SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 એક તરફ પામ્યાનો આનંદ અને બીજી તરફ પામવાની ખેવના અને એ પ્રવાસની વાત. મકરન્દ દવેનું પ્રદાન અખિલાઈના સર્જક તરીકે થવું જોઈએ. ભક્તિનો રંગ અને સમકાલીન પરિસ્થિતિ સામેનો રોષ બંને એમાં છે. તેમણે જીવનને કોઠાસૂઝથી ઉકેલ્યું હતું. અધ્યાત્મમાર્ગનો એવો જીવ હતા જેમના અનુભવની અંગત વાણીમાં ફકીરી વૃત્તિ અને મસ્તાની ચાહના જોવા મળે છે. મકરન્દ દવે લખે છે કે, પરસ્પરની હંફ કે પ્રેમ વિના તો દુનિયા ઇન્દ્રાપુરી હોય તોય દોઝખથી દૂર નથી અને ખોબેખોબા પ્રેમની લહાણી કરતાં આ બે ભલા જીવન માટે તો ‘આમલકી આંઠો જામ ખુમારી'વાળી દશા સહજપ્રાપ્ય હોય એમાં નવાઈ નથી. સંતોની સહજ વાણી સરળ, પ્રાણવાન, આનંદમય હોય છે. તેમનાં કાવ્યોમાં વિવિધ પાત્રસૃષ્ટિ પણ જોવા મળે છે. હીર-રાંઝા, સહિણી-મોહાર, શાહ લતીફ, શાહ વારિસ, જ્ઞાનેશ્વર, રસખાન, કબીર, ગાલિબ, હઝરત, મુસા, દાદુ દયાલ વગરે. ઊંડી અનુભૂતિ અને અનિવાર આરતને ઝીલતાં ભજનો, કાવ્યો અને કથાઓએ એમના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ખુમારી અને નિર્મળ હૃદયની વાણીથી આ કવિતા સંવેદનશીલ અને મુખર બની છે. યોગી અને સાધક એવા મકરન્દ દવેના શબ્દોમાં એમની અનુભૂતિ અને સાધનાનો સતત પરિચય જોવા મળે છે. કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર, સાધક, ભીતરના સત્યશોધક અને અનુવાદક, આવી બહુમુખી પ્રતિભાના સર્જક શ્રી મકરન્દ વજેશંકર દવે (૧૩-૧૧-૧૯૨૨થી ૩૧-૦૨-૨૦૦૫)નો જન્મ ગોંડલમાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ ગોંડલમાં થયું. પછી રાજકોટ, આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ૧૯૪૨ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી તેમણે અભ્યાસ છોડ્યો. ‘કુમાર', 'ઊર્મિનવરચના' જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જય હિંદ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી કરી. ‘નંદીગ્રામ' નામની નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સન્માનમાં નરસિંહ મહેતા એવૉર્ડ, મેઘાણી એવૉડ, શ્રી અરવિંદ એવૉર્ડ, ગુજરાત ગૌરવ એવૉડ વગેરે તેમને પ્રાપ્ત થયા છે. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારો, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ અને મેઘાણીનો પ્રભાવ તેમની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહીને ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ મેળવવા મથે ૧૮૯ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, છે. આ ઉપરાંત નવલકથા, ચિંતનાત્મક લેખોના સંગ્રહો પણ મળે છે. તેમના જીવનના કેટલાક વિશેષોને ખાસ નોંધવા જોઈએ. સાત જ વર્ષની ઉંમરે આંતરિક જાગૃતિ, દસ વર્ષની ઉમ્મરથી કાવ્યલેખનની શરૂઆત, ૧૯૪૨ના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ, ગઝલસમ્રાટ ‘ઘાયલ’ના પરમમિત્ર - તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક “છીપનો ચહેરો ગઝલ લખ્યું. ૧૯૮૯થી ૧૯૯૯માં ઘણી વાર વિદેશયાત્રા, નંદીગ્રામ-વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજસેવા કરી. કૃતિઓ : કવિતા-તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા' (સમગ્ર કવિતા), અમેરિકાનો ચિરંતન ચહેરો. નવલકથા - માટીની મહેકતો સાદ ચિંતન-યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ, તારકમંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે. બાળસાહિત્ય - ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઈ, તાઈકો. ગીતનાટિકા - શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત. ચરિત્ર - યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઈ. સંપાદન - સત કેરી વાણી, ભજનરસ. મકરન્દ દવે એટલે કવિતા અને યોગસાધનાનો અદ્ભુત સમન્વય. ખૂબ નાની અવસ્થામાં જ તેમને એનો અનુભવ થયો હતો. વાંચનના શોખને કારણે તેમણે ખૂબ વાંચ્યું. પૂર્વ અને પશ્ચિમના વાંચનને આધારે તેઓ તારવતા ગયા. તેઓ કહે છે, ‘વૈદિક મંત્રદટાઓ, બૌદ્ધ સિદ્ધો, નાથ યોગીઓ અને નિર્ગુણસગુણ ધારાના સંતો સુધી મારી વાંચનયાત્રા ચાલી આવી. આ સમાં ભાષાની શુંશું ખૂબી છે એ હું તારવતો ગયો. આમ મારી ક્ષિતિજો વિકસી. એકવિધતાથી ઊંડાણ આવે છે, પણ દૃષ્ટિની વિશાળતા ગુમાવી બેસીએ છીએ.' મકરન્દ દવેનાં ગીતો અને પદનો લય સરળ અને સહજ હોય છે. આંતરચેતનાનો વિકાસ તો નાનપણમાં થયો હતો. કિશોર વયે સાધુસંત, ભજનિકો, લોકગાયકો પાસેથી ભજનો સાંભળેલાં. બહુ જાણીતું ભજન ‘વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે', આ ઈશ્વરને ભજી શકાય પણ માપી તો ન જ શકાય, કારણ આમ તો તે તુલસીથીય હલકાં છે અને આમ તો તે મેથીય મોટાં - ૧૯૦
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy