________________
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
6 પરમતત્ત્વ પરની દઢશ્રદ્ધા જ માનવને સ્થૂળને બદલે સૂક્ષ્મ તરફ વાળે છે, કેમ કે, જીવ માત્ર આ સૃષ્ટિમાં આવીને દુન્યવી બાબતોથી આકર્ષાય છે. ભય, આહાર અને મૈથુન જેવી બાબતો પશુ, પક્ષી, પંખી, પ્રાણી અને સકળ સજીવ સૃષ્ટિને આનુવંશિક રીતે મળે છે, પરંતુ અન્ય જીવોથી માનવ ભિન્ન છે, કેમ કે, ચૌર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા પછી માનવદેહ મળે છે. એકમાત્ર માનવ જ સઅસ અને ઉચિત-અનુચિતનો ભેદ સમજી શકે છે. તેને મળેલા સંસ્કારો જ તેને આત્મચિંતનની રાહ ચીંધે છે અને સ્વાયાંધ બનવાને બદલે પરોપકારી બનવાની પ્રેરણા આપે છે. ભૂખ લાગે એટલે જમી લેવું તે પ્રકૃતિ છે, પણ ભૂખને કારણે કોઈનું ઝૂંટવી લેવું વિકૃતિ છે અને ભૂખ્યાજનને જોઈને પોતાના ભાગનું પણ પારકાને હસતામુખે આપી દેવું તે સંસ્કૃતિ છે. આ વાત ભક્તકવિ ઇસરદાસ રોહડિયાએ એક દુહામાં કેટલી સરળતાથી રજૂ કરી છે :
ભાગ્ય બડો તો રામ ભજ, વખત બડો કછુ દેહ;
અકકલ બડી ઉપકાર કરે, જનમ થયો ફળ એહ. માનવને પરમાત્માએ બુદ્ધિ આપી, પણ તેનો ઉપયોગ તેણે પોતાનાં સ્વાર્થ અને સુખ-સગવડ માટે કર્યો. નિજ સ્વાર્થ માટે તેણે જીવમાત્રની પાસે પોતાનાં ધાર્યાં કામ કરાવ્યાં, પછી એ અશ્વ, ઊંટ, હાથી, બળદ, પાડો કે સિંહ હોય, એ સૌને બુદ્ધિથી વશ કરીને ગુલામ બનાવ્યાં. અરે ! એથી પણ આગળ વધીને તેણે માનવને પણ ગુલામ બનાવ્યો. સત્તા અને સંપત્તિના જોરે તેણે સૌંદર્યને વશ કરવામાં સૌંદર્યવતી સ્ત્રીઓનાં અપહરણ કરાવ્યાં, ગરીબોને પૃથ્વી પર જ નર્કાગાર કે કારાગારમાં નાખ્યા, હજારોનો સંહાર કરીને મેળવેલી સત્તા કે સિંહાસનો પણ યુધિષ્ઠિર અને અશોકની જેમ છેવટે ત્યજી દેવાં પડવાં, એ વાત અહીં પ્રચ્છન્નરૂપે પ્રગટી છે કે, પ્રભુએ શ્રેષ્ઠ બુદ્ધિ આપી હોય તો કોઈનું કલ્યાણ કરો, સદ્ભાગ્ય આપ્યું હોય તો પ્રભુનું સ્મરણ કરો અને સારો સમય હોય તો લોકોને કંઈક મદદ કરો.
આત્મદર્શન થાય તો આત્માની અમરતા અને દેહની નશ્વરતાનો યથાર્થ પરિચય થાય. વસ્તુતઃ તો માનવદેહ મળ્યો છે, પરંતુ એ શાશ્વત નથી. કેમ કે, જે જમ્યા છે તેણે પોતાનું આયુષ્ય પૂર્ણ થાય એટલે દેહ છોડવાનો જ છે, પરન્તુ માનવ આ સત્ય સમજતો નથી, આથી મિથ્યાજગત પાછળ સતત દોડધામ કર્યા કરે છે. તે છોડીને આત્મકલ્યાણના માર્ગે ચાલવાની શિખામણ
- ૧૬૯
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન %E, આપતાં ભક્ત-કવિ ઈસરદાસજી કહે છે કે, આયુષ્યરૂપી જળ આ શરીરરૂપી અંજલિ-ખોબામાં ભર્યું છે. વળી, જીવ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે તે તેના આયુષ્યરૂપી જળને ઓછું કરે છે. જેમ ખોબામાંથી જળ સતત ટપકતું જાય અને આખરે એ અંજલિ ખાલી થવાની જ છે, એ રીતે જીવનનો અંત અવશ્ય થવાનો છે, તો આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત થવાની વાત કવિ આ રીતે સમજાવે છે :
અવધ નીર તન અંજલિ, ટપકત શ્વાસ ઉસાસ, હરિ ભજ્યા વિણ જાત છે, અવસર ઈસરદાસ...(૩)
માનવને વિવિધ ધર્મગ્રંથો અને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ તેનો જીવ તો ભૌતિક એષણાઓ અને દેહિક ઉપભોગમાં રાચે છે. તૃષ્ણા ક્યારેય મટતી નથી. જેટલા વિશેષ ભોગ ભોગવે તેટલી તૃષ્ણા વધતી જાય છે. જેમ યજ્ઞકુંડમાં ઘી હોમો તેમ તેમ તે વિશેષ પ્રજ્વલિત થાય છે, તેમ આ દુન્યવી સુખ-સગવડનું છે. અલબત્ત, જ્યારે માનવદેહ છૂટી જાય ત્યારે તેની સાથે કોઈ વ્યક્તિ કે વસ્તુ જવાની નથી. એ દિવસે તો કાયાને ત્યજીને અનંતની યાત્રાએ જીવે એકલા જ જવાનું છે, એ દિવસે કોઈ સાથ કે સંગાથી નહીં હોય, માત્ર પ્રભુ એક જ તેની સાથે હશે. આથી જેને આત્મદર્શન થયું હોય તેવા ભક્તની વાણીમાં આ સત્યનો એકરાર કવિએ કર્યો છે કે :
આતમ વહેસી એકલો, છૂટત તન સંગાથ; સાથી તિણ દિન શંખધર, સ્વર્ગ તણે પથ સાથ...(૪).
જીવાત્માને આત્મદર્શન થાય તો જીવ અને શિવના ભેદ મટી જાય. હૈતવાદ અને અન્ય દર્શનોની વાતથી ઉપર ઊઠીને એકાત્મવાદની વાતને સ્વીકારતાં કવિ કહે છે કે, પ્રભુના અકળ રૂપને જાણી લીધા પછી પણ તેની ઓળખ શાશ્વત સ્મૃતિમાં રહેતી નથી, કેમ કે, પરમતત્ત્વ જ આ દુન્યવી મોહ-માયામાં જીવાત્માને નાખીને તેને ભવાટવિમાં ભટકાવે છે. અલબત્ત, જેને આત્મદર્શન થયું હોય તેવા ભક્તો તો એ પડદારૂપી આવરણને દૂર કરવાનું કહે છે. ભક્ત-કવિ ઈસરદાસજી તો પ્રભુને કહે છે કે, મેં આપનું યથાર્થ દર્શન કર્યું છે, એટલું જ નહીં, હે ઠગારા ઠાકર ! હવે તમે કોઈ પ્રપંચ કરવાને બદલે મને ગળે મળીને મારી સાથે ગોઠડી માંડો. આ વાત જ આત્મદર્શનની પ્રતીતિ કરાવનારી છે, જુઓ :
- ૧૭૦