SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આજનો દિવસ તો વીતી ગયો, કાલે બીજી સુબહ થશે, ખળામાં રાખેલ અનાજનો ઢગલો (રાય-રાશિ) કેટલી વાર ટકશે ! જેમાં અનાજ કાઢવાનું કામ માપિયાથી શરૂ થઈ ગયું છે. સમયનું સોનું સાચવી લેવાની, પ્રમાદમાં સમય ન વેડફી દેવાની ઉત્તમ સલાહ કેવા ચિત્રાત્મક ગ્રામ્ય પરિવેશ દ્વારા કહેવાઈ છે ! બધા જ્ઞાની સંતો જીવનની નિસ્સારતા ઓળખી ગયા હોય છે. આ દેહ નશ્વર છે. આપણે સૌ મૃત્યુની સન્મુખ કતારમાં ઉભા છીએ. ચેતવા જેવું છે. અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ કે ઢોંગી લોકોને સંત મેકણે આ સલાહ આપતાં સાખી લખી : ‘જાં વિનાં જીરાણમેં ત કોરો ઘડો મસાણ, જડેં તડેં જીતવા! ઈ પલ થીંધી પાણ. જ્યારે મસાણમાં જઈને હું નજર કરું છું તો કોરો ઘડો ત્યાં પડ્યો છે, કાઈકે વિદાય લીધી છે. હે જીવ! કયારેક આપણી પણ એ જ ગત થવાની છે. તત્ત્વજ્ઞાનની, સિદ્ધાંતની વાતો ગૂઢ હોય, અઘરી પણ હોય, શાસ્ત્રને સમજવા બહુ ઊંડે ઊતરવું પડે, પણ સંતની વાત તો તંત વગરની સરળ હોય, અભણને પણ સમજાય. મેકણદાદા શું પૂછે છે ? ભલો કરીંધે ભલો થીએ, ભૂકો કરીંધે ભૂછો; પંઘ ઈ તાં પધરો, મેં કે કુલા પૂછો ?' ભલું કરશે તો સારું થશે, બૂરું કરીશ તો બૂરું થશે. એ પંથ પાધરો છે, મને શું પૂછ્યા કરો છો ? સત્ અને અસત્ની વાત બધા જ ધર્મોએ, જ્ઞાનીઓએ આ રીતે જ કરી છે. જ્ઞાની કવિ અખો કે કબીરદાસ જેવા મરમીઓની યાદ આ સાખીઓ સાંભળતાં જ આવી જાય છે. પ્રિયજન કોને ન ગમે ! પ્રિયજનનો મેળાપ કેવો હોય છે એ સત્સંગ, એ મેળાપ, એ મહેફિલ માટે કવિ મોંઘા મોલની વાત કરે છે : | ‘વિઠે જિની વટે, સો ઘટે શરીરજો; મોંઘા દઈને મટ, પરિયન રખજે પાસમેં.” જેમની સંગાથે, પાસે બેસતાં દેહનાં દુઃખ ઓછાં થઈ જાય, મટી જાય એવા પ્રિયજનોને તો મોંઘા દામ દઈને પણ પાસે રાખવા જોઈએ. પ્રિયજનથી મોંઘેરું કંઈ નથી. અંતરસુખ દેનાર એ જ છે. અંદર વળવાની વાત, જાતને ઓળખવાની વાત, આત્મનિરીક્ષણની વાત કોણે નથી કરી ? મરમી સંત મેકણદાદા કહે છે, ૪૩ ૦ 99094આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999 “ખોજ કર ખંત સેં, નાંય કિડાં પરો; નકામી ધોડું કઢીએં, આય તો મિંજારો.' ખંતથી, દિલથી, લગાવથી, એકાગ્ર થઈને ખોજ કર, શોધ કર, તો એ પરમતત્ત્વ ક્યાંય દૂર નથી. અતિનિકટ છે. નિરર્થક જ્યાં-ત્યાં દોડાદોડી કરે છે. એ તો અંતરમાં જ બિરાજમાન છે. વાદ-વિવાદ, પંથ, જાત, ભેદભાવ, ક્રિયાકાંડ, વાડાબંદી, અહંકાર એ બધાંથી દૂર રહીને સંત મેકણે પોતાના સમયમાં હિંદુ અને મુસ્લિમ ભાવકોને એક ર્યા. જેને સમાજ છેલ્લી પંગતમાં બેસાડતો એવા ગરીબ, અજ્ઞાનીજનોને પોતાના કર્યા, અરે ત્યાં સુધી લાલિયા ગધેડા અને મોતી કૂતરાને પોતાના સાથી બનાવી રણના તાપમાં લોકોને પાણી પાયાં. મેઘકરણ-મેકરણ-મેકરણ અને મેકણ એવી એમના નામની વ્યુત્પત્તિ માની શકાય. કચ્છ ભલે એમની માતૃભૂમિ રહી, કચ્છ અને કચ્છી ભાષાને ન્યાલ કર્યો, પણ મેકણદાદાએ દ્વારકા, ગિરનારમાં વસવાટ પણ કર્યો હતો. બીલખા, જંગી, લોડાઈ અને ઇંગમાં બારબાર વર્ષ રહી એમણે સત્સંગની સર્વ જીવસેવાની ધૂણી ધખાવી હતી. નિઃસ્પૃહી એવા કે કચ્છના રાજા રા'દેશળજીએ સામે ચાલીને કોરી (કચ્છનું નાણું) આપવાની વાત કરી તો આ ઓલિયા ફકીરે કહી દીધું. ‘કોરિયું કોરિયું કુરો કર્યો, કોરિએમેં આય કુડ, મરી વેંધા મેકો ચું, મોંમેં પોંધી ધૂળ.” નાણુંનાણું શું કરો છો, ધનની લાલચ ખોટી છે. મોત આવશે ત્યારે કોઈ સાથ નહીં આપે. ધનથી બધું ખરીદી શકશો, મોતને નહીં રોકી શકો. ત્યારે મોંઢામાં ધૂળ પડશે, બધું ધૂળમાં મળી જશે. ઢોંગી, ધુતારા, કથાકાર, ફસાધુઓની બોલબાલા દરેક જમાનામાં રહી છે. સંત-કવિ તો એવા બનાવટી ભજનિકોની પોલ ખુલ્લી કરતા કહી દે છે બેધડક : ‘તંભૂરે તે તંધ ચડાઇએ, વડીયું ડિએ તા ધાંઉં, રામ તડેં રાજી થીએ, જર્ડે છડાજે આઉં.' તંબૂરાના તારને વળ ચડાવે, મોટા આલાપ દઈ ભજન લલકારે એમને પ્રભુ નથી મળવાના. જ્યારે અહં છોડશે, અહંકાર ગળી જશે ત્યારે જ પ્રભુ મળશે. સામાન્યજનને સમજાય, ગળે ઊતરે એવી લોકભોગ્ય ભાષા એ સૌ સંત કવિઓની
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy