________________
૩
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
આચાર્ય બુદ્ધિસાગરજીની ભીતરની સંવેદનાના આલેખ
D ડૉ. રેણુકા પોરવાલ
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખક, કવિ, અનુવાદક, ટીકાકાર, સંપાદક અને નિબંધકાર હતા. દરેક ક્ષેત્રમાં અધ્યયન દ્વારા સંપૂર્ણ સિદ્ધિઓ મેળવી અને એ સર્વમાં ઉત્તમોત્તમ સર્જન કર્યું. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આત્માનંદની ખુમારીનો સ્વાદ અનુભવ્યો હતો. સાથેસાથે એ જ્ઞાન જનસાધારણમાં પણ પ્રચલિત બને તે માટે અધ્યાત્મના અતિગહન વિષયોને એવા જ મિજાજ સાથે લેખિનીમાં ઉતાર્યા. એમાં તેમણે હૃદયની ભીતર અનુભવેલ સ્પંદનોની છબિનું પ્રતિબિંબ પૃષ્ઠો પર ઉતાર્યું, કાર્ય ઘણું કઠિન હતું, પણ તેઓ સફળ રહ્યા. આ ઉપરાંત તેમણે વિવિધ કાવ્યોની રચના તેનાં સ્વરૂપ, રીત-રસમ, નિયમ અને વિભાવનાને અનુસાર કરી. તે સમયનો જનસમાજ રૂઢિચુસ્ત, અંધશ્રદ્ધા તથા અકર્મણ્યતાની જંજીરોથી જકડાયેલ હતો. આવી બદીઓમાંથી
ર૭
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
C
સમાજને બહાર લાવવા અને ભારતના સદીઓ જૂના આધ્યાત્મિક વારસાને નવચેતન બક્ષવા એમણે વધુમાં વધુ લેખનકાર્ય કર્યું જે જીવનના અંતિમ સમય પર્યંત ચાલુ રહ્યું. પરોઢિયે સૂર્યનું અજવાળું પ્રસરે કે બાર પેન્સિલો છોલાઈ ગઈ હોય જે સાંજ સુધીમાં વપરાઈ જાય અને બીજે દિવસે ફરી બાર પેન્સિલો તૈયાર થઈ જાય.
બહેચરમાંથી આચાર્ય બુદ્ધિસાગર
વિજાપુરમાં પટેલ પરિવારમાં જન્મ. નામ બહેચરદાસ. કિશોર વયે જૈન સાધુમહારાજના અણિશુદ્ધ ચારિત્રથી આકર્ષાઈ જૈન ધર્મ પાળવા લાગ્યા. ત્યાર બાદ મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળામાં પ્રથમ ગૃહસ્થ તરીકે પ્રવેશ મેળવી આગમશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યાં ભોળા ગ્રામજનોને સંવાદોના માધ્યમથી છેતરીને વટલાવવાની ઘણી પ્રવૃત્તિ ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ચાલતી હતી. બહેરચરદાસે લોકોને એમાંથી ઉગાર્યા અને પોતાના ધર્મની મહત્તા સમજાવી. તેમણે પચ્ચીસ વર્ષની વયે દીક્ષા લીધી. તેઓ જૈન સાધુના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેમણે રોજેરોજના આધ્યાત્મિક વિચારો અને બનતા બનાવોની નોંધ રોજિનશીમાં કરી છે. સુરત શહેરમાં પ્રથમ પુસ્તકનો અનાયાસ આરંભ થઈ ગયો. એ ગ્રંથ તેમણે શ્રી મોહનલાલજી મ.સા.ની પ્રેરણાથી ખ્રિસ્તી પાદરીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા તૈયાર કર્યો હતો.
તે સમયે એક સાધુએ ૧૦૮ શિષ્યો બનાવવાનું નક્કી કર્યું, એ વાત જાણી એમણે ૧૦૮ ગ્રંથશિષ્યો બનાવવાની પ્રતિજ્ઞા કરી, જે લોકોને સદાકાળ ઉપદેશ આપતા રહે. વળી સાથે ભારતીય સમાજ, સ્ત્રીઓ અને હરિજનોને શિક્ષિત કરવા માટે શાળાઓની સ્થાપના કરાવવા પ્રેરણા કરી ત્યારથી ગુજરાતવડોદરા રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ જ રહ્યું. આચાર્ય બુદ્ધિસાગરજીએ યોગ અને ધ્યાનસાધનાના બળે અધ્યાત્મનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હતાં. આવા અલગારી સાધુઓના હૃદયમાં કરુણાનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય છે. આચાર્યશ્રીએ એમની દયાનો વ્યાપ વધારી પોતે જે સિદ્ધિઓને મેળવી હતી એનાં દ્વાર લોકોને
માટે ખોલી આપ્યાં. ધ્યાનમાં જે પ્રત્યક્ષ અનુભવો થયા હતા એ જ્ઞાન કેવી રીતે મેળવવું તથા એનાથી શો ફાયદો થાય એ બતાવ્યું. તેઓ ત્રણે કાળમાં થનારા બનાવો જોઈ શકતા હતા, પરંતુ તેનો ઉપયોગ કોઈ વાર અગમચેતીરૂપે લોકોના જીવ બચાવવા જ કરતા.
re