવાથી અજાણ જ કહેવાય છે. નકામી આળપંપાળમાં તારો સમય બરબાદ કરી નાખે છે, તેથી તું મૂર્ણ કરે છે. હે બંધુ ! આત્માનો અનુભવ થાય એવા શાંત જ્ઞાનામૃતનું પાન કરી તારી રહેણી-કરણીને સુધારી હવે તું સુખી થાય. (૧). તારે બરાબર સમજી રાખવાનું છે કે, એક દિવસ જેમ સિંહ મૃગલાને પકડી લે છે તેમ કાળ ઓચિંતો આવી તને ઝડપી લેશે તે વખતે તારું કશું ચાલવાનું નથી. ત્યારે તો પાકેલાં પાન જેમ ઝાડથી જુદાં પડી ખરી જાય છે તેમ તું પણ તન-મનધનથી અવશ્ય જુદો થઈ જઈશા (૨). ૭૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 માતા-પિતા અને સ્ત્રી-પુત્રાદિકથી નિધે તારો સ્વાર્થ સરવાનો નથી, કેમ કે એ સૌ સ્વાર્થનાં જ સગાં હોઈ સ્વાર્થનિષ્ઠ હોય છે. એ અમારી વાત બરાબર લક્ષગત રાખી ગલત કરીશ નહીં એમ પરોપકારરસિક શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે. સારબોધ : જીવ મુગ્ધતાથી જે શરીર, કુટુંબ-કબીલાદિક માટે મોહવશ મરી પડે છે તે સંબંધ બંધાય કારમા, ક્ષણિક ને સ્વાર્થી છે. નિત્યમિત્ર સમો દેહ અને પર્વમિત્ર સમા સ્વજન-કુટુંબીજનો પોતાનો સ્વાર્થ સરે ત્યાં સુધી જ સંબંધ ધરાવે છે. ખરો નિ:સ્વાર્થ સંબંધ (નાતો) તો કેવળ જુહાર-મિત્ર સમા ધર્મનો જ છે. તે પરદુ:ખભંજક હોઈ સુજ્ઞ જનોએ સદા આશ્રય કરવા યોગ્ય છે. ત્રણ મિત્રોની કથા ઉપદેશમાળાની ટીકાના ભાષાન્તરમાંથી વાંચી સાર ગ્રહી, માદક મોહને તજી, ધર્મપ્રેમ જગાડવો જોઈએ અને તેને જ સાચવી પોષ્યા કરવો જોઈએ. અનંતકાળ સુધી ભવચક્રમાં ફરતાંફરતાં આવો દુર્લભ મનુષ્યભવ ભાગ્યયોગે મળ્યો છે તે જ્ઞાનચક્ષ ખોલી સાર્થક કરી લેવા ચૂકવું ન જોઈએ. ઘણાએ જ મુગ્ધજનો “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા' એવાં નાસ્તિક પ્રાયવચનો વદી અનાચારે કે દુરાચારને સેવી બધો ભવ હારી જાય છે. સુજ્ઞ જનો તો સદાચારથી તેને સાર્થક જ કરે છે. સમજ પરી મોહે સમજ પરી, જગમાયા સબ જૂઠી, મોહે સમજ પરી. એ આંકણી. કાલ કાલ તું ક્યા કરે મૂરખ, નાહી ભરૂંસા પલ એક ઘડી. જગ....૧ ગાફિલ છિન ભર નાંહી રહો તુમ, શિર પર ઘૂમે તેરે કાલ અરી. જગ...૨ ચિદાનંદ એ વાત હમારી પ્યારે, જાણો મિત્ત મનમાંહે ખરી. જગ....૩ અર્થ: હે પ્રભુ! જગદીશ્વર ! આ જતનની બધી માયા જૂઠી છે, ખોટી છે, વિનાશી છે, ફસાવનારી છે એમ હવે મને આપના પ્રતાપથી ખબર પડી ગઈ છે. હવે શુદ્ધ ચેતના પોતાના આત્માને સમજાવે છે કે તું કાલ કાલ-અથવા કાલે કરીશ એમ શું કાર્યને અંગે શું કર્યા કરે ? અહીં તો તારી સ્થિરતાનો ભસો એક ઘડી કે એક પળનો નથી. એક ઘડી કે પળ પણ તું જીવીશ એએવો નિરધાર નથી. ૧ માટે હે આત્મા ! તું એક ક્ષણવાર પણ ગાફિલ (ગફલતમાં) રહીશ નહીં, કેમ કે તારા મસ્તક પર તારો કાળશત્રુ ભમ્યા જ કરે છે અને તેને પોતાના સપાટામાં લેવાની તજવીજ કર્યા જ કરે છે. ૨. 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 ચિદાનંદજી મહારાજ કહે છે કે, હે મિત્ર ! આ મારી કહેલી વાત તું તારા ચિત્તમાં ખરેખરી નિઃસંદેશ માની લે. ૩. સાર આજ સુધી આ જગતની માયાને આ પ્રાણી સાચી માનતો હતો, એકાએક નાશ નહીં પામી જાય એમ સમજ્યો હતો, પરંતુ જ્યારે ગુરુમહારાજના ઉપદેશથી તેમ જ જાતઅનુભવથી એ બધી માયા જૂઠી છે, અહિતકર છે, ક્ષણવિનાશી છે એમ ખાતરી થઈ, ત્યારે હવે એ ચેતી જઈને કહે છે કે – ‘હવે તો મારી ખાતરી થઈ છે કે, આ જગતની માયા સર્વ જૂઠી છે અને તેનો એક પળનો પણ ભરૂસો રાખવા જેવું નથી.’ ઘણી વખત સારાં કાર્યો કરવામાં આ જીવ વાયદા કર્યા કરે છે, તેને તેવા પ્રાણીકાળનો ભરૂસો અમુક અંશે કરે છે, પરંતુ શાસ્ત્રકાર તો કહે છે કે, 'તારા પડછાયાને મિષે જ કાળ તારી સાથે ભમ્યા કરે છે અને તારું છળ જોયા કરે છે, જ્યારે તેને લાગ મળશે કે તરત જ તે તને કાંઈ પણ ચેતાવ્યા વગર દેહથી વિખૂટો કરી દેશે', માટે જે કાંઈ શુભ કાર્ય થઈ શકે તે કરી લેવા માટે ચિદાનંદજી મહારાજ પણ શિખામણ આપે છે અને મિત્ર તરીકે સંબોધી તેને સાવધાન રહેવા સૂચવે છે. મુસાફિર ! રેન રહી અબ થોરી. એ ટેક. જાગ જાગ તું નિંદ ત્યાગ દે, હોત વસ્તુની ચોરી. મુસાફિર.... ૧ મંજિલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર મતિ મોરી, મુસાફિર.. ૨ ચિદાનંદ ચેતનમય મુરત, દેખ હૃદય દ્રગ જોરી. મુસાફીર....૩ અર્થ: હે મુસાફ ! હવે રાત્રિ ઘણી થોડી રહી છે, માટે તું નિદ્રાનો ત્યાગ કર અને જાગૃત થઈ જા, કારણકે તારી નિદ્રાવસ્થામાં તારી અનેક વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. સાર: આ ટૂંકા પદમાં પણ કર્તાએ હિતશિક્ષા ઘણી આપી છે. આત્માને તેની સ્થિતિ ઓળખાવી છે અને હવે ફરીને પ્રમાદમાં ન પડી જાય તેટલા માટે મજલ ઘણી દૂર છે એમ બતાવીને સાવચેત કરેલ છે. આ પદનું રહસ્ય જે ભવ્ય જીવ પોતાના હૃદયમાં ધારણ કરી, તેનો વિચાર કરી, તદાનુકૂળ વર્તન કરવા સાવધાન થઈ જશે તે મનુષ્ય અવશ્ય વાંચ્છિત લાભને મેળવી શકશે. સંદર્ભઃ શ્રી ચિદાનંદકૃત બહોતેરી - કુંવરજી આણંદજી, ભાવનગર (અમદાવાદસ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા પર Ph.D. કરેલ છે. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચન આપે છે.) * Page #45 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. બચપણથી જ લલ્લેશ્વરીને સંસાર પ્રત્યે રુચિ ન હતી. એમના કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી એમણે પ્રારંભિક શિક્ષા-દીક્ષા તથા ધર્મ, દર્શન, જ્ઞાન અને યોગ સંબંધી ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. ' લલ્લેશ્વરીને સાસરિયાંમાં સાસુનો ખૂબ ત્રાસ સહન કરવો પડયો હતો. સાસુ ખૂબ કામ કરાવતાં હતાં. એમનો મુખ્ય ખોરાક ભાત હતો. સાસુ થાળીમાં મોટો પથ્થર મૂકી એની ઉપર થોડોક ભાત મૂકીને પથ્થરને ઢાંકી દેતી અને લલ્લેશ્વરીને જમવા એ થાળી આપતી. બીજાને એમ થાય કે સાસુ કેટલા બધા ભાત વહુને ખાવા આપે છે ! લલ્લેશ્વરીને કોઈ સંતાન ન હતાં. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઇન્દ્રિયાતીત જગતમાં વિચરતાં હતાં. સાધના દ્વારા લલ્લેશ્વરીએ એવી ભૂમિકા પ્રાપ્ત કરી લીધી હતી કે એમનો દેહભાવ છૂટી ગયો હતો. મનના જગતથી પર એવા પરમતત્ત્વ સાથે સતત અનુસંધાન રહેતું હતું. નિયતિની યોજના અનુસાર લલ્લેશ્વરી નાચતા-ગાતાં આનંદમગ્ન થઈ નિઃવસ્ત્ર ઘૂમવા લાગ્યાં હતાં. એમના મતે પુરુષ એટલે એવી વ્યક્તિ કે જે દેહભાવથી મુક્ત થઈ પરમતત્ત્વમાં રમમાણ રહેતી હોય. એવો પુરુષ ભાગ્યે જ જોવા મળે. બાકી બધી જ વ્યક્તિઓ પુરુષ નથી પછી એમની સામે નગ્નાવસ્થામાં ફરવામાં શરમ શેની ? લલ્લેશ્વરીના જીવનકાળ દરમિયાન કાશમીરમાં ઈસ્લામ ધર્મનું આગમન થઈ ચૂક્યું હતું. સમગ્ર ભારતમાં ઘોર અશાંતિ તથા ધાર્મિક અવ્યવસ્થા વ્યાપ્ત હતી. ધમધ કટ્ટરવાદનું જોર વધતું હતું. દરેક સંપ્રદાય પોતાને શ્રેષ્ઠ માનતો હતો. આવે સમયે લલ્લેશ્વરીએ પોતાને થયેલી અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સીધી-સાદી-સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને ‘વાખ' કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુક્ત, પણ લયબદ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતા રચિત ભજનો, પદો કે પ્રભાતિયાં આજ દિન સુધી ગુજરાતનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે એમ લલ્લેશ્વરી રચિત “વાખ' પણ પેઢી દર પેઢીથી કાશમીરનાં ગામોમાં ગવાતા આવ્યા છે. હિંદુઓ અને મુસલમાનો પણ એમના લાખ એટલી જ ભક્તિથી ગાય છે. કાશ્મીરની પદયાત્રા દરમિયાન પૂજ્ય શ્રી વિનોબાજીએ કહેલું કે, કાશ્મીરમેં દો હી નામ ચલતે હૈ, એક હૈ અલ્લા ઓર દૂસરા હૈ લલ્લા'. ભારતની મધ્યકાલીન સંત પરંપરાની જેમ લલ્લેશ્વરીએ ‘વાખ' દ્વારા લલ્લેશ્વરી (કાશ્મીરની આદિ સંત કવયિત્રી) _n સુરેશભાઈ ગાલા ભારતના આધ્યાત્મિક ઉપવનમાં પ્રગટેલું એક વિશિષ્ટ પુષ્પ એટલે કાશમીરમાં જન્મેલી લલ્લેશ્વરી. કાશ્મીરની બહુચર્ચિત અને આદિ કવયિત્રી પરમહંસ લદય કાશ્મીરની જનતા લલ્લેશ્વરી, લલયોગેશ્વરી, લલ્લા, લલારિકા આદિ નામોથી ઓળખે છે. વિદ્વાનોના મતે એમનો જન્મકાળ ઈ.સ. ૧૭૩૫ છે. લોકવાયકા એવી છે કે એમણે જ્યારે દેહ ત્યાગ્યો ત્યારે એમનો દેહ સુવર્ણની જેમ દેદીપ્યમાન દેખાતો હતો. ઈ.સ. ૧૩૭૬ સુધી એ જીવિત હતાં એવું મનાય છે. લલ્લેશ્વરીનો જન્મ શ્રીનગરથી લગભગ નવ માઈલ દૂર આવેલા સિમપુરા ગામમાં એક બ્રાહ્મણ ખેડૂતના ઘરે થયો હતો. એમનાં લગ્ન બાલ્યાવસ્થામાં પાપોર ગામના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ સોનપંડિત સાથે થયાં હતાં. JE Page #46 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 બાહ્યાડંબરો તથા ક્રિયાકાંડોનું ખંડન કર્યું હતું અને આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ તથા નિષ્કામ સાધન પર વિશેષ જોર આપ્યું હતું. એમના “વાખ' પર શૈવ, વેદાંત તથા સૂફી દર્શનની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. કાશ્મીરી બ્રાહ્મણો માંસાહાર કરતા હોય છે એની લલ્લેશ્વરીએ ટીકા કરી હતી અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે થતા પશુબલિનો પણ નિષેધ કર્યો હતો. લલ્લેશ્વરીની સાધના યોગસાધના છે. ભારતના એ પહેલા સ્ત્રીસંત છે કે જેમના “વાખ'માં પકોનો, પ્રાણાયામનો, પંચ પ્રાણનો કે ઈડા, પિંગલા અને સુષષ્ણા નાડીનો ઉલ્લેખ જોવા મળે છે. “વાખ'ની મૂળ ભાષા સંસ્કૃતનિષ્ઠ છે, પણ એમાં ફારસી અને અરબી શબ્દોનો પ્રભાવ પણ દેખાય છે. એમના વાખ’ કાશ્મીરી ભાષાની પહેલવહેલી રચના છે. ' લલ્લેશ્વરી માનતાં હતાં કે માનવીના દેહમાં વિશ્વચેતનાનો એક અંશ હોય છે જેનો અંતઃદૃષ્ટિ દ્વારા અનુભવ થઈ શકે છે. લલ્લેશ્વરીએ નિયતિનો અને ભાગ્યનો પણ સ્વીકાર કરેલ છે. કાશ્મીરમાં લલ્લેશ્વરીનું કોઈ પણ સ્મારક, સમાધિ, મંદિર કે મકબરો ક્યાંય નથી. લલ્લેશ્વરીએ જ લખ્યું છે કે - ન હું કોઈ માટે રડી છું, ન કોઈ મારા માટે રડે - કારણકે મારા માટે તો જનમ મરણ છે સમાન, મેં તો સદા ગાયા છે અલખના ગાન. લલ્લેશ્વરી રચિત “વાખ'માં પ્રગટતું અધ્યાત્મદર્શન’ ૧) નીકળી શોધવા તુજને, હું તો ઘરથી બહાર, અંતે તું ભીતર મળ્યો, સફળ થયો અવતાર. ૨) એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ, ત્યજી વસ્ત્ર નાચી ઊઠી, રાખી છુટ્ટા કેશ. ૩) પંચ પ્રાણને આસરે, ફરે કરણ અગિયાર, ઊર્ધ્વ દિશામાં ગતિ કરે, પામે કષાય હાર. આ દેહમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એમ અગિયાર કરણ છે, જે સંસારભ્રમણનું કારણ છે. આ અગિયારે અગિયાર GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 કરણ પરમતત્ત્વ તરફ ગતિશીલ થાય એમાં જ જીવનની સાર્થકતા છે, કારણકે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) મંદ પડવા માંડે છે. ૪) નવ દ્વારને બંધ કરી, પકડચો જ પ્રાણચાર, વિંધ્યો હૃદયે ઓમથી, લાધ્યો અનહદ છોર. આ “વાખ'માં લલ્લેશ્વરી યોગમાર્ગની એક પ્રક્રિયા કે જેનું નામ યોનિમુદ્રા છે અને જે ગુરુગમ્ય છે એની વાત કરતાં કહે છે કે, મેં દેહનાં નવ દ્વારને બંધ કર્યો (નવ દ્વાર = બે આંખ, બે કાન, બે નસકોરાં અને મુખ એમ સાત દ્વારને આંગળીઓ અને અંગૂઠા દ્વારા અને બાકીનાં બે દ્વાર ઉપસ્થ અને પાયુને મૂલબંધ દ્વારા). પછી દેહમાં સ્થિત પ્રાણશક્તિ અને ઓમકારના સહ્યોગથી અનાહત ચક્રનું (હૃદયચકનું) ભેદન કર્યું અને મને પરમતત્ત્વની આંશિક અનુભૂતિ જ્યોતિરૂપે થઈ. ૫) કર્મકાંડને છોડ તું, પકડ મનની લગામ, પ્રાણ અને મન જોડ તું, સુણ શિવનો પૈગામ. ૬) ઓમથી પંચવાયુનો, ચક્રોમાં કરે હોમ, હોય પર કરમકાંડથી, પરમ જ રોમેરોમ. લલ્લેશ્વરી આ “વાખ'માં યોગસાધનાના રહસ્યની વાત કરે છે જે ગુરુગમ્ય છે. ઓમકારના જાપ સહિત પ્રાણવાયુ અને અપાનવાયુના આયામથી જ્યારે કેવલ કુંભક થાય છે ત્યારે બ્રહ્માંડનાં રહસ્યો ખૂલી જાય છે અને પરમતત્ત્વની અનુભૂતિ થાય છે. ૭) ઘરમાં કે વનમાં રહો, કાંઈ પડે ના ફેર, કરીને ક્ષય કષાયનો, પહોંચવું નિજ ઘેર. ૮) સમત્વ પ્રગટે જેહને, સ્વ-પર હોય સમાન, નિહાળે સઘળે શિવને, ગાય અલખનું ગાન. ૯) નાદ અનાહત જેહનો, જેનો શૂન્ય વાસ, નિરાકાર એ તત્ત્વથી, યોગીનો સહવાસ. ૧૦) મનને પાંચ ઇન્દ્રિયો, છે બંનેની પાસ, શિવ છે સ્વામી એહના, હું તો એની દાસ. ૧૧) સમાધિમાં થઈ લીન તો, ગુંજે સઘળે ઓમ, ખૂલ્યું રહસ્ય જગ તણું, આનંદ રોમ રોમ. ૮૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 ૧૨) ખેંચું નૌકા દોરથી, છે ક્રિયાનો સાર, કૃપા તું મુજ પર કરે, તો થાઉં ભવપાર. ૧૩) સમ્યકજ્ઞાન ઉરે ધરી, પંથે કરો પ્રયાણ, પ્રગટે જયોતિ ચિત્તમાં, પ્રાપ્ત થાય નિર્વાણ. ૧૪) નિશ્ચય ગર્ભાવાસનો, ભૂલ્યો કાં, ફરી સ્મર, પાછું હોય ન આવવું, મરતાં પહેલાં મર. ૧૫) પ્રાણપંખીની ચાંચે, હૃદયચક્ર ભેદાય, ખૂલે જગત અનહદનું, અસીમ સંવેદાય. આ “વાખમાં લલ્લેશ્વરી પોતાની અનુભૂતિ વિશે વાત કરતાં કહે છે કે પ્રાણરૂપી પક્ષીની ચાંચ મારા પથ્થર જેવા હૃદયચક્રને (અનાહત ચક્રને) વધી નાખ્યું અને મારી ભીતર અમૃતનો સ્રોત ફૂટી નીકળ્યો. બધાં શાસ્ત્રોનો સાર મારી સામે આવી ગયો. ૧૬) આદિત્ય છે મણિપૂરે, શિરે ચંદ્રનો વાસ, પ્રાણ વિચરે સુષુણે, શીત ઉષ્ણનો ભાસ. આ “વાખ’માં લલ્લેશ્વરી યોગમાર્ગના રહસ્યની વાત કરતાં પોતાનો અનુભવ કહે છે કે પ્રાણ સૂક્ષ્મ શરીરસ્થિત સુપૃષ્ણા નાડીમાં મૂલાધાર અને સહસારચક્ર વચ્ચે વહે છે. આ નાડીમાં મૂલાધારચક્રની ઉપર સ્વાધિષ્ઠાનચક્ર અને એની ઉપર મણિપુરચક્ર આવેલું છે જે સૂર્યચક તરીકે પણ ઓળખાય છે. સહસ્સારચક્ર ચંદ્રચક્રને નામે પણ ઓળખાય છે. સાધના દરમિયાન પ્રાણ મણિપુર અને સહસ્સારચક્ર વચ્ચે વહે છે એટલે ક્યારેક ઉષ્ણતાનો તો ક્યારેક શીતળતાનો અનુભવ થાય છે. આ શીતળતા કે ઉષ્ણતાનો સંબંધ બહારના વાતાવરણ સાથે નથી પણ સાધના દરમિયાન અનુભવાતી સ્થિતિ સાથે છે. ૧૭) છ ચક્રો ભેદી આખરે, નિરખિયું શિવસ્થાન, કૃપા થકી તો પામી, અંતિમ વિરામસ્થાન. ૧૮) લાખ ગાઉ ક્ષણમાં ફરે, મન તો છે અસ્થિર, પ્રાણાપાનની કળ મળે, થાશે તરત જ સ્થિર. મન અતિશય ચંચળ છે. પ્રાણ અને અપાનવાયુની વિવેકપૂર્વકની ક્રિયા દ્વારા એને વશ કરી શકાય છે. આ યોગમાર્ગની ગુરુગમ્ય રહસ્યમય ૮૩ SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 પ્રક્રિયા છે. ૧૯) પ્રાણ સંચરણ સુષણે, ને થઈ મનથી પાર, કૂટે ચંદ્ર પ્રગટ્યો, શૂન્યનો અણસાર. લલ્લેશ્વરી આ વાખમાં યોગસાધનાની વાત કરતાં કહે છે કે, મેં પ્રાણરૂપી લગામથી મનરૂપી અને સ્થિર કર્યો, પરિણામે ચિત્ત શુદ્ધ થયું અને સુપુણા નાડીમાં પ્રાણસંચરણની ક્રિયા (ગુરુગમ્ય) દ્વારા ફૂટસ્થમાં (આજ્ઞાચક્રમાં) બીજનો ચંદ્ર નિહાળ્યો. મન શૂન્ય થઈ ગયું અને પરમશૂન્ય (બ્રહ્મ)ની ઝાંખી થઈ. ૨૦) કૂટ વટાવ્યું તો થયા, વમળ અહમના દૂર, કાદવમાં જાણે કમળ, તેમ હું અંતઃપૂર. આ “વાખમાં યોગસાધનાના રહસ્યની વાત છે. કુટમાં એટલે કે આજ્ઞાચક્રમાં સ્થિત થયા પછી મન પરમતત્ત્વમાં રમમાણ રહે છે. દેહભાન રહેતું નથી, (જેને જૈન પરંપરા સાતમું ગુણસ્થાન કહે છે). આજ્ઞાચક્રથી સહસારચક્ર સુધીની સફર માટે જરૂર હોય છે માત્ર કૃપાની. એ કૃપા ક્યારે થશે એનો આધાર નિયતિતત્ત્વ પર હોય છે. સસ્સારમાં પહોંચ્યા પછી આયુષ્યકર્મ અનુસાર જેટલો વખત દેહમાં રહેવું પડે એટલો વખત વિદેહી અવસ્થામાં રહે છે જેમ કાદવમાં કમળ રહે છે. ૨૧) પરમને તટે નીરખી, શિવશક્તિની જોડ, ગયો ભય હવે મોતનો, પામી અમરત સોડ. મેં, લલ્લેશ્વરીએ મનના જગતથી ઉપર ઊઠીને જોયું તો પરમને તટે શિવ અને શક્તિ અભિન્ન દેખાણાં એટલે કે અદ્વૈતનો અનુભવ થયો, પરિણામે મૃત્યુનો ભય ગયો અને મને અમરત્વની પ્રાપ્તિ થઈ. (મુંબઈસ્થિત શ્રી સુરેશભાઈ ગાલા સાધક અને જૈન ધર્મના અભ્યાસુ છે. એમણે ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે’, ‘મરમનો મલક', ‘આયંબિલની ઓળી', 'યોગસાધના અને જૈન ધર્મ', ભગવદ્ગીતા અને જૈન ધર્મ', ‘અગમની વાટે' એમ સાત પુસ્તકો લખ્યાં છે. ‘અસીમને આંગણે’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી અનુવાદ વિભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું છે). ૮૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૨૦૦૦૦૦૦૦e 5965650 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSESS લાગતો. પ્રભુભક્તિના આનંદમાં ઝૂલતું હૈયું પોતાને ‘આનંદઘન'ના નામથી પુકારી ઊઠતું. અધ્યાત્મયોગી, એકલવિહારી આનંદઘનજીએ પોતાની ઓળખ એક પદમાં નીચે પ્રમાણે આપી છે - मेरे प्रान आनंदघन, तान आनंदघन, માત આનંદ્રયન, તાત આનંદ્રાન ....જરે... गात आनंदघन, जात आनंदघन, આ પદની પંક્તિઓમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. શ્રી આનંદઘનજી મહારાજના જન્મકાળ વિષે તથા જન્મસ્થળ વિષે જુદાજુદા મત પ્રવર્તે છે, કારણ એ વિષે કોઈ બાબત કે આંતરિક પ્રમાણો હજુ સુધી મળ્યાં નથી. કોઈ પાદુકા, શિલાલેખ કે કોઈ ચારિત્રકૃતિ તેમના વિશે ઉપલબ્ધ નથી. આનંદઘનજીએ પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાના જીવન વિષે કોઈ ઉલ્લેખ કર્યો નથી, કે પોતાના ગુરુ કે પાટ પરંપરાનો પણ કશો ઉલ્લેખ નથી, એટલે તેમના જન્મ અને દેહોત્સર્ગ વિષે જુદાજુદા વિદ્વાનોના જુદાજુદા અભિપ્રાયો છે. એ પ્રમાણે આનંદઘનજીનો જીવનકાળ વિ.સં. ૧૬૬૦થી ૧૭૩૦ સુધીનો ગણી શકાય. શ્રી આનંદઘનજી વિક્રમના સત્તરમા સૈકામાં થયા હતા, કારણકે તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા એમ ઉપાધ્યાજીએ એમના વિષે લખેલી અષ્ટપદી પરથી સ્પષ્ટ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા સૈકામાં થઈ ગયા. લાભાનંદ એ શ્રી આનંદઘનજીનું મૂળ નામ હતું. ક્રિયાઉદ્ધારક શ્રી સત્યવિજયજીના લાભાનંદ નાના ભાઈ હતા એ વાત “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયા'માં કહેલ છે તે પરથી જણાય છે. એમના જન્મસ્થળ વિષે પણ વિદ્વાનોના મતભેદ જોવામાં આવે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, બુંદેલખંડ, રાજસ્થાન વગેરે સ્થળોનાં અનુમાન વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યાં છે, પરંતુ શ્રી આનંદઘનજી રાજસ્થાનના હોય તેવી શક્યતા વિશેષ રહે છે. તેઓશ્રીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હતી, પરંતુ ગચ્છભેદના વાદવિવાદોથી તેઓ દૂર રહેતા અને આત્મભાવમાં જ મસ્ત રહેતા. ઉપાધ્યાય યશોવિજયજીને એમના માટે અત્યંત અહોભાવ હતો. જ્યારે એમનું મિલન થયું હતું ત્યારે આનંદઘનજીતી પ્રભાવિત થયેલા ઉપાધ્યાયજી લખે છે - आनंदघनके संग सुजस हि मिले जब तब आनंद सम भयो सुजस અવધુત યોગી શ્રી આનંદઘનજીનાં પદો : આત્મસાધનાની પ્રક્રિયા a ડૉ. રશ્મિબેન ભેદા અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા. પોતાની ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતમાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના સત્તરમા શતકના કવિ અધ્યાત્મયોગી | આનંદઘનજીનું નામ મોખરે છે. અવધૂત - (અવ - નિશ્ચિતપણે, ધૂત - ધોઈ નાખ્યા છે - વર્ણાશ્રમ અને વ્યવહારજગતનાં બંધનો જેણે) એવા અવધૂત યોગી આનંદઘનજીએ જૈન દર્શનના તત્વનો સારાંશ ચોવીસ સ્તવન અને લગભગ ૧૦૮ પદોમાં આપ્યો છે. પૂજ્ય આનંદઘનજી એક એવા મહાપુરુષ હતા કે જેઓ નામ અને નામીથી ઊંચા ઊઠેલા હતા. એમના સાધુજીવનનું મૂળ નામ તો લાભાનંદ હતું. પણ જ્યારે તેઓ આત્માનુભૂતિમાં ખોવાઈ જતા ત્યારે અંતરમાં આનંદનો સાગર ઉછાળા મારવા s Page #49 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 पारस संग लोहा जो फरसत कंचन होत ही ताके कस । ઉપાધ્યાય યશોવિજયજીને અધ્યાત્મમાર્ગ તરફ પ્રયાણ કરાવવાનું કાર્ય પૂ. આનંદધનજીએ કર્યું હતું. અધ્યાત્મયોગીએ કર્મયોગીને અધ્યાત્મમાર્ગ બતાવ્યો હતો. તેઓ એક નિઃસ્પૃહી, અનાસક્ત અને અપરિગ્રહી સંત હતા. તેમના વિષે એક દંતકથા એવી છે કે, મેડતામાં રહેતા એક મોટા શેઠ આનંદઘનજીને આગ્રહ કરીને ચાતુર્માસ માટે લાવ્યા હતા. આનંદઘનજી ઉપાશ્રયમાં નિયમિત વ્યાખ્યાન આપતા. ત્યાં એક એવો રિવાજ થયેલો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન ચાલુ થાય, પરંતુ આનંદઘનજી એવા રિવાજોને સ્વીકારે એવા ન હતા. શેઠ ન આવ્યા તો આનંદઘનજીએ કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ આવ્યા અને જોયું કે વ્યાખ્યાન શરૂ થઈ ગયું છે એટલે ગુસ્સે થઈ બોલ્યા, ‘મારા આવ્યા પહેલાં વ્યાખ્યાન કેમ શરૂ કર્યું ? હું કપડાં વહોરાવું છું, ગોચરી વહોરાવું છું, તમારે મારી રાહ જોવી હતી.' આનંદઘનજી જરા પણ ગુસ્સે થયા વિના બોલ્યા, ‘ભાઈ, ગોચરી તો પેટમાં ચાલી ગઈ છે, પણ લ્યો આ તમારાં કપડાં', એમ કહી પડાં પાછાં આપી દીધાં અને ઉપાશ્રય છોડી જંગલમાં ચાલી નીકળ્યા. આનંદઘનજીને એમની સાધનાના ફળસ્વરૂપ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પણ તેમને પોતાના આત્મસ્વરૂપ પાસે એનું કોઈ મૂલ્ય ન હતું. એક યોગી મહાત્માને શ્રી આનંદઘનજી સાથે મિત્રતા થઈ હતી. તેમણે ઘણા પ્રયત્નો પછી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ રસસિદ્ધિની એક શીશી આનંદઘનજીને ભેટ તરીકે પોતાના શિષ્ય સાથે મોકલી, પરંતુ આનંદઘનજીએ એ શીશીને હાથમાં લઈ પથ્થરની શિલા પર પછાડી ફોડી નાખી. આ જોઈ યોગીનો શિષ્ય ઘણો રોષે ભરાઈ આનંદઘનજીને અયોગ્ય વચનો કહેવા લાગ્યો. આનંદઘનજી બોલ્યા, ‘તારા ગુરુજી રસસિદ્ધિ વડે શું આત્મકલ્યાણ કરી શકશે ? આત્મસાધનાની આગળ સુવર્ણસિદ્ધિ એ કાંઈ મોટી વાત નથી' અને તેમણે ઊઠીને પાસેના એક પથ્થર પર લઘુશંકા કરતા એ પથ્થર સોનાનો થઈ ગયો. આ જોઈ એ ચેલો આશ્ચર્યચકિત થઈ ગયો કે જે ના મૂત્રમાં સુવર્ણસિદ્ધિ છે એને રસસિદ્ધિનું શું કામ ? રાજાઓનાં માન-સન્માનથી પણ શ્રી આનંદઘનજી કદી પ્રભાવિત થયા ન ૮૭ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 હતા. આનંદઘનજીના પરિચયથી મેડતાના રાજાને જૈન ધર્મ પ્રત્યે રાગ થયો હતો. આવા યોગીરાજનું સમગ્ર જીવન એકમાત્ર આત્મતત્ત્વને પામવા માટેનું જ હતું. એના માટે એમણે બાહ્ય ક્રિયાકાંડો અને સંપ્રદાયની માન્યતાઓને છોડી જંગલમાં, ગુફાઓમાં, નિર્જન સ્થાનોમાં લોકસંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બનીને સાધના કરી. આત્મસાક્ષાત્કારમાં ઉપયોગી થાય એવો યોગસાધનાનો માર્ગ તેમણે લીધો હતો. તેઓએ આદરેલી આંતરિક સાધના દરમિયાન તેમના હૃદયમાં તત્ત્વદર્શનરૂપે જે લાગણીઓ અદમ્ય બનીને ભાષારૂપે વહી નીકળી જે એમની કાવ્યકૃતિઓ બની. પૂ. આનંદઘનજીએ જે પદોની રચના કરી છે તે એટલાં ગહન-ગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે અઘરું છે. એ પદોને સમજવા માટે તત્ત્વનું જ્ઞાન, આત્મસાધનાની ભાવના અને ચિત્તની એકાગ્રતાની અપેક્ષા રહે છે. એમનાં પદોનો સાર એક જ છે કે કોઈ પણ ભોગે મોહ-માયા-મમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રદ્ધા-સુમતિ-સમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરો. આપણો આત્મા મમતારૂપી પુદ્ગલ વસ્તુઓમાં રાચીમાચી રહ્યો છે. જેમ રખડું મનુષ્ય પરસ્ત્રીના મોહમાં ફસાઈ પોતાનું જીવન બરબાદ કરે છે તેમ આપણા આત્માએ અનંત જન્મ બરબાદ કયાં છે. મમતારૂપી સ્ત્રીએ તેને એવો મોહનીથી બાંધ્યો છે કે પોતે બંધાયો છે એનું એને ભાન જ નથી. એટલે પહેલા જ પદમાં ૫ આનંદધનજી જગતના જીવોને જીવનમાં ક્ષણભંગુરતા બતાવી આત્મજાગૃતિ કરાવતા કહે છે, क्या सोवत है उठ जाग बाउ रे । अंजलि जल ज्यु आयु धटत है । રેત પદરિયા ધરિય થT૩ રે . હે અજ્ઞાની મૂર્ણ જીવ, મનુષ્યભવ જેવો દુર્લભ ભવ મળવા છતાં તું મોહનિદ્રામાં કેમ સૂતો છે. આ મનુષ્યભવ હથેળીમાં રાખેલ પાણીની જેમ ઓછો થતો જાય છે. તું પોતે જ પરમાત્મસ્વરૂપ છે તો એ શ્રદ્ધા રાખી આનંદઘનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મપ્રભુનું ધ્યાન કરવાનું કહે છે. મમતા એ સંસારનો અને સમતા એ મોક્ષનો માર્ગ છે. જે આત્માઓએ પરમાત્માને ધારણ કર્યા છે તેઓ કોઈ પણ સંજોગોને પોતાના માનતા નથી. જ્યાં સુધી આપણા અંતરમાં કુમતિ છે ત્યાં સુધી માહની નિદ્રા છે, એટલે ૮૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 જ્યારે સુમતિ જાગીને પુરુષાર્થ કરે, આ મોહના કૂરચા ઉડાવે, સંયોગો પરથી મન ઊઠે ત્યારે ચેતનની (એટલે કે આત્મા) ચેતના સમ્યક્ દર્શન સન્મુખ થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય. આત્મા બાહ્યદૃષ્ટિ ત્યાગી જેમજેમ આંતરદૃષ્ટિ કરે તેમતેમ કમનો રસ ઘટે છે, કમોનો ક્ષયોપશમ થાય છે, (કર્મો શાંત-ઉપશાંત થાય છે, અને જવું અરિહંતોનું સ્વરૂપ છે તેવું આત્મસ્વરૂપ ચિંતવે ત્યારે ઉપયોગ અરિહંતાદિમય બને છે. આવી સાધના કરતા જીવ જ્યારે આત્મતત્વને પામે છે ત્યારે પરમ આનંદની અનુભૂતિ થાય છે, પરંતુ આ આનંદ પણ ચિરસ્થાઈ નથી, કારણ કર્મો હજુ મૂળમાંથી ગયાં નથી, માટે ઉપયોગને મમતાના ભાવમાં નજવા દેવા માટે, પાછો જીવને અજાગ્રત દશા ન આવે તે માટે એકાંત-મૌન-ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ દશાને કેળવવાનું કહે છે. એના માટે નીચેના પદમાં મોરના જીવન દ્વારા તેમણે સાધનામય માર્ગ બતાવ્યો છે : आतम अनुभव रीती वरोरी, आतम । मोर बनाए निजरुप निरुपम, faછન રિવર તેરા ધરીદી આનંદઘનજી મહારાજને આત્મઅધ્યાત્મની રીત મોરના જીવનથી જણાઈ. તે કાળના પૂર્વોચાર્યો પાસે મોરની વિશિષ્ટતાઓ જાણીને સમ્યક્ દર્શન પામવા માર્ગ મળે છે. મોર તેના જીવનમાં અભય, નિશ્ચિત બની સાધના કરે છે, યોગ કરે છે અને અવૃતિ હોવા છતાં જીવનભર બ્રહ્મચર્ય પાળે છે. મોર મોટે ભાગે શિખરોની ટોચ પર, મંદિરોના શિખર પર જઈ બેસે છે. મોર કોઈ સામાન્ય પક્ષી નથી. એ પૂર્વભવમાં સાધના કરેલો કોઈ યોગી છે. ગમે તેટલા પવન, સુસવાટા, વીજળીના કડાકા-ભડાકા થતા હોય તોપણ મોર જે મંદિરની ટોચ પર બેઠો હોય ત્યાં જ અચલ યોગીની જેમ નિર્ભય થઈ બેસી રહે છે, પોતાનું સ્થાન છોડતો નથી. એટલે પૂ. આનંદઘનજી કહે છે, જો મોર જેવો તિર્યંચ યોનિમાં જન્મેલો આવી સાધના કરી શકે તો દુર્લભ એવી મનુષ્યયોનિમાં જન્મેલો હું, મારાથી કેવી રીતે પ્રમાદી બની શકાય ? એટલે જ પ્રથમ પંક્તિમાં એ કહે છે કે આત્માને જાણવાની ‘પરી’ એટલે કે શ્રેષ્ઠ રીત આ મોરનું જીવન સમજવાથી મળે છે કે આવું જીવન જીવ્યા વિના સાધના ના થાય. સાધકો ટાઢ, તાપ કે જંગલી પશુઓથી ભય પામતા નથી. તમે જ્યારે નિર્ભય > ૮૯ ( 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S થશો ત્યારે પ્રાણીમાત્ર તમારાથી નિર્ભય થશે. આવા યોગીઓ સાધના દ્વારા આત્મશુદ્ધિ પ્રગટ કરે છે. પૂ. આનંદઘનજી મોરની જેમ ચોપાટ અને ગંજીફાની રમતના દૃષ્ટાંત દ્વારા પણ અધ્યાત્મનો ઉપદેશ આપે છે, સંસારસાગર તરવાનો માર્ગ બતાવે છે. પ્રતિસમયે આત્માના કર્મના ઉદય સાથે કુમતિ, દુબુદ્ધિ છે. હું અને મારાપણું એ અજ્ઞાન, દુબુદ્ધિ અને કુમતિ છે. આનાથી બચવા સુબુદ્ધિ કે પ્રજ્ઞાનો સથવારો રાખવો પડે. પ્રજ્ઞા એટલે ચૈતન્ય. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું. મન, વચન અને કાયાથી સંપૂર્ણ ભિન્ન છું. આ પ્રજ્ઞાશક્તિ સદૈવ જાગૃત રાખવાની છે. આ જ તત્ત્વજ્ઞાન સમજાવવા પૂ. આનંદઘનજી મહારાજ જ્ઞાન અને અજ્ઞાનના ભેદ સમજાવે છે. રાત્રે અંધકાર હોય છે. પ્રભાતનાં સૂર્યનાં કિરણો આવતાં એ અંધકાર દૂર થઈ પ્રકાશ પ્રગટે છે. એવી જ રીતે આત્માની મોહાંધતારૂપ અજ્ઞાનદશા દૂર થતાં જ્ઞાનદશા પ્રગટે છે અને આત્માનું સ્વરૂપ સમજાય છે. मेरे घट ग्यान भानु भयो भोर । પરે ચેતન વેહવા વેહવી, માયો વિદો સર..... આત્માનું અજ્ઞાન દૂર થઈ જ્ઞાનપ્રકાશ થતાં પ્રતીતિ થાય છે કે હું નામરૂપ અને દેહધારી નહીં, પણ ત્રિકાલ શુદ્ધ પરમાત્મરૂપ છું. અધ્યાત્મનો પહેલો પાયો હું પરમાત્મા છું તેનો નિર્ણય કરી અનુભવ કરો અને જીવમાત્રને પરમાત્મા તરીકે જુઓ. જેવા ભાવો પ્રભુ પ્રત્યે કરો, બધા જીવો પ્રત્યે તેવું બહુમાન, અહોભાવ અને સન્માનની લાગણી કેળવો. જીવમાં પરમાત્માપણું અપ્રગટ રીતે રહેલું છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રમાં મૌલિક તત્ત્વ પરમાત્મપણું જુઓ. તેનાથી કોઈ પ્રત્યે દુભવ ન આવે અને સમતા સિદ્ધ થાય. અશુભ ભાવો નીકળી જાય અને શુભ ભાવો સહજ બને. જીવનનું ક્રમિક ઉત્થાન એટલે અશુભમાંથી શુભમાં આવવું અને શુભમાંથી શુદ્ધ ભાવમાં આવવું, કારણ આત્મભાવ એ શુદ્ધ ભાવ છે. પૂ. આનંદઘનજી મહારાજ કહે છે, સંસારમાં પ્રાણીઓ બહિરાત્મભાવમાં મૂંઝાયાં છે. આત્માની વિષય-કષાય પ્રત્યેની રાગદશા એ બહિરાત્મભાવ છે. સંસારનાં સુખોમાં સુખબુદ્ધિ અને મોહમાયામાં ફસાયેલું વિશ્વ બહિરાત્મ દશા છે અને મોહવશ જીવો અજ્ઞાનવશ વર્તી ધર્મને પણ સંસારનું કારણ બનાવે છે. ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે છે. બહિરાત્મ દશામાં વર્તતાં પ્રાણીઓ co Page #51 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 પરમાત્માને બહાર શોધવા પ્રયત્ન કરે છે, પણ પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનમાં છે. તેમાં ઉપયોગ સૂક્ષ્મ કરી અંદર વાળવાનો છે. જે આત્માઓ પોતાના હૃદયકમળમાં પરમાત્માને શોધે છે તેઓ જ આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકે છે. જે ધર્મ પામ્યા પછી મિથ્યાત્વ જાય, દેહ અને આત્મામાંથી ‘હું’પણું જાય એ ધર્મ. વીતરાગતા ગ્રહણ કરો તો દેહભાવ ઓગળે. મિથ્યાત્વની ગ્રંથિ પીગળે એ અધ્યાત્મની શરૂઆત છે. અધ્યાત્મ એટલે ભેદજ્ઞાનનો પ્રયોગ. દેહ, ઈન્દ્રિય, શુભાશુભ ભાવો આ બધામાં જુદો મારો આત્મા છે, તે જોનારો અને જાણનારો છે. આવું જુદાપણું વર્તાય, આટલી જાગૃતિ આવે તો મનુષ્યભવ સફળ થાય. આવી જાગૃતિ દ્વારા અંતરંગ પરિણતિ નિર્મળ થાય. આ જાગૃતિ એ મોક્ષમાર્ગ છે. પ્રત્યેક પળે આપણી સાધના, વીતરાગતા, વીતરાગ ભાવ માટે હોવી જોઈએ. એમાં આત્મા જેટલો સ્થિર બને, નિર્લેપ બને એટલું પરમાત્મપદ પ્રાપ્ત કરવું સહેલું થાય. જેની અંદર આત્મા જેટલો ધૈર્ય ભાવ કેળવે કે આખા જતગનું શીર્ષાસન થાય તોપણ એમાં એ દૈટા ભાવ કેળવી રાખે ત્યારે પૂ. આનંદઘજી કહે છે, रात विभावं विलात है हो, उदित सुभाव सुभान सुमता साच मते मिले हो, आए आनंदघन मान । જેમ અંધકારમય રાત્રિ વીતે ત્યાં સૂર્યનો પ્રકાશ આવે જ તેમ િવભાવદશા જ્યારે પૂરી થાય ત્યારે જ્ઞાનમય પ્રકાશ પણ પ્રગટે, સમ્યગ્ દર્શનનો સૂર્યોદય ઝળહળે. સમ્યક્ત્વ પામવા માટે બે ચીજો જરૂરી છે ૧) મિથ્યાત્વનો ઉપશમ ૨) અનંતાનુબંધી કષાયોને તોડવા. મિથ્યાત્વ એટલે બુદ્ધિ પરનો જબરજસ્ત અંધાપો જે એને સમ્યક્ દર્શન પ્રાપ્ત ન કરાવી શકે. પ્રતિકૂળતાના સમયમાં પણ નિમિત્તકારણ પ્રત્યે દ્વેષભાવ ન થાય એ સૃષ્ટિનું સ્વચ્છીકરણ છે. ધર્મ એટલે આત્માની ઉપશમ અવસ્થા. ઉપશમ એટલે કષાયોને દબાવવા એમ નહીં, પણ પોતાની પરિણતિને એટલી શાંત કરવી કે કષાયો ઉદય જ ન પામે. બુદ્ધિ જ્યારે શાંત થાય છે ત્યારે પ્રજ્ઞા આવે છે. બુદ્ધિનું કામ હંમેશાં વિકલ્પ કરવાનું છે, જેનાથી વિકલ્પો આવે છે અને આત્મા અશાંત બને છે. આત્મા બુદ્ધિ સ્વરૂપ નહીં, પણ જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયક એટલે માત્ર જાણનાર. એક પણ વિકલ્પ ઊભો ન થાય. સાધક ગમે તે શુભ ક્રિયા કરે કે શુભ ભાવો કરે, એની દૃષ્ટિ ૯૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C આત્માના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ પર હોવી જોઈએ. હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આત્મા જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન આ જગતની કોઈ પણ ક્રિયા કરતું નથી. આ આત્માનું અકર્તાપણું કાયમ રહેવું જોઈએ જેથી એ જ્યારે વ્યવહારધર્મ પણ કરે ત્યારે સહજ ભાવથી એના ભાવો શુદ્ધ થાય એ વખતે એને કોઈ વિકલ્પ ન આવે અને આત્મા ધીરેધીરે નિશ્ચય તરફ પ્રયાણ કરે છે. ગુણષ્ટિ કેળવાયેલી હોય તો આત્માને ગુણો સહજ થતા જાય. દરેક વખત જે ઉચિત હોય તે સહજ રીતે થાય, છતાં આત્મામાં વિકલ્પ આવતા નથી અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. કષાયનો ઉદય અત્માને વિકલ્પ પેદા કરાવે છે. એ વિકલ્પ જ્યારે નીકળી જાય છે ત્યારે આત્મા આત્મઘરમાં ભળે છે. આત્માને ઓળખવો હોય તો અન્વયે અને વ્યતિરેકથી આત્માને ઓળખી શકાય છે. આત્મા દેહથી તદ્દન ભિન્ન છે. બેઉના ગુણધર્મ ભિન્ન છે. જ્ઞાન અને આનંદ આત્માની મૌલિકતા છે, જે આત્મા છોડીને બીજે ક્યાંય નહીં મળે. જે દેહનો ધર્મ નથી. આ શ્રદ્ધા જો દઢ બને તો અનાદિકાળથી જે વિનાશી પદાર્થો પ્રત્યેની પ્રાપ્તિ માટે દોડ મૂકી છે તેનો અંત આવે. આ શ્રદ્ધાના અભાવે જીવ પરમાંથી સુખ શોધે છે. અજ્ઞાન જેવું બીજું કોઈ પાપ નથી. જ્યાં અજ્ઞાન હોય ત્યાં મિથ્યાત્વનો ઉદય હોય, તૃષ્ણા હોય. મિથ્યાત્વની બુદ્ધિ ભ્રમિત થતા જ્ઞાનને ખંડિત કર્યું, જેનાથી આખું જ્ઞાનતત્ત્વ ખંડિત થયું. આપણું સાધ્ય વીતરાગતા છે. સાધના વીતરાગતા સુધી છે, ૧૨મા ગુણસ્થાનક સુધી છે. ધર્મ કરવો એટલે નિરંતર આપણી પરિણતિનું checking કરવું. પોતાના ભાવો કેવા છે, કેવા સંયોગોમાં, કેવાં નિમિત્તોથી મારી પરિણતિ ઝોલા ખાય છે એની કાયમ જાગૃતિ રાખે એ આત્માઓ જ સાધના કરી શકે છે. પહેલા ગુણસ્થાનકથી લક્ષ્ય તો રાગાદિ ભાવોને કચડવાનું જ હોવું જોઈએ. તો પહેલાથી ચોથા ગુણસ્થાનકે પહોંચાય. જીવને એક આત્મસ્વરૂપ સિવાય બીજું કશું જ ન ગમે. જીવે આત્મસાક્ષીએ પ્રામાણિક થવું જોઇએ. જ્યાંજ્યાં જેટલા દોષો લાગે એનું પ્રામાણિકપણે શુદ્ધિકરણ, પ્રાયશ્ચિત્ત થવું જોઈએ. ભવભીરુતા હોવી જરૂરી છે. એના માટે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપ સિવાય બીજા કશાને પોતાનું ન માને. વ્યવહારનયથી જે આપણું છે તે નિશ્ચયનયથી નથી. ગમે તેવાં નિમિત્તો મળે, નિમિત્તોની અસર આત્મા પર ન પડે એ વીતરાગ સ્વરૂપ છે. આવી રીતે જ્ઞાનમાર્ગના સાધક અને આત્મભાવમાં રમણ કરનારા ER Page #52 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન પૂ. આનંદઘનજીએ સાધનાના ક્ષેત્રમાં જે અનુભવ્યું તે પોતાનાં પદો અને સ્તવનોમાં વ્યક્ત કર્યું છે. એમણે પોતાની અપ્રમત્ત અને ઉત્કટ સાધના દ્વારા પૌલિક વૃત્તિઓથી સાચા અર્થમાં મુખ મોડીને આત્મભાવ સાથે ખરેખરી પ્રીતિ જોડી હતી. પોતાનાં પદોમાં આત્માને જગાડે અને સાધનાનો સાચો રાહ બતાવે એવા કેટલાય ભાવો સહજ રીતે સમાવી દીધા છે. આવી વાણી એ માત્ર વાક્યોનો સંગ્રહ કે શબ્દોનાં જોડકણાં નથી, પણ પૂ. આનંદઘનજીનાં જીવન અને સાધનાની એકરૂપતાએ પ્રગટાવેલું, જીવનને અમરતા આપતું સંજીવની રસાયણ છે. જે આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે આવા અમૃત્વ પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય એના અંતરમાંથી જ આ પદ નીકળે, अब हम अमर भये, न मरेंगे આવા અવધૂત આત્મનિષ્ઠ યોગીરાજનાં ચરણોમાં મારી શતઃશતઃ વંદના. (મુંબઈસ્થિત રશ્મિબેને જૈન દર્શનમાં યોગસાધના પર સંશોધન કરી Ph.D.. કરેલ છે. તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન જ્ઞાનસત્રમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે). શ્રાવક કવિ ઋષભદાસની કૃતિ જીવવિચાર રાસમાં આત્મચિંતન a ડૉ. પાર્વતી નેણસી ખીરાણી સોળે કળાએ ખીલેલા મધ્યકાલીન સાહિત્યની ચાંદની વિવિધ પદ્ય પ્રકારોથી ઝળહળી રહી હતી. એને ઝળહળતી કરવામાં જૈન દર્શનનો મહત્ત્વનો ફાળો હતો. સંયમિત, સ્વાધ્યાયમયી જીવન જીવતા જૈન સંતોએ વિવિધ કાવ્યકિરણો દ્વારા ઝળહળાટ તો ફેલાવ્યો જ હતો, પરંતુ કેટલાક શ્રાવકોએ પણ એ ઝળહળાટમાં વૃદ્ધિ કરી હતી. એમાંના એક દઢધર્મી, પ્રિયતમ, પરંપરાગત શ્રાવકોના ગુણોથી સંપન્ન, વીસા પોરવાલ જૈન વણિક સંઘવી મહિરાજ સાગણ અને સરૂપાદેના સુપુત્ર ‘શ્રાવક કવિ ઋષભદાસ’ હતા, જેમણે કાવ્યકિરણો દ્વારા એ ચાંદનીની ગરિમા અને મહિમામાં વૃદ્ધિ કરી હતી, જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે. ‘તવન અઠાવન, ચોત્રીસ રાસો, પુણ્ય પસાયો દીઈ બહસુખ વાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધા પુણ્ય માટિ લખી સાધુનિં દીધા’. ૯૩ - ૯૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 અર્થાત્ - ૫૮ સ્તવન, ૩૪ રાસ, અનેક ગીતો - થોયો - સ્તુતિઓ - નમસ્કાર - સઝાય વગેરે રચ્યાં હતાં. લગભગ ઈ.સ. ૧૫૫થી ૧૬૫૫માં થઈ ગયેલા કવિના વિકાસમાં નીચેનાં પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો - (૧) આર્થિક - પરંપરાગત ગર્ભશ્રીમંત હોવાને કારણે અર્થોપાર્જનની જવાબદારીથી મુક્ત હતા, જેથી લેખન માટે પૂરતો સમય ફાળવી શકતા હતા. (૨) પારિવારિક - સમજુ સંપીલા, પ્રેમાળ પરિવારને કારણે વ્યવહાર - વેપારના ભારથી મુક્ત હતા (૩) ભૌગોલિક - એમની કર્મભૂમિ ખંભાત જાહોજલાલીથી ભરપૂર, રમણીય, શોભનીય, મનને તરબતર કરનારી હતી. જેથી અંતઃફુરણા ઝરણાની માફક વહી ઊઠતી રહી (૪) રાજકીય જહાંગીર રાજાના સમયમાં વાતાવરણ શાંત અને કલેશમુક્ત હતું (૫) ધાર્મિક - પારંપરિક ધાર્મિક વાતાવરણને કારણે પ્રકાંડ, પ્રતિભાશાળી, ગૌરવશાળી, શિક્ષિત ધર્મગુરુઓનો સહયોગ મળ્યો હતો. આ પાંચેય પરિબળોને કારણે મહાન સાહિત્યોપાસક બન્યા હતા. એમની કૃતિઓમાં ભાષા પરનું પ્રભુત્વ, અલંકારોનું આલેખન, વિવિધ વિષયોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન અનુભવાય છે. વાસ્તવિક, તાત્ત્વિક, સાત્ત્વિક, સાંપ્રદાયિક તથા આધ્યાત્મિક કવિ હોવાને કારણે એમની દરેક કૃતિમાંથી પ્રાયઃ આત્મચિંતન પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. અહીં એમની 'જીવવિચાર રાસ' નામની રાસાકૃતિમાંથી આંશિક આત્મચિંતન પ્રસ્તુત છે. જીવવિચાર રાસનો વિષય પરંપરાગત એટલે કે સામાન્ય રીતે મધ્યકાલીન સાહિત્યના રાસાઓમાં પ્રાપ્ત થાય એવો ક્યાત્મક નથી. આ રાસનો વિષય કોઈ પણ કથાને આધારે લીધો નથી, પરંતુ કવિએ જૈન તત્ત્વજ્ઞાન વિષયક જે વિચારણા કરી છે તેમાંથી ‘જીવવિચાર' વિષયને પસંદ કરીને શ્રી પન્નવણા સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, ઉપદેશમાલા, અવચૂરિ, સંસક્ત નિયુક્તિ શાંતિસૂરિ રચિત ‘જીવવિચાર' આદિના આધારે આ રાસની રચના કરી છે. આ રાસમાં પ્રથમ જીવના મુખ્ય બે ભેદ, સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને સંસારી જીવોની અંતર્ગત પ્રથમ સ્થાવર જીવોની અને પછી ત્રસ જીવોની રૂપરેખા આપી છે. ત્યાર બાદ એકંદ્રિય જીવોના ભેદ-પ્રભેદમાં પ્રાપ્ત થતી ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. સંસારી જીવોના વર્ણન પછી સિદ્ધના પ્રકાર અને ૧૫ દ્વારોનું આલેખન છે. આ રાસનો ઉદ્દેશ્ય એ છે કે જીવોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણ્યા પછી દરેક ૯૫ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આત્મામાં કે જીવમાં ભાવક પોતાનું સ્વરૂપ જુએ જેથી આત્મચિંતન થઈ શકે તથા જીવદયાનું સુંદર પાલન કરી શકે તેમ જ દુ:ખમુક્ત મોક્ષાવસ્થા કે સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકે. આ કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે કવિએ ભલે પરંપરાગત રાસાની રચના નથી કરી, છતાં તેમણે આ કૃતિનું બાહ્ય બંધારણ તે સમયના લોકભોગ્ય સ્વરૂપનું પસંદ કર્યું છે. પોતે કરેલ છવ વિશેની ગહન વિચારણા રાસના માધ્યમથી જન સામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કથાત્મક રાસ તરીકે મૂલ્યાંકન કરતાં નીચેનું ચિત્ર ઉપસ્થિત થાય છે. આ રાસનું મુખ્ય નાયક પાત્ર ‘જીવ' છે. (સમસ્ત જીવરાશિ છે). ખલનાયક કર્મ છે. જે જીવ પર હાવી થઈ જાય છે, જેને કારણે જીવને નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિરૂપ ભવાટવિમાં અહીંતહીં ભટકવું પડે છે. ત્યાં એને કર્મને કારણે વિવિધ શરીર, અવગાહના આયુષ્ય, પ્રાણ, છવાજેનિ, સંજ્ઞા, લેશ્યા, જ્ઞાન-દર્શન, વેદ વગેરેની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને ખબર પડે છે કે પોતાને કોણ હેરાન કરે છે ત્યારે તે તેની સાથે યુદ્ધ કરીને તેને હરાવીને એની ચુંગાલમાંથી મુક્ત થઈ જાય છે. એ કાર્ય મનુષ્યગતિમાં જ થઈ શકે છે. તેથી જીવના માનવસ્વરૂપને સારી રીતે નિખાયું છે. ત્યાં શું કરવું જોઈએ એનો ઉપદેશ આપ્યો છે. ‘ગર્ભજ નર જગહાં વડો મુગતિ પંથ જસ હોઈ” - આ પંક્તિ દ્વારા માનવભવની મહત્તા બતાવતાં કહ્યું છે કે, ગર્ભજ મનુષ્યનો ભવ બધા ભવમાં શ્રેષ્ઠ છે. એમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ચારેગતિમાંથી મનુષ્યગતિ જ શ્રેષ્ઠ છે. તિર્યંચ એટલે કાંઈક ખામીવાળા છવ મનુષ્યની જેમ તેમની બુદ્ધિ ખાસ વિકસેલી હોતી નથી. વ્રતપાલન કરે, પણ કર્મશત્રુને હરાવવારૂપ સાધુપણું કે શુકલધ્યાનરૂપ તપ ન જ કરી શકે. દેવ-નારકી તો કોઈ પુરુષાર્થ ન કરી શકે. જન્મથી અવધિજ્ઞાન હોય, તિર્યંચમાં સમ્યક્ પુરુષાર્થથી અવધિજ્ઞાન થઈ શકે, પણ મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તો માત્ર ને માત્ર મુનષ્યને જ થઈ શકે. કર્મમુક્ત મનુષ્યમાં જ થવાય માટે મનુષ્યભવ જ મહત્ત્વનો છે. દુર્લભ એવા મનુષ્યભવને સફળ બનાવવા શું કરવું જોઈએ એ નીચેની ગાથામાં બતાવ્યું છે. ગાથા - ૧૭૧: દીન ઉધાર નિ પરન ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર, જે નર જપતા શ્રી નકાર, સફલ કર્યો માનવ અવતાર. ૯૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 ગાથા - ૧૭૨ : ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા. વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હિતકારી વાણી ઓચરઈ. ગાથા - ૧૭૩: એહેવા બોલ અનેરા જેઠ સુપરષ નર આદરતા તેહ, તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરવો કહ્યો વિચાર. આ ત્રણ ગાથાની અંદર સુપુરુષ એટલે શ્રાવક કેવા બોલની આરાધના કરવાવાળા હેય તેનું સુંદર નિરૂપણ કર્યું છે. જે દીન-દરિદ્રના ઉદ્ધારક, પરઉપકારક, શુદ્ધ વ્યવહારી, ગોલમાલ ન કરનાર, સદાય નવકારમંત્ર કરનાર, ગુણીજનોના ગુણ પ્રગટ કરનાર, કર્કશ ભાષા ન બોલે, વિવેકપૂર્વક ઇંદ્રિયોને દમનાર, હિતકારી વચનો બોલનાર આવા અનેરા બોલની આરાધના કરવાવાળા પુરુષ શ્રેષ્ઠ છે. એમનું જીવન સારરૂપ છે અને એમનો જ માનવભવ સફળ થાય છે. ખૂબ મુશ્કેલીથી મળેલો મનુષ્યભવ વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવા બાર વ્રતનું આચરણ કરવું જોઈએ જેથી ફરીફરી મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે. ગાથા - ૧૬૨ : જીવતણી નવ્ય રીખ્યા કરઈ, અતીઅ વચન મુખથી ઉચરઈ, ચોરી કરઈ પરરમણી ધરઈ, પાપતણો ઘડચો તઈ ભરઈ. ગાથા - ૧૬૩ : પાર્ષિ પરિગ્રહ મેલિં બહુ, લેઈઝ અગડ વ્રત ખટક્યાં સહુ, ભખ્ય-અભચનો કરતો આહાર, હારઈ માનવનો અવતાર. ગાથા - ૧૬૪: હાશ વિનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાર્ષિ ભરી, - સમતા અંગિ ન જાણઈ જેણ, ક્રોધ કરી ભવ ખોઈ સદા. ગાથા - ૧૬૫ : પોષધ વરત ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ, ન લહી તપ જપ કયરરીયા વાત, મૂરિખ ઘણાં ભવ ખોઇં જાત. આ ચાર ગાથામાંથી ચરણ કરણાનુયોગ દૃષ્ટિગોચર થાય છે. એમાં બાર વ્રતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અદત્ત વ્રત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિશામર્યાદા, દ્રવ્યમર્યાદા, અનર્થાદંડ, સામાયિક, દશમું વ્રત, પૌષધ વ્રત અને અતિથિ સંવિભાગ (વહોરાવવું) વ્રતની પ્રરૂપણા આ ચાર ગાથામાં સરસ રીતે કરવામાં આવી છે. પરનંદ્યા કરતા ભવ ગયો સહિ ગુરુ સંગ કહીં નવ થયો, શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુદા. આ ગાથા દ્વારા સાચા દેવ, ગુર ધર્મ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી છે. કેવળી પ્રરૂપિત ધર્મનું સેવન કરવા સામાયિક - પ્રતિક્રમણ - સ્વાધ્યાય કરવાને બદલે પરનિંદામાં અટવાઈ જાય તો ધર્મ કરી શકાય નહીં. પંચમહાવ્રતધારી, અહિંસાનું ૯૭ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પૂર્ણપણે પાલન કરનાર ગુરને બદલે હિંસાદિ ક્રિયાકાંડ કરાવનાર, ગુરના સંગથી પણ નુકસાન થાય છે તેમ જ ૩૪ અતિશય, ૩૫ વાણી, - ૮ મહપ્રતિહાર્ય સહિત, ૧૮ દોષ રહિત, ૧૨ ગુણ સહિત કેવળજ્ઞાની એવા તીર્થંકર શ્રી જિનપ્રભુ સિવાય બીજા કોઈ પણ સરાગી દેવ કે ઈશ્વરને મનથી મરે નહિ, વચનથી ગુણકીર્તન કરે નહિ અને કાયાથી વંદન-નમસ્કાર કરે નહિ તો જ સાચી જિનપૂજા થઈ કહેવાય. આવી જિનપૂજા ન કરે તો મનુષ્યભવ બિલકુલ ખોવાઈ જાય છે. સફળ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઈ કીધો તત્ત્વ વિચાર, સમક્તિ સીલ રયણ જેણઈ ધરયું, પાત્રિ દાન જેણઈ આદરયું. જેણે તત્ત્વનો વિચાર કરીને તેમાંથી હેય (છોડવા), ક્ષેય (જાણવા), ઉપાદેય (આદરવા) યોગ્ય તત્ત્વો જાણીને એ પ્રમાણે વર્તે છે, સમક્તિરત્ન પ્રાપ્ત કરે છે તથા જે સુપાત્ર દાન આપે છે તેનો દુર્લભ એવો માનવભવ સફળ થાય છે. અંતમાં કવિ જીવદયા એટલે કે અહિંસાનું માહામ્ય પ્રગટ કરે છે. અહિંસા એ સર્વધર્મનો સાર છે, છતાં અન્ય ધર્મોમાં તે મનુષ્ય કે બહબહુ તો સંજ્ઞી તિર્યંચ પંક્રિય (પશુ-પક્ષી) સુધી જ સીમિત છે. જ્યારે જૈન ધર્મની અહિંસા જીવમાત્ર માટે છે, તેથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની જયણાનો ઉપદેશ આપ્યો છે. અહિંસા માનવજાતિના ઊર્ધ્વમુખી વિરાટ ચિંતનનું સર્વોત્તમ વિકાસબિંદુ છે. લૌકિક અને લોકોત્તર બંને પ્રકારનાં મંગલજીવનનો મૂળ આધાર અહિંસા જ છે. વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વબંધુત્વનો જે વિકાસ થઈ રહ્યો છે એના મૂળમાં અહિંસાની પવિત્ર ભાવના જ કામ કરે છે. માટે જ કવિએ કહ્યું છે કે - ગાથા - ૪૮૬ : સકલ ધર્મમાંહિ મુખ્ય મંડો, વધ્યા તે સારીજી, જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોચ તર્યા નરનારીજી વીર.... ગાથા - ૪૮૭ : જીવદયા પાલંતા જાણો, નિર્મલ અંહી પંચજી, દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી વીર... ગાથા - ૪૮૮: છેદન ભેદન તે નવી પામિ, તે કહીઈ નહીં દુખીલજી તે પંચઈ અંત્રી સુખ વલસઈ, તે નર સઘલઈ સુખીઓજી વીર... ગાથા - ૪૮૯ : હું સુખીઓ સુખ પામ્યો સબલું, સમજયો જીવ વિચારજી ગાબંધ કર્યો Xિ એહનો પામી ગુરુ આધારજી વીર.... આ ચાર ગાથામાં જીવદયાને સર્વધર્મમાં શ્રેષ્ઠ બતાવીને સંસારસાગરમાંથી ૯૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 તારનારી બતાવી છે. એના પાલનથી પાંચ ઇન્દ્રિયની પરિપૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, નીરોગીપણું. સુરૂપતા આદિ પ્રાપ્ત થાય છે. છેદન-ભેદન આદિનું દુ:ખ પ્રાપ્ત થતું નથી. બધી રીતે સુખી થાય છે. પોતે જીવદયાના પાલનથી સુખી થયા છે, એટલે જ ઉપદેશ આપતાં કહે છે કે, જે બીજા જીવોને પોતાના જેવા જ માને છે તે નર-નારી તરી જાય છે. જીવદયાનું પાલન કરવા માટે જૈન ધર્મની સુંદર જયણાનું સ્વરૂપ ખૂબ જ સારી રીતે બતાવ્યું છે એ મુજબ કાંઈ પણ ગૃહકાર્ય કરતા ખૂબ જ સાવચેતી રાખવી, વેરાયેલાં - ઢોળાયેલાં કણો-પાણી વગેરેવાળી જમીન તરત જ સ્વચ્છ કરી લેવી જેથી જીવોત્પત્તિ જ ન થાય અને હિંસાથી સહેજે બચી જવાય. ઘરમાં યોગ્ય પ્રમાણમાં હવા-ઉજાસ આવે તોપણ ઘર જીવજંતુમુક્ત રહે છે. કદાચ જીવોત્પત્તિ થઈ ગઈ તો સૂર્યાસ્ત-સંધ્યાકાળે ધૂપ કરવો. દિવસે ધૂપ કરવાથી બહાર નીકળનારા છવો સૂર્યપ્રકાશ સહન ન કરી શકવાથી મરણને શરણ થાય છે કે પછી ચકલા, કબૂતર, કાગડા, કૂતરા, બિલાડાનો શિકાર બની જાય છે. રાત્રે ધૂપ કરવાથી દેખી શકનારા જીવો અંધારામાં ન દેખી શકવાથી ભયભીત બની જાય છે તેમ જ ગરોળી વગેરેના ભક્ષ્ય બનવાની સંભાવના રહે. દેખી ન શકનારા જીવો પણ સૂર્યપ્રકાશની વધતી-ધટતી અસર સૂક્ષ્મ કંપની દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવી શકાય છે. માટે સંધ્યાકાળે ધૂપ કરવો. આ ઉપરાંત દૂધ, દહીં, ઘી, તેલ વગેરે પ્રવાહીવાળાં વાસણો ઢાંકીને જ રાખવા જેથી તેમાં જીવજંતુ પડીને મરે નહીં. ખાલી બાલદી, તપેલાં વગેરે ઊંધાં જ રાખવા જેથી તેમાં જીવો ન ભરાય કે કરોળિયા જાળા ન બાંધે. ઘરમાં પક્ષીઓ માળા ન બાંધે તેનું ધ્યાન રાખવું. જૂના જમાનામાં પક્ષીઓના માળા માટે ઘરની બહારની દીવાલમાં બાકોરાં કરવામાં આવતાં જ્યાં પક્ષીઓ સુરક્ષિત માળા બાંધી શકે. ભારતીય સંસ્કૃતિમાં માત્ર ભૂખ્યા-તરસ્યાને જ અન્ન આપવું એમ નહિ, પણ કીડીઓને, કીડિયારું, કુતરાને રોટલા, કાગડા-કબૂતર વગેરેને ચણ અપાતું. આની પાછળ એક મહાન તથ્ય સમાયેલું હતું. બીજા જીવોને ખાઈને જીવતાં પશુ-પક્ષીઓ જ્યારે તેમને પૂરતા પ્રમાણમાં નિર્દોષ આહાર મળતો ત્યારે એ ખોરાકથી ધરાઈ જતાં, એટલે બીજા જીવોને ખાતા નહીં, આથી બીજા જીવોના જીવની રક્ષા થતી તેમ જ તેમના જીવનમાં અહિંસાના સંસ્કાર પેદા થતા. આજે પશ્ચિમી સંસ્કૃતિને કારણે આપણી સંસ્કૃતિમાં વિકૃતિ પ્રસરી ગઈ છે તે દૂર કરીને ફરીથી આપણી મૂળ સંસ્કૃતિને જાગ્રત કરવાની જરૂર છે. આ ઉપરાંત આપણી જીવનરૌલી એવી હોવી જોઈએ જેમાં શોખ-પોષણ માટે 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. હિંસાથી પ્રાપ્ત થતાં ચામડાં-રેશમ-ફર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રસાધનો પણ અહિંસક જ વાપરવાં જોઈએ. માંસાહાર તો બિલકુલ ન કરવો જોઈએ. મનુષ્યનાં નખ, દાંત, જડબાં, જઠર આદિ એવાં નથી જેવાં માંસાહારી પ્રાણીઓનાં હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવાં સાધનો બનાવવાથી હિંસા વધે છે, પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતાં માંસાહાર ઘટી શકે છે. આમ વિવિધ રીતે જયણા કરવાથી અહિંસાનું ઉત્તમ પાલન થાય છે. આ રીતે અહિંસાનું શ્રેષ્ઠ પાલન કરવાથી આત્મચિંતન સહજ રીતે કરી શકાય છે. આ રાસના અધ્યયનથી તીર્થંકરો દ્વારા પ્રરૂપિત સમસ્ત જીવસૃષ્ટિનું જ્ઞાન થાય છે. પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરમાં માત્ર જીવ જ છે એમ નહિ, પણ તે બધાને આહાર, શ્વાસ, વિકાસ, સંજ્ઞા વગેરે વિજ્ઞાનની પકડમાં ન આવે એવાં તત્ત્વો પર અદભુત પ્રકાશ પાડ્યો છે. સર્વજ્ઞ તીર્થંકરોની વાત શ્રદ્ધાપૂર્વક માનીને બધા જીવોની દયા પાળવી એ જ એકમાત્ર આત્મકલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે. એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કવિએ કર્યો છે અને એમાં સફળ પણ થયા છે. (મુંબઈ સ્થિત પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના જીવવિચાર રાસ પર Ph.D. કર્યું છે. તેમને લિપિવાંચન અને જૈન શિક્ષણમાં ઊંડો રસ છે). CE ૧eo Page #56 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 કવિ નાથાલાલ દવે અને કવિ સરોદની રચનામાં આત્મચિંતન a ગુણવંત ઉપાધ્યાય અનુભવની એરણે કાચી રે માટીના ઘૂમે ઘડૂલિયા ધણી ઘડે જૂજવા રે વાગે રે અણદીઠા એના હાથની અવળી-સવળી થપાટ ! વહાલા, શીદ રે ચડાવ્યા અમને ચાકડે ? કરમે લખિયા કાં કેર? નિંભાડે અનગળ અગની ધગધગે ઝાળું સળગે ચોમેર !..... - ૧૦૧ - S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, વેળા એવી વીતી રે, વેદના તણી, ઉકળ્યાં અગનના અસ્નાન ! મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે - પાકા પંચ રે પરમાણ ! હરિએ હળવેથી લીધાં અમને હાથમાં રિક્યાં નીરખીને ઘાટ! જીવને ટાઢક વળી તળિયા લગી. કીધા તેં અમથાં ઉચાટ ?! – નાથાલાલ દવે ભારતીય જીવનપ્રણાલીમાં ભજનની સુદીર્ધ પરંપરા છે. ભજનનો રચયિતા કે ગાનાર ગ્રામ્ય પરિવેશમાં શ્રમિક જીવન ગુજારનાર તળ પ્રજા, એના કંઠ અને કહેણી અનુભવમૂલક તેથી ભજન ઘણા ભાગે કાંઠ્ય પરંપરામાં સચવાયેલાં. ભજનની મરમાઈ, ઊંડાઈ, ગહન ચિંતન અને ગરવાઈ એમાં પ્રયોજાતાં પદાર્થપ્રતીકો પર નિર્ભર રહેતા અને નિરક્ષર વર્ગ સુધી પ્રત્યાપિત (communicate) થતાં. શિષ્ટભાષાના કવિઓ પણ જ્યારે આ ગૂઢ વાણીથી આકર્ષાઈને રચના રચવા પ્રેરાય ત્યારે સર્જાય છે અર્વાચીન ભજન ! ભાગ્યે જ કોઈ શિખ, પ્રતિષ્ઠ કવિ હશે જેણે અર્વાચીન ભજન-રચના ના ફ્રી હોય ! આનું પણ સંપાદનકર્મ કરી વર્તમાન અને ભાવિ પ્રજાને ભજનનો નવો ખજાનો સંપડાવી શકાય ! શ્રી નાથાલાલ દવે પણ શિષ્ટ, પ્રતિષ્ઠ કવિ, એમણે અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે, જેમાંથી કવિવર ટાગોરની ‘રવીન્દ્રવીણા’ એ ને એ છંદમાં ‘રવીન્દ્રવૈભવ' અને સક્ષમ બંગકાર તરીકે ‘ઉપદ્રવ સંગ્રહો ધ્યાનાકર્ષક છે. એમના દ્વારા રચાય છે પ્રસ્તુત અર્વાચીન ભજન ! ચાર પ્રકારના ભક્તો ભગવાનને ભજે છે : આર્ત, અથાર્થી, કામી અને મોક્ષાર્થી પ્રસ્તુત રચના આર્તવરે રચાઈ છે તેથી આર્ત ભક્તની વાણી બને છે. સારા-માઠા અનુભવો જ માનવનું ઘડતર કરે છે, જાણે કે કોઈ કુશળ કુંભકાર ! કવિ પ્રત્યકે માનવને અધુરો અને સતત પીડાઈ રહેલો નિહાળે છે સ્વગતોક્તિ દ્વારા ! પ્રથમ-દ્વિતીય અંતરામાં પણ આ જ ભાવને દૃઢાવવામાં આવ્યો છે. કાચી માટીને ઘડી, ટીપી સમર્થ કુંભકાર અને સંસારચક્રરૂપી ચાકડે ચઢાવી અનુભવોની એરણરૂપ નિંભાડે પકાવવા મૂકે છે. અહીંની ચોમેર ભડભડતી વાળાઓ જીવને અસહ્ય અગ્નિસ્નાન સમાન લાગે છે ! - ૧૦૨ – Page #57 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 અનુભવની એરણે ચઢેલ જાગૃત જીવ જાણે છે ! સર્જનકાર પોતે જ પોતાના સર્જનને અસહ્ય સ્થિતિમાં મૂકવાની, તાવવા, તારવવા અને સ્થાપવાની ત્રેવડ ધરાવે છે અને સ્વયં પોતે જ ટકોરા મારીમારી સર્જનની ઉત્તમતા પ્રમાણે છે. રચનાના અંતિમ આંતરામાં સર્જક અને સર્જન એમ ઉભય પક્ષે આનંદ વ્યક્ત થતો અનુભવાય છે. પ્રથમ પંક્તિ - હરિએ હળવેથી લીધા અમને હાથમાં રિયા નીરખીને ઘાટ !” સર્જનના આનંદ-સંતોષને પ્રથમ સ્થાને મૂકી, સર્જક્તા સંતોષને દ્વિતીય સ્થાને મૂકી, સર્જનની પુનઃ સંતોષકારક વાણીને પ્રયોજે છે : “જીવને ટાઢક વળી તળિયા લગી !" એમ કહી વેઠલ વેદનાને અનુલક્ષી જીવને બીજા પુરુષ એકવચન તરીકે સંબોધી “કીધા તે અથમાં ઉચાટ !' જેવી જબરી હૈયાધારણ પણ પૂરી પાડે છે. અત્રે ભક્તકવિ નરસિંહ મહેતાનું અનાયાસ સ્મરણ થઈ આવે : ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવા” જીવ-શિવ સિક્કાની બે બાજુઓ. એકનો સંતોષ બીજાનો, એકનું હોવું બીજાનું હોવું. આમ જગતમાં પ્રાપ્તકર્મ કોઈ પણ ઉચાટ વગર પૂર્ણ કરી, પૂર્ણત્વને પ્રાપ્ત કરવા-કરાવવાની હૈયાધારણ-આશા એટલે પ્રસ્તુત રચના ! 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S હૃદય વીંધાઈ મધપૂડો થઈ ને આહ નિર્ઝરતું; હવે બાકી રહ્યું છે શું કે નજરો તીર ખેંચે છે ? ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ? અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે. - મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ' (સરોદ) મીણબત્તી અને ઘીનો દીવો. માનવજીવન અતિશય સંકુલ છે. માનવજીવનમાં બૌધિક અને ચેતસિક અવસ્થા એ મહત્ત્વનું પરિબળ છે. ઉચ્ચતર ચૈતસિક અવસ્થા બીજી ચૈતસિક અવસ્થાને સતતપણે આકર્ષિત છે કરતી રહે છે. સર્જક જીવનનું પ્રદાન આના હિસાબે જ સંભવે છે. સાહિત્યિક મધ્યકાળની ભક્તિસંપ્રદાયની પરંપરા કબીર, નાનક, નરસિંહ, મીરા, દયારામ ઇત્યાદિથી શરૂ થઈ છે, સાગર ત્રિપાઠી સુધી લંબાઈ છે એવું વિદ્વાનોએ નોંધ્યું છે. સાગરનો રચનાકાળ ઈ.સ. ૧૯૦૦થી ૧૯૩૧ નોંધાયો છે. મનુભાઈ ત્રિવેદીના સમગ્ર સાહિત્ય પર વિહંગાવલોન કરતાં એવી પ્રતીતિ થાય છે કે, પ્રસ્તુત ભક્તિપરંપરા મનુભાઈ ત્રિવેદી (૧૯૧૪-૧૯૭૪) સુધી લંબાયેલ છે. આમ, મનુભાઈ ત્રિવેદી એ પરંપરાના ગઝલકાર તો છે જ, સાથોસાથ પદ, ભજન ઇત્યાદિના સર્જક તરીકે ભક્તિ-સંપ્રદાયના અંતિમ પ્રતિનિધિ કવિ ગણી શકાય. મનુભાઈ ત્રિવેદી ગઝલો ‘ગાફિલ' માણાવદરીના નામે લખતા તો પદ, ભજન ‘સરોદ'ના ઉપનામે લખતા. કવિશ્રીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૧૪ના રોજ માણાવદરમાં પિતાશ્રી રાવબહાદુર ત્રિભુવનદાસ ત્રિવેદી અને માતા પ્રેમવરબેનને ત્યાં થયેલો. તેમના પિતાશ્રી તે સમયના કાઠિયાવાડનું નાનકડું રજવાડું માણાવદર સ્ટેટના નવાબના દીવાન હતા અને માતા પ્રેમકુંવરબેન ધર્મપરાયણ, કુટુંબવત્સલ, પરગજુ સ્વભાવનાં હતાં. તેમનો પ્રાથમિકથી લઈ કૉલેજ તથા L.C.B. સુધીનો અભ્યાસ અનુક્રમે માણાવદર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદમાં લીધેલો. લૉ ગ્રેજ્યુએટ થયા બાદ થોડો વખત વકીલાત કરેલી જેમાં તેમના સ્વભાવ અનુસાર વકીલાતને બદલે સમાધાન કરાવવા લાગેલા. તે પછી તેઓશ્રી ન્યાયાધીશ તરીકે આજીવન રહ્યા, જેમના જીવનના અનકે રોચક પ્રસંગો તેમની જીવનદૃષ્ટિને ઉજાગર કરે છે. તેમના જીવનકાળ દરમિયાન માત્ર ત્રણ સંગ્રહો પ્રાપ્ત થયેલા જેમાં એક મીર ખેંચે છે હૃદયમાં ઊતરી ઊંડાણમાં થી નીર ખેંચે છે; નજર નમણી જીવનના મૂળની તાસીર ખેંચે છે. નવાઈ શી અગર હું એમના જેવો જ લાગું છું ! અરીસો આયખાનો રૂપની તસવીર ખેંચે છે. નથી ગમતું મને ખેંચાવું કોઈથી જીવનમાં પણ - કદી તદબીર ખેંચે છે, કદી તકદીર ખેંચે છે. મને પણ થાય છે, ઊડું કિરણની પાંખ હેરીને; પરંતુ છું જનમકે દી, મને જંજીર ખેંછે છે. વિરહની વેદનામાં એમ તડપે છે મિલન આશા, ગગન જાણે ચમકતી ચાંદનીનાં ચીર ખેંચે છે. ૧૦૩ - ૧૦૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ‘રામરસ’ (૧૯૫૬), ‘સુરતા’ (૧૯૭૦), બને ભજનસંગ્રહો અને ‘બંદગી’ (૧૯૯૩) ગઝલસંગ્રહ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ચંદ્રકાંત ટોપીવાલા સંપાદિત અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત 'પવન-પગથિયાં' જેમાં કવિતા, છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો સમાવિષ્ટ થાય છે. તદુપરાંત કવિશ્રી હરિકૃષ્ણ પાઠકે કવિનું જીવનચરિત્ર ‘મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, ‘ગાફિલ’ શીર્ષકથી પુસ્તિકારૂપે ૨૦૦૮માં પ્રગટ કરેલું. ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઈ.સ. ૨૦૧૭માં કવિશ્રીનાં સમગ્ર સાહિત્યનું પ્રકાશન દળદાર ચાર ગ્રંથોમાં પ્રકાશિત કરેલ છે, જેના પ્રકાશકીય નિવેદનમાં મનોજ ઓઝા મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી લખે છે કે, अनाहतस्य शब्दस्य ध्वनिर्य उपलभ्यते ध्वनेरन्तर्गतं ज्ञेयं ज्ञेयस्यान्तर्गतं मनः શબ્દ થકી શબ્દ સાથે સંયોજન એ ભારતીય પરંપરાના સર્જકો માટે ઈષ્ટતમ માર્ગ રહ્યો છે. આપણે કવિશ્રીની એક ગઝલનું આસ્વાદન કરવાનું છે ત્યારે ગઝલ વિષયક આંતરિક વિશેષતા-વિશેષાંગો વિશે પણ એક આછેરી નજર નાખીએ જેનાથી ગઝલ, ગઝલસ્વરૂપે ઉદ્દઘાટિત થાય છે. (૧) અંદાજે બાં (વર્ણનશૈલી, અભિવ્યક્તિ) (૨) હુશ્ને ખયાલ (સૌંદર્ય-વિચાર, ભાવ કે સંવેદનાનું) (૩) મૌસિકી (સંગીત તત્ત્વ-લય યોજના) (૪) મારિત (દર્શન-ગઝલના પ્રત્યેક શે'ર સ્વતંત્ર દૃષ્ટિકોણ, દર્શન પણ રજૂ કરે છે). ઉપરોક્ત બાબતો ગઝલો સાંભળતા કે વાંચતા સરળતાપૂર્વક દૃષ્ટિએ પડે તેવી છે. તે ઉપરાંત ગઝલ, ચાર વિવિધ રંગોમાં, કવિની પોતાની આંતરિક ચેતનાના આશ્રયે લિખિત કે પાઠિત રૂપ ધારણ કરે છે. જેમાં, (૧) રંગે તગઝૂઝલ - પ્રેમરંગ - (પ્રેમની વિવિધ અભિવ્યક્તિ લેખે ‘ઇશ્ક મિજાજી' (પાર્થિવ) તેમ જ ‘ઇશ્કે હકીકી” (અપાર્થિવ) પ્રેમ. અધ્યાત્મ (૨) રંગે તસવ્વુફ્ (૩) રંગે તસવ્વુર કાલ્પનિક તથ્ય નિર્માણ ૧૦૫ (૪) રંગે તખચ્યુલ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C અંતિમ તથ્ય અતિ-વાસ્તવ, નજરે જોઈ શકાય, સ્પર્શી શકાય. તે ઉપરાંતના વાસ્તવનું ચિત્રણ. હવે આપણે કવિની પ્રસ્તુત ગઝલમાં ઊતરવા પ્રયાસ કરીએ. હૃદયમાં ઊતરી ઊંડાણમાંથી નીર ખેંચે છે; નજર નમણી જીવનના મૂળની તાસીર ખેંચે છે. કવિ મત્લા (પ્રથમ)ના શે’રમાં જ તેની ભૌતિક અને ચૈતસિક અવસ્થાનું વર્ણન કરે છે. આપણે જાણીએ છીએ કે માનવશરીરમાં ભૌતિક રીતે અંદાજે ૭૫% પાણીની ઉપસ્થિતિ છે અને હૃદય એ પાણી (રક્ત)નું સંચાલન કરે છે. જો હૃદયનું સંચાલન જ બંધ થઈ જાય તો માનવજીવન શક્ય નથી. એટલે જ કવિ કહે છે કે અગોચરની કોઈ નમણી, નાજુક નજર હૃદયમાં ઊંડે ઊતરી એના જળને (રક્તને) આકર્ષિત કરી રહી છે જેને લીધે જીવનનું મૂળ રૂપ તાસીર જે કંઈ માનવને મળેલી છે તેનું પણ ખેંચાણ કરી રહી છે. આ નાજુક નજર કેટલી સૂક્ષ્મ અને શક્તિશાળી છે. અમસ્તા પણ આપણા ભારતીય ચિંતનમાં આતામ-પરમાત્મ સ્વરૂપને નિરાકાર નિરંજન ગણેલાં છે. આમ પ્રસ્તુત ગઝલ પ્રથમ શે'રથી જ ઊંચાઈ ગરવાઈ પકડી લે છે. હવે બીજા શે'ર તરફ જતાં... નવાઈ શી અગર હું એમના જેવો જ લાગું છું ! અરીસો આયખાનો રૂપની તસવીર ખેંચે છે. પ્રસ્તુત શે'રમાં ઉચ્ચતર જીવનની સ્વાભાવિકતાનું દર્શન થાય છે. આકર્ષિત થવું અને આકર્ષણ કરવું બંને સ્વાભાવિક પ્રક્રિયાઓ છે. આકર્ષણના એક અલિખિત નિયમ લેખે સમાન ચેતના બીજી સમાન ચેતના કે એક ઉચ્ચતર ચેતના ઊર્ધ્વગામી ચેતનાનું આકર્ષણ કરતી હોય છે. શે'રની બીજી પંક્તિમાં કવિ જળનું પણ સજીવારોપણ કરી જાણે છે. રીત, ઊંડી વિચારણા, ડહાપણ, પદ્ધતિ, વ્યવસ્થા ગોઠવણ થાય છે. (સંદર્ભ ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પત્તિ કોશ, અરબી તથા તુર્કી મૂળના શબ્દો સહિત ભાગ-૨. પ્રકાશક: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૪). હવે પછીના શે'રમાં કવિ સ્થૂળ વાત કરી બેસે છે. જીવનમાં કોઈ અગાધ આકર્ષણને લીધે ખેંચાવું પડે છે, પણ ખેંચાવું ગમતું હોણું નથી. જેનું કારણ પોતાની જાતને જનમકેદી સમજી લેવાથી પીડા ઉત્પન્ન થાય છે. અહીં અગાધ આકર્ષણનું કેન્દ્ર અને જનમકેદી અવસ્થા બંને બાજુની જંજીર ૧૦૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન પરસ્પર ખેંચાણ કરતી અનુભવાય છે. અહીં કવિના કવિપણાનો સ્વાયત્ત મિજાજ પણ સુપેરે પ્રગટે છે. ‘કોઈથી આકર્ષાવ તેવો હું નથી'...ની પ્રતીતિ ચોથા શે'રને તેની ઊંચાઈ બક્ષે છે. પછીના બંને શે'રમાં પણ આ જ વાતનું પુનરાવર્તન થયેલું જણાય છે. જુઓ : વિરહની વેદનામાં એમ તડપે છે મિલનઆશા, ગગન જાણે ચમકતી ચાંદનીનાં ચીર ખેંચે છે. હૃદય વીંધાઈ મધપૂડો થઈ ને આહ નિર્ઝરતું; હવે બાકી રહ્યું છે શું કે નજરો તીર ખેંચે છે? હવે ગઝલનો અંતિમ શે’ર માણીએ... ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ? અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે. પ્રસ્તુત શે'રમાં કવિની સ્વાભાવિકતા પ્રબળપણે પ્રગટે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સર્જક કોઈ એક ફોર્મને વળગીને તેનું સર્જનકર્મ કરતો હોય છે જ્યારે મનુભાઈ જેવા સજાગ સર્જકને આવું વળગણ હોતું નથી. ગઝલ એ રૂપનિર્મિતિનો પ્રકાર છે તો અધ્યાત્મ એ નિરાકાર, નિરંજનના સાક્ષાત્કારને ઉજાગર કરે છે, જેમાં ‘ભજન’ કાવ્યપ્રકારનો સમાવેશ થાય છે. તેથી કવિ કહે છે કે હું કોઈ એક સ્વરૂપમાં બંધાઉ શાને ? હું તો વિપુલ અને કાલાતીત સર્જન માટે સર્જાયલ મહાત્મા છું અને તેથી જ મારા લખાણના કારણરૂપ કદી મીર, ઉર્દૂ ગઝલની પરંપરાના શાયર અને ગાલિબના સમકાલીન છે. તો બીજી બાજુ અધ્યાત્મ પ્રેમભક્તિનાં પરમ ઉપાસક મીરાંબાઈ પણ મારાં ભજનોના, સર્જનના કારણરૂપ પ્રવર્તે છે. આમ, બંને પ્રવાહોની સ્વીકૃતિ અને સામંજસ્ય પ્રસ્તુત શે'રથી નિરૂપિત થાય છે. મનુભાઈએ આ જ ધૂણો આજીવન ચેતાવી રાખ્યો. અનેક સંતો - કવિઓ - વિદ્વાનો જેવા કે આદરણીય સર્વશ્રી મકરન્દ દવે, અમૃત ઘાયલ, તખ્તસિંહજી પરમારસાહેબ, પાજોદ દરબાર, રૂસ્વા મઝલૂમી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, પ્રફુલ્લ નાણાવટી, સ્મિત ગઢવી, પિંગળશી ગઢવી વગેરે સૌ સાંજ પડે ને મનુભાઈને ત્યાં પધારે અને બેઠક જામે ! કવિ સર્જકને વિરલ એવી જીવનલીલા સંકેલવાની ઘડી પણ કદાચ મનુભાઈના જીવનમાં ઘટિત થયેલ છે. ટાઉન હૉલ, અમદાવાદમાં યોજાયેલ મુશાયરામાં શ્રોતા તરીકે ગયેલા, પરંતુ મિત્ર અમૃત ઘાયલ વગેરેના આગ્રહથી મંચ પરથી ... ૧૦૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે જીવન જેમ જુદાં છે કાયા ય જુદી છે મૃત્યુય જુદાં જનાજે જનાજે ગઝલ રજૂ કરી અને પોતાની જગ્યાએ બેસવા ગયા ત્યાં જ ઢળી પડચા, બેભાન થઈ ગયા અને તા. ૯-૪-’૭૨ના રોજ નિધન પામ્યા. કવિએ અન્યત્ર એક ગઝલમાં લખ્યું છે કે, અસલના ઉતારા છે મારી ગઝલમાં, કે મોઘમ ઈશારા છે મારી ગઝલમાં. જગતને કરી દે ગમે ત્યારે જાગૃત, કલંદરના નારા છે મારી ગઝલમાં! (ભાવનગરસ્થિત કવિ ગુણવંત ઉપાધ્યાય, દર્શનશાસ્ત્રના અભ્યાસી છે. એમનાં કવિતા અને ગઝલનાં સાત પુસ્તકો પ્રગટ થયાં છે). ૧૦૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 રાજેન્દ્ર શાહની કવિતામાં અધ્યાત્મઃ ઉન્મુખ કવિચિત્તનું કાવ્યત્વ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, તેથી આ કવિના ઊર્વાભિમુખ કવિચિત્તમાંથી આકારિત થતી રચનાઓમાં એક શુદ્ધ આધ્યાત્મિક દર્શન પણ વ્યક્ત થાય છે. આ ઊર્મિકવિ ખરેખર તો પ્રેમ, આશા અને શ્રદ્ધાના કવિ છે. ઘણાં કાવ્યોમાં આ કવિ જાણે કાળપ્રવાહની બહારના મનીષી કવિ લાગે છે. એક કાવ્ય “સણની તરલ ભૂમિએ'માં તેનો કાવ્યધ્વનિ સાંભળવા જેવો છે. “કોઈનો પરિહાર નહિ, મન કોઈમાં યે નવ લાગે. નિખિલને અનુરાગે; કર માંહી કંઈ નહિ છતાંય, ન ઉરમાં ઊણપ જાગે; તુંબનો રે તાર વાગે, આવરતા અવકાશને કેવલ વેષે, પગલું મારું જાય રે અસીમ દેશે. કોઈ અનાહત નાદને ઉન્મરો. આનંદ આનંદે નિર્દેશ.' રાગદ્વેષરહિત હોવું એ એક આદર્શ ખરો, પણ તે તો આરંભ છે, મહત્તર યાત્રાનો, આ સીમમાંથી અસીમ તરફ જવા માટેનો. અનાહત નાદનો ઉમેશ એક સાધન છે, પણ સાધ્ય તો આનંદ છે અને તે પણ કોઈ ઉદ્દેશ વિનાનો. પરમતત્વના લયમાં વિલય પામવાની આ આખી પ્રક્રિયા એક પ્રખર આધ્યાત્મિકતાનું કારણ બને છે. બાળપણથી જ એમનું જીવન રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ચેતનાના સંપર્શમાં રહ્યું હતું. પતંગ ઉડાવવા અગાશી પર ગયેલો કિશોર રાજેન્દ્ર તો વાસ્તવમાં ઉપર છવાયેલા અસીમ આકાશમાં ખોવાઈ જતો. દેશદાઝ એવી કે કપડવણંજના ટાવર પર ફરતા ધ્વજને ઉતારવા જઈ રહેલા અંગ્રેજ સિપાઈ પહોંચે એ પહેલાં તેને લઈને ટાવર પરથી નીચે કૂદી પડેલા. તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા, પણ શ્રેયસાધક વર્ગની સાધનાનો વારસો મા-બાપે આપેલો. તેથી અજ્ઞેયવાદ, તંત્રદર્શન તેમની કાવ્યપ્રવૃત્તિના મૂળમાં સહજ જોવા મળે છે. પરિષદના પ્રમુખ રહી ચૂકેલા અને જ્ઞાનપીઠ પ્રાપ્ત કરનાર આ કવિ ખરેખર તો પળેપળ કવિ હતા અને અંદરથી જ જીવતા મનીષી હતા. પરંતુ રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં અધ્યાત્મ રૂઢ અર્થમાં નથી. આ અધ્યાત્મ, કવિનું આધ્યાત્મ છે. એક સર્જકનું અધ્યાત્મ છે. એટલે એમનાં કાવ્યમાં ૧૧e 0 રાજેન્દ્ર પટેલ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ અને ‘ભાનુસિંહેર પદાવલિ સંદર્ભે રાજેન્દ્રભાઈ એક વિશિષ્ટ નિરીક્ષણ કરતાં કહે છે, “એક ભક્તના પ્રપત્તિયોગનું એમાં આપણને દર્શન થાય છે, પરંતુ ઉમુખ કવિચિત્ત નિજી વ્યક્તિત્વથી પર એવા એક ભાવલોક સાથે અનુસંધાન પામે છે. કોઈ એક નિર્દિષ્ટ ક્ષેત્રમાં વધુ સમય એ નિબદ્ધ રહી શકતું નથી. નિત્ય નૂતન રસાસ્વાદ માટેની હદગત એક આકુલ વૃત્તિ અવસ્થાંતર માટે એને વિવશ બનાવે છે, પરંતુ તે થાય છે સહજ રીતે." નાન્હાલાલ પછીના બીજા મહત્ત્વના ગીત કવિ રાજેન્દ્ર શાહનાં અનેક કાવ્યો વિશે આ જ નિરીક્ષણ લાગુ પડી શકે તેમ છે. એમનાં કાવ્યોમાં મુખ્યત્વે સૌંદર્ય અને પ્રેમતત્વની સાથે શાંતરસ, સમરસ અને સહજરસ પ્રવર્તતા જોવા મળે છે. ૧૦૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સર્જનાત્મક આધ્યાત્મિકતા (creative spirituality) જોવા મળે છે. કવિનું દર્શન જ્યારે કાવ્યમાં રૂપાંતર પામે છે ત્યારે એ કવિતાનો એક આગવો ધ્વનિ રચે છે. એટલે આ કવિનું કાવ્યસર્જન આગવું અને અનન્ય છે. ગુજરાતી કાવ્યસૃષ્ટિની એક ઉત્તમ સૉનેટમાળા આયુષ્યને અવશેષ'ના પાંચમા સોનેટ ‘જીવનવિલય'ની અંતિમ બે શિરમોર પંક્તિઓ કવિએતના દર્શાવે છે. “ગહન નિધિ હું, મોજું હું, વળી ઘનવર્ષ, અભિનવ સ્વરૂપ પામું હું સદૈવ વિસર્જન.” સતત વિસર્જનની ખેવનાની પાછળ તો અભિનવ સ્વરૂપ માપવાનો તલસાટ છે. અદ્વૈતની આ અનુભૂતિ તેમનાં અનેક કાવ્યોમાં જોવા મળે છે. કવિમાં એક અપૂર્વ સાયુજ્ય સધાયું છે, તે નિતાંત કવિ હોવા ઉપરાંત બૃહત ચેતનાના અન્વેષક રહ્યા છે. તેમનાં કાવ્યોમાં બે પ્રકારની રચનપ્રક્રિયા જોવા મળે છે. કાવ્યક્ષણની ક્ષણે તેમની આધ્યાત્મિક ચેતનાનું સતેજ થવું અને આધ્યાત્મિક શેતાનના ઉત્થાન સમયે કાવ્યક્ષણનું સર્જન થયું. એટલે આ કવિની રચનાઓમાં કોઈ ચોક્કસ પદ્ધતિએ આધ્યાત્મિક અને કાવ્યત્વ જુદું નથી, બલકે બંને એકબીજામાં ઓગળી જતું હોય છે. તેમનાં કાવ્યો અપૂર્વ કાવ્યસૌંદર્યથી મઢેલાં હોય છે. આ કવિ એક રહસ્યવાદી અભિજ્ઞતા સાથે સૂક્ષ્મ-ગૂઢ સંવેદના વણી લે છે. તેથી કાવ્ય વ્યક્તિગત ન રહેતા વૈશ્વિક બને છે, તેથી પણ આગળ સમષ્ટિગત બને છે. એમના હસ્તાક્ષર સમું કાવ્ય “નિરુદ્દેશે' જ લો ને. એમાં આ સર્જનાત્મક અધ્યાત્મ કેવું સક્રિય અને આગવું છે ! “નિરરુદ્દેશે સંસારે મગ મુગ્ધ ભ્રમણ પાંશુ-મિલન વેશે. %આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 20069 એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી, હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે.” કવિનો વિસર્જન થવા પાછળ કે અવશેષ બની રહેવા માટેનો આ અભિગમ વાસ્તવમાં પરમતત્ત્વના લય સાથે વિલસવું તે છે. આરંભે જ કવિ કહે છે, “પાંશુ-મલિન વેશે” જીવન ભલે ને ડાઘવાળું મેલું હોય, પણ જેવા છીએ, એવા એક યાત્રામાં જોડાયા છીએ. નકાર નહીં, સ્વીકાર. સ્વ સાત સમષ્ટિનો સહજ સ્વીકાર છે. ધરા પરમધામ છે અને તેનો મહિમા છે. જે છે, જેવું છે એનો મહિમા છે. પંચેન્દ્રિયથી પણ એ પામે છે, પરમઆનંદ. રંગ, રૂપનોય મહિમા આ કવિ કરે છે, તે પરમની પ્રાપ્તિ માટે છે. - કવિ અને યોગીની પ્રક્રિયા લગભગ સમાન છે. શ્રી અરવિન્દ એમના કાવ્યવિવેચનના ગ્રંથ ‘ભાવિ કવિતામાં કહ્યું છે, “સઘળું વિસર્જન, તેની અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જઈએ તો, એક જાતની અગમ્ય ઘટના છે. એ સર્જનના માત્ર અત્યંત સ્થૂળ અથવા તો યંત્રવત્ અંશનું જ બહુ તો પૃથક્કરણ થઈ શકે. કવિતાની સર્જનાત્મક શક્તિ પણ એમાં અપવાદ નથી. કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. સર્જનમાં તેનું મન આલોચનાત્મક રીતે, રચનાત્મક રીતે જે ભાગ જ્ઞાનપૂર્વક ભજવે છે તે પણ બુદ્ધિ કરતાં સહજપ્રજ્ઞાની ક્રિયા વિશેષ હોય છે. આ અધ્યાત્મશક્તિનો દિવ્ય આવક કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે, તેનું ચિત્ત એ આધ્યત્મશક્તિની વાહિની અથવા તો કરણ બની રહે છે અને એ સર્જનનો રસાસ્વાદ લેવાનું કાર્ય કવિ પોતે કે બીજાઓ બુદ્ધિક વિવેક દ્વારા નહિ, પણ આધ્યાત્મિક સંવેદન દ્વારા કરે છે." આવી જ એક કાવ્યપ્રક્રિયા રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં સમાયેલી છે. એક કાવ્ય “નવું તારું નામ નીલાંજનાઓમાં આ ઊર્યચેતનાનો અનુભવ કવિ આમ દર્શાવે છે; “સુષુપ્તિનું મન તેજ અંધકાર તણું, જાણે ન સ્વપન, અહીં તવ બોલ, તવ સ્પર્શ, ઋજુ હર્ષ ક ૧૧૨ પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી, 111 2 Page #62 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 -થકી મધુ રીહા મહીં મુજ ઊઘડે નયન, સીમિત અસીમ કેરો નવીન વિભવ પરિણય; પૂર્ણ, ફરી પૂર્ણ પણ ભિન્ન અનુભવ.” ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન અને કલા એ ત્રણે પરસ્પર સંકળાયેલી સહગામી અને સહોદર પ્રવૃત્તિઓ લેખવામાં આવે છે. કવિતા, સંગીત, શિલ્પ, નૃત્ય વગેરે માટે ધર્મ વ્યાપક અર્થમાં, અધ્યાત્મ, પરસ્પર પ્રેરણારૂપ બની રહેતાં, એટલે જ કદાચ આ કવિના મૂળમાં ઉપનિષદ પરંપરાનું દર્શન પણ સાંપડે છે. રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં આધ્યાત્મ સહજ રીતે વણાયેલું છે. તેઓ એક રહસ્યમયતાના માર્ગના કવિ-યાત્રી છે. તેમની શબ્દાતીત તીવ્ર આ અનુભૂતિ અનેક કાવ્યોમાં અભિવ્યક્ત થાય છે. એમનાં આવાં કાવ્યોમાં ત્રણ પ્રકારના સૂક્ષ્મ આધ્યાત્મિક સ્તરોનું સંયોજન હોય છે. એક સ્તર આધ્યાત્મિક વાસ્તવ (spiritual reality)નો હોય છે. બીજો સ્તર બુદ્ધિના પાસવાળી અંતઃસ્ફુરણાવાળો (intuitive intellect) હોય છે. જ્યારે ત્રીજા સ્તરમાં કવિની અંતઃસ્ફુરણામાંથી પ્રગટતું ક્રાંતદર્શન (intuitive vision) હોય છે. આ કારણે એમનાં કાવ્યોમાં ઘણી વાર અનન્ય કાવ્યશક્તિ પ્રગટતી હોય છે. ‘સ્મરણ’ નામના એક કાવ્યની પંક્તિઓમાં આ ઉઘાડ માણવા જેવો છે : “આદિના બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા સઘળા ઘેઘૂર સૂર, પંચરંગ પૂર નયને નયન પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ એક, ગજનું અવર ત્યહીં વિલોપન છેક નહીં દેશ, નહીં કાલ હૃદયને એકમાત્ર તાલ અનાહત છંદ... ત્યહાં પ્રશાંત આનંદ ! સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવર્ણ ! કમલની શતશત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ”. ૧૧૩ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C શબ્દ દ્વારા ‘તેજનાં ઝરણ' દર્શાવતા આ કવિ ગુજરાતી ભાષાના એક અનન્ય કવિ છે. એકવાર એક મિત્રે તેમનાં કેટલાંક ગીત ગાવાની સંમતિ માગી ત્યારે તેમનો જે જવાબ હતો તે તેમનો જીવનઅભિગમ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, ‘મારું ક્યાં કશું છે, તે પરવાનગી માગો છે ? મેં ક્યાં કંઈ જાતે લખ્યું છે ? આ નજર સામે આવ્યું તે મેં ઉતારી લીધું છે. મારાં કાવ્યો સૌ કોઈનાં છે, તે માટે કોઈએ મારી પરવાનગી લેવાની ના હોય.' આ વાત પણ એક કવિના આધ્યાત્મિક દર્શનથી વિશેષ શું હોઈ શકે ? (અમદાવાદસ્થિત રાજેન્દ્રભાઈ કવિ, લેખક અને વાર્તાકાર છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ છે). ૧૧૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 સંતોની વાણીમાં આત્મદર્શન 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. અસંખ્ય ભિન્નતા હોવા છતાં સમગ્ર ભારતવર્ષની પ્રજામાં ઊંડી તલસ્પર્શી મૂળગત એકતા જોવા મળે છે અને એ છે ભારતીય સંસ્કૃતિની એકતા. ભારતની ભાવાત્મક અને સાંસ્કૃતિક એકતા ઓખાથી આસામ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભારતની અનેક પાસાંવાળી અને રંગવાળી છતાં શ્રી ઝવેરચંદ મેઘાણી કહે છે એમ ભાતીગળ ચૂંદડી જેવી વિશિષ્ટ ભાત પડતી રહી છે. ભારતનો ધર્મચિંતન પ્રવાહ, અધ્યાત્મ સાધનાનો પ્રવાહ કાયમને માટે રાજકીય સંઘર્ષો કે સાંપ્રદાયિક કટ્ટરતાથી મુક્ત રહ્યો છે. જગતના સૌથી પ્રાચીનતમ સાહિત્ય એવા આપણા ટ્વેદમાં એક જ સત્યને કવિઓ અને વિચારકો જદી જુદી રીતે, જુદીજુદી ભાષામાં અભિવ્યક્ત કરે છે. એની વસ્તુમાં કે ગુણમાં ફેર નથી, માત્ર નામરૂપમાં ફેર છે એમ જે ચિંતન અપાયું છે તે ભારતીય લોકસમાજમાં અને અધ્યાત્મ પરંપરાઓમાં સિદ્ધ થયું છે. ભારતીય સંતોની વાણીમાં ભાવાત્મક એકતા અનેક દૃષ્ટિકોણથી આપણે તપાસી શકીએ. ભાષાની એકતા, વિષય, વિચાર કે અભિવ્યક્તિની એકતા, શૈલીની એકતા, સાધનાત્મક પરિભાષાની એકતા, સંગીતના રાગ, તાલ, ઢાળ, ઢંગની એકતા, સ્ત્રીપુરુષ કે નાતજાતના અભેદની એકતા, સાહિત્યસ્વરૂપો કે પ્રકારોની એકતા... ભારતીય ચિંતનધારાના પ્રવાહ મુજબ, હજારો વર્ષથી ભારતમાં થયેલી વેદધર્મની, સનાતન ધર્મની સ્થાપના અને વૈદિક ચિંતનધારામાંથી સમયે સમયે જે નવા અંકુરો ફૂટ્યા તે બૌદ્ધ, જૈન, શૈવ, શાક્ત, વૈષ્ણવ વગેરે સંપ્રદાયોમાં વિકસિત થતા રહ્યા. અનેક નદીઓના પ્રવાહ જેમ દેદે સ્થળે સમુદ્રમાં વિલીન થઈ જાય છે એમ તમામ ભારતીય ભાષાઓના સંત-ભક્ત-કવિઓનું અંતિમ ગંતવ્યસ્થાન તો શુદ્ધ અધ્યાત્મ ભક્તિ કે આત્મચિંતન જ છે. પછી એ સગુણ-સાકારનો ઉપાસક હોય, નિર્ગુણ-નિરાકારનો ઉપાસક હોય કે સગુણ-નિરાકાર અથવા તો નિર્ગુણસાકારનો સમન્વયવાદી ઉપાસક હોય. યોગ-સાધનાને, વેદાંત ચિંતનને, જ્ઞાનમાર્ગને કે ક્રિયાયોગને પુરુષ તરીકે કલ્પીને અને ભક્તિને નારી સ્વરૂપ કલ્પીને છેક પ્રાચીન સમયથી ચાલી આવેલી અધ્યાત્મધારાની સરવાણીઓ અહીં વહેતી આવી છે. પરિણામે બંગાળી, આસામી, ઓડિયા, મૈથિલી, ભોજપુરી, વ્રજ, કોશલી, પહાડી, રાજસ્થાની, માળવી, ગુજરાતી, કચ્છી, મરાઠી, કોંકણી, પંજાબી, સિંધી, ઊર્દુ, કન્નડ, તમિળ, તેલુગુ અને કાશ્મીરી જેવી વિવિધ ભાષા-બોલીઓમાં પ્રાચીન ભારતીય સાહિત્ય પરંપરાઓનું સાતત્ય અખંડ અને અવિરત જળવાતું રહ્યું. એમણે ૧૧૬ a ડૉ. નિરંજન રાજ્યગુરુ આત્મચિંતન-આત્મદર્શનનો અધ્યાત્મભાવ એ ભારતીય સંતસાહિત્યનું કેન્દ્રબિન્દુ સમાન તત્ત્વ ગણાવી શકાય. વિષય એટલો વ્યાપક છે કે કોઈ એક જ ભાષાના-પ્રદેશના-ધર્મ-પંથ-સંપ્રદાયના સંત કે ભક્તકવિની રચનાઓ લઈને વાત કરીએ, કે બેઈ એક જ પરંપરાના સગુણ કે નિર્ગુણ ઉપાસક સંતોની વાણી લઈને વાત કરીએ, કે કોઈ એક ચોક્કસ પદ-પ્રકાર લઈને વાત કરીએ તોપણ એને પૂરેપૂરો ન્યાય ન આપી શકીએ. છતાં વિષયને આવશ્યક એવી સૂક્ષ્મ, ઉડી છતાં ઉપરછલ્લી પરિચયાત્મક દૃષ્ટિ રાખીને હું વાત કરીશ. કબીર ફૂવા એક હૈ, પનિહારી હૈ અનેક; બરતન ત્યારે ન્યારે ભયે, પાની સબનમેં એક. ભાષા, પ્રદેશ, ધર્મ, જાતિ, વર્ણ, પોષાક, રીતરિવાજો અને જીવનરીતિઓમાં ૧૧૫ ૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ SSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આ વારસાને જાળવ્યો ખરો, પણ પોતપોતાની ભાષામાં સવાયો કરી દેખાડ્યો. તમામ અર્વાચીન ભારતીય ભાષાઓના ઉદ્દગમ કાળે ધર્મ અને અધ્યાત્મ, ચિંતન અને સાધના, જ્ઞાન અને ભક્તિ, કર્મ અને યોગ જેવાં તત્ત્વો સાહિત્યના અનેક પ્રકારોમાં વર્ણવાતાં રહ્યાં, જેમાં અધ્યાત્મમાર્ગી સંત-ભક્તકવિઓ દ્વારા પદ-ભજન જેવાં ઊર્મિગીતો અને કથાત્મક આખ્યાનો, મહાકાવ્યો, ગદ્ય-પદ્યાત્મક પુરાણકથાઓ, દંતકથાઓ તથા લોકાખ્યાનો દ્વારા આત્મા-પરમાત્માના સંબંધો અને તત્ત્વજ્ઞાન વિશેના સાહિત્યનું સર્જન થતું રહ્યું. આચાર્ય ક્ષિતિમોહન સેન તેમના “બાંગ્લાની સાધના' પુસ્તકમાં જણાવે છે તેમ ભારતવર્ષના તમામ અધ્યાત્મમાર્ગી સંતો-ભક્તોએ ઉપાસના કરી છે. સત્ની - સત્યની... સત્ય એ જ એમની જીવનસાધના. કબીરસાહેબ ગાતા હોય, “સાંચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હિરદે સાંચ હૈ, તા કે હિરદે આપ.” તો ભક્તસાધક દાદુ કહે છે, “સૂધા મારગ સાચકા, સાચા હોઈ તો ભાઈ, મૂઠા કોઈ ના ચાલે, દાદુ દિયા દિખાઈ.' તમામ ધર્મ, પંથ, સંપ્રદાય અને એની વિવિધ સાધનાધારાઓમાંથી સંત કબીરસાહેબે સમન્વયની સાધનાનું સર્જન કર્યું, રૌવ, શાકત, વૈષ્ણવી પ્રેમસાધના, ઈસ્લામ કે સૂફી, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગ, ભક્તિમાર્ગી, જૈન, બૌદ્ધ, તંત્ર એમ તમામ પ્રકારની ભક્તિ સાધના કે સંતસાધનાની સરવાણીઓ આપણને કબીરસાહેબ પછીના વિધવિધ ભારતીય ભાષાઓના સંત ભક્તવિઓની વાણીમાં જોવા મળે છે. જૈનોના ‘પાહુડ દોહા' સર્જક મુનિ રામસિંહે બંગાળમાં (ઈ.સ. ૧૦૦૦ આસપાસ) ગાયેલું “એન્થ સે સુર સર જમુના, એન્થ સે ગંગા સાગરું, એન્યુ પઆગવના રસિ, એયુ સે ચંદ દિવાઅરું.’ આ દેહમાં જ ગંગા-જમના, આ દેહમાં જ પ્રયાગ અને વારાણસી અને આ દેહમાં જ છે ચંદ્ર તથા સૂર્ય. તો કબીરસાહેબ ત્યાર બાદ ગાતા હોય, ‘યા ઘટ ભીતર સપ્ત સમુંદર, યાહી મેં નદિયા નારા, યા ઘટ ભીતર કાશી દ્વારકા, યા ઘટ ભીતર ચંદ સૂરા.” વેદકાલીન સમયથી ચાલ્યું આવતી આત્મસાધના અને તત્ત્વવિચાર-ચિંતન પરંપરાઓને સહજસરળ, લોકબોલીમાં-લોકઢાળોમાં મૂકી આપીને મધ્યકાલીન ધર્મસાધનાના પ્રવાહને જીવંત રાખવાનું કાર્ય આપણા આવા ભજનિક સંત કવિઓએ કર્યું છે. એની વાણીમાં ધાર્મિક- આધ્યાત્મિક માર્ગદર્શન હોય, પુરોગામી સંતો-ભક્તોનો મહિમા ગવાયો હોય, શબ્દ દ્વારા સૂરતાની-સ્થિરતા-તલ્લીનતા કેમ પ્રાપ્ત કરવી તેનું નિદર્શન હોય 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S અને સાત્વિક આનંદ પ્રાપ્ત કરવા માટેનાં વિધિવિધાનોની જાણકારી પણ હોય. ભારતીય સંસ્કૃતિ સત્ય, ધર્મ અને સંતની સંસ્કૃતિ છે. નાનકડા એક ખંડ જેવા વિશાળ ભારત દેશમાં અનેક જુદી જુદી સંસ્કારસરવાણીઓ વહેતી આવી છે. યુગોથી આપણો દેશ અધ્યાત્મના જન્મક્ષેત્ર તરીકે જાણીતો થયો છે, અહીં જાતિ કે સંપ્રદાયની દૃષ્ટિએ ગણતરી માંડવાનો પ્રયાસ કરીએ તો થાકી જવાય એટલી જાતિઓના જુદા જુદા ધર્મ-પંથ-સંપ્રદાયના રૂઢિગત સંસ્કારો ધરાવતા લોકો વસે છે, જેમના રીતરિવાજ, બોલી, ભાષા, પહેરવેશ, ક્રિયાકાંડો, સંસ્કારો, રહેણીકરણી, આચારવિચાર તદ્દન ભિન્નભિન્ન હોવા છતાં કોઈ એક તાંતણે બંધાઈને સૌ જીવી રહ્યા હોય એવું લાગે છે એનું કારણ એટલું જ છે કે એ તમામ લોકોના અંતરમાં આદર્શ માનવનું બીજ રોપનાર આપણા લોકસંતભક્તોની વાણી ગુંજી રહી છે. માનવ માનવ વચ્ચે સમાનતાના ભાવ રોપવાનું કાર્ય કર્યું છે. આપણા લોકસંતોભજનિકો તથા સંત કવયિત્રીઓએ. અધ્યાત્મનું ક્ષેત્ર તો એવું વિચિત્ર છે કે કોઈને એકસરખો જ અનુભવ થયો હોવા છતાં એની અભિવ્યક્તિ ક્યારેય એકસરખી ન થાય. એકનું એક ગુલાબ સો માણસો સુધે ને એની સુગંધનું વર્ણન કરે ત્યારે ભેદભાવ જોવા મળે. જે તે માણસની પોતાની મૌલિક અનુભૂતિનું બયાન એમાં હોય. તત્ત્વ એક જ, પણ એની અનુભૂતિની અભિવ્યક્તિ જ્યારે શબ્દોમાં થાય ત્યારે એ તત્ત્વના કોઈ વિશેષ-નવા જ પરિમાણનો ખયાલ આવે. આપણા સંત-ભક્તો-વિચારકોએ આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મસાક્ષાત્કાર માટે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમ ચાર રસ્તાઓ દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એવો ઉપદેશ પ્રાચીનકાળથી જ આપ્યો છે ને એ પરંપરા મુજબ સગુણ અને નિર્ગુણની ઉપાસના સદીઓથી થતી આવી છે. સગુણોપાસક ભક્ત જે પરમતત્ત્વને બહારના જગતમાં સાકાર સ્વરૂપે જુએ છે, એનાં દર્શન કરે છે, એ જ તત્ત્વને પોતાના અંતરમાં કોઈ અકળ, અનિર્વચનીય, નિરંજન જ્યોત સ્વરૂપે જોનાર સંત નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક ગણાય છે. હિન્દી વિવેચનામાં નિર્ગુણ ભક્તિના ઉપાસકોને “સંત” અને સમગ્ર ભક્તિમાર્ગના આરાધકોને ‘ભક્ત' કહેવાની એક પરિપાટી ચાલે છે. અલબત્ત, સાધનાની દૃષ્ટિએ થોડોઘણો તફાવત લાગે, પણ જે પરમતત્ત્વનો આત્મઅનુભવ સાકાર સ્વરૂપે ‘ભક્તો' રજૂ કરે છે એ જ અનુભવને નિર્ગુણ કે અવ્યક્ત જેવાં પ્રતીકો દ્વારા રજૂ કરવાની મથામણ ‘સંતો' કરતા હોય છે. પરબ્રહ્મ તો એક જ છે. જેને શ્રુતિએ ‘નેતિ નેતિ' કહી ઓળખાવ્યા છે. સંત કવયિત્રી ૧૧૮ ૧૧૭ - Page #65 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 મીરાંબાઈના નામે ગવાતાં એક ભજનમાં ગવાય છે : આતમાને ઓળખ્યા વિના રે, લખ ચોરાશી નહીં તો મટે રે જી ભ્રમણાને ભાંગ્યા વિના રે, હે જી ભવના ફેરા નહીં રે ટળે રે જી - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ કોયલ ને કાગ રે, રંગરૂપે એક છે હો જી. ઈ તો એની બોલી થકી ઓળખાય રે... - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ હંસલો ને બગલો રે, રંગરૂપે એક છે હો જી ઈ તો એના ચારા થકી રે ઓળખાય રે.. - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ સતી ને ગુણકા રે રંગરૂપે એક છે હો જી સતી રાણી સેવા થકી રે ઓળખાય રે... - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ ગુરના પરતાપે રે, બાઈ મીરાં બોલિયાં હો જી દેજો અમને સંત ચરણમાં વાસ રે... - એવા આતમાને ઓળખ્યા વિના રે...૦ જ્યાં સુધી અવિદ્યાની ભ્રમણામાં જીવ અથડાતો હોય ત્યાં સુધી એને આત્માની ઓળખ નથી થતી. ભક્તિ એ વૈયક્તિક ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. બીજી રીતે કહીએ તો રામ, કૃષ્ણ, વિષ્ણુ કે શંકર જેવા કોઈ પણ ઈશ્વરની પ્રેમપૂર્વક આરાધના કરવાથી, તેની સાથે એકરૂપ થવાથી ઈશ્વર પ્રાપ્ત થઈ શકે એવો ભક્તિનો મૂળભૂત વિચાર છે. વ્યક્તિએ બધા જ પ્રકારના મોહથી પર રહીને ઈશ્વરની આરાધના કરવી, પોતાનું સ્વત્વ (અહમ્) ઓગાળીને પોતાના આત્માની ઓળખાણ માટે પ્રભુમાં લીન થવું, નિરહંકારી બનવું, સુખ કે દુ:ખની લાગણીનો અનુભવ કર્યા વિના મનની સમતુલા જાળવી રાખવી અને હંમેશાં પ્રભુસ્મરણમાં રત રહેવું, યોગમાં રહેવું એ ભક્તિ માટેનાં આવશ્યક તત્ત્વો છે અને એ દ્વારા આધ્યાત્મિક જીવન જીવતાં સંસારસાગરમાં તરવાની આવશ્યકતા આવી જાય છે. શ્રદ્ધા, તપ, સંયમ અને વ્રત દ્વારા ભોગોનો નાશ કરીને અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સત્ય અને બ્રહ્મચર્ય જેવા નિયમોનું પાલન કરી સમસ્ત કામનાઓને ઈશ્વરવિમુખ બનાવી ૧૧૯ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 દેવાની વૃત્તિ કેળવવી એ ભક્તિભાવનાને દૃઢ કરનારાં પરિબળો છે. એને ભક્તિનાં લક્ષણો પણ કહી શકાય. આ પરિબળોની અસર નીચે ભક્તિ કરનાર ભક્તો અને તેમની આરાધનાના વિવિધ પ્રકારો આપણે ત્યાં પાડવામાં આવ્યા છે. જેમજેમ મન સંસારમાંથી દૂર થઈને ભગવાનમાં લાગવાની તૈયારી કરે છે, તેમતેમ સંસારનાં મોહ-માયાનાં બંધનો એને ઘેરી લેવા ડાચાં ફાડીને ઊભાં જ હોય છે. એમાંથી તો સત્સર જ છોડાવી શકે. એટલે મનની ચંચળતા સામેનો સંગ્રામ સંતોએ પોતાનાં ભજનોમાં રજૂ કર્યો છે એમાં ગુરુની સહાયતા માગી છે. સાંસારિક એષણાઓથી છૂટવાની તીવ્ર આંકાક્ષા અને મથામણનું આલેખન પણ કર્યું છે. બે લાગણીઓ વચ્ચે ખેંચાતા સાધકની મનોવ્યથા જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે એકમાત્ર પ્રભુનું શરણું લેવાની સાચી સમજ ગુરુ પાસેથી મેળવવાની લાગણીરૂપે આ ભજનો આલેખાતાં હોય છે. મૃત્ય અને જિંદગી બે વિરોધી તત્ત્વો છે, પણ સંતોએ એ બને તત્ત્વોનો સમન્સવ કર્યો છે પોતાની જીવનસાધનામાં. એકવાર મન મરી જાય પછી કોઈ ભય નથી. પોતાના શ્વાસ પર કાબૂ મેળવી લીધો હોય એને યમરાજ કેમ ડરાવી શકે ? પોતાની ભીતરના અહંકારને મારી નાખ્યો હોય એવા શુરવીર ક્યાંય નથી જડતા, પણ જ્યાં ત્યાં દેખાય છે “કરીને હાલી નીકળનારા. એટલે જ અખૈયો કહે છે કે મને મરેલા કોઈ નથી મળતા. જો કોઈક મરેલો મળી જાય ને એની એટલે કે સરુની કૃપાદૃષ્ટિ પડી જાય તો પછી ચોરાશીના ફેરા ટળી જાય. સંત કવિ અખૈયો કહે છે કે હું જ્યાં નજર કરું છું ત્યાં મને જીવતા માનવી દેખાય છે, મરેલા એટલે કે જે જીવતા મરી ગયા હોય, જેણે પોતાના મનને કાબૂમાં લઈ લીધું હોય, જેની તમામ વાસનાઓ સમાપ્ત થઈ ગઈ હોય એવા જો મળી જાય તો જન્મ-મૃત્યુના ચક્કરમાંથી બચી શકાય. એટલે તો ગોરખનાથજી વારંવાર ગાય છે : “મરો હે જોગી મરો, મરણ હે મીઠા...’ મેદાનમાં એટલે કે આ સંસારમાં એવા યોગીપુરુષ મૃતદેહરૂપે હયાત હોય, પણ કોઈની નજરમાં નથી આવતા, કારણકે એમણે કામ, ક્રોધ, ઈર્ષાને મારી નાખ્યાં છે. એ પોતે મરેલા છે, એવા મડદાઓ જ મેદાનમાં ખેલ માંડે છે. એક જ અક્ષરનો - એટલે કે જે કદી નાશ પામતો નથી એવા પ્રણવ કે સોહનો અનુભવ કર્યો હોય એને કદી કાળ મિટાવી શકતો નથી. જેણે સાચા સંતનું, સગુરનું શરણ લીધું હોય તે જ પોતાના મનને મારીને એનો મેંદો બનાવી શકે, એને ગાળીને એનો ગોળો વાળી શકે. - ૧૨૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS જિયાં રે જોઉં તિયાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જે મરેલા મળે, તો એને આવાગમન નો હોય.. મદું પડ્યું મેદાનમાં, કોઈના કન્યામાં ન આવે. કામ ક્રોધ ને ઈર્ષા, ઈ તો ત્રણેને ખાઈ જાવે.... જિયાં રે જોઉં તિયાં... મડદાનો ખેલ મેદાનમાં, એને કોઈ રતિભાર ચાખે, એક રે અક્ષરનો અનુભવ કરી, એને રૂદિયામાં રાખે. જિયાં રે જોઉં તિયાં... જીવતા માણસને જોખમ ઘણાં, મરેલાને કોણ મારે ? જોખો મટી ગયો એના જીવનો, ઈ તો આવતા જમ પાછા વાળે... જિયાં રે જોઉં તિયાં... મન રે મારીને મેંદો કરે, ગાળીને કરે એનો ગોળો, ભૂતનાથ ચરણે અખૈયો જાણે, જેણે લીધો સંતનો ઓળો... જિયાં રે જોઉં તિયાં... દશે ઇન્દ્રિયો ધરાવતું શરીર એ નગર છે જેમાં શેઠ તરીકે, માલિક તરીકે આત્મા બિરાજે છે, પણ વેપાર કરે છે એનું વાણોતર મન. મન પોતે ભૂલી જાય છે કે એનો માલિક કોઈક બીજો છે. એ તો ભ્રમણામાં જ છે કે આ નગરનો ધણી હું છું. પરંપરાથી ચાલી આવતી ગૂઢ રહસ્યવાણીની પરભિાષા લઈને અક્કલદાસજીએ આ ભજનમાં શરીરની અંદર ધ્રુવ તારાની જેમ અવિચળ-સ્થિર રહેલી આત્મજ્યોતિ ધ્રુવ દીપકની આજુબાજુ જે રહસ્યમય ગૂઢ-ગુપ્ત આંતરિક રચના છે એની વાત કરી છે. પાંચ તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, સાત ધાતુ, ધૂળ, સૂક્ષ્મ ને કારણ એવા ત્રણ દેહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા પંચ વિષય, શરીરનાં નવ દ્વાર ને દસમું બ્રહ્મરંધ, ઇડા-પિંગલા ને સુખમણા નામે ત્રણ મુખ્ય નાડીઓ અને એનાથી બંધાયેલા આ પિંડનું જીવનતત્ત્વ-ચેતનતત્ત્વ એ આત્માની વેદાન્તી પરિભાષામાં ઓળખાણ કરાવતું આ ભજન ‘મારા રામ પ્રાણિયા રે, તારો શેઠ નગરમાં છે...' એક-બે ભજનસંગ્રહોમાં અક્કલદાસને નામ અને એક-બે ભજનસંગ્રહોમાં ભવાનીદાસને નામે મળે છે. એમાં પાઠાંતરો પણ ખૂબ થયા છે. -૧૨૧ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S મારા રામ પ્રાણિયા રે, મારા પ્રેમ પ્રાણિયા રે, તારો શેઠ નગરમાં છે, તારો ભવસાગરમાં છે, મારા પ્રેમી પ્રાણિયા રે, તારો ધણી નગરમાં છે, દશ દરવાજે હાટ હવેલી, ધરું દીપક માંય દરિયા, નવસો નવાણું નદી નાળવાં, દિલ ભીતરમાંય દરિયા... દશ દરવાજા, લાખો ખડકી, પચાસ કરોડ માંચ પ્રેમી રે, અરબત પરબત વસે અવલિયા, લાખું છે માંય નીમાધારી રે... અઢારભાર વનસ્પતિ મોરી, દાડમ લીંબુ એમાં લટકે, ચંદ્રમાંથી તેજ અપાયા, જળહળ હીરલા ઝળકે... તેંત્રીસી કરોડની દેવ કચેરી, સોળ પુરુષમાંય સાચા રે, અનહદ હંસો માંય તાલ મિલાવે, નવસો પાતર નાચે રે... હાથ ગાંધીને હીરલો લાધ્યો, મહાજન મનમાં મોયાં રે, પારખનારા રતન પારખં, જોનારા ને જડશે રે... માલ ધન ને ખૂટે મૂડી, વીરા વિપત નહીં વળશે રે, સિદ્ધા અક્કલદાસ ભીમને ચરણે, મથનારાને મળશે રે... સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાંક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે, જેમાં પ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજવી અમરસિંહજી ઈ.સ. ૧૮૦૪થી ૧૮૪૩ સુધી ધ્રાંગધ્રાની ગાદીએ રાજ્ય કરતા હતા. ધ્રાંગધ્રામાં રાજમહેલ નામે ઓળખાતું મંદિર તેમણે બંધાવેલું.. જાવું છે નીરવાણી, આત્માની કરી લે ઓળખાણી, રામ ચેતનહારા, ચેતીને ચાલો જીવ; જાવું છે નીરવાણી રે.. માટી ભેળી માટી થાશે, પાણી ભેળું પાણી રે, કાચી કાયા તારી કામ ન આવે, થાશે ધૂળ ને ધાણી... - રામ ચેતનહારા... રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી રે, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે, બ્રહ્મા ને બ્રહ્માણી... રામ ચેતનહારા... ચૌદ ચોકડીનું રાજ જેને, ધરે મંદોદરી રાણી રે, કનક કોટ ને સમદર ખાઈ, એની ભોમકા ભેળાણી... રામ ચેતનહારા... Page #67 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ધ્રુવને અવિચળ પદવી દીધી, દાસ પોતાનો જાણી રે, રાજ અમરસંગ બોલીયા, ઈ અમ્મર રે જો વાણી... રામ ચેતનહારા... જેનો જન્મ થયો એનું મરણ તો નિશ્ચિત છે જ, પણ ‘જાશે જગત, હરિની ભગતિ રે'શે એમ કહીને પ્રભુસ્મરણનો ઉપદેશ આપનારા આપણા લોકસંતોએ જગતના નાશવંત ક્ષણિક સુખને શાશ્વત સુખમાં પલટાવી નાખનાર હરિભક્તનો ખૂબ મહિમા ગાયો છે. માનવજન્મનું મૂલ્ય પારખીને સત્કાર્યો કરી પોતાનું આખયું સુધારી લેવાની ચેતવણી આપતાં અમરસંગ આત્મતત્ત્વની ઓળખાણ કરી લેવાનું સૂચન કરે છે. સરનાં વચનોને પોતાના જીવનમાં ઉતારી આત્મસાધના કરનારા બાપુસાહેબ ભક્તિના કુળને સૌથી મોટું અને શુદ્ધ માને છે અને કહે છે કે ચાર વેદ ભણો, અડસઠ તીરથની યાત્રા કરો, અનાજ-પાણીનો ત્યાગ કરી , રાત-દિવસ યજ્ઞયાગ, ક્રિયાકાંડ, પૂજન-અર્ચન કરો, પણ જો મનનો સંદેહ ન મટે, વાસના નિર્મૂળ ન થાય અને અખંડ આત્માની ઓળખ ન થાય તો બધું જ નકામું. નામ સમજીને બેસી રહીએ રે ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... આતમ ચીનીને મગન થઈએ રે ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... રામ રહેમાન તમે એક કરી જાણજો, કૃષ્ણ ને કરીમ એક કહીએ; વિષ્ણુ બિસ્મિલ્લામાં ભેદ ના ભાળજો, અલ્લા અલખ એક લહિયે રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... પરવરદિગાર કે પરમેશ્વર બોલો, મૌલા માધવ ગુણ ગાઈએ; હરિ હક્કતાલાનો ભેદ સમજી લ્યો વીરા ! ચોરાશી માર નવ સહીએ રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... ચોખા કે ચાવલ ક્યો, ડાંગર તો એક છે, એવું સમજીને ચેલા થઈએ, બાપુસાહેબ એક પાક હરિ નામ છે, જાણી બ્રહ્મજળમાં નિત નાહીએ રે... - ભાઈ ! રે, નામ સમજીને બેસી રહીએ... આત્મતત્ત્વની ઓળખાણ થઈ જાય પછી ભક્તને મન કોઈ ભેદ ન રહે... નામ જેણે જાણ્યું રે, તે તો વેદ ચારે ભણ્યો એવો ભેદ જેણે જાણ્યો રે, તે તો ખરો તરત બન્યો... - એવું નામ જેણે જાણ્યું... - ૧૨૩ ( % આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન નામ ગુણ ને રૂપનો નાશ, વળી ચોથું પદ અવિનાશ, એ ચોથા પદનો ભેદ જાણ્યો એને કહીએ હરિનો દાસ એવા કરીને નાશ કરમનો રે, સંશય એક પળમાં હણ્યો.. - એવું નામ જેણે જાણ્યું... ગરીબી રાખી તમે ગુરુજીને આહો, કરો શબદનો તોલ, આપણ થકી જો અદકો મળે તો તેનો ધારણ કરજો બોલ ગુરુને સંગે બાપુ રે, અનામી નામ પોતે બન્ય... - એવું નામ જેણે જાયું. જેણે નામને જાણી લીધું એને ધર્મ-પંથ, ન્યાત-જાત, ઊંચા-નીચા, નાનામોટા... એ સર્વે ભેદભાવ મટી જાય. કામ, ક્રોધ, મોહ, મદ જેવા શત્રુઓને મારીને, મનને સ્થિર કરીને, હું અને તું, મારું અને તારું એવી ભ્રમણાનો નાશ કરીને સાચો સંત માનવજાતને આત્માની ઓળખ કરાવે અને ચેતવણી આપે કે, ચેતે તો ચેતાવું ને રે, પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે.. શાને કહે છે મારું મારું ? તેમાં નથી કાંઈ તારું, અંતકાળે રેશે ન્યારું રે.. પામર પ્રાણી ! માખીએ મધ ભેળું કીધું, નો ખાધું નો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે... પામર પ્રાણી! ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, જોરપણું તારું જોયું રે... પામર પ્રાણી ! હજી તારે હાથે બાજી, કરી લે સાહેબ રાજી, હૂંડી તારી થાય તાજી રે... પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે... ખંખેરીને હાથ ખાલી, ઊઠીને જાવું છે હાલી, મેલ્ય માથાકૂટ ઠાલી રે... પામર પ્રાણી ! દેહમાંથી ગિયા પછી, તેનો તું માલિક નથી, બાપુ દાસ કહે કથી રે... પામર પ્રાણી ! ચેતે તો ચેતાવું તું ને રે... રામાનુજાચાર્ય, રામાનંદ, રામદાસ, શંકરાચાર્ય, કબીર, રૈદાસ, તુલસી, સૂરદાસ, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, ચંડીદાસ, એકનાથ, તુકારામ, ગોરખ, દાદુ, સુંદરદાસ, ૧૨૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ SS S S આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS SSSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 550555555 વિદ્યાપતિ, નાનક, નામદેવ, હરિદાસ, ધરમદાસ, મિયાં તાનસેન, ભરથરી, રામદેવપીર, હરજીભાટી, રબજી, કે બંગાળના બાઉલ ભજનિકો તથા ઉત્તરના બૌદ્ધ સિદ્ધોથી માંડીને દક્ષિણના અલ્લાર ભક્તો સુધીના જુદાજુદા પ્રદેશોનાં મહાપુરુષો તથા સંતનારીઓએ પોતપોતાની રીતે સાધના અને ભક્તિની આગવી કેડી કંડારી છે અને પોતપોતાની ભાષામાં આત્મચિંતનનું માર્ગદર્શન આપ્યું છે. ભારતીય સંતોની વાણીનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ તે એની અનુભૂતિની સચ્ચાઈ છે. પોતે જેવો અનુભવ કર્યો, જેવું જીવન જીવ્યા, જેવાં વાણી-વ્યવહાર અને વર્તન આ જગતમાં જાળવ્યાં તેવી જ એની વાણી નિર્મળ અને છતાં આકર્ષક બની રહી. ઉપદેશક હોવાના કોઈ જ આડંબર વિના એણે લોકસમુદાયને શબ્દચાબખા માર્યા, પણ સાથોસાથ હરિ-ગુરુ-સંતના દાસાનુદાસ બની રહ્યા. તેઓ શાસ-પુરાણોના અભ્યાસી પંડિતો નહોતા, બહુધા સંતો તો અભણ-નિરક્ષર છતાં બહુશ્રુત હતા. કંઠસ્થ પરંપરાથી વહેતું આવેલું શાસ્ત્રજ્ઞાન, વારંવારનાં યાત્રા-પર્યટનોથી પુષ્ટ થયેલું અનુભવજગત, વિવિધ ભાષા-ધર્મ-સંપ્રદાયો-પંથ અને પ્રદેશોની સંતપરંપરાઓ-સાધના-સિદ્ધાંતોથી પરિચય અને પોતાનો અધ્યાત્મમાર્ગનો અનુભવ... આ બધું જ એક વિશિષ્ટ રસાયણરૂપે પામીને તેમના દ્વારા કાવ્યસ્વરૂપે પ્રગટ થતું રહ્યું છે. સંતવાણીમાં મૂળ ભાવ, મૂળ સર્વ કે મૂળ તત્ત્વ છે અધ્યાત્મસાધના દ્વારા બ્રહ્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કારની અનુભૂતિનું બયાન. આ મૂળ કેન્દ્રવર્તી વિષયવસ્તુના આનુષંગે એની વાણીમાં વૈરાગ્યબોધ, ઉપદેશ કે ચેતવણી, લોકકલ્યાણની ભાવના, ગુરુમહિમા, યોગસાધનાના અનુભવો, સાધના અંગે માર્ગદર્શન, સદાચાર અને સત્સંગનું મહત્ત્વ, મનુષ્યદેહની ક્ષણભંગુરતા કે પોતાના મનની મૂંઝવણ જેવા વિષયો તેમની કવિતામાં ગુંથાતા રહ્યા છે. નિર્ગુણ-નિરાકાર જ્યોતસ્વરૂપી બ્રહ્મતત્ત્વ અને તેની અલૌકિક ગુઢ લીલા વર્ણનાત્મક, વ્યંગ્યાત્મક, ભાવાત્મક, વિચારાત્મક કે ચિત્રણાત્મક રૌલીએ પ્રાસાદિક, આલંકારિક કે તદ્દન સહજ, સરળ શબ્દાવલી એ આ સંતોની વાણીમાં ગવાતી આવી છે. તો સગુણ-સાકારની ઉપાસના કે આરાધના કરાનાર ભક્તોએ પણ પોતાનાં અપરંપાર ભાવસંવેદનોને વાચા આપી છે. | (સંત સાહિત્યના અભ્યાસુ ડૉ. નિરંજનભાઈ, ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, ગોસંવર્ધન, ગૌશાળા અને ગૌસેવામાં પ્રવૃત્ત છે. આ વિષયમાં તેમના ચિંતનસભર લેખો પ્રગટ થતા રહે છે) ‘સ્વરોદ્ય જ્ઞાન'માં આત્માનુભૂતિનો માર્ગ | a મિતેશભાઈ એ. શાહ પારસ ઔર સુસંતમેં, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન.” ભારતની ભવ્ય સાંસ્કૃતિક પરંપરામાં યુગેયુગે મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થતો જ રહે છે. ભારતીય સંસ્કૃતિનાં ઉત્થાન, પોષણ અને વિકાસમાં ભારતીય સંતોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય પ્રજામાં ધર્મ પ્રત્યે આસ્થા, સત્ય, દયા, અહિંસા, પરોપકાર આદિ ગુણો દૃષ્ટિગોચર થાય છે તેના મૂળ સોત ભારતીય સંતો-મહાત્માઓ છે. આવી લોકોત્તર મહાપુરુષોની ભવ્ય પરંપરામાં વીસમી સદીના પ્રારંભમાં મુનિ શ્રી કપુરચંદજી ઉર્ફે ચિદાનંદજી મહારાજ થઈ ગયા. શ્રી આનંદઘનજી મહારાજની જેમ તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેઓશ્રીએ રચેલ કૃતિઓ સાક્ષી પૂરે છે. તેઓશ્રીએ ચિદાનંદ બહોંતેરી, સ્વરોદયજ્ઞાન, 24 Page #69 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 પુદ્દગલ ગીતા, પ્રશ્નોત્તરમાલા, છૂટક સરૈયા, અધ્યાત્મ બાવની, દયાછત્રીસી, પરમાત્મછત્રીસી વગેરે કૃતિઓની રચના કરી છે. તેઓની બધી કાવ્યયરચના સરળ અને અર્થગંભીર છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્થગૌરવ અપૂર્વ હોવાથી તેઓની સમગ્ર કૃતિઓ હૃદયંગમ બને છે. તેઓશ્રીના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મમાર્ગનો ઉપદેશ સમાયેલો છે. તેઓશ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા. તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું. તેમના વિશે એક મત એવો છે કે તેઓશ્રીને અનેક પ્રકારની સિદ્ધિઓ અને શક્તિઓ પ્રગટી હતી. તેઓ તીર્થક્ષેત્રોમાં વિશેષ નિવાસ કરતા હતા. શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારમાં તો અમુક ગુફાઓ તેઓના પવિત્ર નામથી ઓળખાય છે. શ્રી સમેતશિખરજી ક્ષેત્રે તેઓનો દેહવિલય થયો હતો તેવી એક માન્યતા છે. તેઓ ખૂબ નિ:સ્પૃહી હતા એમ તેઓના સંબંધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા પરથી સિદ્ધ થાય છે. તેઓ લોકપરિચયથી દૂર રહેતા. પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લોકો ભાગ્યે જ જાણી શકે એવી સારી રીતે તેઓ પોતાનું જીવન ગાળતા હતા. કાકતાલીય ન્યાયે જ્યારે કોઈને આ વાતની જાણ થતી ત્યારે પ્રાયે તે સ્થાન છોડી દેતા. તેઓને અનેક સત્શાસ્ત્રોનો પરિચય હતો એમ તેઓની કૃતિનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરનારના ખયાલમાં આવી જાય તેમ છે. તેઓની વાણી રસાળ અને અલંકારિક છે. અધ્યાત્મના લક્ષ્યપૂર્વકનો તેઓને ઊંડો શાસ્ત્રાભ્યાસ હતો. તેઓની ગ્રંથશૈલી અર્થબોધકની સાથે એવી આકર્ષક છે કે શ્રી આનંદઘનજીની બહોંતેરી સાથે શ્રી ચિદાનંદજી બહોંતેરી અનેક અધ્યાત્મરસિક લોકો મુક્તકઠે ગાય છે. ૪ શ્રી ચિદાનંદજી મહારાજની કૃતિઓમાં સારી શબ્દરચના હોવાથી તેનું ગાન બાલજીવો પણ સરળતાથી કરી શકે છે. ‘પ્રશ્નોત્તરમાલા' ગ્રંથનું એટલું અર્થગૌરવ છે કે તેમાંના એકએક પ્રશ્નના ઉત્તર માટે એક સ્વતંત્ર ગ્રંથની રચના સમર્થ વિદ્વાન કરી શકે. યોગની સાધના, યોગાભ્યાસની ક્રિયા વગેરેનું ‘સ્વરોદય જ્ઞાન’ ગ્રંથમાં સુંદર રીતે કરેલ છે. આમાં ૬૩ દોહામાં ૧૧૪ પ્રશ્નોના પદ્યમાં ઉત્તરો આપેલા છે. પ્રાણાયામ યોગની દશ ભૂમિકા છે. તેમાં પ્રથમ ભૂમિકા સ્વરોદય જ્ઞાનની છે. આ જ્ઞાનના અભ્યાસ દ્વારા મોટા ગુપ્ત ભેદોને માનવી સુગમતાપૂર્વક જાણી શકે છે અને ઘણી વ્યાધિઓનું નિવારણ પણ કરી શકે છે. આ વિદ્યા પવિત્ર અને આત્માનું કલ્યાણ કરવાવાળી છે. આમાં ૪૫૩ જેટલા દોહા છે. મહાત્મા ગાંધજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાચંદ્રજીએ વચનામૃત પત્રાંક૨૨માં ‘સ્વરોદય જ્ઞાન’ના કેટલાક દોહાઓને સમજાવ્યા છે. તેમાં તેઓશ્રી જણાવે છે, “તેના (સ્વરોદય જ્ઞાનના) કર્તા એ આત્માનુભવી માણસ હતા. વર્તમાન સૈકામાં અને ૧૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. આ કાળ એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું.” આવો, તેઓની એક આધ્યાત્મિક કૃતિનો રસાસ્વાદ માણીએ. પૂરવ પુન્ય ઉદયકર ચેતન, નીકા નરભવ, પાયા રે, દીનાનાથ દયાલ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે. દશ દૃષ્ટાંતે દોહિલો નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂ.।૧। પૂર્વપુણ્યના ઉદયથી નરભવ પ્રાપ્ત થયો છે. દયાનિધિ એવા પ્રભુએ નરભવ પ્રાપ્ત થવો ખૂબ દુર્લભ બતાવ્યો છે. ‘“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર''માં દશ દષ્ટાંતથી મનુષ્યભવને દુર્લભ બતાવ્યો છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ -અધ્યાય-૩માં જણાવ્યું છે, " चत्तारि परमंगाणि दुल्लहाणी ह जन्तुणो । माणुसत्तं सुई स्रद्धा संजभम्मि य वीरियं ॥ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો, આંટો નહિ એક્કે ટળ્યો." ‘સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા’ ગ્રંથમાં ગાથા-૨૯૭માં જણાવે છે કે જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પ્રાપ્ત કરવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો! મિથ્યાત્વ અને કષાયોનો ત્યાગ કરો એવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. જીવ અનાદિકાળ નિગોદમાં રહે છે. એક શ્વાસોચ્છ્વાસમાં ૧૮ વખત તેમનાં જન્મ-મરણ થાય છે. ત્યાંથી જીવ તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, જલકાય અને પૃથ્વીકાયમાં આવે છે. આ સ્થાવરકાયમાં ઘણો કાળ પસાર કરે છે. ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું જેમ જીવને દુર્લભ છે તેમ ત્રસ પર્યાય (હાલી-ચાલી શકે તેવા જીવો) પ્રાપ્ત થવી જીવને દુર્લભ છે. આવી ત્રસ નાડીમાં ૨૦૦૦ સાગરવર્ષ સુધી ત્રસ પર્યાયને પ્રાપ્ત કરે, તેમાં ઇયળ, વાળો વગેરે બે ઇન્દ્રિયવાળા જીવોમાં, કીડી-મંકોડા આદિ ત્રણ ઇન્દ્રિયવાળી યોનિમાં, ભમરો-પતંગિયા વગેરે ચાર ઇન્દ્રિયોવાળી યોનિમાં જીવ ઘણો કાળ ભટકે છે. પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થાય તો મન હોતું નથી. મન હોય તો પશુ-પક્ષી આદિ બનીને ભૂખ તરસ, છેદન-ભેદન આદિ પીડાઓ સહન કરવી પડે છે. ૧૨૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 બહુ પુણ્યના યોગથી છવ મનુષ્યભવ પામે છે. ત્રસ પર્યાયમાં આવેલ જીવને ૪૮ ભવ મનુષ્યના મળે છે. તેમાંથી મોટા ભાગના ( ભાગના) ભોગભૂમિમાં જન્મ મળે છે કે જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા નથી. ૧૫ કે ૧૬ જેટલા ભવ કર્મભૂમિમાં મળે. કર્મભૂમિમાં પણ પાંચ અનાર્ય ખંડ અને એક આર્ય ખંડ હોય છે. પાંચ અનાર્ય ખંડમાં જન્મ થાય ત્યારે એક વાર આર્ય ખંડમાં જન્મ મળે. આજની દુનિયા આર્ય ખંડમાં ગણાય છે. આર્ય ખંડમાં ત્રણ-ચાર જેટલા મનુષ્યભવ મળે. તેમાં પણ આર્યદેશ, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, શુભ આજીવિકા, સત્સંગનો યોગ, ધર્મમાં શ્રદ્ધા અને આચરણ ઉત્તરોત્તર દુર્લભ છે. શ્રી હુકમચંદજી ભારિલ્લ જણાવે છે, “નરદેહ, ઉત્તમ દેશ, પૂરણ આયુ, શુભ આજીવિકા, દુર્વાસનાકી મંદતા, પરિવારકી અનુકૂળતા; સમ્ સજજનોંકી સંગતિ, સધર્મકી આરાધના, હૈ ઉત્તરોત્તર મહાદુર્લભ આત્માની સાધના.” ભોજન, પારાક, ધાન્ય, ધુત, રત્ન, સ્વપ્ન, રાધાવેધ, કાચબો, યુગ, પરમાણુ વગેરે દશ દૃષ્ટાંતો દ્વારા મનુષ્યભવની દુર્લભતા બતાવવામાં આવી છે. અવસર પાય વિષયરસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. ૨ | મનુષ્ય જન્મ દુર્લભ હૈ, હોઈ ન બારંબાર, પાકા ફલ જા ગિરિ પરા બહુરિ ન લાગેં ડાર.” ઉત્તમ અને દુર્લભ માનવભવને પ્રાપ્ત કરીને મૂઢ મનુષ્યો વિષયાસક્તિ, નિદ્રા, આહાર, મોજશોખ, વિકથા તેમ જ રંગરાગમાં આવું વ્યતીત કરી નાખે છે અને અધોગતિમાં ચાલ્યા જાય છે. ટીક ટીક કરતી ઘડી સભીકો માનો યહ સીખલાતી હૈ, કરના હૈ સો જલદી કર લો, ઘડી બીતતી જાતી હૈ.' અવસર પામી આળસ કરશે, તે મુરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલો'. સ્પર્શેન્દ્રિયમાં લુબ્ધ થવાથી હાથી, રસનેન્દ્રિયમાં મગ્ન થવાથી માછલી, ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ થવાથી ભમરો, ચક્ષુરિન્દ્રિયમાં લુબ્ધ થવાથી પતંગિયું અને શ્રોતેન્દ્રિયને વશ થવાથી હરણ વિનાશને પ્રાપ્ત થાય છે તો પાંચેય ઇન્દ્રિયોને વશ થનારા ૧૨૯ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S મનુષ્યની શી દશા થાય ? ‘શ્રી આત્માનુશાસન' ગ્રંથમાં તો કહ્યું છે કે અંધ મનુષ્ય તો નેત્રથી દેખી શકતો નથી, પણ વિષયાંધ મનુષ્ય કોઈ પ્રકારે દેખી શકતો નથી, એટલે તે મહાઅંધ છે. શ્રી શંકારાચાર્યજીએ કહ્યું છે 'बद्धो हि को? यो विषयानुरागी । का वा बिमुक्तिः? विषये विरक्तिः।' “भोगा न भोक्ताः वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातः वयमव याताः तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥ ખરેખર તો ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સુખ-દુઃખ જ કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય ‘પ્રવચનસાર’ની ૭૬મી ગાથામાં કહે છે, “પરયુક્ત બાધાસહિત ખંડિત, બંધકારણ વિષમ છે; જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે !” જેમ અજ્ઞાની વિપ્ર કાગડાને ઉડાડવા માટે ઉત્તમ મણિને પથ્થર સમજીને ફેંકી દે છે અને અંતે પસ્તાય છે તેમ અજ્ઞાની જીવો ઉત્તમ માનવભવને વિષય-કષાય, આરંભપરિગ્રહમાં વેડફી નાખે છે અને દુર્ગતિમાં જઈને પસ્તાવો કરે છે. નદી ઘોલ પાષાણ ન્યાય કર, અર્ધ વાટ તો આયા રે; અર્ધ સુગમ આગે રહી તિનકું, જિને કછુ મોહ ઘટાયા રે ||૩|| નદીના પ્રવાહથી પર્વત તૂટીને પાષાણ બને છે અને ઘસડાતાંઘસડાતાં આગળ વધે છે, તેમ હે જીવ! પૂર્વપુણ્યના ઉદયથી માનવભવ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ આદિ દુર્લભ સામગ્રી તને મળી છે. “શ્રી પવનંદિપંચવિંશતિ' ગ્રંથમાં કહ્યું છે કે જેવી રીતે અંધ મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે મનુષ્યપર્યાય પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ છે તો તેની સાર્થકતા મોહને ઘટાડવામાં છે. જાણ્યું તો તેનું ખરું, મોહે નવ લેપાય; સુખ દુઃખ આવે જીવને, હર્ષ શોક નહિ થાય”. કર્મોનો રાજા મોહનીય કર્મ છે. તેની ૨૮ પેટાપ્રકૃતિઓ છે. મોહનીય કર્મના બે પ્રકાર - દર્શનમોહ અને ચારિત્રમોહનીય. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” - શ્રી આત્મસિદ્ધિ ચેતના ચાર ગતિ મેં નિશે, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિસકું અનર્ગલ માયા રે ||૪|| ૧૩e Page #71 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ‘’એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્કે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે. કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે.” જોકે, દેવો પાસે અનેક સમૃદ્ધિ અને રિદ્ધિસિદ્ધિઓ હોય છે, છતાં દેવગતિમાંથી મોક્ષે જવાતું નથી. સમ્યષ્ટિ દેવો પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ અર્થે માનવભવની ઝંખના કરતા હોય છે. તો આપણને મળેલ દુર્લભ માનવભવને સમ્યગ્ દર્શન અને સંયમની પ્રાપ્તિ દ્વારા સફળ કરવો જોઈએ. રોહણગિરિ જિન રત્નખાણ તિમ, ગુણ સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણત જાકી, સુરપતિ મન શંકાયા રે પા વિશ્વમાં દેવો અને નારકીઓ અસંખ્યાતા છે, તિર્યંચો અનંત છે, મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી છે. વિશ્વમાં મનુષ્યના વધુમાં વધુ ૨૯ આંકડા (૭૯૨,૨૮૧,૬૨૫,૧૪૨,૬૪૩,૩૭૫,૯૩૫,૪૩૯,૫૦૩,૩૬)ની સંખ્યા હોય છે. રોહણગિરિ પર્વત રત્નોની ખાણ ગણાય છે તેમ આ મનુષ્યભવ પણ સદ્ગુણોની ખાણ છે. જો મનુષ્ય સત્પુરુષાર્થ કરે તો અનેક સદ્ગુણોની નિધિ પ્રાપ્ત કરી શકે, જીવમાંથી શિવ, સાધકમાંથી સિદ્ધ અને નરમાંથી નારાયણ બની શકે. ઇન્દ્ર પણ જેનો મહિમા મુખથી પૂર્ણપણે વર્ણવી શકતા નથી એવો ઉત્તમ માનવભવ પ્રાપ્ત થયો છે તો સદ્ધર્મની આરાધના દ્વારા તેને સફળ કરવો જોઈએ. “કાયા હજુ સાજી છે, હાથમાં હજી બાજી છે, ત્યાં સુધી ધર્મ કરવાની તક હજુ તાજી છે.” કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતલ જિયાં છાયા રે; ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે ।।૬।। માત્ર મુનષ્યભવમાં જ સંયમની આરાધના દ્વારા પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. સંયમ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત મોક્ષફળને આપનાર છે. ‘શ્રી સારસમુચ્ચય’ ગ્રંથમાં કહ્યું છે, " नृजन्मनः फलं सारं यदेतदज्ञानसेवनम् । अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥” 131 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C “સંયમમાર્ગ છે બેસ્ટ, કરશોન સમય વેસ્ટ, ઉદયને ગણજો ગેસ્ટ, સિદ્ધક્ષેત્રે થશે રેસ્ટ”. આવા સંયમધર્મની આરાધના અર્થે મહામુનિઓનું ચિત્ત મધુકરની જેમ લોભાયું છે. ‘શ્રી રત્નકરણ-શ્રાવકાચાર’માં તપસ્વી મુનિની વ્યાખ્યા આપતાં કહ્યું છે, " विषयाशावशातीतो निरारंभोऽपरिग्रहः । ज्ञान ध्यान तपो रक्तः तपस्वी सः प्रशस्यते ॥" ખરેખર આવા મહામુનિઓએ માનવભવને સાચા અર્થમાં સફળ કર્યો છે. યા તન વિણ તિહું કાલ કહો કિને, સાચા સુખ ઉપજાયા રે; અવસર પાવ ન ચૂક ચિદાનંદ, સદ્ગુરુ ચું દરસાયા રે IIII આત્મિક સુખ, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માત્ર માનવદેહથી જ શક્ય છે. સાચું સુખ આત્મામાં છે, બહાર શોધવાથી તે પ્રાપ્ત નહિ થાય. ધ્યાન દ્વારા જેઓએ આત્માનુભૂતિ કરી છે તેઓને જગત નીરસ લાગે છે. આત્માના આનંદનો જેણે આસ્વાદ માણ્યો તેને વિષયરસ વિષે સરખો લાગે છે. માટે ગમે તેમ કરીને આત્માના આનંદનો રસ ચાખવા જ્ઞાનીઓ આપણને આજ્ઞા કરે છે. ‘શ્રી સમયસાર કળશ’માં અમૃતચંદ્રાચાર્ય દેવ જણાવે છે, ‘વિ વપિ તૃત્વા તત્ત્વતંતુ સન્' અર્થાત્ તું મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થાય. 66 આવા મોક્ષતત્ત્વની પ્રાપ્તિ માત્ર માનવભવમાં જ શક્ય છે. સપ્ત ધાતુમય હોત, તદપિ ભવોદધિ તરનકો, હૈ યહ ઉત્તમ પોત.” “માનવજીવન મિલા હૈ બેસ્ટ, ઈસે મત જાને દો વેસ્ટ મોહભાવકો દો રેસ્ટ, ધર્મભાવનાકા કરો ટેસ્ટ, યહી હૈ ગુરુદેવકી રિક્વેસ્ટ”. (અમદાવાદ સ્થિત મિતેશભાઈ ‘દિવ્યધ્વનિ’ના તંત્રી છે. સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર તેમના સુંદર લેખો પ્રગટ થાય છે). ૧૩૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 પૂ. પૂજ્યપાદસ્વામીનાં કાવ્યોમાં આત્મચિંતન 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ૧૫ વર્ષની લઘુ વયે દિગંબર જૈન દીક્ષા લઈ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી અનેક સિદ્ધિઓના સ્વામી બન્યા હતા. મહર્ષિઓમાં પણ તે સર્વોપરી રત્નત્રયધારક હતા. તેમણે વૈદક, રસાયણ, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત આદિ અનેક વિષયો પર શાસ્ત્રો રચ્યાં છે. મહાન દાર્શનિક હોવાની સાથે ધુરંધર કવિ, સાતિશય યોગી અને સેવાપરાયણ હતા. તેઓ કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ગ્રંથો "પૂજ્યપાદ ચરિતે” તથા “રાજવલી કથે'માં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ તથા માતાનું નામ શ્રદિવી જણાવ્યું છે. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે એમ લખ્યું છે. તેમની અસાધારણ વિદ્વત્તાને કારણે વિદ્વાનોએ તેમને “વિશ્વવિદ્યાભરણ' તથા જિનેન્દ્રબુદ્ધિ” જેવાં મહત્ત્વપૂર્ણ વિશેષણોથી નવાજ્યા છે. તેમનું બીજું નામ દેવાનંદી પણ હતું. તેમનું પૂર્ણ આયુષ્ય ૭૧ વર્ષ, ૬ માસ અને ૨૧ દિવસનું હતું. અનશન તપની ઉત્કૃષ્ટ આરાધના સાથે તેઓએ સમાધિમરણ પ્રાપ્ત કરેલ. વિશિષ્ટ ઘટનાઓ - ૧) વિદેહગમન ૨) તપને કારણે આંખનું તેજ નાશ પામેલું પરંતુ “શાન્યષ્ટક"ના પાઠથી ફરી દેખતા થયા ૩) દેવતાઓએ તેમનાં ચરણોની પૂજા કરેલી તેથી પૂજ્યપાદ કહેવાયા ૪) ઔષધિઋદ્ધિની પ્રાપ્તિ ૫) તેમના પગ ધોયેલા પાણીથી લોટું સુવર્ણમાં પરિવર્તિત થયેલ. રચના – “શબ્દાર્ણવ", "જેનેન્દ્ર વ્યાકરણ”, “ઈટોપદેશ”, “સમાધિ શતક', સિદ્ધ ભક્તિ", તત્ત્વાર્થસૂત્રની ટીકા “તત્ત્વાર્થ વૃત્તિ” વગેરે રચનાઓ કરી છે. કર્ણાટકના ઘણાખરા પ્રાચીન કવિઓ તથા આઠમી-નવમી-દસમી સદીના વિદ્વાનોએ મુક્તકંઠે તેમની પ્રશંસા કરી પોતાના ગ્રંથોમાં ભારે ભક્તિ-શ્રદ્ધા સાથે તેમનું સ્મરણ કર્યું છે. તેમનાં લેખનની સ્પષ્ટ છાયા શ્રી શુભચંદ્રાચાર્યના “જ્ઞાનાર્ણવ” ગ્રંથમાં, શ્રી આનંદઘનજીના ચોવીસ જિન સ્તવનમાંથી “સુમતિનાથ" સ્તવનમાં તથા શ્રી યશોવિજયજીના દોહરાઓમાં આત્મચિંતન નજરે ચડે છે. હિંદુ ધર્મના મહાભારતમાંથી ઉદ્ધત શ્રી ભગવદ્ગીતામાં પણ સમાધિ શતકની છાયા સ્પષ્ટ જણાય છે. સમાધિ શતક' વિશે થોડુંક આ ગ્રંથ ઘણો ગહન અને આત્માના રહસ્યનું ઉદ્ઘાટન કરનાર હોવાથી તેમ જ પ્રાચીન હોવાથી ઉત્તમ ગણાતા ગ્રંથકારોના લેખોમાં તેની છાયા સુજ્ઞ વાચકોને સ્પષ્ટ જણાઈ આવે છે. ઉત્તમ કાળના નિકટવર્તી દુષમ કાળમાં જે વખતે અનેક વૃદ્ધિધારી, અવધિજ્ઞાની મહાત્માઓ વિચરતા હતા તેમ જ તેમની આજ્ઞામાં જેમણે ૧૩૪ a પારુલબેન બી. ગાંધી આ આત્મા જ્ઞાનપ્રકાશરૂપ છે, કર્મસંબંધથી શરીર ધારણ કરે છે, પરંતુ ધ્યાનરૂપ અગ્નિથી કર્મોનું દહન થાય ત્યારે સિદ્ધાત્મા બને છે. કપાય અને ઇન્દ્રિયોથી જિતાયેલો આત્મા તે જ સંસાર છે અને ઉભયને જીતનાર આત્માને પંડિતો મોક્ષ કહે છે." યોગશાસ્ત્ર-(શ્રીમદ્દ હેમચંદ્રસૂરિજી) આત્મા વિશે ઘણા કવિઓએ લખ્યું છે. આત્માનો વિષય ગહન અને સૂક્ષ્મતાપૂર્ણ છે. જૈન કવિઓએ પોતાની કાવ્યરચનાઓમાં આ વિષય વિશે ઘણું ખેડાણ કર્યું છે. આવા કવિઓમાં શ્રી પૂજ્યપાદસ્વામીની રચનાઓ નોંધપાત્ર છે. “સમાધિ શતક'માં આત્માનું સ્વરૂપ તેમણે ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. શ્રી પૂજ્યપાદસ્વામીનો સંક્ષિપ્ત પરિચય બાળબ્રહ્મચારી શ્રી પૂજ્યપાદસ્વામીનો જન્મ વિ.સં. ૨૮૧માં થયો હતો. Page #73 -------------------------------------------------------------------------- ________________ 5. આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 જીવન સમર્પણ કર્યું છે એવા સંસારથી વિરક્તચિત્ત, સંસારસાગર તરવાના ઇચ્છુક જીવાત્માઓ આ ભરતભૂમિને શોભાવી રહ્યા હતા. તેવા વાતાવરણમાં બાહ્ય ત્યાગને અંતર્વાંગરૂપે પલટાવી, પરમાર્થમાં મગ્ન રહેવામાં મદદરૂપ થાય, ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગે આગળ વધવા દીવાદાંડીરૂપે માર્ગદર્શક નીવડે તેવા વિશાળ આશયથી શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘“સમાધિ શતક”ની રચના કરી છે. ૧૦૬ ગાથાની આ રચનામાં આત્મા વિશે ઘણીબધી વાતો કરવામાં આવી છે. સમાધિ શતકમાં આત્મચિંતન મૂળ રચના સંસ્કૃતમાં થયેલી છે, જ્યારે તેનો ગુજરાતી અનુવાદ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સં. ૧૯૪૭માં કરેલો છે. : બહિરત્ન પરચેતિ ત્રિધાત્મા સર્વદેહિયુ । ઉપેયાત્તત્ર પરમં મધ્યોપાયાદ્ બહિસ્યજેત્ ॥૪॥ બહિરાત્મા શરીરરાદૌ, જાતાત્મભ્રાન્તિરાન્તર ચિત્તદોષાત્મવિભ્રાન્તિ પરમાત્માઽતિનિર્મલ ।।૫।। । : નિર્મલઃ કેવલઃ શુદ્ધો વિવિક્તઃ પ્રભુર વ્યયઃ ।। પરમેહી પરાત્મકી પરમાત્મારો જિનઃ ॥૬॥ હવે આ શ્લોકોના અર્થ જોઈએ તો સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે દેહથી ભિન્ન એવો આત્મા હોય છે. તેમાં અંતરાત્મા વડે પરમાત્માને પ્રાપ્ત કરવો અને અંતરાત્મા થઈને બહિરાત્માને તજવો. સર્વજ્ઞ પણ પહેલા તો બહિરાત્મા અને અંતરાત્મા હતા તેથી ઘીના ઘડાની જેમ ઘી ભરેલું ન હોય તોપણ ઘીનો ઘડો કહેવાય તેમ સર્વજ્ઞ બહિરાત્મા કહેવાય. પરમાત્મા થનાર હોવાથી અંતરાત્મામાં પરમાત્માપણું કહેવાય એમ ત્રણ પ્રકારે આત્મા કહી શકાય. આખી રચનામાં ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે, પણ કુશળ કારીગરની જેમ બહિરાત્મા વર્ણન વખતે અન્ય શક્તિરૂપે રહ્યા છે તે લક્ષ રાખી, પરમાત્મસ્વરૂપ કે અંતરાત્મસ્વરૂપના વર્ણનમાં પણ તેવું જ લક્ષ વાંચનારને રહે અને પૂર્વના દોષથી કે પ્રમાદથી અંતરાત્મપણું છૂટી જઈ બહિરાત્મપણું જીવ પામી જાય તેવો સંભવ જણાવી ગ્રંથકાર અભ્યાસીને વારંવાર ચેતાવતા રહે છે. (પાંચમા) બીજા શ્લોકમાં આત્માની ત્રણે દશાનાં લક્ષણ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે અનાદિકાળથી જીવને કર્મનો સંબંધ છે. કર્મના યોગે દેહનો સંબંધ પ્રાપ્ત ૧૩૫ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © થાયક છે. દેહ ઇન્દ્રિય સહિત હોય છે તથા ઐહિક સુખ-દુ:ખ ભોગવવા ઇન્દ્રિયોનો ભોગવટો થવાથી તથા તેના દ્વારા પ્રગટ થવાથી જીવ તે રૂપે અનાદિકાળથી પોતાને માનતો આવ્યો છે. આમ જીવ પોતાને અને પોતાના નહિ એવાં બીજાં દ્રવ્યને સ્વપણે માને છે તે માન્યતામાં જ સંસાર છે, અજ્ઞાન છે, તે જ જન્મ-મરણનું મૂળ છે, ચાર ગતિના હેતુરૂપ છે. તે જ દેહ, દેહના વિકાર, પુત્ર, પિતા, શત્રુ કે મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આમ શરીરાદિને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિ છે ત્યાં સુધી બહિરાત્મદશા પ્રવર્તે છે. સદ્ગુયોગે, સત્સંગ આદિથી સદ્બોધ અને પોતાના સ્વરૂપનો બોધ સાંભળવા મળતાં આત્મા વિષેની ભ્રાંતિ ટળી જાય છે. દેહને, વચનને, ઇન્દ્રિયોને, મનને તેમ જ રાગ-દ્વેષ આદિ કર્મનાં પરિણામોને પરરૂપ, દોષરૂપ જાણે, તેને સ્વીકારે અને શુદ્ધ સ્વરૂપ સમજાતાં તેની ભાવના કરતાં અનુભવમાં આવે છે ત્યારે અંતરાત્મદશા પ્રગટે. આવો અંતરાત્મા જ્યારે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય નિવારવાનો પુરુષાર્થ કરે છે અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનના બળે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી તે અત્યંત નિર્મળ બને છે જેને કેવળી અથવા દેહી પરમાત્મા કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ થયે બાકીનાં ચાર કર્મો છૂટી જતાં વિદેહી, સિદ્ધ પરમાત્મા મોક્ષમાં બિરાજે છે. (છઠ્ઠી) ત્રીજી ગાથામાં પરમાત્મદશાનું કીર્તન કરતાં કહે છે કે જેના અંતર ગમલરૂપ ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, રતિ, અરતિ, અવિરતિ આદિ દૂર થયાં છે તથા કર્મ, દેહ આદિ બાહ્ય મળ ટળ્યા છે એવા ભગવાન નિર્મળ કહેવાય છે. વિભાવરૂપી અશુદ્ધતા જેની ટળી છે, દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મથી રહિત થયા છે તે પરમશુદ્ધ છે. પ્રભુ એટલે સામર્થ્યવાળા, ઇંદ્રાદિના સ્વામી, સંસારદશામાં જે ચાર ગતિ કરતા હતા તે હવે સર્વ શક્તિ પોતાનામાં સમાવી કેવળ જ્ઞાન-દર્શન, અનંત સુખ-વીર્યાદિ સામર્થ્યના સ્વામી બન્યા છે. જેમનામાં અનંત ગુણો પ્રગટચા છે તે ત્રણે કાળ રહેવાના હોવાથી તે અવ્યયરૂપ ગણાય છે. વળી શરીરાદિ નાશવંત વસ્તુઓનો જેને આત્યાંતિક વિયોગ થયેલો છે, આથી તેઓ વ્યવહારે નાશ ન પામવાના હોવાથી તેઓ અવ્યય કે અક્ષય ભગવંત ગણાય છે. આમ સિદ્ધની ભક્તિ કરી ૭થી ૧૬ નંબરના શ્લોકમાં ગ્રંથકાર બરિરાત્મદશાનું દશ શ્લોકમાં વર્ણન કરે છે – ૧૩૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 મત્તચ્યુત્તેન્દ્રિયદ્વારે પતિતો વિષયેહમ્ । તાપ્રપદ્યાહમિતિ માં પુરા-વેદ ન તત્વતઃ ॥૧૬॥ એવં ત્યક્ત્વા બહિર્વાચં ત્યજેદનચશેષતઃ । એષ યોગઃ સમાસેન પ્રદીપઃ પરમાત્મનઃ ॥૧૭॥ આઠમી ગાથામાં બહિરાત્માને ત્રણ ગતિમાં વર્તતો દેહાધ્યાસ. નવમી ગાથામાં અત્યંત દુ:ખદ નરકગતિમાં પણ દેહાધ્યાસ અને પોતાનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૧૦૧૧મી ગાથામાં સ્વ પરના અજ્ઞાનથી દેહાત્મબુદ્ધિ અને પર દેહમાં પરસ્વરૂપની માન્યતા સાથે સ્ત્રીપુત્રાદિ સાંસારિક ભાવોની કલ્પના-વિભ્રમની વાત કરી છે. ૧૨મી ગાથામાં મોહની દઢતા વધતાં ભવોભવ બહિરાત્મપણાની પરંપરાનું અને ૧૩મી ગાથામાં દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિનાં ભિન્ન પરિણામ વર્ણવ્યાં છે. ૧૪મી ગાથામાં દેહબુદ્ધિથી સંસારભાવે સમસ્ત જગતથી દુખાર્ત સ્થિતિનું અને ૧૫મી ગાથામાં સંસારદુઃખોનું મૂળ દેહાત્મબુદ્ધિ છે તે ટાળવા ભલામણ કરી છે. ૧૬મી ગાથામાં જ્ઞાની પુરુષના સદ્બોધથી બહિરાત્માને પોતાની ભૂલ સમજાય છે કે - ‘ઇન્દ્રિયોરૂપી બારીઓમાં રહી વિષયોની રમતમાં હું એટલો બધો રાચી રહ્યો કે આટલો બધો લાંબો કાળ, અનંત ભવનાં પરિભ્રમણ કરવા છતાં મેં મારું યથાર્થ સ્વરૂપ ન ઓળખ્યું. બહિરાત્મદશાને ત્યાગવા સદ્ગુરુનો બોધ, સત્શાસ્ત્રનું શ્રવણ, વાંચન, ચિંતન, સત્સંગ વગેરે સામગ્રી મેળવી તેમાં પુરુષાર્થ કરતાં જીવને પંચેન્દ્રિયના વિષયો, અપ્રિય, બાધારૂપ અને આત્માને અવરોધ કરનારા જણાય છે ત્યારે જ અંતરાત્મદશાનો પ્રભાતકાળ પ્રગટે છે અને પરમાત્મદશા પ્રગટાવવાની જીવને મહેચ્છા ઉદ્ભવે છે. તે સંતોષવા સદ્ગુરુ યોગમાર્ગ કે મોક્ષમાર્ગ પ્રકાશક વાર્તા કહે છે. ઇન્દ્રિયના સંયમની સાથે વાણીના સંયમની પણ જરૂર છે. એ માટે બાહ્યવાચા તથા અંતર્વાચા સંપૂર્ણ તજવી તે પરમાત્મપદરૂપી દીવો પ્રગટાવવાનો ટૂંકો રસ્તો છે. આ માટે વચનસંયમ સાધ્ય કરવાના ઉપાયો આગળની ગાથાઓમાં દર્શાવ્યા છે. તે સાધ્ય થવાથી અંતરાત્મદશા તરફ આગળ વધે છે. પોતાનું સ્વરૂપ અનુભવાયાથી અંતરાત્મા સોહમ્ સ્વરૂપ વિચારે છે - યેનાત્મનાઽનુભૂયે ડહમાત્મનૈવાત્મનાઽઽત્મનિ । સોઽહં ન તત્ત્વ સા નાસૌ નૈકો ન હૌ ન વા બહુઃ ॥૨૩॥ બાહ્ય-આંતર્વાચા રોકાયા પછી જે અનુભવ થાય છે તે વાચાગોચર નથી એમ જણાવતાં કહે છે કે, હું સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. અનાદિથી જાતિ, જ્ઞાતિ, ૧૩૭ SSC આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000 વેષ અને પંથની જાળમાં ફસાઈને તું તને જેવો માને છે તેવો નથી, પરંતુ સદ્ગુરુએ અનુભવ્યો છે તેવો સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્ર અને અનંત સુખસ્વરૂપે આત્મા છે. આવું સ્વરૂપ સદ્ગુરુકૃપાએ અનુભવાય છે. તે અનુભવતા જીવ અંતરાત્મદશામાંથી પરમાત્મદશા તરફ આગળ વધતો જાય છે. જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિથી પરમઆનંદ થયો તે ઉલ્લાસપૂર્વક પરમાત્મદશા પ્રાપ્ત કરેલ આત્મા પ્રદર્શિત કરે છે. પ્રચ્યાવ્ય વિષયેભ્યોઽહં માં મયૈવ મયિ સ્થિતમ્ ; બોધાત્માનં પ્રસ્નોઽસ્મિ પરમાનન્દનિવૃત્તમ્ ॥૩૨॥ આ ગાથામાં સદ્ગુરુએ દર્શાવેલો માર્ગ સુશિષ્ય આરાધ્યો તેણે આત્માને પાંચ ઇન્દ્રિયોમાં રમણ કરવાની ટેવ હતી તે છોડાવી અને તેને આત્મામાં જ આત્મવીર્ય વડે સ્થિર કર્યો જેથી જ્ઞાનસ્વરૂપ પરમ આનંદથી ભરપૂર હું બન્યો. પરમાત્મદશા પામ્યા પછી આગળ તેને ટકાવી રાખવાના ઉપાયો બતાવે છે. જ્ઞાન ન હોય તો ઉત્કૃષ્ટ તપ કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. રાગદ્વેષના અભાવમાં જ પરમાનંદપ્રાપ્તિ શક્ય છે. ઉદાસીનભાવ કેળવી, મન સંકલ્પવિકલ્પોમાં તણાઈ ન જાય, તે આત્મરૂપમાં સ્થિર રહે તેવા ઉપાયો આગળની ગાથાઓમાં દર્શાવ્યા છે. વળી ત્રણે પ્રકારની આત્મદશાઓમાં કેવી રીતે ત્યાગ કેળવવો તથા મનને કેમ પ્રવર્તાવવાથી જીવ ઉન્નતિ સાધી શકે તે ગ્રંથકારે સુંદર રીતે ૪૭૪૮મી ગાથામાં દર્શાવ્યું છે. આગળ ૫૧ પછીની ગાથાઓમાં ફરીથી જ્ઞાનદશા પ્રાપ્તિના પુરુષાર્થ સાથે ઇન્દ્રિય વિષયોમાં વર્તતી લુબ્ધતા ટાળવા ઉપદેશ આપ્યો છે. આમ ફરીથી આત્માની ત્રણ દશા, તેમાંથી બહાર કેમ નીકળી શકાય ? મરણ વખતે ત્રણેય પ્રકારના જીવની સ્થિતિ કેવી હોય ? ભેદજ્ઞાનના અભ્યાસથી જ મોક્ષ મળે છે. તે માટે આતમભાવનાના અભ્યાસની જરૂર, મોહના ઉદયે જીવની દશા કેવી થાય છે ? નિર્વાણ પ્રાપ્તિની પ્રેરણા, હિતાહિતની વિવેકબુદ્ધિથી મિથ્યા શ્રદ્ધાનો નાશ તથા હિતકારી સમાગમથી પરમપદની પ્રાપ્તિ, જ્ઞાનમાર્ગથી પરમપદની પ્રાપ્તિ, સહ સ્વભાવ કે યોગરૂપ પ્રયત્નથી નિર્વાણપ્રાપ્તિની પ્રેરણા, આત્માથી ભિન્ન દેહની યંત્રરૂપ ક્રિયા, શરીરયંત્રમાં આત્મઆરોપણ કે ભેદવિજ્ઞાનથી મિથ્યા તેમ જ યથાર્થ સુખ અને છેલ્લે પરમપદનું વર્ણન અને તેનાં સાધન-સાધનાનું ગર્ભિત સૂચન કરી અંત્ય મંગલ કરવામાં આવ્યું છે. ૧૩૮ - Page #75 -------------------------------------------------------------------------- ________________ 5. આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ઉપસંહાર : મહાપુરુષોએ જે સત્શાસ્ત્રો વાંચવા પ્રેરણા કરી છે તેવા સત્કૃત ગણી શકાય તેવા ગ્રંથોમાં “સમાધિ શતક”નું નામ વિનાસંકોચે દઈ શકાય. કદમાં નાનું હોવા છતાં આત્મવિચારની મુખ્યતા દર્શાવતા આ ગ્રંથમાં આત્મસંબંધી ઘણી બાબતોનું સુંદર રીતે વિવેચન કરવામાં આવ્યું છે. પૂજ્યપાદસ્વામીએ તે વખતના સર્વ મહત્ત્વના વિષયો પર ગ્રંથોની રચના કરી છે. અસાધારણ વિદ્વાન એવા સ્વામીજીના અનેક રાજા-મહારાજા ભક્ત હતા. તેમનો અનુયાયી વર્ગ પણ ઘણો મોટો હતો. સમાધિ શતકમાં આત્માનાં સ્વરૂપ-દશા, લક્ષણો, તેને ટકાવવા શું કરવું વગેરે બધી બાબતોનું વિવરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં બહિરાત્માનાં ૨૬ નામ, અંતરાત્માનાં ૨૬ નામ અને પરમાત્માનાં ૨૯ નામ ઉપયોગમાં લેવાયાં છે જે ગ્રંથકારની વિદ્વત્તા દર્શાવે છે. મુમુક્ષુ જીવોએ સમાધિ શતકનો અભ્યાસ કરી ચિંતન-મનન અવશ્ય કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ. (આધાર) સંદર્ભગ્રંથ : ગ્રંથ યુગલ શ્રી બ્રહ્મચારીજી - ગોવર્ધનદાસજી ચતુર્થાંવૃત્તિ પ્રત : ૩૦૦૦ ઈ.સ. ૧૯૮૭ મનહરલાલ ગોરધનદાસ કડીવાલા - વિ.સં. ૨૦૪૩ પ્રમુખ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ-અગાસ (રાજકોટસ્થિત પારુલબેને એમ. એ. સુધી અભ્યાસ કર્યો છે. જૈન પત્રકાર એવૉર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે). ૧૩૯ २० આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © પૂ. શ્રી જીવવિજયજીની રચનામાં આત્મચિંતન Q સુબોધીબેન મસાલિયા આપસ્વભાવની સજ્ઝાય આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરીજ કહ્યુઅ ન લીના. આપ૦ ૧ તુમ નહિ કેરા કોઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. આપ૦ ૨ વપુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઇનકા વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ ૩ રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા; તબ તુમ જ્ગકા ઈસા. આપ૦ ૪ ૧૪૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ PO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 05 પારકી આશા સદા નિરાશા, એ હૈં જગ જન પાસા; વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આપ૦ ૫ કબહીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભ્રાજી; કબહીક જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્દગલકી બાજી. આપ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦ ૭ ‘આપસ્વભાવ’ની સજ્ઝાયના રચયિતા શ્રી જીવવિજયજી મહારાજ છે. તેઓ લગભગ અઢારમી સદીના અંતમાં થયા. જે સૂત્રથી બધાં તીર્થોને વંદના થાય છે તે સકલતીર્થ વંદના સૂત્ર શ્રી જીવવિજયજી મહારાજની રચના છે. આ ખૂબ જ સુંદર સઝાય છે. શ્રી જીવવિજયજીએ સમગ્ર શ્રુતનો સાર મળી જાય એટલું તત્ત્વજ્ઞાન આ નાનકડી સજ્ઝાયમાં પીરસ્યું છે. શ્રી જીવવિજયજી મહારાજ કહે છે કે, હું અવધૂ.....હે અધ્યાત્મયોગી.... હે વૈરાગી.... તું તારા સ્વ-ભાવમાં જ રહેજે. તું જરા પણ પર-ભાવમાં જતો નહિ. તારા આત્મા સિવાય બધું જ તારા માટે ‘પર’ છે. તારું શરીર તારા માટે પર છે. YOUR BODY IS YOUR FIRST NEIGHBOUR. હે વૈરાગી... હે સાધક... જો તારે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તારો ઉપયોગ, તારો ભાવ ફક્ત તારા આત્મામાં જ રાખજે અને એમાં જ મગ્ન થઈ જજે. ઉપયોગ આત્માની બહાર જવો એટલે શું ? જાણો છો ? ધારો કે અહીં બાજુમાંથી સુંદર ગાડી પસાર થઈ, તો મનમાં થાય કે, જોયું...! આવી ગાડી જોઈએ. લેટેસ્ટ મૉડેલ હતું.... આવું થાય એટલે શું થયું ? તમારો ઉપયોગ તમારા આત્મામાંથી નીકળી પરમાં એટલે કે ગાડીમાં ગયો. ને ઉપયોગ જેટલો સમય પરમાં ગયો એટલો સમય પ્રમાદ સેવ્યો કહેવાય. મહાવીરે ગૌતમને કહ્યું ને કે, “સમય મા પમાય ગોયમ્'. એક સમયનો પણ પ્રમાદ ના કરીશ. એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ બહાર ન જવા દઈશ. તમે શું સમજ્યા કે ભગવાને ગૌતમને એમ કહી દીધું કે એક સમય માટે આળસ ન કરીશ... ગૌતમને એવું કહેવાની જરૂર હતી ? ગૌતમ આળસ કરવાવાળા હતા ? ના... એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ આત્માની બહાર ન જવા દઈશ.... નહીં તો મોક્ષ એટલું દૂર ઠેલાશે.... શ્રીમદ્ગએ શું કહ્યું ? “અમે મહાવીરના છેલ્લા સાધુ હતા... થોડો સમય પ્રમાદ સેવ્યો એમાં આટલા ભવ વધી ગયા.' આ સજ્ઝાયમાં શ્રી જીવવિજયજી પણ એ જ કહે છે કે, હે અવધૂ, તું તારા સ્વના ૧૪૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ભાવમાં જ મગ્ન રહેજે. અ જગતમાં અનેક પ્રકારે જીવ છે. કોઈ સુખી છે તો કોઈ દુ:ખી છે. કોઈ અપંગ છે તો કોઈ સંપૂર્ણ. કોઈ કાળો-કૂબડો તો કોઈ ગોરો. કોઈ અંધ તો કોઈ દેખતો. પોતે જ કરેલાં કર્મને આધીન દરેક જીવ પોતપોતાના શરીરની રચના કરે છે. જગતના જીવો કર્મને જ આધીન છે. માટે હું અવધૂ, હે આત્મા... આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી... તું તારા સ્વ-ભાવમાં મગ્ન રહેજે. બીજી કડીમાં કવિ કહે છે કે, ન તું કોઈનો છે, ન કોઈ તારું છે. એક તારો આત્મા જ તારો છે અને તે તો તારી પાસે જ છે. પછી શું તું મારુંમારું કરે છે ? આ જ વાતને હૂબહૂ વર્ણવતો અર્જુનના જીવનનો એક પ્રસંગ કહું. ‘અભિમન્યુ યુદ્ધમાં માર્યો ગયો. પછી અર્જુનને એટલો બધો આઘાત લાગ્યો કે બધાને ચિંતા હતી કે કદાચ એનું પણ મરણ નીપજે. એટલે કૃષ્ણે એને આશ્વાસન આપવા સાથે આવવા કહ્યું. અર્જુન સાથે ગયો. ત્યારે તેના પુત્રને પોપટના રૂપમાં એક બગીચામાં બેઠેલો કૃષ્ણે ઓળખાવ્યો. અર્જુને ખુશાલીમાં બૂમ પાડી, “બેટા... અભિમન્યુ, તું મજામાં છે ને ?’ અભિમન્યુએ શાંતિથી કહ્યું, ‘“તમે કોણ છો ? હું તમને નથી ઓળખતો. આ જીવનમાં હું પુત્ર નથી, સગો-સંબંધી નથી, પણ માત્ર એક આત્મા છું અને તમને પણ એક આત્મા તરીકે પિછાણું છું. પિતા-પુત્રની રમત રમવી હોય તો પાછા જાઓ. તમે મને માત્ર શરીર દીધું હશે. તે તો જ્યારે સ્મશાનમાં તમે મને બાળી નાખ્યો ત્યારે શરીરની સગાઈ પૂરી થઈ. હું આત્મા છું અને એ આત્મા તમે મને આપ્યો નથી. લાખો વાર જનમ લઈએ તો લાખો માણસોના બાપ કે બેટા બનવું પડે, પણ એ બધાની સાથે આત્માને શું સંબંધ ? એ ભવ પૂરો થયો કે ખેલ ખતમ.'' અર્જુનને હવે ખાતરી થઈ ગઈ કે જીવન કેવું ક્ષણભંગુર છે અને આ આત્મા કેવો અમર છે. માટે તેણે શોક તજ્યો. આ જ વાત કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે.... કે, વપુ (શરીર) વિનાશી છે. તું (આત્મા) અવિનાશી છે, પણ હમણાં તો તું વધુમાં જ વિલાસી થઈ ગયો છે... શરીરને કેમ સાચવવું, કેમ શણગારવું, શરીરને આટલીય તકલીફ ન પડે તે જોવું. તારા જીવનનો અર્ધો ટાઈમ તો ફક્ત શરીરની સરભરા કરવામાં ચાલી જાય છે, પણ જ્યારે તું આ વપુથી, આ શરીરથી દૂર જઈશ... એટલે કે જ્યારે તને શરીર અને આત્મા અલગ પ્રતીત થશે થશે ત્યારે તને ભેદજ્ઞાન પ્રાપ્ત થશે ને ત્યારે જ તું શિવમંદિર (મોક્ષ)નો વાસી બનીશ. ત્યારે જ તારો વાસ સિદ્ધશિલા પર થશે. જ્યાં સુધી તું શરીરના સુખે સુખી ને શરીરના દુઃખે દુ:ખી થાય છે ત્યાં સુધી ભેદજ્ઞાન સંભવિત નથી. ત્યાં સુધી જીવને શિવસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. ૧૪૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ eeeS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન SSSSS ચોથી કડીમાં કવિશ્રી બીજી એક મુખ્ય વાત કહે છે કે, રાગ અને રીસા (દ્વેષ) એ બંને તારો ક્ષય કરવાવાળા છે, તને દુ:ખ આપવાવાળાં છે, પણ જ્યારે એ બંને તારાથી દૂર થશે તો જ અને ત્યારે જ તું જગતનો ઈશ્વર બની શકીશ, એટલે કે મોક્ષ પામી શકીશ. ઘણી વાર એવું સાંભળ્યું હશે કે કોઈની જોડે વેર નહીં રાખવું. વેર રાખવાથી ઘણા ભવો ભટકવું પડે છે, પણ આ કડીમાં કવિશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે, રાગ પણ એટલો જ ભટકાવનાર છે. જ્યાં રાગ જીવંત છે ત્યાં જ છૂપા વેશમાં હાજર જ છે. ધારો કે તમારા દીકરા પર તમને ખૂબ રાગ છે. તેને કોઈ પાડોશીના છોકરાએ સળી કરી. તમને ખબર પડી, તો તમે શું કરશો ? પાડોશીના છોકરાને ગુસ્સો કરશો કાં એક લાફો મારી દેશો, તો તમે પાડોશીના દીકરા પર દ્વેષ કર્યો કે નહિ? કેમ ? કેમ કે તમને તમારા દીકરા પર રાગ છે. આમ આપણે તંદ્રમાં જીવીએ છીએ. આપણને જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા પણ છે જ. બિલાડીના મોઢામાંથી ઉદરને છોડાવવા (દયા) બિલાડી પર છૂટો ઘા કરીશું (કૂરતા), પણ વીતરાગ ઠંદાતીત છે. તેને ન દયા, ન ક્રૂરતા.... ફક્ત કરુણાભાવ. ન રાગ, ન પ... ફક્ત સમભાવ. દ્વેષ કરતાં રાગ મોટો છે. ભગવાનને કેમ વીતરાગ કહ્યા ? વિતદ્વેષ નહીં કેમ કે જેનો રાગ ગયો, એનો દ્વેષ ગયો જ સમજો. માટે શ્રી જીવવિજયજી કહે છે કે જ્યારે તું રાગ અને રીસાને દૂર કરીશ ત્યારે જ તું દુ:ખથી મુક્તિ પામી શકીશ. ત્યારે તું જગદેશ્વર બની શકીશ. પાંચમી કડીમાં કહે છે કે પારકી આશા રાખનારને સદાય નિરાશ જ થવું પડે છે, તે વાત તો જગજાહેર છે. માટે તું જો એમ માનતો હોય કે કોઈ વ્યક્તિ કે શક્તિ કે કોઈ ગુરુ તારા માથા પર હાથ મૂકી દેશે ને તારો બેડો પાર થઈ જશે... તો તે તું ભૂલી જા. જો તારે સાગર પાર કરવો હશે તો હાથ-પગ પણ તારે જ હલાલવા પડશે. હાથ-પગ કોઈ બીજું હલાવે ને તું સાગર પાર કરી દે એવું બન્યું નથી ને બનવાનું નથી. માટે પારકી આશા છોડીને તું જાતે અભ્યાસ કરે, સ્વાધ્યાય કર, ધ્યાન કર, કાઉસગ્ન કર, સાધના કર, તો જ તને હંમેશ માટેનો સુખઆવાસ (મોક્ષ) મળી શકશે. માટે યાદ રાખ... કોઈ તને માર્ગ બતાવી દેશે, ચાલવું તો તારે જ પડશે. કોઈ તને ભાણું પીરસી દેશે, ભોજન તો તારે જ કરવું પડશે. છઠ્ઠી કડીમાં શ્રી જીવવિજયજી બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે, તારો જીવ પ્રમથ વાર નિગોદમાંથી નીકળ્યો ત્યારથી આજ સુધીમાં તારા જેટલા પણ ભવ થયા, તેમાં ક્યારેક કાજી થયો તો ક્યારેક પાજી તો વળી ક્યારેક જગમાં ખૂબ ૧૪૩ ૯ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, કીર્તિમાન થયો તો ક્યારેક અપમાનિત....અરે... આ તો બધી પુગલની બાજી છે... હવે જીવ એમાં તું લપેટાઈશ નહીં. જીવ ચાર ગતિની ચોપાટમાં ક્યારેક દેવલોકમાં ઇંદ્ર બની આવે છે તો ક્યારેક સાતમી નરકે ફેંકાઈ જાય છે. કોઈક રાજા મૃત્યુ પામી પોતાની જ પાણીની ટાંકીમાં રંગબેરંગી કીડો બની જાય છે, તો કોઈક બોરમાં કીડો બને છે. અરે, આગલા જનમનો ભિખારી જેને બટકું રોટલોય મળતો નહોતો તે ભોજનની લાલચે દીક્ષા લઈ, એક દિવસનો સંયમ પાળી બીજા જનમમાં બન્યો સમ્રાટ અશોકનો પૌત્ર મહારાજા સાંપ્રતિ... તો વળી જુઓ, મહારાણા પ્રતાપ એકવાર સાવ ભિખારી બની ગયો હતો... કોઈ ભિખારીને ભીખમાં મળેલ રોટલો એણે માગ્યો હતો... તેય બાજપક્ષી આંચકી ગયું... અરે આવા કબહીક કાજી ને કબહીક પાજીના હજારો દાખલા શાસ્ત્રોમાંય મળશે ને આપણી આજુબાજુ પણ આપણે જોઈએ છીએ. આ તો બધી પુલની બાજી છે... પણ આશ્ચર્યની વાત છે કે ચાર ગતિની ચોપાટ ખેલતાં હજી જીવ થાક્યો નથી... છેલ્લી કડીમાં તો કવિરાજે આખા તત્ત્વજ્ઞાનનો સાર કહી દીધો છે કે, હે જીવ... જો તારે જીવમાંથી શિવ બનવું હોય તો શુદ્ધ ઉપયોગ રાખીને સમતાને ધારણ કર. શુદ્ધ ઉપયોગ કોને કહેવાય તે આગળ સમજાવ્યું... જેમાં આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે.. બાહ્ય કોઈ પણ ચીજમાં આત્માનો ઉપયોગ જાય નહિ... ને એવું ત્યારે જ બની શકે જ્યારે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહો... જો ભૂતકાળમાં ગયા.... “લાણું આવું હતું, તેવું હતું. આ ખોટું થઈ ગયું...." વિચારવા લાગ્યા કે આત્માનો ઉપયોગ ગયો બહાર. જો ભવિષ્યમાં ગયા... “હવે હું એને જોઈ લઈશ, ખબર પાડી દઈશ, બહુ મજા આવી જશે..." આત્માનો ઉપયોગ થયો બહાર, પણ જો મનને વર્તમાનમાં સ્થિર કરી (વર્તમાનમાં મન સ્થિર કરવાનો સરળ ઉપાય છે શ્વાસ પર મન ટેકવવું). વર્તમાનમાં આપણી અંદર જે કાંઈ બની રહ્યું છે તેના પ્રત્યે સમતાભાવ કેળવવો. તો આત્માનુભવ થાય ને તેમાંથી અનુભવજ્ઞાન પ્રગટે તો જ મનોહર ધ્યાન થઈ શકે ને એ ધ્યાનથી કર્મનાં પડ ઓછાં થતાં જાય. એમ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારણ કરી ... જ્ઞાન અને ધ્યાન દ્વારા જો કર્મકલંકને દૂર કરવામાં આવે... કર્મ શુભ હોય કે અશુભ, કર્ક રાગના હોય કે પના.. તેને ધ્યાન દ્વારા ઉદિરણામાં લાવી સમતા દ્વારા ખપાવતાં જતાં જ્યારે એક પણ કર્મ બૅલેન્સમાં નથી રહેતું ત્યારે આ જીવ શિવવધૂને વરે છે. એટલે કે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. શ્રી જીવવિજયજી મહારાજની આ રચના પર જરા આત્મચિંતન કરીએ. ૧૪૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન આપણા દરેકનો જીવ, સૌપ્રથમ નિગોદમાંથી વ્યવહારરાશિમાં આવે છે ત્યારે દરેક માટે એવો નિયમ છે કે એક જીવ સિદ્ધપદને પામે ત્યારે નિગોદના ગોળામાં રહેલા અનંતાઅનંત જીવમાંથી એક જીવ બહાર નીકળે છે. એકવાર બહાર નીકળ્યા પછી એ જીવને ફક્ત ૨૦૦૦ સાગરોપમ વર્ષનો સમય મળે છે. એટલે કે બે હજારમાંય પંચેન્દ્રિયપણું તો ફક્ત ૧૦૦૦ સાગરોપમ જ મળે છે. દેવ-નારક-તિર્યંચ પંચેન્દ્રિયમનુષ્ય). તેમાંય મનુષ્યના ભવ તો સૌથી ઓછા-૪૭ કે ૪૮. તેમાંય જીવ ગર્ભમાં આવી ગર્ભપાત થઈ ગયો તો એક મનુષ્યભવ પૂરો. કોળી, વાઘરી, કસાઈના ઘરે જમ્યા. અંડગોલિક મનુષ્ય તરીકે જન્મ્યા કે સમુદ્ઘિમ મનુષ્ય કે યુગલિયા મનુષ્ય (જેમાં ધર્મ નથી) આવા કેટલાય મનુષ્યભવ કાઢી નાખો, તો ધર્મ પામ્યા હોય એવા મનુષ્યભવ કેટલા ? ને આ ૨૦૦૦ સાગરોપમના ચક્કરમાં આ આપણો કેટલામો મનુષ્યભવ હશે તે પણ ખબર નથી.... જેવો બે હજાર સાગરોપમનો સમય પૂરો થયો કે ફરજિયાત આપણા જીવે એકેન્દ્રિય-નિગોદમાં ચાલ્યા જવાનું. ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. અનંતા કાળચક્ર સુધી સ્થાવરપણામાં (પૃથ્વી-પાણી-તે-વાયવનસ્પતિ-નિગોદ) પડ્યા રહેવાનું. હવે બીજી વખત એવો નિયમ નથી કે એક જીવ સિદ્ધપદને પામે એટલે આપણો જીવ વસાણામાં આવે. હવે તો અનંતા વર્ષો સુધી અકામ નિર્જરા કરતાં કરતાં જ્યારે કર્મોથી હળવા થાવ ત્યારે પાછા ત્રસપણું પામો. પાછા બે હજાર સાગરોપમનો સમય મળે. આ મળેલા સમયમાં જીવ પુરુષાર્થ કરી મોક્ષપણું પામે તો પામે નહીં તો પાછા એકેન્દ્રિય-નિગોદમાં ધકેલાવાનું. માટે હે જીવ... મળેલા મનુષ્યભવની કિંમત સમજ... કિંમત સમજ... કાં પુરુષાર્થ કરી મોક્ષે જા કાં પાછો એકેન્દ્રિય-નિગોદમાં.... choice is yours... (મુંબઈસ્થિત સુબોધીબેને જૈન ધર્મનાં અભ્યાસુ છે. તેમનું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા' હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રગટ થયું છે. તેમના અભ્યાસપૂર્ણ લેખ ‘પ્રબુદ્ધજીવન’ વગેરે સામયિકોમાં પ્રગટ થાય છે). કાયમુદ્દીન ચિશતીની કવિતામાં ભારતીય તત્ત્વજ્ઞાન ડૉ. બળવંત જાની ગુજરાતના મુસ્લિમ સંતોની પરંપરામાં કાયમુદ્દીન ચિશ્તી અત્યંત મહત્ત્વના છે. મુસ્લિમ સંતો ઉપદેશકો તરીકે હિન્દુસ્તાનમાં આવ્યા અને અહીંની મૂળ પ્રજાને ઉપદેશ દ્વારા ઇસ્લામી વિચારધારા તરફ વાળવામાં ઘણા સફળ પણ થયેલા. આ ધર્મપરિવર્તનથી અહીં અસ્તિત્વમાં આવેલા-વટલાયેલા-પ્રજાથી ઓળખાતા ધમાંતરિત જૂથ ખોજા, વહોરા, મુમના, મોલેસલામ, મીર, મતવા. હકીકતે લોહાણા, બ્રાહ્મણ, કણબી, રાજપૂત, બારોટ અને ભરવાડ જ્ઞાતિના હતા, પણ ધમાંતરિત થયા પછી એમની ઓળખ માટે મુસ્લિમોએ એમને નવાં, ઉપર નિર્દિષ્ટ, નામો આપ્યાં. આ ધમાંતરિત પ્રજા મુસ્લિમોથી પ્રારંભે જ જુદી પડી અને રોટી-બેટીના વ્યવહાર પણ જે તે જૂથ પૂરતા જ સીમિત રહ્યા. આ બધી જ્ઞાતિઓને ઉપદેશ આપનાર મુસ્લિમ સંતો ઉપદેશકોમાં અહીંની સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ અને એમની ઉપદેશ આપવાની ક ૧૪૬ ૧૪૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તરકીબોમાંથી સૂઝ અને ધર્મનો પરિચય પ્રાપ્ત થાય છે. આવા ઉપદેશકોએ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યના ઊંડા જ્ઞાનથી અભિજ્ઞ થઈને ભારતનાં પ્રાચીન સાહિત્ય અને સાહિત્યસ્વરૂપોને પોતાનાં ઉપદેશાત્મક પદોનું માધ્યમ બનાવેલું. એ રીતે અસ્તિત્વમાં આવેલી અહીંની પરંપરાની પદભજન-રચના પ્રકારની ગિનાન, નસિહત, કસીદા રચનાઓ, પ્રભાતિયાં, ગરબી અને આરતી જેવી રચનાઓ મુસ્લિમ ઉપદેશ સંતોએ રચી છે તે ખૂબ જ મહત્ત્વની છે. એમની અભિવ્યક્તિનું સ્વરૂપ અને વિષયસામગ્રી પૂરાં ભારતીય અને તળપદાં છે. માત્ર લિપિ અને કેટલાંક ભાષાકીય રૂપો જ અરબી-ફારસી છે. એમાં બહુધા મધ્યકાલીન ગુજરાતી ભાષા જ દૃષ્ટિગોચર થાય છે. આમ પોતાની વિચારધારાને બદલે જેને ઉપદેશ આપવો છે એ પ્રજાની સંસ્કૃતિ, સાહિત્ય અને માનસિકતાનો અભ્યાસ કરીને એના માધ્યમ દ્વારા અજાણ્યા સમાજમાં પોતાનાં વ્યક્તિત્વને-અસ્તિત્વને સ્વીકૃતિ અપાવવામાં, સ્થાપિત કરવામાં આ મુસ્લિમ સંતો સફળ થયેલા. આવી મુસ્લિમ સંતપરાપરામાં કાયમુદ્દીન ચિશ્તીનું સ્થાન મહત્ત્વનું છે. તેમનું જન્મવર્ષ નિશ્ચિત નથી, પરંતુ મૃત્યુવર્ષ હિજરી સન ૧૧૮૭ એટલે કે ઈ.સ. ૧૭૬૮ નિશ્ચિત છે. નંદરબાર તરફના ધોકડા ગામે તેમનું મૃત્યુ થયેલું. પછી મહી નદીના કાંઠે આવેલા એકલબારા ગામમાં તેમની ઇચ્છા મુજબ તેમને દફનાવવામાં આવેલ. ત્યાં તેમની દરગાહ છે. આજે પણ હિન્દુમુસ્લિમ પરિવારો ત્યાં દર્શનાર્થે જાય છે. કાયમુદ્દીન ચિશ્તીના પૂર્વજો ઇરાકની હેરાત નદી પાસે ચિશ્ત નામે શહેર આવેલું છે. ત્યાં ચાર મહાન બુઝર્ગ ચિશ્તી ખ્વાજાઓ થઈ ગયા. એમાંના એક ચિશ્તી ખ્વાજાની વંશપરંપરામાં બાબા ફરીદસાહેબ પીર જાણીતા છે. આ પીરને હિન્દુસ્તાનના બાદશાહો સાથે ગાઢ સંબંધ હતો અને મોટે ભાગે હિન્દુસ્તાનમાં જ રહેતા હતા. દિલ્હીના સુલતાન શમ્મુદ્દીન અલ્તમશના પુત્ર સુલતાન ગ્યાસુદ્દીનની પુત્રી સાથે લગ્ન થયેલાં હતાં. આમ જ્ઞાની ઉપરાંત શાહી ખાનદાન પરિવાર તરીકે તેમની ખ્યાતિ પણ આ કારણે હતી. આ બાબા ફરીદના વંશજો ત્રણસો વર્ષ પછી ગુજરાતમાં પ્રવેશી પાટણમાં આવી ત્યાં જ સ્થાયી થયા હતા. ત્યાંથી કડીમાં નિવાસી થયા હતા. પીરપરંપરામાં હજરત બદરુદ્દીનસાહેબ પણ ખૂબ પ્રખ્યાત હતા. એમના પુત્ર કાયમુદ્દીન બચપણથી જ પિતાની પાસેથી વારસામાં કુરાનનું જ્ઞાન મેળવીને એમાં ખૂબ જ ઊંડા ઊતરેલા. ૧૪૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આઠમે વર્ષે તો એમને સમગ્ર કુરાન કંઠસ્થ હતું. પિતા પછી તેમણે પીરપદ પ્રાપ્ત કરેલું. તેમનો અરબી, ફારસી, સંસ્કૃત અને ગુજરાતી જેવી ભાષા પર ભારે કાબૂ હતો. તેઓ હિન્દુસ્તાની પ્રજાનાં સંસ્કારોથી, રીતરિવાજોથી પણ ભારે પ્રભાવિત હતા. પીરસાહેબ કાયમુદ્દીન પૂરા શાકાહારી હતા. એમની દરગાહ-રોજાની આસપાસ આજે માંસની દુકાન નથી કે એ પરિસરમાં પણ માંસાહાર વર્જ્ય ગણાય છે. પણ તેઓ ભારતીય યોગવિદ્યા, વેદાન્તના પણ ઊંડા અભ્યાસી હતા. તેમનું ઊંડું અધ્યયન જ નહીં, પણ જીવનમાં એનો વિનિયોગ પણ તેઓ કરતા, અર્થાત્ સાધનામાં પણ આગળ વધેલા. યોગનું રહસ્ય પામીને ષટ્ચક્રભેદન જેવી ક્રિયામાં સફળ પણ થયેલા. આ કારણે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરેલી. એમને મુસ્લિમ તેમ જ હિન્દુ એમ બન્ને જ્ઞાતિઓ શિષ્યો-અનુયાયીઓરૂપે હતા. કાયમુદ્દીન ચિશ્તીની શિષ્યપરંપરા એમના શિષ્યોમાંના ઈબ્રાહિમ તો અભરામ ભગત તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બહુ ખ્યાતનામ છે. બીજા એક પૂંજાબાવા પણ જાણીતા છે. કાયમુદ્દીન મુરીદ, ચમનસાહેબ શિષ્ય, નિરાંત ભગત, જીવન મસ્તાન નામના પાટીદાર ભગત અને એમની પિતરાઈ બહેન રતનબાઈ પણ ખૂબ જ જાણીતાં છે. રતનબાઈની કબર તો પીરસાહેબની દરગાહમાં જવાની નિસરણીનાં પગથિયાં પાસે છે. આ ઉજ્જ્વળ શિષ્યપરંપરા પણ ગુરુ કાયમુદ્દીન ચિશ્તીની માફક પદભજન-રચના અને પદ– ભજન-ગાન તરીકે જ અભિમુખ રહેલ જણાય છે. કાયમુદ્દીન ચિશ્તીનું ક્વન કાયમુદ્દીન ચિશ્તીના બે ગ્રંથો ‘દિલે રોશન’ અને ‘નૂરે રોશન’ મનાય છે. ‘દિલે રોશન’નો પ્રાપ્ત ન થવાને કારણે અભ્યાસ થઈ શક્યો નથી, પરંતુ ‘નૂરે રોશન’માંથી પસાર થતાં ખયાલ આવે છે કે મધ્યકાલીન ગુજરાતી, વ્રજ, હિન્દી ભક્તિ-પદ-રચના-ભજનપરંપરાની જેવી જ એ બધી રચનાઓ છે. આમાં ધનાશ્રી, બિલાવલ, મલ્હાર, મેવાડો જેવા રાગ અને ગરબા, વિવાહના ઢાળ તો બિલકુલ મધ્યકાલીન ગુજરાતી પરંપરાના જ જણાય છે. ઉપરાંત ગરબી, બારમાસી, પદ, ભજન વગેરે સ્વરૂપો, પણ તેમણે પ્રયોજ્યાં છે અને વિષયસામગ્રીમાં પણ સવિશેષપણે ભારતીય યોગવેદાન્તનાં તત્ત્વોને સ્થાન મળેલું છે. એમની રચનાઓમાંથી અત્રે એક બારમાસી સ્વરૂપની ‘અગમના બાર મહિના’ નામની કૃતિની વાચના, એનો સારાંશ અને અર્થઘટન રજૂ કરવાનો ઉપક્રમ છે. ૧૪૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કાયમુદ્દીન ચિશ્તી કૃત બારમાસી : ચરણે સતગુરુને રમીએ, ઝીણા થઈ મુરશદને નમીએ, ત્યારે તો અલખ ધણીને નમીએ........(ટેક) સુરતા સૂન માંહી લાગી, કે વાંસળી અગનમાં વાગી, ખુમારી પ્રેમ તણી જાગી......ચરણે સદ્ગુરુને કારતકે કાયામાં જાગી, શબ્દ અગમ જાય લાગી, કે ત્યાંહાં નહીં વેદ કિતાબ કાજી......ચરણે ૨ માગશરે મન મારું મોહ્યું, દર્શન નૂર તણું જોયું, કે મેં તો અરસ કુરસ જોયું......ચરણે ૩ પોષે પિંડ મારું ખોયું, મન તો સતગુરુસે મોહ્યું, કે મેં તો અરસ કુરસ જોયું......ચરણે ૪ માહે મહાસૂનમાં ફોડી, સુરના સાહેબશું જોડી, કે શુધ મેં તો દેહી તણી છોડી......ચરણે ફાગણે બ્રહ્મ થયો પ્રકાશ, લાગી મને અંતરઘટમાં આશ, કે ઘટમાં પોતે થયા પ્રકાશ.......ચરણે ૬ ચઇતરે ચરણ જઈ લાગી, ધૂન મારી સાહેબશું વાગી, કે ભ્રાન્તિ મન તણી ભાગી......ચરણે ૭ વૈશાખે મન સુખમાં મોહ્યું, કે દર્શન નૂર તણું જોયું, કે તે તો સાહેબશું મોહ્યું......ચરણે જેઠે જગતમાં જાગી, તાળી આભમંડળમાં લાગી, ચિત્તમાં ચેતન જઈ જાગી......ચરણે અષાઢે અલેક રહ્યો ભરપૂર, હું તો જઈ ઊભી હજૂર, કે વાજાં વાગે અનહદ તૂર......ચરણે શ્રાવણે સુરંતા જઈ લાગી, મેં તો મન મમતા ત્યાગી, પિયુજીસે રંગ કેસરી બાંધી......ચરણે ભાદરવે વરમંડને ફોડી, સુરતા ગઈ વૈકુંઠ છોડી, દરસ મેં તો જીવતાં જોડી......ચરણે આસો મહિને હરિરસ પીધો, ગરબો અગમ તણો કીધો, ભેદ શાહ કાયમુદ્દીને લીધો.....ચરણે ૧૪૯ ૫ ૮ દ ૧૦ ૧૧ ૧૨ ૧૩ © આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન બારમાસીની વિષયસામગ્રી બારમાસીના આરંભે સરસ્વતીચંદનાને બદલે ગુરુવંદનાની વિગત મૂકી છે. ગુરુને નાના થઈને (વિનમ્રતાના ભાવથી) પ્રથમ વંદન કર્યાં પછી જ પરમાત્માને વંદન કરવાનું આલેખેલ છે. (અહીં ગુરુ દ્વારા જ પરમાત્માનું દર્શન શક્ય બન્યું હોઈને ગુરુને પ્રથમ સ્થાને મૂક્યા જણાય છે). એ પછીની કડીમાં એકાગ્રતા સમાધિ-અવસ્થામાં લીન થયાનો ઉલ્લેખ છે. આ સમાધિ-અવસ્થામાં તેજતત્ત્વમાં વાંસળીનો ધ્વનિ સંભળાયો છે. પ્રભુપ્રીતિનો કેફ ચઢચો છે. અહીં પ્રભુપ્રીતિમાં એકાકાર તલ્લીન થયાનો નિર્દેશ છે. (સૂફીપરંપરામાં ઈશ્વરને માશૂકા માનવામાં આવે છે અને કૃષ્ણભક્તિ પરંપરામાં ભક્ત પોતે જ માશૂકાનો ભાવ અનુભવતો હોય છે. અહીં કાયમુદ્દીન ચિશ્તી સૂકીપરંપરાને બદલે કૃષ્ણભક્તિની ગોપીભાવની પરંપરાને અનુસર્યા છે). કારતક મહિનામાં અનાહતની સ્થિતિ જાગી એવું આલેખન છે. જે ઇન્દ્રિય દ્વારા ગમ્યા નથી તે અગમતત્ત્વ તરફ્નો અનુરાગ કાયામાં જાગૃત થયો છે એ અનુભૂતિનું આલેખન કરવામાં આવ્યું છે. આ સ્થિતિ અગમ્ય છે. એને અનાહતની સ્તિ પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં પહોંચે એને વેદની કે કુરાનની અને કુરાનની આયાતો પઢાવનાર કાજીની આવશ્યકતા રહેતી નથી. માગશર મહિનામાં તેજતત્ત્વનાં દર્શનને કારણે મન મોહિત થયું છે એટલે એણે આપપણું ગુમાવ્યું છે. સોહમ્મોહમ્ નાહ્ને કારણે આ મારાપણું લય પામે એવી સ્થિતિએ પહોંચાય છે તેવી સ્વાનુભૂતિનું નિરૂપણ છે. પોષ મહિનામાં મન સદ્ગુરુમાં મોહિત હોવાને કારણે દેહભાવ ખોવાયાનો નિર્દેશ છે. આ કારણે બધું અરસ (બેસ્વાદ) જણાય એવો અ-રસ-કુરસ-ખરાબ સ્વાદના સાક્ષાત્કારનો અનુભવ અહીં નિર્દેશાયો છે. પછી સંસારસુખમાં રસ રહેતો નથી. એ ભાવને અભિવ્યક્ત કર્યો છે. દેહભાવ ભુલાયો, અર્થાત્ શૂન્ય (અમનીભાવની) સ્થિતિને (તુરીય અવસ્થાને) પામ્યાની વિગત એમાં નિહિત છે. સોહમ્મોહમ્ મંત્રજાપના પરિણામરૂપ આ સ્થિતિ છે. મહા મહિનામાં દેહ પરત્વેના જોડાણનો (સભાનતાનો) ભાવ છૂટવાનો નિર્દેશ છે. મહાશૂન્યરૂપી સંસારની સાથે સંબંધ તોડીને પરમતત્ત્વ (માલિક) જોડે સંબંધ સ્થપાયો છે તેવું આલેખન છે. ફાગણ મહિનામાં બ્રહ્મરૂપી પ્રકાશ - તેજનાં દર્શનની હૃદયમાં અભીપ્સા જાગી અને એ કારણે શરીરમાં એ તેજ અવતર્યું એની પરમતૃપ્તિનો નિર્દેશ છે. ૧૫૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 ચૈત્ર માસમાં સોહસોહન્ના અનાહત નાદની ધૂન પરમાત્માનાં - માલિકનાં ચરણોમાં લઈ જાય છે. ભ્રાંતિ (અર્થાત્ શરીર-સંસાર-હુંપણું) ભાંગ્યાનો નિર્દેશ છે. અદ્વૈતભાવ-શિવગૌરીભાવની અનુભૂતિ-એકત્વને પામ્યાની સ્થિતિની વિગતો અહીં સ્થાન પામી છે. - વૈશાખ મહિનામાં મન શૂન્ય (પરમતત્ત્વ)માં મોહિત થવાને કારણે પરમતેજનાં દર્શન થયાનો અનુભવ વર્ણવ્યો છે. એ પછી સમગ્ર અસ્તિત્વ પણ પરમતત્ત્વ પરત્વે મોહિત થયું એમ જણાવ્યું છે. જેઠ માસમાં જગતમાંથી આભમંડળ સાથે (છંદોગ્ય ઉપનિષદમાં આકાશનું જે રીતે નિરૂપણ છે તે દર્શાવે છે કે આ સમગ્ર નામ અને રૂપ તેમાં જ સમાવિષ્ટ હોવાથી તે પરબ્રહ્મ છે. ઉપરાંત તૈત્તિરીય ઉપનિષદમાં આકાશને આનંદ તરીકે નિરૂપેલ છે. તે પણ તેનું પરબ્રહ્મપણું પુરવાર કરે છે અને એને જ અહીં આભમંડળ તરીકે નિરૂપેલ જણાય છે). તન્મય-તલ્લીન થયાનો નિર્દેશ છે. હૃદયમાં આવો ઊંડો ભાવ ચૈતન્યરૂપે જાગૃત થયાનો નિર્દેશ છે. અષાઢ માસે પૂર્ણતાનો-અહાલેક (અલક્ષ્ય)નો (સઘળી બાજુ બ્રહ્મ છે એવો) અનુભવ થયાની વિગતો છે. પાતે સેવા માટે પ્રિયતમ પાસે હજૂરરૂપે ઊભી રહી છે. અનાહત તેજના પરમાનંદ-વાયુવેગી વાજિંત્ર સાંભળવાનો અનુભવ થયાનો નિર્દેશ છે. શ્રાવણ માસમાં પ્રિયતમમાં જ હવે એકાગ્રતા લાગી છે અને એ કારણે મન મમતાનો ત્યાગ કરીને કેસરી રંગને - પ્રિયતમના રંગને - પ્રાપ્ત કરીને એનામય, એમાં એકાકાર થઈને ભળી ગયાની એકત્વની અનુભૂતિનો નિર્દેશ છે. ભાદરવા મહિનામાં બ્રહ્માંડને ફોડીને પ્રત્યક્ષ અપરોક્ષાનુભૂતિથી જીવતા અર્થાત્ સદેહે જ તેને પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન થયું છે. એટલે વૈકુંઠને પામવાની એકાગ્રતાતાલાવેલી છૂટી ગઈ છે એવું આલેખન થયેલું છે. આસો માસમાં અગમ્યનો-પરબ્રહ્મનો ગરબો ગાઈને કાયમુદ્દીને ભેદને-રહસ્યને જાણી લીધેલ છે. હરિરસનું પાન અર્થાત્ પરમાત્માના સાક્ષાત્કારનો પરમાનંદ પ્રાપ્ત કરી લીધો છે. વિષયસામગ્રીનું અર્થઘટન અહીં પ્રેમલક્ષણા ભક્તિમાર્ગ (સગુણ) અને જ્ઞાનમાર્ગ (નિર્ગુણ) એમ બન્ને પ્રવાહનું દર્શન થાય છે. થોડાક અરબી, ફારસી શબ્દો સિવાય બધે જ પૂરું ભારતીય તત્ત્વદર્શન-યોગસાધના, વિષયસામગ્રી અને ભાષા દ્વારા પ્રગટે છે. એ રીતે બારમાસીમાં ૧૫૧ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S, યોગસાધનાની અનુભૂતિના સાક્ષાત્કારના તબક્કાઓની અભિવ્યક્તિ કેન્દ્રસ્થાને છે. પચ્ચક્રભેદનની સાધનાને લોકધર્મસંસ્કૃતિમાંના વિવિધ સંપ્રદાયોમાં ઊલટની સાધના-પલટની સાધના તરીકે ઓળખાવવામાં આવે છે. અહીં અલખધણી, સાહેબ, ઘટ, વરમંડ જેવા શબ્દો પ્રયોજાયા છે. તે લોકસંસ્કૃતિના લોકપંથોસંપ્રદાયો મહાપંથ અને રવિભાણપંથમાં પણ દષ્ટિગોચર થાય છે. એ રીતે આ બારમાસી રચના અને એના રચયિતા લોકધર્મસંપ્રદાય સાથે અનુસંધાન ધરાવતી પરંપરા સંકળાયેલા હોય એવું અનુમાન થઈ શકે. પીરપરંપરામાં પણ ઘટ-ઘટની ઉપાસનાપદ્ધતિ જોવા મળે છે. એ રીતે મૂળભૂત રીતે અહીં ઊલટની સાધનાની પરંપરાનું, અર્થાત્ પર્યક્રભેદનની સાધનક્રિયાનું દર્શન પ્રાપ્ત થાય છે. - બારમાસીમાંનો બારની સંખ્યાદર્શક આંક ચોથા ચક્રનો પરિચાયક છે. આ ચોથા ચક્રને અનાહત નામે ઓળખવામાં આવે છે. આ ચકના આસનની પાંખડીઓની સંખ્યા બાર હોય છે. આ બાર પાંખડીની સંખ્યાનું નિદર્શન બારમાસીના બાર આંક દ્વારા મળી રહે છે. અનાહતનો નિર્દેશ કારતક માસમાં અને એ પછી અનેક માસમાં થયેલો છે. આ ચોથા ચક્રના દેવ - અધિપતિ શિવગૌરી છે. અહીં ચૈત્ર અને શ્રાવણ માસમાં એનો નિર્દેશ છે. આ ચક્રનું સ્થાન હૃદય છે. અહીં ફાગણ, જેઠ વગેરે માસમાં એનો નિર્દેશ થયેલ જોવા મળે છે. આ ચક્રનો ગુંજારધ્વનિ સોહમસોહમ્ છે, જેનો નિર્દેશ પોષ, મહા, ચૈત્ર વગેરે માસમાં થયેલો છે. આ ચક્રનું તત્ત્વ તેજ છે, જેનો નિર્દેશ અહીં માગશર, વૈશાખ, જેઠ, અષાઢ, ભાદરવો વગેરેમાં થયેલો જોવા મળે છે. આમ આ રચના ચોથા ચક્રભેદની-અનાહત-ભેદની અનુભૂતિની અભિવ્યક્તિ છે. અહીં સુધી સાધનાપંથે પહોંચનાર પુરુષને સાધુ અને સ્ત્રી હોય તો તેને સાધવીની પદવી-બિરુદ પ્રાપ્ત થાય છે. એ રીતે આ રચના કાયમીનની સાધુ પદપ્રાપ્તિની અનુભૂતિની અભિવ્યક્તિ છે. એ રીતે અહીં બારમાસીમાં ભારતીય યોગસાધના ધારાનું, પોતાને પ્રાપ્ત અનુભૂતિનું આલેખન કેન્દ્રસ્થાને છે. યોગસાધના ઉપરાંત અહીં ભારતીય તત્ત્વદર્શનનાં અનેક ઉદાહરણો પણ સ્થાન પામ્યાં છે. નાના થઈને રહેવાની-અલ્પતાના ભાવની શિષ્યની વિભાવના, ગુરુમહિમાનું તત્ત્વ, શરીર પરત્વેના ભાવનું દૃષ્ટિબિંદુ, આપપણું-મારાપણું ભુંસાવાની વિગત, અદ્વૈતભાવના, તન્મય, એકાકાર અને ભ્રાંતિનું અને શૂન્યનું જે નિરૂપણ થયેલું છે તે વેદ-ઉપનિષદકથિત વેદાન્તવિચારની સાથે - ભારતીય તત્ત્વદર્શનની - ૧૫૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સાથે સંબંધ ધરાવે છે" એ રીતે અહીં બારમાસીમાં ભારતીય યોગસાધના ક્રિયા ઉપરાંત ભારતીય તત્ત્વદર્શન પણ સ્થાન પામેલ છે એમ કહી શકાય. યોગસાધના ક્રિયા અને ભારતીય તત્ત્વદર્શન-નિરૂપણને કારણે આ બારમાસી જ્ઞાનમાર્ગી પરંપરાની બારમાસીનું સ્થાન પ્રાપ્ત કરે છે, પરંતુ સાથે સાથે અહીં પ્રેમની ખુમારીથી પરમતત્વ પરત્વે ગોપીભાવ અનુભવવાની વિગતો સ્થાન પામી છે. ઉપરાંત, પ્રિયતમ પાસે સાક્ષાત્ પ્રત્યક્ષ સેવાશ્રષામાં હાજર રહેલ છે એ નિરૂપણ તથા પ્રિયતમના રંગે રંગાઈ જવાની-એમાં એકાકાર, એકરસ થઈ ગયાની અનુભૂતિનું પણ આલેખન થયેલું છે. આવાં બધાં આલેખનોને કારણે આ બારમાસીને પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનું પરિમાણ પણ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો ચોથા ચક્રમાં નિર્ગુણ-સગુણ ભેદો નાશ પામે છે. એટલે અહીં એ રીતે પણ બન્ને માર્ગનું નિરૂપણ ઉચિત રીતે થયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંદર્ભે જોઈએ તો આ બારમાસી સ્વરૂપની રચના અને એના રચયિતા કાયમુદીન ચિશ્તી અખો, ભોજ, બાપુસાહેબ વસ્તો અને કેવળપુરી જેવા મધ્યકાલીન પરંપરાના માત્ર જ્ઞાનમાર્ગી કવિઓની સાથે નહીં, પણ એમાં નરસિંહ, મીરા અને દયારામ આદિમાં નિરૂપાયેલ જ્ઞાનમાર્ગ તેમ જ પ્રેમલક્ષણા ભક્તિનું દર્શન પણ થાય છે. આમ મધ્યકાલીન ગુજરાતની જ્ઞાનમાર્ગી અને પ્રેમભક્તિમાર્ગી એમ બન્ને પરંપરા આ બારમાસી રચનામાં સ્થાન પામી છે. એ રીતે એ વિશિષ્ટ રૂપની છે. ભારતીય સંદર્ભે જોઈએ તો અહીં સુરદાસકબીરની પરંપરાનું અનુસંધાન દષ્ટિગોચર થાય છે. આ મુસ્લિમ ઉપદેશક સંત પોતાની રચનામાં અર્થપૂર્ણ રીતે આવી ભારતીય યોગસાધનાની ક્રિયાને અનુસરે, ભારતીય તત્ત્વદર્શનને અને પ્રેમલક્ષણા ભક્તિભાવનાને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ અપને પ્રયોજે છે. મુસ્લિમ મહિનાઓના નામને બદલે ભારતીય મહિનાઓના નામનો વિનિયોગ કર્યો એ કારણે મધ્યકાલીન ભારતીય પરંપરાના આ બારમાસી રચના અને તેના રચયિતા મહત્ત્વનાં સ્થાન અને માનના અધિકારી બને છે. (રાજકોટસ્થિત ડૉ. બળવંત જાનીએ નોર્થ ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉપકુલપતિરૂપે સેવા આપેલ છે. ઑલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલમાં અધ્યક્ષપદે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સેવા આપેલ છે. લેખક-સંશોધક છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ પ્રવચનો યોજાય છે) * > ૧૫૩ પ્રિતમનાં કાવ્યોમાં આત્મચિંતન પરથમ પહેલું મસ્તક મૂકી..... ડૉ. નલિની દેસાઈ ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીનો સમય આશરે ચાર શતાબ્દીનો ગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. આદિકવિ નરસિંહ મહેતાની પૂર્વે જે સાહિત્ય રચાયું તે પ્રાચીન ગુજરાતી કે મારગુર્જર સાહિત્ય કહી શકાય. ગુજરાતી રાજસ્થાનની સહિયારી મૂડી. એ સમયે ઉત્તર ભારત અને પછી બાકીના ભારત પર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો ઉદય થતાં ભારતીય સમાજમાં અનેકાનેક ધાર્મિક, સામાજિક પ્રશ્નો ઊભા થાય ત્યારે ભારતીય માનસને અને સંસ્કારિતાને પોષવાનું અને એને અભિવ્યક્ત કરવાનું કામ ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. ઈસુની બારમી સદીમાં આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ'ની રચના કરી. ૧૮૫૨માં દયારામનું અવસાન થયું. આ સમયગાળાને વિદ્વાનોએ Page #83 -------------------------------------------------------------------------- ________________ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન થ૦૦૦૦૦૦૦S મધ્યકાળ તરીકે ઓળખાવ્યો છે. ૧૪૫૦થી ૧૬૦૦ સુધીના સમયગાળામાં જૈન સાહિત્ય પ્રાપ્ત થયું. એ સમયે ભક્તિ આંદોલનો પણ થયાં. મધ્યકાલીન સમયમાં ભક્તિ પરંપરાની સાથેસાથે જ્ઞાનમાર્ગની પરંપરા પણ ઊભરી આવે છે. અખાથી મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગી ધારા શરૂ થાય છે. અખા પછી પ્રીતમદાસ, નિરાંત, ધીરો, બાપુસાહેબ ગાયકવાડ અને ભોજો જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા આવે. અખા પછીનો ગણનાપાત્ર જ્ઞાની કવિ તે પ્રીતમદાસ. હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને. આ પંક્તિ આપણને સહુને કંઠસ્થ છે, પણ આપણે તેના રચયિતા વિશે વિશેષ જાણતા નથી. પ્રીતમનો જન્મ-જીવનકાળ ૧૭૧૮થી ૧૭૯૮નો છે. પિતાનું નામ પ્રતાપસિંહ અને માતાનું નામ જેકુંવરબા હતું. જ્ઞાતિએ બારોટ. પ્રીતમ જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતા. એક જનશ્રુતિ પ્રમાણે બાર વર્ષની ઉંમરે એમની આંખનું તેજ ચાલ્યું ગયું હતું. તેમનું જન્મસ્થળ બાવળા. પૂર્વજન્મની કોઈ શક્તિ કે સંસ્કારને કારણે તેઓ શેરીમાં રમતાંરમતાં પણ પદો જોડી આપતાં હતાં. પ્રીતમદાસે નાની વયે ગૃહત્યાગ કર્યો અને રામાનંદી સાધુઓની જમાતમાં ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો. તેઓ યોગમાર્ગના પણ અભ્યાસી હતા. ૧૭૬ ૧માં ચરોતર પાસે આવેલા સદેસર ગામમાં આવ્યાં અને પછી ત્યાં જ કાયમી નિવાસ કર્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિવિધ પદ્ય પ્રકારોમાં પ્રીતમની રચનાઓ મળે છે. કક્કા, વાર, મહિના, તિથિ, પદ, ધોળ, છપ્પા, સાખી વગેરેમાં તેની રચનાઓ છે. વિશેષ કરીને પદ અને સાખી, આ બે સાહિત્ય પ્રકારમાં તેમનું વિશેષ યોગદાન છે. કવિતાનો કવન વિષય વેદાંતનો છે. વેદાંતને કેન્દ્રમાં રાખીને જ્ઞાનની વાતો, વૈરાગ્યનો ઉપદેશ, ભક્તિનો બોધ, બ્રહ્માનુંભ વગેરે વિષયો એમની કવિતામાં આલેખાયા છે. એમનાં પ્રકાશિત પદોની સંખ્યા ૫૦૦ ઉપરાંત છે. પ્રીતમે વિશાળ સંખ્યામાં જ્ઞાનવૈરાગ્યનાં પદો લખેલાં છે. તેમનાં આ પદોમાંથી સંસારની માયામાંથી મુક્તિ, સદ્ગુરચરણસેવન, સંતનો સમાગમ અને ઈશ્વરાભિમુખ બનવાનો ઉપદેશ છે. તેમણે સહજ દૃષ્ટાંતો આપ્યાં છે. રૂપકો પ્રયોજ્યાં છે. એમની વાણી સાદી, સરળ અને તળપદી છે. એમનું અત્યંત જાણીતું પદ છે ‘હરિનો મારગ છે શૂરાનો. આ પદમાં ભક્તિનો મહિમા આલેખાયો છે. પ્રીતમનો જે સમય છે તે ગાળામાં ઈશ્વરભક્તિનો મહિમા હતો. ધર્મભાવનાના સૂત્રે સમાજ - ૧૫૫ ૨ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S, સુગઠિત રહ્યો હતો. કૃષ્ણ અને રામને કેન્દ્રમાં રાખીને પદોની રચના થઈ છે. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. આ પદમાં કવિએ હરિ-ઈશ્વરને પામવાના માર્ગની વાત કરી છે. ઈશ્વરને મેળવવાનો માર્ગ કેવો છે તો કવિ કહે છે, જેમ રણમાં યોદ્ધો લડવા માટે જાય અને છ તની અપેક્ષા રાખે તેમ ઈશ્વરને મેળવવા છે. તેમાં કોઈ કાચા-પોચા, કાયર કે નિર્બળ માણસનું કામ નથી. એટલે કવિ પ્રીતમ પહેલા મસ્તક મૂકવાની વાત કરે છે, તો જ ઈશ્વરપ્રાપ્તિ થાય. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જો ને, સિંધુ મધ્યે મોતી લેવા, માંહિ પડ્યા મરજીવા જો ને. આ પદમાં કવિ સમર્પણભાવની વાત કરે છે. પુત્ર, ધન, પત્ની, શીશ આ બધાંનું સમર્પણ જોઈએ. ઈશ્વરભક્તિ સમર્પણ માંગે છે, માટે જ સંસારની કોઈ માયા કે મોહ ન રાખવો. આ સમર્પણભાવ આવે તો જ હરિરસ પી શકાય. જેમ મરજીવો દરિયામાંથી મોતી કાઢવાનું કામ કરે છે તેમ સમુદ્રમાં તે મોતી મેળવવા માટે મરણિયો થાય છે. મરજીવા જ જાણે છે કે દરિયામાંથી મોતી મેળવવાં કેટલાં મુશ્કેલ છે. મરણ આગમેં ભરે તે મૂઠી, દિલની દુગ્ધા વામે જો ને, તીરે ઊભા જુવે તમાસો, તે કોડી નવ પામે જો ને. જેમ આગમાં ફસાયેલ વ્યક્તિ મૂઠી વાળીને દોડે છે. મરજીવાને મન મોતી મહત્ત્વનું છે. સુંદર સ્ત્રીને જંજાળ વળગેલી હોય છે, તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ હોય છે, તેમ છતાં તે સંસારને ચલાવે છે. સંસારના કિનારે ઊભેલ વ્યક્તિ હોય કે દરિયાકિનારે ઊભેલ વ્યક્તિ હોય, તે માત્ર તમાશો જ જુએ છે. તે કોઈ વસ્તુને પામી શકતો નથી. કંઈક મેળવવા માટે કંઈક સમર્પિત કરવું પડે છે. માત્ર તમાશા જોનારને કોડી જેટલું પણ મળતું નથી. પ્રેમપંથ પાવકની જવાળા, ભાગી પાછા ભાગે જો ને, માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં હેલ જો ને. જે ઈશ્વરના રસ્તે આપણે ગયા તે પાવન કરનારો છે. એમાંથી હવે પાછા હઠી શકાય તેમ નથી. જેમ નર્મદ કહે છે કે, 'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું તેમ એક વખત ઈશ્વરમાર્ગ ગ્રહણ કર્યો પછી પાછા ફરવાની વાત નથી. ત્યાગની ૧૫૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 ભાવના હોય, સંસારની મોહ-માયા ન રાખી હોય તો જ ઈશ્વરપ્રાપ્તિ થાય છે. આ રસ્તો દુર્ગમ છે, સહેલો નથી, પણ મનને- હૃદયને પવિત્ર રાખે તેવો છે. મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જો ને, રોમ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જો ને, પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દન નારખે જો ને. હરિરસમાં જેણે ડૂબકી મારી છે અને એકતાન થઈ ગયા તેઓ પરમપદ પામ્યા. આ પરમપદ એટલે વૈકુંઠધામ. એણે મનમાં જે રાગ-દ્વેષ હતા તે બધાને ત્યજી દીધાં, સંસારની મોહમાયાને છોડી દીધી. ભક્તિ કરવાથી જે પ્રાપ્ત થયું તેનો રોમાંચ થયો. પ્રીતમના સ્વામીની આ લીલા છે. તે દિવસ અને રાત હરિસ્મરણ કરે છે. કવિ પ્રીતમદાસ આ પદમાં ભક્તિનો મહિમા વર્ણવે છે, પણ એ ભક્તિનો માર્ગ સરળ નથી. ઈશ્વરપ્રાપ્તિ સહજમાં નથી થતી. એને મેળવવા માટે ઘણોબધો ત્યાગ કરવો પડે છે. ઘણુંબધું ત્યજવું પડે છે. હૃદયની શુદ્ધતાની સાથેસાથે મનની શુદ્ધતા પણ રાખવી પડે છે. ‘પ્રીતમનાં બીજાં પદો હરિહરિ રટણ કર કઠણ કળિકાળમાં', સાચી તે કોની સગાઈ, સંસારમાં સાચી તે કોની સગાઈ ' સંતસમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જો ને,' ગુરુ ગમે ઘટ જોયો રે, સંગે સર્વે ટળ્યો,' ભુલવણી ભાગી રે, બ્રહ્માનંદ ભાસ્યો,’ ‘સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને વગેરે પદોમાં પ્રીતમ ભક્તહૃદયને સાચી સમજ આપી હરિનો મારગ દેખાડયો છે. પ્રીતમનાં પદો માત્ર હરિરસનાં જ નથી, પણ તત્કાલીન સમાજનું ચિત્રણ કરતાં પદો પણ છે. સાથોસાથ તેમનાં પદોમાંથી બ્રપ્રાપ્તિનો ઉલ્લાસ પ્રગટે છે. પ્રીતમ દૃષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ કવિ હતા. એમનો જે સમયગાળો છે તે હસ્તલિખિત અને કંઠોપકંઠ સાહિત્યનો છે. પ્રીતમની એક વિશેષતા એ હતી કે એકસાથે ચાર પદની રચના કરતા ચાર લહિયાઓને બેસાડતા. દરેકને એકએક પદ મેળાવતા અને પછી દરેકને એકએક લીટી લખાવતા. પરિણામે ક્યાંક-ક્યાંક શબ્દદોષ પણ જોવા મળે છે. “સંદેહ'ને બદલે ‘સંધે,' “અવિનાશ'ને સ્થાને ‘અવિન્યાસ', “શૂદ્ર'ને બદલે ‘સૌદ્ર' વગેરે. પ્રીતમદાસ પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે લહિયાઓએ લખેલાં પદોને સુધારી શક્યા નહોતા. પ્રીતમના અવસાન પછી તેમની કવિતાઓની નકલ તેમના શિષ્ય નારણદાસે 60% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999 કરેલી છે. પ્રીતમદાસને ૩૪ શિષ્યો હતા. ૧૮૫૫માં પ્રીતમદાસની પાછળ ભંડારો થયો હતો. પ્રીતમદાસના શિષ્ય નારણદાસના સમયમાં તેમનાં બાવન જેટલાં મંદિરો હતાં. આ મંદિરોમાં ત્યાગી સાધુબાવા જ રહી શકતા હતા. - પ્રીતમે હિંદી, ગુજરાતી એમ બંને ભાષામાં રચનાઓ કરી છે. તેમનાં પદોમાં મુખ્યત્વે ઈશ્વર, માયા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરે વિષયોનું આલેખન થયું છે. એમ કહેવાય છે કે પ્રીતમદાસ એક પટારો ભરીને સંદેસણમાં પુસ્તકો મૂકી ગયા હતા. પ્રીતમદાસે રચેલાં કાવ્યોમાં ‘સરસગીતા(સં. ૧૮૩૧), જેમાં ઉદ્ધવ-ગોપીસંવાદ આલેખાયો છે. 'જ્ઞાનકક્કો' (સં. ૧૮૩૨), 'સોરઠ રાગના મહિના (સં. ૧૮૩૮) ‘જ્ઞાનગીતા(સં. ૧૮૪૧), 'ધરમગીતા' (સં. ૧૮૪૧), ‘સાખીગ્રંથ, (સં. ૧૮૪૫), એકાદશ સ્કંધ' (સં. ૧૮૪૫), 'જ્ઞાનપ્રકાશ' (સં. ૧૮૪૬), ‘બ્રહ્મલીલા' (સં. ૧૮૪૭), ‘પ્રેમપ્રકાશ' (સં. ૧૮૪૭), 'વિનયદીનતા' (સં. ૧૮૪૮) અને ભગવદોતા' (સં. ૧૮૫૨). (અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં તેમના અભ્યાસ લેખો પ્રસ્તુત કરે છે). ૧પ૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 શ્રી ઉદયરત્નજીની કૃતિમાં અધ્યાત્મસંદેશ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન . સોજીત્રામાં પટેલનાં ઘરો છે. તે તેમના ઉપદેશથી જૈન ધર્મ પાળતા થયા હતા. ખેડાનો રત્નો નામનો ભાવસાર નામનો કવિ ઉદયરત્ન પાસે શીખેલ હતો તે રત્નાએ સં. ૧૭૯૫માં વિરહના બારમાસ, શૃંગારનાં પદ રચ્યાં છે. હાલ ખેડામાં શાંતિનાથના ડેરા પાસે ભંડાર છે. તેમણે ૧૭૮૯, ચૈત્ર સુદ-૧૨ શત્રુંજયની યાત્રા કરી હતી. (આ માહિતી જૈન ગુર્જર કવિ-મોહનલાલ દલીચંદ દેસાઈકૃત પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ છે). સઝાય, સ્તવન, છંદ, ઢાળ વગેરેમાં તેમની કલમે કમાલ દેખાડી છે. તેમાંથી કેટલીક કૃતિઓના ભાવો દર્શાવવાનો નમ્ર પ્રયાસ અહીં કર્યો છે. ૧૮મી સદીના શ્રી ઉદયરત્નજીએ ઉપાર્જેલ કૃતિમાં પ્રભાતે ગાવાની સઝાયમાં કવિએ રાતને મિથ્યાત્વની સાથે સરખાવી છે. મિથ્યાત્વની રાતમાં ઘણા સમયની નિદ્રા લીધી. હવે ક્યારે યમરાજાનું તેડું આવશે ખબર નથી. ક્રોધરૂપી દવની જવાળા, માનરૂપી વિકરાળ અગજર, માયારૂપી રોષભરી સાપણ, લોભરૂપી ચંડાળે જીવને પકડી રાખ્યો છે. રાગાદિક રાક્ષસનું મોટું ટોળું અને આઠ કર્મની જંજીરે જકડી રાખ્યો છે. હવે મહાસમક્તિનો સૂરજ ઊગ્યો છે, પુણ્યતણા અંકુર પ્રગટયા છે ત્યારે દેવગુરુનાં નામ લઈ, ધર્મનું કાર્ય કરી, વ્રતપચ્ચખાણ ધારી, જિનાજ્ઞા પાળી કલ્યાણ પામો એવી શુભ ભાવના ભાવી છે. તો બીજા પ્રભાતિયામાં કહે છે: જુવાની નગારાં વગાડતી જાય છે અને તોય જો ન જાગ્યા તો દાંત પડે ને વૃદ્ધ-ડોસા થઈશું ત્યારે કોઈ કાર્ય સરવાનું નથી એવું એલાર્મ વગાડતું પ્રભાતિયું સાચે જ પ્રમત્તજનોની નિદ્રાને ઉડાડી દે છે. શ્રી ઉદયરત્નજીની એકએક સઝાય વૈરાગ્યસભર છે. એક “વૈરાગ્ય સજઝાય'ના પ્રારંભમાં જ કવિ કહે છે : ઊંચા તે મંદિર માળિયાં, સોડ તાણીને સૂતો, કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ નો'તો, એક રે દિવસ એવો આવશે... સંબંધોના ખાબોચિયામાં છબછબિયાં કરતાં અંત સમયે એકલા જ જવું પડશે એવી એકત્વભાવના આ સક્ઝાયમાં નીતરે છે. તો વહાલાંવહાલાં કરીને જે ગળે વળગાડ્યાં છે તે સાથે નહીં આવે, પણ વહાલાં તો પેલાં વનનાં લાકડાં છે જે સાથે બળે છે, એવી અશરણ ભાવનાનો સંદેશ છે. સૂપડાંગ સૂત્રમાં પણ કહે છે, “ધન, સ્વજન આદિને શરણભૂત માનીએ છીએ, એ મારાં અને હું તેનો છું એવું સમજાવીએ છીએ, પરંતુ વસ્તુત: એ ન તો ત્રાણરૂપ છે કે ન તો ૧૬o. a ડૉ. કેતકી શાહ શ્રી ઉદયરત્નજી (વિ.સં. ૧૭૪૯-૧૭૯૯) ખેડાના રહીશ હતા. તપગચ્છના શ્રી હીરરત્નસૂરિજીના શિષ્ય હતા. એમ કહેવાય છે કે તેમનો કાળધર્મ મિયાંગામમાં થયો. "લિભદ્ર નવરસો” લખ્યા તેથી તેમના આચાર્ય સંઘડા બહાર કર્યા. તેનું કારણ એ હતું કે આ રસો એટલા બધા શૃંગારથી રસભરીત હતા કે દરેક નરનારીના કંઠે રહેતા. તેથી (ખંભાતના ચોમાસામાં ૧૭૬૩-શ્રાવણ વદ બીજના બુધવારે) પછી ‘નવતાડ બ્રહ્મચર્યની ઢાળ રચી ત્યારે તેમને સંઘાડામાં પ્રવેશ કરાવ્યો. એવી દંતકથા છે કે તેમને ઇંદ્રજાળની શક્તિ એટલી બધી હતી કે શ્રી તીર્થંકરનું સમવસરણ કરી શકતા હતા અને બીજા તેને જોઈ શકતા હતા. ખેડામાં ત્રણ નદીની વચમાં કાઉસગ્ગ ચાર માસ સુધી અખંડ કર્યો તેથી ત્યાં બેટડું થઈ ગયું. તેમના પ્રભાવથી ૫૦૦ ભાવસાર-વૈષ્ણવ આદિ જૈન થઈ ગયા. ૧૫૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 શરણરૂપ છે.” બીજી એક વૈરાગ્ય સઝાયમાં કવિ કહે છે કે, તારા શરીરના નવ દરવાજામાંથી નિરંતર દુર્ગંધભરી, દુઃખદાયી અશુચિ વહી રહી છે તોય તું એવા શરીરમાં તલ્લીન છે ! યમરાજાની નજર પડશે તો ક્ષણમાં તું ઉડી જઈશ એવી અશુચિ ભાવનાથી પણ વૈરાગ્ય પ્રગટાવવાનો કવિશ્રીનો પ્રયાસ અસરકારક રહ્યો છે. કવિશ્રીએ સતીઓનાં શિરોમણિ એવાં સીતાજીની સજઝાય અને સોળ સતીના જીવનનું ટૂંકમાં આલેખન કરતા છંદની રચના કરી છે. હંસરાહનાં સરસ્વતીમાતાને વંદન કરી શ્રી નેમનાથના શ્લોકો રચ્યા છે. મૌન એકાદશીની સઝાયમાં માગશર સુદ અગિયારસના દોઢસો કલ્યાણક છે, તેનો ઉલ્લેખ કરીને તે દિવસે આઠ પ્રહરનો પૌષધ કરીને, મન, વચન કાયાને વશમાં રાખી પ્રભુનું ધ્યાન ધરવાની પ્રેરણા આપે છે, પણ ત્યાં સાથે મળીને વિહ્યા કરીએ તો લાભ ન મળતાં બાર ગણું નુકસાન થાય તેવી શિખામણ પણ આપે છે. સ્ત્રીને શિખામાગ દેતી સજઝાયમાં આજના યુગમાં વકરેલી બળાત્કારની બલાને નાથવાનો અને વાસનાના વમળમાં ફસાયેલાને ઊગરવાનો કીમિયો બતાવે છે અને એક સ્ત્રી તરીકે તેને પતિ અને સંતાનો પ્રત્યેના વ્યવહાર તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. દેવલોકની સઝાયમાં દેવલોકનું વર્ણન છે. સુમતિવિલાપ સઝાયમાં કુમતિગઢના કાંગરા નહીં પાડીએ, મોહગઢને નહીં છતીએ ત્યાં સુધી પ્રભુ આપણા હૃદયમાં પધારશે નહીં, પરમપદ નહીં પમાય એવો બોધ આપે છે. વળી શિયળની-બ્રહ્મચર્યની નવ વાડને ઢાળસ્વરૂપમાં ઢાળી નવ વાડની નવ ઢાળ અને દશમી ઢાળમાં તેની મહત્તા દર્શાવે છે. આજે જ્યારે શીલનાં ન્ચીંથરાં ઊડી રહ્યાં છે ત્યારે આવી કૃતિઓ અબ્રહ્મમાં જતાં અટકાવે છે. અહીં નોંધનીય વાત એ છે કે - કવિશ્રી કહે છે કે, કોઈ પિતાએ સાડા છ વરસની પુત્રી સાથે ન સુવાય કે કોઈ માતાએ સાત વરસના પુત્ર સાથે ન સુવાય. બીજું, સ્ત્રીના સંગથી નવ લાખ પંચેન્દ્રિય જીવની હત્યા થાય છે તેવા દુર્ગતિના મૂળને છોડી, શિયળને દિલમાં ધારવા માટે બ્રહ્મચર્યની નવ વાડની સક્ઝાય અવશ્ય વાંચવા જેવી છે, મનન કરવાયોગ્ય છે, આદરવા યોગ્ય છે, હેય, ક્ષેય અને ઉપાદેય છે. શ્રી ઉદયરત્નજીના સર્જનમાં ક્યાંક ધર્મનાં છાંટણાં છે તો ક્યાંક ધર્મનો ધોધ વહે છે. ધર્મના ચાર પ્રકાર - દાન, શીલ, તપ, ભાવ. તેની સજઝાયમાં ૧૬૧ - GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 તે ચારથી થતા લાભોનો ઉલ્લેખ છે. દાનથી દોલત પમાય, સુપાત્ર દાનનો પ્રભાવ કયવનાશેઠ અને શાલિભદ્રજીએ માણ્યો હતો. શિયળથી સંકટ ટળે, દેવો સેવા કરે. શિયળમાં શ્રેષ્ઠ સોળ સતી પ્રસિદ્ધ છે. તપથી જીવ કર્મમળરહિત બની શકે છે. તેમાં વર્ષના ઉપવાસી ઋષભદેવ અને ધન્ના અણગારને યાદ કર્યા છે. ભાવથી પંચમ ગતિને પામ્યામાં ભરત ચક્રવર્તીને સ્થાન આપ્યું છે. વળી “ભાવ”ને વધારે દૃઢ કરવા વિશેષથી “ભાવ સઝાય”ની રચના કરી છે. તેમાં કહે છે કે કર્મની દોરી કાપવા માટે ધર્મનો ધોરી માર્ગ “ભાવ” છે. દાન, શિયળ અને તપમાં જો ભાવ ન ભળે તો ત્રણેય નિષ્ફળ જાય છે. અજ્ઞાન દોષ અંધેર નગરીની સઝાય'માં અજ્ઞાનને અંધેર નગરી કહીને સંબોધે છે. તેમાંથી બહાર નીકળવા જિન વચનનું માહાત્મ બતાવ્યું છે. શંખેશ્વર પાનાથનું સ્તવન, પંચપરમેશ્વરનું સ્તવન, સિદ્ધાચલનું સ્તવનાદિની રચના કરી ભાવથી ભગવંતોની સ્તવના કરી છે. ભીડભંજન પાર્શ્વનાથ જિન સ્તવનમાં કવિશ્રીનો જિનમાર્ગ અને જિનેશ્વર પરનો અટલ વિશ્વાસ છતો થાય છે. તેની પહેલી કડી ખરેખર રોજ ગણગણવા જેવી છે. જાય છે, જાય છે, જાય છે રે, જિનરાજ જોવાની તક જાય છે ખરાં દુઃખડાં ખોયાની તક જાય છે રે, જિનરાજ.. અધ્યાત્મના રસર્ઘટના કટોરા ધરતાં કવિશ્રીએ ક્રોધ, માન, માયા અને લોભની સક્ઝાયનું સર્જન કર્યું છે. એ સર્જનમાં ચાર કષાયના વિસર્જનનું સૂચન કરે છે. આત્માના વિકાસમાં બાધક એવા ચારે કષાય એકાંતે આત્મહિતનો ઘાત કરે છે. કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાગીએ, હળાહળ તોલે | કડવાં ૧ ક્રોધે કોડ પૂરવ તણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. | કડુવા રે .. આગ જે ઘરમાં ઊઠે તે પોતાનું ઘર બાળે છે અને જળનો પ્રબંધ ન થાય તો પડોશીનું ઘર પણ બાળે છે તેવું ક્રોધનું છે. એક સાધુ દષ્ટિવિષ ચંડકૌશિક સર્ષ આવા ક્રોધના ગુણાકાર થકી જ બન્યા. એ તો એમનું ઉપાદાન તૈયાર હતું કે પ્રભુના શબ્દોરૂપી જળ મળ્યું માનથી વિનય ન આવે, વિનય વિના વિદ્યા ન આવે, વિદ્યા વિના સમક્તિ - ૧૬૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ન પમાય, સમક્તિ વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના મુક્તિ નહીં અને મુક્તિ વિના શાશ્વત સુખ નહીં. રાવણ અને દુર્યોધનનાં ઉદાહરણ વડે માનને દેશવટો આપવાનું કહે છે. સમક્તિનું બીજ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત્ . સાચામાં સમક્તિ વસે જી, માયામાં મિથ્યાત રે ! પ્રાણી મ કરો માયા લગાર + ૧. મલ્લીનાથ ભગવાનને આગલા ભવમાં માયા કરીને સ્ત્રીલિંગ પામ્યા માટે માયાને પણ છોડવા કહે છે. લોભનો ત્યાગ માટે કવિશ્રી ઘણા મુદ્દા ટાકે છે. લોભથી કોઈ મર્યાદા રહેતી નથી, લોભના કારણે જીવ પાપનાં પગલાં ભરે છે, લોભથી સગપણમાં ગળપણ રહેતું નથી, લોભથી પુત્ર પિતાની હત્યા કરતા અચકાતો નથી, લોભનો થોભ નથી. તેવો મનુષ્ય મરીને પોતાના ધન પર મણિધર થાય છે. સુભૂમ ચક્રવર્તી છ ખંડ જિતાઈ ગયા પછી લોભના કારણે સાતમો ખંડ જીતવા ગયા ને સમુદ્રમાં ડૂબી ગયા. આવા ચાર કષાયની સક્ઝાય દ્વારા કવિશ્રીએ અધ્યાત્મચિંતનના સાગરમાં ઊંડે સુધી ડૂબકી લગાવીને ચિંતન-મનન કરતા કરી મૂક્યા છે. ગર્વની સઝાયમાં ગર્વને ગાળવા કૃષ્ણ વાસુદેવનું દૃષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. ત્રણ ખંડના ધણી હોય, બળભદ્ર જેવો બંધુ હોય, બત્રીસ હજાર રાણીઓ હોય તે પણ જંગલમાં પાણી વિના તરફડે છે. જન્મ થતાં કોઈએ તેમને જાણ્યા નહીં અને મરણ પામ્યા ત્યારે કોઈ પૂછનાર ન હતું. આવા કર્મની કરામત જાણીને ગર્વનો પરિહાર કરવાનું કવિશ્રી વિનવે છે : અધ્યાત્મચિંતનની પરાકાષ્ટા સમી “ચૈતન્ય શિક્ષાભાસ પ્રાંરંભ”ની રચના છે : આપ વિચારજો આતમા, ભાતે શું ભૂલે || અથિર પદારથ ઉપરે, ફોગટ શું ફૂલે ||૧| ઘટ માંહે છે ઘરધણી, મેલો મનનો ભામાં || બોલે તે બીજો નથી, જો ને ધરી તામો ||૨|| પામીશ તું પાસે થકી, બાહેર શું ખોળે | બેસે કાં તું બૂડવા, માયાની ઓળે ||૩|| ૧૬૩ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9, પ્રિયા વિણ કેમ પામી, સુણ મૂરખ પ્રાણી છે. પીવાયે કેમ પસલીયે, ઝાંઝવાનાં પાણી |૪|| આપ સ્વરૂપ ન ઓળખે, માયામાંહે ઝૂલે II ગરથ પોતાની ગાંઠનો, વ્યાજમાં જિમ ડૂબે //પા જોતાં નામ ન જાણીયે, નહીં રૂપ ન રેખા || જગમાંહે તે કેમ જડે, અરૂપી અલેખ ||૬| અંધતણી પેટે આફલે, સઘળા સંસારી II અંતરપટ આડો રહે, કોણ જુવે વિચારી ||૭|| પહેલે પાછું કરી, પછી જો ને નિહાળી || નજરે દેખીશ નાથને, તે હશું લે તાળી ||૮|| બં ધણહારો કો નથી, નથી છોડણહારો . પ્રવૃત્તેિ બાંધીયે પોતે, નિવૃત્ત નિસ્તારો li૯IL. ભે દાભેદ બુદ્ધે કરી, ભાસે છે અનેક || ભેદ તજીને જો ભજે, તો દીસે એક ૧૦ || કાળે ધોળું ભેળીયે, તો તે થાયે બે રંગુ || બે બેરંગે બૂડે સહિ, મન ન રહે ચંગુ ||૧૧| મન મરે નહિ જિહાં લગે, ઘૂમે મેદ ઘેર્યો || તબ લગે જગ ભૂલ્યું ભમે, ન મટે ભવ ફેરો ||૧૨|| ઊંઘ તણે જોરે કરી, શું મોહ્યો સુહણે || અળગી મેલી ઊંઘને, ખોળી જો ને ખૂણો ||૧૩| ત્યારે જગમાં તુજ વિના, બીજો નવી દીસે છે. ભિન્ન ભાવ મટશે તદા, સહેજે સુજગશે ||૧૪|| મારું તારું નવી કરે, સહુથી રહે ન્યારો || ઇણે એહિનામે ઓળખ્યો, પ્રભુ તેહને પ્યારો ||૧૫ા. સિદ્ધ દસાયે સિદ્ધને, મળીયે એકાંતિ || ઉદયરત્ન કહે આતમા, તો ભાંગે ભાંતિ ||૧૬ | | ઇતિ ચૈતન્યશિક્ષાભાસ સંપૂર્ણ. સાધક આત્માને વિચારવાનું બળ આપતાં કવિશ્રી કહે છે કે, તું ભ્રાંતિમાં ભૂલીને અસ્થિર, અનિત્ય, નાશવંત પદાર્થ મેળવીને ફોગટનો ફુલાય છે. ભૌતિક - ૧૬૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સુખને પામવાની ભૂખમાં તું તારા આત્માનું સરનામું ભૂલી ગયો છે. મનનો ભ્રમ દૂર કરીને જો તારા અંતરમાં તારો આત્મા રહેલો છે. જે બોલે છે તે તું પોતે જ છે, તે જ તારા અસ્તિત્વને પુરવાર કરે છે. તું જે સુખની શોધ કરી રહ્યો છે તે તને તારી પાસેથી જ મળશે, બહાર તું શું શોધે છે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૯ ૩૫માં આગમકાર કહે છે કે, મHTTPવ ગુદિ , જિ તે ગુબ્રેન વડ્યો . પોતાના આત્મા સાથે યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? માયા જ મિથ્યાત્વની જનની છે. તે જ આત્માના સાચા સ્વરૂપની ઝાંખી થવા દેતી નથી. તેથી કવિ માયા સામે લાલ બત્તી ધરે છે કે માયાની ઓથે રહીને તું ડૂબીશ જ! આત્માને ઓળખ્યા વિના આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું તે પાત્રમાં ઝાંઝવાના પાણી પીવા સમાન છે. દેવાદાર જેમ પોતાની ગાંઠની મૂડી ખોઈને વ્યાજમાં ડૂબી જાય છે તેમ પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના માયામાં ડૂબી જાય છે. આત્માનું કોઈ નામ નથી, કોઈ રૂ૫ નથી, કોઈ રેખા-આકાર નથી. તેને જગતમાં શોધવો કેમ ? કારણકે તે અરૂપી છે, તે વચનથી અગોચર છે, તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી. આચારાંગ સૂત્રમાં પણ કહે છે કે, ૩૧મી જીવન - જેને કોઈ ઉપમાથી વર્ણવી શકાતો નથી, એવા આત્માને શોધવા સઘળા સંસારી અંધ માનવીની જેમ અહીંતહીં આથડે છે, કારણ પોતાના અંતર પર પડદો નાખી દીધો છે, વિચારવાની સમજ ગુમાવી બેઠો છે, પણ જરા પાછું ફરીને નિહાળ, જરાક અંદર દૃષ્ટિ કરીશ તો ભગવાન જેવો તારો આત્મા તને મળશે, તેની સાથે ? તું એકમેક થઈ જા. વળી કવિશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્રની ૨૦/૩૭મી ગાથાનો નિચોડ આપ્યો છે : ગપ્પા ના વિવ7 ૫, સુદાઇ દાળ | - આત્મા પોતે જ પોતાનો સુખ-દુ:ખનો કર્તા છે અને પોતે જ સુખ-દુ:ખને દૂર કરવાવાળો વિકર્તા છે. તેને બાંધવાવાળો અને છોડાવવાવાળો બીજો કોઈ નથી, પણ પોતાનો આત્મા છે. અઢાર પાપસ્થાનક અને વિષયકષાયમાં પ્રવૃત્તિ કરી આત્મા કર્મ બાંધે છે અને તે જ પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં કર્મથી મુક્ત બને છે. ચૈતન્યની જડ સાથે બંધાયેલી ગ્રંથિ એટલે ચિજજડ (ચિત્ત+જડ) ગ્રંથિથી દૃષ્ટિ કરતાં બધું અલગઅલગ ભાસે છે, પણ જો સર્વમાં એકસમાન આત્માને નિરખીએ તો બધું એક જ દેખાય છે. વ્યવહારનયથી આત્માઓ અલગઅલગ - ૧૬૫ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 છે, પણ સંગ્રહ નય અપેક્ષાએ સકળ જીવોનું ચૈતન્યસ્વરૂપ એક જ છે. તારી દૃષ્ટિનું પરિવર્તન કર. રાગદ્વેષરૂપી પર્યાયથી તારી દૃષ્ટિ હટાવી દ્રવ્યદૃષ્ટિને અપનાવન. દ્રવ્યદૃષ્ટિ એ અભેદદષ્ટિ છે, પર્યાયદૃષ્ટિમાં સમયે સમયે ભિન્નતા વર્તે છે, તે ભેદૃષ્ટિ છે. કાળાની સાથે ધોળાને ભેળવીએ તો બે રંગ થઈ જાય અને એવા બેરંગે મન નિર્મળ રહેતું નથી તેમ પર્યાયના રંગો બદલાતા રહે છે ત્યારે મન સ્થિર રહેતું નથી. મન મરતું નથી ત્યાં સુધી મદ-અભિમાનથી ઘેરાયેલું રહે છે, માટે એવું લાગે છે જાણે જગ ભમે છે, પણ વાસ્તવમાં તારું મન ભમી રહ્યું છે. મોહની ભાવનિદ્રામાં આત્મા અટવાઈ ગયો છે, જ્યાં સુધી આ મોહ પડ્યો હશે ત્યાં સુધી આત્મદર્શનની ઝલક થવી મુશ્કેલ છે, કારણકે જ્યારે મિથ્યાત્વ મોહનીય જાય છે ત્યારે જ સમક્તિની પ્રાપ્તિ થાય છે. સમક્તિપ્રાપ્તિ એટલે જ સિદ્ધદશાની આંશિક પ્રાપ્તિ. આવું સમ્યત્વ પ્રાપ્ત થયા પછી તેને તેના વિના બીજું કશું દેખાશે નહીં ! તેના માટે તારું-મારું કરવાનું છોડ, અનુકૂળતા-પ્રતિકૂળતામાં સમભાવ રાખ, સુખ-દુ:ખમાં તટસ્થ ભાવ કેવળ-આવું સમ્યફ જ્ઞાન જ સિદ્ધદશાની ઉપલબ્ધિ કરાવશે. શ્રીમદ્ રાજચંદ્રજી ‘આત્મસિદ્ધિ' માં કહે છે : શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ', આમ, અધ્યાત્મની અબ્ધિમાં શબદોની અવધિમાં રહીને આત્માનો આસ્વાદ કરાવતી શ્રી ઉદયરત્નજીની કૃતિઓ ખરેખર વારંવાર વાગોળવાજન્ય છે. (ડૉ. કેતકીબેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે). ૧૬૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S સરળતાથી રજૂ કરતા કે એ વાત આબાલવૃદ્ધ સૌને ગળે ઊતરી જતી. એથી તો ચારણો માટે કહેવાયું છે કે : ચારણ ચારેય વેદ, વાણ પઢયો વાતું કરે, ભાખે અગમ સભેદ, (એની) જીભે જોગાણીઓ વસે....(૧) લોકસમાજે ચારણને ખૂબ જ લોકાદર આપ્યો છે, તો ક્ષત્રિયોએ તેને દેવીપુત્ર તરીકે સ્વીકાર્યો છે અને માત્ર રાજકવિ તરીકે જ નહીં, રાજપરિવારના હિતેચ્છુ તરીકે અદકેરાં માન-સન્માન આપ્યાં છે. સામા પક્ષે ચારણોએ હજારો વર્ષથી સમાજનો અખંડ વિશ્વાસ જાળવ્યો છે, સત્યની ઉપાસના કરી છે અને પ્રાણોને પણ સત્ય, સ્વમાન અને સંસ્કારનું જતન કર્યું છે. રાજકવિ તરીકે પણ તેમણે સદ્વિચાર અને સિદ્ધાર્યની ખુલ્લાદિલે સરાહના કરી છે, પરંતુ સત્તાધીશો દ્વારા અત્યાચાર, અનીતિ કે અભદ્રતા દાખવવામાં આવે તો જગતના ચોકમાં ઊભા રહીને સૌથી પ્રથમ તેમણે વિરોધ દર્શાવ્યો છે, એટલું જ નહીં, એ વખતે તેમણે પરિવાર કે પ્રાણની પણ પરવા કરી નથી. નિર્ભીકતા અને ચારિત્ર્યશીલતા ચારણોની આગવી ઓળખ બની ગઈ છે. ચારણોની એક ધ્યાનાર્હ વિશેષતા એ છે કે, રાજસત્તા અને રાજવૈભવની ખૂબ જ નજીક હોવા છતાં એ તેનાથી અલિપ્ત રહી શક્યા છે, જાણે જળકમળવત્ જીવન જીવવાની શિખામણ તેમને માતાના કોઠામાંથી મળી છે. આથી તો અવસર આવ્યું ક્ષણમાત્રમાં તેનો ત્યાગ કરતાં તે અચકાયા નથી, તેની રચનાઓમાં પણ આ ખુમારીનાં સુપેરે દર્શન થાય છે. આવી આ વિશિષ્ટ અને વિલક્ષણ પરંપરાના વાહકોની રચનામાં સ્વાભાવિક રીતે જ આત્મચિંતન-આત્મદર્શનની વાત હોવાની જ, કેમ કે, ફૂવામાં હોય તો જ અવેડામાં આવે, એટલું નહીં, પણ એની વાણી અને વ્યવહારમાં એક વાક્યતા હોય તો જ ક્ષત્રિયો તેની વાત પર પ્રાણ ત્યજવા કે કેસરિયા કરવા તૈયાર થાય. આવી પરંપરાના વાહક ચારણોને ભક્તિભાવના વારસારૂપે મળી છે. અંધશ્રદ્ધા નહીં, પણ અડગ વિશ્વાસ તેને ગળથુથીમાં મળેલ છે. વળી, આત્મચિંતનનો પાયો જ શ્રદ્ધા-વિશ્વાસ-ભરોસો છે. પદ્મશ્રી ભક્તકવિ દુલા કાગ કહે છે કે - એને ભરોસે રહેવાય જી... ભરોસે રહેવાય, પંડયનું ડહાપાગ નો ડોળાય, એને.... ભીલ તાણા ભાલાથી વનમાં, વિઠલ કેમ વિંધાય જી ? (૨). બુદ્ધિથી એ વાળો બા'રી (૨) શ્રદ્ધાથી જ સમજાય.... એને (૨), ચારણી સાહિત્યમાં આત્મદર્શન a ડૉ. અંબાદાન રોહડિયા ભારતીય સાહિત્યની અનેકવિધ ધારામાં એક મહત્ત્વની ધારા છે ચારણ સાહિત્ય. વેદકાળથી આરંભાયેલ વૈદિક સંસ્કૃતિનું પાન કરીને તેને લોક સુધી પહોંચાડવાનો પ્રશસ્ય પ્રયાસ આ ધારાના વાહકોએ કર્યો છે. ખરા અર્થમાં તો તે લોક અને શ્લોક ઉભય પરંપરા જોડનાર સેતુ છે, કેમ કે, વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, વિવિધ પુરાણો અને શાસ્ત્રોમાં કહેવાયેલી મહત્ત્વની વાતોને સંતો, ષિમુનિઓ અને ચિંતકો પાસેથી આત્મસાત્ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અરણ્યમાં રહેતા લોકો સુધી પહોંચાડવા માટે તેને સરળ અને સુપ શૈલીમાં રજૂ કરે છે. વિવિધ શાસ્ત્રો અને દર્શનોમાં વ્યક્ત થયેલ ગહન જ્ઞાનને લોકબાનીમાં હૃદયંગમ શૈલીમાં રજૂ કરનારા ચારણકવિઓની વિશેષતા એ છે કે તેઓ ગૂઢ રહસ્ય અને અગમ અગોચરની વાતો લોક ભોગ્ય ઉદાહરણો દ્વારા એટલી ૧૬૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 પરમતત્ત્વ પરની દઢશ્રદ્ધા જ માનવને સ્થૂળને બદલે સૂક્ષ્મ તરફ વાળે છે, કેમ કે, જીવ માત્ર આ સૃષ્ટિમાં આવીને દુન્યવી બાબતોથી આકર્ષાય છે. ભય, આહાર અને મૈથુન જેવી બાબતો પશુ, પક્ષી, પંખી, પ્રાણી અને સકળ સજીવ સૃષ્ટિને આનુવંશિક રીતે મળે છે, પરંતુ અન્ય જીવોથી માનવ ભિન્ન છે, કેમ કે, ચૌર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા પછી માનવદેહ મળે છે. એકમાત્ર માનવ જ સઅસ અને ઉચિત-અનુચિતનો ભેદ સમજી શકે છે. તેને મળેલા સંસ્કારો જ તેને આત્મચિંતનની રાહ ચીંધે છે અને સ્વાયાંધ બનવાને બદલે પરોપકારી બનવાની પ્રેરણા આપે છે. ભૂખ લાગે એટલે જમી લેવું તે પ્રકૃતિ છે, પણ ભૂખને કારણે કોઈનું ઝૂંટવી લેવું વિકૃતિ છે અને ભૂખ્યાજનને જોઈને પોતાના ભાગનું પણ પારકાને હસતામુખે આપી દેવું તે સંસ્કૃતિ છે. આ વાત ભક્તકવિ ઇસરદાસ રોહડિયાએ એક દુહામાં કેટલી સરળતાથી રજૂ કરી છે : ભાગ્ય બડો તો રામ ભજ, વખત બડો કછુ દેહ; અકકલ બડી ઉપકાર કરે, જનમ થયો ફળ એહ. માનવને પરમાત્માએ બુદ્ધિ આપી, પણ તેનો ઉપયોગ તેણે પોતાનાં સ્વાર્થ અને સુખ-સગવડ માટે કર્યો. નિજ સ્વાર્થ માટે તેણે જીવમાત્રની પાસે પોતાનાં ધાર્યાં કામ કરાવ્યાં, પછી એ અશ્વ, ઊંટ, હાથી, બળદ, પાડો કે સિંહ હોય, એ સૌને બુદ્ધિથી વશ કરીને ગુલામ બનાવ્યાં. અરે ! એથી પણ આગળ વધીને તેણે માનવને પણ ગુલામ બનાવ્યો. સત્તા અને સંપત્તિના જોરે તેણે સૌંદર્યને વશ કરવામાં સૌંદર્યવતી સ્ત્રીઓનાં અપહરણ કરાવ્યાં, ગરીબોને પૃથ્વી પર જ નર્કાગાર કે કારાગારમાં નાખ્યા, હજારોનો સંહાર કરીને મેળવેલી સત્તા કે સિંહાસનો પણ યુધિષ્ઠિર અને અશોકની જેમ છેવટે ત્યજી દેવાં પડવાં, એ વાત અહીં પ્રચ્છન્નરૂપે પ્રગટી છે કે, પ્રભુએ શ્રેષ્ઠ બુદ્ધિ આપી હોય તો કોઈનું કલ્યાણ કરો, સદ્ભાગ્ય આપ્યું હોય તો પ્રભુનું સ્મરણ કરો અને સારો સમય હોય તો લોકોને કંઈક મદદ કરો. આત્મદર્શન થાય તો આત્માની અમરતા અને દેહની નશ્વરતાનો યથાર્થ પરિચય થાય. વસ્તુતઃ તો માનવદેહ મળ્યો છે, પરંતુ એ શાશ્વત નથી. કેમ કે, જે જમ્યા છે તેણે પોતાનું આયુષ્ય પૂર્ણ થાય એટલે દેહ છોડવાનો જ છે, પરન્તુ માનવ આ સત્ય સમજતો નથી, આથી મિથ્યાજગત પાછળ સતત દોડધામ કર્યા કરે છે. તે છોડીને આત્મકલ્યાણના માર્ગે ચાલવાની શિખામણ - ૧૬૯ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન %E, આપતાં ભક્ત-કવિ ઈસરદાસજી કહે છે કે, આયુષ્યરૂપી જળ આ શરીરરૂપી અંજલિ-ખોબામાં ભર્યું છે. વળી, જીવ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે તે તેના આયુષ્યરૂપી જળને ઓછું કરે છે. જેમ ખોબામાંથી જળ સતત ટપકતું જાય અને આખરે એ અંજલિ ખાલી થવાની જ છે, એ રીતે જીવનનો અંત અવશ્ય થવાનો છે, તો આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત થવાની વાત કવિ આ રીતે સમજાવે છે : અવધ નીર તન અંજલિ, ટપકત શ્વાસ ઉસાસ, હરિ ભજ્યા વિણ જાત છે, અવસર ઈસરદાસ...(૩) માનવને વિવિધ ધર્મગ્રંથો અને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ તેનો જીવ તો ભૌતિક એષણાઓ અને દેહિક ઉપભોગમાં રાચે છે. તૃષ્ણા ક્યારેય મટતી નથી. જેટલા વિશેષ ભોગ ભોગવે તેટલી તૃષ્ણા વધતી જાય છે. જેમ યજ્ઞકુંડમાં ઘી હોમો તેમ તેમ તે વિશેષ પ્રજ્વલિત થાય છે, તેમ આ દુન્યવી સુખ-સગવડનું છે. અલબત્ત, જ્યારે માનવદેહ છૂટી જાય ત્યારે તેની સાથે કોઈ વ્યક્તિ કે વસ્તુ જવાની નથી. એ દિવસે તો કાયાને ત્યજીને અનંતની યાત્રાએ જીવે એકલા જ જવાનું છે, એ દિવસે કોઈ સાથ કે સંગાથી નહીં હોય, માત્ર પ્રભુ એક જ તેની સાથે હશે. આથી જેને આત્મદર્શન થયું હોય તેવા ભક્તની વાણીમાં આ સત્યનો એકરાર કવિએ કર્યો છે કે : આતમ વહેસી એકલો, છૂટત તન સંગાથ; સાથી તિણ દિન શંખધર, સ્વર્ગ તણે પથ સાથ...(૪). જીવાત્માને આત્મદર્શન થાય તો જીવ અને શિવના ભેદ મટી જાય. હૈતવાદ અને અન્ય દર્શનોની વાતથી ઉપર ઊઠીને એકાત્મવાદની વાતને સ્વીકારતાં કવિ કહે છે કે, પ્રભુના અકળ રૂપને જાણી લીધા પછી પણ તેની ઓળખ શાશ્વત સ્મૃતિમાં રહેતી નથી, કેમ કે, પરમતત્ત્વ જ આ દુન્યવી મોહ-માયામાં જીવાત્માને નાખીને તેને ભવાટવિમાં ભટકાવે છે. અલબત્ત, જેને આત્મદર્શન થયું હોય તેવા ભક્તો તો એ પડદારૂપી આવરણને દૂર કરવાનું કહે છે. ભક્ત-કવિ ઈસરદાસજી તો પ્રભુને કહે છે કે, મેં આપનું યથાર્થ દર્શન કર્યું છે, એટલું જ નહીં, હે ઠગારા ઠાકર ! હવે તમે કોઈ પ્રપંચ કરવાને બદલે મને ગળે મળીને મારી સાથે ગોઠડી માંડો. આ વાત જ આત્મદર્શનની પ્રતીતિ કરાવનારી છે, જુઓ : - ૧૭૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ 202204 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૬૦૦૦૦૦e જાગ્યો હળ ઓઝલ છોડ જીવન, પેખાં તુવ શાખાય, ડાખાંય પન્ન, અજાણ રિ આગળ રે તું અતણ, જાણિતાંય પાસ ન કો હીપ જાણ...૩૧૫ જાયો હળ રૂપ પદડો ન લાહ, મુસા પરતખ બાહર માંહ, ઠગારાય ઠાકર ! હેક જ થાય, પડશેય નાખ પરોહમ પ્રિય....૩૧૬ મધ્યકાલીન ચારણકવિઓએ એક મહત્તાનું ચારણી આખ્યાન પરંપરાને સવિશેષ પ્રસિદ્ધિ અપાવનાર ભકત-કવિ હરદાસજીએ હરિરસ’ ગ્રંથની રચના કરી છે. આ રચના પૂર્ણરૂપે મળતી નથી, પરંતુ તેના કેટલાક દુહાઓમાં પણ મૃત્યુની વાત કવિએ કરી છે. કાળદેવતા સામે વિજય મેળવવામાં ભક્તિની ઉપયોગીતા પણ તેમણે દર્શાવી છે. આ ભક્તિ કરવાથી જ જીવાત્મા જન્મ-મરણની યાતનામાંથી બચી જાય છે, પછી તેને ચોર્યાશી લાખ યોનિમાં ભટકવાનું રહેતું નથી. આ વાત કવિએ આત્મદર્શનની અનુભૂતિ કર્યા પછી જ કહી હોય તેમ લાગે છે. જુઓ - હર હર કર હરદાસિયા, એહ વડો અભ્યાસ, વળે ન દુજી વારકી, જાણી ઉદર નિવાસ. (૬) ચારણી સાહિત્યમાં ભક્ત-કવિઓની એક દીર્ધ પરંપરા છે. સાહિત્યસર્જન દ્વારા એ સમાજને સદ્ભા ચલાવવા પ્રયાસ કરે છે. રાજસ્થાનના ભક્ત-કવિ ઓપાજી આયાએ ધાર્મિક ભેદભાવને છોડવાની શિખામણ આપી છે, કેમ કે, હિન્દુ અને મુસલમાનના ભેદ મિથ્યા છે, ઉભયની ઉપાસના પદ્ધતિ અલગ હોવા છતાં અંતે તો એ એક પરમતત્ત્વની જ ઉપાસના કરે છે, કેમ કે, અંતે તો અનંત બ્રહ્માંડમાં એનો એકનો જ વાસ છે. તે અલગઅલગ રૂપે દેખાય છે, તે તો આપણી દૃષ્ટિનો ભેદ છે. જુઓ : ‘કુણ હિંદુ, કુણ તરક, કવણ દાજી બ્રહ્મચારી; કુણ મુલ્લા, કુણ સેખ, જતી કુણ જંગમ વિચારી; કુણ બાલવ, કુંણ વૃદ્ધ, કવણ રંકસ, કેણ રાજા; સૂરધીરકા કામ, અવર કા નહીં અંદાજા; કી તિલક ક્ટા મુદ્રા કિયો, કૂક કમંડલ કાઠ કૌ, કુંગ ગણે સાંચ લહિયે ‘અલુ’ ઔ પંચેસરી અનક કૌ'...(૭). ભક્ત-કવિ અલુજીને આત્મચિંતન દ્વારા એ વાતની પ્રતીતિ થઈ છે કે, પ્રભુએ જ આ દુનિયામાં સર્જન-દુર્જન, જન્મ-મૃત્યુ, અમૃત-વિષ, સદ્બુદ્ધિ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S દુબુદ્ધિ, રાગ-દ્વેષ અને પ્રકાશ-અંધકાર જેવા ભેદભાવયુક્ત વિરોધાભાસની રચના કરી છે. આથી તેમાં અટવાવાને બદલે સમર્પણભાવે ભક્તિ જ કરવી : ‘જહાં કુમતિ તહાં સુમતિ, જાઈ દુરજણ તાઈ સજ્જણ, છોહમોહ ઇંડીયે, “અલ’ મંડીર્ય નિરંજણ, કાલકુટ તહાં સુધા, જહીં બોહિત તહાં સાયર; તિમિર ઘોર અંધાર, મદ્ધિ દરસે હૈયાવર, ગુણમતિ ખત્તિ જાગત સકિત, કાદસ ષોડર્ હૂવ ફરે, મન ગહર બહર ચિંતા મ કરિ, હરિ અનંત ચિંતા હરે'. (૮) સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં સદ્ગશ્રી બ્રહ્માનંદસ્વામીને ભગવાન સહજાનંદસ્વામી સાથે સખાભાવ હતો, પ્રગટ પરમબ્રહ્મ સહજાનંદ મહારાજનું સાંનિધ્ય પામનારા ધ્યિાત્મા બ્રહ્માનંદજીએ આત્મદર્શન દ્વારા દેહની નશ્વરતાની વાત જાણીને સૌને તેનું દર્શન કરાવવા પ્રયાસ કર્યો છે. જો જીવન શાશ્વત ન હોય તો કોઈનું અહિત કરવાને બદલે પુણ્યના માર્ગે ચાલવું અને પોતાનું અભિમાન ત્યજી દેવું જોઈએ, કેમ કે, આ જીવન મળ્યું છે, તે અમર નથી. માનવે આખરે તો મૃત્યુના શરણે જવાનું જ છે, એ વાત કેટલી બળકટ વાણીમાં અભિવ્યક્ત થઈ છે, જુઓ : મનવા મરના સાચ હૈ, જીવન જૂઠા જાન; કૌકા બૂરા ન કીજીયે, દો દિન કે અજમાન; દો દિન કે અજમાન, પિંડ ધરિ પાપ ન કીજે; અંતર તજી અહંકાર, શરણ સાહેબકા લીજે; દાખત બ્રહ્માનંદ, ઘટત આયુષ પ્રતિ દનવા; જીવન જૂઠા જાન, સાચ હૈ મરના મનવા...'' ૯) લીંબડીના રાજકવિ શંકરદાનજીએ માનવીને મોહ, માયા, આસક્તિ અને મારા-તારાના ભેદ ત્યજીને પ્રભુની ભક્તિ કરવાની શિખામણ આપી છે. કબીરા ભક્ત તરીકે સુખ્યાત કવિરાજે જીવન પર્યંત સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નક્ષેત્ર ચલાવેલું અને શક્ય હોય તો વસ્ત્રદાન પણ કરતા. તેમને જે આત્મદર્શન થયું તેની વાત તેમણે આ રીતે કરી છે. જુઓ : હરહર આતમ ભજ હવે, દિલનો છોડ દગો; છેવટ એ જ સગો, સાચો તારો શંકરા....(૧) - ૧૭૧ ૦ = ૧૭૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ભાવનગરના રાજકવિશ્રી પિંગળશી નરેલાએ પણ દેહની નશ્વરતાની અને પારિવારિક સંબંધોની નિરર્થકતાની વાત સુપેરે સમજાવી છે, કેમ કે, જેને તમે પોતાના માનો છો, તેનો સ્વાર્થ પૂરો થતાં જ તે દુશ્મન બનીને સામાં આવે છે. કુરુક્ષેત્રના સંગ્રામમાં સામે પક્ષે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રૌણ અને સ્વજનોને જોતાં જ અર્જુનને સગપણ આડા આવે છે, એ વખતે કુષ્ણપરમાત્મા સમજાવે છે કે, અર્જુન ! આમાં કોઈ કોઈનું નથી. વળી આ બધા તો મરેલા જ છે, તારે માત્ર કર્મ કરવાનું છે. આવી જ વાત સરળ બાનીમાં કવિએ કરી છે. જુઓ : ‘જૂઠા હે ભાઈ, બાપ બડાઈ, જૂઠી માઈ મા જાઈ, જૂઠા પિત્રાઈ, જૂઠ જમાઈ, જૂઠ લગાઈ લલચાઈ; સબ જૂઠ સગાઈ, અંત જુદાઈ, દેહ જલાઈ સમસાના; ચિત્ત એમ સયાના, ફિર નહીં આના, જગમેં આખર મર જાના.' ચારણી સાહિત્યમાં ચિંતનાત્મક કાવ્યો અને આત્મદર્શનની પ્રતીતિ કરાવતી રચનાઓ વિપુલ માત્રામાં મળે છે. તેનું અધ્યયન કરતાં એક વાતની અનુભૂતિ થાય છે કે, વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથોમાં કહેવાયેલી વાતને જ આ કવિઓએ આત્મસાત કરીને તેને લોકબાનીમાં આમજનતાને સમજાય તે રીતે રજૂ કરી છે. અલબત્ત, એની દશાનાર્હ વિશેષતા છે કે, તેમાં એક ઉપદેશકની છબી ઉપસતી નથી, પણ ચિંતકની છબી પ્રગટે છે, એ જાણે મિત્રભાવે કે સ્વજનરૂપે આ મિથ્યા જગતનો પરિચય કરાવે છે. એટલું જ નહીં, જો જીવન શાશ્વત ન હોય તો રાગ-દ્વેષ અને ભોગવિલાસ ત્યજીને પરમતત્ત્વને પામવાનો માર્ગ દર્શાવે છે, જે આવકાર્ય અને અનુકરણીય જણાય છે. સંદર્ભ નોંધ : (૧) ડૉ. શક્તિદાન કવિયા, પિંગળશી ગઢવી, હરિદાનની રચના. (૨) શ્રી દુલા કાગ : 'કાગવાણી', ભાગ-૩, પૃ. ૨૪૬ (૩) સં. શ્રી શંકરદાન દેથા : ઈસરદાસજી કૃત “હરિરસ', પૃ. ૭૧, ૭૪. (૬) ડૉ. અંબાદાન રોહડિયા : ‘ભંગી પુરાણ', પૃ. ૨૪ (૭) સં. ફતેહસિંહ માનવ : ‘સિદ્ધ અલુનાથ કવિયા', પૃ. ૧૨૫, ૪૬. | (રાજકોટસ્થિત અંબાદાનભાઈ, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના સભ્યરૂપે સેવા આપે છે. લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં તેમના સંશોધન-સંપાદનના ગ્રંથ પ્રગટ થયા છે અને એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.D.ના ગાઈડ તરીકે સેવા પ્રદાન કરે છે). * આત્મવિકાસના તબક્કાનો નિર્દેશ કરતું ૨૫ શ્રીમદ્જીનું અપૂર્વ અવસર a ગુણવંત બરવાળિયા શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સંવત ૧૯૨૪ના કાતરક પૂર્ણિમાને દિવસે સૌરાષ્ટ્રના મોરબી પાસેના વવાણિયા ગામે ભક્તિમય અને સંસ્કારી શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતાનાં ધર્મપત્ની શ્રી દેવબાઈની કૂખે થયો હતો. શ્રીમદ્જીનું હુલામણનું નામ લક્ષ્મીનંદન હતું. પાછળથી આ હુલામણું નામ બદલીને રાયચંદ પાડવામાં આવ્યું હતું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે સહુના આદરપાત્ર વિભૂતિ બની ગયા. શ્રીમદ્ રાજચંદ્રના બાહ્ય વ્યાપારી -- ગૃહસ્થજીવન પરથી તેમની અણિશુદ્ધ પ્રામાણિકતા જાણી શકાય, પરંતુ તેઓની આત્મિક આત્યંતર દશાનો ખયાલ આવી શકે નહીં. તેમના અંગત જીવનવ્યાપાર અને આંતરિક દશા વિશે જાણવા માટે તેમણે જે પત્રવ્યહાર કર્યો છે અને જે સાહિત્યસર્જન કર્યું છે તેનું ૧૭૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ઊંડાણપૂર્વક ચિંતન-મનન કરવું રહ્યું. આઠમા વર્ષે કવિતાનું સર્જન, શિક્ષણકાળમાં બળવત્તર સ્મૃતિ, કૃષ્ણભક્ત કટુંબમાં જન્મ, પરંતુ જૈનોના પ્રતિક્રમણ સૂત્રમાંનો ક્ષમાનો ભાવ તેમના અંત:તલને સ્પર્શી ગયો અને જૈન દર્શન પ્રતિ રુચિ થઈ. શ્રીમજીની ઉમર સાત વર્ષ હતી એ સમયે પોતાના ગામમાં અમીચંદભાઈ નામના એક ગૃહસ્થ ગુજરી ગયા. મરવું તે શું ? મૃતદેહને શા માટે બાળી દેવો ? આવા પોતાના મનમાં ઉઠેલા સવાલો પરથી ચિંતન કરતાં, ચિંતનના ઊંડાણમાં જતાં તેમને જાતિસ્મરણ પ્રગટ થયું. જાતિસ્મરણ એટલે પોતાના પૂર્વભવોનું જ્ઞાન, મતિની નિર્મળતાને કારણે આ જ્ઞાન થાય છે. જૈન કથાનકોમાં ચંડકૌશિક, મેઘકુમાર વગેરેને ભગવાન મહાવીરનાં વચનોથી જાતિસ્મરણ થયાનો ઉલ્લેખ છે. આત્માના અસ્તિત્વનો બોધ થવા માટે જાતિસ્મરણ જ્ઞાન ઉપકારી સાધન છે. શ્રીમદ્જીના જીવનમાં આત્માના આધ્યાત્મિક વિકાસ માટે આ ઉપલબ્ધિ પારદર્શક બની હતી. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે. જ્ઞાનશક્તિ એ એવી શક્તિ છે કે, આ જન્મથી બીજા જન્મમાં સાથે જઈ શકે છે. પૂર્વજન્મની આવી જ્ઞાનશક્તિને કારણે તેઓએ સાત વર્ષનો અભ્યાસક્રમ માત્ર બે જ વર્ષમાં પૂર્ણ કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરમાં બ્રહ્મચર્ય વિષેની તેમની સમજણ કેટલી સ્પષ્ટ અને સમ્યક છે તેનો ખયાલ તેમણે રચેલી નીચેની કાવ્યપંક્તિ પરથી આવશે. નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન ! ‘હને પામવાની ઉત્કટ ઝંખનાને કારણે મુખ્ય બંધન સ્ત્રીનું લાગતું. તેમને નિજી જીવનની અંતરંગ વાતો કહેવાનાં પાત્રોની દુર્લભતાનું દુ:ખ હતું. શ્રીમજી કુશળ અને પ્રામાણિક વેપારી હતા. તેમની સાથેના મોતી અને ઝવેરાતના સોદામાં એક આરબ વેપારીને અંગત મુશ્કેલી ઊભી થઈ. પોતાનો તમામ નફો જતો કરી શ્રીમદ્જીએ તે વેપારીને માલ પરત કરી દીધો. એ આરબ વેપારી તેમને ખુદા સમાન માનતો હતો. શ્રીમદ્જીએ એ વખતે એ વેપારી પાસે એવા ભાવ વ્યક્ત કર્યા હતા કે, રાયચંદ દૂધ પીએ છે, લોહી પી નથી શકતો. આ શબ્દો તેમની અંત:કરણની આધ્યાત્મિક દશાનાં દર્શન કરાવે છે. શ્રીમજીમાં અદ્ભુત અવધાનશક્તિ હતી. એકસાથે ઘણી વસ્તુઓ સ્મૃતિમાં - ૧૭૫ - Swઆધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999 રાખવાની શક્તિને અવધાનશક્તિ કહે છે. મુંબઈમાં તેમણે વિશિષ્ટ વ્યક્તિઓની હાજરીમાં કરેલાં બાવન અવધાનથી પ્રભાવિત થઈ સમારંભમાં તેમનું સુવર્ણચંદ્રકથી બહુમાન થયેલું. તેમણે સો અવધાન સુધીના પ્રયોગો પણ કરેલા. તેમને આ પ્રયોગો બતાવવાનું ઇંગ્લેન્ડ તરફથી આમંત્રણ મળેલું, પરંતુ ભૌતિક સિદ્ધિઓથી નહિ આકર્ષાતા આ આમંત્રણનો વિનયપૂર્વક અસ્વીકાર કરેલો. આ પ્રસંગથી એ યોગાત્માની અલૌકિક પાત્રતાનાં આપણને દર્શન થાય છે. શ્રીમદ્જી પ્રત્યે ઘણા મુમુક્ષુ, જિજ્ઞાસુ, સાધુચરિત ગૃહો અને મુનિઓ આકર્ષાયા હતા. લલ્લુજી મહારાજ, મુનશ્રી દેવકરણજી, ન્યાયાધીશ ધારશીભાઈ, શ્રી સૌભાગભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી પોપટલાલ, શ્રી અંબાલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી કૃષ્ણદાસ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી પ્રાણજીવનદાસ વગેરે. સંવત ૧૯૪૪માં પોપટલાલભાઈ મહેતાનાં સુપુત્રી ઝબકબાઈ સાથે શ્રીમદ્ભ લગ્ન થયાં હતાં. નિસ્પૃહી ગૃહસ્થાશ્રમનો આદર્શ તેમના જીવનમાં જણાતો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીમદ્જીના ધર્મચિંતનથી ખૂબ જ પ્રભાવિત થયેલા. ગાંધીજીએ કહ્યું હતું કે, શ્રીમદ્ભાં જીવન-કવનથી દયા-ધર્મનું મેં કુંડા ભરીને પાન કર્યું છે. શ્રીમજીના સર્જનનું વિવિધ વર્ગીકરણ કરી શકાય. મુમુક્ષઓ પ્રત્યે લખાયેલા પત્રો + સ્વતંત્ર કાવ્યો મોક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ ગ્રંથો સ્ત્રી-નીતિબોધક ગરબાવલી, બોધવચન, વચનામૃત મહાનીતિ પંચાસ્તિકાય ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી રત્નકાંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓનો અનુવાદ, સ્વરોદય જ્ઞાન, દ્રવ્યસંગ્રહ, આનંદઘનના સ્તવનોના અર્થ, દશવૈકાલિકની ગાથાઓનું ભાષાંતર વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો * ઉપદેશનોંધ. ત્રણ હાથ નોંધો - આભ્યાંતર પરિણામ અવલોકન વગેરે. શ્રીમદ્જીએ તેમના સર્જનમાં સદ્દગુરુનો મહિમા ઠેરઠેર ગાયો છે. તેઓએ કોઈ ગછમત કે સંપ્રદાયની તરફેણ કરી નથી, પરંતુ આત્મધર્મની પ્રધાનતા બતાવી છે. કોઈ પણ ધર્મ વિશે ઘસાતું લખ્યું નથી. તે ઓ એ પર મત સહિષ્ણુતાને ચરિતાર્થ કરી હતી. ભક્તશ્રી લઘુરાજસ્વામીએ તેમનાં પદોનો અનંત મહિમા કહ્યો છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયાઓનો સુમેળ, નિશ્ચય અને વ્યવહારનો ૧૭૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧. S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS સમન્વય તેમના તત્ત્વચિંતનમાં નિખરે છે. રાજકોટમાં સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે શ્રીમદ્ રાજચંદ્રજી આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. અલ્પ આયુષ્યમાં આત્માનાં અગોચર રહયો છતાં કરી ચિરંતન કૃતિઓ દ્વારા આધ્યાત્મિક જગતને સમૃદ્ધ કરનાર શ્રીમદ્ રાજચંદ્ર, જ્ઞાની આત્મદશામાં રહેનાર પરમ વંદનીય દિવ્ય પુરુષ હતા. તેમણે જ રચેલી ગાથા દ્વારા તેમને ભાવપૂલ'ક વંદન કરીએ. દેહ છતાં જેની દશા વર્તે છે હાતીત તે જ્ઞાનીનાં ચરણોમાં હો વંદન અગણિત શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત અપૂર્વ અવસર અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાધંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિચિત મૂછ નવ જોય જો. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્ય પણે તો વર્તે દેહપર્યંત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. સંયમના હેતુથી યોગપ્રર્વતના, સ્વરૂ૫ લક્ષે જિન આજ્ઞા આધીન જો; ૧૭૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6SS તે પણ ક્ષણ - ક્ષણ ઘટતી જાથી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણવીત લોભ જો. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. નગ્ન ભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિર્ગથ સિદ્ધ જો. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈજ્ઞાનિક દેવની, ૧૭૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી સંપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. ચાર કર્મ ઘનઘાતી તે વ્યચ્છેદ જયાં, ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા-દૃષ્ટાસહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. વેદનીયાદિ ચાર કર્મ વર્તે જ હાં, બળી સીંદરીવ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્વે મટિયે દેહિક પાત્ર જો. મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુહાસ્થાનક જયાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. એક પરમાણુ માત્રની મળે ના સ્પર્શના, પૂર્ણ કલંકરહિ અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્ય મય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુરિસ્થિત જો; આદિ અનંત - અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. - ૧૭૯ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. શ્રીમદ્જીનો આ ગુણસ્થાનક કેમ લખાયાનો સમય નિઃશંકપણે મળતો નથી, પરંતુ ૧૯૫૨થી ૧૯૫૬ ના સમયગાળામાં વવાણિયામાં લખાયેલ હશે તેવું સંશોધકોનું માનવું છે. - શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા સુ-રચિત અધ્યાત્મ કાવ્ય જે ‘અપૂર્વ અવસર’ તરીકે મુમુક્ષુ અને સાધકોમાં પ્રિય છે કે ગુણસ્થાન ક્રમ-અધિષ્ઠિત પ્રાર્થનાકાવ્ય છે. આ કાવ્ય કોઈ સાધારણ રચના નથી, પરંતુ સાધના પછીનો એક અંતરનાદ છે. સુક્ષ્મ ક્ષાયિક પરિણતિને સ્પર્શ કરે તેવી સ્વભાવના સમ્યકધારા છે જે ઉદયમાન વિભાવ કર્મોનું છેદન કરી સમ્યફ પ્રકાશ આપનારી છે. અલૌકિક ઉપલબ્ધિમાં અપૂર્વ અવસરના ભાવો સમજાવતા પરમદાર્શનિક પૂજ્ય જયંતમુનિ લખે છે કે, પ્રથમ પદમાં ઐતિહાસિક નિગ્રંથ શબ્દનો પ્રયોગ ર્યો છે. પૂર્વે ‘નિયંઠા ધર્મ' તરીકે જ જૈન ધર્મની ઓળખ હતી. નિયંઠા એટલે નિગ્રંથ. પરિગ્રહરહિત સાધુસમુદાય, બાહ્ય બધા ગ્રંથ અર્થાત્ બંધન કે પોતાના સ્વામીત્વનો કે કોઈ પણ પ્રકારના અધિકાર કે સંપત્તિની માલિકીના પરિહર કરે તેવો પ્રબળ શબ્દ નિગ્રંથ છે. આગળ વધતાં કામ, ક્રોધ અને આગ્રહ છૂટે. પછી વિચારોના વ્યામોહની ગાંઠ છૂટે તો આત્યંતર નિગ્રંથ પણ પ્રાપ્ત થઈ શકે છે. બીજા પદમાં ભાવની વાત આવે છે. આમાં સર્વ શબ્દ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે પક્ષોનું વિશાળ અસ્તિત્વ ધરાવે છે. આ બધા ભાવોના સમુદ્રમાં જીવ માછલીની જેમ તરે છે. વિરાટ સમુદ્રમાં રહેતી માછલી આહાર સંજ્ઞાને કારણે માછીમારના કાંટામાં ફસાય છે. માછલીનું જાગરણ બે પ્રકારે થાય, અર્થાત્ બે કારણથી માછલી બચી શકે. માછીમારનું જીવનપરિવર્તન થાય અથવા તેનું અસ્તિત્વ ન ટકે અને બીજું કારણ માછલી પોતે આહારસંજ્ઞાની - ૧૮૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આસક્તિથી મુક્ત થાય. માછીમારરૂપી પ્રતિકૂળ સંયોગ દૂર કરવા તેના વશમાં નથી, પણ પોતાની આસક્તિ-વૃત્તિથી નિવૃત્ત થાય અથવા વૃત્તિની હાજરી હોવા છતાં જ્ઞાન દ્વારા ચેતી જાય તેવા ઉત્કૃષ્ટ ભાવ કવિએ આ પંક્તિમાં ભર્યા છે. ત્રીજા પદમાં ચૈતન્યના જ્ઞાન દ્વાર મોહ પર વિજયની વાત. ચોથા પદમાં આત્મસ્થિરતાની અદ્ભુત વાત કહી છે. જીવન વિકાસ દર્શાવતાં એકએક પદ પરની વિચારણા આલેખીએ તો એક મોટો ગ્રંથ થઈ શકે એવા વિશાળ અને ગૂઢ ભાવો આ કૃતિમાં છલોછલ ભરેલા છે. આધ્યાત્મિક રીતે જીવને પોતાના લક્ષસ્થાન-મોક્ષ સુધી પહોંચવાનો વિકાસક્રમ શ્રીમદે જૈન આગમોની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. જૈન ધર્મમાં જીવની નીચામાં નીચી ભૂમિકા મિથ્યાત્વથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ કામાં ચોથા ગુણસ્થાનથી શરૂ કરી ૧૪માં ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસંગોપાત પોતાની આધ્યાત્મિક સ્થિતિનો તેમ જ અભિલાષાનો ખયાલ પણ શ્રીમદે આ કાવ્યમાં આપ્યો છે. તેથી આ કાવ્ય શ્રીમનાં જીવન-કવનના તેમ જ આત્મિક વિકાસના અભ્યાસમાં ઘણું અગત્યનું બની રહે છે. ૨૧ કડીના આ નાના કાવ્યની ઉત્તમ ગુણવત્તાથી આકર્ષાઈને મુનિશ્રી જયવિજયજી, મુનિશ્રી કાનજીસ્વામી, મુનિશ્રી સંતબાલજી તથા નગીનદાસ શેઠ જેવા વિદ્વાનો આ કાવ્યની વિસ્તૃત સમજણ આપતાં પુસ્તકો લખવા પ્રેરાયા છે. “અપૂર્વ અવસર પર મુનિ જયવિજયજીએ સૌપ્રથમ વિવેચનપૂર્ણ પુસ્તક લખ્યું છે. “શ્રી ગુણસ્થાન ક્રમારોહણ અથવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? એ પદ પર વિવચન' એ નામનું તેમનું પુસ્તક વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત થયું હતું. તેમાં મુનિશ્રીએ પ્રત્યેક કડીનો ભાવ, વિશેષાર્થ વગેરે વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યમાં જીવનો ચોથાથી ૧૪મા ગુણસ્થાન સુધીનો વિકાસક્રમ શ્રીમદે બતાવ્યો છે અને જીવ કેવા ક્રમથી એકએક ગુણસ્થાન ચડતો જાય છે તે બતાવ્યું છે, તેથી મુનિશ્રીએ આ કાવ્યને “શ્રી ગુણસ્થાન ક્રમારોહણ” જેવા સાર્થક નામથી ઓળખાવ્યું છે. તે પછી વિ. સં. ૧૯૯૬-'૯૭ આસપાસ પૂ. કાનજીસ્વામીનાં “અપૂર્વ - ૧૮૧ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. અવસર એવો ક્યારે આવશે ? કાવ્ય પરનાં પ્રવચનોની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી. આ બે પુસ્તક પછી પૂ. મુનિ શ્રી સંતબાલજીનું ‘સિદ્ધિનાં સોપાન” નામનું "અપૂર્વ અવસર', પરનું વિવેચન પુસ્તક વિ. સં. ૨૦૦૭માં - ઈ.સ. ૧૯૫૧માં પ્રગટ થયું. આ પુસ્તક આ કાવ્યનો ગંભીર આશય સમજાવવા ઉપરાંત સાધક પોતાનું દીનત્વ પ્રભુ પાસે કબૂલતો હોય તેવી જાતની કલ્પના કરીને આ કાવ્યનો વિશેષાર્થ સમજાવ્યો છે. આ કાવ્યમાં ૧૪મા ગુણસ્થાનની પ્રાપ્તિ-સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો ક્રમ બતાવાયો છે. તેને લક્ષમાં લઈને મુનિશ્રીએ યોગ્ય રીતે “સિદ્ધિનાં સોપાન' એવું નામ આ કાવ્યને આપ્યું છે. આ બધાં પુસ્તકોના વિશિષ્ટ ગુણોને લક્ષમાં લીધા પછી, આ આખું કાવ્ય વધુ વિસ્તારથી તથા ઝીણવટથી સમજાવવાનો પ્રયત્ન શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે તેમના “પરમપદ પ્રાપ્તિની ભાવના” નામના “અપૂર્વ અવસર" પરના વિવેચના પુસ્તકમાં કર્યો છે. ગુણસ્થાનકમારોહણ બતાવવાની સાથે આ કાવ્યમાં શ્રીમદે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વ્યક્ત કરી છે. આ કાવ્યની છેલ્લી ગાથાની પહેલી પંક્તિ “એહ પરમદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં” પરથી શ્રી શેઠે આખા કાવ્યનો સાર જણાવતું “પરમપદ પ્રાપ્તિની ભાવના" એવું શીર્ષક યોદું જણાય છે. જૈન આગમોની પરિપાટ અનુસાર શ્રીમદે આ કાવ્યમાં કરેલી ગુણસ્થાનવર્તી જીવની કક્ષાની ગોઠવણી વિશે મુનિશ્રી સંતબાલજી તેમનાં સિદ્ધિનાં સોપાન' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે : “પણ એ વર્ગીકરણ અને ગોઠવણ એવાં તો ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પનિયાનો અભુત કળાનમૂનો છે, તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતનાં આલિશાન મંદિરનો કળાનમૂનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જઈએ, પણ જેને પચે એનો બેડો પાર.' આ દિવ્ય કૃતિનો ઉપસંહાર અંકિત કરી આપણી આકંઠ સરસ્વતીને પાવન કરીએ. - ૧૮૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 * આ પદ ઉત્તર ગીત સ્વરમાં ગાઈ શકાય તેવું હોવાથી સરળ ભાવે સાધકના મનમાં વસી જાય છે. * જ્ઞાનાત્મક અને તત્ત્વમય હોવા છતાં ભક્તિભાવથી ભરપૂર છે. અંશમાત્ર તેઓએ પોતાના વ્યક્તિત્વનું પ્રદર્શન ન કરતાં ઉત્તમ ભાવોનું પ્રદર્શન કર્યું છે. માનો કે આવા ઉત્તમ ભાવરૂપે સ્વયં આત્યંતરભાવે પ્રગટ થયા છે. પર્વતીય પ્રદેશમાં પર્વત અને જંગલોમાં વહેતી સલીલા જળધારા અંદરઅંદર પ્રવાહિત થઈ એક મહાનદીરૂપે મેદાનમાં અવતરિત થાય છે તેવી જ રીતે શ્રીમદ્જીના અંતરક્ષેત્રમાં વહેતી જ્ઞાનધારા કાવ્યરૂપે જનસમાજમાં એક મહાનદીરૂપે અપાર જળરાશિને ધારણ કરતી વિશાળ સરિતા દૃષ્ટિગોચર થાય છે. આ કાવ્ય ઉપર્યુક્ત ભાવોનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સરળ ગુજરાતી ભાષામાં સહજ નવા જૂના ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરી પાઠકનું મન મોહી લ્ય છે. શારદાપુત્ર તરીકે તેઓએ મા શારદાની અતિઉત્તમ સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આવા આધ્યાત્મિક પદનો ઉમેરો કરી ગુજરાતી ભાષાને ચમકાવી છે. સાહિત્યિક ક્ષેત્રમાં તેઓ ઉત્તમ સ્થાને બિરાજ્યા છે. કોઈ પણ પ્રકારનો સાંપ્રદાયિક આગ્રહ રાખ્યા વિના સર્વમાન્ય જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતોનું ઉત્તમ આલેખન કરી સમ્ય દર્શનનું સ્વચ્છ પ્રતિબિંબ ઉપસ્થિત કર્યું છે, એવી આ મહાન રચના અને તેના કર્તા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની અભિવંદના કરીએ. (જૈન ધર્મના અભ્યાસુ ગુણવંતભાઈ કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓનાં સાઠ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ તથા જૈન આગમમિશન સાથે જોડાયેલા છે). સંદર્ભ : * અલૌકિક ઉપલબ્ધિ : પરમદાર્શનિક પૂ. જયંતમુનિજી * શ્રીમદની જીવનસિદ્ધિ : સુશ્રી ડૉ. સર્યાબેન મહેતા * સિદ્ધિનાં સોપાન : મુનિ શ્રી સંતબાલજી * પરમપદ પ્રાપ્તિ ન. ગી. શેઠ * અપૂર્વ અવસર : પૂ. જયવિજયજી પરષાર્થ : પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું B શૈલેશી અજમેરા लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती । नन्हीं चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर, सौ बार फिसलती है । मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, ક્રોશિશ ને વાળ ક્રી વામી દર નદી દોતી . (૧) डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जा कर खाली हाथ लौटकर आता है। - ૧૮૪ ૧૮૩ - Page #98 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में । मुट्ठी उसकी खाली हर बार नहीं होती, ને વાર્તા વક્રી રામ ના રોતી ! (૨) असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई, देखो और सुधार करो। जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम । कुछ किये बिना ही जयजयकार नहीं होती, કોશિશ યાને વાજી શી વામ દર નદf દોસ્તી | (૨) કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી" એક ખૂબ જ પ્રખ્યાત હિન્દી કવિતા જેની પંક્તિઓને વાંચતાં જ વ્યક્તિના હૃદયમાં પ્રેરણાનાં બીજ રોપિત થાય છે. રોજિંદા જીવનમાં આપણી આસપાસ અનેક ઘટનાઓ સર્જાતી હોય છે, જેનાથી હારીને અને હતાશ થઈને આપણે પરિસ્થિતિની સામે ઝૂકી જઈએ છીએ. પરંતુ સતત પુરુષાર્થ કરવાવાળી દઢ મનોબળવાળી વ્યક્તિ હંમેશાં યશ-કીર્તિને પામે છે અને એ કદી હારનો સ્વાદ ચાખતી નથી. કવિ શ્રી હરિવંશરાયજી બચ્ચન જેવા કોઈક જ સર્જક હોય છે જે આપણી આસપાસની ઘટનાઓમાંથી પ્રેરણા અને બોધ પામીને આવા સુંદર કાવ્યની રચના કરે છે જે અનેકોનાં જીવનમાં એક સકારાત્મક ભાવ પ્રગટાવે છે. અમુક સંશોધકોનું માનવું છે કે આ પ્રેરણાદાયક કાવ્યની રચના કવિ શ્રી સોહનલાલ દ્વિવેદીએ કરી છે. પહેલી કડી પર જે ચિંતન કરીએ તો સરળ ભાષામાં ખૂબ જ Practical વાત કહી છે. એક નાનકડી કીડી જ્યારે પોતાના શરીર કરતાં બમણો ભાર ઉપાડીને દીવાલ પર ચડતી હોય છે ત્યારે ઘણી વાર લપસીને પડવા છતાં પણ તે પોતાના લક્ષ્ય તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધે છે. કીડીને સ્વયં પર વિશ્વાસ છે કે તે પોતાનું કાર્ય સંપન્ન કરી શકશે. આધ્યત્મિક દૃષ્ટિકોણથી આ દાંત જોઈએ તો સમજાય કે આપણી સાથે પણ આવું જ કંઈક થયું હોય છે. નાનીનાની સાધનામાં જ્યારે આપણને કોઈ વિગ્ન કે કર આવે છે ત્યારે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ડગમગવા લાગે છે. આપણને પોતાના સામર્થ્ય પરથી પણ વિશ્વાસ ઊઠી જાય છે. પરમાત્મા ૧૮૫ - 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S કહે છે કે, સાધનાનો માર્ગ તો ખાણમાંથી સોનાને કાઢવા સમાન છે. જો આપણે અધવચ્ચે અટકી જઈશું તો કેવળ માટી જ મળશે, પણ જો આપણી શ્રદ્ધા પૂર્ણ હશે તો આપણે અટક્યા વગર ઊંડાણ સુધી પહોંચીને સ્વર્ણ મેળવી શકીશું. જો સાધક નાની વિપદાઓથી ડરીને સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાનું અટકાવી દેશે તો પછી તે પરમના સરનામા સુધી કેવી રીતે પહોંચશે ? શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના સમય પર થયેલા આનંદ આદિ ૧૦ ઉત્તમ શ્રાવકોનાં જીવનચરિત્રનું વર્ણન આવે છે. આ સૂત્રના બીજા અધ્યયનમાં શ્રમણોપાસક કામદેવ શ્રાવકનો અધિકાર આવે છે. શ્રમણોપાસક કામદેવની ધર્મશ્રદ્ધાને વિચલિત કરવા માટે દેવે વિવિધ રૂપ ધારણ કર્યા અને અનેક પ્રકારે કરો આપ્યાં, પરંતુ કામદેવ શ્રાવકે એ ઘોર ઉપસર્ગો પણ સમતાભાવે સહન કર્યા અને ધર્મમાંથી વિચલિત થયા નહીં. તેમના ધર્મમય જીવનમાંથી એમની ઉત્કૃષ્ટ ધર્મશ્રદ્ધાનો ગુણઅનુસરણીય છે. પંચમકાળમાં તારનાર જે કોઈ પરિબળ હોય તો એ જિનવાણી પર અતૂટ અને નિર્વિકલ્પ શ્રદ્ધા જ છે. બીજી કડીમાં કવિ મરજીવાના મોતી શોધવાના અવિરત પ્રયાસની પ્રશંસા કરે છે. એની સાથે એ બોધ પણ આપે છે કે કોઈ પણ કીમતી વસ્તુ મેળવવાની શોધ લાંબી અને કઠિન હોય છે. મરજીવા સાગરના ગર્ભમાં મોતીની શોધમાં નીકળે છે ત્યારે દર વખતે તેમને મોતી સાંપડતું નથી, પણ નિરાશ થઈને જો તે પ્રયત્ન બંધ કરી દે તો તે ક્યારેય પણ મોતીને ગોતી શકતા નથી. વારંવાર પ્રયત્ન કરવા પર એક દિવસ તો તેને મોતી મળી જ જાય છે. જેમ એક એરોપ્લેન ટેક ઑફ થવાનું હોય ત્યારે એ પ્લેન તરત જ ઊડી નથી શકતું. તે પહેલા રનવે પર ચાલે છે અને ગતિ વધારતાંવધારતાં એક ક્ષણ એવી આવે છે કે તે આકાશમાં ઉડાન ભરે છે. પરમાત્માશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચતુર્થ અધ્યયનમાં ફરમાવે છે કે, “મુહંમહું મોહ ગુણે જયંત', અર્થાત્ કોઈ પણ સાધના-આરાધનાના ક્ષેત્રમાં ધીમેધીમે ગતિ વધારીને પ્રગતિ કરવી જોઈએ. અનંતકાળના આત્મા પર લાગેલા કષાયના કુસંસ્કારો અને મોહરૂપી ભ્રમ આપણને સત્યની પ્રાપ્તિ સરળતાથી નથી કરવા દેતા. આરાધનામાં તરત સફળતા પ્રાપ્ત નથી થતી, પરંતુ જે મજેમ આપણી આત્મપ્રાપ્તિનો, પુરષાર્થનો વેગ ઊપડે છે ત્યારે આપણા મોહનું આક્રમણ મંદ પડતું જાય છે અને આપણે સિદ્ધિના શિખર સુધી પહોંચી શકીએ છીએ. ૧૮૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ત્રીજી અને અંતિમ કડીમાં કવિ કહે છે કે, મહાનતાનું સર્જન મહેનતથી થાય છે. કોઈ પણ મહાપુરુષનો જ્યારે જયજયકાર થતો હોય તો તે તેમના અદ્વિતીય અસ્તિત્વની સાથેસાથે એમના આ માહાત્મ્ય સુધી પહોંચવાની જે પુરુષાર્થમય યાત્રા છે તેનો પણ થતો હોય છે. તે યાત્રામાં ઘણી અસફળતા પણ સમાયેલી હોય છે, પરંતુ સફળ એ જ બની શકે છે જે સફળતામાંથી બોધ લઈને, તે ભૂલોનું પુનરાવર્તન ન કરતાં, પોતાના લક્ષ તરફ આગળ વધે છે. એવું લાગે છે કે પરમાત્મા મહાવીરના જીવનચરિત્રથી પ્રેરિત થઈને કવિએ આ પંક્તિઓ લખી હશે. સ્વયં પરમાત્મા મહાવીરને પણ આત્મપ્રાપ્તિ સહજતાથી થઈ નહોતી. તેઓ સતત તપ, સાધના, અનુપ્રેક્ષા, ચિંતન, મનોમંથનમાં લીન રહેતા હતા. પરમાત્માએ સાડા બાર વર્ષના સમયમાં ૪૮ મિનિટ માટે પણ નિદ્રા ન લીધી હતી. સાડા બાર વર્ષના અથાગ, અવિરત પરિશ્રમ અને પુરુષાર્થની સાથે સતત જાગૃતિ અને નિરીક્ષણ પશ્ચાત તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટે દૃઢ આત્મવિશ્વાસ સાથેનો સમ્યક્ પુરુષાર્થ આપણને સ્વયંના લક્ષ સુધી પહોંડવામાં સહાયરૂપ બને છે. પરમાત્માની ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને પરમને પ્રાપ્ત કરવાની તાલાવેલી આપણને મોક્ષની સમીપ લઈ જાય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો મિચ્છામી દુક્કડં. (ચેન્નઈસ્થિત જૈન ધર્મનાં અભ્યાસ શૈલેશીબહેને મુંબઈ યુનિવર્સિટીથી Microbiology અને Biochemistryમાં Graduation કરેલ છે. જૈન વિશ્વભારતી ઈન્સ્ટિટયૂટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલૉજી કોર્સ કરેલ છે. લૂક-એન-લર્ન અને સંબોધી સત્સંગ સાથે સંકળાયેલાં છે). ૧૮૭ ૨૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © અધ્યાત્મ યોગી સાધક શ્રી મકરન્દ દવેના શબ્દ દ્વારા આંતરચેતનાનો ઉઘાડ 2 ડૉ. સેજલ શાહ *આજ અદીઠા તીરને સોણે પાંખો ફૂટતી પ્રાણે રે. મારગ નવલે દીવા બળે આંખ તણાં અંધારાં ટળે મરણ મરે પળેપળે જાગતાં જીવન-ગાણે રે.’ મન્દ દવેના શબ્દોમાં પ્રવેશ કરતાં અનુભૂતિના સ્તરે જે અનુભવાય છે તે કવિની પંક્તિમાં જ વ્યક્ત થયું છે. અધ્યાત્મના અદીઠા પ્રદેશનો અનુભવ કેવો હશે, એકવાર પ્રવેશ થયા પછી બધું જ બદલાઈ જાય છે, અઘરું છે, એ અનુભૂતિને વર્ણવવું. મકરન્દ દવેના પદ્યમાં આરત પણ છે અને ભક્તે હૃદય પણ. ૧૮૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 એક તરફ પામ્યાનો આનંદ અને બીજી તરફ પામવાની ખેવના અને એ પ્રવાસની વાત. મકરન્દ દવેનું પ્રદાન અખિલાઈના સર્જક તરીકે થવું જોઈએ. ભક્તિનો રંગ અને સમકાલીન પરિસ્થિતિ સામેનો રોષ બંને એમાં છે. તેમણે જીવનને કોઠાસૂઝથી ઉકેલ્યું હતું. અધ્યાત્મમાર્ગનો એવો જીવ હતા જેમના અનુભવની અંગત વાણીમાં ફકીરી વૃત્તિ અને મસ્તાની ચાહના જોવા મળે છે. મકરન્દ દવે લખે છે કે, પરસ્પરની હંફ કે પ્રેમ વિના તો દુનિયા ઇન્દ્રાપુરી હોય તોય દોઝખથી દૂર નથી અને ખોબેખોબા પ્રેમની લહાણી કરતાં આ બે ભલા જીવન માટે તો ‘આમલકી આંઠો જામ ખુમારી'વાળી દશા સહજપ્રાપ્ય હોય એમાં નવાઈ નથી. સંતોની સહજ વાણી સરળ, પ્રાણવાન, આનંદમય હોય છે. તેમનાં કાવ્યોમાં વિવિધ પાત્રસૃષ્ટિ પણ જોવા મળે છે. હીર-રાંઝા, સહિણી-મોહાર, શાહ લતીફ, શાહ વારિસ, જ્ઞાનેશ્વર, રસખાન, કબીર, ગાલિબ, હઝરત, મુસા, દાદુ દયાલ વગરે. ઊંડી અનુભૂતિ અને અનિવાર આરતને ઝીલતાં ભજનો, કાવ્યો અને કથાઓએ એમના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ખુમારી અને નિર્મળ હૃદયની વાણીથી આ કવિતા સંવેદનશીલ અને મુખર બની છે. યોગી અને સાધક એવા મકરન્દ દવેના શબ્દોમાં એમની અનુભૂતિ અને સાધનાનો સતત પરિચય જોવા મળે છે. કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર, સાધક, ભીતરના સત્યશોધક અને અનુવાદક, આવી બહુમુખી પ્રતિભાના સર્જક શ્રી મકરન્દ વજેશંકર દવે (૧૩-૧૧-૧૯૨૨થી ૩૧-૦૨-૨૦૦૫)નો જન્મ ગોંડલમાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ ગોંડલમાં થયું. પછી રાજકોટ, આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ૧૯૪૨ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી તેમણે અભ્યાસ છોડ્યો. ‘કુમાર', 'ઊર્મિનવરચના' જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જય હિંદ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી કરી. ‘નંદીગ્રામ' નામની નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સન્માનમાં નરસિંહ મહેતા એવૉર્ડ, મેઘાણી એવૉડ, શ્રી અરવિંદ એવૉર્ડ, ગુજરાત ગૌરવ એવૉડ વગેરે તેમને પ્રાપ્ત થયા છે. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારો, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ અને મેઘાણીનો પ્રભાવ તેમની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહીને ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ મેળવવા મથે ૧૮૯ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, છે. આ ઉપરાંત નવલકથા, ચિંતનાત્મક લેખોના સંગ્રહો પણ મળે છે. તેમના જીવનના કેટલાક વિશેષોને ખાસ નોંધવા જોઈએ. સાત જ વર્ષની ઉંમરે આંતરિક જાગૃતિ, દસ વર્ષની ઉમ્મરથી કાવ્યલેખનની શરૂઆત, ૧૯૪૨ના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ, ગઝલસમ્રાટ ‘ઘાયલ’ના પરમમિત્ર - તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક “છીપનો ચહેરો ગઝલ લખ્યું. ૧૯૮૯થી ૧૯૯૯માં ઘણી વાર વિદેશયાત્રા, નંદીગ્રામ-વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજસેવા કરી. કૃતિઓ : કવિતા-તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા' (સમગ્ર કવિતા), અમેરિકાનો ચિરંતન ચહેરો. નવલકથા - માટીની મહેકતો સાદ ચિંતન-યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ, તારકમંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે. બાળસાહિત્ય - ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઈ, તાઈકો. ગીતનાટિકા - શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત. ચરિત્ર - યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઈ. સંપાદન - સત કેરી વાણી, ભજનરસ. મકરન્દ દવે એટલે કવિતા અને યોગસાધનાનો અદ્ભુત સમન્વય. ખૂબ નાની અવસ્થામાં જ તેમને એનો અનુભવ થયો હતો. વાંચનના શોખને કારણે તેમણે ખૂબ વાંચ્યું. પૂર્વ અને પશ્ચિમના વાંચનને આધારે તેઓ તારવતા ગયા. તેઓ કહે છે, ‘વૈદિક મંત્રદટાઓ, બૌદ્ધ સિદ્ધો, નાથ યોગીઓ અને નિર્ગુણસગુણ ધારાના સંતો સુધી મારી વાંચનયાત્રા ચાલી આવી. આ સમાં ભાષાની શુંશું ખૂબી છે એ હું તારવતો ગયો. આમ મારી ક્ષિતિજો વિકસી. એકવિધતાથી ઊંડાણ આવે છે, પણ દૃષ્ટિની વિશાળતા ગુમાવી બેસીએ છીએ.' મકરન્દ દવેનાં ગીતો અને પદનો લય સરળ અને સહજ હોય છે. આંતરચેતનાનો વિકાસ તો નાનપણમાં થયો હતો. કિશોર વયે સાધુસંત, ભજનિકો, લોકગાયકો પાસેથી ભજનો સાંભળેલાં. બહુ જાણીતું ભજન ‘વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે', આ ઈશ્વરને ભજી શકાય પણ માપી તો ન જ શકાય, કારણ આમ તો તે તુલસીથીય હલકાં છે અને આમ તો તે મેથીય મોટાં - ૧૯૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 છે. જેને ભાવના ભજનથી જ જીતી શકાય. ગાંધીજીએ કોશિયાને સમજાય એ ભાષાની વાત કરી હતી તેવી ભાષાનો પ્રયોગ આ પદમાં જોવા મળે છે. જેમજેમ આ કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરીએ તેમ સમજાય કે સર્જકે મોટા ભાગે તો પોતાની જાત સાથે જ વાત કરી છે. એક તો પરમ સાથેની અનુભૂતિ, પ્રકૃતિ સાથેનું તાદાભ્ય અને બીજી તરફ અંગત અનુભૂતિનો રણકાર એ જ એમનું પદ્ય છે. આ પદ્ધ સંવાદ અન્ય કરતાં વિશેષ પોતાની જાત સાથે, પોતાની જાતને જાગૃત રાખવા કરે છે. અહીં જેમ સ્થિર સ્થિતિ જોવા મળે છે તેમ મનવિગ્રહ પણ જોવા મળે છે. ‘મન વિદ્ધ કુરંગ - શું વને કરી ચિત્કાર પુકાર આથડ્યું, અવ તો અસહાય આખરે પટકાતું વનપલ્લવે પડવું.' કવિ મનની સ્થિતિ સમજાવે છે. મન જ્યારે ન સમજાય તેવી વિટંબણામાં અટવાય છે ત્યારે એનો ઉકેલ કોણ લાવે ? આ મન માટીના કોડિયા જેવું છે, આ શરીરને ઘર-ખડેરનું પ્રતીક આપ્યું છે. અંદરનો આત્મા જીવે છે, તેલ બળી રહ્યું છે, પરંતુ અડધી બળેલી વાટ જેવું આ જીવતર. દેહ અને મનના બંદ્ધ જે સમજે છે તે જીવન અને મૃત્યુને સમાન ગણીને ઊજવે છે. મકરન્દ દવે પ્રકૃતિ સાથે સતત સંવાદ કરે છે. પ્રકૃતિ માનવીય ચેતનાને અનુપમ અનુભૂતિ અર્પે છે. સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વણ સામટા, ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણા, ડોલતાં, હસતાં, કુણા... જીવનમાં અપાર મુશ્કેલીઓ આવે, સ્વપ્નો તૂટી જાય, ત્યારે પણ આશાનો દીપ ન છોડતાં સૌંદર્ય અને માંગલ્યનું ગીત ગાતા રહેવાનું કહે છે. પોતાના વિશે જણાવતાં તેઓ કહે છે, તેમનો ઉછેર સૂર, ગીતો અને ભક્તિ સાથે થયો હતો. નાની વયે અનેક કીર્તનો-પદો સાંભળ્યાં હતાં. તેમના પિતાના ભક્તિનાં મૂળ ઊંડાં હતાં. જ્ઞાનનાં ફળ લાધ્યાં હતાં. તેમણે મકરન્દ દવેને ત્રણ વસ્તુ આપી હતી - ૧૯૧ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જેને તેમણે જીવનભર સાચવ્યાં. મનુષ્ય ખરેલાં પાંદડાં જેવો છે અને પવનની થપાટ સાથે જેમ સૂકું પાંદડું ઊંડે તેમ જીવન પણ ક્યારે ઊડી જશે એ વિશે કંઈ કહેવાય નહીં. જેણે જીવનને જાણી લીધું છે તેને માટે સમજવું અઘરું નથી. મોટા ભાગના પદ્યમાં જોવા મળે છે કે આત્માના અનુભવની વાણી પદ્યરૂપે પ્રગટી છે. મોટા ભાગે પ્રતીકાત્મક વાત કરવાનું તેમને અનુકૂળ આવે છે. પરંપરાગત ભજનની અસર તેમનાં ભજન પર જોવા મળે છે અને છતાં રીતિની દૃષ્ટિએ વૈવિધ્ય જાળવી શક્યા છે. ટેરવાં બોલે ને તંતુ સાંભળે' ખૂબ જ સુંદર ભજન છે તેમ જ આ ગીત જુઓ, “અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તરરંગીલા રસદાર, તરબોળી ઘોને તારેતારને, વીંધો અમને વહાલા, આરંપાર.' આખા ગીતમાં પછી જુદાં જુદાં વિશેષણો પરમાત્માએ આપીને અને પોતાને સામાન્ય મનુષ્ય ગણીને, એમાં ભીંજાઈ જવાની વાત કરે છે. બીજા એક ગીતમાં પરમને મળવાની આરત વધે અને ન મળે ત્યારે ઉન્માદ કેવો વધે છે તે જુઓ, “સકલ મનોરથ સફલ સુવેલા. મીટ નહિ અવસાદ, અંતર વસી હરિ કરે અવહેલા બઢે બિરહ ઉન્માદ; અને પછી આગળ કહે છે કે, ‘બાવરે ! પરખ સનાતન રીતિ, પીતાં પ્યાસ વધે અતિ આકુલ, પ્રાણ ન તપે પ્રીતિ.' તરત જ યાદ આવે કે રઘુકૂળ નીતિ સદા ચાલી આઈ, એમ જ સનાતન રીતિ છે કે જેમજેમ મેળવે છે તેમતેમ વધુ ને વધુ પામવાની ઇચ્છા વધતી જાય છે. મકરન્દ દવેની આંતરચેતનાના ઘડતરમાં કિશોર વયે સાધુસંન્યાસીઓ, ભજનિકો, લોકગાયકો પાસે સાંભળેલાં ભજનોનો ફાળો ઘણો મોટો છે. જેટલા ચાબખા છે એટલી જ મૃદુતા અને ખંત પણ છે. તેમણે ગઝલને પણ ન્યાય આપ્યો છે. ગઝલ સ્વરૂપમાં ઇશ્ક અને ઈશ્વર માટેની આરત બહુ જ તીવ્ર રીતે વ્યક્ત થઈ છે. મકરન્દ દવેની ગઝલમાં શબ્દલીલા અને ભાવલીલા ઉપરાંત પરમ પરના વિશ્વાસની વાત છે. કેટલાક શેરમાં ભાવની ઉત્કટતા જોઈએ, જેમ અંધારું બધું ઢળતું થયું, તેજ તારાને વધુ મળતું ગયું. Page #102 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન તારલાના તેજનું વધવું એ કંઈ સાવ નાની ઘટના નથી. અંધારાં સાથે તેજ, આ બેનું સાચાર્ય તેજને સાધે છે. અંધારાં સાથે અર્થની સહજતા સાથે પ્રતીકની સજતા જુઓ, ભલે હો નાવડી નાની, સમંદર હો તુફાની, અમારો નાખુદા આલાજિગર છે આસમાની. દરેક અવસ્થામાં ખુદા તો મહેરબાન જ હોય છે, ભલે ને મનુષ્ય કોઈ પણ હોય. આ ખુદા કોઈ પણ અવસ્થામાં આવે તેને ઓળખવાની તૈયારી આપણી હોવી જોઈએ. આ પરમનો અનુભવ તેમણે સતત કર્યો છે અને એની અનુભૂતિમાં તેઓ જીવ્યા છે. દેહરૂપી દીવો ઓલવાઈ જાય અને કોઈ જ્યોત એમની રાહ જોતી હોય, હેતના ટકોરાની રાહમાં તેઓ હોય છે. “અદીઠો સંગાથ' તેમની ખૂબ જાણીતી રચના છે. અવકાશમાં પગલું માંડતાં નીચે હરિવરનો હાથ જોતાં કવિ, સતત પોતાની સાથે પરમને અનુભવે છે. ભય અને સંશય - આ બંને જ્યારે પરમ હોય, ત્યાં ન હોય. જેને મનમાં શંકા ન તે જ ત્યાં પહોંચે છે, જ્યાં શ્રદ્ધા હોય તે એ અનુભૂતિ પામી શકે છે. ‘ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, ફૂટી એને રૂંવેરૂંવે આંખજાગીને જોઉં તો કોઈ નથી એકલું.” અધ્યાત્મદિશાનો ઉઘાડ તેમની કવિતાનો મુખ્ય સૂર છે. આ પરમ ક્યારેક ગીત બની તો ક્યારેક સંગીત બની તેમનામાં આલાપ જન્માવી રહ્યાં છે. જીવનની કપરી બાબતો વખતે આ સુકાની જ મદદ કરે છે. બીજી તરફ સર્જકનો સ્વભાવ પણ મોજીલો છે. પંક્તિ જુઓ : રોજ પૂછો છો કામનું ? રોજ પૂછો કમાણીનું ? એવી નકામી મુજ કને માહિતી મારા સમ, નથી. તેમની કવિતામાં એકવાર ભીતરનો સૂર પ્રાપ્ત થાય પછી દુનિયાના બદલાતા સૂર અંગેની બેપરવા જોવા મળે છે. ભાવમાં વિશેષ રહેવાનું સર્જકને વધુ ફાવે છે. ભક્તનું હૃદય અને ભગવદ્ભાવનું વિશાળ વાંચન એમનાં બે મહત્ત્વનાં પાસાં છે. માનુષી અને દિવ્ય એ બંને પાસાં એમના વ્યક્તિત્વને પૂરક બનાવે છે. મકરન્દ દવેએ કહ્યું છે કે, અંદરની પ્રેરણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મનમાં ફણગો ફૂટે છે અને પછી આંતરિક દિશા સૂઝે ૧૯૩ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 છે. મરકન્દ દવેને આપણે “ગમતાનો ગુલાલ' કરનારા સર્જક તરીકે ઓળખીએ છીએ. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે, આ પ્રયોગ તેમને કુન્દનિકાબહેન પાસેથી મળ્યો છે. તેઓ માને છે કે પોતાની પાસે જે સુંદર છે, શિવ છે, સત્ય છે તે સમસ્તને માટે છે. એટલે તો માધવને મટુકીમાં વેચવા નીગળેલી ગોપી સાથે કવિ પોતાની કરતાલ વગાડે છે. આપવાનો, વહેંચવાનો, પોતાને જે મળ્યું છે તે સમસ્તને મળે તેવો ભાવ ખૂબ સૂચક રીતે આ શેરમાં જુઓ, ‘તમે તો ખોબલે પાઈ રહ્યા, છતાં પ્રીતમ, તરસ નહીં માટે ન પાઉં જો તમામ લગી. લોકોને કશાકનો નશો ચડતો હોય છે, સત્તાનો, સંપત્તિનો, પદ ને પ્રતિષ્ઠાનો નશો ચડતો હોય છે. આ કવિને સમુંદરની લહેરુનો નશો ચડ્યો છે. એ અગાધ ચૈતન્યનો સમુદ્ર છે. એની લહેરુએ કવિનાં રોમેરોમને ઝંકૃત કર્યા છે, કારણકે એના ઘટમાં એની ભીતર કોઈક ઘેરઘેરું ગહેકે છે. એ જ પરમતત્ત્વ છે. પીડાની પારનું આ અખંડ અનુભૂતિનું કાવ્ય છે. મકરન્દ દવેનું પદ્ય નિર્ભેળ, નિસ્વાર્થ અને મુક્તપ્રેમનું છે. કવિ પોતાના જીવનની પ્રત્યેક પળને મુક્ત બની ચાહી શકે છે, વ્યથા અને વેદના, દરિદ્ર અને અભાવ વચ્ચે મનુષ્ય તાકી શકે એમાં નવાઈ નથી, પરંતુ એની વચ્ચે પણ કવિ સ્વપ્ન જોઈ શકે છે. કવિ આની વચ્ચે પણ પરમની અનુભૂતિ પામી શકે છે. માણસનું નામ એ તો એનું વસ્ત્ર છે, એનું રૂપ છે, એનો બાહ્યાચાર છે, પણ જે મનમાં લયની ગતિ નિરંતર ચાલે અને પરમાત્મા એ લયમાં જ ભળી જતા હોય છે. મકરન્દ દવેના પદ્યમાં કવિની આરત, ભક્તની તરસ, સત્યની શોધનો ભીતર ઊછળતો સમુદ્ર, જે એમની કવિતાને વહેણની ઉફરી અને જ્ઞાનની પારદર્શકતાથી સભર છે. (મુંબઈસ્થિત ડૉ. સેજલ શાહ, મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં ગુજરાતી ભાષાનાં વિભાધ્યાક્ષ છે. “પ્રબુદ્ધજીવનનાં તંત્રી છે. એમનાં પુસ્તકો ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્ય વિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે). Page #103 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 મધ્યકાલીન કવયિત્રી ગંગાસતીના શકવર્તી પદમાં ચૈતન્યચિંતન 255950 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી...વીજળીને ચમકારે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! - તેનો રે દેખાડું તમને દેશ જી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...વીજળીને ચમકારે - ગંગાસતી. મધ્યકાલીન યુગનું ગુજરાતી સાહિત્ય ધર્મરંગ્યું હતું, એમ એ પછીના યુગના કેટલાક વિવેચકોએ બૂમરેંગ મચાવી હતી, પરંતુ અમુક ધર્મઝનૂની અને જુલમી મુસ્લિમ શાસકોને કારણે સ્વાયત્ત અને સ્વકીય એવા સ્વધર્મને બચાવવાની યુગપત આવશ્યકતા ઊભી થઈ હતી અને આ યુગવર્તી પરિબળને કોઈ પણ ભોગે પહોંચી વળવાની જવાબદારી જનસમાજને માથે - સામાન્ય માનવીને માથે પણ આવી પડી. હતી એટલે એ વખતનો સમકાલીન સમાજ એ તરફ સહજ રીતે જ વળ્યો હતો. સર્જક પણ જે તે સમાજનું સંતાન છે અને એટલે એ સમાજધર્મોથી ચાહે તોપણ વિમુખ રહી શકે જ નહીં. જેમ સામાન્ય માનવીના ચૈતન્ય પર એમ સર્જક ચૈતન્ય પર પણ સામાજિક સમસ્યાઓ અને વિડંબનાઓ કે વિભિષિકાઓ અસરકર્તા રહી હોય છે. સર્જક જે તે સમાજ પૂરતો સામાજિક હોય છે. પોતાનાં પરંપરિત સામાજિક મૂલ્યોના રક્ષક તરીકે એણે ખૂબ મોટી જવાબદારી નિભાવવાની હોય છે. એ જ કારણ છે કે, મધ્યકાલીન યુગના સર્જકોને કવિપદનું અભિમાન નહોતું. પરંતુ એમના સર્જનમાં આમેજ એવાં સભ્યતા, સંસ્કૃતિ, સામાજિકતા, પરંપરા, ધર્મ-જેમાં વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, બોધ-એ સર્વનું ચિંતનગર્ભ દર્શન આપણે કરી શકીએ છીએ. જૈન કવિઓની કૃતિઓમાં કે જૈનેતર કવિઓની કૃતિઓમાં ઉપશમમાં તો ધર્મ અને ધર્મદર્શન જ મળે. નાનામાં નાના ગામડાના ખૂણામાં બેસીને લખનારો સર્જક હોય કે મહાનગરમાં બેસી લખનારો લબ્ધપ્રતિષ્ઠ હોય એનાં ચિત્ત-ચૈતન્યની તદ્રુપતા એકસૂત્રીય રહી છે. એ જ રીતે પુરુષ કે સ્ત્રી કવિની પણ એ જ વિમાસણ અને વિટંબના રહ્યાં છે. આ યુગની યુગપત શક્યતાઓને ઝીલનાર એક કવયિત્રી એટલે ગંગાસતી. આ યુગની અન્ય કવયિત્રીઓ કરતાં ગંગાસતીબા-નાં ભેદ-ભરમ, મિજાજ અને મનેખ, એમની દાર્શનિકતા અને એમનાં પદોની સંરચના તથા સંઘટન, કથનશૈલી અને કેન્દ્ર વગેરે - એ જ વિષયવર્તુળ ડૉ. અનિલ વાળા વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ ! નહિતર અચાનક અંધારાં થાશે જી; જોત રે જોતામાં દિવસો વહી રે ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી...વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ ! અધૂરિયાને નો કેવાય છે, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય છે...વીજળીને ચમકારે મન રે મકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ ! જાણી લીયો જીવ કેરી જાત જી; ૧૯૫ ૧૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS છતાં આગવાં અને અનોખાં રહ્યાં છે. કિંવદન્તીઓ અનુસાર હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રના રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં તેઓ જન્મેલાં. સમય આશરે ૧૨મીથી ૧૪મી સદી. ભાવનગરના સમઢિયાળાના ગરાસદાર કહળસંગ એટલે કે કહળુભાઈ સાથે લગન થયાં હતાં. આજે પણ આ ગામ “ગંગાસતીનું સમઢિયાળા'' નામથી ઓળખાય છે. કહળુભા ભક્તિ આંદોલનના અનુયાયી હતા. તેઓને અઝેભા નામે પુત્ર હતો જેનું લગ્ન પાનબાઈ સાથે થયું હતું. ગંગાસતી અને કહળુભા અત્યંત ધાર્મિક હતાં, તેથી તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બનેલું. આવનારા લોકો અને સાધુ-સંતો માટે એ ઘર નાનું પડતાં તેઓ ખેતરમાં જઈ ઝૂંપડી બાંધી રહેવાં લાગ્યાં. સત્સંગ ચાલુ જ રાખ્યો. લોક કહેણીથી અથવા મશ્કરીથી સત્સંગની સાબિતી આપવા માટે કહળુભાએ સિદ્ધિઓનો ઉપયોગ કરી, મરેલી ગાય સજીવન કરી. વાત ચોમેર ફેલાઈ ગઈ. સિદ્ધિના અકારણ ઉપયોગને કારણે મળેલી પ્રસિદ્ધિ ભજનમાં બાધારૂપ ન બને એ હેતુથી કહળુભાએ દેહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ કહળુભાએ પુત્રવધૂ પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી એમને રોકાઈ જવાની આજ્ઞા કરી. ત્યાર પછી કહેવાય છે કે ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને રોજની એક આધ્યાત્મિક રચના સંભળાવતાં. આવાં કુલ બાવન ભજનો ગંગાસતીએ પાનબાઈને સંભળાવ્યાં, જેમાં જીવન-જગત, ગૂઢ રહસ્યો સમેતના વિષયો આવરી લેવાયા હોવાનું કહેવાય છે. પછી એણે સમાધિ લીધી. આજે પણ સમઢિયાળામાં ગંગાસતીની સમાધિ છે. પ્રસ્તુત પદને આપણે ગંગાસતીનું શકવર્તી પદ કહી શકીએ. ગંગાસતીએ આ પદ પણ અન્ય પદની જેમ જ પાનબાઈને ઉદ્દેશીને રચ્યું છે. એ રીતે જોઈએ તો આ રતીનાં પદ એ યુગોથી વગાવાયેલો સાસુ-વહુનો જે સંબંધ છે એની સામે તાતું તીર ફેંકતું પદ છે. સાસુ-વહુના સંબંધ માત્ર કૂતરાં-બિલાડાના સંબંધ જ નથી હોતા, પણ ગુરુ-શિષ્યના પ્રેમલ સંબંધો અને શુદ્ધ સાત્વિક ભાવનાવાદી સંબંધો પણ હોય છે એ વાત પણ આડકતરી રીતે ગંગાસતીએ સાબિત કરી આપી. આ ઉપરાંત આ ગુર્જરભૂમિ માત્ર છીછરા જ્ઞાનની ભૂમિ નથી એ પણ સાબિત થયું. આ પદ અથવા ભજનના પ્રથમ અંતરામાં બહુ ગૂઢ અને ગહન વાત સાવ સરળ અને સાવંત તથા નિર્મળ બાનીમાં કહેવાઈ છે. S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ ! નહિતર અચાનક અંધારાં થાશે જી; જોત રે જોતામાં દિવસો વહી રે ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી...વીજળીને ચમકારે... આપણું આ જીવન વીજળીના ચમકારા જેવું છે. હજી આપણી સમજમાં આવે ન આવે ત્યાં તો આયખું પૂરું થઈ જાય છે. કહો કે તેજલિસોટા માત્ર. આ તેજલિસોટાના ક્ષણિક અજવાળામાં આપણા જીવનના મર્મને સમજવો, જગતનાં રહસ્યોને સમજવાં, પરબ્રહ્મને પામી લેવા એ ખૂબ જ કપરું કામ છે. એટલે આ કામ કે જે અત્યંત આવશ્યક છે કે કામ વીજળીના ચમકારામાં મોતી પરોવીએ એવું દુષ્કર છે. નહિતર ક્યારે મૃત્યુ આવી જશે અને અંધારું થઈ જશે એની ખબર પણ નહીં પડે. જો આજ-કાલ કરતાં રહીશું તો દિવસોને જતાં વાર નહીં લાગે. કેમ કે કાળ એટલે કે સમયનું ઉદર ભૂખભરેલું છે અને એ સતત ધાસને ખાનાર છે. અહીં કવયિત્રી “એકવીસ હજાર છસો” એમ લખે છે. એક તંદુરસ્ત મનુષ્ય એક દિવસના એકવીસ હજાર અને છરસો પૂરા શ્વાસ લે છે - એક વધુ પણ નહીં અને એક ઓછો નહીં. જો એની ગણનામાં એકની પણ વધઘટ થાય તો સમજી લેવાનું કે હવે મૃત્યુ તમારી નજીક આવતું જાય છે. ગામડામાં વસનારી આ કવયિત્રીને કેટલી વૈજ્ઞાનિક સૂઝ-સમજ છે, એની આપણને આ પ્રથમ અંતરાથી જ પ્રતીતિ થાય છે. અલબત્ત, ‘શિવ સ્વરોદય જ્ઞાન”ની પણ એને પૂરી જાણકારી છે અને વાસ્તવ જીવનમાં એ પ્રાયોગિકતાપૂર્વક જીવે છે - એ પણ પ્રમાણી શકાય છે. જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ ! અધૂરિયાને નો કે’વાય છે, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય છે...વીજળીને ચમકારે આ જ્ઞાન જાણવા જેવું છે અને છતાં પણ જાણ્યા છતાં કાયમ આપણે જાણતાં જ નથી એવી અજાણ વસ્તુ જેવું છે. જોકે, જેમ મૂઓને ઉપદેશ ન અપાય, બિનક્ષમતાવાળાને શિક્ષણ ન અપાય એમ આ જ્ઞાન પણ અધૂરિયા એટલે કે અધૂરા કે અધકચરા જ્ઞાનવાળાને ન અપાય ! નહિતર એને વિપરીત એનાં ભયંકર પરિણામો આવી શકે. સંસાર અને માયાની આ જે બાજી છે તે ગુપ્ત - ૧૯૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 રસનો અટપટો ખેલ છે. જેની રસના સક્ષમ હોય એ જ આ રસ પામી શકે. એ સ્વાદેન્દ્રિયના પ રસ કે મનેન્દ્રિય અથવા જ્ઞાનેન્દ્રિયના નવ રસથી નોખો નવલો રસ છે ! આ ગમે તેટલું જ્ઞાન પામવાથી સમજાતો નથી, પણ મનની આંટી મૂવી જોઈએ તો જ સમજાય. હુંપદ, અહમ્ કે કોઈ પણ પ્રકારના અભિમાનનો ત્યાગ કરનાર જ એને પામી શકે છે. હવે ત્રીજો અંતરો : મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ ! જાણી લીયો જીવ કેરી જાત જી; સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી...વીજળીને ચમકારે. - આ જીવ શું છે ? જગત શું છે ? સજાતિ-વિજાતિ શું છે? એ જાણવું હોય તો મન મૂકીને મેદાનમાં આવવું જોઈએ. આ તો આપણી સાથેનું યુદ્ધ ! આત્મમંથન, આત્મસંવાદ રચી શકીએ તો જ એ જાણી શકીએ. સમગ્ર સૃષ્ટિ એ સજાતિ અને વિજાતિ એમ બે ભાગમાં વિભાજિત છે, પણ એની ગતિ-એની જોડી એ જ આ જગતનું પરમસત્ય છે. નરસિંહ કહે છે એમ : “બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે !' આ બંને ભિન્ન નથી, પણ એક જ છે, એકસ્વરૂપા છે - જો આટલું સમજાઈ જાય તો જીવનરૂપી બીબે અનેરી ભાત પડી જાય. જેણે બધું જાણી લીધું છે એ કશું જ જાણતો નથી અને જે કશું જ જાણતો નથી એણે બધું જ જાણી લીધું છે. બીજું એક જ ભાત પાડતું હોય છે, પણ જ્યારે આ જીવનરૂપી બીબાથી અન્ય કે જુદી ભાત પડે ત્યારે સમજી લેવું જોઈએ કે એ વ્યક્તિએ જીવની જાત જાણી લીધી હશે. અહીં પાનબાઈના માધ્યમે કરીને ગંગાસતીએ સમગ્ર ચૈતન્યને ઉદ્દેશીને આ વાત કહી છે. અને હવે છેલ્લો અંતરો : પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ ! તેનો રે દેખાડું તમને દેશ જી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...વીજળીને ચમકારે... ગુરુ એ બ્રહ્માંડના પિંડથી પર છે એવું અહીં કહેવાયું છે. સમજી શકાય એવું છે કે અહીં ગુરુ શબ્દને આપણે સમજીએ છીએ એવો કોઈ અર્થ અભિપ્રેત ૧૯ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ન જ હોય ! આ બ્રહ્માંડ એક પિંડ છે અને એનાથી પર અલખ-નિરંજની ગુરુની ગાદી છે. જે સકલને જોઈ રહ્યો છે, જે જુદો છતાં સકલમાં સમાહિત છે, એવા ગુરુની વાત સહેજે આપણી સમજમાં જલદી આવે એવી નથી જ, પણ આ ગુરુ જેને તમે ઈશ્વર કહી શકો કે અખિલ બ્રહ્માંડનો માલિક કહી શકો કે ચાહે તે નામ આપી શકો. જે સમાહિત હોવા છતાં ક્યાંય સમાહિત નથી જ. વ્યાપ્ત છતાં અવ્યાપ્ત છે. જલકમલવત્ છે - એવા ગુરુની વાત છે. એનો વેશ જુદો છે, એનો દેશ જુદો છે, પણ ઉપરના ત્રણ કાવ્યખંડોમાં જે શરતો કહી છે એ પરિપૂર્ણ થાય તો અને તો જ અહીં સુધી પહોંચી શકાય. એમનો દેશ દેખી શકાય - દેખાડી શકાય અને નામાચરણ સાથે ગંગાસતી હવે અત્યાર સુધી પાનબાઈને ઉદ્દેશીને કહેતાં હતાં એ હવે મૂળ જેમના માટે આ કૃતિ થઈ છે એવા સંતોને ઉદ્દેશીને કહે છે કે, આ દેશ એવો છે કે જ્યાં લેશ પણ માયા નથી. માયાનો જરી પણ લેશ નથી. આધિભૌતિક જગતમાં જે બધા દંગા-સ્સાદ, ઝઘડા-ટંટા, વિવાદ-વિખવાદ થાય છે એ સર્વ માયાને આધીન છે. લગભગ મનુષ્યો માયાને આધીન રહીને જ ભક્તિ કરે છે. એમનું પ્રત્યેક કાર્ય લગભગ માયાના પુટથી યુક્ત હોય છે, પણ આટલું કરી જ્યારે આપણે ગુરુપ્રાપ્તિની ક્ષણ સાધીએ ત્યારે એ સ્થિતિનું નિર્માણ થાય , છે એ માયાના લેશમાત્ર પુટ વિનાની નિતાંત અને નરવી-ગરવી હોય છે. ગંગાસતીબાને વંદન. (બોડેલી કૉલેજના ગુજરાતીના અધ્યાપક અનિલભાઈ કવિ અને વિવેચક છે. તેમણે કવિ સર્વિસમાં દ્વારિકાના સંદર્ભો અને અર્થઘટન પર Ph.D. કર્યું છે. ‘પરિવેશ’ વૈમાસિકના સંપાનનું કાર્ય કરે છે). ૨oo. Page #106 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 પ્રેમથી પરમ સુધીની યાત્રા - મરમી માનવગર : મીરાં a ડૉ. દર્શનાબેન ધોળકિયા આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ મનુષ્યની સાથોસાથ પ્રેમતત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશને માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમજેમ વિકસતી ચાલી તેમતેમ એનામાં રહેલું પ્રેમતત્વ પણ ઉત્તરોત્તર નિખરતું રહ્યું. પૃથ્વી પર એવા પણ અનેક લોકોએ વસવાટ કર્યો જેમણે પ્રેમનું મૌલિક અર્થઘટન કર્યું. મૌલિક અર્થઘટન પામેલો પ્રેમ, હક્ક કે માલિકીની ભાવનાથી મુક્ત હતો, સાંપ્રદાયિક વાડાબંધીથી અલિપ્ત હતો, સ્થળ કે લૌકિક વાસનાઓથી અસ્પૃશ્ય હતો અને આવો પ્રેમ માત્ર પરમેશ્વરને જ થઈ શકે એવું વિશુદ્ધ એનું રૂપ હતું. એ પ્રેમની કલાને પામનાર માનવઆત્માઓ પણ પરમાત્માની હરીફાઈ કરી શકે તેવા વિરાટ ચૈતન્યના સ્વામીઓ હતા. - ૨૦૧ - Swઆધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999 સ્વાભાવિક રીતે જ, આ કક્ષાને પામનારા મનુષ્યો જુદાંજુદાં સ્થળે અને કાળે વસનારા ને રહેનારા હોય તો પણ તેમને ‘આધ્યાત્મિક ચેતનાના ઘટક' તરીકે ઓળખાવી શકાય. અધ્યાત્મ, મનુષ્યની એક સ્થિતિનો નિર્દેશ કરતો શબ્દ છે. આ સ્થિતિમાં રહેતા માણસની ગતિવિધિ અન્ય માણસો કરતાં જુદી તરી આવે છે. તેની ઉપસ્થિતિમાત્રથી જ તેની ચેતના ફેલાઈ જતી હોય છે. તેની હાજરીમાં પ્રગટતી આભા તેનામાં પ્રવેશેલી સ્થિતિની ચાડી ખાય છે. આ ચાડી, આધ્યાત્મિક મનુષ્યને એ છુપો રહેવા ધારે તોય રાખી શકતી નથી. એને પ્રગટ થયે જ છૂટકો થાય છે. એને જે મળ્યું છે તેને લલકાર્યા વગર એનાથી રહેવાતું નથી ને એના લલકારમાં રહેલો રણકો એને પ્રગટ કરી દે છે. મધ્યકાલીન ગુજરાતમાં અધ્યાત્મના રણકારને લલકારતા અનેક અવાજો આપણને સાંપડ્યા છે. તેમાં મીરાંનો રણકાર આગવો બનીને સુષુપ્ત અવસ્થામાં પડેલા સૌને જગાડી દે એવો નક્કર ને લાલિમા મંડિત ઉષઃકાળ જેવો મધુર છે. મીરાંમાં સળવળેલું આત્મતત્ત્વનું ફુરણ માત્ર મીરાંનું ન રહેતાં જાણે સમગ્ર જગતમાં પથરાઈ ગયું. ‘મીરાં' શબ્દ ફારસીમાંથી આવ્યો છે. એના અર્થો છે : પરમેશ્વર, અગ્રણી અને અમીર. મીરાં શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. ‘મીર+આ. સંસ્કૃતમાં ‘મીરનો અર્થ છે સમુદ્ર. ‘મીરાં’ શબ્દ સંસ્કૃત ‘મિહિરના પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર'નો અર્થ છે સૂર્ય. મીરાંના આ તમામ અર્થો મેડતાની આ રાજકુમારીએ, પરમેશ્વરની અભૂતપૂર્વ એવી પ્રિયતમાએ સાર્થક કર્યા છે. આરંભે શૃંગારમંડિત જણાતો મીરાંનો પ્રેમ આરંભથી અંત સુધી દિવ્ય છે. એનાં પદોમાં દિવ્યતાની સુગંધ ઠેરઠેર છવાયેલી જોવા મળે છે. એ દિવ્યતામાં પ્રતીતિ, અનુભૂતિ ભળતાં એનાં પદો શાશ્વતીને પામે છે. ઈ.સ. ૧૯૨૪માં, એક સંવાદમાં ગાંધીજીએ મીરાં ને મીરાંનાં પદ વિશે જે કહેલું તેમાં આ દિવ્યતા ને શાશ્વત તત્ત્વના સુયોગનો સંકેત રહેલો છે. મીરાંનાં પદ હંમેશાં સુંદર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે, કારણકે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે ફુવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે.' મીરાંની અધ્યાત્મયાત્રા એની આત્મરતિને લઈને, એના દિવ્ય પ્રેમને લઈને, ૨૦૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 એના શાશ્વત સંદેશને લઈને સૌને કૃતાર્થ બનાવતી રહી છે. આ કારણે મીરાંનું સ્થાન માનવગુરુનું બન્યું છે. માત્ર પરમેશ્વરની પ્રિયા હોવાને નાતે જ નહીં, પણ જીવનનો અર્થ પામ્યાને કારણે પણ મીરાં મરમી માનવગુરુ સિદ્ધ થઈ છે. મીરાંની ચૂળ ઓળખ મધ્યકાલીન ગુજરાતની ઉત્તમ સંત કવયિત્રી; મેડતિયા રાઠોડ કુળની પુત્રી, સિસોદિયા કુળની પુત્રવધુ. દુઃખી વિધવા હોવા છતાં પોતાને અખંડ સૌભાગ્યની સ્વામિની ગણતી સધવા; ગોકુળ-વૃન્દાવનમાં ક્રતી ચિરપ્રવાસી ને દ્વારકામાં અનંતને ભેટતી સ્ત્રીની છે. એના જીવનમાં આવેલા તબક્કાઓની વચ્ચે એણે જીવેલા જીવનનો સમયગાળો આશરે ઈ.સ. ૧૪૯૭થી ૧૫૪૭ સુધીનો ગણાયો છે. મીરાંની સાચી ઓળખ તો પરમેશ્વરની પ્રિયતમા તરીકેની ગણી શકાય. જનમ ધરીને મીરાંએ જે કર્યું છે તે આ. મૃત્યુ સમયે પણ તેની પાસે જે મૂડી છે તે આ જ. મીરાં ચિરપ્રેમિકા છે. પ્રેમ તત્ત્વ તેને રીતસરની ઘેરી લીધી છે. સમજ આવ્યા પછી તેને પ્રેમનો મહિમા સમજાયો છે એવું નથી. એ જાણે કે પ્રિયતમા બનીને જ કોઈની પુત્રી તરીકે, કોઈક દેશમાં જન્મી છે. આ વાતનો એકરાર કરતાં તે કહે છે : આધ વૈરાગણ છું, ‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ. જાણે કે થઈ રહ્યું! જે ક્ષણથી મીરાં પ્રેમપાશમાં બંધાઈ તે જ ક્ષણથી સંઘર્ષ શરૂ થઈ ગયો. આ સંઘર્ષ તેણે સહેલાં દુઃખોનો નહોતો, તેના વૈધવ્યનો નહોતો, જનસમાજ તેની પીડાને સમજવા તૈયાર નહોતો તેનો પણ નહોતો. આ સંઘર્ષ હતો પ્રિયતમની વધુ ને વધુ નિકટ થવાની ઉતાવળનો. જેનું નામ હતું વિરહ. મીરાં વિષાદની નહિ, પણ વિરહની મારી છે. અસીમ તત્ત્વને મીરાં ચાહી બેઠી છે. હવે ચિંતા છે તેને હાથવગું કરવાની : ‘નંદના કુંવર સાથે નેડલો બંધાણો, મારે છેડવો ઝાલીને ફરવું છે.” મીરાંનું આ પ્રારંભિક, ઊઘડતું વ્યક્તિત્વ છે. પ્રેમની ભાળ જેને લાગી એ ધન્ય તો થઈ જ ગયું, પણ પછી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે પ્રિયતમની ભાળ લાગવા અંગેની. એકલા પ્રેમથી કંઈ ચાલતું નથી. પ્રેમતત્ત્વને પામેલી મીરાં જીવનની વસમી યાત્રાએ - પ્રિયતમની શોધમાં નીકળી પડે છે. વિરહની મારી હોઈને તે શિથિલ બની ગઈ છે. પોતે અનુભવેલા શૈથિલ્યને એણે અનેક જગાએ, ૨૦૩ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, અનેક રીતે વ્યક્ત કર્યું છે : ‘હું તો ટળી રે સંસારિયાના કામની રે, મુંને લેહ લાગી હરિના નામની રે.” મીરાંની સામે, તેના પ્રેમની સામે જેણે ફરિયાદ નોંધાવી છે તેવા લોકોને પણ વિવશ મીરાં જવાબ આપે છે : ‘મારું મનડું વીંધાણું રાણા, ચિત્તડું ચોરાણું રાણા, હું શું કરું ?' મીરાં પ્રેમથી એટલી તો ભરાઈ ગઈ છે કે પોતે કરેલા પ્રેમને જાણે તે સહી શકતી નથી. આ પ્રેમે તેને વીંધી નાખી છે : ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મુને લાગી કટારી પ્રેમની. ઈશ્વરે પ્રેમનું આક્રમણ કરીને મીરાને ઘાયલ કરી છે, મૂંઝવી મારી છે. ‘કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું! આ વાત કહેવી પણ કોને ! પ્રેમ કર્યો તેની જ સામે જ્યાં ફરિયાદ હોય ત્યારે જવું પણ ક્યાં ? આથી મીરાં પોતા જેવા જ લોકોને યાદ કરીને આશ્વાસન મેળવે છે : ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે' કહીને યાદ કરતાં તેને પોતાના સહધર્મીઓનું સ્મરણ થાય છે : ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા તે ઠરી ના બેઠા ઠામ.” જેનાજીના સામું મીરાંના પ્રિયતમે જોયું તે બધાની શાંતિ જ હરાઈ ગઈ. મીરાં તો રહી અબળા. તેનું ગજું શું ? | ‘પિયુજી હમારો પારધી ભયો, મેં તો ભઈ હરિણી શિકાર.” એક તો પોતે હરિણી-સી કોમળ, પાછો તેનો શિકાર થયો ને એ પણ હોશિયાર શિકારીનાં શસ્ત્રોથી. એ જ ક્ષણે મીરાંનું મીરાંપણું-સ્વત્વ ખોવાઈ ગયું. ‘કાનુડે ભાળીને કીધાં ખાખ !' કહેતી મીરાં ધીમેધીમે પ્રેમમાંથી ભક્તિમાં જાણે સરકતી ગઈ છે. આ પ્રેમ એને પરમતત્ત્વના મિલન સુધી લઈ જાય છે. ૨૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 પરમ સમીપે લઈ જતી નરસિંહની કવિતા 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આ બધાં તત્ત્વોના પ્રાબલ્યને અવગણી શકાય તેમ નથી. આ તત્ત્વોને પરિણામે એમનું આનુષંગિક રહેલું કવિત્વ ઉપર ઊઠે છે ને ભક્ત નરસિંહની બરાબરી કરી શકે તેવું સબળ સિદ્ધ થાય છે. નરસિંહના જીવન વિશેની વિગતો તપાસતાં નોંધ્યું છે તે મુજબ ગૃહત્યાગ કરીને તપસ્યા કરતા નરસિંહને અનુક્રમે શિવ ને કૃષ્ણનું દર્શન થતાં તેમની આદ્યવાણી જાગી ઊઠી એવી વાત પરંપરામાં નોંધાઈ છે. આ વાતને કિંવદંતી ગણીએ તોપણ નરસિંહની વાણીમાં રહેલો પ્રતીતિનો રણકો એમની આત્માનુભૂતિને વ્યક્ત કરે છે એટલું તો સમજાય છે. એમની કવિતામાં રહેલી પ્રસન્નતા, ઉમંગનો ઉછાળ આ આંતર્દર્શનની સાક્ષી પૂરે છે. મધ્યકાળના સંતકવિઓની જેમ નરસિંહની કવિતામાં પણ વિષયવૈવિધ્યનો તો સવાલ જ ઊઠતો નથી. એનો વિષય એક જ છે, ‘નંદ તણો સુત કહાન', પણ આ કૃષ્ણને લઈને અનેક ભાવોનું આલેખન એમને હાથે થયું છે. માતા યશોદા સાથેની બાલકૃષ્ણની ચેષ્ટાઓ, ગોપીઓનાં લાડ ને વાત્સલ્યની સાથેસાથે વ્યક્ત થતો કૃષ્ણ પ્રત્યેનો કૃતક ગુસ્સો ને અંતે ઓગળતી કૃતતા; ગોપીઓએ કૃષ્ણ સાથે માણેલી રંગરેલીનું વૈત ને એ તમાંથી સધાતું નીતર્યું અદ્વૈત-આટલા નરસિંહના કવનવિષયો છે. આ ઉપરાંત નરસિંહની દૃષ્ટિ આદરપૂર્વક ચોંટે છે ‘વૈષ્ણવ' પર. આ વૈષ્ણવ એટલે નરસિંહ કલ્પેલી આદર્શ મૂર્તિ; એમનાં આરાધ્ય દેવ. એમને વિશે વાત કરતાં નરસિંહ અવારનવાર ભાવુક બની ઊઠડ્યા છે. આત્મૌપજ્ય કે સખ્યના ભાવથી, સંતના કર્તવ્યખ્યાલે કેટલાંક જ્ઞાનાત્મક, બોધાત્મક પદો પણ નરસિંહે આપ્યાં છે, પણ એ પદો જ્ઞાનના ભારથી લચી પડેલાં જણાતાં નથી. એના મૂળમાં નરસિંહનું કવિત્વ રહેલું છે. આ ઉપરાંત, મૃત્યુ અને ઘડપણને પણ કાવ્યવિષય તરીકે કવિએ ક્યાંક સ્પયાં છે. આ વિષયોને લક્ષમાં લઈને કવિતા રચતા કવિનાં ઉપર કહ્યાં એવાં કેટલાંક પાસાં ધ્યાન ખેંચે છે. નરસિંહની કવિતામાં તરત ધ્યાન ખેંચે એવું તત્ત્વ છે એમની કવિતાનો લય. લયની કુમાશ સાથે ભળે છે ભાવની સભરતા ને કાવ્ય નીપજી આવે છે. હરિના આગમનને વધાવતાં આ કાવ્યનો લય કવિની સતેજ શ્રવણેન્દ્રિયનો પરિચય કરાવે છે. હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો માતીડે વધાવ્યા રે. હરિનું દબાયેલા પગે થતું આગમન ને એ આગમનથી કવિનો પ્રગટેલો મુખર ૨૦૬ | ડૉ. દર્શનાબેન ધોળકિયા પોતાને ‘દાસ નરસૈયો' તરીકે ઓળખાવતા નરસિંહ તો સ્વાભાવિક રીતે જ એમના કવિત્વને ગૌણ માને. અખા જેવા સમર્થ કવિએ ને જ્ઞાનદેવ જેવા મરાઠી ભાષાના સંત ને મહાકવિએ પણ જ્ઞાનીને ને એ સંદર્ભમાં પોતાને કવિ ગણવાની ના પાડી છે. તેનું એક કારણ કદાચ એ છે કે આ કવિઓમાં રહેલા ઉત્તમ કવિત્વને જોઈને સહદયી રસિકો એમની ભાષામાં જ અટવાઈ જાય ને અંદરનું તત્ત્વ, કવિનું દર્શન ન પામી શકે એ વાતનો આ કવિઓને ભય છે ને એ ભય મહદંશે સાચો પડતો પણ જણાય છે. આથી વિદ્વાનો નરસિંહને મુખ્યત્વે ભક્ત ગણાવીને એમના કવિપણાને આનુષંગિક લેખે છે. આ વાત સ્વીકારીએ તોપણ ઉલ્લાસના લલકારરૂપે પ્રગટેલી નરસિંહની કવિતામાં રહેલાં ભવ્યતા ને લાલિત્ય, લયહિલ્લોળ, શબ્દપસંદગી, ચિત્રાત્મકતા, રણક્તો પ્રાસ, કલ્પના, રૌલીની છટાઓ ૨૦૫ ૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ઉલ્લાસ અનુક્રમે ‘હળવે’ ને ‘મોટે’ શબ્દની પુનરુક્તિથી લયની મદદ લઈને, વિરોધાભાસ દ્વારા કાવ્ય જન્માવે છે. આ પ્રકારની પુનરુક્તિમાં ક્યારેક ગતિ પણ પ્રગટ થાય છે : ચાલો હરજીને જોવા બેલ બેલ, પટકૂળ ભીનાં સહુ તેલ તેલ. વસંત ઋતુની વાત કરતાં કવિ મસ્તીમાં આવી જાય છે. કવિ રાસદા છે. આથી રંગભેર રાસ રમતાં કૃષ્ણ-ગોપીના હિલ્લોળને કે કૃષ્ણદર્શનના આનંદને વ્યક્ત કરવા એ લયનો આશ્રય લે છે : ચાલને સહી મેલ મથવું મહી, વસંત આવ્યો. વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ કોકિલા લવે કદંબ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. અંબ-કદંબનો પ્રાસ તો સમજાય, પણ “ફ્લી” સાથે પ્રાસ મેળવવા કવિ કલ્પનાની મદદ લઈને ભમરાને ફ્લેટ્લે ‘ઝૂલતો’ કહીને એમની સૂઝનો પરિચય કરાવે છે. લય ને પ્રાસનાં તત્ત્વની સાથેસાથે અહીં વરતાતી ભાવાનુભૂતિની તીવ્રતા પણ દાદ માગી લે એવી છે. વસંત આવ્યો હોય ત્યારે મહી મથવાનું હોય ? આથી ‘મેલને’ એવા વિનંતીસૂચક ભાવમાં ગર્ભિત રીતે આજ્ઞા અપાઈ છે, પણ આજ્ઞાનું કોમળ રૂપ પ્રગટ કરવામાં કવિએ જે લયહિલ્લોળ દાખવ્યો છે એ જ વધુ ધ્યાન ખેંચે. ‘ટ’ કે ‘બ’ જેવાં કઠોર વર્ણો પાસેથી પણ કવિએ જે રીતે કામ લીધું છે એ જોઈને ચિલત થઈ જવાય. જેમ કે : પટક માયા પરી, અટક ચરણે હરિ, વટકમાં સાંભળી વાત સાચી. આજ મારે દિવાળી રે દિવાળી, મારે ઘરે આવ્યા શ્રીવનમાળી. સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર વીર રીઝે. બાર વરસની અબળા રે, બાલી કેશ રહ્યા ? લળતા, વદન વાળી મેં જોયું નિહાળી, ઝીણી સાડીમાં સળવળતા રે. કળવિકળનું મને બળ ન ફાવે. નરસિંહને સંગીતની સારી સૂઝ હોય એવું અવારનવાર દેખાય છે. ક્યારેક સંસ્કૃત શબ્દો વાપરીને એ આ રીતે લય નિપજાવે છે : ૨૦૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C વસંતઋતુની હું બલિહારી, નાર નર હંસે ફાગ રમે; માધવ સખા સહિત ગૃહગૃહપ્રતિ, જમ વન અંબુજ ભમર ભમે. કે “તારી મહેરની લહેર પામું અમો, ત્રિવિધના તાપ તે જાય નાસી.' જેવા ઉદાહરણમાં વાણીની શિષ્ટતાનો લહેકો છે; તો ક્યારેક હ્રદયની આરત વ્યક્ત કરવા તળપદી બાનીનો આશ્રય લઈને પણ કવિ લય જાળવે છે : વાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો ત્યાં નવ વસિયે વાસડિયા, શ્વાસે શ્વાસે સ્મરણ નહીં તો શ્વાસ નહીં પણ સાસડિયા; જનમ તેનો નહીં લેખામાં, જે ન કહેવાયા હરિ દાસડિયા. ભણે નરસૈંયો તેણે ભારે મારી માવલડી દસ માસડિયા. ઓપી ગોપી રે ગોપી, કષ્ણ તણે રંગ રાતી. પોતે કરેલાં દર્શનથી પરિતૃપ્ત બનેલા કવિ સભર બનીને ગાઈ ઊઠે છે : નરસૈંયો રંગમાં અંગ ઉમંગ ભયો, ખોયેલા દિવસો ખંગ વળશે. અહીં પ્રત્યેક ‘ગ’ પર આવતો સમ લયની સાથેસાથે કવિના ઉલ્લસિત ચિત્તને પણ વ્યક્ત કરે છે. નરસિંહની કવિતા દશ્યુન્દ્રિયની સાથેસાથે કર્મેન્દ્રિયને પણ સતત કામમાં લે છે. ગોપીનાં ઝાંઝરને એણે એવાં તો સરવા કાનથી સાંભળ્યાં છે! નરસિંહની કવિતામાં આવતો ઝાંઝરનો સંદર્ભ તો અભ્યાસનો જુદો મુદ્દો બને. ઉદાહરણ જોઈએ : મોરલીના નાદમાં શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ઝમક વાજે; તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈના બ્રહ્મ ગાજે. ક્યાંક આ ઝાંઝરનો ઝમકાર ‘ઝીણો' છે. એને તો ગોપીરૂપ થયેલા નરસિંહના કાન જ સાંભળી-સંવેદી શકે. સંત કિવ નરિસંહનું તત્ત્વજ્ઞાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને આપણી સગવડ ખાતર બે ધારાઓમાં વહેંચીને જોઈ શકાય : ભક્તિધારા ને જ્ઞાનધારા. નરસિંહ, ભાલણ, મીરાં ને દયારામ જેવાં કવિઓ પ્રમથ ધારાના પ્રમુખ ગાયકો રહ્યાં તો અખો, ધીરો, ભોજો, નિરાંત, પ્રીતમ જેવા કવિઓ બીજી ધારાના, પણ સાથે એ જરૂર નોંધવું ૨૦૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 જોઈએ કે મધ્યકાળના સંતોને મન ભક્તિ ને જ્ઞાન વચ્ચે ઝાઝો ફરક નથી. કોઈ એક તત્ત્વનું વળગણ કે છોછ તેમણે રાખ્યો નથી. આ સંતો સમન્વયના ગાયકો રહ્યા છે. શરૂઆતમાં ભક્ત રહેલો કવિ પાછળથી જ્ઞાનનો ગાયક બને છે તો બીજી બજ પ્રથમ જ્ઞાની તરીકે પંકાયેલો જ્ઞાની ભક્તિનો ટેકો લે છે. સમન્વયનું આ લક્ષણ આખા ભારતીય સાહિત્યને લાગુ પડે છે. જ્ઞાનદેવ જેવા સમર્થ જ્ઞાની પર પણ ગોપીભાવે રચનાઓ કરી જ છે. અખા જેવા તત્ત્વજ્ઞ સંત ‘ભાઈ ભક્તિ જેવી પંખિણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ છે' કહીને ભક્તિ-જ્ઞાનનું સાથેલાનું મૂલ્ય કરે છે; તો મીરાં જેવાં પરમ ભક્ત સંત ‘ઘૂન રે શિખરના ઘાટ પરથી રામ રમકડું જડિયું' કહીને દર્શનનું રહસ્ય સ્વીકારે છે. આ સંદર્ભમાં જોવા જતાં નરસિંહના તત્ત્વજ્ઞાનને એની ભક્તિથી અલગ તારવીને મૂલવવું અઘરું પડે તેવું છે, કેમ કે મૂળે તો નરસિંહ ભક્તકવિ છે. એમની ભક્તિમાં રહેલો કેફ, આગવો મિજાજ, ઉન્મત આનંદ એ ભક્તકવિ તરીકે મૂલવતાં આગળ નોંધ્યો જ છે. આવો મિજાજ ધરાવતા કવિમાં સ્વાભાવિક રીતે જ વાતડાહ્યાપણું ન હોય, એટલે તો સમાજના ગુરુસ્થાને બેસીને વાત કરતાં તેમને ફાવ્યું નથી. તેમનો સ્થાયી ભાવ સમર્પણનો હોઈ, તત્ત્વજ્ઞાનની પીઠિકા તેમને મન અસ્પૃશ્ય છે. છતાં અનુભૂતિના દોહન તર્રીકે આપ્યાં હોય એ રીતે એમણે કેટલાંક તત્ત્વજ્ઞાનાત્મક ને એ સંદર્ભે જ બોધાત્મક પદો આપ્યાં છે ખરાં. પરમભક્તનું બિરુદ પામેલા નરસિંહ અચાનક આ પ્રકારનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો આપે એ ઘટના આશ્ચર્ય જરૂર જગવે. ભક્તિની તરલતામાંથી ચિંતનના સ્વૈર્યમાં પ્રવેશીને કવિએ જાણે વિષયાંતર કર્યું હોય એવું પણ લાગે. તત્ત્વજ્ઞાનને વ્યક્ત કરતાં કે ક્યાંક બોધ આપતાં આપતાં તેમના જેવા સૌમ્ય સંત સૂક્ષ્ય ને ક્યાંક મુખર કહી શકાય તેવો પુણ્યપ્રકોપ પણ પ્રગટ કર્યો છે એ પણ વિસ્મય જગવે એવી વાત છે. આ પ્રશ્નોના ઉત્તર બે રીતે આપી શકાય. એના તત્ત્વજ્ઞાનાત્મક પદોમાં ઉપશમનો સંકેત જોવા મળે છે. તેમણે અનુભવેલી ભક્તિભાવની ઉન્મત્ત ભાવદશા પછી તેમની પ્રજ્ઞા શાંતરસમાં સ્વૈર્ય પામી હોય કે પામવા ઇચ્છતી હોય એમ બને. કૃષ્ણ સાથે મનભરીને નાચ્યા પછી, રચ્યાપચ્યા રહ્યા પછી આ પ્રેમને પણ સાક્ષીભાવે જોવાની ક્ષમતા એમણે કેળવી હોય એવું જણાય છે. પ્રેમનો એમને કોઈ થાક ચડ્યો છે એવું નથી, પણ એ પ્રેમ પરિવર્તિત થયો છે દર્શનમાં. એ પ્રેમમાંથી રાગાત્મક અંશ વિસર્જન પામે છે ને રહે છે એક પ્રકારની પ્રશાંત પ્રસન્નતા. એમની ભક્તદશાની ૨૦૯ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. રાગાત્મકતાનું આ એક પ્રકારનું ઉન્નત આરોહણ છે. આથી જ નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો જ્ઞાનની શુષ્કતામાંથી બચવા પામ્યાં છે. તેમના જ્ઞાનમાં પ્રેમનો રંગ ભળ્યો હોઈ, તેમનું તત્ત્વજ્ઞાન આનંદનું ગીત બની રહે છે. તેમના ભાગ્યે જ દેખાતા પુપ્રકોપમાં પણ આખરે તો પોતે જે જોવું છે એ સહુ સુધી પહોંચાડવાની તીવ્ર ઝંખના જ દેખાય છે. આ સંદર્ભમાં નરિસંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદોને જેવાથી એમાં રહેલું કવિનું દર્શન વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદો પર વેદ, ઉપનિષદ કે શંકરાચાર્યના વેદાંત વિષયક વિચારોની અસરની ઝલક દેખાય છે એ સાચું. ક્યાંક તો એમણે વેદ, શ્રુતિ-સ્મૃતિનો હવાલો પણ આપ્યો છે, પરંતુ આ અસર કરતાંય વેદમાં કથેલી અનુભૂતિ એમણે તો જાતે અનુભવી છે. એટલે નરસિંહનું તત્ત્વજ્ઞાન મૌલિક રીતે રજૂ થયું છે. વેદ-ઉપનિષદનો જેને ટેકો છે એવું દર્શન નરસિંહે કહ્યું છે એમ કહેવા કરતાં પોતે જે અનુભવ્યું છે એને વેદ ઉપનિષદનો ટેકો છે એમ કહેવું નરસિંહને વધુ સયુક્તિક જણાયું છે. નરસિંહનું તત્ત્વદર્શન પ્રાસાદિક બન્યું છે ને એ કારણે આમસમાજ સુધી પહોંચી શક્યું છે આ અનુભૂતિના બળથી. એટલે નરસિંહનાં તત્ત્વદર્શનને એમનાં પોતાનાં જ દર્શન તરીકે જોવાથી વધારે સરળતાથી એમનું મૂલ્યાંકન થઈ શકે છે. નરસિંહનાં તત્ત્વજ્ઞાનાત્મક પદોમાં કવનવિષયક તો છે કૃષ્ણ જ, પણ તેનું રૂપ થોડું બદલે છે. ભક્ત નરસિંહનો અબળાને વશ એવો સગુણ કૃષ્ણ અહીં વ્યાપકરૂપે પ્રગટે છે. એનો વ્યાપ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે ને હોય છે એનો એક આલેખ નરસિહે અત્યંત સરળ રીતે આલેખ્યો છે. હરિની ઓળખ બહુ લાઘવપૂર્વક નરસિંહે આ રીતે આપી છે : કોટિ બ્રહ્માંડના ઈશ ધરણીધરા, કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું; એ નથી એકલો વિશ્વ થકી વેગળો સર્વવ્યાપક છે શક્તિ જેની. આમ સંત કવિ નરસિંહ મહેતાની કવિતાનું તત્ત્વજ્ઞાન આપણને પરમના માર્ગે લઈ જવા સમર્થ છે. (કચ્છ-ભૂજસ્થિત દર્શનાબેન ધોળકિયાએ નરસિંહ મહેતાનાં આત્મચરિત્રાત્મક પદો પર Ph.D. કર્યું છે. તેમનાં ચરિત્રો, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચનના ૧૭ ગ્રંથો પ્રગટ થયા છે. તેઓ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા છે). છે. ૨e Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કાંતદંષ્ય અખાના સર્જનમાં તત્ત્વજ્ઞાન Q ડૉ. પ્રીતિ શાહ અખો અને પ્રેમાનંદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ૧૭મા સૈકાના આપણા બે અગ્રણી કવિઓ. બંને પોતપોતાના પ્રભાવક સર્જનથી સાહિત્યિક પ્રદાન કરે છે અને બંનેની રચનાઓમાંથી ગુજરાતી સાહિત્યને ચિરકાળ રહે તેવાં શાશ્વતી તત્ત્વો મળે છે. અખો રૂઢ, પ્રચલિત પરંપરાને પડકારે છે, તો પ્રેમાનંદ પરંપરામાંથી ખોબેખોબે પાણી પીને સર્જન કરે છે. એક દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં અખાનો પોતીકો આગવો અવાજ છે, જે બીજા બધા કવિઓથી નોખો પડી આવે છે. આનું એક કારણ એ છે કે અખો પ્રાચીન સ્થાનકો કે પદ્ય વાર્તાઓને બદલે વર્તમાન સમાજ સાથે પોતાનો તંતુ સાધે છે. એ વર્તમાન પરિસ્થિતિને ઝીલે છે, પડકારે છે, ક્યારેક એની મજાક ઉડાવે છે, તો ક્યારેક એના પર તીખો, આકરો પ્રહાર કરે છે. ૨૧૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આ રીતે અન્ય કોઈ પણ સર્જક કરતાં અખાનાં સર્જનોમાં એના વ્યક્તિત્વનું તેજ અનુભવી શકાય છે. પોતાની આસપાસની વાસ્તવિકતાને જોતો અખો ભક્તિના ઢોંગ પર પણ પ્રહાર કરે છે અને પરંપરાના ચીલે અંધ બનીને ચાલતા અને ધાર્મિક ગણાતા લાકો પર પણ અખાના એકધારા વ્યંગ શબ્દબાણ છૂટે છે, આથી મધ્યકાલીન સાહિત્યનો આ સર્જક જીવાતા જીવન સાથે જોડાયેલો છે એ એની આગવી વિશેષતા છે. આ સંદર્ભમાં આપણને કબીરનું સ્મરણ થાય કે જેણે પોતાની આસપાસની પરિસ્થિતિ જોઈ છે, પરંપરાની ઓળખ મેળવી છે, એની યોગ્યયોગ્યતાનો વિચાર કર્યો છે અને પછી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. વાસ્તવિકતા સાથે પનારો પાડતા અખા પાસે ઉપમા હોય કે કોઈ પણ અલંકાર હોય, તે બધા જ આસપાસના વાસ્તવ જીવનમાંથી આવતા હોય છે. જ્યારે સર્જક જીવતા જીવન પર પ્રહાર કરે ત્યારે એની વિષયસામગ્રી પોતાની આસપાસના જીવનમાંથી જ લેતો હોય છે અને એ રીતે અખો કેટલાક નવા શબ્દોનું પણ સર્જન કરે છે. ક્યાંક એ સૂઝ પરથી ‘સૂઝાળા’ શબ્દ વાપરે છે, ક્યાંક ‘પ્રતિબિંબવું’, ‘અટકળવું”, ‘ચળવળવું’ જેવા શબ્દો પણ વાપરે છે. શબ્દો એની પાસે પ્રહારક શક્તિરૂપે આવે છે અને એ શક્તિ એને રૂઢિગ્રસ્તતા પર પ્રહાર કરવામાં સહાયક બને છે. અખો કહે છે કે, *ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે એણે ખાધી ખતા, એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે. અખા એ અંધારો કૂવો, ઝઘડો ભાંગી કો નવ મૂઓ.’ અહીં જુદાંજુદાં દર્શનોને નામે પરસ્પર વાયુદ્ધો કરતા અને સંકુચિત વિચારવલણો ધરાવતા લોકો પર અખાએ પ્રહાર કર્યો છે. એક વ્યક્તિ સ્થાપે અને બીજો ઉથાપે એમાં જ એમનું જીવન વ્યતીત થાય છે અને એની પાછળ બીજાથી પોતાને અધિક ગણવાનો અહમ્ રહેલો હોય છે. આમ અંધારા ફૂવામાં એકબીજા સાથે અથડાતા, ઝઘડતા, પછડાતા માનવીઓની જેવી પરિસ્થિતિ હોય તેવી પરિસ્થિતિ પદ્દર્શન વિશે જુદાજુદા મત ધરાવનારાઓની અને વાદ-વિવાદ કરનારાઓની છે. સામાજિક સ્થિતિનું ચિત્ર ખડું કરવાની અખા પાસે આ વિશિષ્ટ ક્ષમતા છે. એ થોડા શબ્દોમાં પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એકબીજા સામે લડતા લોકો સામે “માંહોમાંહે એણે ખાધી ખતા'માં ખતા શબ્દનો કેવો આસાનીથી પણ માર્મિક ઉપયોગ કર્યો છે, તો બીજી બાજુ અંધારા ફૂવાની વાત કરીને એણે આપણી કલ્પના સમક્ષ એક ચિત્ર ઊભું કરી આપ્યું છે. ૨૧૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ 55994 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન થ૦૦૦૦૦૦૦S પોતાના સમાજ વિશેની જેવી ચિકિત્સા અખાએ કરી છે, એવી ચિકિત્સા એ સમયના અન્ય કોઈ મધ્યકાલીન કવિઓમાં જોવા મળતી નથી. એ અખો કર્મકાંડને નામે ચાલતાં દંભ અને ધતિંગો પર, ધર્મને નામે પોતાની આજીવિકા મેળવવા મથતા લોકો પર અને સ્વાર્થવૃત્તિને નામે પેસી ગયેલી અનૈતિકતા પર પ્રહાર કરે છે. એ શાંકરદર્શનની વાત કરે છે, પરંતુ એની પાસે બારાખડીના બાવન શબ્દોમાં બદ્ધ થાય નહીં તેવું ‘બાહેર'નું દર્શન છે અને એ આ વાસ્તવિક જગતમાં રહીને અગોચર જગતની ઓળખ આપતો હોય છે. એ કહે છે, ‘મન, વચન, કર્મ હરિમાં ઢોળ અખા, સમજ્યો અંશે સોળ.” આ રીતે વેશ-ટેને એવી આડી ગલી માને છે કે જે કર્મકાંડમાં એકવાર માણસ પેસે તો તેની ભુલભુલામણીની માફક ક્યારેય બહાર નીકળી શકતો નથી. આમ એક બાજુ અખાની સામે જીવન છે, તો બીજી બાજુ એની પાસે તત્ત્વજ્ઞાન છે. આ જીવન અને તત્ત્વજ્ઞાન બંનેને પ્રગટ કરવાનો પડકાર એ ઝીલે છે. સમાજજીવનમાં અજ્ઞાની ગુરુઓ, અવિવેકી શિષ્યો, બાહ્યાચાર, અંધશ્રદ્ધા વગેરે એ જુએ છે, તો બીજી બાજુ અખો આત્મજ્ઞાનના શિખરે પલાંઠી લગાવીને બેઠો છે. આથી અખામાં ભાવકને સૌથી આકર્ષતી બાબત એ છે કે આ જ્ઞાની કવિ વર્તમાન સામાજિક પરિસ્થિતિનો સંદર્ભ લઈને અને રૂઢાચાર પર પ્રહાર કરતાંફરતાં કઈ રીતે પોતાનો આંતરજ્ઞાનપ્રકાશ ફેલાવે છે? સામાન્ય રીતે ભક્તકવિના કાવ્યમાં ભક્તિ કે તત્ત્વજ્ઞાન હોય છે. વાસ્તવલક્ષી કાવ્યમાં વાસ્તવ જીવનની વાત હોય છે. આ અનોખો અખો એવો છે કે જે વાસ્તવ જગતની વાત કરવાની સાથોસાથ તત્ત્વજ્ઞાન નિરૂપતો જાય છે, આથી જ અખાના ગુરવિચારમાં, માયાવિચારમાં કે બ્રહ્મવિચારમાં કટાક્ષ જોવા મળે છે. અમુક વસ્તુઓ પર એ પ્રહાર કરે છે અને અમુકનો એ સ્વીકાર કરે છે. આમ પુરસ્કાર અને તિરસ્કારની બેવડી ભૂમિકા અખામાં જોવા મળે છે. એ કુગુરુની આકરી ટીકા કરે છે, તો સુગુરુની ઊછળીને આનંદભેર વાત કરે છે. આ રીતે જોઈએ તો અખામાં એક બાજુ આકરો ભંગ છે, તો બીજી બાજુ ઉલ્લાસભર્યો ઉત્સવ છે. જેમ કે માયા વિશે એ કહે છે, માયા છે મહામોટી જાળ, પાસે કોરે ઊભો ઢાળ, વિશ્વ સકળ એ ટોળે મળે, માટે પેઠું તે નવ નીકળે, અખા જેને સદ્ગરની દયા, તે ઝીણા થઈ નીસરી ગયા. > ૨૧૩. GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 અહીં એ જોવા મળે છે કે, એક બાજ એ માયા પર પ્રહાર કરે છે તો બીજી બાજુ સની દયા હોય તો માયાથી મુક્ત થઈ શકાય છે એમ કહે છે. અખો જાણે છે કે અજ્ઞાન અને માયા અતિક્રિયાશીલ હોય છે અને જો વ્યક્તિ અજ્ઞાનથી માયામાં લપટાઈ જાય તો એણે સંસારત્યાગ કર્યો હોવા છતાં એ સાચો ત્યાગી હોતો નથી અને આને પરિણામે માયાએ રચેલી આત્મવંચનામાં એ ગુરુ ફસાય છે અને પોતાના શિષ્યોને પણ ફસાવતો રહે છે. અખો એ ગૌડપાદાચાર્યના અજાતિવાદના સંસ્કારો ધરાવે છે, પરંતુ એની સાથોસાથ એણે પ્રેમલક્ષણાભક્તિને આંતરિક અનિવાર્યતા તરીકે પણ સ્વીકારી છે. આ બતાવે છે કે અખો કોઈ એક બંધનમાં બંધાયો નથી. એની કૃતિમાં જ્ઞાનવૈરાગ્યનાં પદોનું નિરૂપણ થયું છે અને એનું મન સંસાર પરથી ઊઠી ગયું હોય તેમ માનીને એના વિશે ઘણી દંતકથાઓ મળે છે. આ દંતકથાઓમાં કદાચ ભારોભાર સત્ય ન હોય, પરંતુ અખાના વ્યક્તિત્વનો એક અંશ તો એમાંથી પ્રગટ થાય છે. અખાએ ‘ચિત્ત-વિચારસંવાદ', 'ગુરુ-શિષ્ય સંવાદ', ‘પંચીકરણ’, ‘અખેગીતા', ‘અનુભવબિંદુ', કેવલ્ય ગીતા' જેવા ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત એની પાસેથી છપ્પા, સાખીઓ, દુહા, ભજન અને અસંખ્ય પદો પણ મળે છે. એવી જ રીતે હિંદી ભાષામાં પણ ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા' જેવી અખાજીની કૃતિઓ મળે છે. જ્ઞાન એ અખાની તત્ત્વસાધનામાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે જ્યારે બ્રહ્માનંદ શબ્દ વારંવાર પ્રયોજતો અખો બ્રહ્મના આનંદનો અનુભવ કરે છે. આ અખાને કવિ થવાના કોડ નથી, પરંતુ એનામાં અધ્યાત્મના ઉદ્ઘ શિખરે જુવાની ઉત્સુકતા છે. આથી જ એ કહે છે, ‘બાવન બાહરો રે, હરિ નાવે વાણી માંય.” (પદ ૧૯) આમ પરમાત્મા તત્ત્વ પદ શબ્દથી પર છે એમ કહીને અખો પોકારે છે ‘ગ્રેપનમો જાણે પાર'. અખાના હાસ્યને પ્રો. બળવંતરાય ઠાકોર ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ અને ‘ઇસ્પાયર્ડ' કહે છે. એવો અખો અઘરામાં અઘરા વિષયને સરળ રીતે આલેખવાની શક્તિ ધરાવે છે. એનામાં આનંદના ઉદ્ગારો પણ મળે છે. એ કહે છે, ‘શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું ? ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વહાણું. વિના રે વાદળ વીજળી, જળ સાગર ભરિયું ત્યાં હંસરાજ ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.” ૨૧૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 અને અહીં જુઓ, બ્રહ્માનંદનો કેવો ઝાકમઝોળ અનુભવ અખો ગાઈ ઊઠે છે - | ‘છડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.’ અખાનું ભાષાપ્રભુત્વ એવું છે કે એ થોડા શબ્દોમાં મોટો ભાવચમત્કાર સર્જી શકે છે. લાઘવ એ એની ખૂબી છે. એ કહે છે, ‘શબ્દ કેરો શઢ નવ થાય, આકાશ તો ક્યમ તોળ્યું જાય ! ‘પશુ મૂઓ કો ભૂત ન થાય, માણસ અખા અવગત્ય કહેવાય.’ ‘ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.” મારકણો સાંઢ ને ચોમાસું મહાલ્યો, કરડકણા કૂતરાને હડકવા હાલ્યો.' આ રીતે ધાર્મિક કે સામાજિક રીતે અખો એ ક્રાંતિકારી કવિ છે, તો અધ્યાત્મની દૃષ્ટિએ એક કાંતણા કવિ છે અને એ કાંતદઢ કવિએ ‘આજ આનંદનાં ઓઘ ઊલટ્યાં ઘણાંનો અનુભવ પણ આલેખ્યો છે. અખાનો આસપાસના જીવનના અનુભવોમાંથી પ્રગટેલો સમગ્ર જીવનવિચાર ‘અખેગીતા'માં પ્રગટ થાય છે. માયાને જોવાની દૃષ્ટિ, જીવભાવ દૂર થતાં બ્રહ્મભાવનું ઊઘડવું અને વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન જેવા બ્રહ્મભાવ પામવાના ઉપાય તેમ જ જીવનમુક્ત, વિંદેહી મહાત્મા અને સર સંત જેવી બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓની વાત અખો ‘અખેગીતા'માં કડવાં અને પદ દ્વારા કરે છે. ગુજરાતી જ્ઞાનાશ્રય કવિતાની આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે, તો બીજી બાજુ ગુજરાતી તત્ત્વજ્ઞાન કવિતાનું ઉચ્ચ શિખર છે. ચાળીસ કડવાં અને દસ પદમાં મળતી અખાની આ ‘અખેગીતા' અથવા તો જેનું ‘અક્ષયગીતા” એવું પાઠાંતર મળે છે તે કૃતિમાંથી એક કડવું કે એક પદ પસંદ કરવું એ આકાશને ગલકું ચડાવવા જેવી બાબત છે, પરંતુ આપણે અનુભવ અને તત્ત્વજ્ઞાનને અંતે અખાને થયેલી અનુભૂતિ એના દસમા પદમાંથી માણીએ. અખો કહે છે તેમ આપણી વાણી અનંત બ્રહ્મની મહત્તા વર્ણવી શકે તેમ નથી. એ બ્રહ્મ તો સદા સર્વદા સમ્યક સ્થિતિમાં જ છે. હકીકતમાં તો જગતનું અસ્તિત્વ જ નથી. સર્વત્ર પૂર્ણ બ્રહ્મ વિલસે છે. આથી જ અખો ૩૮મા કડવાના પ્રારંભે કહે છે, ‘એ અનંતને બોલ્યો ન જાયેજી; મેહતા નાવે વાણી માંહેજી; > ૨૧૫ ૨ SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 વચન ન લાગે તો ક્યમ કહેવાયેજી; મહા ચેતનધન નહીં મન કાયેજી; આવો અનંતનો અનુભવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શું થાય ? અખો વારંવાર બ્રહ્માનંદની વાત કરે છે અને સાથોસાથ એ જીવનમુક્તને કલ્પવૃક્ષ સમા ગણે છે. આ જીવનમુક્ત અનાસક્ત હોય છે અને આત્મજ્ઞાન થયા પછી એ અભેદદષ્ટિ થઈ જાય છે અને આવી દષ્ટિ જાગતાં જગત પણ બ્રહ્મમાંથી ઊપજેલું ભાસે છે અને બ્રહ્મમાં સમાઈ જતું અનુભવાય છે. અધ્યાત્મનો પરમ આનંદ કેવો હશે ? અનિર્વચનીય બ્રહ્મના આનંદની પ્રાપ્તિ એ તો અક્ષરાતીત હોય છે અને એ પ્રાપ્તિ સમયે શું થાય ? અનુભવી અખાના સમગ્ર અધ્યાત્મ જીવનનો નિચોડ અથવા તો એની પ્રાપ્તિનું નવનીત ‘અખેગીતા'ના દશમા પદમાં જોવા મળે છે. અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ; જે પરપંચ પાર મહારાજ, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ. ૧ હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ; તે જાણ્યો અંગ ઈશ, જે ને ગાયે નિત્ય કૃતિ એ. ૨ ઓં ચૈતન ઘન રાય, શૂન્યમાં સોહામણો એ; તે નાવે વાણીમાંહે, તે નહીં વિરાટ ને વામણો એ. ૩ તે જાયે ન આવે કયાંહે, સ્થિર પૂરણ અવિનાશ છે એ; લિંગભંગ તે માંહે, જે વડે આકાશ છે એ. ૪ - ૨૧૬ - Page #114 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તે જાણ્યે ગયું જંજાલ, જથારથ જયમત્યમ થયું એ; જયાં કર્મ ન લાગે કાળ, સભર ભરાઈ તે રહ્યું એ. ત્યાં હવું મન લેલીન, જે ચૈતન સભરા ભર્યું એ. નહીં કો દાતા દીન, તન્મય સહેજે સહેજ કર્યું એ. પ્રગટયાં કોટિ કલ્યાણ, આપાપર વિના એં રહ્યું એ. સદા સદોદિત ભાણ, ઉદે-અસ્ત કરણ ગયું એ. કહે અખો આનંદ અનુભવીને લહેવા તણો એ. પૂરણ પરમાનંદ નિત્ય સરાહો અતિ ઘણો એ. ૫ 9 ૨૧૭ ૭ ८ આ પદના પ્રારંભે એ પોતાના અંતરના અભિનવ આનંદને પ્રગટ કરે છે અને પદની શરૂઆત જ “અભિનવો આનંદ આજ, ઓચર ગોચર હોવું એ’ અને એમ કહીને એ શબ્દપ્રપંચથી પાર એવા પૂર્વબ્રહ્મની સ્તવના કરે છે. જેને શાસ્રો ગાય છે, જે નથી વિરાટ કે નથી વામન, જેને કોઈ વાણીમાં મૂકી શકતું નથી અને જેને જાણવાથી સઘળી જંજાળ ચાલી જાય છે એવા ચૈતન્યમાં મન હર્યુંભર્યું થાય, ત્યારે એક એવા આંતરસૂર્યનો અનુભવ થાય છે કે જ્યાં ઉદય અને અસ્તનું કારણ રહ્યું હોતું નથી અને આથી જ આ પદને અંતે અખો ગાય છે, *કહે અખો અનાંદ અનુભવીને લહેવા તણો એ પૂરણ પરમાનંદ નિત્ય સરાહો અતિ ઘણો એ.’ (અમદાવાદસ્થિત પ્રીતિબહેને “સમૂહ માધ્યમોના વિકાસ’ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. ગુજરાત સમાચારમાં તેમની લોકપ્રિય કોલમ પ્રગટ થાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે સંકળાયેલાં છે). ૩૨ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © દેહસ્નાનથી આત્મશુદ્ધિ દ્વારા સિદ્ધાલય સુધીની સમ્યક્ યાત્રા D હેમાંગ સી. અજમેરા પરમાત્મા મહાવીરના સમયની વાત છે. રાજગૃહી નગરીમાં એક ધન્ના નામના શ્રેષ્ઠી રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના સ્નાનગૃહમાં સ્નાન કરી રહ્યા હતા. ધન્ના શેઠની આઠ પત્નીઓ શીતળ જળથી તેમને સ્નાન કરાવી રહી હતી, ત્યારે તેમની પીઠ પર બે ઉષ્ણ આંસુનાં ટીપાં પડે છે અને તેઓ ઉપર જુએ છે. તેમની આઠ પત્નીઓમાંથી એક પત્ની-સુભદ્રાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જૈન ક્યાનુયોગમાં ધન્ના અને શાલિભદ્રનાં જીવનચરિત્ર મળે છે, જેમાં ધન્ના શેઠ અને તેમની ધર્મપત્ની સુભદ્રા વચ્ચે સ્નાનગૃહમાં થતા વાર્તાલાપનો ઉલ્લેખ આવે છે. એક માર્મિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ આ વાર્તાલાપને હૃદયસ્પર્શી કાવ્યના માધ્યમથી તેમાં રહેલા ભાવોને સમજાવે છે. ૨૧૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ધન્ના કહે છે : सुन सजनी सच कह कथनी तेरा मुखड़ा आज उदास ये क्यों बहती आँसुधारा शालिभद्र सा जिसका भाई उसके भाग्य सवाए फिर भी अचरज होता मुझको नयन नीर क्यों आए हो सजनी नयन नीर क्यों आए અહીંયાં ધન્નાને અચરજ થાય છે કે સુભદ્રા જેમણે કોઈ દિવસ કોઈ અસુવિધા કે કોઈ પણ કઠિનાઈ ક્યારેય જોઈ જ નથી, જેમના ભાઈ શાલિભદ્ર, જે રાજાથી પણ અધિક સમૃદ્ધ છે, એમને વળી શેનું દુ:ખ ? સુભદ્રા પ્રત્યુત્તર આપે છે : भैया ने वैराग्य रंग में काम भोग विसराया नित प्रति एक नारी छोड़े योग उसे मन भाया हो स्वामी योग उसे मन भाया धन जन को यौवन बंधन को वो छोड़ रहा है आज रे यु बहती आँसुधारा અઢળક સંપત્તિના નાથ એવા શાલિભદ્રના મનમાં એક પ્રશ્નથી ચિંતનની ચિનગારી પ્રજ્વલિત થઈ જાય છે કે મારા માથે કોઈ નાથ કેવી રીતે હોઈ શકે ? મારે આ Temporary એવી સંપિત્ત નહીં, પણ Permanant એવા આત્માનો નાથ બનવું છે અને તે વૈરાગ્યભાવમાં રોજ એકએક કરીને તેની ૩૨ પત્નીઓનો ત્યાગ કરવા લાગે છે. સુભદ્રાને તેના ભાઈ પ્રત્યે અત્યંત લાગણી હોવાને કારણે વિચારે છે ૨૧૯ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C કે, આટલી બધી સુખ-સાહ્યબીમાં બધા ભોગની વચ્ચે રહેનારો મારો ભાઈ, સંયમની કઠિન સાધના કેવી રીતે સહન કરશે... એ જ ભાવોથી તેઓ અશાંત થઈને વિલાપ કરી રહ્યાં હતાં. આ સાંભળીને ધન્નાથી રહેવાણું નહીં અને તરત બોલ્યા : कायर सजनी तेरा भाई एक एक को छोड़े सिंहनी जाया शुर वीर तो एक साथ मुँह मोड़े हो सजनी एक साथ मुँह मोड़े जो भी करना धीरे के करना ये अबला की है रीत रे ये पुरुषों की नहीं रीत है શાલિભદ્રના સંયમના શ્રેષ્ઠ ગુણની અવગણના કરીને ધન્ના શેઠ તેમની એકએક કરીને પત્નીના ત્યાગની વાતની કિલ્લી ઉડાવે છે. આ કડીમાં એક સુંદર બોધ સમાયેલો છે. એક ઉજ્જવળ શ્વેત દીવાલ પર જો એક નાનો ડાઘ હોય તો આપણું ધ્યાન તેના પર ગયા વગર રહે જ નહીં. પરમાત્મા કહે છે કે, આત્મા તે ગુણોનો પુંજ છે અને તે દરેક આત્મામાં કોઈક ને કોઈક ગુણ તો હોય જ છે. બસ જરૂર છે તે ગુણોને પારખીને તેમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરવાનો. ગુણગ્રાહકતા એક એવો સદ્ગુણ છે જે સ્વયંના આત્મામાં અનેક ગુણોનું પ્રાગટચ કરાવે છે. સુભદ્રા તરત જ React કરે છે, कह दिखलाना सरल है स्वामी इसमें जोर न आए हो जननी का सच्चा जाया तो करके दिखलाए हो स्वामी तो करके दिखलाए यु धन जन को यौवन बंधन को ૨૨૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 सब छोड़ के संयम पालना बच्चों का कोई खेल नहीं ઘણી વાર એવું બને કે આપણને જેવું સાંભળવું હોય તેવું ન મળે, જેવું જોઈતું હોય તેવું ન મળે, પણ તેનાથી વિપરીત મળે. તો આપણે તે ક્ષણે Instant reaction આપીએ કે સમજી-વિચારીને Respond કરીએ છીએ ભૂતકાળનાં કર્મોનાં ફળને કારણે જ આપણને અપ્રિય વચન સાંભળવાં પડે છે. જો તે ક્ષણે આપણે relax રહીને React ન કરીએ તો આપણે નવાં કર્મો બાંધવાથી બચી જઈએ છીએ. સુભદ્રાથી કહેતાં તો કહેવાઈ ગયું અને હજી તે Realize કરે છે કે તે અયોગ્ય રીતે કહી રહ્યાં છે, ત્યાં તો ધન્ના શેઠ ઊભા થઈ જાય છે અને તે ભીનાં વસ્ત્રોમાં જ બહાર જવા લાગે છે. સુભદ્રા કાંઈ પૂછે તે પહેલાં ધન્ના શેઠ ફરમાવે છે : ठीक समय पर सजनी तूने सोता सिंह जगाया ले आज बताउ मेरी माँ ने कैसा दूध पिलाया हो सजनी कैसा दूध पिलाया धन जन को यौवन बंधन को सब छोड़ चला मैं आज रे अब संयम पाल दिखाऊँगा સુભદ્રાનાં કડવાં વચનો ધન્ના શેઠને વૈરાગ્ય પ્રગટ કરાવનારાં બની જાય છે. જો આપણે Positive દૃષ્ટિકોણ રાખીએ તો આપણી સાથે બનતી દરેક ઘટનામાંથી સબોધનાં સ્પંદન મેળવી શકાય છે. સુભદ્રાનો એક કટાક્ષ ધન્નાના મનમાં પ્રશ્નોની શૃંખલા ઊભી કરે છે, “મેં સંયમ કેમ નથી લીધો ? હું કેમ હજી સંસારમાં છું? શું હું પણ કાયર છું?” આવા અનેક પ્રશ્નોથી તેમની અંદર વૈરાગ્યના પડેલા સંસ્કારો જાગૃત થઈ રહ્યા હતા અને ધન્નાને ત્યારે સમજાય છે કે સંયમ જ શ્રેષ્ઠ છે અને તે જ ક્ષણે તેઓ નિશ્ચય કરી લે છે કે, “મારે અહીંયાં સંસારમાં અટકીને નથી રહેવું. એમ કહેવાય છે કે ધના તે જ ઘડીએ સ્નાન કરતાંફરતાં એવાં ભીનાં કપડાંમાં જ સંયમના માર્ગે નીકળી પડે છે. ધન્ય છે તેમની એક પણ ક્ષણ ન ગુમાવનાર તાલાવેલીને ! ૨૨૧ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 સુભદ્રા અને બીજી સાત પત્નીને તો સમજાયું જ નહીં કે તેઓ હવે શું કરે ? ત્યારે સુભદ્રા વિનંતી કરે છે... स्वामी स्वामी कहा जाते हो हँसी को सच ना मानो फिस से ऐसा नहीं कहूँगी मानो मानो मानो हो स्वामी एक बार बस मानो मैं तेरी चरणों की चेली इसे कर क्षमा प्रदान रे यु छोड़ मुझे मत चले जाओ ઘણી વાર આપણી સાથે પણ એવું થાય કે આપણાથી અયોગ્ય શબ્દોનો પ્રયોગ થઈ જાય અને પછી જ્યારે પ્રતિક્રિયા આવે તો સહજતાથી કહી દઈએ કે, હું તો મજાક કરું છું, પરંતુ સત્ય એ છે કે જે આપણી અંદર હોય તે જ આપણા મુખથી પ્રગટ થાય. અહીંયાં ધન્ના તો કડવાં વચનને કારણે નહીં, પણ સંસારને કડવાશની સમજણને કારણે સંયમમાર્ગ પર નીકળી પડ્યા હતા. કોઈની પણ આજીજી તેમને હવે અટકાવી શકે એમ ન હતી. કબીર પણ ભૂલ કર્યા પહેલાં અટકવાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, ‘મય પછતાણ હોત યા નવ વિવિા પુરા હેત'. ધના છેલ્લે તેમને જતા જતાં સમજાવે છે કે, તમારા આ પ્રયત્નો વ્યર્થ છે - वचन बाण का घायल सूरा लौट कभी न आवे चाहे हो बलिदान प्राण का अपनी टेक निभावे हो भगिनी अपनी टेक निभावे जाऊँगा अब जाऊँगा अब संयम पाल दिखाऊँगा ધના માટે હવે સુભદ્રા સજની ન રહી, તે તો હવે ભગિની બની ગઈ હતી. તેમનામાં એક જબરજસ્ત ગુણ હતો કે તે જે કહે તે કરે અને જે કરવાનાં હોય તે જ ૨૨૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ 5 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કહે. જ્યારે વાણીની આવી સરળતા હોય છે ત્યારે વચનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જેમણે વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે કહે તે જ થાય. સત્યવચનના સત્ત્વથી તેમની વાણીમાં તે તાકાત આવી જાય છે કે તે જે કહે તે જ સત્ય બની જાય. એવું કહેવાય છે કે ધન્ના ત્યાંથી નીકળીને પરમાત્મા મહાવીર પાસે જાય છે. માર્ગમાં શાલિભદ્રની હવેલી આવે છે, ત્યારે તેમને પણ તે જ ક્ષણે તેમની સાથે જોડાવાની પ્રેરણા આપે છે. જ્યારે એક જીવ જાગે છે તો તે ઘણાબધા જીવોને જગાડવામાં સહાયક બની જાય છે. સ્નાનાગૃહમાં આઠ પત્ની સાથે સ્નાન લેતા ધન્ના શેઠ બને છે ધન્ના અણગાર અને ધન્ના અણગાર તે જ ભવમાં સંથારો ગ્રહણ કરીને સિદ્ધગતિને પામે છે. આપણે પણ રોજ સ્નાનગૃહમાં કાયાનો મેલ ધોવા જઈએ છીએ. કાયાનો મેલ ધોતાંધોતાં આત્મામાંથી મેલ ધોવાના ભાવ જાગે અને આપણે પણ ધન્ના અણગારની જેમ સ્નાનગૃહથી સિદ્ધાચલની યાત્રા પરિપૂર્ણ કરીએ એવી ભાવના ભાવીએ છીએ. અહીંયાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો ખમાવું છું, ક્ષમા માગું છું. (ચેન્નઈસ્થિત જૈન ધર્મના અભ્યાસુ હેમાંગભાઈએ IIT Bombayથી Aerospace Engineeringમાં M. Tech. કરેલ છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઇન જૈનોલૉજી કોર્સ કરેલ છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત સંબોધી સત્સંગ સાથે સંકળાયેલા છે). ૨૨૩ ૩૩ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન © જ્ઞાનવિમલસૂરિની રચનામાં આત્મચિંતન 2 ડૉ. અભય દોશી (૧૨૪૨) (૫૨-૧૮) શ્રી અરનાથ - જિન સ્તવન (તુજ સાથે નહીં બોલું ઋષભજી ! તેં મુજને વિસારીજી. એ દેશી) શ્રી અરનાથ ! સ-નાથ કરો-મુજ જાણો સેવકભાવેજી, ભવ-ભવ-સંચિત બહુ પાતિકડાં, જિમ તે અલગાં જાવેજી કાલ અનાદિ-અનંત વહ્યો એમ, તુમ સેવા નવિ થાવેજી, કોઇકે કર્મ-બિયર-બતાય, . શુભ-રુચિ ગુણ પ્રગટાવેજી ||૧|| તુમ ગુણ-અનુભવ ધવલ – 'વિહંગમ, લીલા કરતો આવેજી, મુજ માનસ માનસ-સરમાંહિ, જો કબહી રતિ પાવેજી ! ૨૨૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 વાણી-ચંચુતણે સુપસાથે, તત્ત્વ-ખીર પ્રગટાવેજી, નીરપરે જે અલગા દાખે, દંભ-સ્વભાવ-વિભાવેજી ||રા દર્શન પ્રીતિ સગુણ-મુક્તાફલ કઠે હાર બનાવેજી, સહજ સંતોષ લહે તવ સમતા, ઘુઘરી-દાન બજાવેજી | શુભમતિ-પરિણતિ હંસી સાથે કેલી કરી રતિ પાવેજી, શુદ્ધ-હંસ-સંતતિ-નિર્માપણ, કારણ ગુણ ઉપજાવેજી lal કુમતિ-કમલિની-કંદ ઉખેડે શુદ્ધ-સુભૂમિ જગાવેજી, નિશ્ચયનય-વ્યવહારે બિહુ-પખ, શોભા સમુદય થાવેજી ! પકલુષ કુશાસન જલ નવિ સેવે, ધરતો સમતા ભાવેજી, જિન શાસનમાં રાજહંસસમ, આતમનામ ધરાવેજી ૪ |. એવો અનુભવ હંસ તે પરખે, જે પ્રભુધ્યાને ધ્યાવેજી, બાહ્યાચરણ છારોદક સરિખાં, તેહને દાય ન આવેજી. ગુણીજન સેવા ને તુમ આણા, હેજે રસચિત્ત વ્યાવેજી, જ્ઞાનવિમલસૂરિ નૂર મહોદય, દિન દિન અધિકો થાવેજી પI SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 આતમરામ અભિરામ અભિધાન તજ, - સમરતાં જન્મનાં દુરિત જાવે.” તો અન્યત્ર પણ કવિ કહે છે; “જી હો! અયક્ષ અરુપી તું સદા, જી હો ! આતમભાવ અસંગ.” કવિના અરનાનાથસ્તવનમાં આત્માના ગુણવિકાસની પ્રક્રિયા રૂ૫ક દ્વારા સોચટ રીતે આલેખાઈ છે. (૧૨૪૩) (૫૨-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન લાછલદે-માત-મહાર- એ દેશી મલ્લિજિનેસર-દેવ ! સારે સુર-નર સેવ, આજ હો! જેહનો રે મહિમા મહિમાંહે ગાજતોજી ||૧|| નીલવરણ જસ છાય, પણવીશ ધનુષ્યની કાય - આજ હો ! આયુ રે પંચાવન વરસ સહસનુંજી . કુંભ-નરેસર તાત, પ્રભાવતી જસ માત, આજ હો ! દીઠ રે આનંદિત હોય ત્રિભુવન-જનાજી III લંછન-મિષે રહ્યો કુંભ, તારક ગુણથી અ-દંભ, આજ હો ! એહવા રે ગુણ વસીયા આવી તેહમાંજી ૪ | જ્ઞાનવિમલ-ગુણ-નૂર, વાધે અતિ-મહપૂર આજ હો! પાવે રે મનવંછિત પ્રભુના નામથીજી પા ૧. પક્ષી, ૨. મનરૂપ માનસરોવરમાં, ૩. સારા ગુણવાળા, ૪. ક્રીડા, ૫. ખરાબ,૬. જૈનેતર દર્શન રૂપ પાણીમાં ૭. છારોદક - ખારા પાણી જ્ઞાનવિમલસૂરિ એટલે ૧૮મી સદીમાં અવતરેલી શાસ્ત્રજ્ઞ અને અધ્યાત્મરસિક પ્રતિભા. ભિનમાલમાં જન્મેલા આ કવિ તપાગચ્છની વિમલશાખામાં દીક્ષિત થયા હતા. ધીરવિમલ કવિના આ શિષ્ય પર કવિતાદેવીનું અપૂર્વ વરદાન પ્રાપ્ત થયું હતું. નાની વયથી જ શીર્ઘકાવ્યરચના પર અપૂર્વ પ્રભુત્વ હતું. તેમના આ અલૌકિક પ્રભુત્વને લીધે જ શત્રુંજયતીર્થ પર નવનવોન્મેષશાલિની રચનાઓ દ્વારા પરમાત્માની સ્તવના કરી. આ પ્રસંગે હાજર તપાગચ્છાધિપતિ વિજયપ્રભસૂરિએ સૂરિપદના નામે સન્માન્યા અને અલ્પકાળમાં આચાર્યપદ પર સુશોભિત કર્યા. કવિની અનેક સ્તવનરચનાઓમાં આત્મચિંતનનું અનેરું ઊંડાણ જોવા મળે છે. તેમના એક સ્તવનમાં પરમાત્માને “આતમરામ' તરીકે સંબોધીને મહત્તા ગાઈ છે. - ૨૨૫ - (૧૨૪૪) (૫૨-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન મુનિસુવ્રત-જિનવર વીશમા, ભય બંદર ગુણ-મણિ-મંદિર ભવિ-જન ચિત્તે વિસમ્યા, | મુનિસુવ્રત જિનવર વીશમા |૧|| જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કોઈ ઉપમા | શામલ-વરણ શરણ Aિહું જગને, એહ, સુભગતા મનોરમા - મુનિ ૨ . ૨૨૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ 90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 કુમતિ-કુસંગતિ કુ-ગ્રહ-બુદ્ધિ, જેણે તુમ્હ પદ નવિ નમ્યાહાલ અનાદિ-અનંત લગે તે, નરક-નિગોદમાંહિ ભમ્યા - મુનિ ૩ તે ધન્ય તે કૃત્યપુણ્ય ભવિક-જન, જરા ચિત્તે પ્રભુ-ગુણ રમ્યા ! જ્ઞાન વિમલ ગુણ નવનિધિ-સંપદા, જેણે દુશ્મન સવિ દમ્યા-મુનિ /જા શ્રી જ્ઞાનવિમલસૂરિ અઢારમી સદીના અંત ભાગમાં થયેલા એક સાધક અને જ્ઞાની આચાર્ય હતા. તપાગચ્છની વિમલ શાખાના આ આચાર્યે વિપુલ માત્રામાં સ્તવન, સજઝાય, રાસકૃતિઓ આદિની રચના કરી છે. આ રચનાઓમાં અનેક સ્થળે અધ્યાત્મનો અનેરો સ્પર્શ દેખાય છે. 'દસવિધ યતિધર્મ સજઝાયમાં સાધકે કેળવવા જેવા દસ ગુણોનું વિવરણ મળે છે. કેટલાંય સ્તવનોમાં પરમાત્મભક્તિનાં રહસ્યોની મધુર છણાવટ છે. પ્રસ્તુત સ્તવનમાં પણ ભક્તિ જીવના આધ્યાત્મિક વિકાસક્રમમાં કેવી રીતે સહાયક બની શકે તેની ચર્ચા હંસના રૂપક દ્વારા કરવામાં આવી છે. પ્રારંભે જ કવિ અત્યંત વિનયપૂર્વક યાચના કરે છે કે, હે અરનાથ પ્રભુ, તમે મને સનાથ કરો. સેવક તરીકે સ્વીકારો. અનાદિકાળ ગયો, પણ તમારી સેવા પ્રાપ્ત થતી નથી, પરંતુ ભવભ્રમણમાં ભટકતાં ભટકતાં ક્યારેક કમ કાંઈક હળવાં થવાથી જીવમાં શુભ રુચિનો ગુણ પ્રગટ થયો, ત્યારે હે પ્રભુ, તમારી કૃપાથી સરના માધ્યમથી તમારા ગુણોની ઓળખાણ થઈ. તમારા ગુણના અનુભવરૂપી ધવલ હંસ મારા મનરૂપી માનસરોવરમાં સહજ ક્રીડા કરતો પ્રવેશ્યો અને સહજ આનંદ પામ્યો. આ ગુણોરૂપી હંસ પાસે તારી વાણીરૂપી ચાંચ હોવાથી તેના માધ્યમથી મારા મનમાં રહેલા જળમાંથી તત્ત્વરૂપી ક્ષીર (દૂધ)ને છૂટું પાડ્યું. આ પ્રક્રિયાને લીધે દંભ દૂર થયો અને આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ થઈ. આ ઓળખાણને લીધે તારા શુદ્ધ સમ્ય દર્શનની પ્રીતિ અને પ્રતીતિ મારા અંતઃકરણમાં સ્થિર થઈ. આ પ્રીતિ અને પ્રતીતિરૂપ મોતીની માળાનો હાર બનાવી ગળામાં ધારણ કર્યો. આ હાર ધારણ કરવાથી (સમ્યક્ દર્શન પ્રાપ્ત થવાથી) આત્મા ૨૨૭. 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આનંદમાં આવી સમતારૂપ ઘૂઘરીનો મધુર નાદ કરે છે. ગુણઅનુભવરૂપ ધવલ હંસ હવે આપણા આત્માની શુભ મતીરૂપ હંસલી સાથે ક્રીડા કરે છે. આપણા આત્માની નિર્મળ મતિ અને પ્રભુના ગુણોના અનુભવનું મિલન એ એક વિશિષ્ટ ઘટના છે. આજ સુધી આપણા આત્માએ પરપદાર્થમાં આસક્તિ મેળવી છે અને તેને લીધે દુર્ગણોનો વધારો કર્યો છે, પરંતુ આત્માની નિર્મળ મતિ જ્યારે પરમાત્માના ઉજજવલ ગુણોના અનુભવ સાથે એકત્વ સાધે ત્યારે એક દિવ્ય યુગલ સર્જાય છે. આ દિવ્ય યુગલ પ્રભુ સાથેની આધ્યાત્મિક એકતાના પ્રારંભનું આલેખન આ સ્તવનની વિશિષ્ટતા છે. આ શુભ મતિની પ્રભુગુણ સાથેની એકતાને પરિણામે સાધકના હૃદયમાં પણ ગુણોનો વિકાસ થાય છે. સાધક હૃદયમાં પ્રભુણ જેવા જ ગુણોનો ઉદય થાય છે. આ પ્રક્રિયાનું આનંદઘનજી મહારાજે પણ અરનાથસ્તવનમાં ભમરી અને ઈયળના દૃષ્ટાંત દ્વારા આલેખન કર્યું છે. હવે કવિ પરમાત્માના ગુણોના અનુભવરૂપ ધવલ હંસ અને સુમતિ હંસિણીના પુત્ર એવા આપણા આત્મગુણરૂપ હંસનું વર્ણન કરતાં કહે છે કે : - આ હંસ કુમતિરૂપ કમલિનીને ઉખાડે છે અને પોતાની ક્રીડા માટે શુદ્ધ ભૂમિ તૈયાર કરે છે. આ હંસ થિય અને વ્યવહાર બેય નયરૂપી પાંખોની શોભાને યોગ્ય રીતે સમાન ઉદયવાળી ધારણ કરે છે. આ હંસ કલુષિત આજ્ઞાઓરૂપ કાદવ-કીચડમાં જતો નથી. આવો ગુણવંત હંસ જિન શાસનમાં રાજહંસસમાન શોભે છે. આવા આત્મા જ વાસ્તવમાં આત્મા નામને યોગ્ય છે. આવા ગુણાનુભવરૂપી હંસને ઓળખવો સાધક માટે ખૂબ આવશ્યક છે. આવો ગુણાનુભવરૂપી ધવલ હંસ પરમાત્માના ધ્યાન, સાધના અને ઉપાસનાના માધ્યમથી સાધક હૃદયમાં પ્રવેશે. પરમાત્મગુણોનું શ્રવણ, ચિંતન, મનન, નિદીધ્યાસન આદિ દ્વારા આ ગુણાનુભવ દૃઢ બને છે. આ ગુણાનુભવરૂપી હંસનું આપણી શુભ મતિ સાથેનું મિલન આ સ્તવનમાં વર્ણવાયું છે. સમગ્ર જૈન સાધનામાં ગુણાનુરાગ અથવા પ્રમોદભાવનાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. બીજાઓના ગુણ પ્રત્યેનો આદર, બીજાઓના ગુણ જોઈને હૃદયનું વિવર થવું સાધકને સાધનામાં આગળ વધારવા સહાયભૂત બને છે. આ ગુણાનુરાગ જ્યારે અરિહંત પ્રભુ સાથે તાર સાંધે ત્યારે તો સાધકની ઊંચાઈ અનોખી જ હોય છે. ‘અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉ રે'. - ઉપાધ્યાય યશોવિજયજી આ ગુણના અનુરાગની મસ્તીમાં સાધકમાં પણ પ્રભુગુણનો ઉદય થાય છે. - ૨૨૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ S૦૦૦૦૦૦૦આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS આ વાત શાસ્ત્રોમાં ઇયળ અને ભમરીના દૃષ્ટાંતથી સુપ્રસિદ્ધ છે. સાધક પ્રભુગુણની મસ્તીમાં ડૂબે, લયલીન થાય. પ્રથમ તો પ્રભુનાં દર્શને તેના ચંદ્રસમ શીતલ મુખ અને પ્રશાંત મુદ્રા જોઈ સાધકની ભવભ્રમણની પીડામાં શાતા મળે, પછી ધીમેધીમે આંતરિક ગુણોમાં પ્રવેશ થાય. પ્રભુમાં રહેલ સમુદ્રમાન અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યનો અનુભવ થાય. આ અનુભવની સાથે જ આ અનુભવ આપનારના ઉપકારગુણનું મરણ થતાં ચિત્ત અહોભાવથી છલકાઈ જાય. સકલ જીવરાશિ પ્રત્યેની અપાર કરુણાનાં દર્શનથી આત્મામાં પ્રભુનો શુદ્ધધવલ ગુણાનુભવ પ્રગટ થાય. અહો પ્રભુ ! અહો પ્રભુ ! કેટલા ઉપકારની વૃષ્ટિ કરી. અનાદિકાળથી નિગોદમાં અપાર પીડા પામતા જીવને નિગોદથી ઊંચે લાવ્યો. પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિના ભવભ્રમણથી મનુષ્યભવ સુધી પણ કૃપાદૃષ્ટિથી લાવ્યા, એટલું જ નહીં, મનુષ્યભવમાં આવ્યા બાદ શુદ્ધ ધર્મમાર્ગની સાધના દર્શાવી, જડ અને ચૈતન્યનો ભેદ દેખાડ્યો અને પરપદાર્થની સ્પૃહાને દૂર કરી પરમપથના માર્ગે લઈ ગયા, આવા વિચારો વડે ગુણાનુભવ હંસનું સુમતિ સાથે મિલન થાય તો પ્રભુના ગુણો આપણામાં પ્રગટે અને આપણો આત્મા શુદ્ધ, બુદ્ધ મુક્ત બન્યા વિના રહે નહીં. આત્માના આ પ્રકાશનું આલેખન જ્ઞાનવિમલસૂરિના શબ્દોમાં જ જોઈએ: ગુણીજન સેવાને તુમ આણા, હેજે રસચિત્ત લ્યાવેજી, જ્ઞાનવિમલસૂરિ નૂર મહોદય, દિન દિન અધિકો થાવેજી. ગુણીજનની સેવા અને તમારી આજ્ઞા, બે વસ્તુ નેહપૂર્વક ચિત્તમાં લાવે છે, તેનો જ્ઞાનથી વિમળ આત્મારૂપી સૂર્યનું તેજ મહાન હૃદય પામે છે અને દિનેદિને અધિક થાય છે. આમ, કાવ્યનો પ્રારંભ પરમાત્માગુણોના ચિંતનથી આરંભી અંતે આત્મચિંતનના નવા ઉઘાડમાં કાવ્ય પૂર્ણ થાય છે. સંદર્ભ : (૧) ભક્તિરસ ઝરણા : ભાગ-૨ - સં. અભયસાગરજી મ. (૨) જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ - સં. ડૉ. કીર્તિદા શાહ (૩) ચોવીસી : સ્વરૂપ અને સાહિત્ય - ડૉ. અભય દોશી (પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર સેંટર) (ડૉ. અભયભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમની વિસિસનો ‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય' વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે. વ્યાખ્યાનમાળા અને સેમિનાર્યમાં સફળ પ્રવચનો આપે છે).* 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999999. ગુણવંત બરવાળિયનાં પુસ્તકો ( સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ હાલ ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતર સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ ઘાટકોપર, માણગુર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ • પ્રીત-ગુંજન • શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન • અમૃતધારા સમરસેન વયરસેન કથા • siseu Bla-ulut Glimpsis of world Religion Introduction to Jainisim • Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glory of detachment • ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ • વિનય ધર્મ • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના છે ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ મહિમા : આગમ અવગણને • જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) : કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) વિચારમંથન દાર્શનિક દૃષ્ટા અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક જૈન દર્શનમાં કેળવણી વિચાર • જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી : આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) વીતરાગ વૈભવ • આગમ દર્શન • જૈન કથામાં સદ્ધોધના સ્પંદનો • જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના • વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) • આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન • જીવનસંધ્યાએ અરુણોદય • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીનું ઉપનિષદ : અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) • ઉરનિઝરા (કાવ્ય સંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ • ઉત્તમ શ્રાવકો • દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) - ભગવાન મહાવીર અને સંયમજીવને કે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. • જૈન પત્રકારત્વ • અધ્યાત્મ આભા • શ્રી ઉવસહર સ્તોત્ર : એક અધ્યયન : શ્રુતજ્ઞાનનાં અજવાળાં જૈન થાનકોમાં સંબોધના સ્પંદન. • રીલેશી (આલોચના અને ઉપાસના) • જૈન ધર્મના ચોવીશ તીર્થકરો • જૈન વિશ્વકોશ ખંડ-૨ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે). E-mail : gunvant.barvalia@gmail.com 022-42153545 ૨૨૯ - Page #121 -------------------------------------------------------------------------- ________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની 5 લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિયા પૂ ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબદી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફી ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : * જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો.... Old Jain, Manuscript)નું વાચન જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જેન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર ‘વેબસાઈટ દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ ઍન્ડ | આપના સહયોગની લિટરરી રીસર્ચ સેન્ટર, અમ સ્પિરિટ્યુઅલ સેન્ટર | અપેક્ષા સાથ ટ્રસ્ટી અને Office : 2 Mevad, Patanwala Estate માનદ્ સંયોજક Lalbahadur Shashtri Marg, Ghatkopar (w). ગુણવંત બરવાળિયા Mumbai - 400086. Ph 022 - 42153545 - E-mail : gunvant.barvalliaહgmail.com મો. : 09820215542