SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સામાન્યજનને સમજાય તેવી સરળ ભાષામાં તેમણે કાવ્યો રચ્યાં છે. તેમનાં કાવ્યોને શ્રી ઉમાશંકર જોશી, શ્રી હરીન્દ્રભાઈ દવે, શ્રી ભગવતીકુમાર શર્મા જેવા નામાંકિત લેખકો-કવિઓએ બિરદાવ્યાં હતાં અને શ્રી મકરંદ દવે સાથે તો પોતે કવિતાની જ્ઞાનગોષ્ઠિ પણ કરતા હતા. જાણીતા સંગીતકાર આણંદજીભાઈએ તેમની રચનાઓને સ્વરબદ્ધ કરી જાહેરમાં તેનું ગાન પણ કર્યું હતું. એમના - કવિ આનંદના કાવ્યસંગ્રહો “ખીલતા પારિજાત', “હવાને હવાલે', '"કેમ રહેવાય કહો છાના' નામે પ્રગટ થયા છે. છેલ્લે ૧૦મી પુણ્યતિથિએ તેમની ૧૦૮ રચનાઓનું સંકલન “હું અવકાશી પંખી' પ્રગટ થયું હતું. તેમાંની એક રચના “ગીત પ્રેમનું ગાય તો' તેના પર હું મારો શોધપત્ર રજૂ કરું છું. પ્રેમ સ્વસ્થતાની, સમગ્ર જીવન સાથે એક હોવાની અનુભૂતિ છે. પ્રેમ હોય ત્યાં બધો ભય, તિરસ્કાર, ઇર્ષ્યા, અસૂયા, લોભ અદૃશ્ય થઈ જાય છે, કેમ કે પ્રેમની ઉપસ્થિતિમાં આવાં વિનાશક પરિબળોને કોઈ જ સ્થાન નથી. દરેક બંધ દરવાજાની ચાવી છે પ્રેમ. જો આપણે આપણા માનવબંધુઓને ચાહતા હોઈએ તો આપણે આપણા પ્રભુને ચાહતા હોવાનો દાવો કરી શકીએ નહીં. કોને ચાહવા, કોને નહીં તેવો ભેદભાવ પ્રેમમાં હોઈ શકે જ નહીં. દિવ્ય પ્રેમ સૌને સમાન ભાવે આલિંગે છે. પ્રેમ જખમમાં રેડેલી શામક દવા જેવો છે જે ઘાવને રૂઝાવે છે. અન્યો સાથે પ્રગટ કરેલો પ્રેમ શતગણો થઈને પાછો ફરે છે. ' ગીત પ્રેમનું ગાય તો હું” ને “તું”ના પિંજરા તોડી અગર ઉપાય તો લાભ-હાનિની બધી સરહદને ઓળંગાય તો... (૧) હું અને તું, મારું અને તારું, લાભ અને હાનિ, માણસ હંમેશાં આવાં દ્વિદ્રોમાં જ અટવાયા કરતો હોય છે. સ્વાર્થના, કંઈક મેળવવાના અને મળેલું છૂટી ન જાય તે માટે તેને ટકાવી રાખવાના ઉધામા કરવામાં જ માણસ પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ વેડફી દેતો હોય છે. મારા-તારાના મમત્વ અને અહંકારના આટાપાટા છૂટી જાય તો બધું સમથળ થઈ જાય છે. કવિશ્રી આ પંક્તિમાં મારા-તારાની, ઇચ્છાઓ અને અપેક્ષાઓની, કંઈક મેળવવા અને ગુમાવવાની બધી સરહદો ઓળંગીને પ્રેમભર્યા મુક્ત આકાશમાં ગુંજતા રહીને ઉયન કરતા રહેવાનો સંદેશ આપે છે. 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S થાય ઉત્સવરૂપ જીવનની પછી પ્રત્યેક પળ મોતના ભયનોય પદફાશ જ થૈ જાય તો... (૨) દરેક જીવો પર કાયમી એક લટકતી તલવાર મોતનો ભય છે. ક્યારે, કઈ ઘડીએ કોના પર પડશે તેનો કોઈ ભરોસો નથી. આ ભયથી માણસ સતત ફફડતો રહે છે. જે જીવ જન્મ્યો ત્યારથી તેનું મૃત્યુ નિશ્ચિત થયેલું જ છે, પરંતુ તેનાં સમય, સ્થળ અને નિમિત્તથી માણસ અજાણ છે. કુદરતના આ સનાતન નિર્ણયનો સ્વીકાર કરી કવિશ્રી મનુષ્યને જીવનની પ્રત્યેક પળને ઉત્સવરૂપ સમજી માણવાનો સંદેશ આપે છે. મોતનો ભય ટાળીને પોતાના જીવનવ્યવહારો નિભાવતા રહી સુખશાંતિ અને સંતોષપૂર્વક જીવન વિતાવતા રહેવાનો ભાવ પ્રગટ કરે છે. હોય છો ને દુર તોયે વસવસો ના કૈ રહે સ્વપ્નમાં આવી રહસ્યો જો એ ખોલી જાય તો.. (૩) પોતાના પ્રિય પ્રીતિપાત્ર સ્વજનો નજીક હોય કે દૂર હોય, હૃદયમાં તો સદાય તેમના પ્રત્યે પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ વહેતો હોય છે. તેઓ તરફથી ક્યારેક જરાસરખો અણગમો કે અભાવ આવે તોપણ તે ક્ષણિક જ છે તેમ સમજી તેનો કોઈ વસવસો આપણા મનમાં ન હોવો ઘટે. આપણા શ્રદ્ધેય ઉપકારી ગુરુજનો, ગુણીજનો કે પરમતત્ત્વ પ્રત્યે આપણા હૃદયમાં સદાય પ્રેમની સરવાણી વહેતી જ હોય છે. તેથી આપણા સઘળા જીવનવ્યવહારો સરળતાપૂર્વક ચાલે છે અને તેમના પ્રેમપુજના પ્રતાપે સતત પ્રેરણા-માર્ગદર્શન મળતાં રહે છે. અનાયાસે સ્વપ્નમાં પણ ક્યારેક કોઈ સંકેતો દ્વારા કંઈક રહસ્યો ખૂલી જતાં હોય છે. હચમચી ઊઠે બધી એ માન્યતાઓ આંધળી, સત્યનો જો શંખ કોઈ કૃષ્ણથી ફૂંકાય તો.. (૪) મહાભારતના કેન્દ્રસમા શ્રીકૃષ્ણ કૌરવો-પાંડવો વચ્ચે ટળે અને સમજાવટથી સમાધાન થઈ જાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ કૌરવોની કુટિલતા અને શકુનિની શઠતાને કારણે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે શ્રીકૃષ્ણ શંખ ફંક્યો અને “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ' એવો રણટંકાર કરી અસત્ય, અનીતિ અને સત્તામાં અંધ બનેલા કૌરવોની સાન ઠેકાણે લાવવા યુદ્ધનો લલકાર કર્યો. સમાજમાં સૌની સાથે ન્યાય-નીતિથી રહેનારા, શાંતિપૂર્વક જીવનારા, સૌની સાથે હળીમળીને પ્રેમની પાવન ગંગા વહાવનારા સજજનોને પણ ક્યારેક અશુભ
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy