________________
૩૧
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
કાંતદંષ્ય અખાના સર્જનમાં
તત્ત્વજ્ઞાન
Q ડૉ. પ્રીતિ શાહ
અખો અને પ્રેમાનંદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ૧૭મા સૈકાના આપણા બે અગ્રણી કવિઓ. બંને પોતપોતાના પ્રભાવક સર્જનથી સાહિત્યિક પ્રદાન કરે છે અને બંનેની રચનાઓમાંથી ગુજરાતી સાહિત્યને ચિરકાળ રહે તેવાં શાશ્વતી તત્ત્વો મળે છે. અખો રૂઢ, પ્રચલિત પરંપરાને પડકારે છે, તો પ્રેમાનંદ પરંપરામાંથી ખોબેખોબે પાણી પીને સર્જન કરે છે. એક દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં અખાનો પોતીકો આગવો અવાજ છે, જે બીજા બધા કવિઓથી નોખો પડી આવે છે. આનું એક કારણ એ છે કે અખો પ્રાચીન સ્થાનકો કે પદ્ય વાર્તાઓને બદલે વર્તમાન સમાજ સાથે પોતાનો તંતુ સાધે છે. એ વર્તમાન પરિસ્થિતિને ઝીલે છે, પડકારે છે, ક્યારેક એની મજાક ઉડાવે છે, તો ક્યારેક એના પર તીખો, આકરો પ્રહાર કરે છે.
૨૧૧
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
આ રીતે અન્ય કોઈ પણ સર્જક કરતાં અખાનાં સર્જનોમાં એના વ્યક્તિત્વનું તેજ અનુભવી શકાય છે. પોતાની આસપાસની વાસ્તવિકતાને જોતો અખો ભક્તિના ઢોંગ પર પણ પ્રહાર કરે છે અને પરંપરાના ચીલે અંધ બનીને ચાલતા અને ધાર્મિક ગણાતા લાકો પર પણ અખાના એકધારા વ્યંગ શબ્દબાણ છૂટે છે, આથી મધ્યકાલીન સાહિત્યનો આ સર્જક જીવાતા જીવન સાથે જોડાયેલો છે એ એની
આગવી વિશેષતા છે. આ સંદર્ભમાં આપણને કબીરનું સ્મરણ થાય કે જેણે પોતાની આસપાસની પરિસ્થિતિ જોઈ છે, પરંપરાની ઓળખ મેળવી છે, એની યોગ્યયોગ્યતાનો વિચાર કર્યો છે અને પછી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
વાસ્તવિકતા સાથે પનારો પાડતા અખા પાસે ઉપમા હોય કે કોઈ પણ અલંકાર હોય, તે બધા જ આસપાસના વાસ્તવ જીવનમાંથી આવતા હોય છે. જ્યારે સર્જક જીવતા જીવન પર પ્રહાર કરે ત્યારે એની વિષયસામગ્રી પોતાની આસપાસના જીવનમાંથી જ લેતો હોય છે અને એ રીતે અખો કેટલાક નવા શબ્દોનું પણ સર્જન કરે છે. ક્યાંક એ સૂઝ પરથી ‘સૂઝાળા’ શબ્દ વાપરે છે, ક્યાંક ‘પ્રતિબિંબવું’, ‘અટકળવું”, ‘ચળવળવું’ જેવા શબ્દો પણ વાપરે છે. શબ્દો એની પાસે પ્રહારક શક્તિરૂપે આવે છે અને એ શક્તિ એને રૂઢિગ્રસ્તતા પર પ્રહાર કરવામાં સહાયક બને છે. અખો કહે છે કે, *ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે એણે ખાધી ખતા, એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે.
અખા એ અંધારો કૂવો, ઝઘડો ભાંગી કો નવ મૂઓ.’
અહીં જુદાંજુદાં દર્શનોને નામે પરસ્પર વાયુદ્ધો કરતા અને સંકુચિત વિચારવલણો ધરાવતા લોકો પર અખાએ પ્રહાર કર્યો છે. એક વ્યક્તિ સ્થાપે અને બીજો ઉથાપે એમાં જ એમનું જીવન વ્યતીત થાય છે અને એની પાછળ બીજાથી પોતાને અધિક ગણવાનો અહમ્ રહેલો હોય છે. આમ અંધારા ફૂવામાં એકબીજા સાથે અથડાતા, ઝઘડતા, પછડાતા માનવીઓની જેવી પરિસ્થિતિ હોય તેવી પરિસ્થિતિ પદ્દર્શન વિશે જુદાજુદા મત ધરાવનારાઓની અને વાદ-વિવાદ કરનારાઓની છે.
સામાજિક સ્થિતિનું ચિત્ર ખડું કરવાની અખા પાસે આ વિશિષ્ટ ક્ષમતા છે. એ થોડા શબ્દોમાં પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એકબીજા સામે લડતા લોકો સામે “માંહોમાંહે એણે ખાધી ખતા'માં ખતા શબ્દનો કેવો આસાનીથી પણ
માર્મિક ઉપયોગ કર્યો છે, તો બીજી બાજુ અંધારા ફૂવાની વાત કરીને એણે આપણી કલ્પના સમક્ષ એક ચિત્ર ઊભું કરી આપ્યું છે.
૨૧૨