________________
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES,
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન પૂ. આનંદઘનજીએ સાધનાના ક્ષેત્રમાં જે અનુભવ્યું તે પોતાનાં પદો અને સ્તવનોમાં વ્યક્ત કર્યું છે. એમણે પોતાની અપ્રમત્ત અને ઉત્કટ સાધના દ્વારા પૌલિક વૃત્તિઓથી સાચા અર્થમાં મુખ મોડીને આત્મભાવ સાથે ખરેખરી પ્રીતિ જોડી હતી. પોતાનાં પદોમાં આત્માને જગાડે અને સાધનાનો સાચો રાહ બતાવે એવા કેટલાય ભાવો સહજ રીતે સમાવી દીધા છે. આવી વાણી એ માત્ર વાક્યોનો સંગ્રહ કે શબ્દોનાં જોડકણાં નથી, પણ પૂ. આનંદઘનજીનાં જીવન અને સાધનાની એકરૂપતાએ પ્રગટાવેલું, જીવનને અમરતા આપતું સંજીવની રસાયણ છે. જે આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે આવા અમૃત્વ પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય એના અંતરમાંથી જ આ પદ નીકળે,
अब हम अमर भये, न मरेंगे આવા અવધૂત આત્મનિષ્ઠ યોગીરાજનાં ચરણોમાં મારી શતઃશતઃ વંદના.
(મુંબઈસ્થિત રશ્મિબેને જૈન દર્શનમાં યોગસાધના પર સંશોધન કરી Ph.D.. કરેલ છે. તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન જ્ઞાનસત્રમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે).
શ્રાવક કવિ ઋષભદાસની કૃતિ જીવવિચાર રાસમાં આત્મચિંતન
a ડૉ. પાર્વતી નેણસી ખીરાણી સોળે કળાએ ખીલેલા મધ્યકાલીન સાહિત્યની ચાંદની વિવિધ પદ્ય પ્રકારોથી ઝળહળી રહી હતી. એને ઝળહળતી કરવામાં જૈન દર્શનનો મહત્ત્વનો ફાળો હતો. સંયમિત, સ્વાધ્યાયમયી જીવન જીવતા જૈન સંતોએ વિવિધ કાવ્યકિરણો દ્વારા ઝળહળાટ તો ફેલાવ્યો જ હતો, પરંતુ કેટલાક શ્રાવકોએ પણ એ ઝળહળાટમાં વૃદ્ધિ કરી હતી. એમાંના એક દઢધર્મી, પ્રિયતમ, પરંપરાગત શ્રાવકોના ગુણોથી સંપન્ન, વીસા પોરવાલ જૈન વણિક સંઘવી મહિરાજ સાગણ અને સરૂપાદેના સુપુત્ર ‘શ્રાવક કવિ ઋષભદાસ’ હતા, જેમણે કાવ્યકિરણો દ્વારા એ ચાંદનીની ગરિમા અને મહિમામાં વૃદ્ધિ કરી હતી, જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે. ‘તવન અઠાવન, ચોત્રીસ રાસો, પુણ્ય પસાયો દીઈ બહસુખ વાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધા પુણ્ય માટિ લખી સાધુનિં દીધા’.
૯૩
-
૯૪