________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 पारस संग लोहा जो फरसत
कंचन होत ही ताके कस । ઉપાધ્યાય યશોવિજયજીને અધ્યાત્મમાર્ગ તરફ પ્રયાણ કરાવવાનું કાર્ય પૂ. આનંદધનજીએ કર્યું હતું. અધ્યાત્મયોગીએ કર્મયોગીને અધ્યાત્મમાર્ગ બતાવ્યો હતો.
તેઓ એક નિઃસ્પૃહી, અનાસક્ત અને અપરિગ્રહી સંત હતા. તેમના વિષે એક દંતકથા એવી છે કે, મેડતામાં રહેતા એક મોટા શેઠ આનંદઘનજીને આગ્રહ કરીને ચાતુર્માસ માટે લાવ્યા હતા. આનંદઘનજી ઉપાશ્રયમાં નિયમિત વ્યાખ્યાન આપતા. ત્યાં એક એવો રિવાજ થયેલો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન ચાલુ થાય, પરંતુ આનંદઘનજી એવા રિવાજોને સ્વીકારે એવા ન હતા. શેઠ ન આવ્યા તો આનંદઘનજીએ કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ આવ્યા અને જોયું કે વ્યાખ્યાન શરૂ થઈ ગયું છે એટલે ગુસ્સે થઈ બોલ્યા, ‘મારા આવ્યા પહેલાં વ્યાખ્યાન કેમ શરૂ કર્યું ? હું કપડાં વહોરાવું છું, ગોચરી વહોરાવું છું, તમારે મારી રાહ જોવી હતી.' આનંદઘનજી જરા પણ ગુસ્સે થયા વિના બોલ્યા, ‘ભાઈ, ગોચરી તો પેટમાં ચાલી ગઈ છે, પણ લ્યો આ તમારાં કપડાં', એમ કહી પડાં પાછાં આપી દીધાં અને ઉપાશ્રય છોડી જંગલમાં ચાલી નીકળ્યા.
આનંદઘનજીને એમની સાધનાના ફળસ્વરૂપ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પણ તેમને પોતાના આત્મસ્વરૂપ પાસે એનું કોઈ મૂલ્ય ન હતું. એક યોગી મહાત્માને શ્રી આનંદઘનજી સાથે મિત્રતા થઈ હતી. તેમણે ઘણા પ્રયત્નો પછી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ રસસિદ્ધિની એક શીશી આનંદઘનજીને ભેટ તરીકે પોતાના શિષ્ય સાથે મોકલી, પરંતુ આનંદઘનજીએ એ શીશીને હાથમાં લઈ પથ્થરની શિલા પર પછાડી ફોડી નાખી. આ જોઈ યોગીનો શિષ્ય ઘણો રોષે ભરાઈ આનંદઘનજીને અયોગ્ય વચનો કહેવા લાગ્યો. આનંદઘનજી બોલ્યા, ‘તારા ગુરુજી રસસિદ્ધિ વડે શું આત્મકલ્યાણ કરી શકશે ? આત્મસાધનાની આગળ સુવર્ણસિદ્ધિ એ કાંઈ મોટી વાત નથી' અને તેમણે ઊઠીને પાસેના એક પથ્થર પર લઘુશંકા કરતા એ પથ્થર સોનાનો થઈ ગયો. આ જોઈ એ ચેલો આશ્ચર્યચકિત થઈ ગયો કે જે ના મૂત્રમાં સુવર્ણસિદ્ધિ છે એને રસસિદ્ધિનું શું કામ ? રાજાઓનાં માન-સન્માનથી પણ શ્રી આનંદઘનજી કદી પ્રભાવિત થયા ન
૮૭
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899 હતા. આનંદઘનજીના પરિચયથી મેડતાના રાજાને જૈન ધર્મ પ્રત્યે રાગ થયો હતો. આવા યોગીરાજનું સમગ્ર જીવન એકમાત્ર આત્મતત્ત્વને પામવા માટેનું જ હતું. એના માટે એમણે બાહ્ય ક્રિયાકાંડો અને સંપ્રદાયની માન્યતાઓને છોડી જંગલમાં, ગુફાઓમાં, નિર્જન સ્થાનોમાં લોકસંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બનીને સાધના કરી. આત્મસાક્ષાત્કારમાં ઉપયોગી થાય એવો યોગસાધનાનો માર્ગ તેમણે લીધો હતો. તેઓએ આદરેલી આંતરિક સાધના દરમિયાન તેમના હૃદયમાં તત્ત્વદર્શનરૂપે જે લાગણીઓ અદમ્ય બનીને ભાષારૂપે વહી નીકળી જે એમની કાવ્યકૃતિઓ બની.
પૂ. આનંદઘનજીએ જે પદોની રચના કરી છે તે એટલાં ગહન-ગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે અઘરું છે. એ પદોને સમજવા માટે તત્ત્વનું જ્ઞાન, આત્મસાધનાની ભાવના અને ચિત્તની એકાગ્રતાની અપેક્ષા રહે છે. એમનાં પદોનો સાર એક જ છે કે કોઈ પણ ભોગે મોહ-માયા-મમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રદ્ધા-સુમતિ-સમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરો. આપણો આત્મા મમતારૂપી પુદ્ગલ વસ્તુઓમાં રાચીમાચી રહ્યો છે. જેમ રખડું મનુષ્ય પરસ્ત્રીના મોહમાં ફસાઈ પોતાનું જીવન બરબાદ કરે છે તેમ આપણા આત્માએ અનંત જન્મ બરબાદ કયાં છે. મમતારૂપી સ્ત્રીએ તેને એવો મોહનીથી બાંધ્યો છે કે પોતે બંધાયો છે એનું એને ભાન જ નથી. એટલે પહેલા જ પદમાં ૫ આનંદધનજી જગતના જીવોને જીવનમાં ક્ષણભંગુરતા બતાવી આત્મજાગૃતિ કરાવતા કહે છે,
क्या सोवत है उठ जाग बाउ रे । अंजलि जल ज्यु आयु धटत है ।
રેત પદરિયા ધરિય થT૩ રે . હે અજ્ઞાની મૂર્ણ જીવ, મનુષ્યભવ જેવો દુર્લભ ભવ મળવા છતાં તું મોહનિદ્રામાં કેમ સૂતો છે. આ મનુષ્યભવ હથેળીમાં રાખેલ પાણીની જેમ ઓછો થતો જાય છે. તું પોતે જ પરમાત્મસ્વરૂપ છે તો એ શ્રદ્ધા રાખી આનંદઘનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મપ્રભુનું ધ્યાન કરવાનું કહે છે.
મમતા એ સંસારનો અને સમતા એ મોક્ષનો માર્ગ છે. જે આત્માઓએ પરમાત્માને ધારણ કર્યા છે તેઓ કોઈ પણ સંજોગોને પોતાના માનતા નથી. જ્યાં સુધી આપણા અંતરમાં કુમતિ છે ત્યાં સુધી માહની નિદ્રા છે, એટલે
૮૮