________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S સરળતાથી રજૂ કરતા કે એ વાત આબાલવૃદ્ધ સૌને ગળે ઊતરી જતી. એથી તો ચારણો માટે કહેવાયું છે કે :
ચારણ ચારેય વેદ, વાણ પઢયો વાતું કરે, ભાખે અગમ સભેદ, (એની) જીભે જોગાણીઓ વસે....(૧)
લોકસમાજે ચારણને ખૂબ જ લોકાદર આપ્યો છે, તો ક્ષત્રિયોએ તેને દેવીપુત્ર તરીકે સ્વીકાર્યો છે અને માત્ર રાજકવિ તરીકે જ નહીં, રાજપરિવારના હિતેચ્છુ તરીકે અદકેરાં માન-સન્માન આપ્યાં છે. સામા પક્ષે ચારણોએ હજારો વર્ષથી સમાજનો અખંડ વિશ્વાસ જાળવ્યો છે, સત્યની ઉપાસના કરી છે અને પ્રાણોને પણ સત્ય, સ્વમાન અને સંસ્કારનું જતન કર્યું છે. રાજકવિ તરીકે પણ તેમણે સદ્વિચાર અને સિદ્ધાર્યની ખુલ્લાદિલે સરાહના કરી છે, પરંતુ સત્તાધીશો દ્વારા અત્યાચાર, અનીતિ કે અભદ્રતા દાખવવામાં આવે તો જગતના ચોકમાં ઊભા રહીને સૌથી પ્રથમ તેમણે વિરોધ દર્શાવ્યો છે, એટલું જ નહીં, એ વખતે તેમણે પરિવાર કે પ્રાણની પણ પરવા કરી નથી. નિર્ભીકતા અને ચારિત્ર્યશીલતા ચારણોની આગવી ઓળખ બની ગઈ છે. ચારણોની એક ધ્યાનાર્હ વિશેષતા એ છે કે, રાજસત્તા અને રાજવૈભવની ખૂબ જ નજીક હોવા છતાં એ તેનાથી અલિપ્ત રહી શક્યા છે, જાણે જળકમળવત્ જીવન જીવવાની શિખામણ તેમને માતાના કોઠામાંથી મળી છે. આથી તો અવસર આવ્યું ક્ષણમાત્રમાં તેનો ત્યાગ કરતાં તે અચકાયા નથી, તેની રચનાઓમાં પણ આ ખુમારીનાં સુપેરે દર્શન થાય છે. આવી આ વિશિષ્ટ અને વિલક્ષણ પરંપરાના વાહકોની રચનામાં સ્વાભાવિક રીતે જ આત્મચિંતન-આત્મદર્શનની વાત હોવાની જ, કેમ કે, ફૂવામાં હોય તો જ અવેડામાં આવે, એટલું નહીં, પણ એની વાણી અને વ્યવહારમાં એક વાક્યતા હોય તો જ ક્ષત્રિયો તેની વાત પર પ્રાણ ત્યજવા કે કેસરિયા કરવા તૈયાર થાય. આવી પરંપરાના વાહક ચારણોને ભક્તિભાવના વારસારૂપે મળી છે. અંધશ્રદ્ધા નહીં, પણ અડગ વિશ્વાસ તેને ગળથુથીમાં મળેલ છે. વળી, આત્મચિંતનનો પાયો જ શ્રદ્ધા-વિશ્વાસ-ભરોસો છે. પદ્મશ્રી ભક્તકવિ દુલા કાગ કહે છે કે -
એને ભરોસે રહેવાય જી... ભરોસે રહેવાય, પંડયનું ડહાપાગ નો ડોળાય, એને.... ભીલ તાણા ભાલાથી વનમાં, વિઠલ કેમ વિંધાય જી ? (૨). બુદ્ધિથી એ વાળો બા'રી (૨) શ્રદ્ધાથી જ સમજાય.... એને (૨),
ચારણી સાહિત્યમાં
આત્મદર્શન
a ડૉ. અંબાદાન રોહડિયા ભારતીય સાહિત્યની અનેકવિધ ધારામાં એક મહત્ત્વની ધારા છે ચારણ સાહિત્ય. વેદકાળથી આરંભાયેલ વૈદિક સંસ્કૃતિનું પાન કરીને તેને લોક સુધી પહોંચાડવાનો પ્રશસ્ય પ્રયાસ આ ધારાના વાહકોએ કર્યો છે. ખરા અર્થમાં તો તે લોક અને શ્લોક ઉભય પરંપરા જોડનાર સેતુ છે, કેમ કે, વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, વિવિધ પુરાણો અને શાસ્ત્રોમાં કહેવાયેલી મહત્ત્વની વાતોને સંતો, ષિમુનિઓ અને ચિંતકો પાસેથી આત્મસાત્ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અરણ્યમાં રહેતા લોકો સુધી પહોંચાડવા માટે તેને સરળ અને સુપ શૈલીમાં રજૂ કરે છે. વિવિધ શાસ્ત્રો અને દર્શનોમાં વ્યક્ત થયેલ ગહન જ્ઞાનને લોકબાનીમાં હૃદયંગમ શૈલીમાં રજૂ કરનારા ચારણકવિઓની વિશેષતા એ છે કે તેઓ ગૂઢ રહસ્ય અને અગમ અગોચરની વાતો લોક ભોગ્ય ઉદાહરણો દ્વારા એટલી
૧૬૮