________________
5
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કહે. જ્યારે વાણીની આવી સરળતા હોય છે ત્યારે વચનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જેમણે વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે કહે તે જ થાય. સત્યવચનના સત્ત્વથી તેમની વાણીમાં તે તાકાત આવી જાય છે કે તે જે કહે તે જ સત્ય બની જાય. એવું કહેવાય છે કે ધન્ના ત્યાંથી નીકળીને પરમાત્મા મહાવીર પાસે જાય છે. માર્ગમાં શાલિભદ્રની હવેલી આવે છે, ત્યારે તેમને પણ તે જ ક્ષણે તેમની સાથે જોડાવાની પ્રેરણા આપે છે. જ્યારે એક જીવ જાગે છે તો તે ઘણાબધા જીવોને જગાડવામાં સહાયક બની જાય છે. સ્નાનાગૃહમાં આઠ પત્ની સાથે સ્નાન લેતા ધન્ના શેઠ બને છે ધન્ના અણગાર અને ધન્ના અણગાર તે જ ભવમાં સંથારો ગ્રહણ કરીને સિદ્ધગતિને પામે છે.
આપણે પણ રોજ સ્નાનગૃહમાં કાયાનો મેલ ધોવા જઈએ છીએ. કાયાનો મેલ ધોતાંધોતાં આત્મામાંથી મેલ ધોવાના ભાવ જાગે અને આપણે પણ ધન્ના અણગારની જેમ સ્નાનગૃહથી સિદ્ધાચલની યાત્રા પરિપૂર્ણ કરીએ એવી ભાવના ભાવીએ છીએ. અહીંયાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો ખમાવું છું, ક્ષમા માગું છું.
(ચેન્નઈસ્થિત જૈન ધર્મના અભ્યાસુ હેમાંગભાઈએ IIT Bombayથી Aerospace Engineeringમાં M. Tech. કરેલ છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઇન જૈનોલૉજી કોર્સ કરેલ છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત સંબોધી સત્સંગ સાથે સંકળાયેલા છે).
૨૨૩
૩૩
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©
જ્ઞાનવિમલસૂરિની રચનામાં આત્મચિંતન
2 ડૉ. અભય દોશી
(૧૨૪૨) (૫૨-૧૮) શ્રી અરનાથ - જિન સ્તવન (તુજ સાથે નહીં બોલું ઋષભજી ! તેં મુજને વિસારીજી. એ દેશી) શ્રી અરનાથ ! સ-નાથ કરો-મુજ જાણો સેવકભાવેજી, ભવ-ભવ-સંચિત બહુ પાતિકડાં,
જિમ તે અલગાં જાવેજી કાલ અનાદિ-અનંત વહ્યો એમ, તુમ સેવા નવિ થાવેજી, કોઇકે કર્મ-બિયર-બતાય,
.
શુભ-રુચિ ગુણ પ્રગટાવેજી ||૧|| તુમ ગુણ-અનુભવ ધવલ – 'વિહંગમ, લીલા કરતો આવેજી, મુજ માનસ માનસ-સરમાંહિ, જો કબહી રતિ પાવેજી !
૨૨૪