SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S ગુમાવી દેતાં નાગરને મોટા ભાઈ અને ભાભીએ ઉછેરીને મોટો કર્યો. નાગરને ધર્મના સંસ્કાર ગળથુથીમાં જ મળ્યા હતા, નિમિત્ત મળતા દીક્ષાના ભાવ જાગ્યા. સંવત ૧૯૫૭, ફાગણ સુદ -૩ના દિવસે ૨૪ વર્ષની વયે અંજાર ગામે દેવચંદ્રજીસ્વામી પાસે દીક્ષા લીધી. ગુરુ એ નવદીક્ષિત મુનિનું શુભ નામ ‘નાનચંદ્રજીનિ' પાડયું. ત્યાર પછી નાનચંદ્રજીમુનિએ 'જ્ઞાનચંદ્ર મહામુનિ' બનવાની દિશામાં પુરુષાર્થ આદરી દીધો. એમના ક્રાંતિકારી વિચારોથી લોકો આકર્ષાયા. જૈન સંપ્રદાયમાં ધર્મક્રાંતિનાં બીજ રોપાયાં. તેઓ ગાંધીયુગના અહિંસક, ક્રાંતિકારી યુગદૃષ્ટા હતા. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે ક્ષેત્રોના વિકાસ માટે પ્રખર પ્રચારક બન્યા. એમનો સંગીતમય બુલંદ અવાજ એવો પ્રભાવશાળી હતો કે શ્રોતાઓ મંગમુગ્ધ બની તેમના વિચારોના સમર્થક બનવા લાગ્યા. સામાજિક ક્ષેત્રોમાં જે કુરિવાજો, કુરૂઢિઓ ઘર કરી ગઈ હતી તેના માટે પ્રબળ પુરુષાર્થ દ્વારા પ્રચાર ર્યો. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પણ જે અવિવેકમય ક્રિયાકાંડો થતા હતા, તેમાં સુધારા કરી સત્ય માર્ગની દિશાનો નિર્દેશ કર્યો. આ સિવાય માનવતાનાં, સેવાનાં કાર્યોમાં મોટો ફાળો આપ્યો. નારીશિક્ષણના હિમાયતી બન્યા. ૮૭ વર્ષની વયે ૨૭-૧૨-૧૯૬૪ના રોજ જન્મવતન સાયલા ગામે નશ્વર દેહ છોડી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કર્યું. આમ તેમની દીર્ઘ દીક્ષા પર્યાયમાં ઉત્કર્ષ અને આદર્શ કાર્યોના પ્રેરણાદાતા બન્યા હતા. પૂ. કવિવર્ય નાનચંદ્રજીસ્વામીનું સાહિત્યસર્જન ‘કવિ જન્મે છે, થતાં નથી'. એ કવિ વ્યાખ્યા જોઈએ કે વેદોની ચાઓમાં ‘વિર્ષની મૂ: સ્વયંમૂઃ' એ આર્ષદૃષ્ટારૂપ કવિનું સ્વરૂપ જોઈએ. એ બંને વાતો ૫. નાનચંદ્રજીસ્વામીના સાહિત્યસર્જનમાં મળે છે. એમનાં મુખ્ય પુસ્તકો પ્રાર્થના, મંદિર, પ્રાર્થના, પદ, ભજન પદ પુસ્તિકા, સુબોધ સંગીતમાળા વગેરે છે. લગભગ ૪૦૦ પદપુષ્પોની રચના કરેલ છે, જેમાં પ્રાર્થના, સ્તુતિ, ગઝલ, ભજન વગેરેને શાસ્ત્રીય સંગીત તેમ જ પ્રચલિત રાગો અને ભજનોના ઢાળમાં પોતાના હૃદયભાવોની અભિવ્યક્તિ કરેલ છે. એમની ‘પ્રાર્થના પદ'ની ગઝલોમાં આજે પણ ભવ્ય આત્માઓને માનવજીવન સફળ કરવા માટે નમૂનારૂપ જીવનશૈલી અને દૃષ્ટિનો પરિચય મળે છે. વિશેષમાં તો એમની રચનાઓનું આસ્વાદન કરવાથી જીવનનું સત્ય પામી કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ની રચનામાં આત્મચિંતન a ડૉ. રતનબેન ખીમજી છાડવા પુજ્ય કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જીવન : ‘‘મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી જરૂર પુર્યકા જમાવ હોતા હૈ જભી...” મિલતી હૈ આ સુપ્રખ્યાત ગઝલના રચનાકાર છે કવિવર્ય નાનચંદ્રજી (મહારાજ)સ્વામી. સૌરાષ્ટ્ર ની ધીંગી ધરાના સાયલા ગામના પનોતા પુત્ર ક્રાંતિવીર શ્રી નાનચંદ્રજીસ્વામીનો પરિચય અર્વાચીન સમયમાં સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓના ઉપલક્ષ્યમાં અનન્ય પ્રેરક છે. પ્રતિષ્ઠિત સ્થાનકવાસી પરિવારના પિતા પાનાચંદભાઈના કુળમાં સંવત ૧૯૩૩, માગસર સુદ-૧, ગુરુવારે રળિયાત માતાની કૂખે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ 'નાગર' પાડવામાં આવ્યું. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy