________________
RSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 વિશેષતા રહી છે.
એક ઘરગથ્થુ ચિત્રને કવિ કઈ ઊંચાઈ સુધી લઈ જાય છે તે જોઈએ. અહીં મર્મ છે, કવિતા છે અને અંતરની વાત પણ છે.
‘જબ લગ ટીબી ઊણે, તબ લગ સીઝી નાહિ;
સીઝી કો તબ જાનીયે, જબ નાચત કૂદત નાહિ.' ખીચડી રાંધવા મૂકી હોય, જ્યાં લગી ખીચડી કાચી છે ત્યાં લગી હાંડલીમાં એ ખીચડી ઊંચી-નીચી થાય. જ્યારે બરાબર રંધાઈ જાય ત્યારે ખીચડી શાંત થઈ જાય. જીવતરની પૂર્ણતાની વાત પણ આવી જ હશેને ! અધૂરા ઘડાની કહેવત કંઈ અમથી થોડી આવી છે !
આજના મનોવૈજ્ઞાનિકો જે કહે છે. આપણો સૌનો અનુભવ છે તે વાત સૈકાઓ પહેલાં મેકણદાદાએ કઈ રીતે કહી !
‘કડેંક મન માકડી, કડેંક મનડો સીં,
હૈડો હિકડી ધાણ, રે ન સજો ડી.' મન ક્યારેક કીડી-મંકોડી જેવું નાજુક, તુચ્છ વિચારે છે, તો ક્યારેક બહાદુર સિંહ પણ એ જ મન બની જાય છે. મનની ભાવદશા દિવસમાં દસ વાર બદલાતી રહે છે. દિનભર એક મનોદશા રહેતી નથી. મનને સમજવું, વશ કરવું, અંદર વાળવું અઘરું છે, તે મનોવિજ્ઞાનની વાત આ કચ્છી સાખીમાં કહેવાઈ છે.
જીવનના ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા જીવનને ઉદાત્ત બનાવવા કવિ કેવી રીતે અસરકારક વાત કહે છે !
‘પોંખા! કર પોખ, વત્તર વેંધી વરી, થીંધી શોધાશોધ, મેકણ મેં હથ હણને હારી.” હે ખેડૂત ! તું વાવણી કરી લે, બીજ વાવી દે; આ ખેતરની - મનની ઉષ્મા, ભીનાશ ચાલી જશે, પણ તારી શોધખોળ કામ નહીં આવે. તું હાથ ઘસતો રહી જશે.
અક્ષર કોને કહીએ ? જે ક્ષર ન થાય, નાશ ન પામે તેને. અમુક વાતો અકાટચ, અવિનાશી હોય છે. કાળ જેને કંઈ નથી કરી શકતો. કવિ મિત્રભાવે જે શિખામણ આપે છે તે ગાંઠે બાંધવા જેવી છે.
જિયો ત ઝેર મ થિયો, સકકર થીજા સેણ; મરી વેંધા માડુઆ, રોંધા ભલેંજા વેણ.”
૪૫
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S
હે ભલા માણસ ! તમે સાકર જેવા મીઠા, સદ્ગુણી થજો, રાગ-દ્વેષથી ભરેલા ઝેરી ન થતા. મરણ તો આવશે, પણ ભલા માણસોની વાતો ભુલાશો નહીં, જીર્ણ નહીં થાય, સદાકાળ રહેશે.
સર્વત્ર પ્રભુદર્શન કરનાર, સમભાવી સરળ આત્મા મેક્સદાદાએ પ્રકૃતિને કઈ દૃષ્ટિએ નિહાળી છે !
‘પિપ્પરમેં પણ પાણ, નાંય બાવરમેં વ્યો;
નિમમેં ઉ નારાણ પોય, કંઢેમેં કયો ?” પીપળાના ઝાડમાં પરમાત્માનો વાસ છે. બાવળમાં પણ એ જ છે. લીમડામાં નારાયણ છે તો કંટાના વૃક્ષ ખીજડામાં કોણ છે ? ઉપમાઓની ઉજાણી જોઈએ :
દેહ ગોલો, દયા ગોફણ, ચેતન હણહાર;
તિની સંઘે ખેતર કે, કુરો કરધો કાળ ?” દેહરૂપી ગોળો હોય, દયારૂપી ગોફણ હોય, ઘા કરનાર ચૈતન્ય હોય તો એ ક્ષેત્રને કાળ શું કરશે ? દેહમાં દયાભાવચૈિતન્યની જાગૃતિ સામે કાળ પણ લાચાર છે.
મેકણદાદાએ અનેક સાખીઓ અને ભજનની રચના કરી છે અથવા સહજ રીતે એમના દ્વારા થઈ છે. પાઠાંતર મળે છે, એમના નામે જોડી કાઢેલી રચનાઓ પણ મળે છે, પરંતુ એમની વાણી હજી કચ્છની ધરતીમાં કચ્છીઓનાં હૈયાંમાં ગુંજ્યા કરે છે.
(મુંબઈસ્થિત જૈન દર્શનના અભ્યાસુ ગુલાબભાઈએ સ્વામી આનંદનાં જીવન અને સાહિત્ય પર શોધ-નિબંધ લખી Ph.D. પ્રાપ્ત કરી છે. સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે અને અધ્યાપક છે).