________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તે જાણ્યે ગયું જંજાલ, જથારથ જયમત્યમ થયું એ; જયાં કર્મ ન લાગે કાળ, સભર ભરાઈ તે રહ્યું એ. ત્યાં હવું મન લેલીન, જે ચૈતન સભરા ભર્યું એ. નહીં કો દાતા દીન, તન્મય સહેજે સહેજ કર્યું એ. પ્રગટયાં કોટિ કલ્યાણ, આપાપર વિના એં રહ્યું એ. સદા સદોદિત ભાણ, ઉદે-અસ્ત કરણ ગયું એ. કહે અખો આનંદ અનુભવીને લહેવા તણો એ. પૂરણ પરમાનંદ નિત્ય સરાહો અતિ ઘણો એ.
૫
9
૨૧૭
૭
८
આ પદના પ્રારંભે એ પોતાના અંતરના અભિનવ આનંદને પ્રગટ કરે છે અને પદની શરૂઆત જ “અભિનવો આનંદ આજ, ઓચર ગોચર હોવું એ’ અને એમ કહીને એ શબ્દપ્રપંચથી પાર એવા પૂર્વબ્રહ્મની સ્તવના કરે છે. જેને શાસ્રો ગાય છે, જે નથી વિરાટ કે નથી વામન, જેને કોઈ વાણીમાં મૂકી શકતું નથી અને જેને જાણવાથી સઘળી જંજાળ ચાલી જાય છે એવા ચૈતન્યમાં મન હર્યુંભર્યું થાય, ત્યારે એક એવા આંતરસૂર્યનો અનુભવ થાય છે કે જ્યાં ઉદય અને અસ્તનું કારણ રહ્યું હોતું નથી અને આથી જ આ પદને અંતે અખો ગાય છે,
*કહે અખો અનાંદ અનુભવીને લહેવા તણો એ પૂરણ પરમાનંદ નિત્ય સરાહો અતિ ઘણો એ.’
(અમદાવાદસ્થિત પ્રીતિબહેને “સમૂહ માધ્યમોના વિકાસ’ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. ગુજરાત સમાચારમાં તેમની લોકપ્રિય કોલમ પ્રગટ થાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે સંકળાયેલાં છે).
૩૨
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©
દેહસ્નાનથી આત્મશુદ્ધિ દ્વારા સિદ્ધાલય સુધીની સમ્યક્ યાત્રા
D હેમાંગ સી. અજમેરા
પરમાત્મા મહાવીરના સમયની વાત છે. રાજગૃહી નગરીમાં એક ધન્ના નામના શ્રેષ્ઠી રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના સ્નાનગૃહમાં સ્નાન કરી રહ્યા હતા. ધન્ના શેઠની આઠ પત્નીઓ શીતળ જળથી તેમને સ્નાન કરાવી રહી હતી, ત્યારે તેમની પીઠ પર બે ઉષ્ણ આંસુનાં ટીપાં પડે છે અને તેઓ ઉપર જુએ છે. તેમની આઠ પત્નીઓમાંથી એક પત્ની-સુભદ્રાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જૈન ક્યાનુયોગમાં ધન્ના અને શાલિભદ્રનાં જીવનચરિત્ર મળે છે, જેમાં ધન્ના શેઠ અને તેમની ધર્મપત્ની સુભદ્રા વચ્ચે સ્નાનગૃહમાં થતા વાર્તાલાપનો ઉલ્લેખ આવે છે. એક માર્મિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ આ વાર્તાલાપને હૃદયસ્પર્શી કાવ્યના માધ્યમથી તેમાં રહેલા ભાવોને સમજાવે છે.
૨૧૮