SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 સંતોમાં રહે છે. સ્વામીના મતે ઈશ્વર પ્રગટ છે અને તે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે. જ્યાં સુધી ઈશ્વરને પ્રગટરૂપે માનવામાં ન આવે ત્યાં સુધી સાધકની અધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિ થતી નથી. અપ્રગટ રોટી કે અનુમાનથી સિદ્ધ કરાતી રોટી ભૂખ મટાડી શકતી નથી. ઈશ્વરનું આવું સગુણ પ્રગટરૂપ જ સાધકના જીવનમાં પરિવર્તનનો પ્રાણ ફૂંકે છે અને સબળ અવલંબન પૂરું પાડે છે. ઈશ્વરના સ્વરૂપ અંગે બીજી એક મહત્ત્વની વાત કરતાં સ્વામી કહે છે કે, નિગમ અર્થાત્ વેદાંત વગેરે દર્શનશાસ્ત્રોમાં ઈશ્વરને પ્રગટ કે પ્રત્યક્ષ માનવામાં આવતા નથી. જે ઈશ્વરને યોગીઓ ધ્યાન દ્વારા પામી શકતા નથી એ ઈશ્વર સ્વામીના મતે પ્રગટ-પ્રત્યક્ષરૂપે સંતોમાં બિરાજે છે. - સર બ્રહ્માનંદસ્વામી, સહજાનંદસ્વામી - સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પ્રમાણ ઈશ્વર માને છે. કોઈ સાતમા આસમાનમાં બિરાજતા કે ધ્યાન-ધારણા દ્વારા પણ પકડમાં ન આવે તેવા ઈશ્વરના બદલે પ્રગટ પ્રમાણ એવા સહજાનંદસ્વામીને બ્રહ્માનંદસ્વામી ઈશ્વર માને છે. આ સહજાનંદસ્વામી “સંતોમાં રે' છે એ શબ્દ દ્વારા સ્વામીએ બે વાતનો નિર્દેશ કર્યો છે. આ વાક્યનો સીધો અર્થ થાય છે કે બ્રહ્માનંદસ્વામી જેને પોતાના વહાલામાં વહાલા માને છે એવા સહજાનંદસ્વામી (વ્યક્તિરૂપ ઈશ્વર) સંતો સાથે રહે છે અને બીજો અર્થ એવો પણ થઈ શકે કે ઈશ્વર સંતોમાં રહે છે, અર્થાત્ ઈશ્વર સંતોની અંદર રહે છે, અર્થાત્ સંતો એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. - બ્રહ્માનંદસ્વામી કહે છે કે, પ્રગટરૂપે સહજાનંદસ્વામીપ ઈશ્વર સર્વના કર્તા છે, સર્વના આધારૂપ છે અને સર્વની અંદર-બહાર રહ્યા છે. તે જીવપ્રાણી માત્રના અંતર્યામી છે, અર્થાત જડમાં તે અધિષ્ઠાન ચૈતન્ય અને ચેતનમાં અંતર્યામી સાક્ષીરૂપે રહ્યા છે. આ ઈશ્વર સર્વ નામના નામી છે. ઈશ્વરનાં પર અને અપર સ્વરૂપ વચ્ચે ભેદ નથી. સર બ્રહ્માનંદસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય અભિમત ઈશ્વરના સ્વરૂપને આ પદમાં સાંગોપાંગ સૂત્રાત્મક રૂપમાં અદભૂત રીતે વર્ણવ્યું છે. સ્વામીના મતે ઈશ્વર પ્રગટ, અર્થાત્ સગુણ, સાકાર છે. તે માત્ર અનુમાનનો નહીં, પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે. ઈશ્વરનું પરમસ્વરૂપ ભલે અનુમાનગણ્ય હોય, પરંતુ અવતારસ્વરૂપ દરેક જીવપ્રાણી માત્ર માટે સુગમ અને ઇન્દ્રિયગમ્ય છે. ઈશ્વરનાં પર, અવતાર અને અંતર્યામી એમ ત્રણ સ્વરૂપનું સ્વામીએ વર્ણન કર્યું છે. ૦ પ૯ ૦ 65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S પરસ્વરૂપે ઈશ્વર પરાત્પર છે. જેને વેદાંતીઓ અરૂપી કહે છે અને ન્યાયદર્શન અનુમાનગમ્ય માને છે. આવું ઈશ્વરતવ સ્વામીના મતે પ્રગટ પ્રમાણ સહજાનંદસ્વામી છે. ‘સહજાનંદસ્વામી' શબ્દ દ્વારા પણ સ્વામીએ બે વાતનો નિર્દેશ કર્યો છે. સહજાનંદસ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક એવા સ્વામી સહજાનંદજી મહારાજ અને બીજા સહજાનંદસ્વામી એટલે જેમનું સ્વરૂપ સહજ આનંદરૂપ છે એવા સહજ આનંદના સ્વામી-સહજાનંદસ્વામી. સ્વામીના મતે ઈશ્વરનાં પરાત્પર સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ વચ્ચે કોઈ ભેદભાવ કે ભાગત્યાગ નથી. પરમાત્મા પરાત્પર પણ છે અને પ્રગટ પ્રમાણ પણ છે. તે સર્વમાં અંતર્યામીરૂપે રહેતા હોવા છતાં સર્વથી પર - ન્યારા પણ છે, અર્થાત્ ઈશ્વર સર્વ ચિત્ અચિત્ તત્ત્વમાં અંતર્યામીરૂપે રહેવા છતાં તે ચિત્ (જીવ), અચિત્ (જડ) તત્ત્વગત દોષોથી લિપ્ત થતા નથી. ઈશ્વર સર્વના આશ્રયરૂપ હોવા છતાં જડચેતનગત સર્વ ગુણદોષથી અલિપ્ત રહે છે. તેને જીવ, જગતગત દોષો સ્પર્શતા નથી. સ્વામીએ આ પદમાં એક બહુ મહત્ત્વની વાત એ કરી છે કે, ઈશ્વરને ભલે ગમે તે સ્વરૂપે માનીએ કે ગમે તે નામથી પોકારીએ, પરંતુ તે સર્વનામરૂપથી પર, સર્વ નામના નામી છે. જો આ વાત બરાબર સમજાઈ જાય તો અનેક પ્રકારનાં સાંપ્રદાયિક વૈમનસ્યોનો અંત આવી જાય. (ડૉ. દેવવલ્લભ સ્વામી (ગુરુકુળ, ખાંભા), જિ. અમરેલીના સંચાલક અને આચાર્ય ((M.A., B.Ed. Ph.D., વેદાંત, દર્શન, સાહિત્યાચાર્ય), 'સ્વામિનારાયણ દર્શન'ના તંત્રી, ચાળીશ જેટલાં ધર્મ અને શિક્ષણ વિષયક પુસ્તકોનું લેખન-પ્રકાશન કર્યું છે).
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy