SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ધન્ના કહે છે : सुन सजनी सच कह कथनी तेरा मुखड़ा आज उदास ये क्यों बहती आँसुधारा शालिभद्र सा जिसका भाई उसके भाग्य सवाए फिर भी अचरज होता मुझको नयन नीर क्यों आए हो सजनी नयन नीर क्यों आए અહીંયાં ધન્નાને અચરજ થાય છે કે સુભદ્રા જેમણે કોઈ દિવસ કોઈ અસુવિધા કે કોઈ પણ કઠિનાઈ ક્યારેય જોઈ જ નથી, જેમના ભાઈ શાલિભદ્ર, જે રાજાથી પણ અધિક સમૃદ્ધ છે, એમને વળી શેનું દુ:ખ ? સુભદ્રા પ્રત્યુત્તર આપે છે : भैया ने वैराग्य रंग में काम भोग विसराया नित प्रति एक नारी छोड़े योग उसे मन भाया हो स्वामी योग उसे मन भाया धन जन को यौवन बंधन को वो छोड़ रहा है आज रे यु बहती आँसुधारा અઢળક સંપત્તિના નાથ એવા શાલિભદ્રના મનમાં એક પ્રશ્નથી ચિંતનની ચિનગારી પ્રજ્વલિત થઈ જાય છે કે મારા માથે કોઈ નાથ કેવી રીતે હોઈ શકે ? મારે આ Temporary એવી સંપિત્ત નહીં, પણ Permanant એવા આત્માનો નાથ બનવું છે અને તે વૈરાગ્યભાવમાં રોજ એકએક કરીને તેની ૩૨ પત્નીઓનો ત્યાગ કરવા લાગે છે. સુભદ્રાને તેના ભાઈ પ્રત્યે અત્યંત લાગણી હોવાને કારણે વિચારે છે ૨૧૯ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C કે, આટલી બધી સુખ-સાહ્યબીમાં બધા ભોગની વચ્ચે રહેનારો મારો ભાઈ, સંયમની કઠિન સાધના કેવી રીતે સહન કરશે... એ જ ભાવોથી તેઓ અશાંત થઈને વિલાપ કરી રહ્યાં હતાં. આ સાંભળીને ધન્નાથી રહેવાણું નહીં અને તરત બોલ્યા : कायर सजनी तेरा भाई एक एक को छोड़े सिंहनी जाया शुर वीर तो एक साथ मुँह मोड़े हो सजनी एक साथ मुँह मोड़े जो भी करना धीरे के करना ये अबला की है रीत रे ये पुरुषों की नहीं रीत है શાલિભદ્રના સંયમના શ્રેષ્ઠ ગુણની અવગણના કરીને ધન્ના શેઠ તેમની એકએક કરીને પત્નીના ત્યાગની વાતની કિલ્લી ઉડાવે છે. આ કડીમાં એક સુંદર બોધ સમાયેલો છે. એક ઉજ્જવળ શ્વેત દીવાલ પર જો એક નાનો ડાઘ હોય તો આપણું ધ્યાન તેના પર ગયા વગર રહે જ નહીં. પરમાત્મા કહે છે કે, આત્મા તે ગુણોનો પુંજ છે અને તે દરેક આત્મામાં કોઈક ને કોઈક ગુણ તો હોય જ છે. બસ જરૂર છે તે ગુણોને પારખીને તેમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરવાનો. ગુણગ્રાહકતા એક એવો સદ્ગુણ છે જે સ્વયંના આત્મામાં અનેક ગુણોનું પ્રાગટચ કરાવે છે. સુભદ્રા તરત જ React કરે છે, कह दिखलाना सरल है स्वामी इसमें जोर न आए हो जननी का सच्चा जाया तो करके दिखलाए हो स्वामी तो करके दिखलाए यु धन जन को यौवन बंधन को ૨૨૦
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy