________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
બેઠો પોતાની માંહી.....' એટલે કે તમે અહીંતહીં શા માટે ભટકો છો ? પરમતત્ત્વ તો તમારી અંદર જ બિરાજે છે.
અતઃ કવિવર્ષ નાનચંદ્રજીસ્વામીએ આ ગઝલમાં આત્મચિંતનનું સ્વરૂપ અને શાશ્વત સુખનું ગૂઢ રહસ્ય એક જ પદમાં ‘તમારું છે તમારામાં' દ્વારા દર્શાવ્યું છે.
ગ્રંથસૂચિ : : પૂ. ગુરુદેવ કવિવર્ય પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દી નિસંપ. સંપાદક - યુનિ ધુલાબજી (ષિમુનિ)
(લેખિકા ‘જૈન પ્રકાશ’નાં તંત્રી છે. શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D.. કરેલ છે અને જૈન શિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે).
5
૬૭
૧૦
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©
કવિ આનંદ (મુનિચંદ્રજી મહારાજ)ની કવિતામાં આત્મચિંતન
2 જિતેન્દ્ર મગનલાલ કામદાર
૨૦મી સદીમાં દીક્ષિત થયેલા કેટલાક જૈન સંત કવિઓ માંહેના એક
એવા કવિ ‘આનંદ’તિથલ મુકામે બિરાજમાન પૂ. બંધુત્રિપુટી મુનિવરોના જ્યેષ્ઠ બંધુ મુનિચંદ્રજી મહારાજ નિજાનંદી અને અંતર્મુખી સ્વભાવના સાધક હતા. ૨૩ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિમાં જન્મેલા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપરંપરાના અનુયાયી હતા. સંસારી નામ લાલજીભાઈ, શાળાકીય અભ્યાસ ૧૦ ધોરણ સુધી કરી કાકા મુનિશ્રી અમરેન્દ્રવિજયજીના પ્રભાવ હેઠળ આવી ૧૯૫૪માં મહાન જૈનાચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત થયા. વિવિધ શાસ્ત્રોના અભ્યાસ અને સાધનામાં તેમણે ૧૪ વર્ષ જેટલો સમય ગાળ્યો. કુદરતપ્રેમી, સંવેદનશીલ, સરળ અને સૌમ્ય પ્રકૃતિના વિ આનંદ ઓટલો, આંગણું, અગાસી અને આકાશના પણ એટલા જ પ્રેમી હતા.
se