SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 6 ભાવના હોય, સંસારની મોહ-માયા ન રાખી હોય તો જ ઈશ્વરપ્રાપ્તિ થાય છે. આ રસ્તો દુર્ગમ છે, સહેલો નથી, પણ મનને- હૃદયને પવિત્ર રાખે તેવો છે. મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જો ને, રોમ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જો ને, પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દન નારખે જો ને. હરિરસમાં જેણે ડૂબકી મારી છે અને એકતાન થઈ ગયા તેઓ પરમપદ પામ્યા. આ પરમપદ એટલે વૈકુંઠધામ. એણે મનમાં જે રાગ-દ્વેષ હતા તે બધાને ત્યજી દીધાં, સંસારની મોહમાયાને છોડી દીધી. ભક્તિ કરવાથી જે પ્રાપ્ત થયું તેનો રોમાંચ થયો. પ્રીતમના સ્વામીની આ લીલા છે. તે દિવસ અને રાત હરિસ્મરણ કરે છે. કવિ પ્રીતમદાસ આ પદમાં ભક્તિનો મહિમા વર્ણવે છે, પણ એ ભક્તિનો માર્ગ સરળ નથી. ઈશ્વરપ્રાપ્તિ સહજમાં નથી થતી. એને મેળવવા માટે ઘણોબધો ત્યાગ કરવો પડે છે. ઘણુંબધું ત્યજવું પડે છે. હૃદયની શુદ્ધતાની સાથેસાથે મનની શુદ્ધતા પણ રાખવી પડે છે. ‘પ્રીતમનાં બીજાં પદો હરિહરિ રટણ કર કઠણ કળિકાળમાં', સાચી તે કોની સગાઈ, સંસારમાં સાચી તે કોની સગાઈ ' સંતસમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જો ને,' ગુરુ ગમે ઘટ જોયો રે, સંગે સર્વે ટળ્યો,' ભુલવણી ભાગી રે, બ્રહ્માનંદ ભાસ્યો,’ ‘સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને વગેરે પદોમાં પ્રીતમ ભક્તહૃદયને સાચી સમજ આપી હરિનો મારગ દેખાડયો છે. પ્રીતમનાં પદો માત્ર હરિરસનાં જ નથી, પણ તત્કાલીન સમાજનું ચિત્રણ કરતાં પદો પણ છે. સાથોસાથ તેમનાં પદોમાંથી બ્રપ્રાપ્તિનો ઉલ્લાસ પ્રગટે છે. પ્રીતમ દૃષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ કવિ હતા. એમનો જે સમયગાળો છે તે હસ્તલિખિત અને કંઠોપકંઠ સાહિત્યનો છે. પ્રીતમની એક વિશેષતા એ હતી કે એકસાથે ચાર પદની રચના કરતા ચાર લહિયાઓને બેસાડતા. દરેકને એકએક પદ મેળાવતા અને પછી દરેકને એકએક લીટી લખાવતા. પરિણામે ક્યાંક-ક્યાંક શબ્દદોષ પણ જોવા મળે છે. “સંદેહ'ને બદલે ‘સંધે,' “અવિનાશ'ને સ્થાને ‘અવિન્યાસ', “શૂદ્ર'ને બદલે ‘સૌદ્ર' વગેરે. પ્રીતમદાસ પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે લહિયાઓએ લખેલાં પદોને સુધારી શક્યા નહોતા. પ્રીતમના અવસાન પછી તેમની કવિતાઓની નકલ તેમના શિષ્ય નારણદાસે 60% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999 કરેલી છે. પ્રીતમદાસને ૩૪ શિષ્યો હતા. ૧૮૫૫માં પ્રીતમદાસની પાછળ ભંડારો થયો હતો. પ્રીતમદાસના શિષ્ય નારણદાસના સમયમાં તેમનાં બાવન જેટલાં મંદિરો હતાં. આ મંદિરોમાં ત્યાગી સાધુબાવા જ રહી શકતા હતા. - પ્રીતમે હિંદી, ગુજરાતી એમ બંને ભાષામાં રચનાઓ કરી છે. તેમનાં પદોમાં મુખ્યત્વે ઈશ્વર, માયા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરે વિષયોનું આલેખન થયું છે. એમ કહેવાય છે કે પ્રીતમદાસ એક પટારો ભરીને સંદેસણમાં પુસ્તકો મૂકી ગયા હતા. પ્રીતમદાસે રચેલાં કાવ્યોમાં ‘સરસગીતા(સં. ૧૮૩૧), જેમાં ઉદ્ધવ-ગોપીસંવાદ આલેખાયો છે. 'જ્ઞાનકક્કો' (સં. ૧૮૩૨), 'સોરઠ રાગના મહિના (સં. ૧૮૩૮) ‘જ્ઞાનગીતા(સં. ૧૮૪૧), 'ધરમગીતા' (સં. ૧૮૪૧), ‘સાખીગ્રંથ, (સં. ૧૮૪૫), એકાદશ સ્કંધ' (સં. ૧૮૪૫), 'જ્ઞાનપ્રકાશ' (સં. ૧૮૪૬), ‘બ્રહ્મલીલા' (સં. ૧૮૪૭), ‘પ્રેમપ્રકાશ' (સં. ૧૮૪૭), 'વિનયદીનતા' (સં. ૧૮૪૮) અને ભગવદોતા' (સં. ૧૮૫૨). (અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં તેમના અભ્યાસ લેખો પ્રસ્તુત કરે છે). ૧પ૮
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy