________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 તારનારી બતાવી છે. એના પાલનથી પાંચ ઇન્દ્રિયની પરિપૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, નીરોગીપણું. સુરૂપતા આદિ પ્રાપ્ત થાય છે. છેદન-ભેદન આદિનું દુ:ખ પ્રાપ્ત થતું નથી. બધી રીતે સુખી થાય છે. પોતે જીવદયાના પાલનથી સુખી થયા છે, એટલે જ ઉપદેશ આપતાં કહે છે કે, જે બીજા જીવોને પોતાના જેવા જ માને છે તે નર-નારી તરી જાય છે. જીવદયાનું પાલન કરવા માટે જૈન ધર્મની સુંદર જયણાનું સ્વરૂપ ખૂબ જ સારી રીતે બતાવ્યું છે એ મુજબ કાંઈ પણ ગૃહકાર્ય કરતા ખૂબ જ સાવચેતી રાખવી, વેરાયેલાં - ઢોળાયેલાં કણો-પાણી વગેરેવાળી જમીન તરત જ સ્વચ્છ કરી લેવી જેથી જીવોત્પત્તિ જ ન થાય અને હિંસાથી સહેજે બચી જવાય. ઘરમાં યોગ્ય પ્રમાણમાં હવા-ઉજાસ આવે તોપણ ઘર જીવજંતુમુક્ત રહે છે. કદાચ જીવોત્પત્તિ થઈ ગઈ તો સૂર્યાસ્ત-સંધ્યાકાળે ધૂપ કરવો. દિવસે ધૂપ કરવાથી બહાર નીકળનારા છવો સૂર્યપ્રકાશ સહન ન કરી શકવાથી મરણને શરણ થાય છે કે પછી ચકલા, કબૂતર, કાગડા, કૂતરા, બિલાડાનો શિકાર બની જાય છે. રાત્રે ધૂપ કરવાથી દેખી શકનારા જીવો અંધારામાં ન દેખી શકવાથી ભયભીત બની જાય છે તેમ જ ગરોળી વગેરેના ભક્ષ્ય બનવાની સંભાવના રહે. દેખી ન શકનારા જીવો પણ સૂર્યપ્રકાશની વધતી-ધટતી અસર સૂક્ષ્મ કંપની દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવી શકાય છે. માટે સંધ્યાકાળે ધૂપ કરવો.
આ ઉપરાંત દૂધ, દહીં, ઘી, તેલ વગેરે પ્રવાહીવાળાં વાસણો ઢાંકીને જ રાખવા જેથી તેમાં જીવજંતુ પડીને મરે નહીં. ખાલી બાલદી, તપેલાં વગેરે ઊંધાં જ રાખવા જેથી તેમાં જીવો ન ભરાય કે કરોળિયા જાળા ન બાંધે. ઘરમાં પક્ષીઓ માળા ન બાંધે તેનું ધ્યાન રાખવું. જૂના જમાનામાં પક્ષીઓના માળા માટે ઘરની બહારની દીવાલમાં બાકોરાં કરવામાં આવતાં જ્યાં પક્ષીઓ સુરક્ષિત માળા બાંધી શકે.
ભારતીય સંસ્કૃતિમાં માત્ર ભૂખ્યા-તરસ્યાને જ અન્ન આપવું એમ નહિ, પણ કીડીઓને, કીડિયારું, કુતરાને રોટલા, કાગડા-કબૂતર વગેરેને ચણ અપાતું. આની પાછળ એક મહાન તથ્ય સમાયેલું હતું. બીજા જીવોને ખાઈને જીવતાં પશુ-પક્ષીઓ જ્યારે તેમને પૂરતા પ્રમાણમાં નિર્દોષ આહાર મળતો ત્યારે એ ખોરાકથી ધરાઈ જતાં, એટલે બીજા જીવોને ખાતા નહીં, આથી બીજા જીવોના જીવની રક્ષા થતી તેમ જ તેમના જીવનમાં અહિંસાના સંસ્કાર પેદા થતા.
આજે પશ્ચિમી સંસ્કૃતિને કારણે આપણી સંસ્કૃતિમાં વિકૃતિ પ્રસરી ગઈ છે તે દૂર કરીને ફરીથી આપણી મૂળ સંસ્કૃતિને જાગ્રત કરવાની જરૂર છે.
આ ઉપરાંત આપણી જીવનરૌલી એવી હોવી જોઈએ જેમાં શોખ-પોષણ માટે
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. હિંસાથી પ્રાપ્ત થતાં ચામડાં-રેશમ-ફર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રસાધનો પણ અહિંસક જ વાપરવાં જોઈએ.
માંસાહાર તો બિલકુલ ન કરવો જોઈએ. મનુષ્યનાં નખ, દાંત, જડબાં, જઠર આદિ એવાં નથી જેવાં માંસાહારી પ્રાણીઓનાં હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવાં સાધનો બનાવવાથી હિંસા વધે છે, પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતાં માંસાહાર ઘટી શકે છે.
આમ વિવિધ રીતે જયણા કરવાથી અહિંસાનું ઉત્તમ પાલન થાય છે. આ રીતે અહિંસાનું શ્રેષ્ઠ પાલન કરવાથી આત્મચિંતન સહજ રીતે કરી શકાય છે.
આ રાસના અધ્યયનથી તીર્થંકરો દ્વારા પ્રરૂપિત સમસ્ત જીવસૃષ્ટિનું જ્ઞાન થાય છે. પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરમાં માત્ર જીવ જ છે એમ નહિ, પણ તે બધાને આહાર, શ્વાસ, વિકાસ, સંજ્ઞા વગેરે વિજ્ઞાનની પકડમાં ન આવે એવાં તત્ત્વો પર અદભુત પ્રકાશ પાડ્યો છે. સર્વજ્ઞ તીર્થંકરોની વાત શ્રદ્ધાપૂર્વક માનીને બધા જીવોની દયા પાળવી એ જ એકમાત્ર આત્મકલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે. એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કવિએ કર્યો છે અને એમાં સફળ પણ થયા છે.
(મુંબઈ સ્થિત પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના જીવવિચાર રાસ પર Ph.D. કર્યું છે. તેમને લિપિવાંચન અને જૈન શિક્ષણમાં ઊંડો રસ છે).
CE
૧eo