________________
GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સર્વને સુખ અનકૂળ લાગે છે, જ્યારે દુ:ખ પ્રતિકૂળ લાગે છે. દર્શવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે, ‘સર્વે નવા વિ તિ, વિવું ન માનવું' | બધા જીવો જીવવા માગે છે, મરવાનું કોઈને ગમતું નથી. આમ હોવા છતાં સાચું સુખ મળતું નથી અને દુ:ખ ટળતું નથી. તો પછી સાચું સુખ ક્યાં છે ? ત્યારે જ્ઞાની પુરુષો અનુભવથી કહે છે કે, શાશ્વત સુખ તો અંતરમાં, પોતાનામાં જ છે. આ જ વાતનો પડઘો ઉપરની ગઝલમાં દર્શાવ્યો છે.
પ્રથમ પંક્તિમાં શાશ્વત સુખનું રહસ્ય બતાવતાં પૂ. ગુરુદેવ કહે છે કે, ચૈતન્ય તત્ત્વ તો ઘટઘટમાં બિરાજમાન છે, પરંતુ તેનું પરિપૂર્ણ સ્વરૂપ માનવદેહ મંદિરમાં જ શક્ય છે. ભવાન્તરમાં દરેક જીવાત્માએ ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના અસંખ્ય કે અનંતા દેહ ધારણ કર્યા છે, પરંતુ જીવાત્માએ પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કર્યો નથી. અનુભવ કરવાની શક્યતા મોટે ભાગે માનવદેહમાં જ રહેલી છે. ‘અનુભવીને ખબર એની' આ પદનું રહસ્ય સમજાવતાં પૂ. ગુરુદેવ કહે છે કે, અંતરમાં શાશ્વત સ્વરૂપે રહેલો જે અનુભવ શબ્દ, રૂપ, રસ આદિ જડ વિષયો અને ચેતનતત્ત્વનો પ્રત્યક્ષ ભેદ પાડનાર વિવેકની કળાને પ્રગટ કરે છે અને જે અનુભવથી જન્માંતરોમાં જે કાંઈ ગતિ, વિધિ કરી હોય એ બધું પ્રગટ થાય છે, માટે તું તારા પોતાનામાં રહેલ અનુભવને પ્રાપ્ત કર, એ અનુભવ જ સાચું સુખ આપશે. અનુભવનું સ્વરૂપ બતાવતાં કવિ શ્રી બનારસીદાસજીએ પણ કહ્યું છે કે, વસ્તુનું ચિંતન કરતાં મન, બુદ્ધિ જ્યાં વિરામ પામે અને એ રસની અનુભૂતિ થતાં અતુલ સુખ ઊપજે એનું નામ અનુભવ. આ અનુભવ શાશ્વતરૂપે આત્માની સાથે જ સંકળાયેલ છે, માટે સ્વસંવેદ્ય કહેવાય છે, માટે જ કવિવર્ય નાનચંદ્રસ્વામી કહે છે કે, અનુભવને પામ્યા વગર તમને એનો આનંદ ક્યાંથી મળે ? અર્થાત્ એનો આનંદ પ્રાપ્ત કરી શકાતો નથી.
- ત્યાર પછીનાં પદોમાં કહ્યું છે કે, સામાન્ય રીતે જગતના જીવો-માનવો કુટુંબ-કબીલો, પુત્ર, પરિવાર, પત્ની, વૈભવ વગેરેમાં સુખ માને છે, અર્થાત્ સાંસારિક અનુકૂળતાને સુખ અને સાંસારિક પ્રતિકૂળતાને દુ:ખ માને છે. જ્યારે જ્ઞાની પુરુષો તો સંસારને જ દુઃખ માને છે, કારણકે આ સંસારના સંબંધો માહજન્ય છે, જેનાથી રાગ અને દ્વેષની પરિણતિ થાય છે. બંને કર્મનાં બીજ છે, જે જન્મ-મરણનું મૂળ છે. જેનાથી જીવાત્મા એક યોનિમાંથી બીજી યોનિમાં સરકે
૬૫
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S છે. તેને જ ભવચક્ર કહ્યું છે, પરંતુ બહિર્મુખી જીવોને જગતનાં ઇન્દ્રિય અને વિષયજન્ય સુખો સારાં લાગે છે, જેથી અતીન્દ્રિય સુખનો, આત્માના સહજ સુખનો અનુભવ થતો નથી. જ્યાં સુધી અંત:કરણ આત્મિક સુખને વેદતું નથી જાણતું ત્યાં સુધી વિષયોના ભોગમાં અભિલાષા જાગે છે, એટલે કવિવર્ય સાધકને વારંવાર કહે છે કે, સંસારનું સુખ તો ભ્રમણા ઉપજાવે તેવું છે. આ સંસારનાં ભૌતિક સુખો તો ક્ષણિક છે. જ્યારે સાચું શાશ્વત સુખ તો તારા પોતાના અંતઃકરણમાં જ રહેલું છે, બીજે ક્યાંય નથી.
પરમઆનંદ એ જ આત્માનો સહજ સ્વભાવ છે, સહજ ધર્મ છે. વીતરાગ પ્રભુએ ધર્મનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, ‘વષ્ણુ મહાવો ધH’ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આત્માના સહજ ગુણધર્મ છે. જ્ઞાનચેતના (જાણવું તે), દર્શનચેતના (જોવું તે) અને ચારિત્ર એટલે ક્રિયાશક્તિ (માણવું તે). આ ગુણોને પ્રગટ કરવા માટે બીજે ક્યાંય જવાની કે આશ્રમ બાંધીને સાધના કરવાની કોઈ જરૂર નથી. માનવજીવનના કોઈ પણ પર્યાયમાં કે અવસ્થામાં જીવ જાણવાનું અને અનુભવવાનું કાર્ય કરતો જ હોય છે, પરંતુ જ્યાં સુધી માનવનો અંતરાત્મા (ચૈતન્ય પુરુષ) જાગૃત થતો નથી ત્યાં સુધી એ જે કાંઈ જુએ છે, જાણે છે કે અનુભવે છે તે બધું સમ્યફ પ્રકારનું હોતું નથી, અર્થાત્ સંસારદશાનું હોય છે. તે સ્વલક્ષી એટલે આત્મલક્ષી હોતું નથી, પણ પરલક્ષી-દેતલક્ષી હોય છે. તેથી યથાર્થ જાણી શકતો નથી, જોઈ શકતો નથી અને માણી શકતો નથી.
જ્યારે જીવનમાં એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, શરીર વગેરે આધારમાં આત્માનું, ફક્ત આત્માનું જ અવતરણ થાય ત્યારે જાણવું, જોવું અને આચરવું સમ્યક પ્રકારનું બને છે. આત્મા પોતે તો રૂ૫, રંગ વગરનો ચૈતન્યધન છે. તેની અભિવ્યક્તિ શરીર, મન, બુદ્ધિ અને પ્રાણ દ્વારા થાય છે. શરીર સાધન છે. એના આશ્રયે જ મન, બુદ્ધિ વગેરે રહેલાં છે. આ સાધનો દ્વારા જ આત્મગુણની અભિવ્યક્તિ કરી શકાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંકાર એ જ અંતઃકરણ. બીજા શબ્દોમાં એને જ આધાર કહેવામાં આવે છે. જો અંત:કરણ અર્થાત્ આધાર સંપૂર્ણપણે શુદ્ધ હોય તો જ આત્માના સહજ ગુણ સ+ચિ+ આનંદ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાધકના જીવનમાં પ્રગટ થાય છે. આમ શાશ્વત સુખ મેળવવા માટે માનવે અંતર્મુખી બનવું પડે છે. આ જ વાત જાણીતાં સૂફીસંત કવયિત્રીએ પણ કરી છે, જેમ કે, “ફરો ભમતા તમે શું ભાઈ, સાહેબ
-
૬