________________
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999
આશા છે કે સાહિત્યરસિકો, મુમક્ષઓ, સાધકો અને સંશોધકો આ કૃતિઓ અને તેના રસદર્શનનો સુપેરે આસ્વાદ કરશે.
આ દર્શનો તે સનાતન સત્યોની ખોજમાં ઘૂમતી સમસ્ત માનવજાતિની બુદ્ધિપ્રતિભાનું અત્યંત કીમતી ફળ છે. ભારતીય દર્શનસાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકીશું, વિવેક સાથે પુરુષાર્થ અને નીતિમત્તા પર લક્ષ રાખીશું તો તે પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે.
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ક્યારેય નાશ થતો નથી, પરંતુ પર્યાયાત્મક દૃષ્ટિએ આત્મા અનિત્ય છે, એટલે કર્મોને કારણે તે એક જ પર્યાયમાં નિત્ય રહી શકતો નથી, ટકી શક્તો નથી. દાખલા તર્ક એક ગતિમાં તેનું આયુષ્ય પૂર્ણ થતાં કર્મ અનુસાર બીજી ગતિમાં અથવા બીજી યોનિમાં જવું જ પડે છે. આમ, અનેકાંત દૃષ્ટિકોણથી પ્રચલિત દૃષ્ટિબિંદુ અને સત્ય કે યથાર્થ દૃષ્ટિબિંદુથી આત્માની સ્થિતિની સ્પષ્ટતા કરી છે. - જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ આત્માને છ પદ દ્વારા સમજાવ્યો છે : (૧) આત્મા છે (૨) નિત્ય છે (૩) કર્મનો કર્તા છે (૪) કર્મફળનો ભોક્તા છે (૫) આત્માનો મોક્ષ છે (૬) અને મોક્ષનો ઉપાય સુધર્મ છે.
ભારતનાં અન્ય દર્શનોએ કરેલી તાત્ત્વિક વિચારણા છ પદની અંદર સમાઈ જાય છે. ઉપરાંત, આત્માને અનંતજ્ઞાન, દર્શન અને વીર્યશક્તિનો સ્વામી કહ્યો છે. તેજપુંજ સત, ચિત્ અને આનંદસ્વરૂપ આત્માને અનંતસુખનો સ્વામી કહ્યો છે. આત્માનો મૂળ ગુણ - જ્ઞાન છે. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન આત્માની જે દશામાં હોય તે આત્માની પ્રાથમિક અવસ્થા છે. તેને નિગોદની સ્થિતિ પણ કહે છે. કર્મક્ષય પ્રમાણે આત્માનો, શુદ્ધતાનો ક્રમિક વિકાસ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ, આ વિકાસનો અંતિમ તબક્કો છે. ત્યાર પછી આત્મા સિદ્ધત્વ પામી દિગંતમાં બિરાજે છે.
અનંત તીર્થંકરો કહેતા આવ્યા છે કે રાગદ્વેષ છોડવાથી કર્મ આવરણ તૂટતાં આત્મગુણોનું પ્રગટીકરણ થતાં, આત્મા વીતરાગી બને છે અને તે મુક્તાત્મા બને છે. જૈન દર્શને સર્વ ભવિ આત્મામાં પરમાત્મા થવાની યોગ્યતા બતાવી છે.
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન'માં આત્મલક્ષી કૃતિઓનો સંચય કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
ભારતીય સંતપરંપરાના કવિઓ, નરસિંહ, મીરા, અખો, પ્રીતમ, લલ્લેશ્વરી, ગંગાસતી, બ્રહ્માનંદ વગેરેએ પોતાની રચનામાં આત્મચિંતનનું નિરૂપણ કર્યું છે. વળી જૈન શ્રાવકો અને મુનિરાજો, જેવા કે શ્રાવક કવિ ઋષભદાસ, અવધૂતયોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, મુનિ રત્નાકર, ૫. દેવચંદ્રજીસ્વામી વગેરેએ આત્મલક્ષી રચના આપી છે તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કવિઓ મકરંદ દવે અને રાજેન્દ્ર શાહ જેવા સર્જકોએ પણ પોતાની કૃતિમાં આત્મચિંતન કર્યું છે. આવી આત્મલક્ષી રચનાઓનાં રસદર્શન-વિવેચનનું અવગાહન કરવાથી કર્મનિર્જરાનો માર્ગ સહજ બને છે અને આત્મોત્થાનની નવી દિશા સાંપડે છે.
૨૫
૨૬.