________________
S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS પરમાત્મા સહજ આનંદના સ્વામી છે.
અસ્તિત્વની ત્રણ અવસ્થા છે : સત, ચિત્ત અને આનંદ. હિન્દુ ધર્મગ્રંથોમાં સત્ શબ્દથી જડ તત્ત્વનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જગતમાં વિદ્યમાન દૃશ્ય સ્થળ પદાર્થોની સત્તાને સત્ તત્વ કહે છે. ચિત્ એટલે ચૈતન્ય-જીવસત્તા અને આનંદ એટલે સત્ અને ચિત્ત બન્નેથી પર એવું દિવ્ય તત્ત્વ. પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દરેક દેહધારીઓનું શરીર સત્ એટલે કે જડ તત્ત્વનું બનેલું છે અને શરીરની અંદર રહેલો જીવ એ ચિત્ - ચૈતન્ય તત્ત્વ છે. પરમાત્મા જડ અને ચેતન બન્નેથી પર છે. તેનું સ્વરૂપ આનંદમય છે. શરીરમાં જેમ જીવ રહ્યો છે, તેમ જીવમાં અંતર્યામીરૂપે પરમાત્મા રહ્યા છે. આ પરમાત્મા જીવના કર્મના સાક્ષી અને કર્મફલપ્રદાતા છે. તેની પ્રાપ્તિને મોક્ષ, મુક્તિ કે પરંગતિ કહે છે. જયારે જીવ આ મારત્માનો આશ્રય કરવાથી જીવને પરમાનંદની પ્રાપ્તિ થાય છે અને તેનો જન્મ-મરણથી છુટકારો થાય છે.
પરમાત્મા સત્, ચિત્ત અને આનંદનો મૂલાધાર હોવાથી તેને સચ્ચિદાનંદ કહે છે. પરમાત્માના આ સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરતાં સર બ્રહ્માનંદસ્વામી કહે છે કે, પરમાત્મા સહજ આનંદ સ્વરૂપ છે. પરમાત્મા સાકાર છે કે નિરાકાર એની ભાંજગડમાં પડ્યા વિના સ્વામીએ અહીં મૂળભૂત વાત કહી છે. પરમાત્મા સગુણ હોય કે નિર્ગુણ, સાકાર હોય કે નિરાકાર, પરંતુ તેનું સ્વરૂપ સ્વભાવ સહજ આનંદમય છે. પરમાત્મા માત્ર આનંદરૂપ જ નહીં, તે સર્વસુખના રાશિ છે. દરેક જીવપ્રાણી માત્ર સુખ ઝંખે છે. સુખ બે પ્રકારના છે : ઇન્દ્રિયજન્ય અને ઇન્દ્રિયાતીત. આત્મા પરમાત્મા સંબંધી સુખ ઇન્દ્રિયાતીત છે. તેમાં ક્યાંય ત્યાગ ભાગ નથી. ઇન્દ્રિયજન્ય સુખ શરૂઆતમાં રમણીય, આકર્ષક લાગે છે, પરંતુ અંતે દુઃખસ્વરૂપ છે. તેનાથી જીવને પરમતૃપ્તિ થતી નથી. જ્યારે અધ્યાત્મસંબંધી સુખ, શાશ્વત છે. તેનો ક્યારેય અંત આવતો નથી. પરમાત્મા આવા સુખના દાતા છે. તેથી સ્વામી પરમાત્માને સુખકારી કહે છે. આમ, સ્વામીના મતે પરમાત્મા સહજ આનંદરૂપ અને સુખકારી છે. પરમાત્માનો આશ્રય કરનારને મૃત્યુ પછી પરલોકનાં દિવ્ય સુખો તો મળે છે, પરંતુ આલોકમાં જીવતેજીવ વિવિધ સુખોની પ્રાપ્તિ થાય છે. સ્વામીના મતે પરમાત્મા આલોક અને પરલોક બન્નેમાં જીવ માટે સુખપ્રદાતા છે. આ વાતનો પણ નિર્દેશ કરવા સ્વામીએ દિવ્ય સુખકારી કહેવાના બદલે માત્ર સુખકારી કહ્યા છે.
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899
પરમાત્માના સ્વરૂપ અંગે ભારતીય ધર્મ-સંપ્રદાયો અને દર્શનશાસ્ત્રોમાં અનેક મતમતાંતરો છે, પરંતુ એ વાદ-વિવાદમાં પડ્યા વિના સ્વામી દર્શનશાસ્ત્રની મુખ્ય શાખાઓની સારભૂત માન્યતાઓનો નિર્દેશ કરતાં કહે છે કે પરમાત્માને વેદાંતીઓ અરૂપી માને છે. વેદાંતદર્શનની અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે અનેક શાખા-પ્રશાખાઓ છે. સ્વામીએ અહીં જે ‘વેદાંતી’ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે મુખ્યત્વે શાંકરવેદાંતનો નિર્દેશ કરે છે. શાંકરવેદાંતમાં ઈશ્વરને અશરીરી, નિર્ગુણ, નિરાકાર માનવામાં આવે છે. વેદના અંત ભાગ - ઉપનિષદને વેદાંત કહે છે. વેદાંતને દર્શનનું સ્વરૂપ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે આપ્યું. એ વેદાંત સૂત્રો પર જુદાજુદા આચાર્યોએ ભાષ્યગ્રંથો રચીને વિવિધ ધર્મ-સંપ્રદાયો પ્રવર્તાવ્યા છે. સર બ્રહ્માનંદસ્વામીના સમયમાં વેદાંતી શબ્દ શાંકરમત માટે સમાજમાં રૂઢ થઈ ગયેલો. તેથી સ્વામીએ વેદાંતીઓ ઈશ્વરને અરૂપી કહે છે તેવો અત્રે ઉલ્લેખ કર્યો છે. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે વેદાંતીઓ ઈશ્વરને અરૂપી માનતા નથી. માટે સ્વામીએ તત્કાલીન સમાજમાં પ્રચલિત માન્યતાને ધ્યાનમાં રાખીને વેદાંતીનો મત પ્રગટ કર્યો છે. વેદાંત દર્શનની ઈશ્વર
અરૂપી હોવાની માન્યતા સાચી છે કે ખોટી એ અંગે સ્વામીએ કોઈ ટીકટિપ્પણી કરી નથી.
ભારતીય દર્શનશાસ્ત્રોમાં ‘ન્યાયદર્શનના રચયિતા મહર્ષિ ગૌતમને માનવામાં આવે છે. તેની પર વાચસ્પતિએ મિશ્ર, પ્રશસ્તપાદ, જયંત ભટ્ટ વગેરે આચાર્યોએ ભાષ્યગ્રંથો રચીને ન્યાયદર્શનનો પ્રસાર, પ્રચાર કર્યો છે.
ન્યાયદર્શનમાં ઈશ્વરની માન્યતાનો નિર્દેશ કરતાં સ્વામી કહે છે કે, ન્યાયદર્શન ઈશ્વરને અનુમાન પ્રમાણનો વિષય માને છે. ન્યાયદર્શનની પ્રચલિત માન્યતા પ્રમાણે કર્યા વિના કોઈ કાર્ય થતું નથી. સૃષ્ટિ એ એક કાર્ય છે. તેથી તેનો કોઈ કર્તા હોવો જોઈએ. તેથી ઈશ્વર સૃષ્ટિકતાં છે. ઉદયનાચાર્ય નામના ન્યાયાચાર્યે ‘ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વર અંગે વિશદ્ ચર્ચા કરી છે. જીવ, જગત અને જગદીશ્વરનાં સ્વરૂપ, સંબંધ અને કાર્ય અંગે દર્શનશાસ્ત્રોમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રકારનાં પ્રમાણોનો આશ્રય લેવામાં આવે છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ અને તેનું સૃષ્ટિકર્તૃત્વ સિદ્ધ કરવા ન્યાયદર્શનમાં મુખ્યત્વે અનુમાન પ્રમાણનો આધાર લે છે. સ્વામી કહે છે કે, વેદાંતીઓ જે ઈશ્વરને અરૂપી માને છે અને તૈયાયિકો અનુમાન પ્રમાણ દ્વારા જે ઈશ્વરનું પ્રતિપાદન કરે છે એ ઈશ્વર
પ૮
પ૭
-