________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
કવિ નાથાલાલ દવે અને કવિ સરોદની
રચનામાં આત્મચિંતન
a ગુણવંત ઉપાધ્યાય અનુભવની એરણે કાચી રે માટીના ઘૂમે ઘડૂલિયા
ધણી ઘડે જૂજવા રે વાગે રે અણદીઠા એના હાથની
અવળી-સવળી થપાટ ! વહાલા, શીદ રે ચડાવ્યા અમને ચાકડે ?
કરમે લખિયા કાં કેર? નિંભાડે અનગળ અગની ધગધગે ઝાળું સળગે ચોમેર !.....
- ૧૦૧ -
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES,
વેળા એવી વીતી રે, વેદના તણી,
ઉકળ્યાં અગનના અસ્નાન ! મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
- પાકા પંચ રે પરમાણ ! હરિએ હળવેથી લીધાં અમને હાથમાં
રિક્યાં નીરખીને ઘાટ! જીવને ટાઢક વળી તળિયા લગી. કીધા તેં અમથાં ઉચાટ ?!
– નાથાલાલ દવે ભારતીય જીવનપ્રણાલીમાં ભજનની સુદીર્ધ પરંપરા છે. ભજનનો રચયિતા કે ગાનાર ગ્રામ્ય પરિવેશમાં શ્રમિક જીવન ગુજારનાર તળ પ્રજા, એના કંઠ અને કહેણી અનુભવમૂલક તેથી ભજન ઘણા ભાગે કાંઠ્ય પરંપરામાં સચવાયેલાં. ભજનની મરમાઈ, ઊંડાઈ, ગહન ચિંતન અને ગરવાઈ એમાં પ્રયોજાતાં પદાર્થપ્રતીકો પર નિર્ભર રહેતા અને નિરક્ષર વર્ગ સુધી પ્રત્યાપિત (communicate) થતાં.
શિષ્ટભાષાના કવિઓ પણ જ્યારે આ ગૂઢ વાણીથી આકર્ષાઈને રચના રચવા પ્રેરાય ત્યારે સર્જાય છે અર્વાચીન ભજન ! ભાગ્યે જ કોઈ શિખ, પ્રતિષ્ઠ કવિ હશે જેણે અર્વાચીન ભજન-રચના ના ફ્રી હોય ! આનું પણ સંપાદનકર્મ કરી વર્તમાન અને ભાવિ પ્રજાને ભજનનો નવો ખજાનો સંપડાવી શકાય ! શ્રી નાથાલાલ દવે પણ શિષ્ટ, પ્રતિષ્ઠ કવિ, એમણે અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે, જેમાંથી કવિવર ટાગોરની ‘રવીન્દ્રવીણા’ એ ને એ છંદમાં ‘રવીન્દ્રવૈભવ' અને સક્ષમ બંગકાર તરીકે ‘ઉપદ્રવ સંગ્રહો ધ્યાનાકર્ષક છે. એમના દ્વારા રચાય છે પ્રસ્તુત અર્વાચીન ભજન !
ચાર પ્રકારના ભક્તો ભગવાનને ભજે છે : આર્ત, અથાર્થી, કામી અને મોક્ષાર્થી પ્રસ્તુત રચના આર્તવરે રચાઈ છે તેથી આર્ત ભક્તની વાણી બને છે. સારા-માઠા અનુભવો જ માનવનું ઘડતર કરે છે, જાણે કે કોઈ કુશળ કુંભકાર ! કવિ પ્રત્યકે માનવને અધુરો અને સતત પીડાઈ રહેલો નિહાળે છે સ્વગતોક્તિ દ્વારા ! પ્રથમ-દ્વિતીય અંતરામાં પણ આ જ ભાવને દૃઢાવવામાં આવ્યો છે. કાચી માટીને ઘડી, ટીપી સમર્થ કુંભકાર અને સંસારચક્રરૂપી ચાકડે ચઢાવી અનુભવોની એરણરૂપ નિંભાડે પકાવવા મૂકે છે. અહીંની ચોમેર ભડભડતી વાળાઓ જીવને અસહ્ય અગ્નિસ્નાન સમાન લાગે છે !
- ૧૦૨ –