SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 सब छोड़ के संयम पालना बच्चों का कोई खेल नहीं ઘણી વાર એવું બને કે આપણને જેવું સાંભળવું હોય તેવું ન મળે, જેવું જોઈતું હોય તેવું ન મળે, પણ તેનાથી વિપરીત મળે. તો આપણે તે ક્ષણે Instant reaction આપીએ કે સમજી-વિચારીને Respond કરીએ છીએ ભૂતકાળનાં કર્મોનાં ફળને કારણે જ આપણને અપ્રિય વચન સાંભળવાં પડે છે. જો તે ક્ષણે આપણે relax રહીને React ન કરીએ તો આપણે નવાં કર્મો બાંધવાથી બચી જઈએ છીએ. સુભદ્રાથી કહેતાં તો કહેવાઈ ગયું અને હજી તે Realize કરે છે કે તે અયોગ્ય રીતે કહી રહ્યાં છે, ત્યાં તો ધન્ના શેઠ ઊભા થઈ જાય છે અને તે ભીનાં વસ્ત્રોમાં જ બહાર જવા લાગે છે. સુભદ્રા કાંઈ પૂછે તે પહેલાં ધન્ના શેઠ ફરમાવે છે : ठीक समय पर सजनी तूने सोता सिंह जगाया ले आज बताउ मेरी माँ ने कैसा दूध पिलाया हो सजनी कैसा दूध पिलाया धन जन को यौवन बंधन को सब छोड़ चला मैं आज रे अब संयम पाल दिखाऊँगा સુભદ્રાનાં કડવાં વચનો ધન્ના શેઠને વૈરાગ્ય પ્રગટ કરાવનારાં બની જાય છે. જો આપણે Positive દૃષ્ટિકોણ રાખીએ તો આપણી સાથે બનતી દરેક ઘટનામાંથી સબોધનાં સ્પંદન મેળવી શકાય છે. સુભદ્રાનો એક કટાક્ષ ધન્નાના મનમાં પ્રશ્નોની શૃંખલા ઊભી કરે છે, “મેં સંયમ કેમ નથી લીધો ? હું કેમ હજી સંસારમાં છું? શું હું પણ કાયર છું?” આવા અનેક પ્રશ્નોથી તેમની અંદર વૈરાગ્યના પડેલા સંસ્કારો જાગૃત થઈ રહ્યા હતા અને ધન્નાને ત્યારે સમજાય છે કે સંયમ જ શ્રેષ્ઠ છે અને તે જ ક્ષણે તેઓ નિશ્ચય કરી લે છે કે, “મારે અહીંયાં સંસારમાં અટકીને નથી રહેવું. એમ કહેવાય છે કે ધના તે જ ઘડીએ સ્નાન કરતાંફરતાં એવાં ભીનાં કપડાંમાં જ સંયમના માર્ગે નીકળી પડે છે. ધન્ય છે તેમની એક પણ ક્ષણ ન ગુમાવનાર તાલાવેલીને ! ૨૨૧ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 સુભદ્રા અને બીજી સાત પત્નીને તો સમજાયું જ નહીં કે તેઓ હવે શું કરે ? ત્યારે સુભદ્રા વિનંતી કરે છે... स्वामी स्वामी कहा जाते हो हँसी को सच ना मानो फिस से ऐसा नहीं कहूँगी मानो मानो मानो हो स्वामी एक बार बस मानो मैं तेरी चरणों की चेली इसे कर क्षमा प्रदान रे यु छोड़ मुझे मत चले जाओ ઘણી વાર આપણી સાથે પણ એવું થાય કે આપણાથી અયોગ્ય શબ્દોનો પ્રયોગ થઈ જાય અને પછી જ્યારે પ્રતિક્રિયા આવે તો સહજતાથી કહી દઈએ કે, હું તો મજાક કરું છું, પરંતુ સત્ય એ છે કે જે આપણી અંદર હોય તે જ આપણા મુખથી પ્રગટ થાય. અહીંયાં ધન્ના તો કડવાં વચનને કારણે નહીં, પણ સંસારને કડવાશની સમજણને કારણે સંયમમાર્ગ પર નીકળી પડ્યા હતા. કોઈની પણ આજીજી તેમને હવે અટકાવી શકે એમ ન હતી. કબીર પણ ભૂલ કર્યા પહેલાં અટકવાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, ‘મય પછતાણ હોત યા નવ વિવિા પુરા હેત'. ધના છેલ્લે તેમને જતા જતાં સમજાવે છે કે, તમારા આ પ્રયત્નો વ્યર્થ છે - वचन बाण का घायल सूरा लौट कभी न आवे चाहे हो बलिदान प्राण का अपनी टेक निभावे हो भगिनी अपनी टेक निभावे जाऊँगा अब जाऊँगा अब संयम पाल दिखाऊँगा ધના માટે હવે સુભદ્રા સજની ન રહી, તે તો હવે ભગિની બની ગઈ હતી. તેમનામાં એક જબરજસ્ત ગુણ હતો કે તે જે કહે તે કરે અને જે કરવાનાં હોય તે જ ૨૨૨
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy