________________
GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સુખને પામવાની ભૂખમાં તું તારા આત્માનું સરનામું ભૂલી ગયો છે. મનનો ભ્રમ દૂર કરીને જો તારા અંતરમાં તારો આત્મા રહેલો છે. જે બોલે છે તે તું પોતે જ છે, તે જ તારા અસ્તિત્વને પુરવાર કરે છે. તું જે સુખની શોધ કરી રહ્યો છે તે તને તારી પાસેથી જ મળશે, બહાર તું શું શોધે છે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૯ ૩૫માં આગમકાર કહે છે કે, મHTTPવ ગુદિ , જિ તે ગુબ્રેન વડ્યો . પોતાના આત્મા સાથે યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ?
માયા જ મિથ્યાત્વની જનની છે. તે જ આત્માના સાચા સ્વરૂપની ઝાંખી થવા દેતી નથી. તેથી કવિ માયા સામે લાલ બત્તી ધરે છે કે માયાની ઓથે રહીને તું ડૂબીશ જ! આત્માને ઓળખ્યા વિના આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું તે પાત્રમાં ઝાંઝવાના પાણી પીવા સમાન છે. દેવાદાર જેમ પોતાની ગાંઠની મૂડી ખોઈને વ્યાજમાં ડૂબી જાય છે તેમ પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના માયામાં ડૂબી જાય છે.
આત્માનું કોઈ નામ નથી, કોઈ રૂ૫ નથી, કોઈ રેખા-આકાર નથી. તેને જગતમાં શોધવો કેમ ? કારણકે તે અરૂપી છે, તે વચનથી અગોચર છે, તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી. આચારાંગ સૂત્રમાં પણ કહે છે કે, ૩૧મી જીવન - જેને કોઈ ઉપમાથી વર્ણવી શકાતો નથી, એવા આત્માને શોધવા સઘળા સંસારી અંધ માનવીની જેમ અહીંતહીં આથડે છે, કારણ પોતાના અંતર પર પડદો નાખી દીધો છે, વિચારવાની સમજ ગુમાવી બેઠો છે, પણ જરા પાછું ફરીને નિહાળ, જરાક અંદર દૃષ્ટિ કરીશ તો ભગવાન જેવો તારો આત્મા તને મળશે, તેની સાથે ? તું એકમેક થઈ જા.
વળી કવિશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્રની ૨૦/૩૭મી ગાથાનો નિચોડ આપ્યો છે :
ગપ્પા ના વિવ7 ૫, સુદાઇ દાળ | - આત્મા પોતે જ પોતાનો સુખ-દુ:ખનો કર્તા છે અને પોતે જ સુખ-દુ:ખને દૂર કરવાવાળો વિકર્તા છે. તેને બાંધવાવાળો અને છોડાવવાવાળો બીજો કોઈ નથી, પણ પોતાનો આત્મા છે. અઢાર પાપસ્થાનક અને વિષયકષાયમાં પ્રવૃત્તિ કરી આત્મા કર્મ બાંધે છે અને તે જ પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં કર્મથી મુક્ત બને છે.
ચૈતન્યની જડ સાથે બંધાયેલી ગ્રંથિ એટલે ચિજજડ (ચિત્ત+જડ) ગ્રંથિથી દૃષ્ટિ કરતાં બધું અલગઅલગ ભાસે છે, પણ જો સર્વમાં એકસમાન આત્માને નિરખીએ તો બધું એક જ દેખાય છે. વ્યવહારનયથી આત્માઓ અલગઅલગ
- ૧૬૫
GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 છે, પણ સંગ્રહ નય અપેક્ષાએ સકળ જીવોનું ચૈતન્યસ્વરૂપ એક જ છે. તારી દૃષ્ટિનું પરિવર્તન કર. રાગદ્વેષરૂપી પર્યાયથી તારી દૃષ્ટિ હટાવી દ્રવ્યદૃષ્ટિને અપનાવન. દ્રવ્યદૃષ્ટિ એ અભેદદષ્ટિ છે, પર્યાયદૃષ્ટિમાં સમયે સમયે ભિન્નતા વર્તે છે, તે ભેદૃષ્ટિ છે.
કાળાની સાથે ધોળાને ભેળવીએ તો બે રંગ થઈ જાય અને એવા બેરંગે મન નિર્મળ રહેતું નથી તેમ પર્યાયના રંગો બદલાતા રહે છે ત્યારે મન સ્થિર રહેતું નથી. મન મરતું નથી ત્યાં સુધી મદ-અભિમાનથી ઘેરાયેલું રહે છે, માટે એવું લાગે છે જાણે જગ ભમે છે, પણ વાસ્તવમાં તારું મન ભમી રહ્યું છે.
મોહની ભાવનિદ્રામાં આત્મા અટવાઈ ગયો છે, જ્યાં સુધી આ મોહ પડ્યો હશે ત્યાં સુધી આત્મદર્શનની ઝલક થવી મુશ્કેલ છે, કારણકે જ્યારે મિથ્યાત્વ મોહનીય જાય છે ત્યારે જ સમક્તિની પ્રાપ્તિ થાય છે. સમક્તિપ્રાપ્તિ એટલે જ સિદ્ધદશાની આંશિક પ્રાપ્તિ. આવું સમ્યત્વ પ્રાપ્ત થયા પછી તેને તેના વિના બીજું કશું દેખાશે નહીં ! તેના માટે તારું-મારું કરવાનું છોડ, અનુકૂળતા-પ્રતિકૂળતામાં સમભાવ રાખ, સુખ-દુ:ખમાં તટસ્થ ભાવ કેવળ-આવું સમ્યફ જ્ઞાન જ સિદ્ધદશાની ઉપલબ્ધિ કરાવશે. શ્રીમદ્ રાજચંદ્રજી ‘આત્મસિદ્ધિ' માં કહે છે :
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ',
આમ, અધ્યાત્મની અબ્ધિમાં શબદોની અવધિમાં રહીને આત્માનો આસ્વાદ કરાવતી શ્રી ઉદયરત્નજીની કૃતિઓ ખરેખર વારંવાર વાગોળવાજન્ય છે.
(ડૉ. કેતકીબેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે).
૧૬૬