________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ન પમાય, સમક્તિ વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના મુક્તિ નહીં અને મુક્તિ વિના શાશ્વત સુખ નહીં. રાવણ અને દુર્યોધનનાં ઉદાહરણ વડે માનને દેશવટો આપવાનું કહે છે.
સમક્તિનું બીજ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત્ . સાચામાં સમક્તિ વસે જી, માયામાં મિથ્યાત રે !
પ્રાણી મ કરો માયા લગાર + ૧. મલ્લીનાથ ભગવાનને આગલા ભવમાં માયા કરીને સ્ત્રીલિંગ પામ્યા માટે માયાને પણ છોડવા કહે છે.
લોભનો ત્યાગ માટે કવિશ્રી ઘણા મુદ્દા ટાકે છે. લોભથી કોઈ મર્યાદા રહેતી નથી, લોભના કારણે જીવ પાપનાં પગલાં ભરે છે, લોભથી સગપણમાં ગળપણ રહેતું નથી, લોભથી પુત્ર પિતાની હત્યા કરતા અચકાતો નથી, લોભનો થોભ નથી. તેવો મનુષ્ય મરીને પોતાના ધન પર મણિધર થાય છે. સુભૂમ ચક્રવર્તી છ ખંડ જિતાઈ ગયા પછી લોભના કારણે સાતમો ખંડ જીતવા ગયા ને સમુદ્રમાં ડૂબી ગયા.
આવા ચાર કષાયની સક્ઝાય દ્વારા કવિશ્રીએ અધ્યાત્મચિંતનના સાગરમાં ઊંડે સુધી ડૂબકી લગાવીને ચિંતન-મનન કરતા કરી મૂક્યા છે.
ગર્વની સઝાયમાં ગર્વને ગાળવા કૃષ્ણ વાસુદેવનું દૃષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. ત્રણ ખંડના ધણી હોય, બળભદ્ર જેવો બંધુ હોય, બત્રીસ હજાર રાણીઓ હોય તે પણ જંગલમાં પાણી વિના તરફડે છે. જન્મ થતાં કોઈએ તેમને જાણ્યા નહીં અને મરણ પામ્યા ત્યારે કોઈ પૂછનાર ન હતું. આવા કર્મની કરામત જાણીને ગર્વનો પરિહાર કરવાનું કવિશ્રી વિનવે છે :
અધ્યાત્મચિંતનની પરાકાષ્ટા સમી “ચૈતન્ય શિક્ષાભાસ પ્રાંરંભ”ની રચના છે :
આપ વિચારજો આતમા, ભાતે શું ભૂલે || અથિર પદારથ ઉપરે, ફોગટ શું ફૂલે ||૧| ઘટ માંહે છે ઘરધણી, મેલો મનનો ભામાં || બોલે તે બીજો નથી, જો ને ધરી તામો ||૨|| પામીશ તું પાસે થકી, બાહેર શું ખોળે | બેસે કાં તું બૂડવા, માયાની ઓળે ||૩||
૧૬૩
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
9, પ્રિયા વિણ કેમ પામી, સુણ મૂરખ પ્રાણી છે. પીવાયે કેમ પસલીયે, ઝાંઝવાનાં પાણી |૪|| આપ સ્વરૂપ ન ઓળખે, માયામાંહે ઝૂલે II ગરથ પોતાની ગાંઠનો, વ્યાજમાં જિમ ડૂબે //પા જોતાં નામ ન જાણીયે, નહીં રૂપ ન રેખા || જગમાંહે તે કેમ જડે, અરૂપી અલેખ ||૬| અંધતણી પેટે આફલે, સઘળા સંસારી II અંતરપટ આડો રહે, કોણ જુવે વિચારી ||૭|| પહેલે પાછું કરી, પછી જો ને નિહાળી || નજરે દેખીશ નાથને, તે હશું લે તાળી ||૮|| બં ધણહારો કો નથી, નથી છોડણહારો . પ્રવૃત્તેિ બાંધીયે પોતે, નિવૃત્ત નિસ્તારો li૯IL. ભે દાભેદ બુદ્ધે કરી, ભાસે છે અનેક || ભેદ તજીને જો ભજે, તો દીસે એક ૧૦ || કાળે ધોળું ભેળીયે, તો તે થાયે બે રંગુ || બે બેરંગે બૂડે સહિ, મન ન રહે ચંગુ ||૧૧| મન મરે નહિ જિહાં લગે, ઘૂમે મેદ ઘેર્યો || તબ લગે જગ ભૂલ્યું ભમે, ન મટે ભવ ફેરો ||૧૨|| ઊંઘ તણે જોરે કરી, શું મોહ્યો સુહણે || અળગી મેલી ઊંઘને, ખોળી જો ને ખૂણો ||૧૩|
ત્યારે જગમાં તુજ વિના, બીજો નવી દીસે છે. ભિન્ન ભાવ મટશે તદા, સહેજે સુજગશે ||૧૪|| મારું તારું નવી કરે, સહુથી રહે ન્યારો || ઇણે એહિનામે ઓળખ્યો, પ્રભુ તેહને પ્યારો ||૧૫ા. સિદ્ધ દસાયે સિદ્ધને, મળીયે એકાંતિ || ઉદયરત્ન કહે આતમા, તો ભાંગે ભાંતિ ||૧૬ |
| ઇતિ ચૈતન્યશિક્ષાભાસ સંપૂર્ણ. સાધક આત્માને વિચારવાનું બળ આપતાં કવિશ્રી કહે છે કે, તું ભ્રાંતિમાં ભૂલીને અસ્થિર, અનિત્ય, નાશવંત પદાર્થ મેળવીને ફોગટનો ફુલાય છે. ભૌતિક
- ૧૬૪