SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 ૧૨) ખેંચું નૌકા દોરથી, છે ક્રિયાનો સાર, કૃપા તું મુજ પર કરે, તો થાઉં ભવપાર. ૧૩) સમ્યકજ્ઞાન ઉરે ધરી, પંથે કરો પ્રયાણ, પ્રગટે જયોતિ ચિત્તમાં, પ્રાપ્ત થાય નિર્વાણ. ૧૪) નિશ્ચય ગર્ભાવાસનો, ભૂલ્યો કાં, ફરી સ્મર, પાછું હોય ન આવવું, મરતાં પહેલાં મર. ૧૫) પ્રાણપંખીની ચાંચે, હૃદયચક્ર ભેદાય, ખૂલે જગત અનહદનું, અસીમ સંવેદાય. આ “વાખમાં લલ્લેશ્વરી પોતાની અનુભૂતિ વિશે વાત કરતાં કહે છે કે પ્રાણરૂપી પક્ષીની ચાંચ મારા પથ્થર જેવા હૃદયચક્રને (અનાહત ચક્રને) વધી નાખ્યું અને મારી ભીતર અમૃતનો સ્રોત ફૂટી નીકળ્યો. બધાં શાસ્ત્રોનો સાર મારી સામે આવી ગયો. ૧૬) આદિત્ય છે મણિપૂરે, શિરે ચંદ્રનો વાસ, પ્રાણ વિચરે સુષુણે, શીત ઉષ્ણનો ભાસ. આ “વાખ’માં લલ્લેશ્વરી યોગમાર્ગના રહસ્યની વાત કરતાં પોતાનો અનુભવ કહે છે કે પ્રાણ સૂક્ષ્મ શરીરસ્થિત સુપૃષ્ણા નાડીમાં મૂલાધાર અને સહસારચક્ર વચ્ચે વહે છે. આ નાડીમાં મૂલાધારચક્રની ઉપર સ્વાધિષ્ઠાનચક્ર અને એની ઉપર મણિપુરચક્ર આવેલું છે જે સૂર્યચક તરીકે પણ ઓળખાય છે. સહસ્સારચક્ર ચંદ્રચક્રને નામે પણ ઓળખાય છે. સાધના દરમિયાન પ્રાણ મણિપુર અને સહસ્સારચક્ર વચ્ચે વહે છે એટલે ક્યારેક ઉષ્ણતાનો તો ક્યારેક શીતળતાનો અનુભવ થાય છે. આ શીતળતા કે ઉષ્ણતાનો સંબંધ બહારના વાતાવરણ સાથે નથી પણ સાધના દરમિયાન અનુભવાતી સ્થિતિ સાથે છે. ૧૭) છ ચક્રો ભેદી આખરે, નિરખિયું શિવસ્થાન, કૃપા થકી તો પામી, અંતિમ વિરામસ્થાન. ૧૮) લાખ ગાઉ ક્ષણમાં ફરે, મન તો છે અસ્થિર, પ્રાણાપાનની કળ મળે, થાશે તરત જ સ્થિર. મન અતિશય ચંચળ છે. પ્રાણ અને અપાનવાયુની વિવેકપૂર્વકની ક્રિયા દ્વારા એને વશ કરી શકાય છે. આ યોગમાર્ગની ગુરુગમ્ય રહસ્યમય ૮૩ SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 પ્રક્રિયા છે. ૧૯) પ્રાણ સંચરણ સુષણે, ને થઈ મનથી પાર, કૂટે ચંદ્ર પ્રગટ્યો, શૂન્યનો અણસાર. લલ્લેશ્વરી આ વાખમાં યોગસાધનાની વાત કરતાં કહે છે કે, મેં પ્રાણરૂપી લગામથી મનરૂપી અને સ્થિર કર્યો, પરિણામે ચિત્ત શુદ્ધ થયું અને સુપુણા નાડીમાં પ્રાણસંચરણની ક્રિયા (ગુરુગમ્ય) દ્વારા ફૂટસ્થમાં (આજ્ઞાચક્રમાં) બીજનો ચંદ્ર નિહાળ્યો. મન શૂન્ય થઈ ગયું અને પરમશૂન્ય (બ્રહ્મ)ની ઝાંખી થઈ. ૨૦) કૂટ વટાવ્યું તો થયા, વમળ અહમના દૂર, કાદવમાં જાણે કમળ, તેમ હું અંતઃપૂર. આ “વાખમાં યોગસાધનાના રહસ્યની વાત છે. કુટમાં એટલે કે આજ્ઞાચક્રમાં સ્થિત થયા પછી મન પરમતત્ત્વમાં રમમાણ રહે છે. દેહભાન રહેતું નથી, (જેને જૈન પરંપરા સાતમું ગુણસ્થાન કહે છે). આજ્ઞાચક્રથી સહસારચક્ર સુધીની સફર માટે જરૂર હોય છે માત્ર કૃપાની. એ કૃપા ક્યારે થશે એનો આધાર નિયતિતત્ત્વ પર હોય છે. સસ્સારમાં પહોંચ્યા પછી આયુષ્યકર્મ અનુસાર જેટલો વખત દેહમાં રહેવું પડે એટલો વખત વિદેહી અવસ્થામાં રહે છે જેમ કાદવમાં કમળ રહે છે. ૨૧) પરમને તટે નીરખી, શિવશક્તિની જોડ, ગયો ભય હવે મોતનો, પામી અમરત સોડ. મેં, લલ્લેશ્વરીએ મનના જગતથી ઉપર ઊઠીને જોયું તો પરમને તટે શિવ અને શક્તિ અભિન્ન દેખાણાં એટલે કે અદ્વૈતનો અનુભવ થયો, પરિણામે મૃત્યુનો ભય ગયો અને મને અમરત્વની પ્રાપ્તિ થઈ. (મુંબઈસ્થિત શ્રી સુરેશભાઈ ગાલા સાધક અને જૈન ધર્મના અભ્યાસુ છે. એમણે ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે’, ‘મરમનો મલક', ‘આયંબિલની ઓળી', 'યોગસાધના અને જૈન ધર્મ', ભગવદ્ગીતા અને જૈન ધર્મ', ‘અગમની વાટે' એમ સાત પુસ્તકો લખ્યાં છે. ‘અસીમને આંગણે’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી અનુવાદ વિભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું છે). ૮૪
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy