________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
શ્રી ઉદયરત્નજીની કૃતિમાં
અધ્યાત્મસંદેશ
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન . સોજીત્રામાં પટેલનાં ઘરો છે. તે તેમના ઉપદેશથી જૈન ધર્મ પાળતા થયા હતા.
ખેડાનો રત્નો નામનો ભાવસાર નામનો કવિ ઉદયરત્ન પાસે શીખેલ હતો તે રત્નાએ સં. ૧૭૯૫માં વિરહના બારમાસ, શૃંગારનાં પદ રચ્યાં છે. હાલ ખેડામાં શાંતિનાથના ડેરા પાસે ભંડાર છે. તેમણે ૧૭૮૯, ચૈત્ર સુદ-૧૨ શત્રુંજયની યાત્રા કરી હતી. (આ માહિતી જૈન ગુર્જર કવિ-મોહનલાલ દલીચંદ દેસાઈકૃત પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ છે). સઝાય, સ્તવન, છંદ, ઢાળ વગેરેમાં તેમની કલમે કમાલ દેખાડી છે. તેમાંથી કેટલીક કૃતિઓના ભાવો દર્શાવવાનો નમ્ર પ્રયાસ અહીં કર્યો છે.
૧૮મી સદીના શ્રી ઉદયરત્નજીએ ઉપાર્જેલ કૃતિમાં પ્રભાતે ગાવાની સઝાયમાં કવિએ રાતને મિથ્યાત્વની સાથે સરખાવી છે. મિથ્યાત્વની રાતમાં ઘણા સમયની નિદ્રા લીધી. હવે ક્યારે યમરાજાનું તેડું આવશે ખબર નથી. ક્રોધરૂપી દવની જવાળા, માનરૂપી વિકરાળ અગજર, માયારૂપી રોષભરી સાપણ, લોભરૂપી ચંડાળે જીવને પકડી રાખ્યો છે. રાગાદિક રાક્ષસનું મોટું ટોળું અને આઠ કર્મની જંજીરે જકડી રાખ્યો છે. હવે મહાસમક્તિનો સૂરજ ઊગ્યો છે, પુણ્યતણા અંકુર પ્રગટયા છે ત્યારે દેવગુરુનાં નામ લઈ, ધર્મનું કાર્ય કરી, વ્રતપચ્ચખાણ ધારી, જિનાજ્ઞા પાળી કલ્યાણ પામો એવી શુભ ભાવના ભાવી છે. તો બીજા પ્રભાતિયામાં કહે છે: જુવાની નગારાં વગાડતી જાય છે અને તોય જો ન જાગ્યા તો દાંત પડે ને વૃદ્ધ-ડોસા થઈશું ત્યારે કોઈ કાર્ય સરવાનું નથી એવું એલાર્મ વગાડતું પ્રભાતિયું સાચે જ પ્રમત્તજનોની નિદ્રાને ઉડાડી દે છે.
શ્રી ઉદયરત્નજીની એકએક સઝાય વૈરાગ્યસભર છે. એક “વૈરાગ્ય સજઝાય'ના પ્રારંભમાં જ કવિ કહે છે :
ઊંચા તે મંદિર માળિયાં, સોડ તાણીને સૂતો, કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ નો'તો,
એક રે દિવસ એવો આવશે... સંબંધોના ખાબોચિયામાં છબછબિયાં કરતાં અંત સમયે એકલા જ જવું પડશે એવી એકત્વભાવના આ સક્ઝાયમાં નીતરે છે. તો વહાલાંવહાલાં કરીને જે ગળે વળગાડ્યાં છે તે સાથે નહીં આવે, પણ વહાલાં તો પેલાં વનનાં લાકડાં છે જે સાથે બળે છે, એવી અશરણ ભાવનાનો સંદેશ છે. સૂપડાંગ સૂત્રમાં પણ કહે છે, “ધન, સ્વજન આદિને શરણભૂત માનીએ છીએ, એ મારાં અને હું તેનો છું એવું સમજાવીએ છીએ, પરંતુ વસ્તુત: એ ન તો ત્રાણરૂપ છે કે ન તો
૧૬o.
a ડૉ. કેતકી શાહ શ્રી ઉદયરત્નજી (વિ.સં. ૧૭૪૯-૧૭૯૯) ખેડાના રહીશ હતા. તપગચ્છના શ્રી હીરરત્નસૂરિજીના શિષ્ય હતા. એમ કહેવાય છે કે તેમનો કાળધર્મ મિયાંગામમાં થયો. "લિભદ્ર નવરસો” લખ્યા તેથી તેમના આચાર્ય સંઘડા બહાર કર્યા. તેનું કારણ એ હતું કે આ રસો એટલા બધા શૃંગારથી રસભરીત હતા કે દરેક નરનારીના કંઠે રહેતા. તેથી (ખંભાતના ચોમાસામાં ૧૭૬૩-શ્રાવણ વદ બીજના બુધવારે) પછી ‘નવતાડ બ્રહ્મચર્યની ઢાળ રચી ત્યારે તેમને સંઘાડામાં પ્રવેશ કરાવ્યો. એવી દંતકથા છે કે તેમને ઇંદ્રજાળની શક્તિ એટલી બધી હતી કે શ્રી તીર્થંકરનું સમવસરણ કરી શકતા હતા અને બીજા તેને જોઈ શકતા હતા. ખેડામાં ત્રણ નદીની વચમાં કાઉસગ્ગ ચાર માસ સુધી અખંડ કર્યો તેથી ત્યાં બેટડું થઈ ગયું. તેમના પ્રભાવથી ૫૦૦ ભાવસાર-વૈષ્ણવ આદિ જૈન થઈ ગયા.
૧૫૯