________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999
જ્યારે સુમતિ જાગીને પુરુષાર્થ કરે, આ મોહના કૂરચા ઉડાવે, સંયોગો પરથી મન ઊઠે ત્યારે ચેતનની (એટલે કે આત્મા) ચેતના સમ્યક્ દર્શન સન્મુખ થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય.
આત્મા બાહ્યદૃષ્ટિ ત્યાગી જેમજેમ આંતરદૃષ્ટિ કરે તેમતેમ કમનો રસ ઘટે છે, કમોનો ક્ષયોપશમ થાય છે, (કર્મો શાંત-ઉપશાંત થાય છે, અને જવું અરિહંતોનું સ્વરૂપ છે તેવું આત્મસ્વરૂપ ચિંતવે ત્યારે ઉપયોગ અરિહંતાદિમય બને છે. આવી સાધના કરતા જીવ જ્યારે આત્મતત્વને પામે છે ત્યારે પરમ આનંદની અનુભૂતિ થાય છે, પરંતુ આ આનંદ પણ ચિરસ્થાઈ નથી, કારણ કર્મો હજુ મૂળમાંથી ગયાં નથી, માટે ઉપયોગને મમતાના ભાવમાં નજવા દેવા માટે, પાછો જીવને અજાગ્રત દશા ન આવે તે માટે એકાંત-મૌન-ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ દશાને કેળવવાનું કહે છે. એના માટે નીચેના પદમાં મોરના જીવન દ્વારા તેમણે સાધનામય માર્ગ બતાવ્યો છે : आतम अनुभव रीती वरोरी, आतम । मोर बनाए निजरुप निरुपम,
faછન રિવર તેરા ધરીદી આનંદઘનજી મહારાજને આત્મઅધ્યાત્મની રીત મોરના જીવનથી જણાઈ. તે કાળના પૂર્વોચાર્યો પાસે મોરની વિશિષ્ટતાઓ જાણીને સમ્યક્ દર્શન પામવા માર્ગ મળે છે. મોર તેના જીવનમાં અભય, નિશ્ચિત બની સાધના કરે છે, યોગ કરે છે અને અવૃતિ હોવા છતાં જીવનભર બ્રહ્મચર્ય પાળે છે. મોર મોટે ભાગે શિખરોની ટોચ પર, મંદિરોના શિખર પર જઈ બેસે છે. મોર કોઈ સામાન્ય પક્ષી નથી. એ પૂર્વભવમાં સાધના કરેલો કોઈ યોગી છે. ગમે તેટલા પવન, સુસવાટા, વીજળીના કડાકા-ભડાકા થતા હોય તોપણ મોર જે મંદિરની ટોચ પર બેઠો હોય ત્યાં જ અચલ યોગીની જેમ નિર્ભય થઈ બેસી રહે છે, પોતાનું સ્થાન છોડતો નથી. એટલે પૂ. આનંદઘનજી કહે છે, જો મોર જેવો તિર્યંચ યોનિમાં જન્મેલો આવી સાધના કરી શકે તો દુર્લભ એવી મનુષ્યયોનિમાં જન્મેલો હું, મારાથી કેવી રીતે પ્રમાદી બની શકાય ? એટલે જ પ્રથમ પંક્તિમાં એ કહે છે કે આત્માને જાણવાની ‘પરી’ એટલે કે શ્રેષ્ઠ રીત આ મોરનું જીવન સમજવાથી મળે છે કે આવું જીવન જીવ્યા વિના સાધના ના થાય. સાધકો ટાઢ, તાપ કે જંગલી પશુઓથી ભય પામતા નથી. તમે જ્યારે નિર્ભય
> ૮૯ (
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S થશો ત્યારે પ્રાણીમાત્ર તમારાથી નિર્ભય થશે. આવા યોગીઓ સાધના દ્વારા આત્મશુદ્ધિ પ્રગટ કરે છે.
પૂ. આનંદઘનજી મોરની જેમ ચોપાટ અને ગંજીફાની રમતના દૃષ્ટાંત દ્વારા પણ અધ્યાત્મનો ઉપદેશ આપે છે, સંસારસાગર તરવાનો માર્ગ બતાવે છે. પ્રતિસમયે આત્માના કર્મના ઉદય સાથે કુમતિ, દુબુદ્ધિ છે. હું અને મારાપણું એ અજ્ઞાન, દુબુદ્ધિ અને કુમતિ છે. આનાથી બચવા સુબુદ્ધિ કે પ્રજ્ઞાનો સથવારો રાખવો પડે. પ્રજ્ઞા એટલે ચૈતન્ય. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું. મન, વચન અને કાયાથી સંપૂર્ણ ભિન્ન છું. આ પ્રજ્ઞાશક્તિ સદૈવ જાગૃત રાખવાની છે. આ જ તત્ત્વજ્ઞાન સમજાવવા પૂ. આનંદઘનજી મહારાજ જ્ઞાન અને અજ્ઞાનના ભેદ સમજાવે છે. રાત્રે અંધકાર હોય છે. પ્રભાતનાં સૂર્યનાં કિરણો આવતાં એ અંધકાર દૂર થઈ પ્રકાશ પ્રગટે છે. એવી જ રીતે આત્માની મોહાંધતારૂપ અજ્ઞાનદશા દૂર થતાં જ્ઞાનદશા પ્રગટે છે અને આત્માનું સ્વરૂપ સમજાય છે. मेरे घट ग्यान भानु भयो भोर ।
પરે ચેતન વેહવા વેહવી, માયો વિદો સર..... આત્માનું અજ્ઞાન દૂર થઈ જ્ઞાનપ્રકાશ થતાં પ્રતીતિ થાય છે કે હું નામરૂપ અને દેહધારી નહીં, પણ ત્રિકાલ શુદ્ધ પરમાત્મરૂપ છું. અધ્યાત્મનો પહેલો પાયો હું પરમાત્મા છું તેનો નિર્ણય કરી અનુભવ કરો અને જીવમાત્રને પરમાત્મા તરીકે જુઓ. જેવા ભાવો પ્રભુ પ્રત્યે કરો, બધા જીવો પ્રત્યે તેવું બહુમાન, અહોભાવ અને સન્માનની લાગણી કેળવો. જીવમાં પરમાત્માપણું અપ્રગટ રીતે રહેલું છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રમાં મૌલિક તત્ત્વ પરમાત્મપણું જુઓ. તેનાથી કોઈ પ્રત્યે દુભવ ન આવે અને સમતા સિદ્ધ થાય. અશુભ ભાવો નીકળી જાય અને શુભ ભાવો સહજ બને. જીવનનું ક્રમિક ઉત્થાન એટલે અશુભમાંથી શુભમાં આવવું અને શુભમાંથી શુદ્ધ ભાવમાં આવવું, કારણ આત્મભાવ એ શુદ્ધ ભાવ છે.
પૂ. આનંદઘનજી મહારાજ કહે છે, સંસારમાં પ્રાણીઓ બહિરાત્મભાવમાં મૂંઝાયાં છે. આત્માની વિષય-કષાય પ્રત્યેની રાગદશા એ બહિરાત્મભાવ છે. સંસારનાં સુખોમાં સુખબુદ્ધિ અને મોહમાયામાં ફસાયેલું વિશ્વ બહિરાત્મ દશા છે અને મોહવશ જીવો અજ્ઞાનવશ વર્તી ધર્મને પણ સંસારનું કારણ બનાવે છે. ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે છે. બહિરાત્મ દશામાં વર્તતાં પ્રાણીઓ
co