SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 શરણરૂપ છે.” બીજી એક વૈરાગ્ય સઝાયમાં કવિ કહે છે કે, તારા શરીરના નવ દરવાજામાંથી નિરંતર દુર્ગંધભરી, દુઃખદાયી અશુચિ વહી રહી છે તોય તું એવા શરીરમાં તલ્લીન છે ! યમરાજાની નજર પડશે તો ક્ષણમાં તું ઉડી જઈશ એવી અશુચિ ભાવનાથી પણ વૈરાગ્ય પ્રગટાવવાનો કવિશ્રીનો પ્રયાસ અસરકારક રહ્યો છે. કવિશ્રીએ સતીઓનાં શિરોમણિ એવાં સીતાજીની સજઝાય અને સોળ સતીના જીવનનું ટૂંકમાં આલેખન કરતા છંદની રચના કરી છે. હંસરાહનાં સરસ્વતીમાતાને વંદન કરી શ્રી નેમનાથના શ્લોકો રચ્યા છે. મૌન એકાદશીની સઝાયમાં માગશર સુદ અગિયારસના દોઢસો કલ્યાણક છે, તેનો ઉલ્લેખ કરીને તે દિવસે આઠ પ્રહરનો પૌષધ કરીને, મન, વચન કાયાને વશમાં રાખી પ્રભુનું ધ્યાન ધરવાની પ્રેરણા આપે છે, પણ ત્યાં સાથે મળીને વિહ્યા કરીએ તો લાભ ન મળતાં બાર ગણું નુકસાન થાય તેવી શિખામણ પણ આપે છે. સ્ત્રીને શિખામાગ દેતી સજઝાયમાં આજના યુગમાં વકરેલી બળાત્કારની બલાને નાથવાનો અને વાસનાના વમળમાં ફસાયેલાને ઊગરવાનો કીમિયો બતાવે છે અને એક સ્ત્રી તરીકે તેને પતિ અને સંતાનો પ્રત્યેના વ્યવહાર તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. દેવલોકની સઝાયમાં દેવલોકનું વર્ણન છે. સુમતિવિલાપ સઝાયમાં કુમતિગઢના કાંગરા નહીં પાડીએ, મોહગઢને નહીં છતીએ ત્યાં સુધી પ્રભુ આપણા હૃદયમાં પધારશે નહીં, પરમપદ નહીં પમાય એવો બોધ આપે છે. વળી શિયળની-બ્રહ્મચર્યની નવ વાડને ઢાળસ્વરૂપમાં ઢાળી નવ વાડની નવ ઢાળ અને દશમી ઢાળમાં તેની મહત્તા દર્શાવે છે. આજે જ્યારે શીલનાં ન્ચીંથરાં ઊડી રહ્યાં છે ત્યારે આવી કૃતિઓ અબ્રહ્મમાં જતાં અટકાવે છે. અહીં નોંધનીય વાત એ છે કે - કવિશ્રી કહે છે કે, કોઈ પિતાએ સાડા છ વરસની પુત્રી સાથે ન સુવાય કે કોઈ માતાએ સાત વરસના પુત્ર સાથે ન સુવાય. બીજું, સ્ત્રીના સંગથી નવ લાખ પંચેન્દ્રિય જીવની હત્યા થાય છે તેવા દુર્ગતિના મૂળને છોડી, શિયળને દિલમાં ધારવા માટે બ્રહ્મચર્યની નવ વાડની સક્ઝાય અવશ્ય વાંચવા જેવી છે, મનન કરવાયોગ્ય છે, આદરવા યોગ્ય છે, હેય, ક્ષેય અને ઉપાદેય છે. શ્રી ઉદયરત્નજીના સર્જનમાં ક્યાંક ધર્મનાં છાંટણાં છે તો ક્યાંક ધર્મનો ધોધ વહે છે. ધર્મના ચાર પ્રકાર - દાન, શીલ, તપ, ભાવ. તેની સજઝાયમાં ૧૬૧ - GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 તે ચારથી થતા લાભોનો ઉલ્લેખ છે. દાનથી દોલત પમાય, સુપાત્ર દાનનો પ્રભાવ કયવનાશેઠ અને શાલિભદ્રજીએ માણ્યો હતો. શિયળથી સંકટ ટળે, દેવો સેવા કરે. શિયળમાં શ્રેષ્ઠ સોળ સતી પ્રસિદ્ધ છે. તપથી જીવ કર્મમળરહિત બની શકે છે. તેમાં વર્ષના ઉપવાસી ઋષભદેવ અને ધન્ના અણગારને યાદ કર્યા છે. ભાવથી પંચમ ગતિને પામ્યામાં ભરત ચક્રવર્તીને સ્થાન આપ્યું છે. વળી “ભાવ”ને વધારે દૃઢ કરવા વિશેષથી “ભાવ સઝાય”ની રચના કરી છે. તેમાં કહે છે કે કર્મની દોરી કાપવા માટે ધર્મનો ધોરી માર્ગ “ભાવ” છે. દાન, શિયળ અને તપમાં જો ભાવ ન ભળે તો ત્રણેય નિષ્ફળ જાય છે. અજ્ઞાન દોષ અંધેર નગરીની સઝાય'માં અજ્ઞાનને અંધેર નગરી કહીને સંબોધે છે. તેમાંથી બહાર નીકળવા જિન વચનનું માહાત્મ બતાવ્યું છે. શંખેશ્વર પાનાથનું સ્તવન, પંચપરમેશ્વરનું સ્તવન, સિદ્ધાચલનું સ્તવનાદિની રચના કરી ભાવથી ભગવંતોની સ્તવના કરી છે. ભીડભંજન પાર્શ્વનાથ જિન સ્તવનમાં કવિશ્રીનો જિનમાર્ગ અને જિનેશ્વર પરનો અટલ વિશ્વાસ છતો થાય છે. તેની પહેલી કડી ખરેખર રોજ ગણગણવા જેવી છે. જાય છે, જાય છે, જાય છે રે, જિનરાજ જોવાની તક જાય છે ખરાં દુઃખડાં ખોયાની તક જાય છે રે, જિનરાજ.. અધ્યાત્મના રસર્ઘટના કટોરા ધરતાં કવિશ્રીએ ક્રોધ, માન, માયા અને લોભની સક્ઝાયનું સર્જન કર્યું છે. એ સર્જનમાં ચાર કષાયના વિસર્જનનું સૂચન કરે છે. આત્માના વિકાસમાં બાધક એવા ચારે કષાય એકાંતે આત્મહિતનો ઘાત કરે છે. કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાગીએ, હળાહળ તોલે | કડવાં ૧ ક્રોધે કોડ પૂરવ તણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. | કડુવા રે .. આગ જે ઘરમાં ઊઠે તે પોતાનું ઘર બાળે છે અને જળનો પ્રબંધ ન થાય તો પડોશીનું ઘર પણ બાળે છે તેવું ક્રોધનું છે. એક સાધુ દષ્ટિવિષ ચંડકૌશિક સર્ષ આવા ક્રોધના ગુણાકાર થકી જ બન્યા. એ તો એમનું ઉપાદાન તૈયાર હતું કે પ્રભુના શબ્દોરૂપી જળ મળ્યું માનથી વિનય ન આવે, વિનય વિના વિદ્યા ન આવે, વિદ્યા વિના સમક્તિ - ૧૬૨
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy