SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 55994 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન થ૦૦૦૦૦૦૦S પોતાના સમાજ વિશેની જેવી ચિકિત્સા અખાએ કરી છે, એવી ચિકિત્સા એ સમયના અન્ય કોઈ મધ્યકાલીન કવિઓમાં જોવા મળતી નથી. એ અખો કર્મકાંડને નામે ચાલતાં દંભ અને ધતિંગો પર, ધર્મને નામે પોતાની આજીવિકા મેળવવા મથતા લોકો પર અને સ્વાર્થવૃત્તિને નામે પેસી ગયેલી અનૈતિકતા પર પ્રહાર કરે છે. એ શાંકરદર્શનની વાત કરે છે, પરંતુ એની પાસે બારાખડીના બાવન શબ્દોમાં બદ્ધ થાય નહીં તેવું ‘બાહેર'નું દર્શન છે અને એ આ વાસ્તવિક જગતમાં રહીને અગોચર જગતની ઓળખ આપતો હોય છે. એ કહે છે, ‘મન, વચન, કર્મ હરિમાં ઢોળ અખા, સમજ્યો અંશે સોળ.” આ રીતે વેશ-ટેને એવી આડી ગલી માને છે કે જે કર્મકાંડમાં એકવાર માણસ પેસે તો તેની ભુલભુલામણીની માફક ક્યારેય બહાર નીકળી શકતો નથી. આમ એક બાજુ અખાની સામે જીવન છે, તો બીજી બાજુ એની પાસે તત્ત્વજ્ઞાન છે. આ જીવન અને તત્ત્વજ્ઞાન બંનેને પ્રગટ કરવાનો પડકાર એ ઝીલે છે. સમાજજીવનમાં અજ્ઞાની ગુરુઓ, અવિવેકી શિષ્યો, બાહ્યાચાર, અંધશ્રદ્ધા વગેરે એ જુએ છે, તો બીજી બાજુ અખો આત્મજ્ઞાનના શિખરે પલાંઠી લગાવીને બેઠો છે. આથી અખામાં ભાવકને સૌથી આકર્ષતી બાબત એ છે કે આ જ્ઞાની કવિ વર્તમાન સામાજિક પરિસ્થિતિનો સંદર્ભ લઈને અને રૂઢાચાર પર પ્રહાર કરતાંફરતાં કઈ રીતે પોતાનો આંતરજ્ઞાનપ્રકાશ ફેલાવે છે? સામાન્ય રીતે ભક્તકવિના કાવ્યમાં ભક્તિ કે તત્ત્વજ્ઞાન હોય છે. વાસ્તવલક્ષી કાવ્યમાં વાસ્તવ જીવનની વાત હોય છે. આ અનોખો અખો એવો છે કે જે વાસ્તવ જગતની વાત કરવાની સાથોસાથ તત્ત્વજ્ઞાન નિરૂપતો જાય છે, આથી જ અખાના ગુરવિચારમાં, માયાવિચારમાં કે બ્રહ્મવિચારમાં કટાક્ષ જોવા મળે છે. અમુક વસ્તુઓ પર એ પ્રહાર કરે છે અને અમુકનો એ સ્વીકાર કરે છે. આમ પુરસ્કાર અને તિરસ્કારની બેવડી ભૂમિકા અખામાં જોવા મળે છે. એ કુગુરુની આકરી ટીકા કરે છે, તો સુગુરુની ઊછળીને આનંદભેર વાત કરે છે. આ રીતે જોઈએ તો અખામાં એક બાજુ આકરો ભંગ છે, તો બીજી બાજુ ઉલ્લાસભર્યો ઉત્સવ છે. જેમ કે માયા વિશે એ કહે છે, માયા છે મહામોટી જાળ, પાસે કોરે ઊભો ઢાળ, વિશ્વ સકળ એ ટોળે મળે, માટે પેઠું તે નવ નીકળે, અખા જેને સદ્ગરની દયા, તે ઝીણા થઈ નીસરી ગયા. > ૨૧૩. GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 અહીં એ જોવા મળે છે કે, એક બાજ એ માયા પર પ્રહાર કરે છે તો બીજી બાજુ સની દયા હોય તો માયાથી મુક્ત થઈ શકાય છે એમ કહે છે. અખો જાણે છે કે અજ્ઞાન અને માયા અતિક્રિયાશીલ હોય છે અને જો વ્યક્તિ અજ્ઞાનથી માયામાં લપટાઈ જાય તો એણે સંસારત્યાગ કર્યો હોવા છતાં એ સાચો ત્યાગી હોતો નથી અને આને પરિણામે માયાએ રચેલી આત્મવંચનામાં એ ગુરુ ફસાય છે અને પોતાના શિષ્યોને પણ ફસાવતો રહે છે. અખો એ ગૌડપાદાચાર્યના અજાતિવાદના સંસ્કારો ધરાવે છે, પરંતુ એની સાથોસાથ એણે પ્રેમલક્ષણાભક્તિને આંતરિક અનિવાર્યતા તરીકે પણ સ્વીકારી છે. આ બતાવે છે કે અખો કોઈ એક બંધનમાં બંધાયો નથી. એની કૃતિમાં જ્ઞાનવૈરાગ્યનાં પદોનું નિરૂપણ થયું છે અને એનું મન સંસાર પરથી ઊઠી ગયું હોય તેમ માનીને એના વિશે ઘણી દંતકથાઓ મળે છે. આ દંતકથાઓમાં કદાચ ભારોભાર સત્ય ન હોય, પરંતુ અખાના વ્યક્તિત્વનો એક અંશ તો એમાંથી પ્રગટ થાય છે. અખાએ ‘ચિત્ત-વિચારસંવાદ', 'ગુરુ-શિષ્ય સંવાદ', ‘પંચીકરણ’, ‘અખેગીતા', ‘અનુભવબિંદુ', કેવલ્ય ગીતા' જેવા ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત એની પાસેથી છપ્પા, સાખીઓ, દુહા, ભજન અને અસંખ્ય પદો પણ મળે છે. એવી જ રીતે હિંદી ભાષામાં પણ ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા' જેવી અખાજીની કૃતિઓ મળે છે. જ્ઞાન એ અખાની તત્ત્વસાધનામાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે જ્યારે બ્રહ્માનંદ શબ્દ વારંવાર પ્રયોજતો અખો બ્રહ્મના આનંદનો અનુભવ કરે છે. આ અખાને કવિ થવાના કોડ નથી, પરંતુ એનામાં અધ્યાત્મના ઉદ્ઘ શિખરે જુવાની ઉત્સુકતા છે. આથી જ એ કહે છે, ‘બાવન બાહરો રે, હરિ નાવે વાણી માંય.” (પદ ૧૯) આમ પરમાત્મા તત્ત્વ પદ શબ્દથી પર છે એમ કહીને અખો પોકારે છે ‘ગ્રેપનમો જાણે પાર'. અખાના હાસ્યને પ્રો. બળવંતરાય ઠાકોર ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ અને ‘ઇસ્પાયર્ડ' કહે છે. એવો અખો અઘરામાં અઘરા વિષયને સરળ રીતે આલેખવાની શક્તિ ધરાવે છે. એનામાં આનંદના ઉદ્ગારો પણ મળે છે. એ કહે છે, ‘શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું ? ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વહાણું. વિના રે વાદળ વીજળી, જળ સાગર ભરિયું ત્યાં હંસરાજ ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.” ૨૧૪
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy