________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
પરસ્પર ખેંચાણ કરતી અનુભવાય છે. અહીં કવિના કવિપણાનો સ્વાયત્ત મિજાજ પણ સુપેરે પ્રગટે છે. ‘કોઈથી આકર્ષાવ તેવો હું નથી'...ની પ્રતીતિ ચોથા શે'રને તેની ઊંચાઈ બક્ષે છે. પછીના બંને શે'રમાં પણ આ જ વાતનું પુનરાવર્તન થયેલું જણાય છે. જુઓ :
વિરહની વેદનામાં એમ તડપે છે મિલનઆશા, ગગન જાણે ચમકતી ચાંદનીનાં ચીર ખેંચે છે.
હૃદય વીંધાઈ મધપૂડો થઈ ને આહ નિર્ઝરતું; હવે બાકી રહ્યું છે શું કે નજરો તીર ખેંચે છે? હવે ગઝલનો અંતિમ શે’ર માણીએ...
ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ? અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે.
પ્રસ્તુત શે'રમાં કવિની સ્વાભાવિકતા પ્રબળપણે પ્રગટે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સર્જક કોઈ એક ફોર્મને વળગીને તેનું સર્જનકર્મ કરતો હોય છે જ્યારે મનુભાઈ જેવા સજાગ સર્જકને આવું વળગણ હોતું નથી. ગઝલ એ રૂપનિર્મિતિનો પ્રકાર છે તો અધ્યાત્મ એ નિરાકાર, નિરંજનના સાક્ષાત્કારને ઉજાગર કરે છે, જેમાં ‘ભજન’ કાવ્યપ્રકારનો સમાવેશ થાય છે. તેથી કવિ કહે છે કે હું કોઈ એક સ્વરૂપમાં બંધાઉ શાને ? હું તો વિપુલ અને કાલાતીત સર્જન માટે સર્જાયલ મહાત્મા છું અને તેથી જ મારા લખાણના કારણરૂપ કદી મીર, ઉર્દૂ ગઝલની પરંપરાના શાયર અને ગાલિબના સમકાલીન છે. તો બીજી બાજુ અધ્યાત્મ પ્રેમભક્તિનાં પરમ ઉપાસક મીરાંબાઈ પણ મારાં ભજનોના, સર્જનના કારણરૂપ પ્રવર્તે છે. આમ, બંને પ્રવાહોની સ્વીકૃતિ અને સામંજસ્ય પ્રસ્તુત શે'રથી નિરૂપિત થાય છે. મનુભાઈએ આ જ ધૂણો આજીવન ચેતાવી રાખ્યો. અનેક સંતો - કવિઓ - વિદ્વાનો જેવા કે આદરણીય સર્વશ્રી મકરન્દ દવે, અમૃત ઘાયલ, તખ્તસિંહજી પરમારસાહેબ, પાજોદ દરબાર, રૂસ્વા મઝલૂમી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, પ્રફુલ્લ નાણાવટી, સ્મિત ગઢવી, પિંગળશી ગઢવી વગેરે સૌ સાંજ પડે ને મનુભાઈને ત્યાં પધારે અને બેઠક જામે ! કવિ સર્જકને વિરલ એવી જીવનલીલા સંકેલવાની ઘડી પણ કદાચ મનુભાઈના જીવનમાં ઘટિત થયેલ છે. ટાઉન હૉલ, અમદાવાદમાં યોજાયેલ મુશાયરામાં શ્રોતા તરીકે ગયેલા, પરંતુ મિત્ર અમૃત ઘાયલ વગેરેના આગ્રહથી મંચ પરથી ...
૧૦૭
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C
જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે
જીવન જેમ જુદાં છે કાયા ય જુદી છે મૃત્યુય જુદાં જનાજે જનાજે
ગઝલ રજૂ કરી અને પોતાની જગ્યાએ બેસવા ગયા ત્યાં જ ઢળી પડચા, બેભાન થઈ ગયા અને તા. ૯-૪-’૭૨ના રોજ નિધન પામ્યા. કવિએ અન્યત્ર એક ગઝલમાં લખ્યું છે કે,
અસલના ઉતારા છે મારી ગઝલમાં, કે મોઘમ ઈશારા છે મારી ગઝલમાં. જગતને કરી દે ગમે ત્યારે જાગૃત, કલંદરના નારા છે મારી ગઝલમાં!
(ભાવનગરસ્થિત કવિ ગુણવંત ઉપાધ્યાય, દર્શનશાસ્ત્રના અભ્યાસી છે. એમનાં
કવિતા અને ગઝલનાં સાત પુસ્તકો પ્રગટ થયાં છે).
૧૦૮