________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999
અર્થાત્ - ૫૮ સ્તવન, ૩૪ રાસ, અનેક ગીતો - થોયો - સ્તુતિઓ - નમસ્કાર - સઝાય વગેરે રચ્યાં હતાં. લગભગ ઈ.સ. ૧૫૫થી ૧૬૫૫માં થઈ ગયેલા કવિના વિકાસમાં નીચેનાં પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો -
(૧) આર્થિક - પરંપરાગત ગર્ભશ્રીમંત હોવાને કારણે અર્થોપાર્જનની જવાબદારીથી મુક્ત હતા, જેથી લેખન માટે પૂરતો સમય ફાળવી શકતા હતા. (૨) પારિવારિક - સમજુ સંપીલા, પ્રેમાળ પરિવારને કારણે વ્યવહાર - વેપારના ભારથી મુક્ત હતા (૩) ભૌગોલિક - એમની કર્મભૂમિ ખંભાત જાહોજલાલીથી ભરપૂર, રમણીય, શોભનીય, મનને તરબતર કરનારી હતી. જેથી અંતઃફુરણા ઝરણાની માફક વહી ઊઠતી રહી (૪) રાજકીય જહાંગીર રાજાના સમયમાં વાતાવરણ શાંત અને કલેશમુક્ત હતું (૫) ધાર્મિક - પારંપરિક ધાર્મિક વાતાવરણને કારણે પ્રકાંડ, પ્રતિભાશાળી, ગૌરવશાળી, શિક્ષિત ધર્મગુરુઓનો સહયોગ મળ્યો હતો.
આ પાંચેય પરિબળોને કારણે મહાન સાહિત્યોપાસક બન્યા હતા. એમની કૃતિઓમાં ભાષા પરનું પ્રભુત્વ, અલંકારોનું આલેખન, વિવિધ વિષયોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન અનુભવાય છે. વાસ્તવિક, તાત્ત્વિક, સાત્ત્વિક, સાંપ્રદાયિક તથા આધ્યાત્મિક કવિ હોવાને કારણે એમની દરેક કૃતિમાંથી પ્રાયઃ આત્મચિંતન પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. અહીં એમની 'જીવવિચાર રાસ' નામની રાસાકૃતિમાંથી આંશિક આત્મચિંતન પ્રસ્તુત છે.
જીવવિચાર રાસનો વિષય પરંપરાગત એટલે કે સામાન્ય રીતે મધ્યકાલીન સાહિત્યના રાસાઓમાં પ્રાપ્ત થાય એવો ક્યાત્મક નથી. આ રાસનો વિષય કોઈ પણ કથાને આધારે લીધો નથી, પરંતુ કવિએ જૈન તત્ત્વજ્ઞાન વિષયક જે વિચારણા કરી છે તેમાંથી ‘જીવવિચાર' વિષયને પસંદ કરીને શ્રી પન્નવણા સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, ઉપદેશમાલા, અવચૂરિ, સંસક્ત નિયુક્તિ શાંતિસૂરિ રચિત ‘જીવવિચાર' આદિના આધારે આ રાસની રચના કરી છે.
આ રાસમાં પ્રથમ જીવના મુખ્ય બે ભેદ, સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને સંસારી જીવોની અંતર્ગત પ્રથમ સ્થાવર જીવોની અને પછી ત્રસ જીવોની રૂપરેખા આપી છે. ત્યાર બાદ એકંદ્રિય જીવોના ભેદ-પ્રભેદમાં પ્રાપ્ત થતી ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. સંસારી જીવોના વર્ણન પછી સિદ્ધના પ્રકાર અને ૧૫ દ્વારોનું આલેખન છે. આ રાસનો ઉદ્દેશ્ય એ છે કે જીવોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણ્યા પછી દરેક
૯૫
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S આત્મામાં કે જીવમાં ભાવક પોતાનું સ્વરૂપ જુએ જેથી આત્મચિંતન થઈ શકે તથા જીવદયાનું સુંદર પાલન કરી શકે તેમ જ દુ:ખમુક્ત મોક્ષાવસ્થા કે સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકે.
આ કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે કવિએ ભલે પરંપરાગત રાસાની રચના નથી કરી, છતાં તેમણે આ કૃતિનું બાહ્ય બંધારણ તે સમયના લોકભોગ્ય સ્વરૂપનું પસંદ કર્યું છે. પોતે કરેલ છવ વિશેની ગહન વિચારણા રાસના માધ્યમથી જન સામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કથાત્મક રાસ તરીકે મૂલ્યાંકન કરતાં નીચેનું ચિત્ર ઉપસ્થિત થાય છે.
આ રાસનું મુખ્ય નાયક પાત્ર ‘જીવ' છે. (સમસ્ત જીવરાશિ છે). ખલનાયક કર્મ છે. જે જીવ પર હાવી થઈ જાય છે, જેને કારણે જીવને નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિરૂપ ભવાટવિમાં અહીંતહીં ભટકવું પડે છે. ત્યાં એને કર્મને કારણે વિવિધ શરીર, અવગાહના આયુષ્ય, પ્રાણ, છવાજેનિ, સંજ્ઞા, લેશ્યા, જ્ઞાન-દર્શન, વેદ વગેરેની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને ખબર પડે છે કે પોતાને કોણ હેરાન કરે છે ત્યારે તે તેની સાથે યુદ્ધ કરીને તેને હરાવીને એની ચુંગાલમાંથી મુક્ત થઈ જાય છે. એ કાર્ય મનુષ્યગતિમાં જ થઈ શકે છે. તેથી જીવના માનવસ્વરૂપને સારી રીતે નિખાયું છે. ત્યાં શું કરવું જોઈએ એનો ઉપદેશ આપ્યો છે.
‘ગર્ભજ નર જગહાં વડો મુગતિ પંથ જસ હોઈ” - આ પંક્તિ દ્વારા માનવભવની મહત્તા બતાવતાં કહ્યું છે કે, ગર્ભજ મનુષ્યનો ભવ બધા ભવમાં શ્રેષ્ઠ છે. એમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ચારેગતિમાંથી મનુષ્યગતિ જ શ્રેષ્ઠ છે. તિર્યંચ એટલે કાંઈક ખામીવાળા છવ મનુષ્યની જેમ તેમની બુદ્ધિ ખાસ વિકસેલી હોતી નથી. વ્રતપાલન કરે, પણ કર્મશત્રુને હરાવવારૂપ સાધુપણું કે શુકલધ્યાનરૂપ તપ ન જ કરી શકે. દેવ-નારકી તો કોઈ પુરુષાર્થ ન કરી શકે. જન્મથી અવધિજ્ઞાન હોય, તિર્યંચમાં સમ્યક્ પુરુષાર્થથી અવધિજ્ઞાન થઈ શકે, પણ મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તો માત્ર ને માત્ર મુનષ્યને જ થઈ શકે. કર્મમુક્ત મનુષ્યમાં જ થવાય માટે મનુષ્યભવ જ મહત્ત્વનો છે. દુર્લભ એવા મનુષ્યભવને સફળ બનાવવા શું કરવું જોઈએ એ નીચેની ગાથામાં બતાવ્યું છે. ગાથા - ૧૭૧: દીન ઉધાર નિ પરન ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર,
જે નર જપતા શ્રી નકાર, સફલ કર્યો માનવ અવતાર.
૯૬