________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
શકાય છે. તેમણે ‘પ્રાર્થના પદ'માં વૈવિધ્યપૂર્ણ પ્રાર્થનાઓનો સમાવેશ કર્યો છે. કેટલીક પ્રાર્થનાઓ ‘ગઝલના રાગમાં સર્જી છે. આ ગઝલોમાં પ્રભુભક્તિ, જીવાત્માના ઉદ્ધારની સહૃદયી પ્રાર્થના, માનવજીવનની સાર્થકતા, અહિંસા, પ્રેમ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, નીતિમતા, માનવતા, વ્યસનમુક્ત વગેરે વિચારો કેન્દ્રસ્થાને રહ્યા છે. તેમણે આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો, ધરતી પર જ સ્વર્ગ રચવાનો સંદેશો આ રચનાઓ દ્વારા આપ્યો છે તેમ જ સામાન્ય માણસ સમજી શકે એવી શૈલીમાં આત્મલક્ષી માનવતાની એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને શાશ્વત આધ્યાત્મિકતાનું સ્વરૂપ સમજાવ્યું છે.
પ્રભુનાં દર્શન, કૃપા અને ભક્તિથી જીવન સફળ થાય એવી સાધારણ વિચારસરણી ભક્તિમાર્ગની છે. તેનો રણકારનાદ એમની રચનામાં વહે છે, જેમ કે,
*તમારી જ્યાં દયા દૃષ્ટિ, અહાહા ! ત્યાં અમી વૃષ્ટિ, બને સ્નેહી સકળ સૃષ્ટિ, સદા હ્રદયે વસો વાલા.’ પ્રભુના વિરહની વ્યથા કેવી હોય! એ શબ્દસ્થ બની કાવ્યમાં પ્રગટે છે,
જેમ કે,
‘તું હી તું હી નાદ ઘાયલના, ઘવાયા હોય તે જાણે.'
સંત કવિવર્ય માનવધર્મ પર પણ એટલું જ જોર આપે છે, કારણકે સ્વધર્મ--આત્મધર્મનો પાયો માનવધર્મ છે. માટે કહે છે કે,
*ગરીબોની ખબર લેતા, દિલાસો એહને દેવા,
બજાવી ટંકની સેવા, જીવન એનું સફળ જાણો.’ વળી સમજણ વિનાના ધાર્મિક ક્રિયાકાંડો સામે પણ લાલ બત્તી ધરીને કહે છે કે,
સમજણ વિના તો બાંધે સામાયિક, પડિક્કમણું બોલે પોકારી, પોષો સજે પણ રોષો તજે નહીં, વાતો છોડે ના વિકારી. આમ અમુક પ્રસંગે સામાજિક સુધારણાની ઝંખના થઈ, અમુક પ્રસંગે આધ્યાત્મિક ભાવોનું સ્ફુરણ થયું, તો ક્યારેક અંતર્યામી પરમાત્માની આરાધના કરવાની વૃત્તિ જાગી. આ બધી જ રસવૃત્તિનો પરિપાક એ જ એમનું સાહિત્યસર્જન. જેમાં ભળી છે સંગીતની સાધના અને ભક્તિની નિર્મળતા. ત્યારે જ
આવું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જાય.
આ ઉપરાંત માનવતાનું મીઠું જગત,
93
PS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©© પ્રેરણાપીયૂષ, ચિત્તવિનોદ, સંસ્કૃત કાવ્યાનંદ જેવા આઠ ગ્રંથોનું સાત્ત્વિક સાહિત્ય પણ રચ્યું છે.
પુષ્પ પરાગના રસનો ભોગી ભમરો બગીચામાં ઘૂમીઘૂમીને પુષ્પમાંથી સત્ત્વરૂપી પરાગરસનું આસ્વાદન માણે છે તેમ અહીં એમની એક ગઝલ - ‘તમારું છે તમારામાં”નો રસાસ્વાદ માણીએ.
કવિવર્ય નાનચંદ્રજીસ્વામીની ‘તમારું છે તમારામાં’ કૃતિમાં આત્મચિંતન ઃ તમે છો શોધમાં જેની અનુભવીને ખબર એની
નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની ? ....... નથી સુખ પુત્રપ્યારમાં, નથી દિલજાન દારામાં અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં .....૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં .....૩ નથી વૈભવ વિલાસોમાં, નથી ઉત્તમ આવાસોમાં ક્ષણિકનાં હર્ષ હાસ્યોમાં, તમારું છે તમારામાં ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે ફસાઓ કાં વિષય ફાંસે, તમારું છે તમારામાં ....૫ નથી વિદ્યા જમાવામાં, નથી ગુણિયલ ગણાવામાં નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં નથી મહેલો મજાનામાં, નથી ધનના ખજાનામાં સુણ્યું છે ‘સંતના શિષ્યો' તમારું છે તમારામાં .....૭
આ આધ્યાત્મિક ગઝલમાં કવિવર્ષ નાનચંદ્રજીસ્વામીએ શાશ્વત સુખની ચાવી બતાવી છે. સહજ સુખ કે સ્વયંભૂ આનંદ એ જીવમાત્રનો - ચેતનનો ગુણ છે, પરંતુ જીવ પર મોહનું, અવિદ્યા કે અજ્ઞાનનું આવરણ હોવાથી દરેક યોનિમાં એ સહજ સુખ વિકૃતરૂપે અનુભવાય છે, પ્રતિભાસિત થાય છે. વસ્તુતઃ જે શાશ્વત સુખને જીવમાત્ર ઝંખી રહેલ છે તે સુખ તેના અંતરમાં જ છે. એ આ કાવ્યનો મુખ્ય ધ્વનિ છે. આચારાંગ સૂત્રમાં દર્શાવ્યું છે કે, ‘મળ્યે પાળા પિયાડયા, મુઠસાવા ટુવાડજ ।’, અર્થાત્ સર્વ જીવોને આયુ પ્રિય છે,
૬૪
.9