SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 ‘રામરસ’ (૧૯૫૬), ‘સુરતા’ (૧૯૭૦), બને ભજનસંગ્રહો અને ‘બંદગી’ (૧૯૯૩) ગઝલસંગ્રહ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ચંદ્રકાંત ટોપીવાલા સંપાદિત અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત 'પવન-પગથિયાં' જેમાં કવિતા, છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો સમાવિષ્ટ થાય છે. તદુપરાંત કવિશ્રી હરિકૃષ્ણ પાઠકે કવિનું જીવનચરિત્ર ‘મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, ‘ગાફિલ’ શીર્ષકથી પુસ્તિકારૂપે ૨૦૦૮માં પ્રગટ કરેલું. ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઈ.સ. ૨૦૧૭માં કવિશ્રીનાં સમગ્ર સાહિત્યનું પ્રકાશન દળદાર ચાર ગ્રંથોમાં પ્રકાશિત કરેલ છે, જેના પ્રકાશકીય નિવેદનમાં મનોજ ઓઝા મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી લખે છે કે, अनाहतस्य शब्दस्य ध्वनिर्य उपलभ्यते ध्वनेरन्तर्गतं ज्ञेयं ज्ञेयस्यान्तर्गतं मनः શબ્દ થકી શબ્દ સાથે સંયોજન એ ભારતીય પરંપરાના સર્જકો માટે ઈષ્ટતમ માર્ગ રહ્યો છે. આપણે કવિશ્રીની એક ગઝલનું આસ્વાદન કરવાનું છે ત્યારે ગઝલ વિષયક આંતરિક વિશેષતા-વિશેષાંગો વિશે પણ એક આછેરી નજર નાખીએ જેનાથી ગઝલ, ગઝલસ્વરૂપે ઉદ્દઘાટિત થાય છે. (૧) અંદાજે બાં (વર્ણનશૈલી, અભિવ્યક્તિ) (૨) હુશ્ને ખયાલ (સૌંદર્ય-વિચાર, ભાવ કે સંવેદનાનું) (૩) મૌસિકી (સંગીત તત્ત્વ-લય યોજના) (૪) મારિત (દર્શન-ગઝલના પ્રત્યેક શે'ર સ્વતંત્ર દૃષ્ટિકોણ, દર્શન પણ રજૂ કરે છે). ઉપરોક્ત બાબતો ગઝલો સાંભળતા કે વાંચતા સરળતાપૂર્વક દૃષ્ટિએ પડે તેવી છે. તે ઉપરાંત ગઝલ, ચાર વિવિધ રંગોમાં, કવિની પોતાની આંતરિક ચેતનાના આશ્રયે લિખિત કે પાઠિત રૂપ ધારણ કરે છે. જેમાં, (૧) રંગે તગઝૂઝલ - પ્રેમરંગ - (પ્રેમની વિવિધ અભિવ્યક્તિ લેખે ‘ઇશ્ક મિજાજી' (પાર્થિવ) તેમ જ ‘ઇશ્કે હકીકી” (અપાર્થિવ) પ્રેમ. અધ્યાત્મ (૨) રંગે તસવ્વુફ્ (૩) રંગે તસવ્વુર કાલ્પનિક તથ્ય નિર્માણ ૧૦૫ (૪) રંગે તખચ્યુલ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C અંતિમ તથ્ય અતિ-વાસ્તવ, નજરે જોઈ શકાય, સ્પર્શી શકાય. તે ઉપરાંતના વાસ્તવનું ચિત્રણ. હવે આપણે કવિની પ્રસ્તુત ગઝલમાં ઊતરવા પ્રયાસ કરીએ. હૃદયમાં ઊતરી ઊંડાણમાંથી નીર ખેંચે છે; નજર નમણી જીવનના મૂળની તાસીર ખેંચે છે. કવિ મત્લા (પ્રથમ)ના શે’રમાં જ તેની ભૌતિક અને ચૈતસિક અવસ્થાનું વર્ણન કરે છે. આપણે જાણીએ છીએ કે માનવશરીરમાં ભૌતિક રીતે અંદાજે ૭૫% પાણીની ઉપસ્થિતિ છે અને હૃદય એ પાણી (રક્ત)નું સંચાલન કરે છે. જો હૃદયનું સંચાલન જ બંધ થઈ જાય તો માનવજીવન શક્ય નથી. એટલે જ કવિ કહે છે કે અગોચરની કોઈ નમણી, નાજુક નજર હૃદયમાં ઊંડે ઊતરી એના જળને (રક્તને) આકર્ષિત કરી રહી છે જેને લીધે જીવનનું મૂળ રૂપ તાસીર જે કંઈ માનવને મળેલી છે તેનું પણ ખેંચાણ કરી રહી છે. આ નાજુક નજર કેટલી સૂક્ષ્મ અને શક્તિશાળી છે. અમસ્તા પણ આપણા ભારતીય ચિંતનમાં આતામ-પરમાત્મ સ્વરૂપને નિરાકાર નિરંજન ગણેલાં છે. આમ પ્રસ્તુત ગઝલ પ્રથમ શે'રથી જ ઊંચાઈ ગરવાઈ પકડી લે છે. હવે બીજા શે'ર તરફ જતાં... નવાઈ શી અગર હું એમના જેવો જ લાગું છું ! અરીસો આયખાનો રૂપની તસવીર ખેંચે છે. પ્રસ્તુત શે'રમાં ઉચ્ચતર જીવનની સ્વાભાવિકતાનું દર્શન થાય છે. આકર્ષિત થવું અને આકર્ષણ કરવું બંને સ્વાભાવિક પ્રક્રિયાઓ છે. આકર્ષણના એક અલિખિત નિયમ લેખે સમાન ચેતના બીજી સમાન ચેતના કે એક ઉચ્ચતર ચેતના ઊર્ધ્વગામી ચેતનાનું આકર્ષણ કરતી હોય છે. શે'રની બીજી પંક્તિમાં કવિ જળનું પણ સજીવારોપણ કરી જાણે છે. રીત, ઊંડી વિચારણા, ડહાપણ, પદ્ધતિ, વ્યવસ્થા ગોઠવણ થાય છે. (સંદર્ભ ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પત્તિ કોશ, અરબી તથા તુર્કી મૂળના શબ્દો સહિત ભાગ-૨. પ્રકાશક: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૪). હવે પછીના શે'રમાં કવિ સ્થૂળ વાત કરી બેસે છે. જીવનમાં કોઈ અગાધ આકર્ષણને લીધે ખેંચાવું પડે છે, પણ ખેંચાવું ગમતું હોણું નથી. જેનું કારણ પોતાની જાતને જનમકેદી સમજી લેવાથી પીડા ઉત્પન્ન થાય છે. અહીં અગાધ આકર્ષણનું કેન્દ્ર અને જનમકેદી અવસ્થા બંને બાજુની જંજીર ૧૦૬
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy