________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
સંતકવિ મેકણદાદાની રચનામાં
અધ્યાત્મદર્શન
255950 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS મેકણદાદાએ ઇંગ ગામમાં સમાધિ લીધી હતી.
આ વિગતો ઉપયોગી છે, પણ મહત્ત્વની તો એમની વાણી છે. એમની સહજ, સરળ કવિતા તત્ત્વજ્ઞાનની અઘરી વાતોને લોકબોલીમાં સમજાવી દે છે.
એમની ખૂબ પ્રચલિત સાખીથી શરૂઆત કરીએ. સાખી કચ્છી ભાષામાં છે. પછી એનો અર્થ જાણીશું.
મું ભાયો તડ હિકડો, પાગ તડ લખ હજાર;
જુકો જ્યાં લંગયો, સે ઊતરી જ્યો પાર.' મેં માન્યું હતું કે પાર ઊતરવા માટે એક જ કિનારો છે, પણ ક્વિારા તો અનેક - લાખ - હજાર છે. જે કોઈ જ્યાંથી, જે માર્ગે તરી ગયો તે ઊતરીને પાર પામી ગયો છે. સાધનાની વિશાળતાની અહીં વાત છે. સાધનાને કોઈ વાડા, બંધન કે કાયદા ન હોય, એ તો આકાશ જેવી હોય છે, અંદરથી પ્રગટે અને પાર પહોંચાડી દે. - કવિ, સાધક, સંત કે જાણતલને હંમેશાં એવું થયા કરે કે, મને સમજનાર સમજુ મળી જાય તો મજા પડી જાય. કવિ લખે છે :
| ‘ગૂઢારથ ક્યું ગાલિયું, વધીને વડ થયું,.
ચંગે માડુઍ ન પૂછિયું, મનજ્યુ મનમેં રઈયું.” ગૂઢાર્થની વાતો વધીને વડ થઈ ગઈ. ચંગા-ડાહ્યા-સમજુ માણસોએ મને પૂછી નહીં એ વાતો મનની મનમાં જ રહી ગઈ. કોઈ પણ સાધક, કલાકાર, જ્ઞાની કે ડાહ્યા માણસના અંતરતમને ખૂલવા માટે મર્મજ્ઞ શ્રોતાવર્ગ, ભાવકવર્ગ જોઈએ; તો રસ જામે. સંત કવિ માટે સર્જન કેવું સહજ છે, અંતર કેવું ઊઘડી રહ્યું છે કે :
“મુજે મનજયું ગાલિયું, જેડિયું સમંધર લેરિયું,
હિકડીયું પૂછ્યું તડ મથે, બચું ઊપડીયું.” મારા મનની વાતો ઉદધિતરંગ જેવી છે. એક કાંઠે પહોંચી નથી કે બીજી ઊપડે છે. સાખી કેવી ચિત્રાત્મક છે! સાગરતરંગ અને સર્જનમનની લીલા અદ્ભુત છે. અનુભવજન્ય સર્જન અનોખું જ હોય છે. જે ભીતરથી આવે, સરળ હોય, ગામડાના જીવનની સુગંધ હોય. અઘરી વાતને સરળ છતાં અસરકારક બનાવતાં મેકણદાદા લખે છે :
‘અજ અનુણી ગુજરઈ સિભુ થીંધો ળ્યો; રાય ઝલીંધી કિતરો ? જેમેં માપ પેઓ.”
૪૨
- a ડૉ. ગુલાબ દેઢિયા સંત, સાધ, સતિયું ને શૂરા;
તપસી, પીર, ફકીર જ પૂરા.” દુલેરાય કારાણીસાહેબે કહ્યું છે : કચ્છમાં સંત, સાધુ, સતી, શૂરવીર, તપસ્વી, પીર અને ફકીરોએ ધરણીને ધન્ય બનાવી છે.
કચ્છના સંત કવિઓનો વિચાર કરતાં પહેલું નામ મેકણદાદાનું યાદ આવે. એમનો જન્મ કચ્છના નાની ખોંભડી ગામે ઈ.સ. ૧૬૬૭માં વિજયાદશમીના દિને થયો હતો. માતાનું નામ પબાબા અને પિતાનું નામ હરધોરજી ભઠ્ઠી હતું. તેઓ જ્ઞાતિએ ક્ષત્રિય રાજપૂત હતાં.
મેકણદાદાએ કાપડી સંપ્રદાયમાં મહંત ગંગારામ પાસે માતાના મઢ (આશાપુરા)માં બાર વર્ષની વયે દીક્ષા લીધી હતી. સાઠ વર્ષની વયે ઈ.સ. ૧૭૨૭માં