________________
202204 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૬૦૦૦૦૦e જાગ્યો હળ ઓઝલ છોડ જીવન, પેખાં તુવ શાખાય, ડાખાંય પન્ન, અજાણ રિ આગળ રે તું અતણ, જાણિતાંય પાસ ન કો હીપ જાણ...૩૧૫ જાયો હળ રૂપ પદડો ન લાહ, મુસા પરતખ બાહર માંહ, ઠગારાય ઠાકર ! હેક જ થાય, પડશેય નાખ પરોહમ પ્રિય....૩૧૬ મધ્યકાલીન ચારણકવિઓએ એક મહત્તાનું
ચારણી આખ્યાન પરંપરાને સવિશેષ પ્રસિદ્ધિ અપાવનાર ભકત-કવિ હરદાસજીએ હરિરસ’ ગ્રંથની રચના કરી છે. આ રચના પૂર્ણરૂપે મળતી નથી, પરંતુ તેના કેટલાક દુહાઓમાં પણ મૃત્યુની વાત કવિએ કરી છે. કાળદેવતા સામે વિજય મેળવવામાં ભક્તિની ઉપયોગીતા પણ તેમણે દર્શાવી છે. આ ભક્તિ કરવાથી જ જીવાત્મા જન્મ-મરણની યાતનામાંથી બચી જાય છે, પછી તેને ચોર્યાશી લાખ યોનિમાં ભટકવાનું રહેતું નથી. આ વાત કવિએ આત્મદર્શનની અનુભૂતિ કર્યા પછી જ કહી હોય તેમ લાગે છે. જુઓ -
હર હર કર હરદાસિયા, એહ વડો અભ્યાસ, વળે ન દુજી વારકી, જાણી ઉદર નિવાસ. (૬)
ચારણી સાહિત્યમાં ભક્ત-કવિઓની એક દીર્ધ પરંપરા છે. સાહિત્યસર્જન દ્વારા એ સમાજને સદ્ભા ચલાવવા પ્રયાસ કરે છે. રાજસ્થાનના ભક્ત-કવિ
ઓપાજી આયાએ ધાર્મિક ભેદભાવને છોડવાની શિખામણ આપી છે, કેમ કે, હિન્દુ અને મુસલમાનના ભેદ મિથ્યા છે, ઉભયની ઉપાસના પદ્ધતિ અલગ હોવા છતાં અંતે તો એ એક પરમતત્ત્વની જ ઉપાસના કરે છે, કેમ કે, અંતે તો અનંત બ્રહ્માંડમાં એનો એકનો જ વાસ છે. તે અલગઅલગ રૂપે દેખાય છે, તે તો આપણી દૃષ્ટિનો ભેદ છે. જુઓ :
‘કુણ હિંદુ, કુણ તરક, કવણ દાજી બ્રહ્મચારી; કુણ મુલ્લા, કુણ સેખ, જતી કુણ જંગમ વિચારી; કુણ બાલવ, કુંણ વૃદ્ધ, કવણ રંકસ, કેણ રાજા; સૂરધીરકા કામ, અવર કા નહીં અંદાજા; કી તિલક ક્ટા મુદ્રા કિયો, કૂક કમંડલ કાઠ કૌ, કુંગ ગણે સાંચ લહિયે ‘અલુ’ ઔ પંચેસરી અનક કૌ'...(૭).
ભક્ત-કવિ અલુજીને આત્મચિંતન દ્વારા એ વાતની પ્રતીતિ થઈ છે કે, પ્રભુએ જ આ દુનિયામાં સર્જન-દુર્જન, જન્મ-મૃત્યુ, અમૃત-વિષ, સદ્બુદ્ધિ
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S દુબુદ્ધિ, રાગ-દ્વેષ અને પ્રકાશ-અંધકાર જેવા ભેદભાવયુક્ત વિરોધાભાસની રચના કરી છે. આથી તેમાં અટવાવાને બદલે સમર્પણભાવે ભક્તિ જ કરવી :
‘જહાં કુમતિ તહાં સુમતિ, જાઈ દુરજણ તાઈ સજ્જણ, છોહમોહ ઇંડીયે, “અલ’ મંડીર્ય નિરંજણ, કાલકુટ તહાં સુધા, જહીં બોહિત તહાં સાયર; તિમિર ઘોર અંધાર, મદ્ધિ દરસે હૈયાવર, ગુણમતિ ખત્તિ જાગત સકિત, કાદસ ષોડર્ હૂવ ફરે, મન ગહર બહર ચિંતા મ કરિ, હરિ અનંત ચિંતા હરે'. (૮)
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં સદ્ગશ્રી બ્રહ્માનંદસ્વામીને ભગવાન સહજાનંદસ્વામી સાથે સખાભાવ હતો, પ્રગટ પરમબ્રહ્મ સહજાનંદ મહારાજનું સાંનિધ્ય પામનારા ધ્યિાત્મા બ્રહ્માનંદજીએ આત્મદર્શન દ્વારા દેહની નશ્વરતાની વાત જાણીને સૌને તેનું દર્શન કરાવવા પ્રયાસ કર્યો છે. જો જીવન શાશ્વત ન હોય તો કોઈનું અહિત કરવાને બદલે પુણ્યના માર્ગે ચાલવું અને પોતાનું અભિમાન ત્યજી દેવું જોઈએ, કેમ કે, આ જીવન મળ્યું છે, તે અમર નથી. માનવે આખરે તો મૃત્યુના શરણે જવાનું જ છે, એ વાત કેટલી બળકટ વાણીમાં અભિવ્યક્ત થઈ છે, જુઓ :
મનવા મરના સાચ હૈ, જીવન જૂઠા જાન; કૌકા બૂરા ન કીજીયે, દો દિન કે અજમાન; દો દિન કે અજમાન, પિંડ ધરિ પાપ ન કીજે; અંતર તજી અહંકાર, શરણ સાહેબકા લીજે; દાખત બ્રહ્માનંદ, ઘટત આયુષ પ્રતિ દનવા; જીવન જૂઠા જાન, સાચ હૈ મરના મનવા...'' ૯)
લીંબડીના રાજકવિ શંકરદાનજીએ માનવીને મોહ, માયા, આસક્તિ અને મારા-તારાના ભેદ ત્યજીને પ્રભુની ભક્તિ કરવાની શિખામણ આપી છે. કબીરા ભક્ત તરીકે સુખ્યાત કવિરાજે જીવન પર્યંત સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નક્ષેત્ર ચલાવેલું અને શક્ય હોય તો વસ્ત્રદાન પણ કરતા. તેમને જે આત્મદર્શન થયું તેની વાત તેમણે આ રીતે કરી છે. જુઓ :
હરહર આતમ ભજ હવે, દિલનો છોડ દગો; છેવટ એ જ સગો, સાચો તારો શંકરા....(૧)
- ૧૭૧
૦
= ૧૭૨